________________
(૧૬)
મહાવીર અને શ્રેણિક. છતાંય પતિને ભજનારી સ્ત્રીઓથી તે ઓછી જ, સમજ્યાં બેન ?”
“પતિ તે એવા અનંતા થયા ને થશે, પણ એથી શું? પ્રભુ એક જ વાર મળ્યા કે બસ કાર્યની સિદ્ધિ. સમજી?”
“એ કોઈ સમયે પતિ શ્રેષ્ઠ તે કઈ સમયે પ્રભુ શ્રેષ્ઠ. ભેગની લાલસાવાળી સ્ત્રીઓને પ્રભુ શા કામના ? એમને તે પતિ શ્રેષ્ઠ? ત્યારે વીતરાગ થવાની ઈચ્છાવાળી સ્ત્રીને પ્રભુ શ્રેષ્ઠ. ” ચેલાએ વચમાં બોલી બને વચનો કબૂલ રાખતાં કહ્યું.
અરે! પણ એક વાત તે કહેવી તમને ભૂલી જાઉ છું બેન? ઘણા દિવસથી કહું કહું પણ કહેવાતી નથી. આજે ઠીક યાદ આવી.” ગુણવતી બોલી.
“બોલને, તારી વળી શું વાત છે ? વાતમાં કોઈ માલ છે કે ખાલી દમામ?” સુજેણા બેલી.
“વાતમાં માલ છે કે નહિ એ તે પછી, પણ તમારે સાંભળવામાં કાંઈ અડચણ છે? સાંભળ્યા પછી તમે જ જેમ ઠીક લાગે તેમ કરોને. માલામાલ તો ઠીક પણ આનદની વાત તો છે જ !” ગુણવંતીએ કહ્યું.
“કહે જોઉ તારી વાત.” આતુરતાથી જેષ્ઠાએ કહ્યું.
“આપણુ રાજગઢની નજીકમાં હમણાં એક કઈ પરદેશી વણિક રહેવા આવે છે. તે હમેશાં એક ચિત્રની દેવની જેમ પૂજા કરે છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com