________________
૨૭૮
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કરાવે છે. આ દશામાં ગોપાલના પુત્રનું પરિણામ ઈન્દ્ર શબ્દનું વાચ્ય છે. ઈન્દ્રના જે અન્ય પર્યાય છે, તેનાથી ગોપાલપુત્રને કહી શકાતો નથી. આ દશામાં નામ નિ:ક્ષેપ સ્વર્ગાધિપતિનો વાચક નહીં થતાં ગોપાલના પુત્રનો વાચક બની જાય છે.
નામ નિક્ષેપને માટે મુખ્યરૂપથી અન્ય અર્થનું વાચક હોવું આવશ્યક નથી. જ્યારે કોઈ ડિત્ય અથવા ડવિત્થ શબ્દથી કોઈને બોલાવવા લાગે છે, તો તેનું તે જ નામ જ થઈ જાય છે. ડિત્ય અને ડવિથ કોઈ અન્ય વસ્તુના નામ નથી. વસ્તુના જે ગુણ છે તેની અપેક્ષા વગર અર્થમાં સંકેત કરવો નામ નિક્ષેપને માટે આવશ્યક છે. ઈન્દ્ર શબ્દનો જ્યારે ગોપાલના પુત્રમાં સંકેત કરે છે, ત્યારે ઈન્દ્ર શબ્દથી સ્વર્ગાધિપતિના જે પ્રસિદ્ધ ઐશ્વર્ય ગુણની પ્રતીતિ થાય છે, તેની અપેક્ષાએ કરવામાં આવતી નથી. જ્યારે કોઈ અર્થમાં ડિત્ય આદિ શબ્દોનો સંકેત કરવામાં આવે છે, ત્યારે પણ વાચ્ય અર્થના ગુણોની અપેક્ષા કરવામાં આવતી નથી. ઈન્દ્ર શબ્દ દ્વારા ઐશ્વર્ય રૂપ ગુણ વાચ્ય છે અને ડિત્ય આદિ પદનો વાચ્ય કોઈપણ ગુણ નથી. એટલો ભેદ હોવા છતાં પણ ગુણોની અપેક્ષા વિના કેવળ સંકેતની અપેક્ષા બંને પ્રકારના નામ નિક્ષેપોમાં છે. આ પ્રકારની અપેક્ષા નામ નિક્ષેપનું અસાધારણ સ્વરૂપ છે. હવે આ વિષયમાં વધુ સ્પષ્ટતાઓ કરતાં કહે છે કે,
तत्त्वतोऽर्थनिष्ठा उपचारतः शब्दनिष्ठा च। मेर्वादि-नामापेक्षया यावद्रव्यभाविनी, देवदत्तादिनामापेक्षया चायावद्व्यभाविनी, (जैनतर्कभाषा)
અર્થ - વાસ્તવમાં આ પરિણતિ અર્થનિષ્ઠ છે અને ઉપચારથી શબ્દનિષ્ઠ છે. મેરૂ આદિ નામોની અપેક્ષાએ આ પરિણતિ યથાવત્ દ્રવ્યભાવિની છે. દેવદત્ત આદિ નામોની અપેક્ષાએ એ અયાવદ્રવ્ય ભાવિની છે.