________________ આપણું અંતરમાં ધર્મ કે ગમે છે, એનું માપ અહીં નીકળે છે કે, સગા-સ્નેહીને ધર્મની ભલામણ અને સહાયતા કેવી કરતા રહીએ છીએ, અભયકુમારના મનને થયું કે “હું આદ્રકુમારને એવી ભેટ મોકલું કે જેથી એ જોતાં ઉહાપોહમાં ચઢી ધર્મ પામી જાય.” એ માટે એણે સ્ફટિક રનની નાની જિન–પ્રતિમા પેટીમાં ગાદી વગેરે વચ્ચે પિક કરીને મોકલી. માણસને કહ્યું. આદ્રકુમારને મારા સ્નેહ-કુશળ જણાવી કહેજે કે આ પિટી એકાન્તમાં ખેલીને જુએ.” માણસો ભેટ લઈ ગયા, અને આદ્રકુમારને આપી અભયકુમારનો સંદેશો કહે છે. આદ્રકુમારને ભારે જિજ્ઞાસા થઈ કે “આ નાનકડી પેટીમાં એવું તે શું હશે કે મને એ એકાંતમાં બોલવાનો સંદેશ મોકલે છે?” લઈ ગયા એ મહેલમાં પિતાના આવાસમાં, અને ઓરડે બંધ કરી જ્યાં પક પેટી ખાલી રત્નની પ્રતિમા જુએ છે ત્યાં એ સ્તબ્ધ થઈ જાય છે! જીવનપ્રસંગમાં દેવ-ગુરુ-ધર્મને ઠામઠામ ગોઠવાય તે સાચી શ્રદ્ધા : આદ્રકુમાર બિચારે એવા અનાર્ય દેશમાં જન છે કે જ્યાં ધર્મનું નામ નથી. પછી ઈષ્ટ દેવ શું? દેવની મૂતિ શી? એની કશી જ ખબર નથી ત્યારે તમે કેટલા ભાગ્યશાળી કે તમને આર્યદેશ આર્યકુળમાં જનમવા માત્રથી ઈષ્ટ દેવ અને દેવની મૂર્તિની સમજની બક્ષીસ મળી છે ! આર્યકુળના જનમની કેવી બલિહારી કે આ જન્મમાત્રથી દેવ-ગુરુ-ધર્મની બક્ષીસ મળી ગઈ! તે આ બક્ષીસની કદર કેટલી કરે છે? વાત વાતમાં મનને એમ થાય ખરું