________________
અભયકુમાર.
( ૧૯ )
“ તે ગુણિયલ ! આવતી કાલના તે ચિત્ર પેલા વિક પાસેથી લેતી આવજે ત્યારે. ” સુજેષ્ઠાએ ફરમાવ્યુ.
તે પછી સર્વે સખીઓ પોતપોતાના ઘર તરફ ગઈ. સુજેા અને ચણા પાતાના આવાસ ભુવનમાં આવી નિદ્રાદેવીને ખાળે પડી.
પ્રકરણ ૪ છું.
અભયકુમાર,
માનવજીવન એ જગતમાં અતિ ઉચ્ચ જીવન ગણાય છે. એ મહત્ત્વના જીવનમાં મનુષ્ય અનેક કાર્યો કરી શકે છે. એ જીવનમાં કઈં કઈં અભિલાષા, મહત્ત્વાકાંક્ષાઓ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલી એ આકાંક્ષાઓમાં કેટલીક પૂર્ણતાને પામે છે, કેટલીક અનેક પ્રયત્નો છતાં એમ જ લય થઇ જાય છે. અભિલાષા પૂર્ણ કરવા માટે મનુષ્ય અનેક પ્રકારના ઉદ્યમ કરે છે. એક વાર નિષ્ફળ થાય તા બીજી વાર, ત્રીજી વાર પ્રયત્ન કરી પેાતાનું કાર્ય સિદ્ધ કરવાને તે ઉત્સુક રહે છે. દ્રવ્યથી, ખળથી કે કળથી એટલે બુદ્ધિથી ચાને યુક્તિથી પેાતાના ઉદ્યમ તે જારી રાખે છે. જગતને વ્યવહાર જ એવા છે કે દ્રવ્ય વગર તેા કાઈ પણુ કાર્ય, નાનું સરખુંય થઈ શકતુ નથી; માટે દ્રવ્યની આવશ્યકતા તે દરેક કાર્યસિદ્ધિ સાથે નિકટ સબંધ ધરાવે છે. જેટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com