________________ મળે હો જોઈએ. એટલે હવે જ્યારે પિતા રાજા શ્રેણિક એ અનાર્યદેશના રાજાને વળતી ભેટ મળે છે, તે હું પણ આદ્રકુમારને એક એવી ભેટ મોકલું કે એ જોઈને આ કુમારને એથી કદાચ ચિંતન–ઉહાપોહ કરતાં પૂર્વજન્મ યાદ આવી જાય. અને જો એમ બને તે સંભવ છે કે પૂર્વને જેન– ધમ 'યાદ આવતાં એ ફરીથી જૈનધર્મ પામી આરોધી જાય.” અહીં અભયકુમારની આ વિચારધારા જોવા જેવી છે. અભયકુમારની બાળપણથી ધર્મશ્રદ્ધા : અભયકુમાર પોતે મોસાળમાં જન્મ પામેલા, ને આઠ વરસની ઉંમર સુધી મોસાળમાં જ ઊછરેલા છે અને સાળ જૈન ધર્મની શ્રદ્ધા અને આરાધનાવાળું; તેમ એમની માતા નંદાદેવી પણ જૈન ધર્મની શ્રદ્ધા અને આરાધનાવાળી; એટલે જ એને સંસ્કરણ-શિક્ષણથી અભયકુમાર જૈન ધર્મની પાકી શ્રદ્ધાવાળા અને જૈન ધર્મની આરાધનાવાળા છે. પછી મેસળમાંથી માતાની સાથે પિતાના ઘરે આવ્યા બાદ પણ જે કે પિતા રાજા શ્રેણિક જૈન ધર્મની શ્રદ્ધાવાળા નથી, છતાં અભયકુમાર પોતે જૈન ધર્મની જ્વલંત શ્રદ્ધા અને આરાધનાવાળા બન્યા રહ્યા છે. એ આરાધના પણ કઈ જ દુન્યવી આશંસાથી નહિ, દુન્યવી પદાર્થની અભિલાષાથી નહિ, પણ માત્ર મોક્ષની જ આશંસાથી કરે છે એટલે પિતાને લાગે છે કે આ મોશની જ આશંસાથી જૈન ધર્મની આરાધના કરવાની બુદ્ધિ અને રહે છે એ સૂચવે છે કે મારે પૂર્વ જન્મમાં શુભ અનુબંધ (સંસ્કાર) ઊભા થયા હશે. તેથી અહીં મને જૈન ધર્મ આરાધવાની બુદ્ધિ સૂઝે છે. તે પૂર્વ જન્મમાં પણ એ શુભાનુબંધે ઊભા કરનાર જૈનધર્મ મેં શુદ્ધ બુદ્ધિથી આરાધ્યા હશે, તે જ શુભ અનુબંધ ઊભા થાય.” ધર્મની આરાધનાથી જેમ શુભ કર્મ તરીકે પુણ્યકર્મો