________________
અક્ષયકુમાર,
(૨૧) વૃદ્ધના કાર્યની ચિંતા કરતે અભયકુમાર પિતાને સમય એ રીતે વ્યતીત કરી રહ્યો હતે કેમકે બુદ્ધિવંત મનુષ્યને જગતમાં એવું કયું કાર્ય છે કે જે પોતાની બુદ્ધિથી અસાધ્ય હોય ?
એ અરસામાં પેલી તાપસીએ ચેટકકુમારી સુજેઠાનું ચિત્રપટ આપી મગધરાજને વ્યગ્ર કર્યા. કઈ પણ પ્રકારે કાર્યસિદ્ધિને ઉપાય હાથ ન લાગવાથી એમની ચિંતામાં વધારો થયે. અભયકુમારે મગધરાજને દિલાસો આપીને શાંત કયો.
અભયકુમારે શ્રેણિક મહારાજનું એક સુંદર ચિત્ર આળેખ્યું. એ આબેહુબ ચિત્રમાં પોતાની સર્વે બુદ્ધિનો ઉપયોગ કર્યો. પોતાની કળામાં કેટલું કૌશલ્ય હતું તે બધું આ ચિત્રપટથી સ્પષ્ટ થતું હતું. એ સવાંગસુંદર ચિત્રપટ તૈયાર કર્યા પછી ગુટિકાના પ્રભાવથી સામાન્ય વણિક જેવું સ્વરૂપ ધારણ કરી કાર્યપુરતાં મનુ સાથે અભયકુમાર વિશાળા નગરીમાં આવ્યો. રાજ દરબારમાં જ્યાં અંત:પુરનો ભાગ આવેલો છે તેના દરવાજા બહાર નજીકમાં એક દુકાન લઈને બેઠે, અને રાજદરબારમાં જતી-આવતી દાસીઓનું આકર્ષણ થાય તેવા પ્રયત્ન કરવા લાગ્યા. રાજદાસીઓને તે સસ્તો માલ આપવા લાગ્યા તેમજ અનેક મધુર વચનથી તેમને સંતોષવા લાગ્યા. રાજદાસીઓ સાથે ઓળખાણ થયા પછી તે વણિક જ્યારે જ્યારે દાસીએ એને ત્યાં કઈ લેવા આવતી અથવા તો એ રસ્તેથી ગમનાગમન કરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com