________________
અક્ષયકુમાર.
(૨૩) કરતો હતો, બહુમાન, ભક્તિ, પૂજ્યભાવ બતાવી પિતાની ભકિત તે પ્રગટ કરતી હતી.
સુજેષ્ઠાની આજ્ઞા પામ્યા પછી બીજે જ દિવસે દાસી તે વણિકની દુકાને આવી છે તે વણિક પેલા ચિત્રપટ ઉપર પિતાની ભક્તિને વરસાદ વરસાવી રહ્યો હતે. તેને આવું બહુમાન કરતે જોઈ પેલી દાસી બેલી. “અરે ભાઈ ! રોજ ને રોજ તમે આ શું કર્યા કરે છે? એ છે એક મનુષ્ય ! દેવ તે નથી કે જેનાથી તમને ઈચ્છિત પ્રાપ્ત થાય. એના કરતાં તે કોઈ દેવની આટલી ભક્તિ કરે તે તમને ઈચ્છિત વરદાન આપે.”
“અરે બાઈ ! દેવ કરતાંય મારે મન એ અધિક છે. એમણે મને ઘણું આપ્યું છે. આજે એમની કૃપાથી મારા સુખમાં શી કમિના છે. સદ્ધિ, સિદ્ધિ, ઐશ્વર્ય, ઠકુરાઈ સર્વ કઈ આજે મારે ઘેર છે.”
એ વણિકના શબ્દો સાંભળી દાસી હસી. “વાહ ! તમારી ઠકુરાઈ ! આજ તમારી ઠકુરાઈને ? ગાંડા થઈ ગયા લાગો છો. વૈભવ, ઠકુરાઈને તમને ખ્યાલ જણાતું નથી. સે રૂપીયા મળવાથી ગરીબ માણસ પિતાને બાદશાહ માને છે એવી તમારી વાત છે. ભાઈ! વૈભવ, ઠકુરાઈની મીઠાશ તે કાઇ ન્યારી જ છે. ”
તું કહે છે એ સર્વે સ્વરૂપ હું સારી રીતે સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com