________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
अभिन्नवस्तुगतानां तु नामादीनां भावाविनाभूतत्वादेव वस्तुत्वम्, सर्वस्य
वस्तुन: स्वाभिधानस्य नामरूपत्वात्, स्वाकारस्य स्थापनारूपत्वात् कारणतायाश्च द्रव्यरूपत्वात्, कार्यापन्नस्य च स्वस्य भावरूपत्वात् । (जैनतर्कभाषा)
અર્થ :- અભિન્ન વસ્તુમાં રહેવાવાળા નામ આદિ તો ભાવની સાથે અવિનાભાવ હોવાથી જ વસ્તુરૂપ છે. સમસ્ત વસ્તુઓનું પોતાનું અભિધાન નામ રૂપ છે, પોતાનો આકાર સ્થાપના સ્વરૂપ છે, વસ્તુમાં રહેવાવાળો કારણભાવ દ્રવ્ય સ્વરૂપ છે. કાર્યરૂપમાં પરિણત પોતાનું સ્વરૂપ ભાવ છે.
૨૯૮
કહેવાનો આશય એ છે કે, ભાવને વસ્તુરૂપ માની લેવાથી પરિણામી કારણ રૂપ દ્રવ્યના વિષયમાં વસ્તુ હોવાની શંકા નથી રહી શકતી. ભાવની સાથે દ્રવ્ય એક વસ્તુમાં છે. મૃત્કિંડ ઘટના રૂપમાં પરિણત થાય છે. તેથી જો ભાવ ઘટ વસ્તુ છે, તો મૃત્કિંડ રૂપ દ્રવ્યઘટ પણ અવશ્ય વસ્તુ છે. જે પરિણામી કારણ નથી, તેમાં પણ નામ અને સ્થાપના થઈ શકે છે. તેથી નામ અને સ્થાપનાના વસ્તુરૂપ હોવામાં શંકાનો અવસર છે. દરિદ્ર બાળક નામેન્દ્ર છે. કાષ્ટ અથવા પત્થરની પ્રતિમા સ્થાપના ઈન્દ્ર છે. આ બંનેનો સ્વર્ગના અધિપતિ ભાવ ઈન્દ્રથી ઘણો ભેદ છે. તેથી તેના વસ્તુરૂપ હોવામાં શંકા થઈ શકે છે. પરંતુ જ્યારે એક વસ્તુમાં નામ અને સ્થાપના હોય, ત્યારે ભાવની જેમ અથવા દ્રવ્યની જેમ વસ્તુ સ્વરૂપ હોવામાં શંકા નથી થઈ શકતી. એક વસ્તુનું વાચક પદ નામ છે. તેની આકૃતિ સ્થાપના છે. ઉત્તરકાળમાં પ્રકટ થવાવાળા પર્યાયોને ઉત્પન્ન કરવાવાળું સ્વરૂપ દ્રવ્ય છે. કાર્ય રૂપે અભિવ્યક્ત સ્વરૂપ ભાવ છે.
ઉદાહરણ તરીકે ઘટને લઈએ. ઘટ અર્થનો વાચક ઘટ પદ નામ છે. ઘટનો આકાર સ્થાપના છે. ઉત્તરવર્તી પર્યાયોને ઉત્પન્ન ક૨વાની શક્તિ દ્રવ્ય ઘટ છે. ઘટ રૂપે અભિવ્યક્તિ ભાવ ઘટ છે. અહીંયાં