________________ ભય વિના નિર્ભયપણે સેવો, તે અશુભ અનુબંધે ઊભા થાય છે. એની સામે દુષ્કૃત–દુર્ગુણની ગહ કરતા રહે, સંતાપ કરતા રહે, તે પૂર્વનાં અશુભ અનુબંધ તૂટતા આવે છે. એમ સુકૃત–સદૂગુણે હોંશથી સે, સેવ્યા પર અનુમદના કરો, ખુશી અનુભવ, એટલે શુભાનુબંધ ઊભા થાય છે. તમારા પિતાના કે બીજાના સુકૃત-સગુણની જેટલી વાર અનુમોદના કરો એટલી વાર નવું નવું પુણ્ય અને નવા શુભાનુબંધે ઊભા થતા રહે છે, શાલિભદ્ર, સુદર્શન શેઠ, સુવ્રતશેઠ, જંબૂકુમાર....વગેરેએ પૂર્વભવમાં હોંશથી સુકૃત–સેવન સુકૃત-અનુમોદન કરેલ તેથી આ ભવમાં ઉચ્ચ સ્થિતિ પામ્યા! શાલિભદ્ર પૂર્વભવે વહેલામાં વહાલી અને પહેલી જ વાર મેળવેલી ખીરનું તપસ્વી સાધુનું દાન કર્યું, ને પછીથી એને આનંદ આનંદ માગ્યા કર્યો ! એની મર્યો ત્યાં સુધી અનમેદની એવી કર્યું ગશે કે પછીથી મળેલી ખીર ખાવાને કશે આનંદ જ ન માગે, તેમ જ પેટમાં જીવલેણ દુખ ઊપડયું તે ય એનું કશું દુઃખ ન માગ્યું. તે એવી વારંવારની અનમેદનાથી લખલૂટ પુણ્ય અને શુભાનુબંધો ઊભા કરી દીધા ! અભયકુમાર આ વિચારી રહ્યા છે. પૂર્વભવે શુદ્ધ બુદ્ધિએ મેં ધર્મ કર્યો હશે. એમાં શુભાનુબંધ ઊભા થયેલા; એથી અહીં બુદ્ધિ અને ધર્મશ્રદ્ધા સારી રહે છે, તે મારી સાથે મૈત્રી–સ્નેહ સંબંધ ઇચ્છનાર આ આદ્રકુમાર જરૂર પૂર્વ ભવને આરાધક જીવ હોવો જોઈએ. અભયકુમારને કેમ આ સૂઝે છે ? અભયકુમાર પૂર્વભવે સારી આરાધના કરીને આવેલ હેડવાથી જબરદસ્ત ઔત્પાતિકી બુદ્ધિ પરિણામિક બુદ્ધિ વગેરે