________________ ધરનારા હતા. તેથી, અને પોતાની ધર્મ-શ્રદ્ધાના લીધે આ કલ્પના કરે છે કે પિતાની સાથે મૈત્રીસંબંધ ઈચછનાર આદ્રકુમાર હમણાં ભલે અનાર્યદેશમાં જન્મી ગયો, છતાં કેઈ યોગ્ય જીવ હો જોઈએ, પૂર્વભવે આરાધના કરી હશે, પણ કાંઈક બિચારાથી વિરાધના થઈ હોય તેથી અનાર્યદેશમાં અવતરી ગયેલ હોય. હવે જે એને કઈક એવી ભેટ મોકલું તે એથી સંભવ છે એના પર ઊહાપોહમાં એને એને પૂર્વ જન્મ યાદ આવી જાય તે ફરીથી એ જૈનધર્મ પામી જાય. આમ જે બની જાય તે મારી મૈત્રી લેખે લાગી જાય.” અભયકુમારને કે આત્મવિશ્વાસ છે કે હું વિતરાગ ધર્મને ચુસ્તપણે માનનારે, તે મારી સાથે સ્નેહ-સંબંધ કરવા આવનાર એગ્યતાવાળે હોવે જોઈએ” આ આત્મવિશ્વાસ શાના ઉપર છે? પિતાની ધર્મચુસ્તતા ઉપર. વળી અભયકુમારને ધર્મ સ્નેહ કે? કે સ્નેહમાં સામાને મેહને રાગ નહિ પણ ધર્મ પમાડે છે, અને તે જ સ્નેહ મૈત્રી લેખે લાગી સમજે છે. આપણને જે ધર્મ ગમે છે, તે તે બીજાને અને ખાસ કરીને સ્નેહી-સ્વજનને ધર્મ પમાડવાનું કે ધર્મની સગવડ કરી આપવાનું મન ન થાય? મયણાસુંદરી પિતાના કહેવાથી કોરિયા પતિ શ્રીપાલને વરી, પછી એણે શ્રીપાલકુમારને દેવદર્શન-ગુરુવન્દન વગેરે ધર્મમાં જોડવાનું કર્યું. આગળ વધીને શ્રીનવપદની આરાધનામાં જોડવાનું કર્યું. એથી આગળ વધીને શ્રીપાલ હવે જ્યારે પરદેશ જવા તૈયાર થાય છે ત્યારે, “પરદેશમાં કયાં ખાશે પીશે ? પરદેશથી શું એકલશે? કે શું લેતાં આવશે? ..." વગેરે કશી ભાંજગડ ન કરી, પરંતુ એ જ કહ્યું કે પરદેશમાં ગમે ત્યાં જાઓ–કરે, પરંતુ નવપદજીને - ભૂલતા નહિ.” .