________________
(૨૦)
મહાવીર અને શ્રેણિક દ્રવ્યની વિપુલતા તેટલી જલદી કાર્યસિદ્ધિ એ તે સ્વાભાવિક છે, છતાં પણ દ્રવ્ય સિવાય બળ અને બુદ્ધિ એ બનેમાં બળથી કામ લેવાને માનવીહૃદય સ્વાભાવિક રીતે જ પ્રેરાય છે. જ્યારે બળ ચાલતું નથી ત્યારે જે બુદ્ધિવંત હોય તે યુક્તિઓથી કાર્યસિદ્ધિ કરે છે.
મગધરાજ શ્રેણિક મહારાજને પાંચસે મંત્રીઓમાં અભયકુમાર મહામંત્રી યાને મુખ્ય પ્રધાન હતા. અભયકુમાર મહાઅમાત્ય હોવા ઉપરાંત મગધરાજનો પાટવી પુત્ર હતે. અભયકુમારને પૂર્વભવના ક્ષયોપશમથી બુદ્ધિ વરેલી હતી. ગમે તેવા કાર્ય તે બુદ્ધિથી કરી શકતો હતો. મગધરાજની રાજકીય અનેક ગુંચવણે તે ક્ષણમાત્રમાં દૂર કરતે હતો. પોતાની બુદ્ધિ-શક્તિથી રાજા અને પ્રજા બનેને તે એકસરખો પ્રિય હતે. તે પિતાની બાલ્યાવસ્થામાંથી જ પાંચસો પ્રધાનેમાં મુખ્ય અમાત્ય થયે હતો. એણે પિતાની બુદ્ધિથી લોકોને આશ્ચર્યચકિત ક્યાં હતા. એ જ બુદ્ધિના પ્રભાવે શ્રેણિક મહારાજનું અર્ધ રાજ્ય મેળવવાને ભાગ્યશાળી થયો હતો. મગધરાજે પોતાની બહેન સુસેનાની પુત્રી તારા સાથે અભયકુમારનાં લગ્ન કરી આપ્યાં હતાં. તે ઉપરાંત બીજી પણ કેટલીક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું હતું. સુખમાં, સંતોષમાં, ધર્મકાર્યમાં પ્રીતિવાળે અભયકુમાર મગધરાજના સામ્રાજ્યને વિશાળ બનાવી રહ્યો હતો. શામ, દામ, દંડ અને ભેદથી મગધરાજનું સામ્રાજ્ય એણે વધાર્યું હતું. રાતદિવસ સામ્રાજ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com