________________
૨૯૪
જેદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
રૂપમાં પરિણત થઈ જાય છે. આ ઉપયોગનું કારણ થવાથી ઉપયોગ રહિત આત્મા દ્રવ્ય કહેવાય છે. સ્થાપના અને દ્રવ્યના જે વિલક્ષણ ધર્મ બતાવ્યા છે, તે નામમાં નથી. એ કારણે નામનો સ્થાપના અને દ્રવ્યથી ભેદ છે. હવે નામાદિમાં કોઈક રૂપે અભેદ અને કોઈક રૂપે ભેદને જણાવતાં કહે છે કે –
दुग्धतक्रादीनां श्वेतत्वादिनाऽभेदेऽपि माधुर्यादिना भेदवन्नामादीनां केनचिद्रूपेणाभेदेऽपि रूपान्तरेण भेद इति स्थितम्। (जैनतर्कभाषा) .
અર્થ - દૂધ અને તર્ક આદિમાં શ્વેત વર્ણ આદિ દ્વારા અભેદ હોવાં છતાં પણ માધુર્ય આદિના કારણે જે રીતે ભેદ હોય છે, એ રીતે નામ આદિમાં પણ કોઈક રૂપે અભેદ છે અને અન્ય રૂપે ભેદ છે - આ સિદ્ધ થાય છે.
કહેવાનો આશય એ છે કે, જે ધર્મ વસ્તુઓને ભિન્ન કરે છે, તેની ઉપેક્ષા કરીને સમાન ધર્મના બળે જો વસ્તુઓમાં અભેદ માનવામાં આવે તો પ્રમાણોથી સિદ્ધ વસ્તુઓનો ભેદ પણ નહીં રહી શકે. ગાય, ઘોડો, ઇંટ, પથ્થર, નદી આદિ અર્થ આંખથી જોઈ શકાય છે. દશ્યત્વ આ બધાનો સાધારણ ધર્મ છે. તેના દ્વારા જો આ બધાને અભિન્ન માનવામાં આવે તો પ્રત્યક્ષ આદિ પ્રમાણોની સાથે વિરોધ થશે. ચેતન અને અચેતનનો ભેદ અનુભવ સિદ્ધ છે, તે પણ નહીં રહી શકે. એક પરિણામી દ્રવ્યના અનેક પરિણામ થાય છે. તેમાં દ્રવ્યની દૃષ્ટિએ અભેદ હોવા છતાં પણ પર્યાયની અપેક્ષાએ ભેદ રહે છે. તક્ર (છાશ) દૂધનું પરિણામ છે, આથી દ્રવ્યની અપેક્ષાએ તક્ર અને દૂધમાં ભેદ નથી. પરંતુ પર્યાયની અપેક્ષાએ આ બંનેમાં ભેદ છે. છાશ દૂધ નથી અને દૂધ છાશ નથી. દૂધનો રસ મધુર છે અને તેનો રસ ખાટો છે. નામ આદિનો પણ સંબંધ આદિની અપેક્ષાએ અભેદ સમજી શકાય છે. પરંતુ તેના જે સ્વરૂપ