________________
(૨૨)
મહાવીર અને શ્રેણિક. ત્યારે તે પિલા સુંદર ચિત્રપટની પૂજા કરતે. એ ચિત્રપટ તેમની નજરે પડે અને તેમનું આકર્ષણ થાય તેવી રીતે તે વર્તતે હતે. દાસીઓ પણ જ્યારે આ ચિત્રપટ ઉપર નજર પડતી ત્યારે થંભી જતી અને એકચિતે તેના સંદર્ય તરફ જોયા કરતી.
“અરે ભાઈ! આ કોણ છે?”
એ અમારા દેવ-રાજ છે. મગધરાજ શ્રેણિક નરપતિ છે.” તે વણિક પ્રત્યુત્તરમાં જવાબ આપતે.
શું આ મનુષ્ય છે? માનવીનું આવું અથાગ સિદ?” દાસીઓ આશ્ચર્ય પામતી હતી.
“એ અમારા મહારાજ છે. અમારા જીવનના આધાર છે. અમારું જીવન સર્વસ્વ આ નરરાજ છે જેથી અમે દેવની માફક એમની સેવા કરીએ છીએ.”
આવું સાંદર્યયુક્ત ચિત્રપટ દાસીઓને પિતાની શેઠાણી સુકાને બતાવવાનું મન થયું, જેથી એક દાસીએ સુજેકાને વાત કરી તેના પ્રત્યુત્તરમાં સુજેષ્ઠાએ તે ચિત્રપટ લાવવાની દાસીને આજ્ઞા કરી હતી.
એ રાજદરબાર નજીક દુકાન લગાવીને બેઠેલે વણિક અભયકુમાર પોતે જ હતું. પેલું ચિત્રપટ મગધરાજ શ્રેણિક નરપતિનું હોવાથી અભયકુમાર પ્રતિદિવસ એની પૂજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com