________________
જૈનદર્શનમાં નિક્ષેપયોજન’'
૩૦૫
ત્યારે આકાર, અનુગામી દ્રવ્ય અને ભાવ એક કાળમાં જોવામાં આવે છે. દ્રવ્ય પર્યાયો વગર અને પર્યાય દ્રવ્ય વગર જે રીતે પ્રતીત નથી થતા તે રીતે દ્રવ્ય અને પર્યાય આકાર વગર પણ પ્રતીત નથી થતા, નામની પ્રતીતિ ત્યારે સ્પષ્ટ રૂપે હોય છે, જ્યારે નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ઉચ્ચારણ ન હોવા છતાં પણ વસ્તુને જોઈને નામનું સ્મરણ અવશ્ય થાય છે. કોઈપણ ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થાય ત્યારે નામનો સંબંધ અવશ્ય રહે છે. અર્થથી સર્વથા દૂર રહીને નામનો અનુભવ થતો નથી. અર્થ અને જ્ઞાન જે શબ્દ દ્વારા કહેવાય છે, તે જ શબ્દથી નામ પણ કહેવાય છે. અર્થને ઘટ કહે છે, તેના જ્ઞાનને ઘટનું જ્ઞાન કહે છે, નામને પણ ઘટ કહે છે. આ રીતે બધાનો આકાર સમાન છે. સમસ્ત અર્થ નામ આદિના રૂપમાં છે. તેથી નામ, સ્થાપના, દ્રવ્ય પણ ભાવની જેમ વસ્તુ છે. આ નામ આદિનો સમુદયવાદ છે. નામ આદિ ચા૨ નિક્ષેપ છે તેને માનવાવાળા નયોનું નિક્ષેપના વાચક શબ્દો દ્વારા પ્રતિપાદન કરીને નામનય આદિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. નામને માનવાવાળો નય નામનય, સ્થાપનાને માનવાવાળો સ્થાપના નય કહેવાયો છે. દ્રવ્ય નય અને ભાવનય શબ્દનો પ્રયોગ પણ આ રીતિથી છે. જે પણ વસ્તુ છે, તે બધી નામ આદિ ચારેયના રૂપમાં છે. આકાશના પુષ્પ આદિ જે સર્વથા અસત્ છે, તેમાં નામ આદિ ચારેયનું સ્વરૂપ પ્રતીત થતું નથી. આથી સમસ્ત વસ્તુ નામ આદિ ચાર પર્યાયોથી યુક્ત છે. નિક્ષેપાઓની નયોની સાથે યોજના :
अथ नामादिनिक्षेपा नयैः सह योज्यन्ते । तत्र नामादित्रयं द्रव्यास्तिकनयस्यैवाभिमतम्, पर्यायास्तिकनयस्य च भाव एव । आद्यस्य भेदौ संग्रहव्यवहारौ, नैगमस्य यथाक्रमं सामान्यग्राहिणो विशेषग्राहिणश्च अनयोरेवान्तर्भावात् । ऋजुसूत्रादयश्च चत्वारो द्वितीयस्य भेदा