________________ શ્રેણિક રાજાની સાથે મૈત્રી સંબંધ બાંધવા માટે શ્રેણિક રાજાને એક કિંમતી આકર્ષક વસ્તુ ભેટ મોકલે છે. એ જોઈને, - આકારની અભયકુમારને ભેટ- આદ્રકુમારને પણ મન થાય છે કે હું પણ શ્રેણિક રાજાના પાટવી કુંવર અભયકુમાર સાથે મૈત્રી સંબંધ બાંધવા. કાંઈક ભેટ મોકલું.” એટલે એ પણ રાજાની ભેટ લઈ જનાર માણસ સાથે જ અભયકુમારને એક કિંમતી ચીજ ભેટમોકલે છે. માણસે અનાર્ય દેશમાંથી નીકળી દરિયે પાર કરી અહીં મગધ દેશમાં આવી લાગે છે. અને મગધસમ્રાટ શ્રેણિકરાજા અને અભયકુમારને એમની ભેટ અર્પણ કરે છે અને રાજાને ભેટ આપતાં કહે છે. “અમારા દેશના રાજા આપની સાથે મૈત્રી સંબંધ બાંધવા ઈચ્છે છે તેથી એ આ ભેટ આપની સેવામાં રજુ કરે છે.” ત્યારે આદ્રકુમારની ભેટ અર્પતાં અભયકુમારને કહે છે, “અમારા રાજાના પાટવી કુમાર આદ્રકુમાર આપની સેવામાં આ ભેટ રજુ કરતાં આપની સાથે મૈત્રી ઈચછે છે.” અભયકુમારની ઉચ્ચ વિચારધાર: અહીં અભયકુમાર વિચાર કરે છે કે “અનાર્ય દેશના રાજકુમારો, મારી સાથે મૈત્રી ઈરછે છે, તે લાગે છે કે હું ભગવાન અરિહંત દેવને સેવક, તે મારી સાથે મૈત્રી કરવા ઈચ્છનાર આ આદ્રકુમાર જરૂર કાંઈક ચોગ્યતાવાળો હવે જોઈએ, અને એ ગ્યતા, સંભવ છે, એણે પૂર્વ જન્મની જૈનધર્મની આરાધના કરીને ઊભી કરી હોય. અલબનું પૂર્વે આરાધના તે કરી હશે, પરંતુ સાથે કાંઈક વિરાધના પણ કરી હશે. તેથી જ એને બિચારાને અનાર્ય દેશમાં અવતાર