________________
ચેટકકુમારી.
(૧૭) “કેનું ચિત્ર છે? કઈ દેવનું હશે કદાચ?” - “ના હેન! છે તે મનુષ્યનું, પણ ચિત્ર જોતાં તે તે મનુષ્ય કરતાં કઈક અદભૂત લાગે છે. મનુષ્યમાં આવું અથાગ સંદર્ય ન સંભવે!”
• શું કેઈ સ્ત્રીની છબી છે કે પુરૂષની?” સુજે. કાએ પૂછયું.
“પુરૂષની, એ સંદર્ય, એ રમણીયતા, એ લાલિત્ય, એ છટા, અભિનયકળા, શૌર્યતા એ બધાં તે એમાં અભૂત જ બેન !”
લાવજે તે સહી, આપણે જોઈશું એ કેણુ છે તે.” સુજેષ્ઠાએ બેદરકારીથી જોવાની પિતાની આતુરતા દેખાડી.
એ સુંદર પુરૂષની દેવથી પણ અધિક એ વણિક સેવા કરે છે. બહુમાન સાચવે છે. આહ! શું એની ભક્તિ ! એ ચિત્ર ઉપર પ્રીતિ! એને પૂજ્યભાવ!” - “ ઠીક લાવજે એ ચિત્રપટ, ખાલી ખોટાં તે વખાણું નથી કરતી ને?”
“બેન ! આ વાત બનાવટી છે કે સત્ય એ તે આપ ચિત્ર જુઓ પછી જે કહેવું હોય તે કહેજે.”
“સારું, ત્યારે જોયા પછી વાત.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com