________________
“સ્યાદ્વાદ અનેકાંતવાદ’’
-
૧૯
અન્યદેશવર્તિત્વન અવિદ્યમાન છે. આ રીતે સંભવિત બીજા પણ પ્રકારોનો વિચાર કરીને ક્ષેત્રતઃ ઘટના સ્વ-૫૨ પર્યાયોની વિચારણા કરવી. સ્વપર્યાયો મર્યાદિત થશે અને પરપર્યાયો અનંતા થશે. કાલતઃ વસ્તુની અનંતધર્માત્મકતા17) :
કાલની અપેક્ષાએ ઘટને સ્વદ્રવ્યની અપેક્ષાએ નિત્ય માનવામાં આવે છે ત્યારે તે વર્તમાનમાં રહે છે, ભૂતકાળમાં હતો અને ભવિષ્યકાળમાં પણ હશે. તેથી કાલતઃ ઘટ ત્રિકાલવર્તી હોવાથી તેની કોઈનાથી પણ વ્યાવૃત્તિ થતી નથી. તેથી ત્રિકાલ તેનો સ્વપર્યાય બનશે અને પ૨પર્યાય કોઈ બનશે નહીં.
ત્રિકાલવર્તી ઘટ પણ વર્તમાનકાલની અપેક્ષાએ (વર્તમાનકાલીનસ્વેન) વિચારીએ છીએ ત્યારે તે વિદ્યમાન છે અને અતીતાદિ કાલની અપેક્ષાએ અવિદ્યમાન છે. વર્તમાનકાલીન ઘટ પણ (વસંતૠતુમાં ઉત્પન્ન થયો હોય તો) વસંતૠતુની અપેક્ષાએ વિદ્યમાન છે અને તે સિવાયની અપેક્ષાએ અવિદ્યમાન છે. વસંતૠતુ સંબંધી ઘટ પણ નવાપણાની અપેક્ષાએ વિદ્યમાન છે અને જુનાપણાની અપેક્ષાએ અવિદ્યમાન છે. નૂતન ઘટ પણ આજની અપેક્ષાએ વિદ્યમાન છે અને ગઈકાલની અપેક્ષાએ અવિદ્યમાન છે. આજનો ઘટ પણ આ ક્ષણની અપેક્ષાએ સત્ છે અને અન્ય ક્ષણોની અપેક્ષાએ અસત્ છે. આ પ્રમાણે કાલતઃ ઘટના અસંખ્ય સ્વપર્યાય છે. કારણ કે, એક દ્રવ્ય અસંખ્યકાળ સુધી પોતાની સ્થિતિમાં રહે છે. અનંતકાલની વિવક્ષા કરવામાં આવે તો દ્રવ્ય અનંતકાળ સુધી રહેતું હોવાથી અનંતા પણ સ્વપર્યાયો થઈ શકે છે. તદુપરાંત, વિવક્ષિત કાલથી ભિન્નકાળ અન્ય અનંતકાળોથી અને તેમાં રહેલા અનંતાદ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થાય છે. તેથી ઘટના પરપર્યાયો પણ અનંતા છે. હવે ભાવતઃ ઘટની અનંતધર્માત્મકતા જોઈશું.
17. મૂળ પાઠ ષડ્.સમુ. બૃહવૃત્તિ-શ્લોક-૫૫ની ટીકામાંથી જોઈ લેવા ભલામણ.