Page #1
--------------------------------------------------------------------------
________________
યાદ10ના
0 ચાલક ૦ પ્રમાણ O Gય 0 સમગી ૦ નિકોપયોજન
સંપાદક : પૂ.મુ. શ્રી સંયમકીર્તિ વિ. મ.સા. પ્રકાશક: શ્રી સભ્ય જ્ઞાન પ્રચારક સમિતિ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
* દિવ્યકૃપા : તપાગચ્છાધિરાજ પૂ.આ.ભ.શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા
|ઃ આશીર્વાદ : સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ. પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા પ્રવચન પ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા
: સંપાદક :
તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સમતાનિધિ પૂ. મુનિરાજ શ્રી દર્શનભૂષણવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પંન્યાસ પ્રવર શ્રીદિવ્યકીર્તિવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન
પૂ. મુનિરાજ શ્રી સંયમકીર્તિ વિ.મ.સા.
2ન
-: પ્રકાશક :શ્રી સમ્યજ્ઞાન પ્રચારક સમિતિ
અમદાવાદ,
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું નામ સંપાદક
: જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
: પૂ. મુનિરાજ શ્રી સંયમકીર્તિ વિજયજી મ.સા. : શ્રીસમ્યજ્ઞાન પ્રચારક સમિતિ
પ્રકાશક
ટાઈપ સેટીંગ : વિક્રમ કમ્પ્યૂટ૨ સેન્ટ૨ મુદ્રણ વ્યવસ્થા : સન્માર્ગપ્રકાશન
આવૃત્તિ
પ્રકાશન
મૂલ્ય
: ૧૦૦ રૂ.
સૂચના : આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત થયું હોવાથી ગૃહસ્થવર્ગે આની માલિકી કરવી હોય તો સંપૂર્ણ મૂલ્ય જ્ઞાનનિધિમાં જમા કરવું. માલિકી ન કરવી હોય તો સુયોગ્ય નકરો જ્ઞાનનિધિમાં આપીને આ પુસ્તકનો ઉપયોગ કરવો.
ઃ પ્રથમ
: વિ.સં. ૨૦૬૮
(૧) શ્રી સભ્યજ્ઞાન પ્રચારક સમિતિ
બીજલ ગાંધી
-: પ્રાપ્તિ સ્થાન :
(૫)
૪૦૧, ઓપ્સન્જ, નેસ્ટ હોટલની સામે, સરદાર પટેલનગર રોડ, સી.જી. રોડ, નવરંગપુરા
અમદાવાદ-૯.
(૨) ભરતભાઈ ગુલાબચંદ ઝવેરી દેશમુખ બિલ્ડીંગ, ૫૦૧, પાંચમે માળ, દેશમુખ લેન, વી.પી. રોડ સીક્કાનગર પાસે, મુંબઈ-૪. ફોન : ૨૩૮૮૭૯૫૬ મો.: ૯૦૨૯૦૨૦૦૧૪
(૩) સેવંતીલાલ વી. જૈન
અજયભાઈ
ડી-૫૨, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફ્લોર, પહેલી પાંજરાપોળ ગલી, મુંબઈ-૪. ફોનઃ ૨૨૪૦૪૭૧૭
(૪) ડૉ. કમલેશભાઈ પરીખ
સન્માર્ગ પ્રકાશન જૈન આરાધના ભવન,
પાછીયાની પોળ, રીલીફ રોડ,
અમદાવાદ-૧.
બી-૪, ધનલક્ષ્મી બિલ્ડીંગ, ગોડીબાર રોડ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૮૬.
મો.: ૯૩૨૪૧૪૮૧૪૦, ૯૦૨૯૩૧૯૫૩૦
(૬) જીગરભાઈ
વિજયરામચન્દ્ર સૂરિ આરાધના ભવન, સુભાષ ચોક, ગોપીપુરા,
સુરત. મો. ૯૮૭૯૫૮૬૭૮૬
(૭) રાજેશભાઈ જે. શાહ
બી-૨૫, શક્તિકૃપા સોસાયટી, ડૉ. બ્રહ્મભટ્ટ હોસ્પિટલની પાછળ, અરૂણાચલ રોડ, સુભાનપુરા, વડોદરા-૨૩, ફોન : ૨૩૯૦૫૧૬
(૮) નૃપેનભાઈ આર. શાહ
૪, સરગમ ફ્લેટ, વી.આર. શાહ સ્કુલની બાજુમાં, વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ-૭. મો.: ૯૪૨૭૪૯૦૧૨૦
Page #4
--------------------------------------------------------------------------
________________
-: શ્રુતભક્તિ - અનુમોદના :
-: લાભાથી .
"
શ્રી કોબે જૈન સંઘ, જાપાન
દ્વારા જ્ઞાનનિધિમાંથી..... જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો”
પુસ્તકના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરાયો છે.
તેઓની ઋતભક્તિની હાર્દિક અનુમોદના અને ભવિષ્યમાં પણ તેઓ આવી શ્રુતભક્તિ કરતા રહે એવી મંગલ કામના
લિ. શ્રી સમ્યજ્ઞાન પ્રચારક સમિતિ
Page #5
--------------------------------------------------------------------------
________________
દીક્ષા સ્મૃતિ દિન શતાબ્દી વર્ષે સમર્પણમ્....
તપાગચ્છાધિરાજ, સુવિદિત શિરોમણિ, વ્યાખ્યાન વાચસ્પતિ, જેનશાસન શિરતાજ, બાલદીક્ષા સંરક્ષક, સિદ્ધાંત રક્ષક.... પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રસંપૂત કરકમળમાં સાદર સમર્પણમ્.....
- ચરણરજ સંયમકીર્તિ વિ.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
૫
.
.
-: બહણ સ્મરણ :• શાનારાધનમાં પ્રબળ આલંબનભૂત, તપસ્વી સમ્રાટ, પૂજ્યપાદ આ.ભ.
શ્રી.વિ. રાજતિલકસૂરીશ્વરજી મહારાજા • દીક્ષાદાતા, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી.વિ.
મહોદયસૂરીશ્વરજી મહારાજા • ન્યાયનિપુણ પૂ.આ.ભ.શ્રી.વિ. ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા • પરમોપકારી, સુવિશાલગચ્છનેતા પૂ.આ.ભ.શ્રી.વિ. હેમભૂષણસૂરીશ્વરજી
મહારાજા. • પરમોપકારી, પ્રવચનપ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી
મહારાજા • ત્રણ ગચ્છનાયક પૂ.સરિપુરંદરોની દીર્ધકાળ પર્યત નિઃસ્પૃહભાવે વૈયાવચ્ચ
કરનારા પૂ.આ.ભ.શ્રી વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા મમહિતચિંતક, સરળ સ્વભાવી, વિર્ય, પરમોપકારી પૂજ્ય ગુરુદેવ
પંન્યાસ પ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્ય • પરમોપકારી, દીક્ષાદાતા, વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુજી પંન્યાસ પ્રવરશ્રી
પુણ્યકીર્તિવિજયજી ગણિવર્ય
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશનની શુભપળે.....
જૈનશાસન જયવંતુ છે :
જૈનશાસન અનંતા તીર્થંકરોએ સંસારસાગરમાં વહેતું મૂકેલું જહાજ છે. એ જહાજને પામીને આજપર્યંત અનંતાનંત આત્માઓ સંસારસાગરથી પાર ઉતરી ગયા છે અને ભવિષ્યમાં પણ એના જ સહારે અનંતા આત્માઓ ભવસાગર તરી જવાના છે. એટલે જ ત્રણે કાળમાં ઉપકારક જૈનશાસન જયવંતુ છે.
જૈનશાસનનો જન્મ તા૨ક તીર્થંકરોની અનંત કરૂણામાંથી થયો છે. એ મોક્ષ માટેનો અંતિમ અને પૂર્ણ ઉપાય છે. કારણ કે, તા૨ક તીર્થંકરોએ વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રગટ્યા પછી જગતનું સાક્ષાત્ દર્શન કરીને જીવો માટે તારક અને મારક તત્ત્વોની વહેંચણી કરી આપી છે. જીવો માટે જે તા૨ક તત્ત્વો છે, તેને તારકરૂપે અને જે મા૨ક તત્ત્વો છે, તેને મારકરૂપે પ્રકાશિત કરીને તેઓએ જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. આત્મા ઉપર આધિપત્ય સ્થાપીને બેઠેલો મોહ નબળો પડે ત્યારે તેઓની કરૂણા સમજી શકાય છે.
ગ્રંથકાર મહર્ષિઓનો મહાન ઉપકાર ઃ
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શ્રીમુખે ત્રિપદીને પામીને શ્રીગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી હતી. તેમાં જગતના તમામ પદાર્થોનો સમાવેશ થાય છે. દ્વાદશાંગીના રહસ્યોને સમજાવવા માટે મહર્ષિઓએ તેના ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, અવચૂર્ણિ અને ટીકાઓની રચના કરી છે. આગમપંચાંગીના રહસ્યોને સરળતાથી સમજાવવા માટે (તે પછીના) મહર્ષિઓએ અનેક પ્રકરણ ગ્રંથોની રચના કરી છે. આપણા સૌનું સદ્ભાગ્ય છે કે, આપણને અગાધ જ્ઞાનરાશી પ્રાપ્ત થઈ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
[6]
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રના સંમિલનને મોક્ષમાર્ગ કહેવાય છે. શ્રીજિનોક્ત તત્ત્વોની રુચિને સમ્યગ્દર્શન કહેવાય છે. શ્રીજિનોક્ત તત્ત્વોના અવબોધને સમ્યજ્ઞાન કહેવાય છે અને તત્ત્વપરિણતિને સમ્યફચારિત્ર કહેવાય છે.
આ તારક તત્ત્વત્રયીમાં સમ્યગ્દર્શન મહત્ત્વનો ગુણ છે અને એ ગુણને ટકાવનાર અને વિશુદ્ધ બનાવનાર કોઈ હોય તો તે સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શનની વિશુદ્ધિના પાયા ઉપર જ સચારિત્રની ઈમારત રચાય છે.
જગતના જીવોને સમ્યજ્ઞાનથી સમૃદ્ધ બનાવવા ગ્રંથકાર મહર્ષિઓએ ચાર અનુયોગ કરીને જગતવર્તી સર્વે હેયોપાદેય પદાર્થોનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. અનુયોગ એટલે સૂત્રમાં રહેલા અર્થનું વ્યાખ્યાન. સૂત્રોમાં ગર્ભિત રહેલા અર્થોનું પ્રગટીકરણ કરવા જે વ્યાખ્યા કરવામાં આવે તેને અનુયોગ કહેવાય છે. આ અનુયોગ ચાર પ્રકારના છે. (૧) ચરણકરણાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ધર્મકથાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ.
જેમાં મોક્ષમાર્ગના સાધકોના આચારોનું વર્ણન આવે છે અર્થાત્ ચરણસિત્તરી અને કરણસિત્તરીનું નિરૂપણ આવે છે, તે સૂત્રોના વ્યાખ્યાનને ચરણકરણાનુયોગ કહેવાય છે. જેમાં સંખ્યા-ગણિત આદિ વિષય આવે છે, તે સૂત્રોના વ્યાખ્યાનને ગણિતાનુયોગ કહેવાય છે. જેમાં તારક મોક્ષમાર્ગને સમજાવવા માટે જે મહાપુરૂષોએ એ માર્ગનું સેવન કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે કે તે માર્ગે આગળ પ્રયાણ ચાલું છે, એવા મહાપુરૂષોના દષ્ટાંતોનો અંતર્ભાવ થાય છે, તેને ધર્મકથાનુયોગ કહેવાય છે. જેમાં જીવાદિ તત્ત્વોનું સૂક્ષ્મતાથી સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે, એ સૂત્રોના વ્યાખ્યાનને દ્રવ્યાનુયોગ કહેવાય છે.
ચારે અનુયોગોમાં ચરણકરણાનુયોગ મુખ્ય છે. કારણ કે, તેનાથી
Page #8
--------------------------------------------------------------------------
________________
[7]
હેયની નિવૃત્તિની અને ઉપાદેયની પ્રવૃત્તિની શિક્ષા પ્રાપ્ત થાય છે, જે શિક્ષા અનાદિના ખોટા અભ્યાસને તોડવા સમર્થ બને છે અને આત્માને વિભાવમાંથી બહાર કાઢીને સ્વભાવ તરફ પ્રયાણ કરાવે છે. બાકીના અનુયોગો તેના ઉપષ્ટભક બને છે. આમ છતાં ચરણકરણાનુયોગના રહસ્યોને પામવા માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અતિ આવશ્યક છે. દ્રવ્યાનુયોગના જ્ઞાન વિના પરમાત્માના શાસનના રહસ્યોને પામી શકાતા નથી અને એ વિના ભાવસમ્યક્ત પણ પામી શકાતું નથી. ભાવસમ્યક્ત વિના ભાવથી રત્નત્રયી પણ પામી શકાતી નથી.
દ્રવ્યાનુયોગના વિષય તરીકે સ્યાદ્વાદ, પ્રમાણ, નય, સપ્તભંગી, નિક્ષેપ, દાર્શનિક વાદસ્થળો વગેરેને શાસ્ત્રમાં ગણાવવામાં આવ્યા છે અને દ્રવ્યાનુયોગના એ વિષયોનું વર્ણન કરતાં ગ્રંથોને દર્શનપ્રભાવક ગ્રંથો પણ કહેવાય છે. સમ્મતિતર્ક આદિ ગ્રંથોનો દર્શનપ્રભાવક ગ્રંથોમાં સમાવેશ થાય છે. શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં ટીકાકાર મહર્ષિ પૂ.આ.ભ.શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ “દ્રવ્યાનુયોગ: પૂર્વાાિ મત્યવિવા” “વર્ણનામાવર્વા મેત્યાિિમ:' આદિ શબ્દોમાં એ જ વાતને સ્પષ્ટ કરી છે. એ દર્શનપ્રભાવક ગ્રંથોનો અભ્યાસ કરવા ઉપર શ્રીનિશીથસૂત્રની ચૂર્ણિ આદિમાં ખૂબ ભાર આપ્યો છે અને તે અભ્યાસ કરવા માટે કોઈ તેવા જ વિષમ સંયોગોમાં શુદ્ધ ભિક્ષા ન જ મળે તો છેવટે આધાકર્માદિક ભિક્ષા વાપરીને પણ સમ્મતિતર્ક જેવા દર્શનશુદ્ધિકારક ગ્રંથો ભણી લેવાની આજ્ઞા કરાઈ છે.
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂ. મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજાએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ” નામના ગુજરાતી ભાષામાં રચિત ગ્રંથમાં “સંમતિ-તત્ત્વારથ મુખ્ય ગ્રંથ, મોટો જે પ્રવચન નિર્ચથ” કહીને સમ્મતિતર્ક ગ્રંથને દ્રવ્યાનુયોગના પ્રધાન ગ્રંથ તરીકે જણાવ્યો છે અને
Page #9
--------------------------------------------------------------------------
________________
[8]
દ્રવ્યાનુયોગના અભ્યાસમાં રત સાધુને આધાકર્મ વગેરે દોષો પણ લાગતા નથી એવું જણાવતાં કહ્યું છે કે,
“એ યોગિ જો લાગઈ રંગ, આધાકર્માદિક નહિં ભંગ, પંચકલ્પ ભાષ્યઈં ઇમિ ભણિઉં, સદ્ગુરૂ પાસ ઈસ્યું મેં સુણિઉં.’’ આ રીતે ગ્રંથકાર પરમર્ષિઓ દ્રવ્યાનુયોગના ગ્રંથોના અભ્યાસ ઉપર ખૂબ ભાર મૂકે છે.
સમ્મતિતર્ક આદિ દર્શન પ્રભાવક ગ્રંથોનો અભ્યાસ ક૨વા માટે સૂક્ષ્મબુદ્ધિની આવશ્યકતા હોય છે. તદુપરાંત, સંસ્કૃત ભાષાનું જ્ઞાન, ન્યાયગર્ભિત શૈલીનો પરિચય અને દાર્શનિક માન્યતાઓનો બોધ જરૂરી છે. બધા આરાધકો પાસે એવો બોધ હોય એવું શક્ય નથી. તેવી સ્થિતિમાં અલ્પબોધવાળા આરાધકો પણ જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતોપદાર્થોના જ્ઞાનથી વંચિત રહી ન જાય અને તેમને પણ મુખ્ય-મુખ્ય માન્યતાઓનો બોધ સુલભ બને તે માટે સ્યાદ્વાદ આદિ પાંચ વિષયોનું આ પુસ્તકમાં સરળ વિવેચન કરવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં સ્યાદ્વાદ અને સ્યાદ્વાદના ઉપષ્ટભક એવા પ્રમાણ, નય, સપ્તભંગી અને નિક્ષેપ આ ચાર વિષયોનું સરળભાષામાં વિવેચન ક૨વામાં આવ્યું છે.
-
એક જ વસ્તુમાં જુદી-જુદી અપેક્ષાએ ભિન્ન-ભિન્ન ધર્મોનો સ્વીકાર કરવો તેને સ્યાદ્વાદ કહેવાય છે. સ્વ-૫૨ વ્યવસાયી જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. પ્રમાણનો વિષય અનંતધર્માત્મક વસ્તુ છે. અનંતધર્માત્મક વસ્તુના અભિપ્રેત એક ધર્મનો બોધ જેનાથી થાય તેને નય કહેવાય છે. કોઈપણ વસ્તુમાં એકએક ધર્મના વિષયમાં પ્રશ્ન કરવાના કારણે કોઈપણ વિરોધ વિના અલગઅલગ અને એક સાથે વિધિ-નિષેધની કલ્પના દ્વારા ‘સ્યાત્’ શબ્દથી યુક્ત
Page #10
--------------------------------------------------------------------------
________________
[9]
સપ્ત પ્રકારના શબ્દ પ્રયોગ થાય તેને સપ્તભંગી કહેવાય છે. પ્રકરણ આદિ દ્વારા અપ્રતિપત્તિ આદિનું નિરાકરણ કરીને ઉચિત સ્થાનમાં વિનિયોગ કરવા માટે શબ્દના વાચ્ય અર્થના વિષયમાં જે રચના વિશેષ કરાય છે, તેને નિક્ષેપ કહેવાય છે. આ પાંચે વિષયોને અલગ અલગ ચેપ્ટરમાં અનેક ગ્રંથોના સહારે સમજાવવામાં આવ્યા છે. જે જિજ્ઞાસુવર્ગને જૈનદર્શનના સિદ્ધાંતોને સમજવામાં જરૂર સહાયક બનશે.
ષદર્શન સમુચ્ચય, ભાગ-૧-૨ ના હિન્દી અનુવાદના કાર્ય વખતે સ્યાદ્વાદ આદિ વિષયોને આવરી લેતું એક પુસ્તક તૈયાર થાય તો દરેક ભૂમિકાના આરાધકોને પ્રભુશાસનના સિદ્ધાંતોનો બોધ સુલભ બને એવી ભાવના સેવી હતી. તે કાર્ય પૂર્ણ થતાં પૂજ્ય ઉપકારી વડીલોના મંગલ આર્શીવાદથી આ કાર્યનો પ્રારંભ કર્યો હતો, જે આજે પૂર્ણ થાય છે. વિશેષ અનુમોદનાઃ
પ્રસ્તુત પુસ્તકની પ્રુફશુદ્ધિનું તેમજ સંકલનાદિનું કાર્ય તપાગચ્છાધિરાજશ્રીજીના સામ્રાજ્યવર્તી તપસ્વી સાધ્વીવર્યા શ્રીસુનિતયશાશ્રીજી મ.સા.ના સુશિષ્યા વિદુષી સાધ્વીવર્યા શ્રીશાનદર્શિતાશ્રીજી મહારાજે કર્યું છે. તેમની નિઃસ્વાર્થ શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના.
આ પુસ્તકના માધ્યમે આરાધકવર્ગને પ્રભુના શાસનના મહત્ત્વના સિદ્ધાંતનો બોધ થાય અને એ દ્વારા માન્યતાઓની શુદ્ધિ થવા દ્વારા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય અને સમ્યગ્દર્શનના પાયા ઉપર ચારિત્રની ઈમારત રચી સૌ કોઈ આરાધકો વહેલામાં વહેલા મુક્તિને પામી જાય એ જ એકની એક સદા માટે શુભાભિલાષા.....
ચૈત્ર સુદ-૧, ૨૦૬૮ શુક્રવાર, તા. ૨૩/૩/૨૦૧૨
મુ. સંયમકીર્તિ વિ.
વસંતકુંજ જૈન ઉપાશ્રય
અમદાવાદ.
Page #11
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
છે
જ
૨
૧૫
૧
૧૭.
૦
૦
૧૯
૨
)
(A) સ્યાદ્વાદ-અનેકાંતવાદ ૧ સર્વે પદાર્થો સ્યાદ્વાદ-મુદ્રાંકિત હોય છે
દરેક પદાર્થોની સમસ્વભાવતા અનેકાંતની ચતુર્વિધતા અનેકાંતને જણાવનારા શાસ્ત્રીય-લોકિક ઉદાહરણો વસ્તુની અનંતધર્માત્મકતા દ્રવ્યતઃ વસ્તુની અનંતધર્માત્મકતા ક્ષેત્રત: વસ્તુની અનંતધર્માત્મકતા કાલતઃ વસ્તુની અનંતધર્માત્મકતા
ભાવતઃ વસ્તુની અનંતધર્માત્મકતા ૧૦ શબ્દતઃ વસ્તુની અનંતધર્માત્મકતા ૧૧ સંખ્યાતઃ વસ્તુની અનંતધર્માત્મકતા
પરિમાણતઃ વસ્તુની અનંતધર્માત્મકતા પૃથકત્વતઃ વસ્તુની અનંતધર્માત્મકતા દિગૂ-દેશતઃ વસ્તુની અનંતધર્માત્મકતા કાલતઃ વસ્તુની અનંતધર્માત્મકતા જ્ઞાનતઃ વસ્તુની અનંતધર્માત્મકતા કર્મતઃ વસ્તુની અનંતધર્માત્મકતા સામાન્યતઃ વસ્તુની અનંતધર્માત્મકતા વિશેષતઃ વસ્તુની અનંતધર્માત્મકતા સંબંધતઃ વસ્તુની અનંતધર્માત્મકતા આત્મા અને મુક્તાત્મામાં અનંતધર્માત્મકતા અગત્યના શંકા-સમાધાન વસ્તુની ત્રયાત્મકતા શંકા-સમાધાન અનેકાંતવાદમાં અન્યોએ આપેલા વિરોધાદિ દોષો
અને તેનો પરિવાર ર૬ અનેકાંતમાં વિરોધ દોષનો આરોપ
૨૩
૨૪
૨૪
૨૫
उर
૨૪
૩૩
૨૫
૩૮
૩૯
Page #12
--------------------------------------------------------------------------
________________
[11]
४०
૪૧
૨૯
૪૨
૩૦
૩૩
૪s
४७
૩૬
४८
४८
૪૯
૪૯
૪૯
४८
વિરોધ દોષનો પરિહાર અનેકાંતમાં સંશય અને અનવસ્થા દોષનો આરોપ સંશય-અનવસ્થા દોષનો પરિહાર
અનેકાંતમાં વૈયધિકરણ્ય દોષ ૩૧ વૈયધિકરણ્યદોષનો પરિહાર ૩૨ અનેકાંતમાં સંકર અને વ્યતિકર દોષનો આરોપ
સંકર-વ્યતિકર દોષનો પરિહાર ૩૪ અનેકાંતમાં વ્યવહારલોપ દોષનો આરોપ ૩૫ વ્યવહારલોપ દોષનો પરિહાર
અનેકાંતમાં પ્રમાણબાધા દોષનો આરોપ ૩૭ પ્રમાણબાધા દોષનો પરિહાર ૩૮ અનેકાંતમાં અસંભવ દોષનો આરોપ
અસંભવ દોષનો પરિહાર
અનુમાન પ્રમાણથી સ્યાદ્વાદ સિદ્ધાંતની યુક્તિયુક્તતા ૪૧ અનુમાન પ્રમાણથી સ્યાદ્વાદ સિદ્ધાંતની પુષ્ટિ ૪૨ સ્યાદ્વાદની અપક્ષપાતિતા ૪૩ સ્યાદ્વાદ દ્વારા સર્વનયોની મૈત્રી ૪૪ જૈનદર્શનને સમુદ્રની ઉપમા ૪૫ સ્યાદ્વાદ પ્રરૂપણાનો માર્ગ
૪૬ સ્યાદ્વાદ અભ્યાસની આવશ્યકતા B) પ્રમાણ
પ્રમાણ સામાન્યનું લક્ષણ ४८ પ્રમાણના બે પ્રકાર
પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ ૫o. પ્રત્યક્ષ પ્રમાણના બે પ્રકાર
સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ પારમાર્થિક પ્રત્યક્ષ
સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર ૫૩ મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકાર ૫૪ પારમાર્થિક પ્રત્યક્ષનું સ્વરૂપ
૫૦
૫૧
૫૩
૫૮
૪૯
૫૮
પ૯
૫૧.
૫૯
પર
Page #13
--------------------------------------------------------------------------
________________
[12]
પપ
૬૬
૭૩
૭૩
૭૫
૭૫
૭૬
૭૮
૭૯
૮૧
પારમાર્થિક પ્રત્યક્ષના બે પ્રકાર - ૫૬ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનના પ્રકાર પ૭ પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ અને તેના પાંચ પ્રકાર
સ્મરણનું લક્ષણ પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ તર્કનું લક્ષણ અનુમાન પ્રમાણ અને તેના બે પ્રકાર સ્વાર્થાનુમાન હેતુનું સ્વરૂપ સાધ્યનું સ્વરૂપ પરાર્થાનુમાન આગમ પ્રમાણ
આપ્તનું સ્વરૂપ ૬૮ આગમ પ્રમાણથી સપ્તભંગીનું અનુસરણ
ટિપ્પનકમ્ (પ્રમાણના સામાન્ય લક્ષણની
વિશેષ વિચારણા) (C) નયવાદ
| નયનું સામાન્ય લક્ષણ ૭૧ નયવાક્યનું લક્ષણે ૭૨ પ્રમાણવાક્યનું લક્ષણ ૭૩ સકલાદેશનું સ્વરૂપ
વિકલાદેશનું સ્વરૂપ ૭૫ નયનું વિશેષસ્વરૂપ
નયના મુખ્યભેદ દ્રવ્યાર્થિક નયનું લક્ષણ પર્યાયાર્થિક નયનું લક્ષણ
દ્રવ્યનું લક્ષણ ૮૦ દ્રવ્યના છ પ્રકાર
દ્રવ્યના સ્વાભાવિક તથા વૈભાવિક પર્યાય દ્રવ્યનો સામાન્ય તથા વિશેષ સ્વભાવ
૯૩
*
૯૭ ૧૦૦ ૧૦૩ ૧૦૩ ૧૦૮
१६
૭૭
૧૦૯
૭૮
૧૦૯
૧૧૧
૧૧૨.
૮૧
૧૧૩
૧૧૩
Page #14
--------------------------------------------------------------------------
________________
[13]
૧૧૪ ૧૧૬
૧૧૮
૮૬
૧૧૮
૧૧૮
૧૨૬
S S $ $ $
૧૨૭ ૧૨૯ ૧૩૬ ૧૩૯ ૧૪૧
૧૪૨
૧૪૭ ૧૪૯ ૧૫૪
૮૩ દ્રવ્યના દશ સામાન્યગુણ તથા સોલ વિશેષગુણ ૮૪ દ્રવ્યાર્થિક નયના પ્રકાર ૮૫ પર્યાયાર્થિક નયના પ્રકાર
નયના સાત પ્રકાર નિગમનનું સ્વરૂપ નિગમનયની માન્યતા નૈગમનયના ત્રણ ઉદાહરણ
નૈગમનયના જુદા-જુદા પ્રકાર ૯૧ નૈગમનયને અભિમત ચાર નિક્ષેપ ૯૨ સંગ્રહનયનું સ્વરૂપ ૯૩ સંગ્રહનયની માન્યતા ૯૪ સંગ્રહનયના પ્રકાર ૯૫ વ્યવહારનયનું સ્વરૂપ
વ્યવહારનયની માન્યતા
28 જુસૂત્રનયનું સ્વરૂપ ૯૮ જુસૂત્રનયની માન્યતા ૯૯ જુસૂત્રનય દ્રવ્યાર્થિક નય છે કે
પર્યાયાર્થિકનય છે? તેની ચર્ચા દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયની માન્યતા
અનુયોગદ્વાર સૂત્રનો વિરોધ અને એનો પરિહાર ૧૦૨ જુસૂત્રનયના પ્રકાર ૧૦૩ શબ્દનયનું સ્વરૂપ ૧૦૪ શબ્દ અને જુસૂત્રનયમાં માન્યતાભેદ ૧૦૫ ભાવનિક્ષેપની જ સ્વીકૃતિ ૧૦૬ સમભિરૂઢનયનું સ્વરૂપ ૧૦૭ શબ્દ અને સમભિરૂઢનયમાં માન્યતાભેદ ૧૦૮ એવંભૂતનયનું સ્વરૂપ ૧૦૯ એવંભૂતનયની માન્યતા ૧૧૦ ભાવનિક્ષેપની જ સ્વીકૃતિ
એવંભૂત અને સમભિરૂઢમાં માન્યતાભેદ
૯૭
૧૫૫ ૧૫૯
૧૬૨
૧૦૦. ૧૦૧
૧૬૫ ૧૬૯ ૧૭૦ ૧૭૨
૧૭૫
૧૭૬
૧૭૮
૧૮૦
૧૮૧
૧૮૨ ૧૮૩
Page #15
--------------------------------------------------------------------------
________________
[14]
૧૮૭
૧૮૯
૧૯૦
૧૯૨
૧૯૨ ૧૯૮ ૨૦૭ ૨૧૨
૧૨૦
૨૧૩ ૨૧૩
૨૧૪
૨૧૪
૧૨૪
૨૨૦
૧૧૨ અર્થનય - શબ્દનનો ભેદ ૧૧૩ અર્પિત-અનર્પિતનનું સ્વરૂપ ૧૧૪ વ્યવહાર-નિશ્ચયનયનું સ્વરૂપ ૧૧૫ જ્ઞાનનય - ક્રિયાનય ૧૧૬ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી બંન્ને નયોની વિચારણા ૧૧૭. નયોના ન્યૂનાધિક વિષયોનો વિચાર ૧૧૮ નયવાક્યોના આધારે સપ્તભંગી ૧૧૯ નયાભાસો (દુર્નયો) નું નિરૂપણ
દ્રવ્યાર્થિકાભાસ ૧૨૧ પર્યાયાર્થિકાભાસ ૧૨૨ નિંગમાભાસ
(આનાથી તૈયાયિક-વૈશેષિકદર્શનનું પ્રવર્તન) ૧૨૩ સંગ્રહાભાસ
(આનાથી સાંખ્ય અને અદ્વૈતવાદીદર્શનનું પ્રવર્તન) વ્યવહારાભાસ (આનાથી ચાર્વાકદર્શનનું પ્રવર્તન) ઋજુસૂત્રાભાસ
(આનાથી બૌદ્ધદર્શનનું પ્રવર્તન) ૧૨૬ શબ્દાભાસ ૧૨૭ સમભિરૂઢાભાસ ૧૨૮ એવભૂતાભાસ
અર્ધાભાસાદિ (D) સપ્તભંગી ૧૩૦ સપ્તભંગી ૧૩૧ સાત ભંગની ઉત્પત્તિનું રહસ્ય ૧૩ર પ્રથમ ભંગનું સ્વરૂપ ૧૩૩ બીજા ભંગનું સ્વરૂપ ૧૩૪ અસત્ત્વધર્મની તાત્વિકતા ૧૩૫ ત્રીજા ભંગનું સ્વરૂપ ૧૩૬ ચોથા ભંગનું સ્વરૂપ
૧૨૫
૨૨૩
૨૨૮
૨૨૯
૨૩૦
૧ર૯
૨૩૧
૨૩૩ ર૩૪ ૨૩૬ ૨૩૭ ૨૪૦ ૨૪૩ ૨૪૬ ૨૪૭
Page #16
--------------------------------------------------------------------------
________________
[15].
૨૫૩
૨૫૫
૨૫૬ ૨૫૭ ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૫૮ ૨૫૯ ૨૫૯
૨૬૩
૨૬૪
૧૩૭ પાંચમા, છઠ્ઠા તથા સાતમા ભંગનું સ્વરૂપ ૧૩૮ એકાંત સપ્તભંગી સ્યાદ્વાદની સમર્થક નથી ૧૩૯ પ્રથમ ભંગના એકાંતનું ખંડન ૧૪૦ બીજા ભંગના એકાંતનું ખંડન ૧૪૧ ત્રીજા ભંગના એકાંતનું ખંડન ૧૪૨ ચોથા ભંગના એકાંતનું ખંડન ૧૪૩ પાંચમાં ભંગના એકાંતનું ખંડન ૧૪૪ છઠ્ઠા ભંગના એકાંતનું ખંડન ૧૪૫ સાતમા ભંગના એકાંતનું ખંડન ૧૪૬ સાત ભંગોના સકલાદેશ અને વિકલાદેશ
સ્વભાવનું નિરૂપણ ૧૪૭ ક્રમ અને યુગપનું વિવેચન ૧૪૮ સકલાદેશ તથા વિકલાદેશ સાધક
કાલાદિ આઠનું નિરૂપણ ૧૪૯ જેનભાવની સાર્થકતા (E) નિક્ષેપ યોજન ૧૫૦ નિક્ષેપ યોજના ૧૫૧ નિક્ષેપનું સામાન્ય સ્વરૂપ ૧૫ર નિક્ષેપનું ફલવત્ત્વ ૧૫૩ નિક્ષેપના ચાર પ્રકાર ૧૫૪ નામનિક્ષેપનું સ્વરૂપ ૧૫૫ સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ ૧૫૬ દ્રવ્ય નિક્ષેપનું સ્વરૂપ ૧૫૭ ભાવ નિક્ષેપનું સ્વરૂપ ૧૫૮ નામાદિ નિક્ષેપોનો પરસ્પર ભેદ ૧૫૯ નિક્ષેપાઓની નયોની સાથે યોજના ૧૬૦ ત્ર જુસૂત્રના અનુસારે ચારે નિક્ષેપાઓનો સ્વીકાર ૧૬૧ સંગ્રહ અને વ્યવહાર સ્થાપના નથી માનતા
એમના મતનું ખંડન ૧૬૨ જીવના વિષયમાં નિક્ષેપનું નિરૂપણ
૨૭૦ ૨૭૩ ૨૭૩ ૨૭૩ ૨૭૬ ૨૭૭
૨૮૦
૨૮૨
૨૮૮
૨૮૮ ૩૦
૩૧૨
૩૧૫
૩૧૯
Page #17
--------------------------------------------------------------------------
________________
[16],
-: આધાર ગ્રંથો :
૧ ન્યાયાવતાર વૃત્તિ ૨ સમ્મતિતર્ક ૩ સિદ્ધહેમ શબ્દાનુશાસન ૪ સ્યાદ્વાદ મંજરી ૫ દર્શન સમુચ્ચય (બૃહદુવૃત્તિ) ૬ દર્શન સમુચ્ચય (લઘુવૃત્તિ) ૭ જૈનતર્ક ભાષા ૮ જૈનતર્ક ભાષા (પં.શ્રી ઈશ્વરચન્દ્ર શર્મા કૃત હિન્દી વિવેચન) ૯ દ્રવ્યગુણપર્યાયનો રાસ ૧૦ દ્રવ્યગુણપર્યાયનો રાસ (પં.શ્રી ધીરુભાઈ કૃત ગુજરાતી વિવેચન) ૧૧ આપ્તમીમાંસા ૧૨ મીમાંસા શ્લોકવાર્તિક ૧૩ યોગશાસ્ત્ર ૧૪ નયચક્રાકાપપદ્ધતિ ૧૫ સપ્તભંગી નયપ્રદીપ ૧૬ અનુયોગદ્વારસૂત્ર (શ્રી હારિભદ્રીય વિવૃત્તિ) ૧૭ પ્રમાણનયતત્ત્વાલક ૧૮ અનેકાંત વ્યવસ્થા ૧૯ નયોપદેશ ૨૦ નવરહસ્ય ૨૧ નયપ્રકાશ સ્તવ ૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (સ્વોપલ્લભાષ્ય) ૨૩ વિશેષાવશ્યકભાષ્ય ૨૪ સમવાયાંગસૂત્ર ૨૫ રત્નાકરાવતારિકા ૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર (શ્રી સિદ્ધસેનીય ટીકા) ૨૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર (શ્રી યશોવિજયજી કૃત ટીકા) ૨૮ નયચક્રસાર ૨૯ નયામૃતમ્ ૩૦ નયકર્ણિકા ૩૧ વ્યુત્પત્તિવાદ
Page #18
--------------------------------------------------------------------------
________________
।। શ્રી મહાવીર સ્વામિને નમઃ ।। ।। શ્રી નંદ્વેશ્વર પાર્શ્વનાથાય નમઃ ।।
।। ૐ હ્રીં અર્જુ નમઃ 11
।। નમામિ નિત્યં ગુરુરામચન્દ્રમ્ ।।
-
।। ૐ હૈં નમઃ ।।
A
“સ્યાદ્વાદ
અનેકાંતવાદ
સ્યાદ્વાદ જૈનદર્શનનો મહત્ત્વનો સિદ્ધાંત છે. દરેક કાળના સાધોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે જ છે કે, આ જગતના પદાર્થોનું સ્વરૂપ શું છે? આ પ્રશ્નનું સમાધાન આપવા માટે તે તે દર્શનના તત્કાલીન દર્શનકારોએ પોતપોતાની રીતે પ્રયત્ન કર્યો છે. જૈનદર્શને સ્યાદ્વાદ સિદ્ધાંતના આધારે જગતના પદાર્થોને અનંતધર્માત્મક (અનંત ધર્મોથી યુક્ત) બતાવ્યા છે સમજાવ્યા છે.
p
,,
અહીં આપણે ‘સ્યાદ્વાદ' કોને કહેવાય? અને દરેક વસ્તુ (પદાર્થ) કઈ રીતે અનંતધર્માત્મક છે, તે બે મુખ્ય મુદ્દાને લઈને વિસ્તારથી વિચારણા કરીશું.
અન્યદર્શનોએ જગતના પદાર્થોને સમજાવવા એકાંતનો આશરો લીધો હોવાથી તેઓ જગતના પદાર્થોને સર્વાંગીણ રીતે સમજાવી શક્યા
Page #19
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નથી, તેમની વાતોમાં પૂર્વાપર વિરોઘ આવે છે. તદુપરાંત, સંશયાદિ દોષો ઉભા થાય છે. જ્યારે જૈનદર્શને અનેકાંત (સ્યાદ્વાદ) નો આશરો લીધો હોવાથી જગતના પદાર્થોને સર્વાગીણ રીતે સમજાવી શક્યા છે અને તેમની વાતોમાં પૂર્વાપર વિરોધો કે સંશયાદિ દોષો પણ આવતા નથી.
અહીં યાદ રાખવું કે, અનેકાંતવાદ, વિભજ્યવાદ કે સાપેક્ષવાદ, એ સ્યાદ્વાદના જ બીજા નામો છે.
જેનદર્શને જગતના પદાર્થોને અનંતધર્માત્મક જણાવ્યા છે અને તે વાત પ્રતીતિમાં પણ આવે છે. સામાન્યજનને સહજતાથી સમજાય એ માટે સ્યાદ્વાદનો આશરો લીધો છે. કોઈપણ વસ્તુમાં એક નહીં પણ અનેક ધર્મો-ગુણધર્મો રહે છે, તે આપણે પ્રત્યક્ષથી પણ જોઈ શકીએ છીએ. અહીં યાદ રાખવું કે, જૈનદર્શન શ્રીજિનેશ્વર પરમાત્માનું દર્શન છે. સર્વજ્ઞ-વીતરાગ શ્રીજિનેશ્વર પરમાત્માએ પોતાના કેવલજ્ઞાનના પ્રકાશમાં જગતને જે રીતે જોયું છે અને જાણ્યું છે, તે જ રીતે બતાવ્યું છે. તેમાં વસ્તુની જે અનંતધર્માત્મકતા દેખાઈ છે, તેને સામાન્યજન સમજી શકે તે માટે સ્યાદ્વાદનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત વસ્તુનું સ્વરૂપ નક્કી કરતો નથી, પરંતુ વસ્તુનું જ સ્વરૂપ છે તેને સમજાવવાનું કાર્ય કરે છે.
એક જ પદાર્થમાં જુદી જુદી અપેક્ષાએ ભિન્ન-ભિન્ન ધર્મોનો સ્વીકાર કરવો તે સ્યાદ્વાદ છે. અર્થાત્ સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, અભિલાપ્યત્વ-અનભિલાપ્યત્વ, આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મોનો પણ એક પદાર્થમાં અપેક્ષા ભેદથી સ્વીકાર કરવો તે સ્યાદ્વાદ સિદ્ધાંતનું કાર્ય છે.
જેમ વસ્તુમાં કોઈક અપેક્ષાથી સર્વ (અસ્તિત્વ) ધર્મ રહે છે, તેમ બીજી કોઈક અપેક્ષાથી અસત્ત્વ (નાસ્તિત્વ) ધર્મ પણ રહે જ છે. જેમ કે, ઘટ પદાર્થમાં માટીની અપેક્ષાએ સત્ત્વ ધર્મ છે, તો તંતુની અપેક્ષાએ અસત્ત્વ
Page #20
--------------------------------------------------------------------------
________________
સ્યાવાદ - અનેકાંતવાદ'
પણ છે. આ રીતે ભિન્ન-ભિન્ન અપેક્ષાએ એક જ વસ્તુમાં જુદા જુદા ધર્મોનો સ્વીકાર કરવો તે સ્યાદ્વાદ છે.
આ રીતે સમ્યગુ અપેક્ષાઓના સ્પષ્ટીકરણ દ્વારા વસ્તુમાં રહેલા અનેક વાસ્તવિક ધર્મોનું પ્રતિપાદન કરવું તેને જ સ્યાદ્વાદ કહેવાય છે. જ્યારે તર્ક, યુક્તિ અને પ્રમાણોની સહાયતાથી યોગ્ય અપેક્ષાઓને લક્ષમાં રાખીને વસ્તુતત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે, ત્યારે તે પ્રતિપાદનમાં કોઈપણ પ્રકારના વિરોધનો અવકાશ રહેતો નથી. આથી વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવા માટે સ્યાદ્વાદ સિદ્ધાંત અવશ્ય આદરણીય છે.
વ્યવહારમાં પ્રત્યક્ષ દેખાતાં ઉદાહરણો પણ સ્યાદ્વાદ સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરે છે -
જેમ કે, એક જ પુરૂષમાં પિતાપણું, પુત્રપણું, પ્રોફેસરપણું, દાદાપણું, પતિપણું, મામાપણું, ફુઆપણું, ભાઈપણું આદિ અનેક ધર્મો જુદી-જુદી અપેક્ષાએ રહેલા જોવા મળે જ છે. એટલે કે એક પુરૂષમાં પોતાના પુત્રની અપેક્ષાએ પિતૃત્વધર્મ, પોતાની ભાર્યાની અપેક્ષાએ પતિત્વધર્મ, જાતિની અપેક્ષાએ મનુષ્યત્વધર્મ, લિંગની અપેક્ષાએ પુરૂષત્વધર્મ, બહેનની અપેક્ષાએ ભાતૃત્વધર્મ, વ્યવસાયની અપેક્ષાએ પ્રોફેસરત્વધર્મ, પોતાના પિતાની અપેક્ષાએ પુત્રત્વધર્મ, સ્વસેવકની અપેક્ષાએ સ્વામિત્વધર્મ, પોતાના જમાઈની અપેક્ષાએ શ્વસુરત્વધર્મ, પોતાની ભાભીની અપેક્ષાએ દેવરત્વધર્મ ઈત્યાદિ અનેક ધર્મો રહે છે, તે આપણે પ્રત્યક્ષથી જોઈ જ શકીએ છીએ. આજ વાતને સુવર્ણના ઘટનું ઉદાહરણ લઈને વિસ્તારથી આગળ સમજીશું.
સ્યાદ્વાદ સિદ્ધાંત વસ્તુ છે જે સ્વરૂપે દેખાય તે બધાં સ્વરૂપે વસ્તુને સ્વીકારે છે. એક જ સ્વરૂપના એકાંતનો કદાપિ તે આગ્રહ રાખતો નથી.
ઢાલની બે બાજુઓ છે. એક બાજુ સોનેથી રસેલી છે અને બીજી
Page #21
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
બાજુ રૂપેથી રસેલી છે. સ્યાદ્વાદ સિદ્ધાંતના પરમાર્થને જાણતો પુરૂષ ઢાલને ભિન્ન-ભિન્ન અપેક્ષાએ જુદી-જુદી સ્વીકારે છે. બે બાજુ હોવા છતાં કોઈક વ્યક્તિ એક જ બાજુને સાચી માને અને બીજી બાજુને સાચી ન માને તો વ્યવહારમાં પણ વિરોધ-ઝઘડા ઉભા થાય છે. આથી જેમ જુદી જુદી અપેક્ષાએ ઢાલની બે બાજુ સ્વીકારવી જ પડે છે, તેમ એક જ વસ્તુને અનેક બાજુ હોય છે, તે તમામ બાજુઓનો જુદી-જુદી અપેક્ષાએ સ્વીકાર કરવામાં આવે તો જ વસ્તુનો યથાર્થ બોધ થાય છે અને વિરોધ-ઝઘડા ઉભા થતા નથી.
કોઈપણ વસ્તુમાં અનેક સંતો (અંશો-ધર્મો) હોય છે. તેથી જ વસ્તુ અનેકાન્તાત્મક છે !)
જો કે, પદાર્થોને જ અનેકાન્તાત્મકત્વ (અનેકધર્માત્મકતા) પસંદ છે તેમાં બીજી કોઈ વ્યક્તિ શું કરી શકે? જો પદાર્થને અનેકાન્તાત્મક માનવામાં ન આવે, તો જગતનો કોઈ વ્યવહાર ચાલી શકે તેમ નથી. પરમાર્થથી વિચારીએ તો વસ્તુમાં અનેક ધર્મો માનવામાં જે વિરોધ આવે છે, તે વાસ્તવમાં વિરોધ જ નથી, માત્ર વિરોધનો આભાસ છે. પુત્રપણું અને પિતાપણું, આમ જોઈએ તો વિરુદ્ધ લાગે છે. પરંતુ વ્યવહારમાં જોઈ શકીએ છીએ કે, એક જ વ્યક્તિમાં પોતાના પુત્રની અપેક્ષાએ પિતાપણું અને પોતાના પિતાની અપેક્ષાએ પુત્રપણું રહેતું હોય છે. તેથી અપેક્ષાઓના ભેદથી એક જ વ્યક્તિમાં જુદા જુદા ધર્મો રહે તેમાં કોઈ વિરોધ જ નથી. આથી લોકનો સમગ્ર વ્યવહાર અનેકાંત (સ્યાદ્વાદ) સિદ્ધાંત વિના ચાલી શકતો જ નથી.(2) 1. अनेके बहवोऽन्ता अंशा धर्मा वा आत्मनः स्वरुपाणि यस्य तदनेकान्तात्मकम्। किं तत् वस्तु। न्यायावतारवृत्ति पृ.६४ 2. जेण विणा लोगस्स वि ववहारो सव्वहा न निव्वहइ। तस्स भुवणेक्कगुरूणो नमो अणेगंतवायस्स | (સમ્પતિ ત રૂ/૬૨)
Page #22
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
સર્વે પદાર્થો સ્યાદ્વાદમુદ્રાંકિત હોય છે :
આપણા અનુભવપથમાં આવે છે કે, જગતના સર્વ પદાર્થોનું કોઈ એકાંત સ્વરૂપ નથી. પરંતુ અનેકાન્તમય એ પદાર્થો છે અને તેથી સર્વે પદાર્થો એકાંત મુદ્રાનો (મર્યાદાનો) ત્યાગ કરીને સ્યાદ્વાદ (અનેકાંત) ની મર્યાદાને અનુસરે છે. આ જ વાતને જણાવતાં સ્યાદ્વાદમંજરીમાં કહ્યું છે કે,
आदीपमाव्योम समस्वभावं, स्याद्वादमुद्रानतिभेदि वस्तु। तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ।।५।।
અર્થ : દીપકથી માંડીને આકાશ સુધીના તમામ પદાર્થો સમાન સ્વભાવવાળા છે. કારણ કે, તેઓ સ્યાદ્વાદ (એનકાંતવાદ) ની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. તેથી “આકાશ વગેરે એકાંતે નિત્ય છે અને દીપક વગેરે એકાંતે અનિત્ય છે." - આવું બોલનારા પ્રભુ ! તમારી આજ્ઞા ઉપર દ્વેષ કરનારા છે.
અહીં સૌથી પ્રથમ પ્રશ્ન થાય કે, તમામ પદાર્થોનું સમાન સ્વરૂપ કયું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સ્યાદ્વાદ મંજરીની ટીકામાં કહ્યું છે કે .....
किञ्च वस्तुनः स्वरूपम्? द्रव्यपर्यायात्मकम् इति।
સર્વે વસ્તુઓનું સ્વરૂપ દ્રવ્યપર્યાયાત્મક છે. અર્થાત્ જગતના સર્વે પદાર્થો દ્રવ્ય અને પર્યાયથી યુક્ત છે.
(ગુણ અને પર્યાયના આધારને જ દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યના સહભાવી ધર્મોને ગુણ કહેવાય છે અને ક્રમભાવી ધર્મોને પર્યાય કહેવાય છે. અહીં દ્રવ્ય અને પર્યાયના ઉલ્લેખથી ઉપલક્ષણથી ગુણને પણ ગ્રહણ કરવાનો છે. જેમ કે, આત્મા નામનું દ્રવ્ય છે. તેના જ્ઞાનાદિ ધર્મો
Page #23
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
સહભાવી હોવાથી ગુણ છે અને મનુષ્યત્વ, દેવત્વ આદિ ધર્મો ક્રમભાવી હોવાથી પર્યાય છે.)
પૂ. વાચકપ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ વસ્તુનું સ્વરૂપ સમજાવતાં તત્ત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે, ૩દ્વિ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્
ા૨૨ ઉત્પાદ - વ્યય અને ધ્રોવ્ય (સ્થિરતા) ધર્મથી યુક્ત વસ્તુ જ સત્ છે. અર્થાત્ કોઈપણ વસ્તુ ઉત્પાદ-વ્યય અને સ્થિરતા આ ત્રણ ધર્મથી યુક્ત છે. (અહીં “સ્થિરતા” ધર્મથી વસ્તુના દ્રવ્યસ્વરૂપનો બોધ થાય છે અને ઉત્પાદ અને વ્યય (નાશ) ધર્મોથી વસ્તુના પર્યાય સ્વરૂપનું જ્ઞાન થાય છે.
અહીં બીજો એ પ્રશ્ન થાય છે કે, દરેક પદાર્થો દ્રવ્યપર્યાયરૂપ સમાન સ્વરૂપવાળા જ છે. એમ તમે કોના આધારે કહો છો? તેનો જવાબ આપતાં સ્યાદ્વાદમંજરીકાર જણાવી રહ્યા છે કે.....
समस्वभावत्वं कुतः? इति, विशेषणद्वारा हेतुमाह - स्याद्वादमुद्रानतिभेदि - “ચાત્ કૃત્યવ્યમાનદ્યોતક તત:સ્થાઃિ - સારાવાદ્રિઃ नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत्। तस्य मुद्रा मर्यादा तां नातिभिनत्ति - नातिक्रमति इति स्याद्वादमुद्रानतिभेदि। यथा हि न्यायैकनिष्ठे राजनि राज्यश्रियं शासति सति सर्वाः प्रजास्तन्मुद्रां नातिवर्तितुमीशते, तदतिक्रमे तासां सर्वार्थहानिभावात्। एवं विजयिनि निष्कण्टके स्याद्वादमहानरेन्द्रे, तदीयमुद्रां सर्वेऽपि पदार्था नातिक्रामन्ति, तदुल्लङ्घने तेषां स्वरूपव्यवस्थाहानिप्रसक्तेः।
3. स्यात् इति विभक्त्यन्तप्रतिरूपकमव्ययं अनेकान्तमार्गद्योतकं ज्ञेयम्। स्यात् इत्येतस्य वादः
વોડનેવાન્તવાડા (સિદ્ધહેમ. ૧/૧/૨ મધ્યમવૃત્તિ:)
Page #24
--------------------------------------------------------------------------
________________
“સ્યાવાદ - અનેકાંતવાદ'
ભાવાર્થ: પ્રશ્નઃ દરેક પદાર્થો સમાન સ્વભાવવાળા કઈ રીતે છે? ઉત્તરઃ દરેક પદાર્થો સ્યાદ્વાદની મર્યાદાને ઓળંગતા નથી. તેથી તે સર્વે
સમાન સ્વરૂપવાળા છે. પ્રશ્નઃ સ્યાદ્વાદ એટલે શું? ઉત્તરઃ “સ્યા એ અવ્યય છે અને તે અનેકાંતનો દ્યોતક છે -
જણાવનાર છે. તેથી સ્યાદ્વાદ = અનેકાંતવાદ. અર્થાત્ નિત્યત્વઅનિત્યત્વ આદિ અનેક વિરોધી ધર્મોથી વિચિત્ર બનેલા એક
વસ્તુતત્ત્વનો સ્વીકાર કરતો વાદ સ્યાદ્વાદ છે. પ્રશ્નઃ દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાને કેમ ઓળંગતી નથી? ઉત્તરઃ જેમ ન્યાયનિષ્ઠ રાજાની આજ્ઞારૂપ મર્યાદાનું ઉલ્લંઘન તેની પ્રજા
કરતી નથી. કારણ કે, તેમ કરવામાં પ્રજાનું સર્વસ્વ નાશ થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. તેમ તમામ પદાર્થો ઉત્કૃષ્ટ અને નિષ્ફટક સ્યાદ્વાદ મહારાજાની મર્યાદાને ઓળંગવા તૈયાર થતા નથી. કારણ કે, તેમ કરવાથી બધા પદાર્થોનું પોતાનું અસ્તિત્વ જ નાશ પામે છે.
જો સ્યાદ્વાદની મર્યાદા ન હોય, તો વસ્તુઓના સ્વરૂપની કોઈ વ્યવસ્થા જ ન રહે. વસ્તુ પોતે અવસ્તુ બની જાય. આ રીતે દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદામાં રહેતી હોવાથી સમાન સ્વરૂપવાળી છે અને તેથી આકાશ વગેરેને એકાંતે નિત્ય અને પ્રદીપ વગેરેને એકાંતે અનિત્ય માનતા પક્ષનું ખંડન થઈ જાય છે. કેમ કે, દરેક પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ (અર્થાત્ દ્રવ્યને પ્રધાન બનાવતા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ) નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
(અર્થાત્ પર્યાયને પ્રધાન બનાવવા પર્યાયાર્થિક નયની અપેક્ષાએ) અનિત્ય છે.
આ રીતે જગતના સઘળાએ પદાર્થો સ્યાદ્વાદની મર્યાદાથી નિયંત્રિત છે. આ સ્યાદ્વાદ (અનેકાંતવાદ) સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને સમાનરૂપે લાગુ પડે છે. છતાં તેના મૂળ ચાર ભેદ સ્યાદ્વાદમંજરીમાં દર્શાવ્યા છે () તે આ પ્રમાણે છે :અનેકાંતની ચતુર્વિધતાઃ
स्यान्नासि नित्यं सदृशं विरूपं वाच्यं न वाच्यं सदसत्तदेव। विपश्चितां नाथ! निपीततत्त्वसुधोद्गतोद्गारपरम्परेयम् ।।२५।।
અર્થ : હે સર્વજ્ઞ પરમાત્મા! વસ્તુ કથંચિત્ નિત્ય અને અનિત્ય-૧, સદશ અને વિસદશ-૨, વાચ્ય અને અવાચ્ય-૩ તથા સત્ અને અસત્ છે-૪ - આ વચનો અનેકાંતવાદરૂપ તત્ત્વામૃતના પાનથી ઉદ્ભવેલા ઉગારોની પરંપરારૂપ છે. (અર્થાત્ આપે કેવલજ્ઞાન દ્વારા અને કાંતતત્વનું જ્ઞાન કરીને સ્થલ દષ્ટિએ વિરોધી જણાતા ચાર સ્વરૂપોનું આપે પ્રતિપાદન કર્યું છે).
સ્યાસ્પદ અનેકાંતનો સૂચક છે. નિત્ય-અનિત્ય આદિ આઠે પદો સાથે એ અવ્યય જોડવાનો છે. તેથી નીચે પ્રમાણે વિધાનો તૈયાર થશે. ૧. પ્રત્યેક વસ્તુ કથંચિત્ નાશ પામવાના સ્વભાવવાળી હોય છે.
(કથંચિત્ અનિત્ય) ૨. પ્રત્યેક વસ્તુ કથંચિત્ અવિનાશી છે. (કથંચિત્ નિત્ય) ૩. પ્રત્યેક વસ્તુ કથંચિત્ સદશ છે અર્થાત્ સામાન્યરૂપ છે.
4. अनेकान्तवादस्य सर्वद्रव्यपर्यायव्यापित्वेऽपि मूलभेदव्यपेक्षया चातुर्विध्याभिधानद्वारेण भगवतः तत्त्वामृतरसास्वादसौहित्यमुपवर्णयन्नाह - (अवतरणिका - कारिका -२५)
Page #26
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ - અનેકાંતવાદ'
૪. પ્રત્યેક વસ્તુ કથંચિત્ વિસદશ છે અર્થાત્ વિશેષરૂપ છે. ૫. પ્રત્યેક વસ્તુ કથંચિત્ વાચ્ય છે અર્થાત્ વક્તવ્ય છે.
(અભિલાપ્ય છે.) ૬. પ્રત્યેક વસ્તુ કથંચિત્ અવાચ્ય છે અર્થાત્ અવક્તવ્ય છે
(અનભિલાપ્ય છે.) ૭. પ્રત્યેક વસ્તુ કથંચિત્ સત્ છે - અતિ છે - વિદ્યમાન છે. ૮. પ્રત્યેક વસ્તુ કથંચિત્ અસત્ છે - નાસ્તિ છે- અવિદ્યમાન છે.
આ રીતે વસ્તુના નિત્ય-અનિત્યરૂપ, સામાન્ય-વિશેષરૂપ, અભિલાપ્ય - અનભિલાષ્યરૂપ અને અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ચાર લક્ષણો બતાવ્યા છે. અહીં ચાર મૂળભેદથી વસ્તુની અનેકાંતતા દર્શાવી છે.
શંકા): એક જ વસ્તુમાં (પદાર્થમાં) પરસ્પર વિરુદ્ધ ધર્મોના અસ્તિત્વનો યોગ થઈ શકતો નથી. તેથી તમારો સ્યાદ્વાદ સિદ્ધાંત સત્ય કઈ રીતે હોઈ શકે! તે અસત્ જ કહેવાય ને?
સમાધાન : તમારી વાત યોગ્ય નથી. કારણ કે, તમે સ્યાદ્વાદ સિદ્ધાંતના રહસ્યને સમજ્યા જ નથી. સ્યાદ્વાદ સિદ્ધાંતે એકાંત નિત્ય પક્ષ અને એકાંત અનિત્ય પક્ષનો ત્યાગ કરીને કથંચિત્ નિત્ય-સત્ અને કથંચિત્ અનિત્ય-અસત્ પક્ષનો અંગીકાર કરેલો છે અને જગતમાં કેવા પ્રકારનો જ અનુભવ થતો જોવા મળે છે. સ્યાદ્વાદ સિદ્ધાંત કોઈપણ પદાર્થમાં એકાંતે કોઈ ધર્મનો સ્વીકાર કે નિષેધ કરતો જ નથી. પરંતુ તેનાથી વિલક્ષણ એક અપેક્ષાથી એક ધર્મનો સ્વીકાર અને
5. न चैकत्र वस्तुनि परस्परविरूद्धधर्माध्यासायोगादसन् स्याद्वाद इति वाच्यम्। (षड्दर्शन समुच्चय-लघुवृत्ति:-श्लो-४६ टीका) 6. नित्यपक्षानित्यपक्षविलक्षणस्य कथंचित्सदसदात्मकस्य पक्षान्तरस्या-ङ्गीक्रियमाणत्वात् तथैव च सर्वैरनुभवादिति। तथा च पठन्ति "भागे सिंहो नरो भागे योऽर्थो भागद्वयात्मकः तम्भागं विभागेन નરસિહં પ્રવા ()” (પુ.મુ-તપુવૃત્તિ:-શ્નો-૪૬ ટીવI)
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
બીજી અપેક્ષાથી અન્ય ધર્મનો નિષેધ જણાવે છે. તદુપરાંત, ભિન્ન-ભિન્ન અપેક્ષાએ જુદા-જુદા ધર્મોનો તે સ્વીકાર કરે છે. તેથી ભિન્ન-ભિન્ન અપેક્ષાઓથી પરસ્પર વિરુદ્ધ ધર્મો એક સાથે રહેવામાં વિરોધ નથી. હા, એક જ અપેક્ષાથી પરસ્પર વિરુદ્ધ ધર્મો એક પદાર્થમાં રહી શકતા નથી. પરંતુ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વિભિન્ન ધર્મો એક વસ્તુમાં રહેવામાં કોઈ બાધ નથી. જેમ કે, દાર્શનિક જગતમાં નરસિંહાવતારની ચર્ચા પ્રસિદ્ધ છે. તે નરસિંહ મુખ આદિ અવયવોમાં સિંહના આકારનો છે તથા અન્ય પગ આદિ અવયવોની દૃષ્ટિથી મનુષ્યના આકારનો છે. તે બંને પ્રકારના અવયવોના અખંડ અવિભાગીરૂપ નરસિંહ છે. તેમાં ભેદદષ્ટિથી મનુષ્ય અને સિંહની કલ્પના કરી શકાતી હોવા છતાં પણ બંને પ્રકારના અવયવો સાથે તાદાત્મ રાખવાના કારણે અખંડ પદાર્થ છે. તેને નર પણ કહી શકાતો નથી, કારણ કે, અંશતઃ સિંહરૂપ પણ છે અને સિંહ પણ કહી શકાતો નથી, કારણ કે, અંશતઃ મનુષ્યરૂપ પણ છે. તે નરસિંહ તે બંનેથી એક ત્રીજી મિશ્ર જાતિનો અખંડ પદાર્થ છે, કે જેમાં બે ભાગ વિશેષ દેખાય છે. તેથી જે પદાર્થ ભાગદ્વયાત્મક છે, તે એક ભાગમાં સિંહાકાર છે અને એક ભાગમાં મનુષાકાર છે. છતાં પણ એમાં એક અન્વયી = અવિભાગ દ્રવ્ય છે અને (અવયવોની દૃષ્ટિથી) વિભાગ પણ છે. તેને નરસિંહ કહેવાય છે. તે નરસિંહ એકાંતે નરરૂપ કે એકાંતે સિંહરૂપ નથી. પરંતુ તે બંનેથી વિલક્ષણ જાતિવાચક નરસિંહ પદાર્થ છે. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક જ અખંડ પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મો રહી ગયા છે.
આ શાસ્ત્રીય ઉદાહરણથી અનેકાંતની સિદ્ધિ થાય જ છે. આ નરસિંહાવતાર અન્યદર્શનોમાં પ્રસિદ્ધ છે. તેથી તેઓ પણ એક યા બીજી રીતે અનેકાંતને સ્વીકારે જ છે. તે સિદ્ધ થાય છે. ગ્રંથોમાં બીજા વ્યવહારિક અને તાત્ત્વિક ઉદાહરણો પણ આપ્યા છે, તેને હવે ક્રમશઃ જોઈશું. તેથી અનેકાંતના વિષયમાં નિઃશંક બોધ થઈ શકે.
Page #28
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ - અનેકાંતવાદ'
અનેકાંતને જણાવનારા શાસ્ત્રીય અને લોકિક ઉદાહરણો :(૧) અજ્ઞાનના ત્રણ પ્રકાર છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય. તેમાં સંશય એક અખંડ અજ્ઞાન છે. છતાં પણ એક જ સંશય જ્ઞાનમાં કોઈ ચાડીયાને જોઈને) “આ ઠુંઠું છે કે માણસ છે' - આવા પ્રકારના સંશયાત્મકજ્ઞાનમાં (પરસ્પર વિરોધી બે આકારનો પ્રતિભાસ અર્થાત્ પરસ્પર વિરોધી ઉલ્લેખ) થતો જોવા મળે છે અને તે જ એક જ પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસને સ્વીકારતા અનેકાંતનું સમર્થન કરે છે.) (૨) બીજું એક લૌકિક ઉદાહરણ છે મોરનું ઈંડુક). મોરના ઇંડામાં જે રસ (તરલ પ્રવાહી) હોય છે, તેમાં જે નીલ, પીત આદિ વર્ણ હોય છે. તે સર્વે એકરૂપ નથી અને અનેકરૂપ પણ નથી. પરંતુ એકાએકરૂપ હોય છે. અર્થાત્ મોરના ઇંડાના પ્રવાહી રસમાં નીલ, પીત અનેક રંગ દેખાય છે. તે રંગોને સર્વથા એકરૂપ પણ કહી શકાતા નથી અને સ્વતંત્રરૂપે અનેકરૂપ પણ કહી શકાતા નથી. પરંતુ કથંચિત્ એકાનેકરૂપથી (તે પ્રવાહીમાં) તાદાસ્યભાવથી રહે છે. આ જ રીતે વસ્તુમાં એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ ધર્મો પણ કથંચિત્ તાદાસ્યભાવથી રહે છે અને તે જ અનેકાંતવાદનું સમર્થન કરે છે. (૩) અન્ય ઉદાહરણ આપતાં જણાવ્યું છે કે..... એક જ વસ્તુમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર નિક્ષેપાઓનો વ્યવહાર થાય છે. તે પણ અનેકાંતનું જ સમર્થન કરે છે. જેમ મોરના ઇંડાના રસમાં નીલાદિ સર્વે વર્ણા અન્યોન્ય (પરસ્પર) મળીને રહે છે, તેમ એક વસ્તુમાં 7. संशयज्ञानमेकमुल्लेखद्वयात्मकं प्रतिजानानि नानेकान्तं प्रतिक्षिपन्ति। (षड्. समु. बृहद्वृत्तिः રનો-૫૭ ટી.) 8. मयूराण्डरसे नीलादयः सर्वेऽपि वर्णा नैकरूपा नाप्यनेकरूपाः, किंत्वेकानेकरूपा यथावस्थिताः, तथैकानेकाद्यनेकान्तोऽपि। तदुक्तं नामस्थापनाद्यनेकान्तमाश्रित्य - "मयूराण्डरसे यद्वद्वर्णा नीलादयः સ્થિતી: સર્વેડપ્યો સંમિશ્રાતત્રામવિયો ટા'' (મુ. વૃત્તિ: પત્તો-૫૭-ટી)
Page #29
--------------------------------------------------------------------------
________________
૧ ૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નામઘટ, સ્થાપનાઇટ આદિ રૂપથી નામાદિ ચારે નિક્ષેપાઓનો વ્યવહાર થાય છે અને તે પણ અનેકાંતનું જ સમર્થન કરે છે. (૪) હવે અન્ય એક ઉદાહરણ આપી અનેકાંતનું સમર્થન કરે છે. એક માટીનો ઘટ છે. (માટીના ઘડામાં) માટી અને ઘટનો (સર્વથા) અન્વય = અભેદ માની શકાતો નથી. કારણ કે, ઘટની ઉત્પત્તિ પૂર્વેની પિંડરૂપ માટી અલગ હતી અને ઘટની ઉત્પત્તિ પછીની ઘટ અવસ્થામાં માટી અલગ છે. તે જ રીતે માટીના ઘટમાં) માટી અને ઘટનો (સર્વથા) ભેદ પણ નથી. કારણ કે, માટીની અપેક્ષાએ અન્વય = અભેદ દેખાય છે. અર્થાત્ ઘટની ઉત્પત્તિ પૂર્વે માટીના પિંડમાં “આ માટી છે” તથા ઘટ અવસ્થામાં “આ માટી છે” આવો અન્વય જોવા મળે છે.
અહીં પ્રશ્ન થઈ શકે કે, જો ઘટમાં સર્વથા ભેદ જાતિ નથી કે સર્વથા અભેદજાતિ પણ નથી, તો ઘટમાં કઈ જાતિ છે? તેનો ઉત્તર અનેકાંતવાદિ આપે છે કે, અમે ઘટમાં સર્વથા ભેદરૂપ કે સર્વથા અભેદરૂપ, એ બંને જાતિઓથી અતિરિક્ત ભેદાભેદ જાતિનો સ્વીકાર કરીએ છીએ. આ પણ અનેકાંતવાદનું જ સમર્થન કરે છે.
કહેવાનો આશય એ છે કે, માટીના ઘટમાં માટી અને ઘટનો સર્વથા અભેદ પણ માની શકાતો નથી અને સર્વથા ભેદ પણ માની શકાતો નથી. ઘટનો માટીરૂપથી સર્વથા અભેદ પણ કહી શકાતો નથી. કારણ કે, પિંડરૂપે રહેલી માટી અને ઘટ અવસ્થામાં રહેલી માટી ભિન્ન છે. અવસ્થાભેદ તો નિશ્ચિત છે જ. તેમાં સર્વથા ભેદ પણ કહી શકાતો નથી. કારણ કે, માટીરૂપે અન્વયે પણ દેખાય છે. માટીનો પિંડ પણ માટીનો જ છે અને ઘટ પણ માટીનો જ છે. તેથી ઘટ સર્વથા અભેદ અને સર્વથા ભેદરૂપ બે જાતિઓથી અતિરિક્ત એક 9. નાન્વય: સ દિ વિવાત્ર બેરોડવંયવૃત્તિ: મૃદયસંસવૃત્તિ નાચત્તરં ઘટડા (૬. સમુ. વૃત્તિ: રસ્તો.૧૭ (ટી))
Page #30
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
કથંચિત્ ભેદભેદરૂપ ત્રીજી જાતિનો જ છે. તે અવસ્થામાં ઘટ સર્વથા માટીરૂપ પણ નથી અને માટીમાંથી અન્ય દ્રવ્યરૂપ પણ બની જતો નથી. પરંતુ દ્રવ્યરૂપથી માટીના ઘટમાં અન્વય છે અને પર્યાયરૂપથી ભેદ છે. પિંડાવસ્થામાં ઘટાકાર નથી અને ઘટાવસ્થામાં ઘટાકાર છે. તેથી પર્યાયરૂપથી ભેદ છે છતાં પણ બંને અવસ્થામાં માટીરૂપથી અન્વય તો છે જ. (૫) વદર્શન સમુચ્ચય ગ્રંથમાં અનેકાંતના સમર્થનમાં એકદમ સરળ ઉદાહરણો આપીને અનેક ખુલાસાઓ કરીને અનેકાંત સિદ્ધાંતના હાર્દને સુંદર રીતે પ્રકાશિત કર્યું છે. તે હવે જોઈશું. 10)
જેમ એક મનુષ્યમાં (પૂર્વે જોયા મુજબ) વિભિન્ન નિમિત્તો (અપેક્ષાઓ) થી પિતૃત્વ, પુત્રત્વ આદિ અનેક સંબંધો (ધર્મો) ને માનવામાં વિરોધ નથી, તેમ કોઈપણ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાથી અનેક ધર્મો માનવામાં વિરોધ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિન્નનિમિત્તક સંબંધો (ધર્મો) ને જ વિરોધ હોય છે. અર્થાત્ અભિન્ન એક જ અપેક્ષાથી વસ્તુમાં અનેક ધર્મો માનવામાં આવે તો વિરોધ ઉભો થાય છે. જેમ કે, કોઈક મનુષ્યને પિતાની અપેક્ષાથી પિતા અને પુત્ર બંને કહેવામાં આવે તો સ્પષ્ટ વિરોધ આવે છે. પરંતુ વિભિત્રિ નિમિત્તક ધર્મોને વિરોધ હોતો નથી. તેથી)
10. यथैकस्यैव नरस्य पितृत्वपुत्रत्वाद्यनेकसंबन्धा भिन्ननिमित्ता न विरूध्यन्ते। तद्यथा - स नरः स्वपित्रपेक्षया पुत्रः, स्वसुतापेक्षया तु पितेत्यादि। अभिन्ननिमित्तास्तु संबन्धा विरूध्यन्ते, तद्यथा - स्वपित्रपेक्षयैव स पिता पुत्रश्चेत्यादि। एवमनेकान्तेऽपि द्रव्यात्मनैकं पर्यायात्मना त्वनेकत्वमित्यादिभिन्ननिमित्ततया न विरूध्यते। द्रव्यात्मनैवैकमनेकं चेत्यादि त्वभिन्ननिमित्ततया विरूध्यते। अभिन्ननिमित्तत्वं हि विरोधस्य मूलं, न पुनर्भिन्ननिमित्तत्वमिति। सुखदुःखनरदेवादिपर्याया अप्यात्मनो नित्यानित्यत्वाद्यनेकान्तमन्तरेण नोपपद्यन्ते, यथा सर्पद्रव्यस्य स्थिरस्योत्फणविफणावस्थे मिथो विरूद्ध अपि द्रव्यापेक्षया न विरूद्ध, यथैकस्या अङ्गल्याः सरलताविनाशो वक्रतोत्पत्तिश्च, यथा वा गोरसे स्थायिनि दुग्धपर्यायविनाशोत्तरदधिपर्यायोत्पादौ संभवन्तौ प्रत्यक्षादिप्रमाणेनोपलब्धौ, પર્વ સર્વસ્વ વસ્તુનો દ્રવ્યયાત્મવત્તાવા (પ, સમુ. વૃદવૃત્તિ:, રત્નો. ૧૭ (ત્રીજા))
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તે મનુષ્યને પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા માનવામાં આવે તો કોઈ વિરોધ આવતો નથી.
આજ રીતે અનેકાંતમાં પણ વસ્તુ (પદાર્થ) દ્રવ્યની દૃષ્ટિથી એક છે અને પર્યાયની દૃષ્ટિથી અનેક છે. એમ ભિન્ન-ભિન્ન અપેક્ષાથી વસ્તુમાં અનેક ધર્મોનો સ્વીકાર કરવામાં વિરોધ આવતો નથી.
તદુપરાંત, સુખ, દુઃખ, મનુષ્યત્વ, દેવત્વ આદિ (આત્માના) પર્યાયો પણ આત્મામાં નિત્યાનિત્ય સ્વરૂપ અનેકાંત વિના સંગત થતા નથી. એટલે કે, આત્માને જો કથંચિત્ નિત્યાનિત્યાત્મક = પરિણામી નિત્ય માનવામાં ન આવે તો તેમાં સુખ, દુઃખ, મનુષ્યત્વ, દેવત્વ આદિ પર્યાયો થઈ શકશે નહીં. કારણ કે, આત્માને સર્વથા નિત્ય માનવામાં આવે તો તે હંમેશાં સ્થાયી રહેશે અને સર્વથા અનિત્ય માનવામાં આવશે તો અત્યંત પરિવર્તિત બની જવાથી આત્માની સત્તા જ નહીં રહી શકે. પર્યાય તો દ્રવ્યને સ્થિર રાખીને જ થયા કરતા હોય છે.
જેમ સ્થિર સર્પદ્રવ્યમાં પરસ્પર વિરૂદ્ધ “ફણા ચઢાવ્યાની અવસ્થા” અને “ફણા ચઢાવ્યા વિનાની અવસ્થા હોય છે, છતાં પણ એક અન્વયી દ્રવ્યની અપેક્ષાથી એમાં વિરોધ નથી. અર્થાત્ અવસ્થાભેદ હોવા છતાં પણ સર્પ દ્રવ્યદૃષ્ટિથી એક જ રહે છે અને તેથી તેમાં અવસ્થાભેદ સ્વીકાર કરવામાં વિરોધ નથી.
તે જ પ્રમાણે જેમ આંગળીમાં સરળતાનો નાશ અને વક્રતાની ઉત્પત્તિ અથવા એક સ્થાયી ગોરસમાં દૂધપર્યાયનો નાશ અને ઉત્તરમાં દહીં પર્યાયની ઉત્પત્તિ થતી પ્રત્યક્ષથી દેખાય છે. તે જ રીતે સર્વે વસ્તુઓની દ્રવ્યપર્યાયાત્મકતા પણ પ્રત્યક્ષથી દેખાય જ છે.
કહેવાનો આશય એ છે કે, જેમ સ્થિર રહેલી એક અંગુલીમાં સરળતા અને વક્રતા પર્યાયની ઉત્પત્તિ જોવા મળે છે. તેથી આંગળી દ્રવ્યપર્યાયાત્મક
Page #32
--------------------------------------------------------------------------
________________
સ્યાવાદ - અનેકાંતવાદ'
. ૧૫
છે, તે પ્રત્યક્ષથી જોઈ શકાય છે. વળી એક સ્થાયી દ્રવ્યસ્વરૂપ ગોરસમાં દૂધપર્યાયનો વિનાશ અને દહીં પર્યાયની ઉત્પત્તિ થતી દેખાય છે. તેથી ગોરસમાં દ્રવ્ય-પર્યાયાત્મકતા પ્રત્યક્ષથી અનુભવાય છે, તે જ રીતે સર્વ વસ્તુઓની દ્રવ્યપર્યાયાત્મકતા પણ પ્રત્યક્ષથી અનુભવાય જ છે. | સર્વ દર્શનકારો પોતાને ઈષ્ટ સાધ્યની સિદ્ધિ માટે પ્રયોજિત કરતા હેતુઓ પણ વસ્તુની અનેકાંતાત્મકતા માન્યા વિના સત્ય બની શકતા જ નથી. વસ્તુ (પદાર્થ) ની અનંતધર્માત્મકતા :
સ્યાદ્વાદ પ્રત્યેક પદાર્થને અનંતધર્માત્મક માને છે. અર્થાત્ ભિન્નભિન્ન અપેક્ષાએ એક જ પદાર્થમાં અનંતધર્મનો સ્વીકાર સ્યાદ્વાદ સિદ્ધાંત કરે છે. પદર્શન સમુચ્યય નામના ગ્રંથમાં વસ્તુની અનંતધર્માત્મકતાને સુવર્ણના ઘટના દૃષ્ટાંતથી સુંદર રીતે સમજાવી છે. અનેક અપેક્ષાએ વસ્તુના સ્વ-પર પર્યાયોનું વિભાગીકરણ કરીને જે રીતે વસ્તુની, અનંતધર્માત્મકતા સમજાવી છે, તે હવે જોઈશું.
વિવક્ષિત એક ઘટ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવથી વિદ્યમાન છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવથી અવિદ્યમાન છે.(11)
(પ્રત્યેક દ્રવ્યોને પોતાની અપેક્ષાએ “સ્વ” કહેવાય છે અને પોતાને છોડીને અન્ય દ્રવ્યની અપેક્ષાએ “પર” કહેવાય છે. જેમ કે, માટીનો બનેલો ઘટ, માટીની અપેક્ષાએ “સ્વદ્રવ્ય છે અને માટીને છોડીને) સુવર્ણાદિ દ્રવ્યો
11. विवक्षितो हि घट: स्वद्रव्यक्षेत्रकालभावै विद्यते, परद्रव्यक्षेत्रकालभावैश्च न विद्यते। (षड्. समु. बृहद्वति-श्लो. ५५-टीका) सदेव सर्वं को नेच्छेत् स्वरूपादिचतुष्टयात्। असदेव विपर्यासात् ન વૈવ વ્યવતિષ્ઠા (બાતમી. પો.-૨૫)
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તે માટીના ઘટ માટે “પદ્રવ્ય છે. તે જ રીતે જે દ્રવ્ય જે આકાશપ્રદેશમાં વ્યાપીને રહે છે, તે આકાશ ક્ષેત્ર તે દ્રવ્ય માટે “વિક્ષેત્ર કહેવાય છે અને બાકીના આકાશક્ષેત્રો તે દ્રવ્ય માટે “પરક્ષેત્ર' કહેવાય છે. જે દ્રવ્ય જે કાળમાં વિદ્યમાન છે, તે કાળ તે દ્રવ્ય માટે “સ્વકાલ' છે અને જે દ્રવ્ય જે કાળમાં અવિદ્યમાન છે, તે કાલ તે દ્રવ્ય માટે “પરકાલ' છે. તે જ રીતે જે દ્રવ્ય જે સ્વરૂપમાં વર્તે છે, તે સ્વરૂપ તે દ્રવ્યનો સ્વભાવ છે અને જે દ્રવ્ય જે સ્વરૂપમાં વર્તતું નથી, તે સ્વરૂપ તે દ્રવ્ય માટે ‘પરભાવ છે. સર્વ પદાર્થોનો સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિ સ્વરૂપે વિચાર કરવામાં આવે છે. કોઈપણ વસ્તુને સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વિચારવામાં આવે છે, ત્યારે તે “અસ્તિ' સ્વરૂપે ભાસિત થાય છે અને તે વસ્તુને પરદ્રવ્યાદિની અપેક્ષાએ વિચારવામાં આવે છે, ત્યારે તે “નાસ્તિ' સ્વરૂપે ભાસિત થાય છે)
હવે ઘટને જ્યારે સત્ત્વ, પ્રમેયવાદિ સામાન્ય ધર્મોની અપેક્ષાએ વિચારીએ, ત્યારે તે ઘટના સત્ત્વાદિ ધર્મો સ્વપર્યાયોના રૂપમાં જ વિદ્યમાન છે અર્થાત્ સત્ત્વાદિ સર્વે ધર્મો ઘટના સ્વ-પર્યાય જ બની જાય છે. તે સમયે બીજા કોઈ પરપર્યાય રહેતા નથી. એથી વિજાતીય પરપર્યાયોનો અભાવ હોવાથી તેની વ્યાવૃત્તિ પણ કરવી પડતી નથી.
કહેવાનો આશય એ છે કે, જ્યારે “સર્વ ધર્મને આગળ કરીને વિચારવામાં આવે, ત્યારે સર્વે પણ સત્ એવા ચેતન અને અચેતન પદાર્થોમાં કોઈ ભેદ રહેતો નથી. તમામ પદાર્થો સર્વેન એક જ કહેવાય છે. તે જ રીતે પ્રમેયત્વેન, અભિધેયત્વેન પણ, સર્વ પદાર્થો સજાતીય જ બની જાય છે, કોઈ પદાર્થ વિજાતીય બનતા નથી. તેથી સત્ત્વાદિ સામાન્યધર્મોને આગળ કરીને ઘટનો વિચાર કરવામાં આવે ત્યારે તે સત્ત્વાદિ ધર્મો વસ્તુના સ્વપર્યાય જ બને છે અને તેથી સર્વે પદાર્થો
Page #34
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ અનેકાંતવાદ’’
સજાતીય બને છે. બીજા કોઈ પ૨૫ર્યાયો રહેતા નથી અને તેથી કોઈપણ પદાર્થ વિજાતીય બનતો નથી12) અને તેથી કોઈપણની વ્યાવૃત્તિ ક૨વાની રહેતી નથી. હવે વિશેષધર્મોથી વસ્તુની અનંતધર્માત્મકતા બતાવવામાં આવે છે.
-
૧૭
પૃથ્વી, પાણી આદિ અનંતા પુદ્ગલો છે. છતાં પણ સુવર્ણનો ઘટ પાર્થિવત્વેન વિદ્યમાન છે. પરંતુ જલત્વાદિ ધર્મોની અપેક્ષાએ તો વિદ્યમાન નથી. તેથી ઘટ માટે પાર્થિવત્વ સ્વપર્યાય છે. પરંતુ જલત્વાદિ ધર્મો ૫૨૫ર્યોયો છે. તેથી જલત્વાદિ ધર્મોની અપેક્ષાએ ઘટના પરપર્યાયો અનંતા છે14). આ રીતે ઘટના સ્વ અને પરપર્યાયોની ગણના કરવામાં આવે તો તે અનંતા છે. તેથી જ ઘટ સ્વ-૫૨૫ર્યાયોની અપેક્ષાએ અનંતધર્માત્મક છે. (હવે અવાંતર વિશેષધર્મોની અપેક્ષાએ ઘટની અનંતધર્માત્મકતાનો વિચાર કરીશું.)
દ્રવ્યતઃ વસ્તુની અનંતધર્માત્મકતા :
પાર્થિવ ઘટ પણ ધાતુરૂપે વિદ્યમાન છે. પરંતુ માટીપણા આદિ ધર્મોની અપેક્ષાએ વિદ્યમાન નથી. અર્થાત્ સુવર્ણત્વન વિદ્યમાન છે અને મૃત્ત્વાદિ ધર્મોની અપેક્ષાએ અવિદ્યમાન છે અર્થાત્ ધાતુરૂપે સત્ છે અને માટી આદિ પર્યાયોની અપેક્ષાએ અસત્ છે. અહીં પાર્થિવ ઘટનો ધાતુરૂપ
12. स घटो यदा सत्त्वज्ञेयत्वप्रमेयत्वादिधर्मैश्चिन्त्यते तदा तस्य सत्त्वादयः स्वपर्याया एव सन्ति, न तु केचन परपर्यायाः, सर्वस्य वस्तुनः सत्त्वादीन्धर्मानधिकृत्य सजातीयत्वाद्विजातीयस्यैवाभावान्न વુતોપિ વ્યાવૃત્તિ:। (પ.સમુ.વૃ.વૃ.૨સ્તો- ટીજા)
13. द्रव्यस्तु यदा पौद्गलिको घटो विवक्ष्यते, तदा स पौद्गलिकद्रव्यत्वेनाऽस्ति धर्माधर्माकाशादिद्रव्यत्वैस्तु नास्ति । अत्र पौद्गलिकत्वं स्वपर्यायः, धर्मादिभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेन परपर्याया अनन्ता:, जीवद्रव्याणामनन्तत्वात् ।
14. पौद्गलिकोऽपि स घटः पार्थिवत्वेनाऽस्ति न पुनराप्यादित्वैः, अत्र पार्थिवत्वं स्वपर्यायः, આપ્યાવિદ્રવ્યમ્યસ્તુ નનુષ્યો વ્યાવૃત્તિ: તત: પરપર્યાયા અનન્તા:। (ષડ્સમુ.વૃ.વૃ.તો.-૧૧ ટીા)
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પર્યાય સ્વ છે અને માટીરૂપ અનંતા પર્યાયો પરપર્યાયો છે. આથી પાર્થિવ ઘટ પણ અનંતધર્માત્મક છે (15)
ધાતુરૂપ તે ઘટ પણ સુવર્ણપણાથી સત્ છે અને રજતાદિપણાથી અસત્ છે. સુવર્ણઘટ પણ ઘડાયેલા સ્વરૂપે વિદ્યમાન છે અને નહીં ઘડાયેલા સ્વરૂપે અવિદ્યમાન છે. ઘડાયેલો સુવર્ણ ઘટ પણ ઘટરૂપે વિદ્યમાન છે અને મુકુટ આદિ રૂપે અવિદ્યમાન છે - આ રીતે અવાંતર વિશેષોની અપેક્ષાએ દ્રવ્યતઃ (દ્રવ્યની અપેક્ષાએ) અનંતધર્માત્મકતા વિચારી લેવી. તે માટે પદર્શન સમુચ્ચય-બૃહવૃત્તિ અવલોકવા ભલામણ. ક્ષેત્રતઃ વસ્તુની અનંતધર્માત્મકતા :
હવે ક્ષેત્રતઃ (ક્ષેત્રની અપેક્ષાએ) વસ્તુ(ઘટ)ની અનંતધર્માત્મકતા વિચારીશું.
ક્ષેત્રની અપેક્ષાએ વિવણિત સુવર્ણ ઘટ ત્રિલોકવર્તી હોવાથી તે કોઈથી પણ વ્યાવૃત્ત થતો નથી. તેથી તેનો કોઈ પરપર્યાય બનશે નહીં. ત્રિલોકવર્તી પણ ઘટ તિચ્છલોકવર્તિત્વેન વિદ્યમાન જ છે. પરંતુ ઉર્ધ્વ-અધોલીકવર્તિત્વને અવિદ્યમાન છે. તિચ્છલોકવર્તિ ઘટ પણ જંબુદ્વીપવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ અપરદ્વીપવર્તિત્વન અવિદ્યમાન છે. જંબુદ્વીપવર્તિ ઘટ પણ ભરતક્ષેત્રવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ મહાવિદેહાદિક્ષેત્રવર્તિત્વન અવિદ્યમાન છે. ભરતક્ષેત્રવર્તિ ઘટ પણ અમદાવાદવર્તિત્વને વિદ્યમાન છે. પરંતુ અન્યસ્થાનની અપેક્ષાએ અવિદ્યમાન છે. અમદાવાદવર્તિ ઘટ પણ ચેત્રગૃહવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ દેવદત્તાદિગૃહવર્તિત્વન અવિદ્યમાન છે. ચૈત્રગૃહવર્તિ ઘટ પણ ગૃહના એક દેશમાં રહેતો હોવાથી ગૃહકદેશવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ 15. મૂળ પાઠ ષ સમુ. બૃહદ્રવૃત્તિ-શ્લોક-૫૫ની ટીકામાંથી જોઈ લેવા ભલામણ. 16. મૂળ પાઠ ષ સમુ. બૃહવૃત્તિ-શ્લોક-પપની ટીકામાંથી જોઈ લેવા ભલામણ.
Page #36
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ અનેકાંતવાદ’’
-
૧૯
અન્યદેશવર્તિત્વન અવિદ્યમાન છે. આ રીતે સંભવિત બીજા પણ પ્રકારોનો વિચાર કરીને ક્ષેત્રતઃ ઘટના સ્વ-૫૨ પર્યાયોની વિચારણા કરવી. સ્વપર્યાયો મર્યાદિત થશે અને પરપર્યાયો અનંતા થશે. કાલતઃ વસ્તુની અનંતધર્માત્મકતા17) :
કાલની અપેક્ષાએ ઘટને સ્વદ્રવ્યની અપેક્ષાએ નિત્ય માનવામાં આવે છે ત્યારે તે વર્તમાનમાં રહે છે, ભૂતકાળમાં હતો અને ભવિષ્યકાળમાં પણ હશે. તેથી કાલતઃ ઘટ ત્રિકાલવર્તી હોવાથી તેની કોઈનાથી પણ વ્યાવૃત્તિ થતી નથી. તેથી ત્રિકાલ તેનો સ્વપર્યાય બનશે અને પ૨પર્યાય કોઈ બનશે નહીં.
ત્રિકાલવર્તી ઘટ પણ વર્તમાનકાલની અપેક્ષાએ (વર્તમાનકાલીનસ્વેન) વિચારીએ છીએ ત્યારે તે વિદ્યમાન છે અને અતીતાદિ કાલની અપેક્ષાએ અવિદ્યમાન છે. વર્તમાનકાલીન ઘટ પણ (વસંતૠતુમાં ઉત્પન્ન થયો હોય તો) વસંતૠતુની અપેક્ષાએ વિદ્યમાન છે અને તે સિવાયની અપેક્ષાએ અવિદ્યમાન છે. વસંતૠતુ સંબંધી ઘટ પણ નવાપણાની અપેક્ષાએ વિદ્યમાન છે અને જુનાપણાની અપેક્ષાએ અવિદ્યમાન છે. નૂતન ઘટ પણ આજની અપેક્ષાએ વિદ્યમાન છે અને ગઈકાલની અપેક્ષાએ અવિદ્યમાન છે. આજનો ઘટ પણ આ ક્ષણની અપેક્ષાએ સત્ છે અને અન્ય ક્ષણોની અપેક્ષાએ અસત્ છે. આ પ્રમાણે કાલતઃ ઘટના અસંખ્ય સ્વપર્યાય છે. કારણ કે, એક દ્રવ્ય અસંખ્યકાળ સુધી પોતાની સ્થિતિમાં રહે છે. અનંતકાલની વિવક્ષા કરવામાં આવે તો દ્રવ્ય અનંતકાળ સુધી રહેતું હોવાથી અનંતા પણ સ્વપર્યાયો થઈ શકે છે. તદુપરાંત, વિવક્ષિત કાલથી ભિન્નકાળ અન્ય અનંતકાળોથી અને તેમાં રહેલા અનંતાદ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થાય છે. તેથી ઘટના પરપર્યાયો પણ અનંતા છે. હવે ભાવતઃ ઘટની અનંતધર્માત્મકતા જોઈશું.
17. મૂળ પાઠ ષડ્.સમુ. બૃહવૃત્તિ-શ્લોક-૫૫ની ટીકામાંથી જોઈ લેવા ભલામણ.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ભાવતઃ વસ્તુની અનંતધર્માત્મકતા(18) :
(19)ભાવની અપેક્ષાએ વિચારીએ તો સુવર્ણઘટ પીતવર્ણથી વિદ્યમાન છે. પરંતુ નીલાદિવર્ણોથી અવિદ્યમાન છે. તે પીતઘટ પણ અન્ય પીતદ્રવ્યની અપેક્ષાએ એકગુણ પીત છે. તે જ પીતઘટ બીજા કોઈ પીતદ્રવ્યની અપેક્ષાએ દ્વિગુણપીત છે અને ત્રીજા કોઈ પીતદ્રવ્યની અપેક્ષાએ ત્રિગુણપીત છે. તે રીતે ત્યાં સુધી પણ કહી શકાય છે કે પીતઘટ અન્ય પીતદ્રવ્યની અપેક્ષાએ અનંતગુણપીત પણ છે.
તે જ રીતે પીતઘટ અન્ય પીતદ્રવ્યથી એકગુણહીનપીત છે. એજ રીતે દ્વિગુણહીનપીત અને યાવત્ અનંતગુણહીનપીત પણ છે. આથી આ રીતે પીતત્વન ઘટના અનંતા સ્વપર્યાય પ્રાપ્ત થાય છે. પીતવર્ણની જેમ તરતમતાથી નીલ, રક્ત આદિ વર્ણ અનંતપ્રકારના હોવાથી પીતઘટની નીલાદિ અનંત વર્ષોથી વ્યાવૃત્તિ થવાના કારણે પીતઘટના પરપર્યાય પણ અનંતા છે.
આ જ રીતે ૨સતઃ (રસની અપેક્ષાએ) પણ પીતઘટના સ્વમધુરાદિ૨સની અપેક્ષાએ પીતવર્ણની જેમ સ્વપર્યાય અને ૫૨૫ર્યાય અનંત
જાણવા.
એ જ રીતે ગન્ધની અને આઠ સ્પર્શની અપેક્ષાએ પણ પીતઘટના સ્વ-પર અનંતા પર્યાયો જાણવા.
શબ્દતઃ વસ્તુની અનંતધર્માત્મકતા20) :
-
શબ્દની અપેક્ષાએ (અનેક પ્રદેશોની અપેક્ષાથી) ઘટ, કલશ,
18. મૂળ પાઠ ષ.સમુ. બૃહદ્વૃત્તિ-શ્લોક-૫૫ની ટીકામાંથી જોઈ લેવા ભલામણ. 19. જૈન દર્શનમાં ‘ભાવ' શબ્દ અનેક અર્થમાં પ્રયોજાય છે. અહીં વસ્તુના રૂપ, રસ, ગંધ આદિ ગુણોની અપેક્ષાએ પ્રયોજાયેલો છે તે જાણવું.
20. મૂળપાઠ ષ.સમુ.બુ.વૃ.શ્લોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.
Page #38
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ - અનેકાંતવાદ'
આદિ અનેક શબ્દોથી વાચ્ય હોવાના કારણે ઘટના અનેક સ્વધર્મ છે તથા પટાદિ તે તે અન્ય શબ્દોથી અનભિધેય (અવાચ્ય) હોવાથી, અપર દ્રવ્ય પટાદિથી ઘટની વ્યાવૃત્તિ થાય છે અને તેથી પરપર્યાયો પણ ઘટના અનંતા થશે. આ રીતે શબ્દતઃ ઘટમાં અનંતાધર્મો રહી જાય છે. સંખ્યાતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 21) :
સંખ્યાની અપેક્ષાએ ઘટનો તે તે અન્ય અન્ય દ્રવ્યોથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો યાવત્ અનંતમો એવા વ્યવહાર થાય છે. તેથી સંખ્યાત ઘટના સ્વપર્યાયો અનંતા છે. વળી તે તે સંખ્યાથી અનભિધેય અનંતા દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થવાના કારણે ઘટના પરપર્યાયો પણ અનંતા થાય છે. અર્થાત્ ઘટમાં જે પ્રથમ, દ્વિતીય, તૃતીય યાવત્ અનંતમાનો વ્યપદેશ થાય છે, તે વ્યપદેશ ઘટથી અન્ય દ્રવ્યોમાં થતો નથી, ત્યારે ઘટની તે અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્તિ થઈ જાય છે અને તે દ્રવ્યો અનંતા હોવાથી ઘટના પરપર્યાયો પણ અનંતા થશે. આ રીતે સંખ્યાતઃ ઘટના અનંતાધર્મો થાય છે.
તદુપરાંત, અનંતકાળની અપેક્ષાથી ઘટનો સર્વદ્રવ્યોની સાથે સંયોગવિયોગ થવાના કારણે તે સંયોગ-વિભાગની દૃષ્ટિથી ઘટના અનંતા સ્વધર્મ હોય છે અર્થાત્ સ્વદ્રવ્યોની સાથેનો સંયોગ-વિભાગ ઘટનો સ્વધર્મ બનશે અને તેવા સંયોગ-વિભાગ અનંત હોવાથી અનંતા સ્વધર્મ બનશે. તથા જેમાં સંયોગ-વિભાગ દેખાતા નથી, તે અનંતપદાર્થોથી ઘટની વ્યાવૃત્તિ થવાના કારણે તે પરધર્મ થશે. તેવા પદાર્થ પણ અનંતા હોવાથી ઘટના પરધર્મ પણ અનંતા થશે.
21. મૂળપાઠ ષ.સમુ.બુ.વૃશ્લિોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨ ૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પરિમાણતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 2) :
પરિમાણની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન દ્રવ્યોની અપેક્ષાથી ઘટમાં અણુત્વ, સ્વત્વ, મહત્ત્વ, દીર્ઘત્વ એવા અનંતભેદ પડે છે અર્થાત્ અણુવાદિ પરિમાણની અપેક્ષાએ ઘટના અનંતા ભેદ છે. તેથી ઘટના તે સ્વપર્યાય છે. કહેવાનો આશય એ છે કે, ઘટ મકાનની અપેક્ષાએ નાનો છે અને નાની ઘડીની અપેક્ષાએ મોટો છે. આ રીતે અનંતા દ્રવ્યો હોવાના કારણે તે દ્રવ્યોના ભિન્ન-ભિન્ન પરિમાણની અપેક્ષાએ ઘટના અનંતા ભેદ પડશે તથા તે તે પરિમાણવાળા ઘટની તેનાથી ભિન્ન પરિમાણવાળા દ્રવ્યોથી પરિમાણની અપેક્ષાએ વ્યાવૃત્તિથી પરિમાણતઃ ઘટના પરપર્યાયો પણ અનંતા જાણવા. પૃથક્વતઃ વસ્તુની અનંતધર્માત્મકતા) :
સર્વ દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી હોવાથી પૃથક્વતઃ તે સર્વે પદાર્થો ઘટના પરપર્યાય થાય છે. દિ-દેશતઃ વસ્તુની અનંતધર્માત્મકતા :
દિશાની અપેક્ષાએ પરત્વ-અપરત્વ દ્વારા ઘટમાં અન્ય અનંત દ્રવ્યોની અપેક્ષાએ આસન્નતા, આસન્નતરતા, આસન્નતમતા, દૂરતા, દૂરતરતા, દૂરતમતા હોય છે તથા દેશની અપેક્ષાએ ઘટમાં એક, બે, ત્રણ એમ યાવત્ અનંત યોજનો દ્વારા અનંત-દ્રવ્યોની અપેક્ષાથી આસન્નતાદૂરતા હોય છે. આથી દિશા અને દેશની અપેક્ષાએ ઘટના અનંતા સ્વપર્યાય છે. કાલતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 25) :
એજ રીતે કાલતઃ પરત્વ-અપરત્વ દ્વારા સર્વદ્રવ્યથી ક્ષણ, લવ, ઘડી, 21-22-23-24-25. મૂળપાઠ પ_સમુ.બુ.વૃશ્લિોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.
Page #40
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૨ ૩
દિન, માસ, વર્ષ, યુગાદિ ઈત્યાદિ વર્ષોની અપેક્ષાથી ઘટમાં પૂર્વત્વ અને પરત્વ હોવાના કારણે અનંતભેદ થાય છે. તેથી ઘટના કાલકૃત પરત્વ-અપરત્વની અપેક્ષાએ અનંતા સ્વધર્મ છે. કહેવાનો આશય એ છે કે, આ ઘટ એક વસ્તુથી એક ક્ષણ પહેલાં કે પછી છે, તે જ ઘટ બીજી વસ્તુથી બે ક્ષણ પહેલાં કે પછી છે, પુનઃ તે જ ઘટ અન્ય વસ્તુથી એક દિન પહેલાં કે પછી છે. આ રીતે ક્ષણાદિ કાલો દ્વારા અનંતદ્રવ્યોથી ઘટમાં પરત્વ-અપરત્વનો વ્યવહાર થાય છે. તેથી ઘટના કાલકૃત પરત્વ-અપરત્વતઃ અનંતા સ્વધર્મ છે. જ્ઞાનતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 26) :
જ્ઞાનની અપેક્ષાએ અનંતજીવોના અનંત પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ તથા વિભગન્નાનાદિ ગ્રાહકજ્ઞાનો છે. તે જ્ઞાન દ્વારા ઘટ સ્પષ્ટ કે અસ્પષ્ટ ગ્રહણ થાય છે. તેથી ગ્રાહ્ય ઘટના પણ (ગ્રાહકજ્ઞાનોના ભેદના કારણે) સ્વભાવભેદ અવશ્ય સંભવિત છે. કહેવાનો આશય એ છે કે, સર્વજીવોના સંયોપશમની તરતમતા હોવાના કારણે મતિજ્ઞાન આદિ જ્ઞાનોમાં તથા વિભંગ આદિ જ્ઞાનોમાં તરતમતા હોય છે. તેથી જ્ઞાન-અજ્ઞાનના અનંતા ભેદ છે. તે સર્વે અનંતા જ્ઞાનો (ગ્રાહકો) નો વિષય ઘટ બને છે. તેથી ગ્રાહકજ્ઞાનોમાં સ્વભાવભેદ હોવાના કારણે ગ્રાહ્યઘટમાં પણ સ્વભાવભેદ સ્વીકારવો જ પડશે. તેના યોગે ગ્રાહક અનંતજ્ઞાનની અપેક્ષાથી ગ્રાહ્યઘટમાં અનંત સ્વભાવ છે અને તે સર્વે ઘટના સ્વધર્મો છે. કર્મતઃ વસ્તુની અનંતધર્માત્મકતા27) :
કર્મ(ક્રિયા)ની અપેક્ષાએ ઘટના અનંતા ક્રિયારૂપ સ્વધર્મ છે. ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ભ્રમણ, ગમન, સ્પંદન, રેચન, પૂરણ, ચલન, કંપન, અન્ય સ્થાન પ્રાપણ, જલાહરણ આદિ 26-27. મૂળપાઠ પડુ.સમુ.બુ.કૃ.શ્લોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અનંતક્રિયાઓનો ઘટ તે તે કાલના ભેદથી અથવા તરતમતાના યોગે કારણ હોવાથી (કારણ) ઘટના અનંતક્રિયારૂપ સ્વધર્મ થાય છે. કહેવાનો આશય એ છે કે, ઘટમાં અસંખ્ય પ્રકારની ક્રિયાઓ સંભવે છે. તેથી અસંખ્યક્રિયાઓનો ઘટ કારણ હોવાથી તે તેના સ્વધર્મ છે.
વળી ક્રિયાના ત્રણે કાળની અપેક્ષાથી તથા તરતમાતાની અપેક્ષાથી અનંતભેદ હોઈ શકે છે. તેથી ઘટની ક્રિયાના અનંત સ્વધર્મ છે અને તે ક્રિયાઓમાં અહેતુભૂત અન્ય અનંતા દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી હોવાથી ઘટના પરધર્મ પણ અનંતા છે. સામાન્યતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 28) :
પૂર્વે જણાવ્યા મુજબ અતીતાદિ કાલોમાં જગતના જે જે પદાર્થોના અનંતા સ્વ-પરપર્યાયો હોય છે, તેમાં અન્ય પદાર્થોથી ઘટની એક, બે આદિ અનેક ધર્મો દ્વારા સમાનતા મળી શકે છે. આથી સાદૃશ્યરૂપ સામાન્યની અપેક્ષાએ ઘટમાં અનંત સ્વપર્યાય હોઈ શકે છે. વિશેષતઃ વસ્તુની અનંતધર્માત્મકતા :
વિશેષતઃ ઘટનો વિચાર કરવામાં આવે તો ઘટ અનંત દ્રવ્યોમાં રહેલા ભિન્ન-ભિન્ન ધર્મોની અપેક્ષાથી એક, બે, ત્રણ અને યાવત્ અનંત ધર્મોથી વિલક્ષણ છે. તેથી ઘટમાં અનંતપદાર્થોથી વિલક્ષણતા સિદ્ધ કરવામાં કારણભૂત અનંત ધર્મો વિદ્યમાન છે. તે સર્વે ઘટના સ્વધર્મ છે.
અનંતદ્રવ્યોની અપેક્ષાએ ઘટમાં સ્થૂલતા, કૃશતા, સમાનતા, વિષમતા, સૂક્ષ્મતા, બાદરતા, તીવ્રતા, ચાકચિક્યતા (ચમકવાપણું), સૌમ્યતા, પૃથુતા, સંકીર્ણતા, નીચતા, ઉચ્ચતા, વિશાલમુખતા ઈત્યાદિ પ્રત્યેક
28-29. મૂળપાઠ ષ સમુ.બુ.વૃશ્લિોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.
Page #42
--------------------------------------------------------------------------
________________
“ચાલાદ - અનેકાંતવાદ” ધર્મોની અપેક્ષાથી અનંતાધર્મ હોય છે. સંબંધત વસ્તુની અનંતધર્માત્મકતા 30) :
સંબંધતઃ ઘટની વિવક્ષા કરવાથી અનંતકાળની અપેક્ષાએ અનંતા પરપદાર્થોની સાથે પ્રસ્તુત ઘટના આધાર-આધેયભાવ અનંત પ્રકારના હોય છે. અર્થાત્ અનંતકાળની અપેક્ષાએ વિચારીએ તો ઘટ અનંતીવાર આધાર કે આધેય બન્યો હશે. તેથી ઘટના આધાર-આધેયભાવ અનંત હોવાથી ઘટના અનંતા સ્વધર્મ છે.
એજ રીતે સ્વ-સ્વામિત્વ, જન્ય-જનકત્વ, નિમિત્ત-નૈમિત્તિકત્વ, કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન આદિ છ કારકરૂપ સંબંધ, પ્રકાશ્ય-પ્રકાશકત્વ, ભોજ્ય-ભોજકત્વ, વાહ્ય-વાહકત્વ, આશ્રય-આશ્રયીભાવ, વધ્ય-વધકત્વ, વિરોધ્ય-વિરોધકત્વ, શેય-જ્ઞાપકત્વ ઈત્યાદિ સંખ્યાતીત સંબંધો દ્વારા પણ પ્રત્યેકના અનંતાધર્મો જાણવા.
આ રીતે વસ્તુમાં અનંતા સ્વ-પર પર્યાયો રહેલા છે. હવે આત્મા અને મુક્તાત્મામાં અનંતધર્માત્મકતાને જોઈશું. આત્મા-મુક્તાત્મામાં અનંતધર્માત્મકતા) :
આત્મામાં ચૈતન્ય, (કર્મોનું) કર્તુત્વ, (કર્મોનું) ભોક્નત્વ, પ્રમાતૃત્વ, પ્રમેયત્વ, અમૂર્તિત્વ, અસંખ્યાતપ્રદેશત્વ, નિશ્ચલ-અષ્ટપ્રદેશત્વ, લોકપ્રમાણપ્રદેશત્વ, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, પરિણામિત્વ, સ્વશરીરવ્યાપિ ઈત્યાદિ સહભાવી ધર્મો હોય છે.
આત્મામાં હર્ષ-શોક, સુખ-દુઃખ, મત્યાદિજ્ઞાન-ઉપયોગ, ચક્ષુદર્શનાદિ દર્શન-ઉપયોગ, દેવ-નારક-તિર્યંચ-મનુષ્યત્વ, (સર્વ પુગલની સાથે સંબંધ રાખવા રૂ૫) સર્વપુદ્ગલત્વ, અનાદિ અનંતત્વ, (સર્વ જીવો સાથે સર્વ સંબંધ કરેલ હોવાથી) સર્વસંબંધત્વ, સંસારિત્વ, (ક્રોધાદિ અસંખ્ય 30-31. મૂળપાઠ ષ.સમુ.બુ.વૃશ્લિોક-પ૫ ની ટીકામાં જોવા ભલામણ.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અધ્યવસાયોથી વિકૃત થતો હોવાથી) ક્રોધાદિ-અસંખ્યાતાધ્યવસાયત્વ, હાસ્ય-રતિ-ભય-શોક-જુગુપ્સા આદિ ભાવોનો સદ્ભાવ, સ્ત્રીત્વ, પુરૂષત્વ, નપુંસકત્વ, મૂર્ણત્વ, અંધત્વ, બધિરત્વ ઈત્યાદિ ક્રમભાવી ધર્મો રહે છે.
મુક્તાત્મામાં સિદ્ધત્વ, સાદિ-અનંતત્વ, જ્ઞાન-દર્શન-સાયિક સમ્યક્ત, સુખ, વીર્ય, (અનંત દ્રવ્યાદિમાં રહેવાવાળા સમસ્ત પર્યાયોનું) જ્ઞાતૃત્વદર્શિત્વ, અશરીરત્વ, અજરામરત્વ, અરૂપવ, અરસત્વ, અગંધત્વ, અસ્પર્શત્વ, અશબ્દત્વ, નિશ્ચલત્વ, નિરૂક્ત (રોગરહિતત્વ), અક્ષયત્વ, અવ્યાબાધત્વ.. ઈત્યાદિ અનેક ધર્મ હોય છે.
આ રીતે સ્યાદ્વાદ સિદ્ધાંત અનુસાર સર્વે પદાર્થો અનંતધર્માત્મક છે. શંકા 2) :
વસ્તુના જે સ્વપર્યાયો છે, તે સર્વે વસ્તુના સંબંધી હોય તેમાં કોઈ વાંધો નથી. પરંતુ જે પરપર્યાયો છે, કે જે વિભિન્ન વસ્તુઓમાં રહેલા હોવાથી કઈ રીતે (વિવણિત) વસ્તુના સંબંધીના રૂપમાં વ્યપદેશ કરી શકાય? અર્થાત્ ઘટના પોતાના સ્વરૂપ આદિની અપેક્ષાથી “અસ્તિત્વ' તો તેનો (ઘટનો) ધર્મ હોઈ શકે છે. પરંતુ પટ આદિ પરપદાર્થોનું “નાસ્તિત્વ' તો પટ આદિ પરપદાર્થોને અધીન છે. તેથી તેને ઘટનો ધર્મ કઈ રીતે કહી શકાય? સમાધાન ૩૩) :
તમે અમારી (પૂર્વેની) વાતના પરમાર્થને સમજ્યા નથી માટે જ ગેરસમજ ઉભી થઈ છે. વસ્તુમાં પર્યાયોનો સંબંધ બે પ્રકારથી હોય 32. आह - ये स्वपर्यायास्ते तस्य सम्बन्धिनो भवन्तु, ये तु परपर्यायास्ते विभिन्नवस्त्वाश्रयत्वात्कथं तस्य सम्बन्धिनो व्यपदिश्यन्ते? 33. उच्यते, इह द्विधा सम्बन्धोऽस्तित्वेन नास्तित्वेन च। तत्र स्वपर्यायैरस्तित्वेन सम्बन्ध:, यथा घटस्य रुपादिभिः। परपर्यायैस्तु नास्तित्वेन सम्बन्धस्तेषां तत्रासम्भवात्, यथा घटावस्थायां मृदूपतापर्यायेण यत एव च ते तस्य न सन्तीति नास्तित्वसंबन्धेन सम्बद्धाः अत एव च ते परपर्याया इति व्यपदिश्यन्ते। (મુ..વુ.શ્નો.૧૧)
Page #44
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૨૭
છે. એક “અસ્તિત્વ' રૂપથી અને બીજો “નાસ્તિત્વ' રૂપથી. તેમાં ઘટનો સ્વપર્યાયોની સાથે અસ્તિત્વ સંબંધ છે. જેમ કે, ઘટનો રૂપાદિ પર્યાયો સાથે અસ્તિત્વ સંબંધ તથા ઘટનો પરપર્યાયની સાથે નાસ્તિત્વ સંબંધ છે. કારણ કે, વિવક્ષિત વસ્તુમાં તે પરપર્યાયોનો સંભવ નથી. (તેથી નાસ્તિત્વ રૂપથી સંબંધ છે.) જેમ કે, ઘટાકાર અવસ્થામાં મૃદુરુપતા પર્યાયની સાથે સંબંધ નથી. કારણ કે, તે પર્યાય (વર્તમાનમાં) તેનો નથી. તેથી તે પર્યાય નાસ્તિત્વ સંબંધથી વસ્તુની સાથે જોડાયેલ છે અને તેથી તે પર્યાયોનો પરપર્યાયોના રૂપમાં વ્યપદેશ કરાય છે. સારાંશ એ છે કે, જે કારણથી તે પરપર્યાયો વિવક્ષિત પદાર્થમાં રહેતા નથી, અસત્ છે, તે કારણથી તે પરપર્યાયો કહેવાય છે. જો તે પર્યાયો વસ્તુમાં અસ્તિત્વ રાખતા હોત, તો તે વસ્તુના સ્વપર્યાય જ કહેવાત તથા પરની અપેક્ષાથી નાસ્તિત્વ નામનો ધર્મ તો ઘટ આદિ વસ્તુઓમાં જ દેખવા મળશે અને જો ઘટ પટરૂપથી અસતું ન હોય, તો તે પટરૂપ જ બની જાય, કે જે કોઈને ઈષ્ટ નથી. તેથી પરપર્યાયોથી વસ્તુનો “નાસ્તિત્વ સંબંધ માનવો જોઈએ. શંકા4િ) :
જે પર્યાય જે વસ્તુમાં વિદ્યમાન જ નથી, તે પર્યાય કઈ રીતે “તે વસ્તુનો પર્યાય છે' એમ વ્યપદેશ કરી શકાય. જેમ કે, ગરીબને ધન હોતું નથી. તેથી ધનનો ગરીબના સંબંધીના રૂપમાં વ્યપદેશ કરવો સંભવિત નથી અર્થાત્ ગરીબ પાસે ધન ન હોવાથી “ગરીબનું ધન' એવો વ્યવહાર થતો નથી. તેથી વસ્તુમાં પરપર્યાયોનો વ્યપદેશ કરવાથી લોક વ્યવહારનું અતિક્રમણ થઈ જશે.
34. ननु ये यत्र न विद्यन्ते ते कथं तस्येति व्यपदिश्यन्ते, न खलु धनं दरिद्रस्य न विद्यत इति तत्तस्य सम्बन्धि व्यपदेष्टुं शक्यम्, मा प्रापल्लोकव्यवहारातिक्रमः । (षड्.समु.बृ.वृ.श्लो ५५)
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સમાધાન ૫) :
તમારી શંકા લેશમાત્ર યોગ્ય નથી, કારણ કે, જો તે પરપર્યાય વ્યપદેશ સંબંધના આશ્રયથી તે ઘટના છે, તે મુજબ વ્યપદેશ કરવામાં નહીં આવે, તો સામાન્યતઃ તે પરપર્યાય પરવસ્તુઓમાં પણ પ્રાપ્ત કરી શકાશે નહીં - રહી શકશે નહીં. કારણ કે, પરવસ્તુમાં તો તે સ્વપર્યાય રૂપથી જ રહે છે. સામાન્યપર્યાય બનીને નહીં (તેથી જ્યારે ઘટમાં તથા અન્ય પરવસ્તુઓમાં તેનો સંબંધ ન રહે, તો તેને પર્યાય પણ કેમ કરીને કહેવાશે?) પરંતુ તેનો પર્યાયના રૂપમાં અસ્વીકાર તો ઈષ્ટ નથી અને એવા અનુભવનો વિષય પણ નથી. તેથી તે પરપર્યાય નાસ્તિત્વસંબંધનો આશ્રય કરીને ધનનો છે, એ પ્રમાણે વ્યપદેશ કરવો જોઈએ તથા ધન પણ નાસ્તિત્વ સંબંધનો આશ્રય કરીને દરિદ્રનું છે, એ પ્રકારે વ્યપદેશ કરી શકાય છે. તેથી જ જગતમાં કહેવાય છે કે, “આ ગરીબનું ધન વિદ્યમાન નથી”.
તદુપરાંત, તમે જે “તે તેનો સંબંધી છે, એ પ્રમાણે વ્યપદેશ કરવા માટે સંભવ નથી” - આવું કહ્યું હતું, તેમાં તમારે એ જાણવું જોઈએ કે, અસ્તિત્વરૂપથી ધન ગરીબનું સંબંધી છે, એવો વ્યપદેશ કરવો સંભવિત નથી. પરંતુ નાસ્તિત્વરૂપથી તો ઘન ગરીબનું સંબંધી હોવાથી નાસ્તિત્વરૂપથી ધનને ગરીબના સંબંધી તરીકેના વ્યપદેશનો નિષેધ કરવો ઉચિત નથી. 35. तदेतन्महामोहमूढमनस्कतासूचकं, यतो यदि नाम ते नास्तित्वसम्बन्धमधिकृत्य तस्येति न व्यपदिश्यन्ते, तर्हि सामान्यतस्ते परवस्तुष्वपि न सन्तीति प्राप्तम, तथा च ते स्वरूपेणापि न भवेयुर्न चैतदृष्टमिष्टं वा, तस्मादवश्यं ते नास्तित्वसम्बन्धमधिकृत्य तस्येति व्यपदेश्याः, धनमपि च नास्तित्वसम्बन्धमधिकृत्य दरिद्रस्येति व्यपदिश्यन्त एव, तथा च लोके वक्तारो भवन्ति "धनमस्य दरिद्रस्य न विद्यते" इति। यदपि चोक्तं “तत्तस्येति व्यपदेष्टुं न शक्यं" इति, तत्रापि तदस्तित्वेन तस्येति व्यपदेष्टुं न शक्यं, न पुनर्नास्तित्वेनापि, ततो न कश्चिल्लोकव्यवहारातिक्रमः। (૫મુ...સ્તો. ૫)
Page #46
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ અનેકાંતવાદ’’
આથી એક જ વસ્તુમાં ‘અસ્તિત્વ’ રૂપથી સ્વપર્યાયનો અને ‘નાસ્તિત્વ’’ રૂપથી ૫૨૫ર્યાયોનો વ્યપદેશ કરવામાં લેશમાત્ર લોકવ્યવહારનું અતિક્રમણ થતું નથી.
શંકા36) :
૨૯
નાસ્તિત્વ અભાવસ્વરૂપ છે. અભાવ તુચ્છરૂપ છે અને તુચ્છની સાથે સંબંધ કઈ રીતે હોય? કારણ કે, તુચ્છ વસ્તુ સમસ્ત શક્તિઓથી રહિત હોવાના કારણે તેમાં સંબંધશક્તિનો (બીજાની સાથે સંબંધ કરવાની શક્તિનો) પણ અભાવ જ છે.
તદુપરાંત, જો વિવક્ષિત વસ્તુમાં પરપર્યાયોનું નાસ્તિત્વ છે, તો વિવક્ષિત વસ્તુનો નાસ્તિત્વની સાથે સંબંધ ભલે હોય, પરંતુ પ૨૫ર્યાયોની સાથે સંબંધ કેવી રીતે હોઈ શકે? પટાભાવ સાથે સંબધ્ધ ઘટ, પટની સાથે સંબંધ ક૨વા માટે યોગ્ય બની શકતો નથી.
કહેવાનો આશય એ છે કે, જો ઘટમાં ૫૨૫ર્યાયોનું નાસ્તિત્વ છે, તો નાસ્તિત્વ નામના ધર્મથી ઘટનો સંબંધી માની શકાય છે, પરંતુ પરપર્યાયોની સાથે સંબંધ માની શકાતો નથી. જો પટનો અભાવ ઘટમાં રહે છે, તો પટના નાસ્તિત્વથી ઘટનો સંબંધ છે, પરંતુ તેનાથી પટની સાથે પણ ઘટનો સંબંધ કઈ રીતે હોઈ શકે ? અને એવા પ્રકારની પ્રતીતિ કોઈપણ સ્થળે જોવા પણ મળતી નથી અર્થાત્ જે પદાર્થનો અભાવ જેમાં દેખવા મળે, તે પદાર્થ પણ તેમાં દેખવા મળે એવી પ્રતીતિ થતી નથી. આથી વિવક્ષિત વસ્તુમાં પરપર્યાયોનો સંબંધ હોઈ શકતો નથી.
36. नास्तित्वमभावोऽभावश्च तुच्छरूपस्तुच्छेन च सह कथं सम्बन्धः, तुच्छस्य सकलशक्तिविकलतया सम्बन्धशक्तेरप्यभावात् । अन्यच्च यदि परपर्यायाणां तत्र नास्तित्वं, तर्हि नास्तित्वेन सह सम्बन्धो भवतु, परपर्यायैस्तु सह कथं सम्बद्धः, न खलु घटः पटाभावेन सम्बद्ध: पटेनापि सह सम्बन्धो भवितुमर्हति तथा प्रतीतेरभावात् ।
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો સમાધાન (7) :
તમારી શંકા બિલકુલ યોગ્ય નથી. કારણ કે, તમને સમ્યગુ વસ્તુતત્ત્વનું જ્ઞાન જ નથી. અમારો અભિપ્રાય તમે હવે બરાબર સમજી લો. નાસ્તિત્વ એટલે તે તે રૂપે પરિણમન ન થવું અને તે તે રૂપે અપરિણમન એ વસ્તુનો ધર્મ છે. આથી નાસ્તિત્વ રૂપ અભાવ એકાંતથી તુચ્છરૂપ નથી. આથી વસ્તુની સાથે તેનો સંબંધ થાય, તેમાં કોઈ દોષ નથી અને તેથી વાસ્તવિક ધર્મરૂપ નાસ્તિત્વનો વસ્તુની સાથે સંબંધ પણ સંગત થાય છે.
વળી વસ્તુનું તે તે રૂપે થતું પરિણમન, વસ્તુના તે તે પર્યાયને આશ્રયીને જ થાય છે. પરંતુ વસ્તુના તે તે પર્યાયને નિરપેક્ષપણે નહીં. જેમ કે, “જે જે પટાદિ ગત પર્યાય છે, તે તે રૂપમાં મારું પરિણમન ન થાય” - આવા પ્રકારના સામર્થ્યથી ઘટ તે તે (પટના) પર્યાયોની અપેક્ષા કરે છે, એવું સારી રીતે પ્રતીત થાય જ છે. અર્થાત્ એવું વિધાન પટાદિ પરપર્યાયોને આશ્રયીને જ કરાતું હોય છે. આથી સ્વની વિવક્ષામાં પરપર્યાયની અપેક્ષા રહે જ છે અને તેથી પરપર્યાયો પણ વિવક્ષિત વસ્તુ માટે ઉપયોગી હોવાથી જ તેનો ઘટના પર્યાયોના રૂપમાં વ્યપદેશ કરવામાં આવે છે. 37. तदेतदसमीचीनं, सम्यग्वस्तुतत्त्वापरिज्ञानात, तथाहि - नास्तित्वं नाम तेन तेन रूपेणाभवनमिष्यते तेन तेन रूपेणाभवनं च वस्तुनो धर्मः ततो नैकान्तेन तत्तुच्छरूपमिति न तेन सह सम्बन्धाभावः। तेन तेन रूपेणाभवनं च तं तं पर्यायमपेक्ष्यैव भवति नान्यथा, तथाहि - यो यः पटादिगत: पर्यायः तेन तेन रुपेण मया न भवितव्यमिति सामर्थ्याद् घटस्तं तं पर्यायमपेक्ष्यते इति सुप्रतीतमेतत्, ततस्तेन तेन पर्यायेणाभवनस्य तं तं पर्यायमपेक्ष्य सम्भवात्तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति व्यपदिश्यन्ते। एवंरूपायां च विवक्षायां पटोऽपि घटस्य सम्बन्धी भवत्येव, पटमपेक्ष्य घटे पटरुपेणाभवनस्य भावात, तथा च लौकिका अपि घटपटादीन् परस्परमितरेतराभावमधिकृत्य सम्बद्धान् व्यवहरन्तीत्यविगीतमेतत्, इतश्च ते पर्यायास्तस्येति व्यपदिश्यन्ते, स्वपर्यायविशेषणत्वेन तेषामुपयोगात्।
Page #48
--------------------------------------------------------------------------
________________
‘સ્યાદ્વાદ અનેકાંતવાદ’’
-
૩૧
તથા આવા પ્રકારની નિષેધની વિવક્ષામાં પટ પણ ઘટનો સંબંધી થાય જ છે. કારણ કે, પટને આશ્રયીને જ ઘટમાં પટરૂપથી અપરિણમનનો સદ્દભાવ હોય છે. અર્થાત્ ઘટ પટરૂપથી પરિણમિત થતો નથી, તેમાં પટનો સ્વપર્યાય જ કારણભૂત બનતો હોવાથી ઘટમાં પટરૂપથી અપરિણમન પટને આશ્રયીને જ હોય છે અર્થાત્ “ઘટ પટ નથી'' આવી વિવક્ષા પટને આશ્રયીને જ થાય છે તેમાં પટની અપેક્ષા હોય જ છે.
-
તદુપરાંત, વ્યવહારમાં ઘટ-પટાદિના પરસ્પરના ઈતરેતરાભાવના આશ્રયથી એક-બીજાના સંબંધીના રૂપમાં વ્યવહાર થાય છે. અર્થાત્ ‘‘ઘટ પટરૂપ નથી’’ કે ‘‘પટ ઘટરૂપ નથી’’ આ રીતે ઘટ-પટનો પરસ્પર અભાવ ઈતરેતરાભાવને નિમિત્ત બનાવીને લોકમાં ઘટ અને પટમાં નાસ્તિત્વ રૂપ સંબંધનો વ્યવહાર થાય છે. આથી અમારી વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે.
આથી પટાદિ પર્યાય પણ ઘટના સંબંધી જ છે તથા ૫૨૫ર્યાયોનું પ્રમાણ (અધિકૃત વસ્તુ ઘટના) સ્વપર્યાયોથી અનંતગણું છે. બંને પણ સ્વ૫૨૫ર્યાયો સર્વે દ્રવ્યોમાં પ્રાપ્ત થાય છે. સર્વે દ્રવ્યોનું સ્વપર્યાય અને પરપર્યાયના રૂપથી પરિણમન થાય છે.
વળી પૂર્વોક્ત વાતના સમર્થનમાં આચારાંગસૂત્રમાં કહ્યું છે કે, जो एगं जाणइ, से सव्वं जाणइ ।
जे सव्वं जाणइ, से एगं जाणइ ||
જે એક વસ્તુને સ્વ-૫૨ સર્વે પર્યાયોથી જાણે છે, તે નિયમથી સર્વવસ્તુઓને જાણે છે. કારણ કે, સર્વ વસ્તુના જ્ઞાન વિના વિવક્ષિત એક વસ્તુના સ્વ-પર પર્યાયના ભેદની ભિન્નતાથી સર્વપ્રકારથી જ્ઞાન થઈ શકતું નથી તથા જે સર્વને સર્વપ્રકારે સાક્ષાત્ જાણે છે, તે સ્વ-૫૨ પર્યાયના ભેદથી ભિન્ન એક વસ્તુને જાણે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ન્યાયાવતારતાત્પર્ય ટીકામાં પણ કહ્યું છે કે, ‘‘ફ્ળો ભાવ: સર્વથા યેન દૃષ્ટ:, सर्वे भावा: सर्वथा तेन दृष्टाः । सर्वे भावाः सर्वथा येन दृष्टाः, एको भावः सर्वथा तेन दृष्टः । ।
- જેના દ્વારા એક ભાવ સર્વથા (સર્વપ્રકારે) જોવાયો છે, તેના દ્વારા સર્વપ્રકારે સર્વભાવ જોવાય છે તથા જેના દ્વારા સર્વભાવ સર્વથા જોવાયા છે, તેના દ્વારા સર્વપ્રકારથી એક ભાવ દેખાયો છે.
આ રીતે કોઈપણ પદાર્થનું પૂર્ણ જ્ઞાન મેળવવા માટે તેના સ્વપર્યાયો અને પ૨પર્યાયો જાણવા આવશ્યક છે. તેથી વસ્તુના ૫૨૫ર્યાયો પણ ઉપયોગી જ છે.
આ પ્રમાણે સકલ વસ્તુ અનંતધર્માત્મક છે અને અનંતધર્માત્મક વસ્તુ પ્રમાણનો વિષય હોવાથી પ્રમેય છે. વસ્તુની ત્રયાત્મકતા :
અનંતધર્માત્મક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા (સ્થિરતા) - આ ત્રણથી યુક્ત હોય છે. વસ્તુને અનંતધર્મોવાળી માનીએ તો જ વસ્તુના ઉત્પાદાદિ ત્રણ સ્વભાવો સંગત થાય છે અન્યથા સંગત થતા નથી.
જગતના તમામ પદાર્થો ઉત્પન્ન થતા અને વિનાશ થતા જોવા મળે છે અને સ્થિર રહેતા પણ જોવા મળે છે. જેમ કે, (સુવર્ણનો) મુગુટ નાશ પામે છે અને હાર ઉત્પન્ન થાય છે અને બંને અવસ્થામાં સુવર્ણ સ્થિર રહે છે. આ રીતે જગતના તમામ પદાર્થો ઉત્પાદાદિ ત્રણથી યુક્ત છે(38)
38. वस्तुतत्त्वं चोत्पादव्ययध्रौव्यात्मकम् । तथा सर्वं द्रव्यात्मना नोत्पद्यते विपद्यते वा, परिस्फुटान्वयदर्शनात्। लूनपुनर्जातनखादिष्वन्वयदर्शनेन व्यभिचार इति न वाच्यम्, प्रमान बाध्यमानस्यान्वयस्यापरिस्फुटत्वात्। न च प्रस्तुतोऽन्वयः प्रमाणविरूद्धः, सत्यप्रत्यभिज्ञानसिद्धत्वात्। ‘“सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात्’।।
Page #50
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૩ ૩
પ્રત્યેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યાત્મક છે. તે આ પ્રમાણે - દરેક વસ્તુ દ્રવ્યરૂપે ઉત્પન્ન થતી નથી કે વિનાશ પામતી નથી. કારણ કે, (ક્ષણે ક્ષણે ભિન્ન પર્યાયો ઉત્પન્ન થતા અને નાશ થતા હોવા છતાં પણ તે દરેક ક્ષણોમાં) એક જ દ્રવ્ય સ્કુટ ઉપલબ્ધ થાય છે. શંકા :
નખ વગેરે કાપ્યા પછી પુનઃ વધે છે અને ફરીથી વધેલા નખ પહેલાંના નખ જેવા દેખાતા હોવા છતાં પણ તે વાસ્તવમાં પૂર્વના નખથી ભિન્ન હોય છે. એટલે અન્વયનું દર્શન થવા છતાં વાસ્તવમાં અન્વય નથી. તેથી જ્યાં “અન્વયનું દર્શન થાય છે, ત્યાં એક જ અન્વયી દ્રવ્ય હોય” આવા સિદ્ધાંતમાં વ્યભિચાર આવે છે. તેથી ભિન્ન-ભિન્ન પર્યાયોના અસ્તિત્વ વખતે પણ ત્યાં દ્રવ્યરૂપે વસ્તુ હાજર હોય છે “અર્થાત્ દ્રવ્યરૂપે વસ્તુ એક જ છે'' આ વાત તમારી ખોટી છે. સમાધાન :
તમે આપેલા નખના દૃષ્ટાંતમાં જે અન્વયનું દર્શન થાય છે, તે પરિસ્ફટ નથી. કારણ કે, પ્રમાણથી બાધિત છે. એક પણ પ્રમાણથી બાધિત ન હોય તે જ અન્વયદર્શન પરિસ્કુટ કહેવાય છે અને તેવું જ અન્વયદર્શન સ્થિર દ્રવ્યની સિદ્ધિ માટે નિયામક બને છે અને એવું પરિસ્કુટ અન્વયદર્શન પ્રમાણથી બાધિત પણ નથી. કારણ કે, તે
इति वचनात्। ततो द्रव्यात्मना स्थितिरेव सर्वस्य वस्तुनः। पर्यायात्मना तु सर्वं वस्तूत्पद्यते विपद्यते च, अस्खलितपर्यायानुभवसद्भावात्। न चैवं शुक्ले शङ्के पीतादि पर्यायानुभवेन व्यभिचार: तस्य स्खलद्रूपत्वात्। न खलु सोऽस्खलद्रूपो येन पूर्वाकारे विनाशाजहद्धृतोत्तराकारोत्पादाविनाभावी भवेत्। न च जीवादौ हर्षामर्षोदासीन्यादिपर्यायपरम्परानुभव: स्खलप: कस्यचित् बाधकस्याभावात्। (સાદ મરી)
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અન્વયદર્શન સત્ય પ્રત્યભિજ્ઞાન દ્વારા સિદ્ધ છે. એટલે કે, ભિન્ન-ભિન્ન પર્યાયો વખતે ‘આ તે જ છે'' આવા પ્રકારનું જે પ્રત્યભિજ્ઞાન થાય છે, તે સત્ય છે, અસત્ય નથી. કારણ કે, કોઈપણ પ્રમાણથી બાધિત થતું નથી. (જેમ કે મુગુટ પર્યાયનો નાશ થઈ તેનાથી ભિન્ન હાર પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે તે ભિન્ન-ભિન્ન પર્યાય વખતે ‘આ સુવર્ણ જ છે’’ આવા પ્રકારનું પ્રત્યભિજ્ઞાન સ્પષ્ટરીતે થાય જ છે.) આથી તમામ વસ્તુઓ દ્રવ્યરૂપે સ્થિર છે.
૩૪
પર્યાયની દૃષ્ટિએ સર્વવસ્તુઓ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. કારણ કે, પર્યાયોનો અસ્ખલિત અનુભવ થાય જ છે. જે વસ્તુમાં જે પર્યાયોનો પ્રમાણથી અસ્ખલિત (અબાધિત) અનુભવ થાય, તે વસ્તુ તે તે પર્યાયરૂપે ઉત્પન્ન અને નાશ થાય છે.
જો કે, સમ્દ શંખાદિમાં ચક્ષુદોષાદિના કારણે પીળા રંગના પર્યાયનો અનુભવ થાય છે, પરંતુ તે પ્રમાણથી બાધિત હોવાથી અસ્ખલિત નથી. તેથી ભ્રાન્તિજન્ય પીતપર્યાયનો શુક્લ શંખમાં અનુભવ થાય તેમાં વ્યભિચાર નથી.
અત્રે યાદ રાખવું કે, તે જ અનુભવ અસ્ખલન્દ્રૂપ (પ્રમાણથી અબાધિત) કહેવાય કે, જે પૂર્વસ્વરૂપના નાશ સહિત ઉત્તરાકારના ઉત્પાદના સ્વીકારને અવિનાભાવી હોય. અર્થાત્ વસ્તુના પૂર્વપર્યાયના નાશપૂર્વકના જ ઉત્તરપર્યાયનો અનુભવ અસ્ખલન્દ્રૂપ કહેવાય છે. સફેદ શંખમાં થતો પીત પર્યાયનો અનુભવ એવા પ્રકારનો નથી. કારણ કે, જે પીતપર્યાયનો અનુભવ થયો છે તે શુક્લપર્યાયના નાશપૂર્વકનો નથી. સફેદ પર્યાયનો નાશ થયા વિના જ ચક્ષુદોષાદિથી પીત પર્યાય દેખાયો છે, કે જે ભ્રાન્તિરૂપ છે.
જીવમાં જે હર્ષ, શોક, ઉદાસીનતાદિ પર્યાયોનો અનુભવ થાય
Page #52
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ'
૩ ૫
છે, તે અનુભવ અમ્બલદ્ છે. કારણ કે, તેને બાધક કોઈ પ્રમાણ નથી. તેવા જ પ્રકારે અનુભવમાં આવે છે. તેથી જીવ હર્ષાદિ પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેમ કહેવામાં દોષ નથી. શંકા 9) :
ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા પરસ્પર ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન હોય તો વસ્તુમાં સમાનકાળે તે ભિન્ન ધર્મો હોઈ શકે નહીં. તેથી વસ્તુને ત્રયાત્મક કેવી રીતે કહી શકાય? અર્થાત્ જો તે ધર્મો ભિન્ન હોય તો વસ્તુનું સ્વરૂપ ક્યાં તો ઉત્પાદરૂપ હોવું જોઈએ કે ક્યાં તો વિનાશરૂપ કે ક્યાં તો સ્થિરતારૂપ હોવું જોઈએ. પરંતુ ત્રયાત્મક કેવી રીતે હોઈ શકે ?
જો ઉત્પાદાદિ ત્રણે અભિન્ન હોય, તો પણ વસ્તુને ત્રયાત્મક કઈ રીતે કહી શકાય? ન જ કહી શકાય. કારણ કે, ત્રણે ધર્મો વચ્ચે કોઈ ભેદ ન હોવાથી તે એકરૂપ જ છે. આથી જ અન્ય સ્થળે કહ્યું છે કે, “જો ઉત્પાદાદિ પરસ્પર ભિન્ન હોય તો વસ્તુ ત્રયાત્મક કઈ રીતે હોઈ શકે અને જો પરસ્પર અભિન્ન હોય તો વસ્તુ ત્રયાત્મક કઈ રીતે હોઈ શકે ?' સમાધાન 40) :
ઉત્પાદાદિ ત્રણેના લક્ષણો કથંચિત્ ભિન્ન છે તેથી તેઓ પણ કથંચિત્ ભિન્ન છે. તેથી ઉત્પાદાદિ સર્વથા ભિન્ન ન હોવા છતાં કથંચિત્ 39. ननूत्पादादयः परस्परं भिद्यन्ते न वा? यदि भिद्यन्ते कथमेकं वस्तु त्रयात्मकम्? न भिद्यन्ते इति चेत् ? तथापि कथमेकं त्रयात्मकम्? तथा च - यद्युत्पादादयो भिन्नाः कथमेकं त्रयात्मकम्। अथोत्पादादयोऽभिन्नाः कथमेकं त्रयात्मकम्" इति चेत्? 40. तदयुक्तं, कथंचिद्भिवलक्षणत्वेन तेषां कथंचिद्भेदाभ्युपगमात्। तथाहि - उत्पादविनाशध्रौव्याणि स्याद् भिन्नानि भिन्नलक्षणत्वात्, रूपादिवदिति। न च भिन्नलक्षणत्वमसिद्धम्। असत आत्मलाभः, सत: सत्तावियोग: द्रव्यरूपतयानुवर्तनं च खलुत्पादादीनां परस्परमसंकीर्णानि लक्षणानि सकललोकसाक्षिकाण्येव। (स्याद्वाद मंजरी)
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ભિન્ન તો છે જ. આ ભિન્નતાને લક્ષ્યમાં રાખીને જ વસ્તુને ત્રયાત્મક કહેવામાં આવે છે.
ઉત્પાદાદિ પરસ્પર ભિન્ન છે, તેનો સાધક અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – ઉત્પાદાદિ ત્રણ કથંચિત્ ભિન્ન છે. કારણ કે, તેમના લક્ષણ ભિન્ન છે. જેમ કે, રૂપરસાદિ પરસ્પર ભિન્ન લક્ષણવાળા હોવાથી ભિન્ન છે. તેમ ઉત્પાદાદિ પણ ભિન્ન લક્ષણવાળા હોવાથી ભિન્ન છે. વળી ઉત્પાદાદિ ત્રણેના લક્ષણો ભિન્ન છે, તે વાત અસિદ્ધ નથી. કારણ કે, ત્રણેના લક્ષણો ભિન્ન જ છે. તે આ રીતે - ઉત્પાદ એટલે અસત્નો આત્મલાભ. અર્થાત્ પૂર્વે જે અવિદ્યમાન હતો, તેનો પ્રાદુર્ભાવ થવો તેને ઉત્પાદ કહેવાય છે. વિદ્યમાન સ્વરૂપની સત્તાના વિયોગને નાશ કહેવાય છે અને દ્રવ્યરૂપે અનુવર્તન (વિદ્યમાન રહેવું) તેને સ્થિરતા કહેવાય છે. આ રીતે ઉત્પાદાદિ ત્રણેનાં લક્ષણો ભિન્ન છે, તેથી વસ્તુ ત્રયાત્મક છે. શંકા 41) :
ઉત્પાદાદિ ત્રણના લક્ષણો પરસ્પર ભિન્ન હોવાથી તેઓ પણ પરસ્પર ભિન્ન થશે અને વસ્તુ ભિન્ન ધર્મોથી યુક્ત સંભવતી નથી, તેથી તે ત્રયાત્મક કઈ રીતે સિદ્ધ થશે? સમાધાન :
તમારી શંકા યોગ્ય નથી. કારણ કે, ઉત્પાદાદિ ત્રણ પરસ્પર નિરપેક્ષપણે ભિન્ન છે જ નહીં. કારણ કે, પરસ્પરનિરપેક્ષ વસ્તુઓ આકાશકુસુમની 41. न चामी भिनलक्षणा अपि परस्परानपेक्षाः, खपुष्पवदसत्त्वापत्तेः। तथाहि-उत्पादः केवलो नास्ति, स्थितिविगमरहितत्वात् कूर्मरोमवत्। तथा विनाश: केवलो नास्ति, स्थित्युत्पत्तिरहितत्वात्, तद्वत्। एवं स्थिति: केवला नास्ति, विनाशोत्पादशून्यत्वात्, तद्वदेव। इत्यन्योऽन्यापेक्षाणामुत्पादादीनां वस्तुनि सत्त्वं प्रतिपत्तव्यम्। तथा चोक्तम्-घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम्।शोकप्रमोदमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ।।१।। पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः। अगोरसव्रतं नोभे तस्माद् वस्तु त्रयात्मकम् /1ર (સ્થામંગરી)
Page #54
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૩૭
જેમ અસત્ બની જાય છે. કહેવાનો આશય એ છે કે, ઉત્પાદાદિ ત્રણ, લક્ષણની ભિન્નતાના કારણે કથંચિત્ ભિન્ન હોવા છતાં પણ પરસ્પર નિરપેક્ષ નથી. પરંતુ એકબીજાની અપેક્ષા રાખે છે.
ઉત્પાદાદિ ત્રણે પરસ્પર નિરપેક્ષ નથી, તેની સિદ્ધિ આ પ્રમાણે છે - (૧) કેવલ ઉત્પાદ સતું નથી. કારણ કે, નાશ અને સ્થિતિથી રહિત છે. જેમ કે, કાચબાની રૂંવાટી. (૨) કેવલ વિનાશ સત્ નથી. કારણ કે, ઉત્પાદ અને સ્થિતિથી રહિત છે. જેમ કે, કાચબાની રૂંવાટી. (૩) કેવલ સ્થિતિ સત્ નથી. કારણ કે, ઉત્પાદ અને નાશથી રહિત છે. જેમ, કે કાચબાની રૂંવાટી.
કહેવાનો આશય એ છે કે, જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે, તેની સ્થિતિ બની રહે છે અને કાલાંતરે એનો વિનાશ પણ થાય છે, એવો અનુભવ સૌ કોઈને થાય જ છે. તે જ રીતે જે પદાર્થની સ્થિતિ હોય છે, તે પદાર્થ ક્યારેક ઉત્પન્ન થયો હતો અને કાલાંતરે એનો વિનાશ પણ થતો દેખાય છે. તે જ રીતે જે પદાર્થનો નાશ થાય છે, તેની પૂર્વાવસ્થામાં ઉત્પત્તિ થયેલી જ હોય છે અને સ્થિતિ પણ હોય છે. આ પ્રકારે ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ પરસ્પર સાપેક્ષ છે. જો તેને પરસ્પર નિરપેક્ષ માનશો તો કાચબાની રૂંવાટીની જેમ અસત્ બની જશે. કારણ કે, કાચબાની રૂંવાટી ઉત્પન્ન થતી ન હોવાથી તેમાં સ્થિતિ અને વિનાશ દેખવા મળતા નથી. તે જ રીતે સ્થિતિ દેખવા મળતી ન હોવાથી ઉત્પાદ અને વિનાશ પણ અનુભવપથમાં આવતો નથી તથા વિનાશ થતો દેખાતો નહીં હોવાથી ઉત્પાદ અને સ્થિતિ પણ અનુભવપથમાં આવતી નથી. આથી ઉત્પાદાદિ ત્રણમાંથી બેની અસત્તાથી એકની અસત્તા સિદ્ધ થાય છે. તેથી ફલિત થાય છે કે ઉત્પાદાદિ ત્રણે પરસ્પર સાપેક્ષ છે. આ રીતે એક એક વસ્તુમાં ત્રણે સાથે રહે છે. તેથી વસ્તુ ત્રયાત્મક છે.
આથી જ આપ્તમીમાંસામાં કહ્યું છે કે.... ઘટ, મુકુટ અને
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સુવર્ણના અર્થી મનુષ્ય તેના નાશ, ઉત્પાદ અને સ્થિતિમાં અનુક્રમે શોક, પ્રમાદ અને મધ્યસ્થતાને ધારણ કરે છે. (અર્થાત્ સુવર્ણના ઘટનો અર્થી વ્યક્તિ જ્યારે સુવર્ણનો ઘટ તોડીને મુકુટ બનાવવાનો પ્રારંભ થાય છે, ત્યારે શોક કરે છે અને તે વખતે મુકુટનો અર્થી વ્યક્તિ પ્રમોદ કરે છે અને સુવર્ણની અર્થી વ્યક્તિ બંને અવસ્થામાં સુવર્ણ હેમખેમ રહેતું હોવાથી મધ્યસ્થતા ધારણ કરે છે, આથી શોકાદિ ક્રિયા સહેતુક સિદ્ધ, થાય છે. (અર્થાત્ ત્રણ ભિન્ન વ્યક્તિઓને એક સાથે થયેલા ત્રણ પ્રકારના (ભિન્ન) ભાવ વિનાશ, ઉત્પત્તિ અને સ્થિતિરૂપ ત્રણ અવસ્થાઓ વિના થઈ શકતા નથી. તેથી ત્રણ વ્યક્તિઓને થતા ભિન્ન ભિન્ન ત્રણ ભાવ, વસ્તુમાં રહેલા ત્રણ ધર્મોના કારણે થયા છે - તે સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે(42).
વસ્તુની ત્રયાત્મકતાની સિદ્ધિ કરવા માટે દર્શન સમુચ્ચય ગ્રંથની બૃહદ્રવૃત્તિમાં અનેક પ્રકારની યુક્તિઓ અને ઉદાહરણો આપ્યા છે, વિશેષ જિજ્ઞાસુઓને એનું અવલોકન કરવા ભલામણ અનેકાંતવાદમાં અન્યોએ આપેલા વિરોધાદિ દોષો(43) અને તેનો પરિહાર -
પૂર્વે જોયું કે, વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે અને વસ્તુમાં અનંતધર્મો રહેલા છે. આની સામે અન્યદર્શનકારોએ અનેકાંતવાદમાં વિરોધ વગેરે અનેક દોષો ઉપસ્થિત કર્યા છે. જૈનદર્શનકારોએ પ્રમાણ, યુક્તિ અને તર્કથી તે તમામ દોષોનું નિરાકરણ કર્યું છે. અહીં આપણે 42. वर्धमानकभङ्गे च रुचकः क्रियते यदा। तदा पूर्वार्थिन: शोक: प्रीतिश्चाप्युत्तरार्थिनः ।।२१ ।। हेमार्थिनस्तु माध्यस्थ्यं तस्माद्वस्तुत्रयात्मकम् ।।२२।।न नाशेन विना शोको नोत्पादेन विना सुखम्। स्थित्या विना न માધ્યäતેને સામાન્યનિત્યતા પારરૂા(મી.રત્નો.-૬૨૨) 43. ननु सत्त्वासत्त्वनित्यानित्याद्यनेकान्तो दुर्धरविरोधादिदोषविषमविषधरदष्टत्वेन कथं स्वप्राणान्धरयितुं ધીરતાં હયાતિ ( મુ...સ્સો.-૧ ૭)
Page #56
--------------------------------------------------------------------------
________________
સ્યાવાદ - અનેકાંતવાદ'
૩૯
અન્યોએ જે દોષો આપ્યા છે, તેમાં ક્રમશઃ એક-એક દોષ અંગે વિચારીને તેનું નિરાકરણ કરીશું. અનેકાંતમાં વિરોધ દોષનો આરોપવ4) :
અનેકાંતમાં વિરોધ દોષ બતાવતાં કહે છે કે... જો વસ્તુ સત્ હોય, તો તે જ વસ્તુ અસત્ કઈ રીતે હોય? તથા જો વસ્તુ અસત્ હોય, તો તે જ વસ્તુ સત્ કઈ રીતે હોય? - આ રીતે (સત્વ અને અસત્ત્વ વચ્ચે) વિરોધ છે. કારણ કે, સત્ત્વધર્મ અને અસત્ત્વધર્મ એકબીજાનો પરિહાર કરીને જ પોતાના અસ્તિત્વને ધારણ કરે છે. જેમ કે, શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ. અર્થાત્ જ્યાં શીતસ્પર્શ છે, ત્યાં ઉષ્ણસ્પર્શ નથી અને જ્યાં ઉષ્ણસ્પર્શ છે, ત્યાં શીતસ્પર્શ નથી. તે જ રીતે સત્ત્વ, અસત્ત્વધર્મનો પરિહાર કરીને પોતાનું અસ્તિત્ત્વ સિદ્ધ કરે છે અને અસત્ત્વ, સત્ત્વધર્મનો પરિવાર કરીને પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આથી જેમ શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને એક સાથે રહેવામાં વિરોધ છે, તેમ સત્ત્વ અને અસત્ત્વને એક સાથે વસ્તુમાં રહેવામાં વિરોધ છે.
તદુપરાંત, સત્ત્વ અને અસત્ત્વ એકબીજાનો પરિહાર કર્યા વિના સ્થિત હોય તો સત્ત્વ અસત્ત્વરૂપથી અને અસત્ત્વ સત્ત્વરૂપથી સ્થિત બની જશે. કારણ કે, બંને પોતાના અસ્તિત્વમાં એકબીજાનો પરિહાર કરતા ન હોવાથી બંનેમાં કોઈ વિશેષતા નહીં રહે. બંને એકરૂપ બની જશે. તેના યોગે “એક હાજર (ઉપસ્થિત) છે અને એક ગેરહાજર (અનુપસ્થિત)
44. યુદ્વ વસ્તુ સત્ તવેવ થમસ? મળ્યે સથમ ? ત વિરોધ:, સત્વીયો : परस्परपरिहारेण स्थितत्वात्, शीतोष्णस्पर्शवत्। यदि पुनः सत्त्वमसत्त्वात्मना असत्त्वं च सत्त्वात्मना व्यवस्थितं स्यात् तदा सत्त्वासत्त्वयोरविशेषात्प्रतिनियतव्यवहारोच्छेदः स्यात्। एवं नित्यानित्यादिष्वपि વાગ્યમ્ ?. (...મુ...સ્નો-૧ ૭)
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
છે” ઈત્યાદિ પ્રતિનિયત વ્યવહારનો પણ ઉચ્છેદ થઈ જશે. આ રીતે નિત્યત્વ-અનિત્યત્વ, અભિલાપ્યત્વ-અનભિલાષ્ઠત્વ આદિમાં પણ વિરોધ દોષ આવે છે તે પૂર્વની રીતે સમજી લેવું. વિરોધ દોષનો પરિહાર -
તમે આપેલો વિરોધ દોષ યોગ્ય નથી. કારણ કે, વિરોધ દોષના જેટલા પણ લક્ષણો છે તેમાંથી એકપણ લક્ષણ સંગત થતું નથી. વસ્તુમાં વિભિન્ન અપેક્ષાથી સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોની પ્રતીતિ થાય જ છે, તો પછી તે બંનેમાં વિરોધ કઈ રીતે આવી શકે? વિરોધ એમાં હોય છે કે, જે બે ની એકસાથે અનુપલબ્ધિ હોય. જેમ કે, વિધ્યા સ્ત્રીના ગર્ભમાં બાળક હોતું નથી, તેથી) વધ્યા સ્ત્રીના ગર્ભમાં બાળકનો વિરોધ હોય છે(45).
વળી એક જ વસ્તુમાં એક જ સમયે શીત અને ઉષ્ણ એક સાથે રહી શકતા નથી, તેથી તેમાં સહાનવસ્થાનરૂપ (એક સાથે નહિ રહેવારૂપ) વિરોધ આવે છે. પરંતુ સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ અને પરરૂપની અપેક્ષાએ અસત્ત્વને વસ્તુમાં રાખવાથી તેવા પ્રકારનો વિરોધ આવતો નથી.
કહેવાનો આશય એ છે કે, વસ્તુ જ્યારે શીત હોય, ત્યારે તેમાં ઉષ્ણની અનુપલબ્ધિ હોય છે અને વસ્તુ જ્યારે ઉષ્ણ હોય ત્યારે તેમાં 45. अत्रोच्यते। यदेव सत्तदेव कथमसदित्यादि यदवादि वादिवृन्दवृन्दारकेण तद्वचनरचनामात्रमेव, विरोधस्य प्रतीयमानयोः सत्त्वासत्त्वयोरसंभवात्, तस्यानुपलम्भलक्षणत्वात्, वन्ध्यागर्भे स्तनन्धयवत्। न च स्वरुपादिना वस्तुनः सत्त्वे तदैव पररुपादिभिरसत्त्वस्यानुपलम्भोऽस्ति, येन सहानवस्थानलक्षणो विरोध: स्यात्, शीतोष्णवत्। परस्परपरिहारस्थितिलक्षणस्तु विरोध एकत्राम्रफलादौ रुपरसयोरिव संभवतोरेव सत्त्वासत्त्वयोः स्यात्, न पुनरसंभवतो: संभवदसंभवतो। एतेन वध्यघातकभावविरोधोऽपि फणिनकुलयोर्बलवदबलवतो: प्रतीतः सत्त्वासत्त्वयोरशङ्कनीय एव, तयोः समानबलत्वात् मयूराण्डरसे નાનાવવા ( મુ.વ.4.શ્નો.-૧૭)
Page #58
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ'
શીતની અનુપલબ્ધિ હોય છે. પરંતુ વસ્તુમાં રહેલા સત્ત્વ અને અસત્ત્વ માટે તેવું નથી. કારણ કે, જો વસ્તુમાં જ્યારે સત્ત્વ રહેતું હોય ત્યારે તેમાં (કોઈપણ અપેક્ષાથી) અસત્ત્વની અનુપલબ્ધિ હોય છે, તો તે બંને વચ્ચે વિરોધ માની શકાય છે. પરંતુ એવું તો નથી. ઘટ જે સમયે ઘટ છે, તે સમયે પટ નથી. તેથી ઘટમાં ઘટસ્વરૂપની અપેક્ષાથી સત્ત્વ છે અને પટસ્વરૂપની અપેક્ષાથી અસત્ત્વ છે. તેથી બંનેને ભિન્ન-ભિન્ન અપેક્ષાથી એક વસ્તુમાં માનવામાં કોઈ વિરોધ નથી. પદર્શન સમુચ્ચયની બૃહવૃત્તિમાં વિરોધના તમામ લક્ષણો આપીને તે તમામ લક્ષણોની અપેક્ષાએ અનેકાંતમાં કોઈ વિરોધ નથી, તે વાતને યુક્તિપૂર્વક વિસ્તારથી સિદ્ધ કરેલ છે. વિશેષ જિજ્ઞાસુએ તેનું અવગાહન કરવું. અનેકાંતમાં સંશય અને અનવસ્થા દોષ નો આરોપ 46) -
વસ્તુની સત્ત્વ-અસત્ત્વાત્મકતાનો સ્વીકાર કરવામાં (અર્થાત્ વસ્તુને સત્ અને અસત્ ઉભય સ્વરૂપથી સ્વીકાર કરવામાં) “આ વસ્તુ સત્ છે. કે અસત્ છે' આવા પ્રશ્નમાં નિર્ણય થતો ન હોવાથી સંશયદોષ પેદા થાય છે.
(આ સંશય દોષને દૂર કરવા જઈશું તો બીજા તેવા જ દોષો આવે છે – તે આ પ્રમાણે – વસ્તુ જે અંશથી (સ્વરૂપથી) સત્ છે, (તે વસ્તુ) શું તે જ સ્વરૂપથી સત્ જ છે? કે સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોવાળી છે? - જો તમે “વસ્તુ જે સ્વરૂપથી સત્ છે, તે સ્વરૂપથી સત્ જ છે''
46. तथा सत्त्वासत्त्वात्मकत्वे वस्तुनोऽभ्युपगम्यमाने सदिदं वस्त्वसद्वेत्यवधारणद्वारेण निर्णीतेरभावात्संशय:२। तथा येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वम् यद्याद्यः पक्षः, तदा स्याद्वादहानिः। द्वितीये पुन: येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वमनवस्था। तथा येनांशेन भेदः तेन किं भेद एवाथ तेनापि भेदाभेद:? आद्ये मतक्षति: द्वितीयेरनवस्था। ( મુ...રસ્તો.૧ ૭)
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨.
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
- આવો પ્રથમપક્ષ કહેશો તો સ્યાદ્વાદની હાની થશે. કારણ કે, વસ્તુનું જે સ્વરૂપ સત્ છે, તે સ્વરૂપથી સત્ માનવાથી એકાંતવાદ થઈ જાય છે અને સર્વથા સત્ પક્ષ માનવાથી સ્યાદ્વાદ સિદ્ધાંત કઈ રીતે ટકી શકે?
જો બીજો પક્ષ “જે સ્વરૂપથી વસ્તુ સત્ છે, તે જ સ્વરૂપથી વસ્તુ સદસત્ હોય છે' - આવો બીજો પક્ષ સ્વીકારશો તો અનવસ્થા દોષ આવશે. કારણ કે, ત્યાં પણ પ્રશ્ન ઉપસ્થિત થયા કરશે કે, વસ્તુ જે રૂપથી સત્ છે, તે સ્વરૂપથી સત્ છે કે સદસત્ છે? જો સત્ છે તો સ્યાદ્વાદની હાની અને સદસ છે, તો તે જ પ્રશ્ન પુનઃ ઉપસ્થિત થશે. આ રીતે અપ્રામાણિક ધર્મોની કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવશે.
તે જ રીતે વસ્તુમાં જે સ્વરૂપથી ભેદ છે, તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદ છે કે ભેદભેદ છે? પ્રથમપક્ષમાં સ્યાદ્વાદની હાની છે અને દ્વિતીય પક્ષમાં અનવસ્થા દોષ આવે છે. સંશય અને અનવસ્થા દોષનો પરિહાર) :
તમે અનેકાન્તમાં જે સંશયદોષ આપ્યો છે તે યોગ્ય નથી. કારણ કે, વસ્તુમાં (સ્વરૂપની અપેક્ષાએ) સત્ત્વ અને (પરરૂપની અપેક્ષાએ) અસત્ત્વ
સ્પષ્ટપણે પ્રતીત થાય છે. તેથી સંશયદોષ નથી. અસ્પષ્ટ પ્રતીતિમાં જ સંશય દોષ આવે છે જેમ કે, કોઈ પ્રદેશમાં થવાવાળી “આ સ્થાણુ છે કે પુરૂષ છે” આવી ચલિત પ્રતીતિ અસ્પષ્ટ હોવાના કારણે સંશય કહેવાય છે. પરંતુ 47. तथा संशयोऽपि न युक्तः, सत्त्वासत्त्वयोः स्फूटरुपेणैव प्रतीयमानत्वात्। अदृढप्रतीतौ हि संशयः, यथा क्वचित्प्रदेशे स्थाणुपुरुषयोः। तथा यदुक्तं "अनवस्था" इति तदप्यनुपासितगुरोर्वचः, यतः सत्त्वासत्त्वादयो वस्तुनो एव धर्माः, न तु धर्माणां धर्माः, “धर्माणां धर्मा न भवन्ति' इति वचनात्। न चैवमेकान्ताभ्युपगमादनेकान्तहानिः, अनेकान्तस्य सम्यगेकान्ताविनाभावित्वात्, अन्यथानेकान्तस्यैवाघटनात् नयार्पणादेकान्तस्य प्रमाणादनेकान्तस्यैवोपदेशात्, तथैव दृष्टेष्टाभ्यामविरूद्धस्य तस्य व्यवस्थितेः। किं च, प्रमाणार्पणया सत्त्वेऽपि सत्त्वासत्त्वकल्पनापि भवतु। न च तत्र कश्चनापि दोषः। (षड्. સમુ..વૃશ્નિો . ૭)
Page #60
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ
૪
૩
જ્યાં સ્પષ્ટ પ્રતીતિ થતી હોય ત્યાં સંશય દોષ કહેવાય નહીં.
તથા અનવસ્થા દોષ આપ્યો છે તે પણ યોગ્ય નથી. કારણ કે, સત્ત્વ-અસત્ત્વ, નિત્ય-અનિત્ય આદિ વસ્તુના જ અનેક ધર્મો છે. પરંતુ તે ધર્મોના ધર્મ નથી. આથી શાસ્ત્રોમાં કહ્યું છે કે, ધર્મોના ધર્મ હોતા નથી. ધર્મ નિર્ધર્મક હોય છે. શંકા “ધર્મ ધર્મરૂપ જ છે” આવો એકાંત માનવામાં અનેકાંતની હાની થઈ જશે નહીં? સમાધાનઃ- “ધર્મ ધર્મરૂપ જ છે” આવો એકાંત માનવામાં અનેકાંતની હાની થતી નથી. કારણ કે, અનેકાંત સમ્યગૂ એકાંતને અવિનાભાવી હોય છે. અન્યથા (અર્થાત્ જો સમ્યગૂ એકાંત જ નથી, તો તેની સાથે નિયત સાહચર્ય રાખવાવાળો સમુદાયરૂપ) અનેકાંત પણ હોઈ શકે નહીં, તથા એકદેશવાચી નયની અપેક્ષાથી એકાંત અને સર્વદેશવાચી પ્રમાણની અપેક્ષાથી અનેકાંત માનવામાં આવેલ છે.
કહેવાનો આશય એ છે કે, જે એકાંત=એક ધર્મ વસ્તુના બીજા ધર્મોની અપેક્ષા રાખે છે પરંતુ બીજા ધર્મોનું નિરાકરણ કરતો નથી, તેને સમ્યગૂ એકાંત કહેવાય છે અને તે જ સુનયનો વિષય બને છે. જે એકાંત અન્ય ધર્મોનું નિરાકરણ કરે છે, તેને મિથ્યા એકાંત કહેવાય છે અને તે દુર્નયનો વિષય બને છે. સમ્યગૂ એકાંતોના સમુદાયોને જ અનેકાંત = અનેકાંત ધર્મવાળી વસ્તુ કહેવાય છે. તે અનેકાંતાત્મક વસ્તુ પ્રમાણનો વિષય બને છે) આ પ્રમાણે જ પ્રત્યક્ષ અને અનુમાનથી અવિરુદ્ધ વસ્તુની વ્યવસ્થા હોય છે.
વળી પ્રમાણની અપેક્ષાએ સત્ત્વમાં પણ સત્ત્વાસત્ત્વની કલ્પના કરવામાં આવે તેમાં અમને કોઈ વિરોધ નથી. કારણ કે, પ્રમાણની
Page #61
--------------------------------------------------------------------------
________________
४४
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
દષ્ટિથી તો સત્ત્વ પણ વસ્તુથી અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ જ છે. તેથી સત્ત્વમાં પણ સત્ત્વ-અસત્ત્વ ઉભયધર્મો માનવામાં કોઈ વિરોધ નથી. શંકા 48) :- આવી રીતે માનવાથી તો અનંતધર્મ માનવારૂપ અનવસ્થા આવશે. સમાધાન - તમે જે અનવસ્થા દોષ બતાવ્યો તે નિરર્થક છે. કારણ કે, અનંતધર્મોની કલ્પનારૂપ અનવસ્થા તો અનેકાંતની સાધક હોવાથી) અનેકાંતની ભૂષણ છે. દૂષણ નથી. કારણ કે, તેવા પ્રકારની અનંતધર્મોની કલ્પનારૂપ અનવસ્થા મૂલ અનેકાંતના સિદ્ધાંતની હાની કરતી નથી. પરંતુ ઉલ્ટાનું અનેકાંતની માન્યતાને ઉદ્દીપન કરવામાં સહાયક બને છે. જે કલ્પનાઓની પરંપરાઓ મૂલ વસ્તુની હાની કરે, તે જ કલ્પનાઓની પરંપરારૂપ અનવસ્થા દૂષણરૂપ છે. આ રીતે અનેકાંતમાં સંશય કે અનવસ્થા દોષ નથી. અનેકાંતમાં વૈયધિકરણ્ય દોષનો આરોપ 49) :
અનેકાંતમાં વૈયધિકરણ્ય દોષ આવે છે. કારણ કે, સર્વ ધર્મનું અધિકરણ અન્ય છે અને અસત્ત્વધર્મનું અધિકરણ અન્ય છે. કારણ કે, જેમાં સત્ત્વ છે, તેમાં અસત્ત્વ નથી, પરંતુ તેનાથી અન્યમાં જ અસત્ત્વ હોય છે. તેથી દૂષણ આવે છે. (બે વિરોધિ ધર્મો એક અધિકરણમાં રહી શકતા નથી, એ અપેક્ષાએ આ દોષ આપવામાં આવ્યો છે)
48. ननूक्तमनवस्थेति चेत्? न, यतः साप्यनेकान्तस्य भूषणं न तु दूषणं, अमूलक्षतिकारित्वेन प्रत्युतानेकान्तस्योद्दीपकत्वात्, मूलक्षतिकरी ह्यनवस्था दूषणम्। यदुक्तम्- “मूलक्षतिकरीमाहुरनवस्थां हि दूषणम्। वस्त्वानन्त्येऽप्यशक्तौ च नानवस्थापि वार्यते ।।१।।" तथा यथा यथा सत्त्वेऽपि सत्त्वासत्त्व-कल्पना विधीयते, तथा तथानेकान्तस्यैवोद्दीपनं नतु मूलवस्तुक्षतिः। (षड्.समु.बृ.व.श्लो.५७) 49. तथा सत्त्वस्यान्यदधिकरणमसत्त्वस्य चान्यदिति वैयधिकरण्यम् ४।
Page #62
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૪ ૫
વૈયધિકરણ્ય દોષનો પરિહાર(50) :
તમે આપેલો વૈયધિકરણ્ય દોષ પણ ઉચિત નથી. કારણ કે, નિબંધ પ્રત્યક્ષબુદ્ધિમાં સત્ત્વ અને અસત્ત્વ ધર્મ સમાનાધિકરણ પ્રતિભાસ થાય છે. એવા પ્રકારે એકત્ર ઉભયનો પ્રતિભાસ થતો હોય ત્યાં વૈયધિકરણ્ય દોષની કલ્પના કરવી ઉચિત નથી. કારણ કે, એક આંબાના ફલમાં રૂપ અને રસ સાથે રહેવા છતાં પણ રૂપ અને રસનું વૈયધિકરણ્ય માનવું પડશે. અર્થાત્ સત્ત્વ અને અસત્ત્વ ધર્મ એક જ વસ્તુમાં પ્રતીત થવા છતાં પણ તે બંનેમાં વૈયધિકરણ્ય માનશો તો એક જ ફલમાં રહેલા રૂપ અને રસમાં પણ વૈયધિકરણ્ય માનવું પડશે (કે જે કોઈને માન્ય નથી.) અનેકાંતમાં સંકર અને વ્યતિકર દોષનો આરોપ 1) :
(તમે જેનો વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોને કથંચિત્ અભિન્ન = તાદાસ્ય માનો છો, તેથી) જે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ છે, તે સ્વરૂપથી વસ્તુમાં સત્તાસત્ત્વ હશે. કારણ કે, તમે વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ ધર્મને કથંચિત્ અભિન્ન માનો છો. તેથી વસ્તુમાં બંને ધર્મોની એક સાથે પ્રાપ્તિ હોવાના કારણે સંકર દોષ આવે છે. કારણ કે “એક સાથે ઉભય ધર્મોની પ્રાપ્તિને સંકર કહેવાય છે” આવું સંકર દોષનું લક્ષણ સંગત થઈ જાય છે.
તદુપરાંત, (તમે જેનો વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોને કથંચિત્ અભિન્ન માનો છે તેથી) જે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ હશે, તે 50. तथा वैयधिकरण्यमप्यसत, निर्बाधकाध्यक्षबुद्धौ सत्त्वासत्त्वयोरेकाधिकरणत्वेन प्रतिभासनात्। न खलु तथाप्रतिभासमानयोर्वेयधिकरण्यं, एकत्र फले रूपरसयोरपि तत्प्रसङ्गात् ४। 51. તથા યેન પે સર્વ તેને સર્વમસર્વ વ ાવિતિ સંર:, “યુગડુમયાણ: સંર:'' इति वचनात् ५। तथा येन रुपेण सत्त्वं तेनासत्त्वमपि स्यात् येनासत्त्वं तेन सत्त्वमपि स्यादिति व्यतिकर:, "परस्परविषयगमनं व्यतिकरः इति वचनात् ६।
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
જ સ્વરૂપથી વસ્તુમાં અસત્ત્વ હશે જ અને જે સ્વરૂપથી વસ્તુમાં અસત્ત્વ હશે, તે જ સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ હશે જ. એનાથી વ્યતિકર દોષ આવે છે. કારણ કે, “એકબીજાના વિષયમાં ગમન કરવું તેને વ્યતિકર દોષ કહેવાય છે' - આવું વ્યતિકર દોષનું લક્ષણ એમાં સંગત થઈ જાય છે અર્થાત્ સત્ત્વના વિષયમાં અસત્ત્વ અને અસત્ત્વના વિષયમાં સત્ત્વ પહોંચી જાય છે. તેથી સ્પષ્ટપણે વ્યતિકર દોષ આવે છે. સંકર અને વ્યતિકર દોષનો પરિહાર-2) :
પૂર્વે આપેલા સંકર અને વ્યતિકર દોષ મેચકજ્ઞાનના દૃષ્ટાંતથી દૂર થઈ જાય છે. જેમ અનેક રંગોનો મિશ્રિત પ્રતિભાસ કરાવવાવાળું મેચકરત્નનું જ્ઞાન એક હોવા છતાં પણ અનેક પ્રકારનું કે અનેક સ્વભાવવાળું હોય છે. તે મેચકરનના જ્ઞાનમાં સંકર કે વ્યતિકર દોષ માનવામાં આવતો નથી. તે જ રીતે વસ્તુને સત્ત્વ-અસત્ત્વ આદિ અનેક ધર્મોવાળી માનવામાં સંકર કે વ્યતિકર દોષ આવતો નથી.
તદુપરાંત, જેમ મધ્યમા અને કનિષ્ઠ અંગુલીના સંયોગમાં (તે બંનેની અપેક્ષાએ વિચારીએ તો) એક અનામિકા આંગળીમાં એક સાથે
સ્વત્વ અને દીર્ઘત્વ ધર્મ આવે છે. છતાં પણ તેમાં સંકરાદિ દોષ માનવામાં આવતો નથી, તેમ વસ્તુની અનેકાંતાત્મકતામાં પણ સંકરાદિ દોષ નથી. અનેકાંતમાં વ્યવહારલોપ દોષનો આરોપ 53) :| સર્વ વસ્તુઓને અનેકાન્તાત્મક (અનેક ધર્મોવાળી) સ્વીકારવામાં 52. संकरव्यतिकरावपि मेचकज्ञानदृष्टान्तेन निरसनीयौ। यथा मेचकज्ञानमेकमप्यनेकस्वभावं, न च संकरव्यतिकरौ, एवमत्रापि। किं च यथाऽनामिकाया युगपन्मध्यमाकनिष्ठिकासंयोगे રસ્વતીર્થત્વે ન વ તત્ર સંસાવિતોષપોષ: પવમત્રપિા ( મુ.પૃ..7ો.૧ ૭) 53. तथा सर्वस्यानेकान्तात्मकत्वेऽङ्गीक्रियमाणे जलादेरप्यनलादिरुपता, अनलादेरपि जलरुपता, ततश्च जलार्थ्यनलादावपि प्रवर्तेत, अनलार्थी च जलादावपीति, ततश्च प्रतिनियतव्यवहारलोपः। (૫ સમુ..વું.નો.૧૭)
Page #64
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૪ ૭
પાણી આદિ પણ અગ્નિરૂપ બની જશે અને એનાથી જલનો અર્થી વ્યક્તિ અગ્નિ આદિમાં પણ પ્રવૃત્તિ કરશે અને અગ્નિનો અર્થી જીવ પાણી આદિમાં પણ પ્રવૃત્તિ કરશે. તેનાથી (જલનો અર્થી જલમાં જ પ્રવૃત્તિ કરે અને અગ્નિનો અર્થી અગ્નિમાં જ પ્રવૃત્તિ કરે, એવા) પ્રતિનિયત લોકવ્યવહારનો અપલોપ થઈ જશે. વ્યવહારલોપ દોષનો પરિહાર(4) -
તમે જે અનેકાંતમાં વ્યવહારલોપ દોષ આપ્યો છે તે યોગ્ય નથી. તમે જે “જલમાં પણ અગ્નિરૂપતાનો પ્રસંગ આવશે” ઈત્યાદિ કહ્યું હતું, તે પણ મહામોહરૂપ પ્રમાદમાં મસ્ત વ્યક્તિનો પ્રલાપ માત્ર જ છે. કારણ કે, જલાદિની સ્વરૂપની અપેક્ષાએ જ જલરૂપતા છે પરંતુ પરરૂપની અપેક્ષાએ જલરૂપતા નથી, કે જેથી જલાર્થી વ્યક્તિની અગ્નિ આદિમાં પ્રવૃત્તિ કરવાનો પ્રસંગ આવે.
વિશેષમાં, જગતની તમામ વસ્તુઓ સ્વ-પર પર્યાયોની અપેક્ષાએ સર્વાત્મક માની છે. અર્થાત્ જગતના તમામ પદાર્થો કોઈ વસ્તુ સાથે સ્વપર્યાયથી અને કોઈ વસ્તુ સાથે પરપર્યાયથી સંબંધ રાખે છે. તેથી કોઈકની સાથે અસ્તિત્વરૂપથી અને કોઈકની સાથે નાસ્તિત્ત્વરૂપથી સંબંધ હોવાથી સર્વવસ્તુઓ સર્વાત્મક માનવામાં આવે છે. અન્યથા વસ્તુનું સ્વરૂપ જ બની શકતું નથી. (અહીં યાદ રાખવું કે, પાણીનો પોતાની શીતલતા આદિની સાથે જે સ્વપર્યાયરૂપથી અસ્તિત્વાત્મક સંબંધ છે, તો અગ્નિ આદિની સાથે પરપર્યાયરૂપથી નાસ્તિત્વાત્મક સંબંધ છે. છતાં પણ પાણી 54. तथा यदप्यवादि "जलादेरप्यनलादिरुपता'' इत्यादि, तदपि महामोहप्रमादिप्रलपितप्रायं, यतो जलादेः स्वरुपापेक्षया जलादिरुपता न पररुपापेक्षया, न ततो जलार्थिनामनलादौ प्रवृत्तिप्रसङ्गः स्वपरपर्यायात्मकत्वेन सर्वस्य सर्वात्मकत्वाभ्युपगमात, अन्यथा वस्तुस्वरुपस्यैवाघटमानत्वात्। किंच, भूतभविष्यद्गत्या जलपरमाणनामपि भूतभाविवह्निपरिपेक्षया वह्निरुपताप्यस्त्येव। तथा તતો બ્રિપિતાપિ નાયિત થવા (પ મુ...પો. ૬ ૭)
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પાણીરૂપે સત્ છે, અગ્નિરૂપથી તો અસત્ છે. તેથી પાણીનો અર્થી જીવ અગ્નિમાં પ્રવૃત્તિ કરતો નથી.
તદુપરાંત, ભૂત-ભવિષ્યની અપેક્ષાએ જલપરમાણુઓમાં પણ ભૂતભાવિ વહ્નિ પરિણામની અપેક્ષાએ વહ્નિરૂપતા છે જ. (કહેવાનો આશય એ છે કે, પુદ્ગલ દ્રવ્યનું વિચિત્ર પરિણમન થાય છે. જે વર્તમાનમાં જલરૂપે હોય છે, તે ભવિષ્યમાં અગ્નિરૂપમાં પણ પરિણમન પામી શકે છે અને ભૂતકાળમાં તે અગ્નિરૂપ હતો એમ પણ કહી શકાય છે અને તે ભૂતભાવિ પર્યાયની અપેક્ષાએ જલમાં અગ્નિરૂપતા માનવામાં બાધ નથી.) વળી ગરમ કરેલા પાણીમાં કથંચિત્ અગ્નિરૂપતા સ્વીકાર કરવામાં આવી જ છે. અનેકાંતમાં પ્રમાણબાધા દોષનો આરોપ 55) :
કોઈક વાદ કહે છે કે, વસ્તુની અનેકાન્તાત્મકતાને સિદ્ધ કરવા માટે કોઈપણ પ્રત્યક્ષાદિ પ્રમાણોની સહાયતા મળતી નથી. તેથી અનેકાંતમાં પ્રમાણબાધા આવે છે. પ્રમાણબાધા દોષનો પરિહાર(56) :
જ્યારે સત્ત્વ અને અસત્ત્વ બંને પ્રત્યક્ષબુદ્ધિમાં સ્પષ્ટપણે પ્રતિભાસિત થતા હોય, ત્યારે એમાં તમે આપેલી) પ્રમાણબાધાનો પ્રસંગ ક્યાંથી આવે? પ્રત્યક્ષસિદ્ધ પદાર્થમાં અસંગતિનું નામનિશાન હોતું નથી. નહીંતર (અર્થાત્ પ્રત્યક્ષ સિદ્ધ પદાર્થમાં પણ અસંગતિ આવતી હોય તો) પ્રત્યેક સ્થળે પ્રમાણબાધાનો પ્રસંગ આવશે. એટલે અનેકાંતમાં પ્રમાણબાધા દોષ નથી. ભિન્ન-ભિન્ન અપેક્ષાએ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મો એક જ પદાર્થમાં રહી શકે છે, તે પ્રત્યક્ષસિદ્ધ જ છે. 55. તથા ૨ પ્રત્યક્ષાવિકમાણવાધ: (૫મુ..વૃત્તિો .૧૭) 56. प्रत्यक्षादिबुद्धौ प्रतिभासमानयोः सत्त्वासत्त्वयोः का नाम प्रमाणबाधा। न हि दुष्टेऽनुपपन्नं નામ, અન્યથા સર્વત્રા તત્પરા ( મુ....૧૭)
Page #66
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૪૯
અનેકાંતમાં અસંભવ દોષનો આરોપ?) :
વસ્તુની અનેકાન્તાત્મકતામાં પ્રમાણબાધા હોવાથી તાદશ વસ્તુ કોઈ પ્રમાણનો વિષય બનતી નથી. જે વસ્તુ પ્રમાણનો વિષય બનતી ન હોય, તે વસ્તુનો જગતમાં સંભવ જ નથી. કારણ કે, જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય, તે વસ્તુ કોઈ ને કોઈ પ્રમાણનો વિષય અવશ્ય બને જ છે. તેથી તાદશવસ્તુનો અસંભવ હોવાથી તાદશવસ્તુનો સ્વીકાર કરવાથી અસંભવ દોષ આવે છે. અસંભવદોષનો પરિહાર (58) :
સૌથી પ્રથમ તો પૂર્વે જણાવ્યા મુજબ અનેકાંતમાં પ્રમાણબાધા દોષ આવતો નથી અને પ્રત્યક્ષ સિદ્ધ પદાર્થના અભાવની કલ્પના કરવી સંભવિત નથી. કારણ કે, પ્રત્યક્ષસિદ્ધ પદાર્થનો અપલાપ કરવાથી અતિપ્રસંગદોષ અને પ્રમાણાદિ સર્વ વ્યવહારોનો લોપ થાય છે અને તેના યોગે જગતના સર્વે પદાર્થોના અભાવનો પ્રસંગ આવે છે. તેથી અનેકાંતમાં અસંભવદોષ પણ નથી.
આ રીતે અન્યવાદિઓએ અનેકાંત સિદ્ધાંતમાં જે દોષો આપ્યા છે, તે તદ્દન ખોટા છે તે સિદ્ધ થાય છે. આથી જગતના સર્વે પદાર્થોનું સ્વરૂપ અનેકાંતમય જ છે, તેમ સિદ્ધ થાય છે. અનુમાન પ્રમાણથી સ્યાદ્વાદ સિદ્ધાંતની પુષ્ટિ :
સ્યાદ્વાદ સિદ્ધાંત પ્રત્યક્ષસિદ્ધ છે તે આપણે પૂર્વ વિસ્તારથી જોયું જ છે. આ સિદ્ધાંત અનુમાનપ્રમાણથી પણ યુક્તિયુક્ત છે તે હવે બતાવાય છે. (આ ચર્ચા ષદર્શન સમુચ્ચય, બૃહવૃત્તિમાં કરી છે) 57. તતૐ તારાવસ્તુનો સંભવ વા ( મુ...સ્સો.૧૭) 58. प्रमाणप्रसिद्धस्य च नाभावः कल्पयितुं शक्यः, अतिप्रसङ्गात्, प्रमाणादिव्यवहारविलोपश्च સ્થાતિતિા (ષ સમુ...પત્નો.૧૭) -
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અનુમાન પ્રયોગ -
वस्तु अनंतधर्मकं प्रमेयत्वात् (प्रमाणविषयत्वात्)
- વસ્તુ અનંતધર્માત્મક છે. કારણ કે, તે પ્રમાણનો વિષય છે. (અનંત = ત્રિકાલ વિષયક અપરિમિત સહભાવી અને ક્રમભાવી સ્વપર પર્યાય જેમાં હોય છે, તે અનંતધર્માત્મક કહેવાય છે. જગતના સર્વે પદાર્થો અનંતધર્માત્મક છે.) જે અનંતધર્માત્મક નથી, તે પ્રમેય પણ નથી. જેમ કે આકાશકુસુમ. આ વ્યતિરેક વ્યાપ્તિથી વસ્તુની અનંતધર્માત્મકતા સિદ્ધ થાય છે. અહીં અન્વય દષ્ટાંતોનો પક્ષની કુક્ષીમાં જ સમાવેશ થતો હોવાથી અવયવ્યાપ્તિનો અયોગ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જૈનદર્શનમાં અન્યથા અનુપપત્તિ = અવિનાભાવરૂપ એક જ હેતુનું લક્ષણ છે તથા પક્ષમાં સાધ્ય અને સાધનના અવિનાભાવને ગ્રહણ કરવાવાળી અંતર્થાપ્તિના બલથી જ હેતુ સાધ્યને સિદ્ધ કરે છે. તેથી પૂર્વોક્ત અનુમાનમાં દૃષ્ટાંત આદિનું કોઈ પ્રયોજન નથી.
તદુપરાંત, પ્રમેયત્વ હેતુમાં અસિદ્ધિ, વિરૂદ્ધ, અનેકાન્તિક આદિ કોઈ દોષોનો અવકાશ નથી. કારણ કે, પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા સર્વે સચેતન-અચેતન વસ્તુ અનંતધર્માત્મક પ્રતીત થાય જ છે. સ્યાદ્વાદની અપક્ષપાતિતા :
સ્યાદ્વાદ સિદ્ધાંત અપક્ષપાતી છે. જ્યારે અન્યદર્શનો એકબીજાનો પરિહાર કરી વિરૂદ્ધ અર્થના સમર્થક હોવાના કારણે અન્યો પ્રત્યે મત્સરભાવને ધારણ કરે છે. આ જ વાતને સ્પષ્ટ કરતાં સ્યાદ્વાદ મંજરી ગ્રંથમાં જણાવ્યું છે કે,
अन्योऽन्यपक्षप्रतिपक्षभावात् यथा परे मत्सरिणः प्रवादाः। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ।।३०।।
Page #68
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૫
૧
અર્થઃ હે પ્રભુ પરવાદીઓ પરસ્પર પક્ષ-પ્રતિપક્ષભાવ ધરાવતા હોવાથી એકબીજા ઉપર મત્સરભાવ ધારણ કરે છે. પરંતુ તમારા સિદ્ધાંતો સર્વનયોને સમાન (અવિશેષ) રૂપે જોતા હોવાથી પક્ષપાતી નથી.
કહેવાનો આશય એ છે કે, અન્યવાદિઓ પોતાનાથી અન્ય વાદીના પક્ષનું હંમેશાં ખંડન કરતા હોય છે અને અન્ય પ્રત્યે મત્સરભાવને રાખે છે. જેમ કે, મીમાંસકો શબ્દને નિત્ય માને છે અને બોદ્ધો શબ્દને અનિત્ય માને છે. એટલે મીમાંસકોનો જે પક્ષ છે, તે બૌદ્ધોનો પ્રતિપક્ષ છે અને બૌદ્ધોનો જે પક્ષ છે, તે મીમાંસકોનો પ્રતિપક્ષ છે. બંને પરસ્પર પ્રતિપક્ષનું ખંડન કરે છે અને બીજા ઉપર મત્સરભાવ ધારણ કરે છે.
જ્યારે સ્યાદ્વાદ સિદ્ધાંત નયસાપેક્ષ વિચારણા કરીને બંને પક્ષોને સમાનરૂપે નિહાળે છે. તે શબ્દને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની દૃષ્ટિએ અનિત્ય માને છે. તેથી ભિન્ન-ભિન્ન નયોની અપેક્ષાએ વસ્તુઓનું અર્થઘટન કરીને પરસ્પરના વિરોધોનો પરિહાર કરે છે. તેની નયસાપેક્ષદૃષ્ટિ હોવાના કારણે કોઈપણ તેના માટે પ્રતિપક્ષ નથી અને તેથી તે કોઈના ઉપર મત્સરભાવ પણ ધારણ કરતો નથી.
આ રીતે સ્યાદ્વાદ અપક્ષપાતી છે. તે કોઈને એકાંતે ખોટા કે એકાંતે સાચા ઠેરવતો નથી. પરંતુ મધ્યસ્થ રહીને વસ્તુનું મૂલ્યાંકન કરે છે. સ્યાદ્વાદ દ્વારા સર્વ નયોની મૈત્રી :
જૈનદર્શનના સિદ્ધાંતો મત્સરભાવ વિનાના છે કેમ કે, અનેકાન્તવાદમય છે. અનેકાંતવાદ સર્વનયોના સમુહરૂપ છે અને નૈગમાદિ સર્વનયોને સમાનરૂપે જુએ છે અને સર્વેની અપેક્ષાને માન્ય રાખે છે. જેમ છુટા છુટા મોતીઓને એક દોરી જોડી આપે છે અને ત્યારે તે હાર કહેવાય છે, તેમ ભિન્ન-ભિન્ન અર્થવાળા નો સ્વાદ્વાદરૂપ દોરીથી ગુંથાવાના
Page #69
--------------------------------------------------------------------------
________________
૫ ૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કારણે “કૃતપ્રમા” નામને પામે છે. આથી સ્યાદ્વાદ દ્વારા સર્વનયોની મૈત્રી થાય છે(59). શંકા - નયો જ્યારે પોતાની રજુઆત કરતા હોય ત્યારે અન્ય નયના વિરોધી હોય, તો સર્વે નયો ભેગા થાય ત્યારે તેમની વચ્ચે મૈત્રી કેવી રીતે થઈ જાય? સમાધાન :- પરસ્પર વિરોધ રાખતા નયો પણ “ચાતુ' શબ્દના સંયોગથી પરસ્પરનો વિરોધ છોડીને એકબીજા સાથે મૈત્રી ધારણ કરે છે અને તેથી સ્યાદ્વાદ દ્વારા સર્વનયોની મૈત્રી થાય છે. તેથી સર્વનયરૂપ જૈનદર્શન સર્વદર્શનમય છે તેમ પણ કહી શકાય છે.
કહેવાનો આશય એ છે કે, પરદર્શનો એક-એક નયરૂપ છે અને જૈનદર્શન સર્વનયરૂપ છે. તેથી જૈનદર્શનને સર્વદર્શનમય કહેવામાં કોઈ વિરોધ નથી. આથી જૈનદર્શનને કોઈ દર્શન સાથે વૈર નથી. માત્ર તે તે દર્શનની તે તે વાતોને નયસાપેક્ષપણે સ્વીકારે છે અને તે દર્શનો પોતાની વાતો એકાંતે રજુ કરે છે, ત્યારે તેને તે દૂર રાખવાનું કામ કરે છે અને તેમના એકાંતમાં રહેલી ક્ષતિઓને પક્ષપાત વિના બતાવવાનું કાર્ય કરે છે. જેનદર્શનને સમુદ્રની ઉપમા :
જૈનદર્શન સર્વનયોના સમુહરૂપ છે. તેથી સમુદ્રરૂપ છે. અન્યદર્શનો એક નય૩પ છે તેથી નદી જેવા છે 59. मत्सरित्वाभावमेव - विशेषणद्वारेण समर्थयति - नयानशेषानविशेषमिच्छन् इति। अशेषान् = समस्तान् नयान् नैगमादीन, अविशेष = निविशेषं यथा भवति, एवम् इच्छन् = आकाङ्क्षन् सर्वनयात्मकत्वादनेकान्तवादस्य। यथा विशकलितानां मुक्तामणीनामेकसूत्रानुस्यूतानां हारव्यपदेशः, एवं पृथगभिसन्धीनां नयानां स्याद्वादलक्षणैकसूत्रप्रोतानां श्रुताख्यप्रमाणव्यपदेश इति। ननु प्रत्येकं नयानां विरुद्धत्वे कथं समुदितानां निर्विरोधिता? उच्यते। यथा हि समीचीनं मध्यस्थं न्यायनिर्णेतारमासद्य परस्परं विवादमाना अपि वादिनो विवादाद् विरमन्ति। एवं नया अन्योन्यं वैरायमाणा अपि सर्वज्ञशासनमुपेत्य स्याच्छब्दप्रयोगोपशमितविप्रतिपत्तय: सन्तः परस्परमत्यन्तं सुहृद्यावतिष्ठन्ते। एवं च सर्वनयात्मकत्वे भगवत्समयस्य सर्वदर्शनमयत्वमविरुद्धमेव, नयरुपत्वाद् दर्शनानाम्।
Page #70
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ”
૫ ૩
શંકા 60) - ભગવાનનું શાસન સર્વનયોના સમુહરૂપ હોવાથી સર્વદર્શનમય હોય, તો સર્વદર્શનોમાં જિનશાસન કેમ ઉપલબ્ધ થતું નથી. સમાધાન :- સમુદ્ર સર્વનદીમય છે. છતાં તે તે નદીઓમાં સમુદ્ર ઉપલબ્ધ થતો નથી. તેમ જૈનદર્શન સર્વદર્શનમય છે. છતાં તે તે પરદર્શનો વિભક્ત અવસ્થામાં હોય છે ત્યારે નદીસ્થાનીય તે પરદર્શનોમાં) જૈનશાસન ઉપલબ્ધ થતું નથી.
જેમ કે, જેનદર્શન નિત્યાનિત્યસ્વરૂપ વસ્તુને માને છે. તેથી તેવી વસ્તુની માન્યતામાં જૈનદર્શન દેખાય છે. પરંતુ વિભક્ત અવસ્થામાં અર્થાત્ એકાંત નિત્ય માન્યતામાં કે એકાંત અનિત્ય માન્યતામાં જૈન શાસન ઉપલબ્ધ થતું નથી. સ્યાદ્વાદ પ્રરૂપણાનો માર્ગ :
સ્યાદ્વાદ સિદ્ધાંત વસ્તુના સર્વાગીણ સ્વરૂપને પ્રકાશિત કરે છે તે આપણે વિસ્તારથી જોયું. કોઈપણ વિષયને સ્યાદ્વાદની દષ્ટિએ વર્ણવવામાં આવે તો જ તે યથાર્થ બને છે અને તેને યથોચિત ન્યાય મળે છે. તેથી કોઈપણ વિષયની પ્રરૂપણા કરતી વખતે સ્યાદ્વાદનો આશરો લેવો જરૂરી છે. આથી જ પ્રરૂપણાનો માર્ગ બતાવતાં સમ્મતિ તર્ક પ્રકરણમાં કહ્યું છે કે,
दव्वं खितं कालं भावं पज्जाय-देस-संजोगे।
भेदं च पडुच्च समा भावाणं पण्णावणपज्जा ।।३-६०।। અર્થ : (૧) દ્રવ્ય (પૃથ્વી વગેરે પદાર્થની મૂળજાતિ), (૨) ક્ષેત્ર (દ્રવ્યના જનક અવયવો અથવા દ્રવ્યના આધાર આકાશપ્રદેશ), (૩) કાલ 60. न च वाच्यं तर्हि भगवत्समयस्तेषु कथं नोपलभ्यते इति। समुद्रस्य सर्वसरित्मयत्वेऽपि विभक्तासु तासु अनुपलम्भात्। तथा च वक्तृवचनयोरैक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादा - उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ! दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः।।
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
(વર્તનાપર્યાય, સમય વગેરે) (૪) ભાવ (મૂલ, અંકુરો વગેરે સ્વરૂ૫), (૫) પર્યાય (રૂપ વગેરે સ્વભાવ), (૬) દેશ (મૂળ, પછી અંકુરો, પત્ર, થડ વગેરે ક્રમિક વિભાગ), (૭) સંયોગ (ભૂમિ, પાણી વગેરેનો સમુહ જે દ્રવ્ય અને પર્યાય ઉભયસ્વરૂપ છે), (૮) ભેદ (પ્રતિસમય થનારા વિવર્તા) : આ આઠ ભાવોને આશ્રયીને જીવ-અજીવ વગેરે દ્રવ્યોનો ભેદ થતે છતે જ સમાનપણે સર્વવસ્તુ વિષયક સ્યાદ્વાદરૂપ પ્રરૂપણાનો માર્ગ છે અર્થાત્ તે પ્રરૂપણાનો સાચો માર્ગ છે.
કહેવાનો આશય એ છે કે, કોઈપણ દ્રવ્યાનુયોગના વિષયોનું કે ધ્યાન, ચારિત્ર આદિ વિષયોનું નિરૂપણ કરવું હોય તો ઓછામાં ઓછી ઉપર જણાવેલ આઠ બાબતોને ધ્યાનમાં રાખીને નિરૂપણ કરાય તો તે વિશદ અને ભ્રાન્તિશૂન્ય બને છે. આથી વસ્તુના સ્વરૂપનું વિશદ નિરૂપણ કરવું હોય તો પણ સ્યાદ્વાદ સિદ્ધાંતનો જ આશરો લેવો જોઈએ. સ્યાદ્વાદ અભ્યાસની આવશ્યકતા :
પ.પૂ. આ.ભ. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી શ્રીસમ્મતિ તર્ક પ્રકરણમાં સ્યાદ્વાદ અભ્યાસની આવશ્યકતા જણાવતાં કહે છે કે,
चरणकरणपहाणा ससमयपरसमयमुक्कवावारा।
चरणकरणस्स सारं, निच्छयशुद्धं ण याणंति ।।३-६७।। ભાવાર્થ : ચરણસિત્તરી અને કરણસિત્તરીના આચારોને કાયા દ્વારા પાલન કરવામાં જેઓ તત્પર છે, તેવા આત્માઓ જો સ્વસમય (જેન આગમ) અને પરસમય (અન્યદર્શનના શાસ્ત્રો) માં જે જે ભાવો (પદાર્થો) નું વર્ણન કર્યું છે, તે સર્વેને જાણવાનો પુરૂષાર્થ કરતા નથી, બારીકાઈથી શાસ્ત્રજ્ઞાન પામવાનો પ્રયાસ કરતા નથી, તેઓ પોતાના દ્વારા પળાતી ચરણસિત્તરી અને કરણસિત્તરીના શુભ આચારોના સારભૂત નિશ્ચયશુદ્ધ મર્મને જાણતા નથી - પામતા નથી.
Page #72
--------------------------------------------------------------------------
________________
“સ્યાદ્વાદ - અનેકાંતવાદ''
૫ ૫
કહેવાનો આશય એ છે કે, જેઓ ચારિત્રનું પાલન કરે છે, પરંતુ સ્વસમય અને પરસમયમાં વર્ણવેલા પદાર્થોને જાણીને વસ્તુના પારમાર્થિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરતા નથી, તેમનું ચારિત્રનું પાલન નિશ્ચયશુદ્ધધર્મનું કારણ બનતું નથી. કારણ કે, સ્યાદ્વાદની રૂચિ પ્રગટ્યા વિના નિશ્ચયથી શુદ્ધ સમ્યગદર્શનને પામી શકાતું નથી અને શુદ્ધસમ્યગદર્શન વિના નિશ્ચયશુદ્ધધર્મ પામી શકાતો નથી.
જગતમાં અનેક મત-મતાંતરો પ્રવર્તે છે. ભિન્ન-ભિન્ન દર્શનો ભિન્ન-ભિન્ન સ્વરૂપે જગતના પદાર્થો અને સાધના માર્ગને સમજાવે છે. તેવા સમયે પદાર્થના યથાવસ્થિત સ્વરૂપને અને સાધનામાર્ગની તાત્વિક રૂપરેખાને જાણવી અત્યંત આવશ્યક છે. તે માટે સ્યાદ્વાદશૈલીથી અભ્યાસ કરવો અતિ જરૂરી છે. સ્યાદ્વાદશૈલીથી સ્વ-પર સમયને સમજવામાં આવે તો પદાર્થ વિષયક સર્વે ભ્રાન્તિઓનું ઉન્મેલન થાય છે અને પદાર્થનો સ્પષ્ટ અને સર્વાગીણ બોધ થાય છે. આથી સ્યાદ્વાદનો અભ્યાસ કરવો અતિ જરૂરી છે.
સ્યાદ્વાદ સિદ્ધાંત દરિયો છે. તેનું અવગાહન કરવા ખૂબ પરિશ્રમની જરૂર છે. અહીં પ્રાથમિક અભ્યાસુઓને સ્યાદ્વાદ સિદ્ધાંતનો આંશિક પરિચય પ્રાપ્ત થાય તે માટે વિભિન્ન ગ્રંથોમાં વર્ણવાયેલા સ્યાદ્વાદ વિષયને અહીં મારા ક્ષયોપશમ મુજબ પ્રસ્તુત કર્યો છે.
પ્રમાણ, નય અને સપ્તભંગી, સ્યાદ્વાદ સિદ્ધાંતના સ્તંભ છે. તેથી હવે પછીના પ્રકરણોમાં ક્રમશઃ પ્રમાણાદિનું નિરૂપણ કરીશું.
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
વસ્તુ અનંતધર્માત્મક છે. અનંતધર્માત્મક વસ્તુ પ્રમાણનો વિષય છે. (પ્રમાણ દ્વારા પ્રમેયનું જ્ઞાન થાય છે અને અનંતધર્માત્મક વસ્તુ પ્રમેય છે. આથી અનંતધર્માત્મક વસ્તુ પ્રમાણનો વિષય બને છે.)
પ્રમાણ સ્યાદ્વાદ સિદ્ધાંતનો ઉપષ્ટભક છે. પ્રમાણના સ્વરૂપ અને તેના પ્રકારો વિશે દરેક દર્શનોએ વિસ્તારથી વિચારણા કરી છે. આપણે અહીં જૈનદર્શન પ્રમાણનું સામાન્ય લક્ષણ શું માને છે? અને પ્રમાણના કેટલા પ્રકાર માને છે? તથા અન્યદર્શનો સાથે ક્યાં મતભેદ છે? તે અંગેની વિચારણા કરીશું. પ્રમાણ સામાન્યનું લક્ષણ :
સૌથી પ્રથમ પ્રમાણના સામાન્યલક્ષણને જોઈશું. સામાન્ય લક્ષણને જાણ્યા વિના વિશેષલક્ષણોનો બોધ થઈ શકતો નથી. દાર્શનિક જગતમાં પ્રમાણના સામાન્ય લક્ષણ અંગે ઘણી માન્યતાઓ પ્રવર્તે છે. જૈનદર્શને સ્યાદ્વાદ સિદ્ધાંતના સહારે પ્રમાણનું યથાર્થ સામાન્ય લક્ષણ જણાવ્યું છે. જૈનદર્શને જણાવેલા પ્રમાણના લક્ષણમાં કોઈપણ વ્યક્તિ દોષ આપી શકે તેમ નથી. જ્યારે અન્યદર્શનોએ પ્રમાણના જે સામાન્ય લક્ષણો આપ્યા છે, તેમાં ઘણી વિસંગતિઓ આવે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
૫૭
જેનતર્કભાષામાં પ્રમાણનું સામાન્ય લક્ષણ જણાવતાં કહે છે કે, स्वपरव्यवसायिज्ञानं प्रमाणम्(1), स्वम् आत्मा ज्ञानस्यैव स्वरुपमित्यर्थः, पर: तस्मादन्योऽर्थ इति यावत् तौ व्यवस्यति यथास्थितत्वेन निश्चिनोतीत्येवंशीलं स्वपरव्यवसायि।
- સ્વ અને પરનો વ્યવસાય (નિશ્ચય) કરાવનારા જ્ઞાનને પ્રમાણ કહે છે. “સ્વ” એટલે આત્મા અર્થાત્ જ્ઞાનનું જ સ્વરૂપ અર્થાત્ સ્વ એટલે જ્ઞાન. “પર” એટલે સ્વથી ભિન્ન “અર્થ(પદાર્થ)'. તે સ્વ-પર બંનેને યથાર્થરૂપથી નિશ્ચિત કરવાનો જેનો સ્વભાવ છે, તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે.
કહેવાનો આશય એ છે કે, સ્વ અને પરનો નિશ્ચય કરાવનારા જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. (અહીં “સ્વ” પદથી જ્ઞાન અર્થ કરવાનો છે) અર્થાત્ જે જ્ઞાન પોતાના સ્વરૂપનો અને પર(પદાર્થ) નો નિશ્ચય કરાવે તેને પ્રમાણ કહેવાય છે. - જ્યારે કોઈ જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન કોઈકને કોઈક વિષયનું જ થાય છે. પરંતુ એકલું જ્ઞાન કે એકલો વિષય (પરપદાર્થ) પ્રતીત થતો નથી. તદુપરાંત, જ્ઞાન અને વિષય બંને સાથે જ પ્રગટ થાય છે વળી જ્ઞાન વિના વિષય કે વિષય વિના જ્ઞાન પ્રતીત થતું નથી. ટૂંકમાં જ્ઞાન દીપકની જેમ પોતાને અને અન્યને એમ બંનેને પ્રકાશિત કરે છે. દીપક લાવવામાં આવે ત્યારે જેમ દીપક અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે, તેમ પોતાને પણ પ્રકાશિત કરે છે. તે જ રીતે જ્ઞાન જેમ અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે, તેમ પોતાને પણ પ્રકાશિત કરે છે. વળી જેમ દીપકને પ્રકાશિત કરવા માટે અન્ય કોઈની જરૂર પડતી નથી પરંતુ દીપક પોતે જ પોતાને પ્રકાશિત કરી દે છે, તેમ જ્ઞાનને પ્રકાશિત કરવા માટે અન્ય 1. સ્વપ૨વ્યવસાયરાનું પ્રમાણમ્ II૧-૨ (પ્રમાનિયતીત્તો:)
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કોઈની (જ્ઞાન આદિની) જરૂર પડતી નથી પરંતુ જ્ઞાન પોતે જ પોતાને પ્રકાશિત કરી દે છે.
આથી સ્વ-પરનો નિશ્ચય કરાવનારા જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. પ્રમાણના લક્ષણમાં જે પદો આપ્યા છે, તેની સાર્થકતા અને એના દ્વારા અન્યદર્શનના લક્ષણોનું ખંડન જૈનતર્કભાષા અને પ્રમાણનયતત્ત્વાલોકમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. સંક્ષેપરૂચિવાળા વાચકોને રસભંગ ન થાય તેથી તે વિચારણા એક સ્વતંત્ર પરિશિષ્ટમાં આપવામાં આવી છે. હવે પ્રમાણના મુખ્ય બે પ્રકાર બતાવે છે. પ્રમાણના બે પ્રકાર :
તદ્ દિમેતમ્ - પ્રત્યક્ષ, પરોક્ષ ર1 (નૈનતર્વાષા) પ્રમાણના બે પ્રકાર છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ પ્રત્યક્ષનું લક્ષણ બતાવતાં પ્રમાણનયતત્તાલોક ગ્રંથમાં કહ્યું છે કે... स्पष्टं प्रत्यक्षम् ।।२।।(3) अनुमानाद्याधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम्
અર્થ - સ્પષ્ટ (પરનિરપેક્ષ) જ્ઞાન જેનાથી થાય છે તેને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. એટલે કે સ્પષ્ટતાવિશ જે જ્ઞાન થાય છે તેને પ્રત્યક્ષ કહેવાય છે. અનુમાનાદિ પ્રમાણો દ્વારા જે નિયત વર્ણ, સંસ્થાન આદિ 2. તત્ દ્વિમેવું પ્રત્યક્ષ વ પરોક્ષ વ ાર-II (પ્રમાનિયતવાતોn:) 3. સ્વ-૫૨વ્યવસયિ જ્ઞાનં સ્પષ્ટ પ્રત્યક્ષમ્ IIષ મુકતો. ૫૧ ટી . अक्षम् इन्द्रियं प्रतिगतम् कार्यत्वेनाश्रितं प्रत्यक्षम्, अथवाऽश्नुते ज्ञानात्मना सर्वार्थान् व्याप्नोतीत्यौणादिकनिपातनात् अक्षो जीवः तं प्रतिगतं प्रत्यक्षम्। न च एवमवध्यादौ मत्यादौ च प्रत्यक्षव्यपदेशो न स्यादिति वाच्यम्, यतो व्युत्पत्तिनिमित्तमेवैतत्, प्रवृत्तिनिमित्तं तु एकार्थसमवायिनाऽनेनोपलक्षितं स्पष्टतावत्त्वमिति। स्पष्टता चानुमानादिभ्योऽतिरेकेण विशेषप्रकाशनमित्य તોષ: (નૈનતમHI)
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
પ૯
આકારોનું પ્રતિભાસન થતું નથી, તે આકારોનું પણ પ્રતિભાસન થવું તે જ પ્રત્યક્ષની અંદર રહેલું સ્પષ્ટત્વ છે.
કહેવાનો આશય એ છે કે, અનુમાનાદિ પ્રમાણો દ્વારા જે આકારાદિનું પ્રતિભાસન થતું નથી, તે સર્વેનું પ્રતિભાસન પ્રત્યક્ષ પ્રમાણથી થાય છે. પ્રત્યક્ષ પ્રમાણના બે પ્રકાર : પ્રત્યક્ષના બે પ્રકાર બતાવતાં પ્રમાણનયતત્તાલોકમાં કહ્યું છે કે,
તદ્ધિપ્રારમ્ - સાંવ્યાવહારિવં પારમાર્થિવં ચ ૨-૪૧) પ્રત્યક્ષના બે પ્રકાર : (૧) સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને (૨) પારમાર્થિક પ્રત્યક્ષ. સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું લક્ષણ :સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું લક્ષણ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે, __समीचीनो बाधारहितो व्यवहार : प्रवृत्तिनिवृत्तिलोकाभिलापलक्षण: संव्यवहारः, तत्प्रयोजनकं सांव्यावहारिकम् - अपारमार्थिकमित्यर्थ: यथा अस्मदादिप्रत्यक्षम्।
- પ્રવૃત્તિ, નિવૃત્તિ અને અભિશાપરૂપ જે બાધારહિત વ્યવહાર છે, તે સંવ્યવહાર છે. સંવ્યવહાર જેનું પ્રયોજન છે તે સાંવ્યાવહારિક કહેવાય છે. તે પારમાર્થિક નથી. જેમ કે, આપણા લોકોનું પ્રત્યક્ષ.
કહેવાનો આશય એ છે કે, ચક્ષુ આદિ ઈન્દ્રિયો દ્વારા જ્યારે વસ્ત્ર આદિને દેખે છે, ત્યારે તેને લેવા માટેની પ્રવૃત્તિ કરે છે. લેવા માટે પ્રવૃત્તિ રૂ૫ વ્યવહાર, વસ્ત્રના પ્રત્યક્ષનું પ્રયોજન છે. જે પદાર્થોમાં ઈષ્ટ તરીકેની સિદ્ધિ થાય છે, તે પદાર્થોને જોઈને લેવા માટેની પ્રવૃત્તિ થાય છે. જે પદાર્થ 4. તદ્ધિમાર સાંવ્યાવહારિવં પારમાર્થિ વા (.મુ.પો.-૫, ટીવા) प्रत्यक्षं द्विविधं - सांव्यावहारिकम् पारमार्थिकं चेति । (जैनतर्कभाषा)
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૦
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
અનિષ્ટનું સાધન છે, તેને જોઈને નિવૃત્તિ થાય છે. અગ્નિને બળતી જોઈને માણસ નિવૃત્ત થાય છે, આ વ્યવહાર નિવૃત્તિ કહેવાય છે. નિવૃત્તિ રૂપ વ્યવહાર અગ્નિના પ્રત્યક્ષનું પ્રયોજન છે. અન્યને જ્ઞાન આપવા માટે શબ્દોનો પ્રયોગ થાય છે, તેને અભિલાપ કહેવાય છે. પ્રવૃત્તિ, નિવૃત્તિ અને અભિલાપ રૂ૫ ત્રણ વ્યવહાર પ્રયોજન છે, એ કારણથી તે પ્રત્યક્ષ સાંવ્યાવહારિક કહેવાય છે.
ટૂંકમાં બાધા રહિત પ્રવૃત્તિ અને નિવૃત્તિ જેનું પ્રયોજન છે, તે સાંવ્યાવહારિક કહેવાય છે.
બાહ્ય ઈકિયાદિ સાધનોથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. આ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અપારમાર્થિક છે. કારણ કે, તે બાહ્ય ઈન્દ્રિય આદિની સામગ્રીને સાપેક્ષ હોય છે. અર્થાત્ સાંવ્યાવહારિક પ્રત્યક્ષને આત્મા સીધું ઉત્પન્ન કરતું નથી, પરંતુ ચક્ષુ આદિ ઈન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન કરે છે, તે કારણથી તે પરમાર્થરૂપ નથી.
વળી સાંવ્યાવહારિક પ્રત્યક્ષ વાસ્તવમાં “પરોક્ષ” જ છે, તે સિદ્ધ કરવા માટે જૈનતર્કભાષામાં અન્ય હેતુ બતાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે.
किञ्च, असिद्धानैकान्तिकविरूद्धानुमानाभासवत् संशयविपर्ययानध्यवसायसम्भवात् सङ्केतस्मरणादिपूर्वकनिश्चयसम्भवाच्च परमार्थत: परोक्षमेवैतत्।
અર્થ : વળી સાંવ્યાવહારિક પ્રત્યક્ષમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય થઈ શકે છે. તેથી તે પરોક્ષ છે. જે પરોક્ષ હોય છે, તેમાં સંશય આદિ થઈ શકે છે. અસિદ્ધ, અનેકાન્તિક અને વિરૂદ્ધ હેતુ અસતું હેતુ છે. તેનાથી જે જ્ઞાન થાય છે તે પરોક્ષ હોય છે અને એ જ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય હોય છે.
નિર્દોષ અનુમાનમાં સંકેતના સ્મરણને કરીને પછી નિશ્ચય થાય છે. તે જ રીતે સાંવ્યાવહારિક પ્રત્યક્ષમાં પણ સંકેતના સ્મરણ આદિથી
5. सांव्यावहारिकं बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वादपारमार्थिकमस्मदादिप्रत्यक्षम्।
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
નિશ્ચય થાય છે. તેથી તે પરમાર્થથી પરોક્ષ જ છે.
કહેવાનો આશય એ છે કે, (પ્રત્યક્ષ જ્ઞાન સ્પષ્ટ હોય છે અને પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ અસ્પષ્ટ હોય છે, તેથી અનેક વિશેષ ધર્મોનું જ્ઞાન થતું નથી, તે કારણથી તેમાં સંદેહ ઉત્પન્ન થાય છે. વિશેષ ધર્મોનું દર્શન ન થાય તો સંદેહની ઉત્પત્તિ થાય છે. વિશેષધર્મોનું દર્શન સંદેહની ઉત્પત્તિનું વિરોધી છે.
૬ ૧
વળી અસિદ્ધ અને અનેકાન્તિક આદિ હેતુઓથી જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે વિશેષ ધર્મોની પ્રતીતિ થતી નથી, તેથી તેમાં સંદેહ ઉત્પન્ન થાય છે. વિપરીત એક કોટીનો પ્રતિપાદક દોષ જ્યારે થાય છે ત્યારે ભ્રમ થાય છે.
પારમાર્થિક પ્રત્યક્ષ વસ્તુઓના સ્વરૂપને યથાર્થ રૂપથી પ્રકાશિત કરે છે અને અનેક વિશેષ ધર્મોને સ્પષ્ટ રૂપથી બતાવે છે. તેથી એ જ્ઞાનમાં સંદેહ અને ભ્રમની ઉત્પત્તિ થતી નથી.
બાહ્ય ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થયેલા સાંવ્યાવહારિક પ્રત્યક્ષમાં સંદેહ અને ભ્રમ ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે.
એક વસ્તુમાં અનેક ધર્મો રહે છે. તેમાંથી વિશેષ ધર્મોનું જ્ઞાન થતું નથી, તેથી અનેકવાર કોઈક વિશેષ ધર્મોના વિષયમાં સંદેહ અને ભ્રમ થઈ જાય છે. તેથી ‘સાંવ્યાવહારિક પ્રત્યક્ષ' પરમાર્થથી પરોક્ષ જ છે.
વળી નિર્દોષ હેતુઓથી જ્યારે કોઈ નિશ્ચય થાય છે, ત્યારે સંકેતનું સ્મરણ આદિ કરીને થાય છે. સાંવ્યાવહારિક પ્રત્યક્ષમાં પણ પહેલાં સંકેતનું સ્મરણ આદિ ઉત્પન્ન થાય છે અને પછી નિશ્ચય થાય છે, તે કારણથી સાંવ્યાવહારિક પ્રત્યક્ષ નિર્દોષ અનુમાનની સમાન પરોક્ષ છે.) પારમાર્થિક પ્રત્યક્ષ :
पारमार्थिकं त्वात्मसंनिधिमात्रापेक्षमवध्यादि प्रत्यक्षम् । (षड्. समु.)
માત્ર આત્માથી ઉત્પન્ન થતા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય
Page #79
--------------------------------------------------------------------------
________________
૬ ૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
છે. અર્થાત્ ચક્ષુ આદિ ઈન્દ્રિય અને મનથી નિરપેક્ષપણે માત્ર આત્માથી ઉત્પન્ન થતા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. જેમ કે, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન. સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર :
સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર જણાવતાં પ્રમાણનયતત્તાલોકમાં કહ્યું છે કે,
तत्राऽऽद्यं द्विविधम् - इन्द्रियनिबन्धनमनिन्द्रियनिबन्धनं च।
- સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે પ્રકાર છે. (૧) ચક્ષુ આદિ ઈન્દ્રિયથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અને (૨) અનિદ્રિય (મન) થી ઉત્પન્ન થયેલું જ્ઞાન.
જે જ્ઞાનોમાં ઈન્દ્રિય મુખ્યરૂપથી કારણ છે, તેમાં મન સહકારી કારણ હોય છે. મન વિના કેવળ ઈન્દ્રિયથી રૂ૫ આદિ વિષયોનું પ્રત્યક્ષ થઈ શકતું નથી. પરંતુ મન ગૌણ કારણ હોવાથી ચક્ષુ આદિથી જન્ય પ્રત્યક્ષને મનથી જન્ય કહેવાતું નથી.
જેમ કે, અંકુરની ઉત્પત્તિમાં ક્ષેત્ર, પાણી, આતપ અને બીજાદિ કારણ છે. પરંતુ અંકુર જે પ્રકારના બીજથી ઉત્પન્ન થાય છે, તે બીજથી તેનો વ્યવહાર થાય છે, જેમ કે ઘઉના અંકુરા, જુવારના અંકુરા આદિ. આ મુખ્ય વ્યવહાર છે. પરંતુ પાણીના અંકુર કે ક્ષેત્રના અંકુર એવા પ્રકારે બોલાતું નથી. અંકુરમાં ભેદ બીજના કારણે થાય છે. ઘઉંના બીજ હોય તો ઘઉના અંકુર થાય છે અને જુવારના બીજ હોય તો જુવારના અંકુર થાય છે. પાણી કે ક્ષેત્ર આદિના કારણે અંકુરમાં ભેદ થતો નથી. તેથી 6. સાંવ્યાવહારિવં તેયા, વસુરાહીન્દ્રિયનિમિત્તે મનોનિમિત્તે ર (...શ્નો.-૧૧) एतच्च द्विविधम् - इन्द्रियजम्, अनिन्द्रियजं च। तत्रेन्द्रियजं चक्षुरादि जनितम्, अनिन्द्रियजं च मनोजन्यं। यद्यपीन्द्रियजज्ञानेऽपि मनो व्यापिवर्ति, तथापि तत्रेन्द्रियस्यैवासाधारणकारणत्वाददोषः। (નૈનત ભાષા)
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
૬૩
અંકુરની ઉત્પત્તિમાં બીજ મુખ્ય કારણ છે અને ક્ષેત્ર, પાણી આદિ સહકારી કારણ છે. તે જ રીતે જ્યારે જ્ઞાન ઈન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે ત્યારે મન કારણ હોય છે, પરંતુ સહકા૨ી કારણ હોય છે. મનના કારણે જ્ઞાનમાં ભેદ પડતો નથી. ચક્ષુ, શ્રોત્ર આદિ ના કારણે જ્ઞાનમાં ભેદ પડે છે તેથી એ જ્ઞાનમાં ઈન્દ્રિય અસાધારણ કારણ હોય છે. તેથી ઈન્દ્રિય) દ્વારા ઉત્પન્ન જ્ઞાન ઈન્દ્રિયજન્ય જ કહેવાય છે.
હવે બંને પ્રકારના સાંવ્યાવહારિક પ્રત્યક્ષના બે ભેદ જણાવતાં જૈનતર્કભાષા ગ્રંથમાં જણાવ્યું છે કે,
द्वयमपीदं मतिश्रुतभेदाद् द्विधा । तत्रेन्द्रियमनोनिमित्तं श्रुताननुसारि ज्ञानं મતિજ્ઞાનમ, શ્રુતાનુસારિ = શ્રુતજ્ઞાનમ્। આ બંને પ્રકા૨નું ઈન્દ્રિયજન્ય અને અનિન્દ્રિયજન્ય જ્ઞાન, મતિ અને શ્રુત એમ બે પ્રકારનું છે. જે જ્ઞાન ઈન્દ્રિય અને મન બંને નિમિત્તોથી ઉત્પન્ન થાય છે, પરંતુ શ્રુતનું અનુસરણ કરતું નથી, તે ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન છે અને જે જ્ઞાન ઈન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થાય છે, પરંતુ સાથે શ્રુતની સહાયતા લે છે તે ઈન્દ્રિયજન્ય શ્રુતજ્ઞાન છે.
એ જ રીતે મન દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જો શ્રુતનું અનુસરણ ન કરે તો અનિન્દ્રિયજન્ય મતિજ્ઞાન છે અને મનથી ઉત્પન્ન 7. इन्द्रियं द्विविधं, द्रव्येन्द्रिय-भावेन्द्रियभेदात्, द्रव्येन्द्रियं द्विविधं निवृत्तीन्द्रियोपकरणेन्द्रियभेदात्, निवृत्तीन्द्रियं द्विविधं, बाह्याभ्यन्तरभेदात्, तत्र बाह्यप्रत्यक्षेण परिदृश्यमानं कर्णशष्कुल्याद्यनेकप्रकारम्, आन्तरं - कदम्बपुष्पाद्याकारम् । उपकरणेन्द्रियं - आभ्यन्तरनिवृत्तीन्द्रियस्थितं स्वस्वविषयग्रहणशक्तिरुपं, यस्मिन् उपहते निवृत्तीन्द्रियसत्त्वेऽपि विषयग्रहणं न भवति तत् ।
भावेन्द्रियमपि द्विविधं, लब्ध्युपयोगभेदात्, तत्र लब्धीन्द्रियं - इन्द्रियावरणक्षयोपशमापरपर्यायार्थग्रहणशक्तिरुपम्। अर्थग्रहणव्यापाररुपमुपयोगेन्द्रियम्। चक्षुषोऽप्राप्यप्रकाशकारित्वम्, अन्येषामिन्द्रियाणां तु प्राप्यप्रकाशकारित्वमिति ।
मनोऽपि द्रव्यभावभेदाद् द्विविधं अप्राप्यप्रकाशकारि चास्ति इति ।
Page #81
--------------------------------------------------------------------------
________________
६४
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
જે જ્ઞાન શ્રુતની સહાયતા લે છે, તે અનિદ્રિયજન્ય શ્રુતજ્ઞાન છે.
ઈન્દ્રિયજન્ય અને અનિદ્રિયજન્ય (મતિજ્ઞાન) ના ચાર પ્રકાર જણાવતાં પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથમાં જણાવ્યું છે કે,
"एतद्वितयमवग्रहेहावाय-धारणाभेदादेकश्चतुर्विकल्पकम् ।।२-६।। મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકાર :
- ઈન્દ્રિયનિબંધન અને અનિયિનિબંધન (મતિજ્ઞાનના) જ્ઞાનના ચાર પ્રકાર છે - (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય અને (૪) ધારણા.
અવગ્રહાદિનું સ્વરૂપ જણાવતાં પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથમાં જણાવ્યું છે કે, "विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तरसामान्या कारविशिष्टवस्तुग्रहणमवग्रहः ।।२-७।। अवगृहीतार्थविशेषाकाङ्क्षणमीहा ॥२-८।। હિતવિશેષનિયોડવાય: ર-ાાસાવ દૃઢતમવિસ્થાપન્ન થાર થાર-૨૦|
- (વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, તે) સામાન્યવિશેષાત્મક વસ્તુ અને ઈન્દ્રિયોનો સંનિપાત (સંપર્ક) થતાં તે પછી જે દર્શન (નિરાકાર જ્ઞાન-સામાન્યજ્ઞાન) થાય છે અને તે નિરાકાર જ્ઞાનથી સત્તા-સામાન્યાદિના અવાંતર મનુષ્યત્વ, ઘટવ આદિ વિશેષોથી વિશિષ્ટ વસ્તુને ગ્રહણ કરનારું પ્રથમ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને અવગ્રહ કહેવાય છે. અર્થાત્
આ મનુષ્ય છે”, “આ ઘટ છે” ઈત્યાદિ અવાંતર વિશેષોથી વિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય છે, તે અવગ્રહ કહેવાય છે.
અવગ્રહથી ગ્રહણ કરેલા વિષયમાં (પદાર્થમાં) વિશેષ નિર્ણય માટેની જે આકાંક્ષા થાય તેને ઈહા કહેવાય છે. અર્થાત્ અવગ્રહથી સામાન્ય ઘટને જાણી લીધા બાદ “એ ઘટ અમદાવાદનો છે કે વાપીનો છે?” એવો સંશય થાય છે. સંશયના કારણે તે ઘટ વિશે વિશેષ જાણવાની આકાંક્ષા ઉભી થાય છે કે “આ ઘટ અમદાવાદનો હોવો જોઈએ” - આવી સંભાવના વિષયક જ્ઞાનને ઈહા કહેવાય છે.
ઈહાની પછી ઈહા દ્વારા સંભાવિત વિશેષ પદાર્થનો નિર્ણય કરવો તેને અપાય કહેવાય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
નિર્ણિત થયેલા વિષય (પદાર્થ) ની (કાલાંતરમાં) થવાવાળી સ્મૃતિમાં જે હેતુ બને, તેને ધારણા કહેવાય છે. અર્થાત્ નિર્ણિત થયેલો પદાર્થ અત્યંત દઢ અવસ્થાને પ્રાપ્ત કરે (કેટલોક કાળ સ્થિર રહે) તેને ધારણા કહેવાય છે(8).
આ રીતે સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું લક્ષણ પૂર્ણ થાય છે. પારમાર્થિક પ્રત્યક્ષનું સ્વરૂપ :
પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ બતાવતાં પ્રમાણનયતત્તાલોકમાં કહ્યું છે કે, पारमार्थिकं पुनरुत्पत्तावात्ममात्रापेक्षम् ।।२-१८।। તત્ વિવેનં સર્વત્ત રાાર-૨૨ા.
- જેની ઉત્પત્તિમાં માત્ર આત્માની જ અપેક્ષા હોય છે, તે જ્ઞાનને પારમાર્થિક જ્ઞાન કહેવાય છે. અર્થાત્ ઈન્દ્રિય-મન આદિની અપેક્ષા વિના માત્ર આત્માથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. તેના વિકલ અને સકલ એમ બે ભેદ છે અર્થાત્ અસમગ્ર વિષયક વિકલ જ્ઞાન અને સમગ્ર વિષયક સકલ જ્ઞાન એમ બે ભેદ છે.
વિકલજ્ઞાનના ભેદ અને તેનું સ્વરૂપ બતાવતાં પ્રમાણનયતત્તાલોકમાં કહે છે કે,
તત્ર વિ7મર્વાદ-મન:પર્યાયજ્ઞાન તથા ઘા ઘર-૨૦ ના
अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं रुपिद्रव्यગોવરમણિજ્ઞાનમ ાર-૨IT 8. इदमत्र सूत्रचतुष्टयस्य तात्पर्यम् - इन्द्रियविषयसनिपातानन्तरं प्रथमम् “अस्ति किञ्चिद्'' इत्याकारं निराकारं ज्ञानमुत्पद्यते, तद् दर्शनमित्यभिधीयते, तादृशदर्शनानन्तरं मनुष्यत्वाद्यवान्तरसामान्याकार-विशिष्टम्-'अयं मनुष्यः' इत्याकारकं यज्ज्ञानमुत्पद्यते सोऽवग्रह इत्युच्यते, तदनन्तरम् “अनेन कान्यकुब्जेन भवितव्यम्' इत्याद्याकारं विशेषाऽऽकाङ्क्षणमीहाज्ञानं भवति, तत: 'अयं कान्यकुब्ज एव' इत्याकारकं निश्चयात्मकं ज्ञानमुन्मज्जति सोऽवायः, स एवावायः सादरस्य प्रमातुः किञ्चित् कालं तिष्ठन् धारणेत्यभिधीयते। (प्रमाणनयतत्त्वालोकटिप्पनकम्)
Page #83
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
संयमविशुद्धिनिबन्धना विशिष्टाऽऽवरणविच्छेदाब्जातं मनोद्रव्यपर्यायालम्बनं મન:પર્યાયજ્ઞાનમ્ ા૨-૨૨ પારમાર્થિક પ્રત્યક્ષમાં વિકલજ્ઞાન બે પ્રકારનું છે. (૧) અવધિજ્ઞાન અને (૨) મન:પર્યાયજ્ઞાન.
અવધિજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું ભવપ્રત્યયિક કે ગુણપ્રત્યયિક જે રૂપિ દ્રવ્ય વિષયક જ્ઞાન છે તે અવધિજ્ઞાન કહેવાય છે. (અર્થાત્ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી દેવોને આત્માથી જે રૂપિ દ્રવ્યોનું જ્ઞાન થાય છે તેને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે અને મનુષ્યોને સમ્યગ્દર્શનાદિ ગુણોની શુદ્ધિથી આત્મા દ્વારા જે રૂપિ દ્રવ્યોનું જ્ઞાન થાય છે તેને ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે.)
ચારિત્રની વિશુદ્ધિથી જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી મનોદ્રવ્યના પર્યાય વિષયક જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. અર્થાત્ ચારિત્રની વિશુદ્ધિથી મન:પર્યાયજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે અને તેનાથી મનોદ્રવ્યના પર્યાય વિષયક જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને મન:પર્યાયજ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાનના ૬ પ્રકાર છે : (૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમન, (૫) અનવસ્થિત (પ્રતિપાતી), (૬) અવસ્થિત (અપ્રતિપાતી). 9. अनानुगामिकं, आनुगामिकं, हीयमानकं, वर्धमानकं, अनवस्थितं, अवस्थितमिति। तत्रानानुगामिकं यत्र क्षेत्रे स्थितस्योत्पनं ततः प्रच्युतस्य प्रतिपतति, प्रश्नादेशपुरुष ज्ञानवत्।आनुगामिकं यत्र क्वचिदुत्पन्नं क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति, भास्करप्रकाशवत् घटरक्तभाववत्। हीयमानकम्, असङ्ख्येयेषु द्वीपेषु समुद्रेषु पृथिवीषु विमानेषु तिर्यगूर्ध्वमधो वा यदुत्पन्नं क्रमश: संक्षिप्यमानं प्रतिपतति आ अङ्गुलासङ्ख्येयभागात्, प्रतिपतत्येव वा परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखावत्। वर्धमानकं यदङ्गुलस्यासंख्येयभागादिषूत्पन्नं वर्धतेआसर्वलोकात्।अधरोत्तरारणिनिर्मथनासन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत्। अनवस्थितं हीयते वर्धते वर्धते हीयते च। प्रतिपतति चोत्पद्यते चेति। पुन पुनरूर्मिवत्।अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतत्याकेवलप्राप्तेरवतिष्ठते, आभवक्षयाद् वा जात्यन्तस्थायि भवति लिङ्गवत् ।।(तत्त्वार्थ भाष्य-१/२३)
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
મનઃ પર્યાયજ્ઞાનના બે પ્રકાર છે10) ઃ (૧) 28 જુમતિમન:પર્યાયજ્ઞાન भने (२) विपुलमतिमन:५यायान. . (આ છએ પ્રકારોનું સ્વરૂપ કર્મગ્રંથથી જાણવું.) આ રીતે પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન પૂર્ણ થાય છે. પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ અને તેના પ્રકારો -
પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ અને તેના પ્રકારો જણાવતાં પ્રમાણનયતત્તાલોક ગ્રંથમાં કહ્યું છે કે,
अस्पष्टं परोक्षम् ।।३-१।। स्मरण-प्रत्यभिज्ञान-तर्कानुमानागमभेदतस्तत् पञ्चप्रकारम् ।।३-२।।11)
અર્થ : જે જ્ઞાન અસ્પષ્ટ હોય છે, તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. તેના ५iय ५७१२ छ - (१) २५२५, (२) प्रत्यभिज्ञान, (3) 15, (४) अनुमान भने (५) भागम.
હવે પરોક્ષ પ્રમાણના પાંચ પ્રકારોનું સ્વરૂપ જોઈશું. (१) स्म२४॥ :- स्म२४।सक्षमतावतi छैनतईमाषामा युं छे ,
अनुभवमात्रजन्यं ज्ञानं स्मरणम्, यथा तत् तीर्थंकरबिम्बम्। (12) 10. मन:पर्यायज्ञानं द्विविधम्-ऋजुमतिमन:पर्यायज्ञानम्, विपुलमतिमन:पर्यायज्ञानम् ।।१-२४।। विशुद्धिकृतश्च अप्रतिपातकृतश्चनयो: प्रतिविशेषः। तद्यथा-ऋजुमतिमन:पर्यायज्ञानाद् विपुलमतिमन:पर्यायज्ञानं विशुद्धतरम्। (तत्त्वार्थभाष्य) ऋजुमतिमन:पर्यायज्ञानं प्रतिपतत्यपि भूयः, विपुलमतिमन:पर्यायज्ञानं च तु न प्रतिपततीति।। 11. अथ परोक्षमुच्यते अस्पष्टं परोक्षम्। तच्च स्मरण-प्रत्यभिज्ञान-तर्काऽनुमानाऽऽगमभेदतः पञ्चप्रकारम्। (जैनतर्कभाषा) 12. अर्थतेषु तावत् स्मरणं कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति - तत्र संस्कारप्रबोधसंभूतमनुभूतार्थविषयं तदित्याकारं संवेदनं स्मरणम् ।।३।। अनुभवजन्यो य: संस्कार:-आत्मशक्तिविशेषस्तस्य प्रबोधात् सम्भूतम् - उत्पन्नम्, इति कारणनिरुपणम्, प्रत्यक्षादिप्रमाणैरनुभूतोऽर्थ:-विषयो यस्य तदनुभूतार्थविषयम्, इति विषयप्रदर्शनम्, तदित्याकारंतच्छब्देनोल्लेखनीयम्, इति स्वरुपप्रतिपादनम्, वेदनं-ज्ञानं स्मरणमित्युच्यते। स्मरणं प्रत्युदबुद्धसंस्कार: कारणम्। अनुभूतार्थस्तस्य विषयः। तच्छब्देनोल्लेखस्तस्य स्वरूपमिति ।।३-३ ।। (प्र.न.तत्त्वा.) स्मरणस्य उदाहरणम् - तत् तीर्थकरबिम्बमिति यथा ।।३-४।। - तदित्यनेन यत् प्राक् प्रत्यक्षीकृतं स्मृतं प्रत्यभिज्ञातं वितर्कितमनुमितं श्रुतं वा भगवतस्तीर्थकरस्य बिम्ब-प्रतिकृति: तस्य परामर्शः ।।४।।
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
- જે જ્ઞાન માત્ર અનુભવથી ઉત્પન્ન થાય છે તેને સ્મરણ કહેવાય છે. જેમ કે, તે તીર્થકરની પ્રતિમા
પ્રથમ કાળે જે જ્ઞાન થાય છે, તે અનુભવ કહેવાય છે. પ્રત્યક્ષ, તર્ક, અનુમિતિ, શાબ્દબોધ - આ અનુભવના ભેદ છે. પૂર્વકાળના અનુભવોથી ઉત્તરવર્તી કાળમાં જે જ્ઞાન થાય છે, તે સ્મરણ કહેવાય છે.
કોઈપણ વસ્તુનો અનુભવ થાય છે. પછી તેના સંસ્કાર પડે છે અને સંસ્કાર જાગ્રત થાય છે, ત્યારે સ્મરણ ઉત્પન્ન થાય છે. તેથી સ્મરણ પ્રત્યે અનુભવ કરણ છે અને સંસ્કાર વ્યાપાર છે. જે વસ્તુનો અનુભવ થતો નથી તેનું સ્મરણ થતું નથી. એકવાર તીર્થંકર પરમાત્માની પ્રતિમાના દર્શન કર્યા હોય, ત્યાર પછી તેની પ્રતિમા સામે આવે ત્યારે ‘તે તીર્થંકરની પ્રતિમા છે આવું જ જ્ઞાન થાય છે તે સ્મરણ છે.
જે અર્થને જોયો હોય, જે પદાર્થનું અનુમાન કર્યું હોય કે એ પદાર્થના વિષયમાં સાંભળ્યું હોય, તેવા પદાર્થોનું પ્રાય: સ્મરણ થાય છે. તેની પ્રતીતિ “તે આ આકારથી થાય છે. જે વસ્તુનું સ્મરણ થયું છે તેનો સંબંધ અતીતકાલ સાથે છે - આ તત્ત્વને “એ” પદ પ્રકાશિત કરે છે. જ્યારે તે પદનો પ્રયોગ થતો નથી ત્યારે અતીત કાલની સાથે સંબંધ સ્મરણમાં અન્ય રીતે થાય છે. “અમે ગયા વર્ષે કાશ્મીર ગયા હતા" - આ પ્રકારના સ્મરણમાં તે' પદનો પ્રયોગ નથી. પરંતુ “ગયા હતા” ઈત્યાદિ પદથી અતીત કાલની સાથે સંબંધ થાય છે.
નૈયાયિકો આદિ સ્મરણને અપ્રમાણભૂત માને છે. તેમની વાત યોગ્ય નથી. જેનતર્કભાષામાં એની વિસ્તારથી ચર્ચા કરી છે. તેમાંથી આંશિક વિચારણા આ ચેપ્ટરના અંતે આપેલા ટિપ્પનકમાં કરી છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોવા ભલામણ. હવે બીજા પ્રત્યભિજ્ઞાન પ્રમાણનું સ્વરૂપ જોઈશું.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
(૨) પ્રત્યભિજ્ઞાન :
પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ જૈનતર્કભાષામાં આ રીતે જણાવેલ છે.
अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वतासामान्यादिगोचरं सङ्कलनात्मकं ज्ञानं પ્રત્યજ્ઞાન
- અનુભવ અને સ્મૃતિ જેને ઉત્પન્ન કરે છે, તિર્યક સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય આદિ જેનો વિષય છે અને સંકલન જેનું સ્વરૂપ છે, તે જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે.
કહેવાનો આશય એ છે કે, અનુભવ અને સ્મરણ મળીને સંકલન સ્વરૂપ એક જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તિર્યક સામાન્ય (ગાયોમાં સદશ પરિણામ સ્વરૂપ ગોત્વાદિ તિર્ય સામાન્ય કહેવાય છે) અને ઉધ્વર્યા સામાન્ય (કટક-કુંડલ-હાર આદિ પર્યાયોમાં જે અન્વયી દ્રવ્ય સુવર્ણાદિ તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે) આદિ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે. તે જ રીતે સાદૃશ્યવિલક્ષણતા, દૂરતા-સમીપતા, ઉચાઈ-નીંચાઈ આદિ ધર્મ પણ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે. ભિન્ન દેશ કાળમાં રહેવાવાળા વૃક્ષ આદિ વ્યક્તિઓમાં સમાન આકારવાળો પરિણામ વૃક્ષત્વ આદિ 13. ગઇ ૨Uમિ પ્રત્યfમજ્ઞાન જ્ઞાપત્તિअनुभवस्मृतिहेतुकं तिर्यगूर्ध्वतासामान्यादिगोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् ।।५।।
___ अनुभवस्मृतिहेतुकं - प्रत्यक्षादिप्रमाणजन्यं ज्ञानमनुभवः, स्मृतिश्चानन्तरोक्ता, ते हेतुर्यस्य तद् इति कारणनिरुपणम्, गवादिषु सदृशपरिणामस्वरुपं गोत्वादिकं तिर्यक्समान्यमित्युच्यते। कटककुण्डलादिपर्यायेषु यदन्वयिद्रव्यं सुवर्णादि तदूर्ध्वतासामान्यमित्युच्यते। एतदुभयमादिर्यस्य विसदृशपरिणामादेः, तिर्यगूर्ध्वतासामान्यादिर्गोचरो-विषयो यस्य तत् तिर्यगूलतासामान्यादिगोचरम्, इति विषयनिरूपणम्, संकलनात्मकं-पदार्थस्य विवक्षितधर्मयुक्तत्वेन प्रत्यवमर्शनमात्मा-स्वभावो यस्य तद् इति स्वरुपकथनम्, एतादृशं यज्ज्ञानं तत् प्रत्यभिज्ञानमुच्यते।
प्रत्यभिज्ञानं प्रति अनुभवः स्मृतिश्च कारणम्। वस्तुनो विवक्षितधर्मयुक्तत्वेन प्रत्यवमर्शनं तस्य स्वरुपमिति भावः ।।५।।
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સામાન્ય છે, તે તિર્યક્ર સામાન્ય કહેવાય છે અને કુંડલ-કંકણ આદિ પૂર્વાપર પર્યાયોમાં એક અનુગત સુવર્ણાદિ દ્રવ્ય તે ઉર્ધ્વતા સામાન્ય છે. હવે પ્રત્યભિજ્ઞાનના ઉદાહરણો આપે છે -
यथा 'तज्जातीय एवायं गोपिण्ड:' 'गोसदृशो गवयः' 'स एवायं जिनदत्त:' 'स एवानेनार्थ : कथ्यते' गोविलक्षणो महिष : 'इदं तस्माद् दूरम्'
દં તમન્ સમીપમ રૂદ્રે તસ્મા પ્રાંશુ દર્વ વા ફત્યા1િ4) 1 (ઝેનતભાષા)
જેમ કે, (૧) “આ ગાય તેવી જ જાતિની છે" - અહીં પૂર્વકાળમાં કોઈ ગાયને જોયેલી હોય અને પાછળથી બીજી કોઈ ગાયને જોવામાં આવે છે ત્યારે પહેલા જોયેલી ગાયનું સ્મરણ કરીને “આ ગાય તેવી જ જાતિની છે' - આ પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. પહેલા જોયેલી ગાયમાં જે પ્રકારનો આકાર હતો, તેવા પ્રકારનો આકાર સામે ઉભી રહેલી ગાયમાં દેખાય છે. આ સમાન આકારરૂપ પરિણામ ગોત્વ જાતિ છે. તે જ જાતિ તિર્યકુ સામાન્ય કહેવાય છે. સામે ઉભી રહેલી ગાયમાં એ સામાન્યનું જ્ઞાન થાય છે .
14. પ્રત્યે માયા ૩ હરા
यथा तज्जातीय एवायं गोपिण्डः, गोसदृशोगवयः, स एवायं जिनदत्त इत्यादि ।।६।। _ 'तज्जातीय एवायं गोपिण्डः' इति पुनरपि तिर्यक्सामान्यस्योदाहरणप्रदर्शन नैयायिकाद्यभिमतस्योपमानप्रमाणस्य निरासार्थ, सिद्धान्ते उपमानप्रमाणस्य प्रत्यभिज्ञानेऽन्तर्भावात्। तथाहिकश्चित्पुमान्वनेचरसकाशाद् यदा 'गोसदृशोगवयः' इति वाक्यं शुश्राव, तदैव तस्य मनसि सामान्यरूपेण प्रतिभासमाने गवयपिण्डे गवयशब्दस्य सम्बन्धज्ञानमभूत्, पश्चाद् वनं गतस्यास्य गवयदर्शने जाते प्राक्तनसामान्याकार-सम्बन्धस्मरणे च ‘स एष गवयपदवाच्यः' इति संकलनाज्ञानरूपं प्रत्यभिज्ञानं प्रादुर्भवति, एवं गो विसद्दशो महिषः' इत्याद्यपि तथारुपत्वात् प्रत्यभिज्ञानमेव। ‘स एवायं जिनदत्त:' इत्यूर्ध्वतासामान्यस्योदाहरणम्, आदिशब्दात् ‘स एव वह्निरनुमीयते मया' ‘स एवार्थोऽनेनाप्युच्यते' इत्यादिस्मरणसहितानुमानादिजन्यं ज्ञानं प्रत्यभिज्ञानं ज्ञातव्यम् ।।६।।
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
૭૧
(૨) ‘‘નો સદૃશો વય:'' ગાયની સમાન ગવય છે - જ્યારે સામે ગવય હોય છે અને એમાં પહેલા જોયેલી ગાયની સમાન આકાર દેખાય છે, ત્યારે સાદશ્યનું પ્રકાશક પ્રત્યભિજ્ઞાન થાય છે.
*
,,
(૩) “સ વાય ટેવવત્ત:'' આ તે જ દેવદત્ત છે'' - આ પ્રકારના પ્રત્યભિજ્ઞાનમાં ઉર્ધ્વતા સામાન્યનું જ્ઞાન થાય છે. ઘણા સમય પહેલાં દેવદત્ત જોયો હતો, એ જ્યારે ફરી સામે દેખાય છે, ત્યારે ‘‘આ તે જ દેવદત્ત છે’' - આવા પ્રકારનું જ્ઞાન થાય છે. પહેલા જોયેલા અને પછી (અત્યારે) જોયેલા શરીરમાં ભેદ છે. એ બંને શરીરોમાં અનુગત એક શ૨ી૨ દ્રવ્ય છે. એ દ્રવ્ય રૂપ ઉર્ધ્વતા સામાન્યને લઈને થનારું આ પ્રત્યભિજ્ઞાન છે. (૪) ‘‘સ ાનેનાર્થ: શ્ચત્તે’' - ‘‘તે જ અર્થ આના દ્વારા કહેવાય છે'' - કહેવાનો આશય એ છે કે, પૂર્વકાળનો કોઈ એક પુરૂષ જે અર્થને કહે છે, તે અર્થમાં જે જાતિ છે, તે જ જાતિ વર્તમાનકાળના કોઈ અર્થમાં પણ હોઈ શકે છે. ભિન્ન કાળના અર્થ બે ભિન્ન વ્યક્તિ છે, પરંતુ એની જાતિ એક છે. જ્યારે વ્યક્તિઓ ભિન્ન હોવા છતાં પણ વર્તમાનકાળના અર્થને પૂર્વકાળમાં દેખેલા અર્થની જાતિથી યુક્ત કહેવાય છે, તો જાતિનું પ્રત્યભિજ્ઞાન થાય છે. આ પ્રકારની જાતિના પ્રત્યભિજ્ઞાનમાં જે જાતિ હોય છે, તે તિર્યક્ સામાન્ય કહેવાય છે. પહેલાં કોઈ પુરૂષે એક આમ્રવૃક્ષને જોયું. તે જ મનુષ્ય થોડા સમય બાદ અન્ય આમ્રવૃક્ષને જુએ તો આ આમ્ર પણ એ જ આમ્ર જાતિનું છે, એવા પ્રકારનું પ્રત્યભિજ્ઞાન થાય છે. દેખવાવાળો બંને આંબાઓના વ્યક્તિભેદને જાણે છે અને એ જાતિને એક સમજે છે. આ પ્રત્યભિજ્ઞાન વૃક્ષત્વરૂપ તિર્યક્ સામાન્યને પ્રકાશિત કરે છે. (૫) ‘‘ìવિનક્ષો મદિષ:'' ગાયથી વિલક્ષણ ભેંસ છે - જ્યારે કોઈ વ્યક્તિ ભેંસને જાણવાની ઈચ્છા કરે અને અન્ય મનુષ્ય કહે
Page #89
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કે, આ સામે ગાયો આદિનો સમુહ છે, તેમાં ગાયોથી જે વિલક્ષણ છે, તે ભેંસ છે. ત્યારે સાંભળવાવાળાને જે જ્ઞાન થાય છે, તે પ્રત્યભિજ્ઞાન છે અને એનો વિષય વિલક્ષણતા છે.
૭૨
(६) " इदं तस्मात् दूरम्" आ तेनाथी हूर छे भने “ इदं तस्मात् समीपम्”
આ તેનાથી સમીપ છે - અહીં પરસ્પર અપેક્ષાથી વસ્તુમાં દૂરત્વ અને સમીપત્વનું જ્ઞાન થાય છે. તે પણ અનુભવ અને સ્મૃતિ બંનેથી ઉત્પન્ન થતું હોવાથી પ્રત્યભિજ્ઞાન છે. (3) तर्ड :
તર્કનું નિરૂપણ કરતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
सकलदेशकालाद्यवच्छेदेन साध्यसाधनभावादिविषय ऊहस्तर्क:, यथा 'यावान् कश्चिद्धूमः स सर्वो वह्नौ सत्येव भवति, वह्निं विना वा न भवति' ‘घटशब्दमात्रं घटस्य वाचकम्' 'घटमात्रं घटशब्दवाच्यम्' इत्यादि । (15)
અર્થ : સમસ્ત દેશ અને કાલ આદિની સાથે સાધ્ય અને સાધનભાવ આદિ વિષયને પ્રકાશિત કરનારું જ્ઞાન ‘તર્ક’ કહેવાય છે. જેમ કે, જે કોઈ ધૂમ છે, તે સર્વે અગ્નિ હોય ત્યારે જ હોય છે અને અગ્નિ ન હોય તો નથી હોતો. જે જે ઘટ પદ છે, તે ઘટના વાચક છે અને જે જે ઘટ छे, ते ते घट पहना वाय्य छे.
15. तर्कस्य लक्षणम् - उपलम्भानुपलम्भसंभवं त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धालम्बनम् 'इदमस्मिन् सत्येव भवति' इत्याद्याकारं संवेदनम् ऊहाऽपरनामा तर्कः ।।७।। प्रमाणमात्रेण ग्रहणमुपलम्भ:, प्रमाणमात्रेणाग्रहणमनुपलम्भः, ताभ्याम्-उपलम्भानुपलम्भाभ्यां, सम्भवः-उत्पर्त्तियस्य तत् तथा, इति कारणकीर्त्तनम् । त्रिकालवर्त्ति साध्य - साधनयो: सम्बन्धः व्याप्तिः, स आदिर्यस्य निःशेषदेशकालवर्ति वाच्य-वाचकभावसम्बन्धस्य, स आलम्बनं विषयो यस्य तत् तथा, इति विषयनिरुपणम्। 'इदमस्मिन् सत्येव भवति इदमस्मिन्नसति न भवत्येव' इत्याकारं संवेदनं तर्कः । तस्यैव ऊर्हति नामान्तरम्। अयंभावः - 'वह्नौ सत्येव धूमो भवति वह्न्न्यभावे न भवति' इत्याकारकं ज्ञानं तर्क इत्युच्यते, 'वह्निसत्त्वे धूमोपलम्भो वहन्यभावे धूमस्यानुपलम्भ:' इति उपलम्भानुपलम्भाभ्यामयं तर्क उत्पद्यते । अस्य तर्कस्य वह्नि धूमयोरविनाभावो विषयः ।।७।। तर्कस्य उदाहरणं - यथा यावान् कश्चिद् धूमः स सर्वो वह्नौ सत्येव भवतीति तस्मिन्नसत्यसौन भवत्येव ।।८।। इदं च तर्कापरपर्यायं व्याप्तिज्ञानं तदोपत्त्यन्यथानुपपत्तिभ्यां प्रवर्तत इति प्रदर्शयन्ति, यथेत्यादिना-अत्राऽऽद्यमुदाहरणमन्वयव्याप्तौ, द्वितीयं तु व्यतिरेकव्याप्ताविति ज्ञेयम् ॥ ८ ॥
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
૭૩
કહેવાનો આશય એ છે કે, ત્રણે કાળમાં જે સાધ્ય અને સાધન છે, તેનો સંબંધ વ્યાપ્તિ છે. વ્યાપ્તિના વિષયમાં જે જ્ઞાન છે, તે તર્ક કહેવાય છે. સાધ્ય અને સાધનનું (કોઈપણ પ્રમાણ દ્વારા) જ્ઞાન, વ્યાપ્તિના જ્ઞાનને ઉત્પન્ન કરે છે. જે વસ્તુઓનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે છે, તે વસ્તુઓના અન્વય અને વ્યતિરેકનું જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા થાય છે. જ્યારે ધૂમ દેખાય છે ત્યારે અગ્નિની સાથે દેખાય છે. જ્યારે અગ્નિનું પ્રત્યક્ષ થતું નથી, ત્યારે ધૂમ પણ નથી દેખાતો. આ રીતથી ધૂમ અને વહ્નિની વ્યાપ્તિનું જ્ઞાન થાય છે.
જે સાધ્ય અને સાધનોનું જ્ઞાન બાહ્ય ઈન્દ્રિયો દ્વારા થઈ શકતું નથી, તેમાં સાધ્ય-સાધન ભાવનું જ્ઞાન આગમ અને અનુમાન દ્વારા થાય છે. કોઈક કાળે પ્રમાણો દ્વારા સાધ્ય-સાધનના વિષયમાં એકવાર થયેલું જ્ઞાન વ્યાપ્તિજ્ઞાનરૂપ તર્કને ઉત્પન્ન કરી દે છે. ક્યારેક ભિન્ન ભિન્ન રીતથી વ્યાપ્તિજ્ઞાન થાય છે. અનેકવાર સાધ્ય અને સાધનોને એક સાથે દેખવાથી તેમાં સાધ્ય-સાધન ભાવનું જ્ઞાન ઉત્પન્ન થાય છે.
વળી સાધ્ય-સાધનભાવ પ્રતીત થઈ જાય પછી ઉત્તરકાળમાં સાધ્યસાધનનું સ્મરણ થાય છે, પછી પ્રત્યભિજ્ઞાન થાય છે. તેની પછી વ્યાપ્તિજ્ઞાનરૂપ તર્ક થાય છે.
સાધ્ય-સાધનની જેમ વાચ્ય-વાચકના વિષયમાં પણ વ્યાપ્તિજ્ઞાનરૂપ તર્ક હોય છે. એ તર્કનું અન્ય નામ ‘ઉહ’' છે. (૪) અનુમાન પ્રમાણ અને તેના બે પ્રકાર :
અનુમાનનું સ્વરૂપ બતાવતાં જૈનતર્ક ભાષામાં કહ્યું છે કે, સાધનાત્માધ્વવિજ્ઞાનમ્ અનુમાનમ્। તત્ િિવયં-સ્વાર્થ પાર્થ = (16) અર્થ : સાધ્યથી સાધનનું જ્ઞાન અનુમાન કહેવાય છે. તે બે પ્રકારનું છે. (૧) સ્વાર્થાનુમાન અને (૨) પરાર્થાનુમાન. સ્વાર્થનુમાન :- સ્વાર્થાનુમાનનું લક્ષણ આ પ્રમાણે છે -
16. ગ્રંથાનુમાનસ્ય તક્ષાર્થ પ્રહારો પ્રળાશયન્તિ - અનુમાન દ્વિપ્રજારમ્, સ્વાર્થ પરાર્થે ચાલ્। स्वार्थानुमान-परार्थानुमानभेदादनुमानं द्विविधमित्यर्थः । । ३ - ९ ।। (प्र.न. तत्त्वालोक)
Page #91
--------------------------------------------------------------------------
________________
७४
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
तत्र हेतुग्रहण-सम्बन्धस्मरणकारणकं साध्यविज्ञानं स्वार्थम. यथा गृहीतधूमस्य स्मृतव्याप्तिकस्य “पर्वतो वह्निमान्" इति ज्ञानम्(17) ।। (નૈનત્તમાષા)
અર્થ - હેતુનું જ્ઞાન અને સંબંધનું સ્મરણ, આ બે કારણોથી જે સાધ્યનું જ્ઞાન થાય છે, તે સ્વાર્થનુમાન કહેવાય છે. જે ધૂમને પ્રત્યક્ષથી જાણે છે તથા ધૂમ અને વહ્નિની વ્યાપ્તિનું સ્મરણ કરે છે, તેને “આ પર્વત વહ્નિવાળો છે'' આવા પ્રકારનું જ્ઞાન થાય છે, તે સ્વાર્થનુમાન
કહેવાનો આશય એ છે કે, જે વ્યક્તિએ વહ્નિ અને ધૂમની વ્યાપ્તિ રસોઈઘર (મહાનસ) માં જાણેલી છે. એવો પુરૂષ જ્યારે પર્વતની પાસે જાય છે અને પર્વત ઉપરથી નીકળતા ધૂમને જૂએ છે, ત્યારે તે જોયા પછી અગ્નિ અને ધૂમની વ્યાપ્તિનું સ્મરણ થાય છે. તેની પછી પર્વત વહ્નિમાનું છે, આ જ્ઞાન થાય છે, આ જ અનુમિતિ છે. આ પ્રમાણે સ્વયં અગ્નિને જાણે છે, તેથી એ સ્વાર્થનુમાન છે.
અહીં યાદ રાખવું કે, એકલું હેતનું જ્ઞાન અને એકલું વ્યાપ્તિનું સ્મરણ અનુમાનનું કારણ નથી. જે વ્યક્તિએ પૂર્વકાળે વ્યાપ્તિ જાણી નથી અથવા વ્યાપ્તિ જાણી છે પણ વ્યાપ્તિનું સ્મરણ નથી, તેવા વ્યક્તિને હેતુનું જ્ઞાન હોવા છતાં પણ અનુમિતિ થતી નથી. તેથી એકલું હેતુનું જ્ઞાન કારણ નથી. તે જ રીતે જે પુરૂષને વ્યાપ્તિનું જ્ઞાન છે પરંતુ એ સમયે તેને હેતુનું જ્ઞાન નથી, તો તેને પણ અનુમિતિ થતી નથી. તેથી એકલું વ્યાપ્તિનું જ્ઞાન પણ કારણ નથી.
17. तत्र स्वार्थं व्यवस्थापयन्ति-तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारण સાધ્યવિજ્ઞાનં સ્વાર્થમારા हेतुग्रहण-सम्बन्धस्मरणाभ्यां जायमानं यत् साध्यस्य ज्ञानं तत् स्वार्थानुमानमित्यर्थः
अयं भाव:- वनं गतः कश्चित् पुमान् प्रथमं पर्वतवृत्तिधूमलेखां पश्यति, ततः 'यत्र यत्र धूमस्तत्र तत्र वह्निः' इत्याकारिकां व्याप्तिं स्मरति, तत: 'अयं वह्निमान्' इत्याकारकं यज्ज्ञानमुन्मज्जति तत् स्वार्थानुमानमित्युच्यते ।।१०।।
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
૭
૫
હેતુનું સ્વરૂપ :
જૈનદર્શન હેતુનું સ્વરૂપ નીચે મુજબ જણાવે છે. निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः, न तु त्रिलक्षणकादि:(18)।
- નિશ્ચિત “અન્યથા અનુપપત્તિ', જેનું એક લક્ષણ છે, તે હેતુ છે. હેતુ ત્રણ લક્ષણવાળો કે તેનાથી અધિક લક્ષણવાળો નથી.
કહેવાનો આશય એ છે કે, અન્યથા એટલે સાધ્ય વિના, અનુપપત્તિ એટલે ઉપપત્તિનો અભાવ. અર્થાત્ સાધ્ય વિના ઉપપત્તિનો અભાવ એ હેતુનું લક્ષણ છે. જો વહ્નિરૂપ સાધ્ય ન હોય તો ધૂમ હેતુ પણ ન હોય, આ “અન્યથા અનુપપત્તિ' એ જ હેતુનું લક્ષણ છે. પરંતુ (પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ કે વિપક્ષાસત્ત્વ આ ત્રણે કે તેનાથી અધિક) હેતુના લક્ષણો નથી. કારણ કે, પક્ષસત્ત્વાદિ હેતુના લક્ષણો માનવામાં અનેક દોષો આવે છે. તે વિગત જૈનતર્કભાષા, પ્રમાણનયતત્તાલોક, પદર્શન સમુચ્ચય આદિમાં વિસ્તારથી બતાવી છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણવા ભલામણ. સાધ્યનું સ્વરૂપ :
જૈનદર્શન સાધ્યનું સ્વરૂપ નીચે મુજબ બતાવે છે. अप्रतीतमनिराकृतमभीप्सितं च साध्यम्।
અર્થ : જે નિશ્ચિત નથી, જે પ્રમાણથી બાધિત નથી અને જેને સિદ્ધ કરવાની ઈચ્છા છે, તે સાધ્ય કહેવાય છે.
હેતુ દ્વારા સાધ્યનું જ્ઞાન અનુમાન કહેવાય છે. તેથી હેતુના
18. હેતુ સ્વરૂપ નિરૂપત્તિ - નિશ્ચિતાન્યાનુપપત્યેનો હેતુઃ III. अन्यथानुपपत्ति:- अविनाभावः, सा च साध्यवद् भिन्नावृत्तित्वरूपा, हेत्वधिकरणवृत्त्यभावाऽप्रतियोगिसाध्यसामानाधिकरण्यरूपा वा। निश्चिताऽन्यथानुपपत्तिरेव लक्षणं स्वरूपं यस्य स દેતુરિત્યર્થ: પતયવચ્છ સતિ - તુ ત્રિત્રક્ષાવિવિ ા૨ાા त्रीणि लक्षणानि-पक्षसत्त्व-सपक्षसत्त्व-विपक्षाऽसत्त्वानि यस्य स त्रिलक्षणक: सौगतसम्मत:, आदिपदेनासत्प्रतिपक्षत्वमबाधितविषयत्वमिति द्वयं मिलित्वा नैयायिकाभिमतः पञ्चलक्षणकश्च હેતુને મવતીતિ ભાવ: ૨ ૨ા
Page #93
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સ્વરૂપને જાણ્યા બાદ સાધ્યના સ્વરૂપની જિજ્ઞાસા પેદા થાય છે, તે જિજ્ઞાસાનો જવાબ ઉપર આપવામાં આવ્યો છે(19).
પર્વતો વહ્નિમાનું ધૂમાત્ ! આ પ્રસિદ્ધ અનુમાન છે. તેમાં પર્વત પક્ષ છે. જેમાં સાધ્યની સિદ્ધિ હેતુ દ્વારા કરવાની છે.) વહ્નિ સાધ્ય છે. સામાન્યરૂપથી વહ્નિ પ્રસિદ્ધ છે. પરંતુ સામે રહેલા પર્વતમાં તે નિશ્ચિત નથી તેથી તે અપ્રતીત છે. પર્વત ધર્મી છે, કોઈ પ્રમાણ તેમાં વહ્નિનો નિષેધ કરતો નથી તેથી સાધ્ય વહ્નિ અનિરાકૃત છે. દ્રષ્ટા પુરૂષને વહ્નિનું અનુમાન કરવાની ઈચ્છા છે. માટે વહ્નિ અભીણિત છે. હવે પરાથનુમાનને જોઈશું. પરાર્થનુમાન : જૈનતર્કભાષામાં પરાર્થનુમાનનું લક્ષણ નીચે મુજબ જણાવેલ છે -
19. साध्यविज्ञानमित्युक्तं ततः साध्यमभिदधति - अप्रतीतमनिराकृतमभीप्सितं સાધ્યમ્ ૨૪. ___अप्रतीतम्-अनिश्चितम्, अनिराकृतम्-प्रत्यक्षादिप्रमाणैरबाधितम्, अभीप्सितम्-साध्यत्वेनेष्टम्, साध्यं भवतीति शेषः ।।१४।। अप्रतीतत्वं समर्थयन्ते-शङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमप्रतीतवचनम् ।।१५।। अनन्तरसूत्रे 'अप्रतीतम्' इति वचनाऽभावे शङ्कितविषयाणां विपरीतानामनध्यवसित (अनिश्चित) वस्तूनां साध्यत्वं न स्याद्, इत्यप्रतीतवचनम् ।।१५।।
प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतग्रहणम् ।।१६।। प्रत्यक्षविरुद्धं यथा-'वह्निरनुष्णः' । अनुमानविरुद्धं यथा-'शब्दस्य एकान्तनित्यत्वम्'। आगमविरुद्धं यथा-'प्रेत्याऽसुखप्रदत्वं धर्मस्य' । एतादृशानां प्रत्यक्षादिबाधितानां साध्यत्वं मा प्रसज्यतामित्येतदर्थमनिરાતરમ્ ાધા! अभीप्सितत्वं व्यञ्जयन्ति - अनभिमतस्याऽसाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितपदोपादानम्।।१७।। अनभिमतस्य-साधयितुमनिष्टस्य (यथा जैनानां, शब्दे एकान्तनित्यत्वं सर्वथाऽनभिमतं) साध्यत्वं मा भवतु इत्यभीप्सितोपादानम्।।१७।।
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
परार्थं पक्षहेतुवचनात्मकमनुमानमुपचारात्, तेन श्रोतुरनुमानेनार्थबोधनात्(20) ।
અર્થ :- પક્ષ અને હેતુનું વચન પરાર્થ અનુમાન છે. પક્ષ અને હેતુનું પ્રતિપાદક વચન ઉપચારથી અનુમાન કહેવાય છે. જેના દ્વારા શ્રોતાને અનુમાનથી અર્થનો બોધ થાય છે.
પ્રમાણના સામાન્ય લક્ષણ અનુસારે પ્રમાણ જ્ઞાનરૂપ જ છે. જો કે પક્ષ અને હેતુનું વચન જરૂ૫ છે. તેથી તે અનુમાનપ્રમાણ થઈ શકતું નથી. તો પણ અહીં જે વચનને અનુમાન પ્રમાણ કહ્યું છે તે ઉપચારના કારણે કહ્યું છે. મુખ્ય અર્થનો જ્યારે બાધ થાય છે ત્યારે ઉપચારનો પ્રયોગ થાય છે. ઉપચાર બે રીતે થઈ શકે છે. એક કારણમાં કાર્યનો ઉપચાર અને બીજો કાર્યમાં કારણનો ઉપચાર.
પ્રથમ પક્ષ અનુસાર અહીં પ્રમાણ શબ્દનો જે મુખ્ય અર્થ છે, તેનો બાધ સ્પષ્ટ છે. વચન જ્ઞાનરૂપ નથી, તેથી તે મુખ્યરૂપથી અનુમાન પ્રમાણ થઈ શકતું નથી. વક્તાનું વાક્ય સાંભળીને શ્રોતાને જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી વચન શ્રોતાના જ્ઞાનનું કારણ છે. શ્રોતા વચન સાંભળીને અનુમાન કરે છે. અનુમાન કાર્ય છે અને પક્ષ આદિનું વચન કારણ છે. કારણભૂત વચનમાં કાર્યવાચક અનુમાન શબ્દનો પ્રયોગ ઉપચાર છે. અન્ય પુરૂષને અનુમાન કરાવવા માટે વચન અત્યંત સમર્થ છે. તેથી અહીં વચનમાં અનુમાનનો ઉપચાર છે.
અથવા કાર્યમાં કારણના ઉપચારથી વચનમાં અનુમાનનો વ્યવહાર થાય છે. વક્તા હેતુથી સાધ્યને સ્વયં જાણે છે. તેથી તેનું જ્ઞાન સ્વાર્થાનુમાન છે અને પછી “તે મને જે પ્રકારે હેતુથી જ્ઞાન થયું છે તે રીતે શ્રોતાને પણ ઉત્પન્ન થાય' - આ બુદ્ધિથી વચનનો પ્રયોગ કરે છે. આ રીતે વક્તાનું
20. મધુના પરાર્થનુમાનં પ્રપતિ-પતુવેરનાત્મપરાર્થનનુમાનમ,૩પવાર ૨રૂપ ‘पर्वतो वह्निमान् धूमात्' इत्याकारकं पक्षहेतुवचनात्मकं परार्थमनुमानम्, उपचारात्-पक्षहेतुवचनस्य जडत्वेन मुख्यतः प्रामाण्यासम्भवात् तत्रानुमानशब्दप्रयोगः, कारणे कार्योपचारादौपचारिकः, बोधव्यगतं ज्ञानं कार्य, तस्य च कारणं पक्षहेतुवचनम्। अथवा कार्ये कारणोपचारत, वक्तृगतं स्वार्थानुमानं कारणं तस्य पक्षहेतुवचनं कार्यमिति ।।२३।।
Page #95
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સ્વાર્થનુમાનરૂપ જ્ઞાન વચનમાં કારણ છે. કાર્યરૂપ વચનમાં કારણવાચક
અનુમાન શબ્દનો પ્રયોગ છે.
૭૮
(૫) આગમ પ્રમાણ :
આગમ પ્રમાણનું નિરૂપણ કરતાં જૈનતર્ક ભાષામાં કહ્યું છે કે, आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागम : ( 21 ) ।
અર્થ :- આપ્ત પુરૂષના વચનથી ઉત્પન્ન અર્થનું જ્ઞાન આગમ છે. અર્થ (પદાર્થ) ના સત્ય સ્વરૂપને જાણે છે અને યથાર્થ જ્ઞાનને અનુસારે અર્થનું પ્રતિપાદન કરે છે, તે આપ્ત છે. તેમના વચનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે આગમ પ્રમાણ છે.
મુખ્યરૂપથી આગમ પ્રમાણ જ્ઞાનરૂપ છે. પરંતુ શ્રોતાના જ્ઞાનની ઉત્પત્તિમાં આપ્તપુરૂષનું વચન કારણ છે. તેથી કારણમાં જ્ઞાનરૂપ કાર્યના વાચક આગમ શબ્દનો ઉપચારથી પ્રયોગ થાય છે અને આપ્ત વચનને આગમ પ્રમાણ કહેવાય છે.
જેને અર્થનું સત્ય જ્ઞાન નથી અથવા સત્ય જ્ઞાન હોવા છતાં પણ લોકોને ઠગવા કરવા માટે અયુક્ત શબ્દોનો પ્રયોગ કરે છે, તે આપ્ત નથી અનાપ્ત છે. તેમના વચનથી ઉત્પન્ન જ્ઞાન મિથ્યાજ્ઞાન છે અને તે
આગમપ્રમાણ નથી.
21. આપ્તવષનાવાવિર્ભૂતમર્થસંવેતનમાનમ: ।।।
आप्तः-यथार्थवक्ता तस्य वचनादाविर्भूतमुत्पन्नं यदर्थसंवेदनं-पदार्थज्ञानं तदागमशब्दाમિષેયમિત્યર્થ: ।।૬।।
ननु यद्यर्थसंवेदनमागमः तर्हि कथमाप्तवचनात्मकोऽसौ सिद्धान्तविदां प्रसिद्ध इत्याशङ्कयाऽऽहुःउपचारादाप्तवचनं च ।।२।।
ननु यदि आप्तवचनादुत्पन्नं ज्ञानमागमशब्देनाभिधीयते तर्हि आप्तवचने कथमागमशब्दप्रयोगः ? इत्याशङ्कयाहुः-उपचारादिति ।
अयं भावः प्रतिपाद्यगतज्ञानस्य कारणमाप्तवचनमिति कारणे - आप्तवचने कार्योपचाराद् आप्तवचनेऽपि आगमशब्दप्रयोगः ।।२।।
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
७८
આપ્તનું સ્વરૂપ :
__ यथास्थितार्थपरिज्ञानपूर्वकहितोपदेशप्रवण आप्तः, वर्णपदवाक्यात्मकं तद्वचनम्(22)।
અર્થ - જે પુરૂષ અર્થના વાસ્તવિક જ્ઞાનને જાણીને હિતનો ઉપદેશ કરવામાં કુશળ છે તે આપ્ત છે. તેમનું વચન વર્ણ, પદ અને વાક્યસ્વરૂપ डोय छे.
22. आप्तस्वरूपं प्ररूपयन्ति - अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते स आप्तः ।।४।। कस्मादमूदृशस्यैवाप्तत्वमित्याहु:तस्य हि वचनमविसंवादि भवति ।।५।। हि-यस्मात् तस्य आप्तस्य वचनमविसंवादि-सफलप्रवृत्तिजनकं भवति तस्मात् स आप्त इति भावः।।५।। आप्तभेदौ दर्शयन्तिस च द्वेधा लौकिको लोकोत्तरश्च ।।६।। तावेव वदन्तिलौकिको जनकादिर्लोकोत्तरस्तु तीर्थकरादिः ।।७।। अत्राऽऽहुर्मीमांसका:-नहि पौरुषेयस्याऽऽगमस्य प्रामाण्यं भवितुमर्हति, भ्रमप्रमादादिदोषसुलभत्वात् पुरुषस्य, न च स्वर्गाद्यतीन्द्रिय-वस्तुदर्शित्वं कस्यापि सम्भवति येन तदंशे तद्वचनस्य प्रामाण्यं भवेत्, तस्मादपौरुषेयो वेद एवागमप्रमाणत्वेनाङ्गीकरणीयः, न च वेदेऽपौरुषेयत्वमसिद्धं, 'वेदोऽपौरुषेयः संप्रदायाऽव्यवच्छेदे सत्यस्मर्यमाणकर्तृकत्वात्' इत्यनुमानेन तत्र तस्य सिद्धत्वादिति।
__तदतितुच्छम्, द्वितीयपरिच्छेदे सर्वथा दोषासंस्पृष्टस्य सकलार्थदर्शिनः पुरुषधौरेयस्य सर्वज्ञस्य प्रसाधितत्वात्, तद्वचनप्रामाण्ये बाधकाभावात्।
यदुक्तं-"अपौरुषेयो वेद एव आगमप्रमाणत्वेनाङ्गीकरणीयः' इति तदपि न युक्तम्, वेदस्य वर्णात्मकत्वात्, वर्णानां पुरुषप्रयत्नजन्यत्वाद् भारतादिवत् पौरुषेयत्वमेव सिध्यति। न च पुरुषप्रयत्नमन्तरोत्पद्यमानो वर्णात्मकः शब्दः केनचित् कुत्राप्युपलब्धः।
यत् तु “संप्रदायाऽव्यवच्छेदे सत्यस्मर्यमाणकर्तृकत्वात्" इति हेतुरपौरुषेयसाधकत्वेनोपन्यस्त: सोऽपि विशेष्यासिद्धिदोषदुष्टत्वान्न स्वसाध्यसाधनायाऽलं, वैदिकैरेव नैयायिकादिभिर्वेदस्य ईश्वरकर्तृकत्वेन स्मरणात्। विशेषणं च संदिग्धासिद्ध, तथाहि-आदिमतामपि प्रसादादीनां संप्रदायो व्यवच्छिद्यमानो दृष्टः, अनादेस्तु वेदस्य नाद्यापि संप्रदायव्यवच्छेदो जात इति कथमिव विश्वसनीयं
भवेत्?
"प्रजापतिः सोमं राजानमन्वसृजत्, ततस्त्रयोवेदा अन्वसृजन्त'' "प्रतिमन्वन्तरं चैषा श्रुतिरन्या विधीयते' इत्याद्यागमेनापि वेदस्य पौरुषयत्वमेव प्रतीयते, इति न कथमपि वेदस्याऽपौरुषेयत्वं सिद्धिपथमायाति नतरां प्रामाण्यमिति ।।७।।
Page #97
--------------------------------------------------------------------------
________________
८०
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પુદ્ગલોથી ઉત્પન્ન અકારાદિ વર્ણ છે. સંકેતથી યુક્ત પદ કહેવાય છે અને પરસ્પરની અપેક્ષા કરવાવાળા પદોનો સમુહ વાક્ય કહેવાય छ(23).
નૈયાયિકો વર્ણોને આકાશનો ગુણ માને છે. મીમાંસક કુમારિલ ભટ્ટના અનુગામીઓ વર્ણોને નિત્ય અને વ્યાપક દ્રવ્ય માને છે. સાંખ્યના અનુયાયીઓ વર્ણને અહંકાર નામના તત્ત્વથી ઉત્પન્ન થયેલ કહે છે. સાંખ્યના અનુસાર પ્રકૃતિથી મહત્ તત્ત્વ, મહત્ તત્ત્વમાંથી અહંકાર અને અહંકારમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે. તે શબ્દ તન્માત્ર કહેવાય છે.
23. आप्तं प्ररूप्य तद्वचनं प्ररूपयन्ति - वर्ण-पद-वाक्यात्मकं वचनम् ।।८।। तत्र वर्णं वर्णयन्ति - अकारादिः पौगलिको वर्ण: ।।९।।
पुद्गलै:-भाषावर्गणापरमाणुभिरारब्धः पौगलिकः। एतेन वर्णनित्यत्ववादिनो मीमांसकाः, गगनगुणत्ववादिनो नैयायिकाश्च निरस्ता वेदितव्याः, तथाहि-वर्णानामुत्पत्ति-विनाशयोः प्रत्यक्षेण वीक्ष्यमाणत्वान्नित्यत्वं न सम्भवति, न च 'सोऽयं गकारः' इति प्रत्यभिज्ञाबलाद् वर्णानां नित्यत्वं सिध्यति, अस्याः प्रत्यभिज्ञायाः ‘सेयं दीपज्वाला' 'तदेवेदमौषधम्' इत्यादिवत् सजातीयविषयत्वेन भ्रान्तत्वात्। एवं 'शब्दो न गगनगुणः, अस्मदादिप्रत्यक्षत्वाद् रूपादिवत्' इत्यनुमानबाधितत्वाद् गगनगुणत्वमपि न सिध्यति, तस्माद् द्रव्यरूपेण नित्यत्वात् पर्यायरूपेण चानित्यत्वाच्छब्दस्य नित्यानित्यत्वमेवावगन्तव्यम्।
___ पौद्गलिकत्वं चास्य ‘वर्ण: पौगलिकः मूर्तिमत्त्वात्, पृथिव्यादिवत्' इत्यनुमानसिद्धम्, न च मूतिमत्त्वमसिद्ध, स्पर्शवत्त्वेन हेतुना तत्र तस्य सिद्धत्वात, न च स्पर्शवत्त्वमपि शब्दस्याऽसिद्ध, कर्णशष्कुल्यां स्पर्शस्यानुभूयमानत्वात् तस्य स्पर्शवत्त्वसिद्धेः, अन्यथा कथमिवोत्कटशब्दश्रवणेन बालकादीनां कर्णोपघातो भवेत्? भवति चायं कर्णोपघातः, तस्मात् शब्दस्य स्पर्शवत्त्वं नाऽसिद्ध, सिद्धे च स्पर्शवत्त्वे शब्दस्य मूर्तिमत्त्वसिद्धिः, तेन च पौद्गलिकत्वसिद्धिरिति दिक् ।।९।। पदवाक्ये व्याकुर्वन्ति - वर्णानामन्योऽन्यापेक्षाणां निरपेक्षा संहतिः पदं, पदानां तु वाक्यम् ।।१०॥
वर्णानामकारादीनां, अन्योऽन्यापेक्षाणां-पदार्थप्रतिपत्तौ परस्परसहकारितया वर्तमानानाम्, निरपेक्षा-पदान्तरवर्तिवर्णनिरपेक्षा-संहतिः-संघात: पदमभिधीयते। एवमेव पदानां वाक्यार्थप्रतिपत्तौ परस्परसहकारितया स्थितानां वाक्यान्तरवर्तिपदनिरपेक्षा संहतिः वाक्यमित्युच्यते ।।१०।।
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
૮ ૧
જૈનદર્શનનો મત પૂર્વોક્ત તમામ મતોથી ભિન્ન છે. જેનામત અનુસાર ભાષાવર્ગણાના પરમાણુરૂપ પુદ્ગલોથી અકારાદિ વર્ણ ઉત્પન્ન થાય છે. વર્ણ પણ પુગલનો જ પરિણામવિશેષ છે.
કોઈ અર્થમાં જેનો સંકેત છે, એ પ્રકારનો વર્ણ અથવા પરસ્પરની અપેક્ષા રાખવાવાળા વર્ગોનો સમુહ પદ છે. અર્થના જ્ઞાનમાં પરસ્પરની અપેક્ષા કરવાવાળા અને અન્ય વાક્યોના પદોની અપેક્ષા ન રાખવાવાળા પદોના સમુહને વાક્ય કહે છે. જેમ કે, “નામ શબાના'' આ એક વાક્ય છે. તેના બે પદ છે - નામ અને સાય. માનય, મામ્ ની આકાંક્ષા કરે છે અને મામ્ માનય ની. આગમપ્રમાણથી સપ્તભંગી - જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
तदिदमागमप्रमाणं सर्वत्र विधिप्रतिषेधाभ्यां स्वार्थमभिदधानं सप्तभङ्गी मनुगच्छति, तथैव परिपूर्णार्थप्रापकत्वलक्षणतात्त्विकप्रामाण्यनिर्वाहा॑त्, क्वचिदेकभङ्गदर्शनेऽपि व्युत्पन्नमतीनामितरभङ्गापेक्षधौव्यात्।
અર્થ ઃ આ આગમપ્રમાણ સર્વ સ્થળે વિધિ અને પ્રતિષેધ દ્વારા પોતાના વાચ્ય અર્થનું નિરૂપણ કરતાં સપ્તભંગીનું અનુસરણ કરે છે. સપ્તભંગીના રૂપમાં જ તે પૂર્ણ અર્થનું પ્રકાશન કરે છે અને એ પ્રકારે એના તાત્ત્વિક પ્રામાયનો નિર્વાહ થાય છે. કોઈ કોઈ સ્થળે એક ભંગ જોવા મળે છે. તો પણ વ્યુત્પન્ન બુદ્ધિવાળાઓને અન્ય ભંગોનો આક્ષેપ અવશ્ય થઈ જાય છે.
સપ્તભંગીનું સ્વરૂપ આગળના પ્રકરણમાં વિસ્તારથી સમજાવ્યું છે. તેથી અહીં તે વિષયને સ્પર્શતા નથી. આ રીતે પ્રમાણનું નિરૂપણ પૂર્ણ થાય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ટિપ્પનકશું ? પ્રમાણના સામાન્ય લક્ષણના પદોની સાર્થકતા અને અન્ય દર્શનની માન્યતાઓની પરીક્ષા :
मूलम् - अत्र दर्शनेऽतिव्याप्तिवारणाय ज्ञानपदम्।
અર્થ :- પ્રમાણના સામાન્ય લક્ષણમાં જ્ઞાનપદ દર્શન નામના બોધમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે છે.
અનેક જેને તાર્કિકો બોધને ઉપયોગ કહે છે અને ઉપયોગમાં બે વિભાગ કરે છે. દર્શન અને જ્ઞાન આ બે ઉપયોગના ભેદ છે. વિશેષ ધર્મોના પ્રકાશનથી રહિત ફક્ત સામાન્યને પ્રકાશિત કરવાવાળો બોધ દર્શન કહેવાય છે. પૂ. શ્રી વાદિદેવ સૂરિમહારાજા આ બોધને પ્રમાણરૂપ માનતાં નથી. ગ્રંથકારે જે પ્રમાણનું લક્ષણ કર્યું છે તે પૂ. શ્રી વાદિદેવસૂરિ મહારાજાનું છે. એથી એમના મતના અનુસાર ગ્રન્થકાર અહિં જ્ઞાનપદ દ્વારા દર્શનમાં અતિવ્યાપ્તિનું નિરાકરણ કરે છે. તે કહે છે - સત્ર दर्शनेऽतिव्याप्तिवारणाय ज्ञानपदम्।
પૂ. શ્રી વાદિદેવસૂરિજીએ સ્યાદ્વાદરત્નાકરમાં જ્ઞાનપદનું એક બીજુ પણ પ્રયોજન પ્રગટ કર્યું છે. અક્ષપાદીય ન્યાયના અનુગામી ઈન્દ્રિય અને અર્થના સકિર્ષને પ્રમાણ માને છે. એમનાં મતે સકિર્ય જ્ઞાનની ઉત્પત્તિનું સાધન છે. એથી પ્રમાણ છે. જેનતર્ક અનુસાર પ્રમાણ હંમેશા જ્ઞાનાત્મક જ હોય છે. ઈન્દ્રિય અને અર્થનો સકિર્ય જ્ઞાનરૂપ નથી. આ લક્ષણનું જ્ઞાનપદ સમિકર્ષને અપ્રમાણ કહે છે.
मूलम् - संशयविपर्ययानध्यवसायेषु तद्वारणाय व्यवसायिपदम्।
અર્થ - સંશય-વિપર્યય અને અનધ્યવસાયમાં આવતી અતિવ્યાપ્તિનું નિવારણ કરવા માટે વ્યવસાયિ પદ છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
સંદેહ - વિપર્યય અને અનધ્યવસાય જ્ઞાનરૂપ છે. એમાં પણ જ્ઞાનનું અને અર્થનું સ્વરૂપ પ્રગટ થાય છે. પરંતુ આ જ્ઞાન વ્યવસાયરૂપ નથી. જે જ્ઞાન કોઈક વસ્તુના નિશ્ચિત સ્વરૂપને પ્રકાશિત કરે તે વ્યવસાયાત્મક કહેવાય છે. સંશય આદિ ત્રણે જ્ઞાનોમાં વસ્તુનું નિશ્ચિત સ્વરૂપ પ્રતીત થતું નથી તેથી તે વ્યવસાયાત્મક નથી. જે જ્ઞાનમાં અસ્થિર અનેક કોટિઓનું જ્ઞાન હોય તેને સંશય કહેવાય છે. વ્યવસાયિજ્ઞાન કોઈ એક અર્થને જ પ્રકાશિત કરે છે. એમાં અનેક અર્થ અસ્થિર રૂપથી પ્રતીત થતા નથી. તેથી સંશય વ્યવસાયી નથી.
જે જ્ઞાનમાં એક વિપરીત કોટિનું ભાન થાય તેને વિપર્યય કહેવાય છે. આ પણ વસ્તુના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરતો નથી એથી વ્યવસાયી નથી. વિપરીત સ્વરૂપનું પ્રકાશન થતું હોવાના કારણે વિપર્યય પણ વ્યવસાયાત્મક નથી. જે જ્ઞાન કોઈ વસ્તુનું અસ્પષ્ટરૂપથી પ્રકાશન કરતું હોય, વસ્તુના કોઈ નિશ્ચિત સ્વરૂપને પ્રગટ ન કરે તે અનધ્યવસાય છે. ચાલતાં ચાલતાં કોઈ વસ્તુનો સ્પર્શ થયો એવું જ્ઞાન થાય છે. એમાં જે વસ્તુનો સ્પર્શ થયો એનાં નિશ્ચિત સ્વરૂપની પ્રતીતિ નથી થતી. એવા જ્ઞાનને અનધ્યવસાય કહેવાય છે.
આ ત્રણેય જ્ઞાન વ્યવસાયાત્મક નથી. વ્યવસાયિજ્ઞાનમાં વસ્તુના નિશ્ચિત સ્વરૂપનું ભાન થાય છે. સંશયમાં એકથી અધિક વસ્તુઓનું જ્ઞાન સ્થિર નથી હોતું એથી સંશય વ્યવસાયાત્મક નથી. વિપર્યયમાં એક વસ્તુનું જ્ઞાન જો કે સ્થિરરૂપમાં હોય છે. પરંતુ સત્યરૂપમાં નથી હોતું એથી તે વ્યવસાયાત્મક નથી . અનધ્યવસાયમાં અસ્થિરરૂપથી અર્થોનું પ્રકાશન થતું નથી અને વસ્તુનું કેવલ મિથ્યારૂપ પ્રકાશન થતું નથી. પરંતુ એમાં વસ્તુનાં સત્ય સ્વરૂપનું પ્રકાશન થતું નથી. એથી અનધ્યવસાય પણ વ્યવસાયાત્મક નથી. વસ્તુના વિશેષ સ્વરૂપને પ્રકાશિત ન કરવાનાં કારણે
Page #101
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ ત્રણેય જ્ઞાન પ્રમાણ નથી.
આ લક્ષણમાં “સ્વ અને પર' પદ પ્રમાણના સ્વરૂપને પ્રકાશિત કરે છે. આ પદોથી કોઈ અતિવ્યાપ્તિનું નિવારણ થતું નથી. વિશેષણ બે પ્રકારનાં હોય છે. વ્યાવર્તક અને સ્વરૂપબોધક. જે વસ્તુને જાણવા ઈચ્છતા હોઈએ એનાથી ભિન્ન વસ્તુની પ્રતીતિને રોકવા માટે વ્યાવર્તક વિશેષણ હોય છે. વ્યાવર્તક વિશેષણ ન હોય તો જે લક્ષ્ય નથી તે પણ લક્ષ્યસ્વરૂપ પ્રતીત થવા લાગે. વ્યાવર્તક વિશેષણ અલક્ષ્યથી લક્ષ્યના ભેદને પ્રગટ કરે છે. સ્વરૂપબોધક વિશેષણ કેવલ વસ્તુનાં સ્વરૂપને પ્રકાશિત કરે છે. સ્વરૂપબોધક વિશેષણને સ્વરૂપોપરંજક પણ કહેવાય છે.
- કેટલાક લોકો વસ્તુનાં મિથ્યાસ્વરૂપોની કલ્પના કરી લે છે. સ્વરૂપબોધક વિશેષણ મિથ્થારૂપને દૂર કરી દે છે અને સત્ય સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રસ્તુત લક્ષણનાં સ્વ-પર પદ પ્રમાણના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરે છે. અન્યવાદિઓએ જે સ્વરૂપોની કલ્પના કરી છે એને દૂર કરે છે.
શ્રી કુમારિલ ભટ્ટના અનુગામી મીમાંસક જ્ઞાનનું પ્રત્યક્ષ સ્વીકારતા નથી. એમના મનમાં જ્ઞાન પ્રત્યક્ષ નથી. જ્ઞાનનું અનુમાન થાય છે. જ્ઞાન ધ્વારા વિષયની પ્રતીતિ થાય છે. જ્ઞાતવસ્તુના કારણે જ્ઞાનનું અનુમાન થાય છે. જો વસ્તુ જ્ઞાત (જણાઈ) ન હોત તો જ્ઞાનની પ્રતીતિ ન થઈ શકત. જ્ઞાનની પહેલા વસ્તુ અજ્ઞાત રહે છે. જ્ઞાન થયા પછી અર્થ પ્રતીત થાય છે. એથી જ્ઞાન દ્વારા અર્થમાં જ્ઞાતતા ઉત્પન્ન થાય છે. જ્ઞાન વિના જ્ઞાતના અર્થમાં ઉત્પન્ન નથી થતી એટલે જ્ઞાતતા દ્વારા એના ઉત્પાદક જ્ઞાનની અનુમિતિ થાય છે. વસ્તુનું જે સહજ રૂપ છે તે હંમેશા વસ્તુની સાથે રહે છે. જ્યાં સુધી કોઈ બીજી વસ્તુની સાથે સંબંધ નથી થતો ત્યાં સુધી વસ્તુનું સહજરૂપ પોતાનાં શુદ્ધરૂપમાં પ્રતીત થયા કરે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
૮૫
મનુષ્યનું જે સ્વાભાવિક રૂપ છે તે પોતાના શુદ્ધસ્વરૂપમાં દેખાયા કરે છે. જ્યારે મનુષ્ય હાથમાં દંડ લે છે ત્યારે મનુષ્ય દંડીના સ્વરૂપમાં પ્રતીત થાય છે. દંડી સ્વરૂપમાં મનુષ્યનું પ્રત્યક્ષ દંડના સંબંધથી થાય છે. દંડનો સંબંધ બંડીસ્વરૂપમાં મનુષ્યની પ્રતીતિમાં કારણ છે. અર્થની જે સ્વરૂપની પ્રતીતિ ક્યારેક હોય અને ક્યારેક ન હોય, ક્યારેક કોઈ વસ્તુની સાથે હોય અને ક્યારેક તે વસ્તુ વિના પણ હોય તો અન્ય વસ્તુના સંબંધને પ્રકાશિત કરવાવાળી પ્રતીતિ અન્ય વસ્તુના સંબંધથી થાય છે. મનુષ્યમાં દંડીપણું દંડના સંબંધથી આવ્યું છે. ઠંડીના સ્વરૂપમાં જ્ઞાન મનુષ્ય અને દંડના સંબંધમાં પ્રમાણ છે. આ રીતે અર્થનું જ્યારે જ્ઞાન નથી થતું ત્યારે તે અજ્ઞાત રહે છે. તે વખતે અર્થ જ્ઞાતરૂપમાં પ્રતીત નથી થતો તે અજ્ઞાત સ્વરૂપમાં રહે છે. જ્ઞાતરૂપમાં પ્રતીતિ અર્થની સાથે જ્ઞાનના સંબંધને પ્રગટ કરે છે. મનુષ્યનું ઠંડીપણું જે રીતે દંડના સંબંધથી છે એ રીતે અર્થનું જ્ઞાતપણુ જ્ઞાનના સંબંધથી છે.
દંડ અને મનુષ્યનો જે સંબંધ છે એનાથી જ્ઞાન અને અર્થના સંબંધમાં કંઈક ભેદ છે. મનુષ્ય દંડ વિના પણ પ્રતીત થાય છે અને દંડની સાથે પણ, એથી મનુષ્યનું શુદ્ધ અને સંબંધ દ્વારા પ્રતીત થતું બંને સ્વરૂપ સ્પષ્ટ છે. અર્થ અને જ્ઞાનનો સંબંધ ત્યારે પ્રતીત થાય છે કે જ્યારે અર્થનું જ્ઞાન હોય. અર્થ જ્યારે અજ્ઞાત હોય છે ત્યારે અર્થનું સ્વરૂપ પ્રતીત થતું નથી. અર્થ જ્યારે પ્રતીત થાય છે ત્યારે જ્ઞાનની સાથે પ્રતીત થાય છે. દંડ વિના મનુષ્યની પ્રતીતિ થાય છે પણ જ્ઞાન વિના અર્થની પ્રતીતિ થતી નથી. એટલો જ્ઞાન અને દંડમાં ભેદ છે. દંડના સંબંધ વિના દંડીના સ્વરૂપની પ્રતીતિ થઈ શકતી નથી. જ્ઞાતરૂપમાં અર્થની પ્રતીતિ પણ જ્ઞાનના સંબંધ વિના થઈ શકતી નથી. આ જ્ઞાન અને દંડના સંબંધમાં સમાનતા છે. દંડવિના મનુષ્ય જે રીતે વિદ્યમાન છે એ રીતે જ્ઞાન વિના
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૬
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ પણ વિદ્યમાન છે. જે દંડના કારણે દંડીના સ્વરૂપમાં પ્રતીતિ થાય છે તે દંડ પ્રત્યક્ષ છે. પરંતુ જે જ્ઞાનના સંબંધને કારણે અર્થ જ્ઞાતરૂપમાં પ્રતીત થાય છે તે જ્ઞાન પરોક્ષ છે. દંડના સંબંધથી દંડીરૂપમાં પ્રતીતિને ઉત્પન્ન થતી જોઈને અર્થની જ્ઞાતરૂપમાં પ્રતીતિ જ્ઞાનના સંબંધથી થઈ છે. આવા પ્રકારનું અનુમાન થાય છે.
એક બીજું દૃષ્ટાંત જ્ઞાન અને અર્થના સંબંધને અધિક સમાનતાની સાથે પ્રકાશિત કરે છે. અર્થ જ્યારે દેખાય છે ત્યારે પ્રકાશથી પ્રકાશિતરૂપમાં પ્રતીત થાય છે. જ્યારે પ્રકાશની સાથે અર્થનો સંબંધ નથી થતો ત્યારે અર્થ અપ્રકાશિત રહે છે. અર્થ અપ્રકાશિત દશાને છોડીને જ્યારે પ્રકાશિત દશામાં આવે છે ત્યારે અર્થ અને પ્રકાશનો સંબંધ સ્પષ્ટ પ્રતીત થાય છે. વૃક્ષ જ્યાં સુધી અંધારામાં રહે છે ત્યાં સુધી અપ્રકાશિત રહે છે. પ્રકાશિત ન હોવાં છતાં પણ તે વિદ્યમાન છે. અર્થનું પણ જ્યારે જ્ઞાન નથી હોતું ત્યારે તે અજ્ઞાત દશામાં રહે છે. જ્યારે એનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાતરૂપમાં પ્રતીત થાય છે. વૃક્ષની પ્રકાશિતદશા જે રીતે પ્રકાશવિના નથી થઈ શકતી એ રીતે અર્થની જ્ઞાતતા જ્ઞાન વિના નથી થઈ શકતી. આ રીતિએ જ્ઞાતતા દ્વારા જ્ઞાનનું અનુમાન થાય છે.
શ્રી કુમારિલ ભટ્ટના અનુગામી મીમાંસકોના આ મતનો નિષેધ ‘સ્વ અને પર' પદથી થઈ જાય છે. જૈનમતના અનુસારે જ્ઞાન પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ છે. જ્ઞાન કેવલ અર્થને પ્રકાશિત નથી કરતું પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે. પ્રકાશ અને વૃક્ષનો સંબંધ જે રીતે પ્રત્યક્ષ છે એ રીતે અર્થ અને જ્ઞાનનો સંબંધ પણ પ્રત્યક્ષ છે. વૃક્ષની સાથે જે રીતે પ્રકાશ પણ દેખાઈ જાય છે તે રીતે અર્થની સાથે જ્ઞાન પણ પ્રતીત થાય છે. પ્રકાશ અને જ્ઞાન બંને પ્રકાશક છે. સૂર્ય, ચંદ્ર અને દીપક આદિનો પ્રકાશ જ્યારે વૃક્ષ આદિને પ્રકાશિત કરે છે ત્યારે સ્વયં પણ દેખાઈ જાય છે. જે રીતે
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
વૃક્ષ પ્રકાશિત પ્રતીત થાય છે. એ રીતે પ્રકાશ પણ પ્રકાશિત પ્રતીત થાય છે. જ્ઞાન પણ જ્યારે અર્થને પ્રતીતિ કરાવે છે ત્યારે કેવલ અર્થને નહીં પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરે છે. પ્રકાશ અને જ્ઞાન બંને સ્વ અને પરના પ્રકાશક છે. આ રીતે અહીં સ્વ અને પર પદ દ્વારા જ્ઞાનના પરોક્ષ સ્વભાવનો નિષેધ થયો.
નૈયાયિકોના મતનું પણ “સ્વ અને પર' વિશેષણથી અહીં નિરાકરણ થાય છે. નેયાયિકો જ્ઞાનને પરોક્ષ નથી માનતા તે જ્ઞાનને પ્રત્યક્ષ સ્વીકારે છે. પરંતુ તેઓ જ્ઞાનને સ્વપ્રકાશક માનતા નથી. ન્યાય મતના અનુસાર જ્ઞાન વૃક્ષ આદિ પરભૂત (બીજા) અર્થનું પ્રકાશક છે અને એ જ્ઞાનનું પ્રત્યક્ષ પણ થઈ શકે છે. એના અનુમાનની આવશ્યકતા નથી. પરંતુ તે સ્વયં પોતાના સ્વરૂપને પ્રકાશિત નથી કરતું.
ઘડાને દેખ્યા પછી “હું ઘડાને જાણું છું” આવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનને અનુવ્યવસાય કહેવાય છે. અનુવ્યવસાયથી ઘટ અને એના જ્ઞાનનું પ્રકાશન થાય છે. જ્ઞાનને સ્વપ્રકાશક કહેવાવાળા જેનો કહે છે કે જો ઘટની જેમ જ્ઞાનને પ્રત્યક્ષ કરવા માટે બીજા જ્ઞાનની આવશ્યકતા હોય તો બીજા જ્ઞાનને પ્રત્યક્ષ કરવા માટે ત્રીજા જ્ઞાનની આવશ્યકતા રહેશે. આ રીતે જે પણ જ્ઞાન થશે એનું પ્રત્યક્ષ કરવા માટે બીજું જ્ઞાન આવશ્યક થશે. આ રીતે અનવસ્થા આવશે. જેના કારણે પહેલું જ્ઞાન પણ પ્રત્યક્ષ નહીં થઈ શકે. આ તત્ત્વને સૂચિત કરવા માટે પ્રમાણના લક્ષણમાં “સ્વ પર પદ છે. સૂર્ય દીપક આદિનો પ્રકાશ જ્યારે કોઈ અર્થને પ્રકાશિત કરે છે ત્યારે પ્રકાશને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ પ્રકાશની અપેક્ષા હોતી નથી જ્ઞાન પણ જ્યારે અર્થને પ્રકાશિત કરે છે ત્યારે જ્ઞાનને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી. જ્ઞાન પ્રકાશની સમાન સ્વપ્રકાશક છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તદુપરાંત, નૈયાયિક જગતના કર્તા પરમેશ્વરના જ્ઞાનને સમસ્ત અર્થોનું જે રીતે પ્રકાશક માને છે તે રીતે પોતાના સ્વરૂપનું પણ પ્રકાશક માને છે. જો પરમેશ્વરનું જ્ઞાન સ્વપ્રકાશક ન હોય તો એને (જ્ઞાનને) અપ્રકાશિત સ્વરૂપમાં જ સ્થિર માનવું પડશે. જીવોને અનેક જ્ઞાન હોય છે એથી પહેલા જ્ઞાનને બીજું જ્ઞાન પ્રકાશિત કરી શકે છે. પરંતુ પરમેશ્વરનું જ્ઞાન નિત્ય અને એક છે એને (ઈશ્વરને) બીજુ કોઈ જ્ઞાન નથી કે, જે પહેલા જ્ઞાનને પ્રકાશિત કરી શકે. આ રીતિથી પરમેશ્વરનું જ્ઞાન જીવોનાં જ્ઞાનની અપેક્ષાએ પણ બહુ હીન થઈ જશે. આ આપત્તિને દૂર કરવા માટે તૈયાયિક પરમેશ્વરના જ્ઞાનને પર અને સ્વનું પ્રકાશક માને છે. જો જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક ન હોય તો પરમેશ્વરનું જ્ઞાન પણ સ્વપ્રકાશક ન બની શકે. કોઈપણ પદાર્થનું સ્વરૂપ પરિમાણ આદિમાં નાનું મોટું હોઈ શકે પરંતુ પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરી શકે. વૃક્ષ આદિ પદાર્થ સ્વપ્રકાશક નથી એને પ્રકાશિત કરવા માટે સૂર્ય દીપક આદિની અપેક્ષા હોય છે. વૃક્ષ વગેરે નાના મોટા હોઈ શકે. નાનું મોટું હોવું એ પદાર્થોનું નિયત સ્વરૂપ નથી. સહકારી નિમિત્તકારણોથી પદાર્થ નાનો મોટો હોઈ શકે છે. પરંતુ એનું સ્વરૂપ હંમેશા સરખુ હોય છે. વૃક્ષ વગેરે નાનું હોય કે મોટું અને પ્રકાશિત થવા માટે દીપક આદિના પ્રકાશની અપેક્ષા અવશ્ય રહે છે. નાનું વૃક્ષ વગેરે દીપકથી. પ્રકાશિત થાય અને મોટું વૃક્ષ દીપક આદિ વિના સ્વયં પ્રકાશિત થઈ જાય. આવા પ્રકારનો કોઈ ફેરફાર હોતો નથી. જીવોનું જ્ઞાન ઈન્દ્રિય આદિથી ઉત્પન્ન થાય છે. એથી તે એક પદાર્થનું અથવા બે ચાર પદાર્થોનું પ્રકાશક થઈ શકે છે. પરમેશ્વરનું જ્ઞાન વ્યાપક છે. એથી સમસ્ત પદાર્થોનું પ્રકાશક થઈ શકે છે. આમાં કોઈ પ્રમાણનો વિરોધ નથી પરંતુ વ્યાપક હોવા માત્રથી કોઈ જ્ઞાન પોતાનાં અપ્રકાશમય સ્વરૂપને છોડી નથી
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રમાણ
22
શકતું. નેયાયિક પરમેશ્વરના જ્ઞાનને સ્વપ્રકાશક માને છે. એથી સિદ્ધ થાય છે કે જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક છે. પર પરિમિત અને અપરિમિત હોવાના કારણે ઓછા અથવા વધારે સંખ્યામાં પદાર્થોનું પ્રકાશન કરે છે. દીપક નાનો છે અને સૂર્ય મોટો છે. દીપક થોડા જ દૂર સુધીના પદાર્થોને પ્રકાશિત કરે છે અને સૂર્ય પૃથ્વભરના પદાર્થોને પ્રકાશિત કરે છે. આટલો ભેદ હોવા છતાં પણ દીપક અને સૂર્યના સ્વપ્રકાશક સ્વરૂપમાં ભેદ નથી. પ્રકાશની સમાન જ્ઞાન પણ સ્વ અને પરનું પ્રકાશક છે.
પ્રસ્તુત પ્રમાણના લક્ષણમાં પર પદ જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારના મતનો નિષેધ કરે છે. યોગાચાર લોકો બોદ્ધ છે. એમના અનુસાર જ્ઞાન જ સત્ય છે. જ્ઞાનથી પ્રતીત થવાવાળા બાહ્ય પદાર્થો મિથ્યા છે. જ્ઞાનમાં જે કાંઈ પ્રતીત થાય છે તે વસ્તુતઃ વિદ્યમાન નથી. પરમાર્થની અપેક્ષાએ જ્ઞાન પોતાના સ્વરૂપનું પ્રકાશક છે. જ્ઞાનથી ભિન્ન પર નથી એથી પરપ્રકાશક નથી. આ મતનું નિરાકરણ કરવા માટે પણ પર પદ છે. જ્ઞાનના દ્વારા પ્રકાશિત થવાવાળા બધા પદાર્થો મિથ્યા નથી. ક્યારેક ક્યારેક જ્ઞાનમાં અવિદ્યમાન પદાર્થ પણ પ્રકાશિત થવા લાગે છે. ગ્રીષ્મઋતુમાં દૂરથી દેખતાં મરુસ્થલમાં પણ પાણી દેખાય છે. તેથી નજીકમાં જે પાણી દેખાય છે તે મિથ્યા નથી થઈ જતું. મિથ્યાજલથી તૃપ્તિ નથી થતી પરંતુ સત્ય જલથી તૃપ્તિ થાય છે. મિથ્યા અર્થનું પ્રકાશક જ્ઞાન પ્રમાણ નથી હોતું. પ્રસ્તુત લક્ષણ પ્રમાણભૂત જ્ઞાનનું છે તે સત્ય પદાર્થનું પ્રકાશક છે. આ વસ્તુને પ્રગટ કરવા માટે લક્ષણમાં “પર” પદ છે. જ્ઞાન જે રીતે સત્ય છે એ રીતે સત્યજ્ઞાનનો વિષય પણ સત્ય છે.
આ વસ્તુને ગ્રંથકારે આ શબ્દોમાં પ્રગટ કરી છે. मूलम् - परोक्षबुद्ध्यादिवादिनां मीमांसकादीनाम् बाह्यार्थापलापिनां
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ज्ञानाद्यद्वैतवादिनां च मतनिरासाय स्वपरेति स्वरुपविशेषणार्थमुक्तम्।
અર્થ :- બુદ્ધિ પરોક્ષ છે. આ મતને માનવાવાળા મીમાંસક વગેરેના અને બાહ્ય પદાર્થોનો નિષેધ કરવાવાળા જ્ઞાન આદિના અદ્વૈતવાદિઓનાં મતનો નિષેધ કરવા માટે “સ્વ-પર’ આ વિશેષણ છે. અહિંયાં આ વિશેષણ સ્વરૂપવિશેષણના રૂપમાં કહેવાયું છે.
સ્વ-પર’ આ વિશેષણ સ્વરૂપવિશેષણ છે. વિશેષણ બે પ્રકારના હોય છે. સ્વરૂપવિશેષણ અને વ્યાવર્તક વિશેષણ. વસ્તુના સ્વરૂપને પ્રગટ કરવા માટે વસ્તુના ધર્મોનું વર્ણન કરવામાં આવે છે. વસ્તુના ધર્મ બે પ્રકારનાં હોય છે. સામાન્ય અને વિશેષ. સામાન્યધર્મ સજાતીય અને વિજાતીય વસ્તુઓમાં પણ હોય છે. કોઈ વસ્તુમાં સામાન્ય ધર્મ છે તો એના જ્ઞાનથી વસ્તુમાં એની સત્તાનું જ્ઞાન થાય છે. એના સિવાય કોઈ ફલ એના જ્ઞાનથી હોતું નથી. સૂર્યના કિરણ સફેદ છે. કિરણ વિશેષ્ય છે અને શુક્લ વિશેષણ છે. કિરણનો રંગ સફેદ છે. આટલું આ વિશેષણથી પ્રતીત થાય છે. એથી આ સ્વરૂપનું બોધક વિશેષણ છે.
જ્યારે કપડાને શુક્લ કહીએ છીએ ત્યારે પટમાં (કપડામાં) માત્ર શુક્લવર્ણની સત્તાનું જ જ્ઞાન નથી થતું. શુક્લપટ નીલ-રક્ત આદિ પટોથી ભિન્ન પણ પ્રતીત થાય છે. બીજાઓથી ભેદને પ્રકાશિત કરનાર હોવાથી શુક્લ વિશેષણ વ્યાવર્તક વિશેષણ છે.
પ્રસ્તુત પ્રમાણના લક્ષણમાં “સ્વ-પર' આ વિશેષણ સ્વરૂપનું બોધક વિશેષણ છે. આ લક્ષણનું વ્યવસાયિ' પદ અપ્રમાણ જ્ઞાનોથી પ્રમાણભૂત જ્ઞાનને ભિન્ન કરે છે. “સ્વ-પર' પદથી તો “સ્વ” રૂપ અને “પર” રૂપનું પ્રકાશક પ્રતીત થાય છે. સંદેહ આદિ અપ્રમાણજ્ઞાન પણ સ્વરૂપ અને પરરૂપના પ્રકાશક હોય છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
નયવાદ
सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः।
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર, આ ત્રણેયના સુભગ મિલનથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, અને દીર્ઘકાલપર્યત આ2િ) રત્નત્રયીની સાધના કરતાં-કરતાં સર્વકર્મનો ક્ષય થાય છે અને અંતે આત્માની મુક્તિ થાય છે. શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપિત કરેલા જીવાદિ નવ તત્ત્વો ઉપરની સમ્યક્ શ્રદ્ધાને (સમ્યક્ રુચિને) સમ્યગ્દર્શન કહેવાય છે. તે જીવાદિ નવ તત્ત્વોના યથાર્થ બોધને સમ્યજ્ઞાન કહે છે, અને સર્વ સાવદ્યયોગોના-પાપ વ્યાપારોના ત્યાગને સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં સમ્યગ્દર્શન તત્ત્વરુચિ સ્વરૂપ છે. સમ્યજ્ઞાન તત્ત્વાવબોધ સ્વરૂપ છે અને સમ્યકુચારિત્ર તત્ત્વપરિણતિ સ્વરૂપ છે.
રત્નત્રયીની પ્રાપ્તિ, શુદ્ધિ અને વૃદ્ધિમાં સમ્યગ્દર્શનની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર સમ્યગુ (તાત્ત્વિક) બની શકતાં નથી. સમ્યગ્દર્શનના અભાવમાં પ્રાપ્ત થતું જ્ઞાન 1. तत्त्वार्थाधिगम सूत्र १-१ (२) जैनदर्शन में सम्यग्दर्शन आदि तीन को "रत्नत्रयी'' संज्ञा दी है। 2. रूचिर्जिनोक्ततत्त्वेषु, सम्यक् श्रद्धानमुच्यते। जायते तनिसर्गेण, गुरोरधिगमेन।। 3. यथावस्थिततत्त्वानां संक्षेपाद्विस्तरेण वा। योऽवबोधस्तमत्राहुः, सम्यग्ज्ञानं मनीषिणः ।।१।। सर्वसावद्ययोगनां, त्यागश्चारित्रमिष्यते कीर्तितं तदहिंसादि-व्रतभेदेन पञ्चधा।। (योगशास्त्र-१/ ૨૬-૨૭-૨૮)
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
આત્મહિતકર બનવાને બદલે આત્મામાં અસત્ તત્ત્વોનું બળ વધારવાવાળું બને છે અને સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં પ્રાપ્ત થયેલું ચારિત્ર આત્મશુદ્ધિનું કારણ નથી બનતું. સમ્યગ્દર્શન અર્થાત્ જગતનું યથાર્થ દર્શન, જગતના પદાર્થોનું વાસ્તવિક દર્શન થયા વિના હેય-ઉપાદેય પદાર્થોનો તાત્વિક નિર્ણય થઈ શકતો નથી. તેના વગર હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ તાત્ત્વિક દૃષ્ટિથી શક્ય બનતી નથી. તાત્ત્વિક નિવૃત્તિ અને પ્રવૃત્તિ વગર આત્મામાં અડ્ડો જમાવીને બેઠેલા અનાદિના કુસંસ્કાર અને પાપકર્મ નષ્ટ થઈ શકતાં નથી અને તેના વગર રત્નત્રયીની સાધના થઈ શકતી નથી.
સમ્યગ્દર્શન પાયાનો ગુણ છે. તેના આવવાથી આત્માના નાના મોટા બધા જ્ઞાનાદિ ગુણો તાત્વિક બની જાય છે અને રાગાદિ દોષો પોતાનું સામર્થ ગુમાવી દે છે. સમ્યગ્દર્શનનું વાસ્તવિક સ્વરૂપ તત્ત્વરૂચિ છે. આત્માને માટે જે તારક તત્ત્વ છે. તેનું સેવન કરવાની આતુરતા અને જે મારક તત્ત્વ છે, તેને જીવનમાંથી તિલાંજલી દેવાની ઈચ્છાને તત્ત્વરુચિ કહેવાય છે. જ્યારે તત્ત્વોનો યથાર્થ બોધ થાય અને તત્ત્વના વિષયમાં એક પણ ભ્રાન્તિ ન રહે ત્યારે ખરી તત્ત્વરૂચિ કહેવામાં આવે છે. તત્ત્વાર્થ સૂત્રકાર મહર્ષિએ તત્ત્વોનો યથાર્થ બોધ કરવાનો માર્ગ બતાવતાં કહ્યું છે કે,
પ્રમાણનામ: . (તસ્વાર્થાધિગમ સૂત્ર ૧-૬) .. પ્રમાણ અને નય-એ બે માર્ગથી તત્ત્વોનો અધિગમ-બોધ થાય છે.
જે જ્ઞાન દ્વારા વસ્તુ તત્ત્વને જાણી શકાય છે, તેને પ્રમાણ કહેવાય છે. (૧) પ્રમાણ સર્વ વસ્તુનું ગ્રાહક છે. અર્થાત્ પ્રમાણ દ્વારા અનંત
4. પ્રમીયતે - પરિચ્છિદ્યતે વસ્તુતત્ત્વ યજ્ઞાનેન તત્રમાણમાં (વયેનાપતિ:)T 5. સન્નવસ્તુદિ પ્રમાણમ્II (વિવેના પપદ્ધતિ:)
Page #110
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૯૩
ધર્માત્મક વસ્તુતત્ત્વનો બોધ થાય છે. પ્રમાણનો વિષય અનંતધર્માત્મક વસ્તુ-પદાર્થ છે. જે પ્રમાણ દ્વારા જે અનંત ધર્માત્મક વસ્તુ ગ્રહણ થાય છે, તે અનંત ધર્માત્મક વસ્તુના એક અંશને ગ્રહણ કરવાવાળો (ગ્રાહક) નય છે.)
નયનું સામાન્ય લક્ષણ, નયના ભેદ-પ્રભેદ અને તેનું સ્વરૂપ તથા નયમાં સપ્તભંગીનું યોજન વગેરે વિષયો પર હવે ક્રમશ: વિચારીશું. જૈનદર્શનના સ્યાદ્વાદને સમજવા માટે નય સમજવો આવશ્યક છે. અનંત ધર્માત્મક વસ્તુના સ્વરૂપને સર્વાગીણ રૂપથી સમજવા માટે વસ્તુના એક-એક ધર્મને અપેક્ષા ભેદથી સમજવો પણ આવશ્યક છે અને વસ્તુના એક-એક ધર્મને ભિન્ન-ભિન્ન અપેક્ષાથી સમજવાનો માર્ગ એટલે નયવાદ છે. નયનું સામાન્ય લક્ષણ :
નયનું સામાન્ય લક્ષણ બતાવતાં નયરહસ્ય પ્રકરણમાં કહ્યું છે કે, "प्रकृतवस्त्वंशग्राही तदितरांशाप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः।"
પ્રકત વસ્તુના એક અંશ (ધર્મ) ને ગ્રહણ કરવાવાળો અને તે વસ્તુના બીજા અંશોનો (ધર્મોનો) પ્રતિક્ષેપ (અપલાપ) ન કરવાવાળા અધ્યવસાય વિશેષને નય કહેવાય છે. જૈનતર્કભાષામાં પણ નયની (પહેલાં કહી તેવી) વ્યાખ્યા કરી છે.
"प्रमाणपरिच्छिन्नस्यानन्तधर्मात्मकस्य वस्तुन एकदेशग्राहिणस्तदितरांशाप्रतिक्षेपिणोऽध्यवसायविशेषो नयः।।"
(8જેવી રીતે પ્રમાણ જ્ઞાન છે, તેવી રીતે નય પણ જ્ઞાન છે. બંનેમાં 6. મનન્તધર્મજં વધુ પ્રમાવિષસ્જિદ પ (લન સમુચ્ચય-૧૧) 7. પ્રમાણેન વસ્તુસરીતાર્થેવાંશી : || (વયવંદના પપદ્ધતિ:)T. 8. नानास्वभावेभ्यो व्यावृत्यैकस्मिन् स्वभावे वस्तु नयति - प्राप्नोतीति नयः ।।
Page #111
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ફરક એટલો જ છે કે પ્રમાણ વસ્તુના બધા ધર્મોનું ગ્રાહક છે અને નય તે તે વસ્તુના પોતાને અભિપ્રેત એક નિશ્ચિત પ્રકારના ધર્મનો ગ્રાહક છે.
૯૪
નયપ્રદીપ ગ્રંથમાં પ્રમાણ અને નયના વિષયોને બતાવતા કહ્યું છે કે, સામાન્ય-વિશેષાદિ નાના (અનેક) સ્વભાવાત્મક ઘટાદિ વસ્તુ પ્રમાણનો વિષય છે. જ્યારે તે ઘટાદિ વસ્તુઓનાં અનેક સ્વભાવોમાંથી વિવક્ષિત એક સ્વભાવ નયનો વિષય છે.” ટૂંકમાં, અનંતધર્માત્મક વસ્તુગ્રાહી પ્રમાણ છે અને પ્રમાણ દ્વારા સંગૃહીત અનંતધર્માત્મક વસ્તુનો એક અંશ નય નો વિષય છે. જ્ઞાતાના અભિપ્રાય વિશેષને પણ નય કહેવાય છે.(10)
અનુયોગદ્વાર સૂત્રની ટીકામાં નયનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે, ‘‘સર્વત્રાનન્તધર્માંધ્યાક્ષિતે વસ્તુનિ ાંશપ્રા જો વોધો નય:’' સર્વત્ર અનંતધર્માત્મક વસ્તુમાં એક અંશનો ગ્રાહક બોધ નય કહેવાય છે. પ્રમાણનયતત્ત્વાલોકના સાતમા પરિચ્છેદમાં કહ્યું છે કે,
*
" नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ।।७ / १ । । ”
શાબ્દબોધમાં પ્રતિભાસિત થતી અનંત અંશાત્મક વસ્તુમાંથી ઈતર અંશોની ઉદાસીનતાપૂર્વક વસ્તુનો એક અંશ જે અભિપ્રાય વિશેષથી ખબર પડે તે વક્તાના અભિપ્રાય વિશેષને નય કહે છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થમાં અનંતધર્મ રહેલાં છે. તેમાંથી અભીષ્ટ અંશોને (ધર્મોને) ગ્રહણ કરવાવાળો અને તેનાથી અતિરિક્ત બીજા ધર્મો પ્રતિ ઉદાસીન રહેવાવાળો અર્થાત્ તે ધર્મોનો અપલાપ ન કરવાવાળો જે જ્ઞાતાનો અધ્યવસાય વિશેષ છે, તે નય કહેવામાં આવે છે.
9. પ્રમાળેન સંગૃહીતાર્થેાંશો નય: ।। 10. જ્ઞાતુરભિપ્રાય: નય:। (નવપ્રવી૫:)
Page #112
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૯૫
ટૂંકમાં, વક્તાના તાત્પર્યાનુસાર વસ્તુના જે તે સ્વરૂપને સમજવાના સાધન વિશેષને નય કહેવામાં આવે છે. “અનેકાંત વ્યવસ્થા' પ્રકરણમાં નયની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, જેના દ્વારા પ્રતિનિયત ધર્મનું ગ્રહણ થાય, તેને નય કહેવાય છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ નયોપદેશ ગ્રંથમાં “નય’ના સ્વરૂપની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે,
सत्त्वासत्त्वाद्युपेतार्थेष्वपेक्षावचनं नयः। न विवेचयितुं शक्यं विनापेक्षं हि मिश्रितम् ।।२।।
सत्त्वासत्त्व - नित्यानित्य - भेदाभेदादयो, ये तैरुपेता येऽर्था जीवपुद्गलादयस्तेषु अपेक्षावचनं प्रतिनियतधर्मप्रकारकापेक्षाख्यशाब्दबोधजनकं वचनं नयवाक्यमित्यर्थः। इदं वचनरुपस्य नयस्य लक्षणं हि - निश्चितं मिश्रितं - नानाधर्मे करंबितं वस्तु अपेक्षां विना विवेचयितुं न शक्यम् ।।२।।
સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, ભેદ-અભેદ વગેરે જે ધર્મ છે, તે ધર્મોથી યુક્ત જીવ-પુદ્ગલ આદિ દ્રવ્યોના વિષયમાં જે અપેક્ષાવચન અર્થાત્ (તે અનંતધર્માત્મક વસ્તુનો) પ્રતિનિયત ધર્મ જેમાં પ્રકાર છે, એવા અપેક્ષા નામના શાબ્દબોધન જનક વાક્યને નયવાક્ય કહેવામાં આવે છે. એટલે કે અપેક્ષાજ્ઞાનમાં અનંતધર્માત્મક વસ્તુનો પ્રતિનિયત ધર્મ પ્રકાર બને છે અને એ પ્રતિનિયત ધર્મ પ્રકારક અપેક્ષાજ્ઞાનના જનક વચનને નયવાક્ય કહેવામાં આવે છે.
આ અપેક્ષા વચન તે નયનું નિશ્ચિત લક્ષણ છે. અનેક ધર્મોથી યુક્ત વસ્તુને અપેક્ષા વગર વિવેચિત કરી શકાતી નથી. એક વસ્તુમાં ભિન્ન ભિન્ન અપેક્ષાથી રહેલા અનેક ધર્મ કે જે વસ્તુના સ્વપર્યાય કે પરપર્યાયરૂપે તેમાં રહેલા હોય છે. તે અનંતા ધર્મોમાંથી એક ધર્મને કોઈ અપેક્ષા વિશેષથી જે અપેક્ષા વચન દ્વારા નિર્વચન કરવામાં આવે તે અપેક્ષા
Page #113
--------------------------------------------------------------------------
________________
' જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
વચનને નયવાક્ય કહેવામાં આવે છે. તેથી જ નયોપદેશ ગ્રંથમાં આગળ જણાવ્યું છે કે,
तेन सापेक्षभावेषु प्रतीत्यवचनं नयः।
પ્રમાણનયતત્તાલોકનાં નયપરિચ્છેદમાં નયના વિષયમાં વધારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે,
"वस्त्वंशे प्रवर्तमानो नयः स्वार्थैकदेशव्यवसायलक्षणो न प्रमाणं નપિ મિથ્યાજ્ઞાનેમિતિ પાછા.”
વસ્તુના એક પ્રતિનિયત અંશમાં પ્રવર્તિત નય પોતાને ઈચ્છિત એવા વસ્તુના) એક દેશના જ્ઞાન સ્વરૂપ છે અને તે પ્રમાણ નથી. (કારણ કે, પ્રમાણ તો વસ્તુના સમસ્ત અંશોનું ગ્રાહક છે અને) તે નય મિથ્યાજ્ઞાન પણ નથી. કારણ કે, નય વસ્તુમાં રહેલા પ્રતિનિયત ધર્મનું અવગાહન કરાવે છે અને તે વસ્તુના “સ્વ” ને અનભિપ્રેત એવા અન્ય ધર્મોનો અમલાપ નથી કરતો. સ્વયંના ઈષ્ટ અંશ = ધર્મને મુખ્યતાથી પુરસ્કૃત કરે છે અને અન્ય નયોના ઈષ્ટ ધર્મોને ગોણરૂપથી સ્વીકૃત રાખે છે.) નયવાક્યનું લક્ષણ નયવાક્યનું લક્ષણ જણાવતી વખતે “ગયપ્રતિવ” ગ્રંથમાં કહ્યું છે કે,
नयवाक्यलक्षणं तु अपरधर्म-ग्रहोपेक्षकत्वे सत्येकधर्मग्राहिवाक्यं नयवाक्यम्। વસ્તુના અપર (અન્ય) ધર્મોને ગ્રહણ કરવામાં ઉપેક્ષા કરવાની સાથે પોતાને અભિપ્રેત વસ્તુના) એક ધર્મને ગ્રહણ કરવાવાળા વાક્યને નયવાક્ય કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, નયવાક્ય વસ્તુના પોતાને ઈચ્છિત નથી એવા ધર્મોને ગ્રહણ કરવામાં ઉપેક્ષા કરે છે અર્થાત્ “સ્વ” ને અનભિપ્રેત ધર્મોનાં ગ્રહણમાં ઉદાસીન રહે છે. પરંતુ તે અન્ય ધર્મોની પૂર્ણ ઉપેક્ષા
Page #114
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૯૭
અપલાપ કરતું નથી, તે વાત યાદ રહે. જો અન્ય ધર્મોનો અપલાપ કરીને (અપેક્ષા ભેદથી રહેલા તે ધર્મોનો એકાંતે નિષેધ ફરમાવીને-અપલાપ કરીને) પોતાને ઈચ્છિત અંશોને જ બતાવે તો તે નયવાક્ય નથી, પણ દુર્નયવાક્ય છે. પ્રશ્ન. નય વાક્યનો આકાર કેવો હોય છે? ઉત્તર. નય વાક્યનો આકાર આ પ્રમાણે છે – “યાતિ ધરઃ” અહીં યાદ
રાખવું કે, આ નયવાક્યનો આકાર “ચા” પદથી લાંછિત હોવા છતાં પણ કોઈ પ્રકારે (અપેક્ષાએ) ઘટમાં “અસ્તિત્વ” માત્રને સિદ્ધ કરે છે. અને અસ્તિત્વના સમાનાધિકરણ તેનાથી (અસ્તિત્વથી) અતિરિક્ત અનંતા ધર્મોની ઉપેક્ષા જ થાય છે અર્થાત્ એક ઘટ વસ્તુમાં “અસ્તિત્વ ધર્મ રહેલો છે. તે જ ઘટમાં “અસ્તિત્વ થી અતિરિક્ત બીજા નિત્યસ્વાદિ અનંતા ધર્મ રહેલા છે, જે “અસ્તિત્વ' ના સમાનાધિકરણ ધર્મ છે, તે અનંતા ધર્મોની ઉપેક્ષા કરીને માત્ર ઘટમાં “અસ્તિત્વ ધર્મને સિદ્ધ
કરવા માટે જે વાક્ય પ્રયોગ થાય, તેને નયવાક્ય કહેવાય છે. પ્રશ્ન. નયવાક્ય પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે? ઉત્તર. નયવાક્ય પ્રમાણ પણ નથી અને અપ્રમાણ પણ નથી. પરંતુ
પ્રમાણનો એક દેશ છે. કારણ કે, નયવાક્ય દ્વારા પ્રમાણ દ્વારા સ્વીકૃત અનંતા ધર્મોમાંથી એક જ “અસ્તિત્વ' ઇત્યાદિ ધર્મનો ગ્રહ થાય છે-સ્વીકાર થાય છે. તેથી નયવાક્ય પ્રમાણનો એક દેશ છે.
પ્રમાણવાક્ય એકી સાથે સકલ ધર્મોનો ગ્રહ કરે છે. તેથી નયવાક્ય પ્રમાણ પણ નથી અને નયવાક્ય પ્રમાણ દ્વારા સ્વીકૃત અનંતા ધર્મોમાંથી કોઈપણ ધર્મોનો અપલાપ કર્યા વિના પોતાની અપેક્ષા પ્રમાણેના ઈચ્છિત અંશ (ધર્મ) નો ગ્રહ કરે છે. તેથી અપ્રમાણભૂત પણ નથી.
Page #115
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રશ્ન. દુર્નય વાક્ય પણ એક ધર્મનો ગ્રહ કરે છે અને નય વાક્ય પણ એક ધર્મનો ગ્રહ કરે છે, તો પછી નયવાક્યને દુર્નય વાક્ય કેમ ન કહેવાય?
૯૮
ઉત્તર. દુર્નય વાક્ય અને (સુ) નયવાક્યમાં ફરક છે. દુર્નય વાક્ય વસ્તુના શેષ ધર્મોનો અપલાપ કરીને એક ધર્મનું ગ્રાહક બને છે. જ્યારે, નયવાક્ય શેષ ધર્મોનો અપલાપ કર્યા વગર અપેક્ષા ભેદથી તે ધર્મોને ગૌણરૂપથી સ્વીકૃત રાખીને પોતાને અભિપ્રેત ધર્મને પુરસ્કૃત કરે છે. તેથી સર્વ ધર્મોના પુરસ્કર્તા પ્રમાણ વાક્ય અંતર્ગત નયવાક્ય આવી શકે છે. ટૂંકમાં, નયવાક્ય પ્રમાણ વાક્યને અંતર્નિષ્ઠ છે, જ્યારે દુર્નય વાક્ય પ્રમાણ વાક્યની બહિર્ભૂત છે. સુનય વાક્યોનો સમુદાય જ પ્રમાણ વાક્યનો વિષય છે. દુર્નય વાક્ય પ્રમાણ વાક્યના વિષયભૂત સમુદાયમાં આવી શકતું નથી. તેથી તે પ્રમાણ વાક્યની બહિર્ભૂત છે. પ્રશ્ન. પ્રમાણ વાક્યનો આકાર કેવા પ્રકારનો હોય છે?
ઉત્તર.પ્રમાણ વાક્યનો આકાર “સ્યાવચ્ચેવ પદ:'' ઈત્યાકારક છે. અહીંયાં સ્વાદેવ'' પદથી લાંછિત હોવાથી તેની પ્રમાણતા છે. તેમાં સ્વરૂપાદિ દ્વારા ઘટમાં ‘અસ્તિત્વ’ ધર્મનું ‘સ્વાત્’ પદ દ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે. પરંતુ પરરૂપાદિ દ્વારા નહિ. ‘F’ પદ દ્વારા ‘અસ્તિત્વ' થી વિરુદ્ધ નાસ્તિત્વાદિ ધર્મોનો વ્યવચ્છેદ પ્રતિપાદિત કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે પ્રમાણ વાક્યમાં અસ્તિત્વ, સત્ત્વાદિ ધર્મોના પ્રતિપાદનની સાથે જ નાસ્તિત્વઅસત્ત્વાદિનું પણ નિષેધમુખેન પ્રતિપાદન થઈ જ જાય છે. જ્યારે નય વાક્યમાં વસ્તુના એકમાત્ર ‘અસ્તિત્વ’ આદિ ધર્મનું મુખ્યતાએ વિધાન થાય છે. પ્રમાણ વાક્યમાં સ્વરૂપથી અસ્તિત્વ અને
Page #116
--------------------------------------------------------------------------
________________
યવાદ
૯૯
પરરૂપથી નાસ્તિત્વ, તે બંનેનો “ચાયૅવ પદા” ઈત્યાકારક વિધાન દ્વારા એક સાથે યુગપ) જ વિધાન થઈ જાય છે. નય વાક્યમાં ” “ ચીતિ બદ:” ઈત્યાકારક વિધાન દ્વારા કેવળ “અસ્તિત્વ ધર્મનું જ પ્રતિપાદન થાય છે. આમ, પ્રમાણ વાક્ય
અને નય વાક્ય વચ્ચે તફાવત છે. પ્રશ્ન. પ્રમાણ વાક્યનો આકાર “સત્યેવ પટ:” એવો હોય તો પણ
અગાઉ બતાવ્યા પ્રમાણે બોધ થઈ જાય છે, તો પછી “ચાત્' પદ
વધારે કેમ રાખ્યું છે? ઉત્તર પ્રમાણ વાક્યમાં “ચા” પદ અધિક નથી, પરંતુ આવશ્યક જ છે.
કારણ કે, જો તે રાખવામાં ન આવે તો દુર્નય વાક્યમાં પ્રમાણ વાક્યનું લક્ષણ ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ આવે છે. દુર્નય વાક્યનો આકાર “મફ્લેવ યદ:” જ છે. દુર્નય વાક્ય વસ્તુના સ્વાભિપ્રેત અંશ-ધર્મથી અતિરિક્ત અંશોનો અપલાપ કરે છે.
તેથી પ્રમાણ વાક્ય : “ચર્ચેિવ ધટ:” નય વાક્ય : યાતિ પટ: દુર્નયવાક્ય: સત્યેવ પદા” આ પ્રકારે ત્રણે વાક્યોની વચ્ચે વિવેક છે. પ્રમાણ વાક્યથી વસ્તુનો સમગ્રતયા બોધ થાય છે. નય વાક્યથી વસ્તુને સાપેક્ષિત એક ધર્મનો બોધ થાય છે. દુર્નય વાક્યથી વસ્તુનો એકાંતિક એક ધર્મને બોધ થાય છે, જે મિથ્યા છે. પ્રમાણ વાક્ય, નય વાક્યથી ગર્ભિત હોય છે.(11) અને દુર્નય વાક્યથી દૂરીત હોય છે. (અર્થાત્ નય વાક્યોનાં સમૂહરૂપ જ પ્રમાણ વાક્ય હોય છે, અને પ્રમાણ
11. प्रमाणवाक्यं नयवाक्यगर्भितं निर्दूषणं दुर्नयवाक्यदूरितम्। स्यादेवयुक्तं जिनराजशासने सतां चमत्कारकरं भवेन किम्? ।।२।।
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રમાણ વાક્યમાં
વાક્ય દુર્નય વાક્યથી દૂરીકૃત હોય છે દુર્નય વાક્યોની કોઈ ભૂમિકા નથી.)
વિશેષમાં.... પ્રમાણ વાક્ય સકલદેશાત્મક છે, નય વાક્ય વિકલદેશાત્મક છે. દુર્નય વાક્ય ન સકલ દેશાત્મક છે, કે ન તો વિકલદેશાત્મક છે. પરંતુ સર્વથા હેય હોવાથી બહિષ્કૃત જ છે.
સકલાદેશઃ
સકલાદેશ ક્યારે થાય, તે જણાવતાં નયપ્રકાશસ્તવમાં કહ્યું છે કેઃ
“एकस्मिन्नैव हि घटादिवस्तुनि, कालादिभिरष्टभिः कृत्वाऽभेदवृत्त्या प्रमाणप्रतिपन्ना अनन्ता अपि धर्मा यौगपद्येन यदाऽभिधीयते तदा सकलादेशो भवति ।
એક જ ઘટાદિ વસ્તુમાં કાલાદિ આઠ દ્વારા અભેદવૃત્તિથી પ્રમાણવાક્ય દ્વારા પ્રતિપક્ષ (ગ્રાહ્ય) અનંતા ધર્મ પણ જ્યારે એક સાથે કહેવામાં આવે છે, ત્યારે સકલાદેશ થાય છે.
સકલાદેશ સાધક આઠ અંગ જણાવતાં કહ્યું છે કે.....
વે પુન: વ્હાલાય:? હ્રાત:, ગર્ભરૂપમ્, અર્થ: સમ્બન્ધ:, ૩૫ાર:, મુળિવેશ:, સંસર્ગ:, શબ્દઃ કૃતિા
-
(૧) કાલ, (૨) આત્મ સ્વરુપ, (વસ્તુના પર્યાય)(૩) અર્થ, (આધાર) (૪) સંબંધ, (અવિષ્યગ્ ભાવ) (૫) ઉપકાર, (વસ્તુની પ્રવૃત્તિ) (૬) ગુણીદેશ, (વસ્તુનું ક્ષેત્ર) (૭) સંસર્ગ અને (૮) શબ્દ (વસ્તુનો વાચક). હવે કાલાદિના વિધાન દ્વારા અભેદ વૃત્તિથી કઈ રીતે પ્રમાણ પ્રતિપત્ર અનંતા ધર્મોનું યુગપત્ વિધાન (કથન) થાય છે, તે જોઈશું. (૧) કાલેન અભેદવૃત્તિ :
સૌ પ્રથમ એ પ્રશ્ન થાય છે કે, અભેદવૃત્તિથી એક જ વસ્તુમાં યુગપત્, વિરુદ્ધ ધર્મનો ગ્રહ કઈ રીતે થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં
Page #118
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૦૧
નયપ્રકાશસ્તવ ગ્રંથમાં જણાવ્યું છે કે, “ચાન્ચેવ ઘટ!” આ સ્થાને ઘટમાં જે કાળે અસ્તિત્વ ધર્મ છે, તે જ કાળે તે જ ઘટમાં જ બાકીના નાસ્તિત્વાદિ ધર્મ પણ છે. તેથી કાલેન અભેદવૃત્તિ છે અર્થાત્ એક જ કાળમાં એક જ ઘટમાં અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મ સાથે રહે છે. એકકાલેન તે બંને વચ્ચે અભેદ છે, અર્થાત્ એકકાલાવચ્છેદન અસ્તિત્વ અને તેનાથી વિરુદ્ધ નાસ્તિત્વાદિ ધર્મોની વચ્ચે એક જ ઘટ વસ્તુમાં સાથે રહેલા હોવાથી) અભેદ છે અને તેથી જ કાલેન અભેદવૃત્તિથી તે બધા ધર્મોનું એક સાથે કથન થાય છે.
અહીંયાં બીજો એક પ્રશ્ન ઉભો થાય છે કે, અસ્તિત્વની સાથે જેનો વિરોધ નથી એવા અવિરુદ્ધ દ્રવ્યવાદિ ધર્મોની એકત્ર (ઘટ વસ્તુમાં) હોઈ શકે છે. પરંતુ સર્વથા વિરુદ્ધ એવા નાસ્તિત્વાદિ ધર્મોની એક જ ઘટ વસ્તુમાં કાલેન અભેદવૃત્તિ કઈ રીતે શક્ય છે? - આ પ્રશ્નના સમાધાનમાં જણાવ્યું છે કે, જે કાળમાં અસ્તિત્વ ધર્મનું નિરૂપણ કરવામાં આવે છે તે કાળે ઘટમાં નાસ્તિત્વ ધર્મ પણ વિદ્યમાન છે અર્થાત્ “ચાવ ઘટ:” એવું વિધાન કરવામાં આવે છે, ત્યારે અસ્તિત્વના સમાનાધિકરણ અનંતા ધર્મોનું (ઘટવાદિ અનંતા ધર્મોનું) પ્રતિપાદન કરવામાં આવે છે. કારણ કે, ઘટતાદિ અનંતા ધર્મોથી વિશિષ્ટ જ ઘટની સત્તાનો યોગ છે. અન્યથા (તે કાળમાં ઘટવાદિ અનંતા ધર્મોથી વિશિષ્ટ ઘટનું પ્રતિપાદન કરેલું માનવામાં ન આવે તો) ઘટના અસત્ત્વની આપત્તિ આવીને ઊભી રહે. તેથી અસ્તિત્વમાં સમાનાધિકરણ અનંત ધર્મોનું પણ તે જ કાળમાં પ્રતિપાદન થાય જ છે, તેથી કાલેન અભેદવૃત્તિ છે. (૨) આત્મરૂપેણ અમેદવૃત્તિ :
આત્મરૂપ અર્થાત્ વસ્તુનો પર્યાય. વસ્તુના પર્યાયથી અભેદવૃત્તિ. વસ્તુના પર્યાય દ્વારા અભેદવૃત્તિથી અનંતા ધર્મોનું યુગપતું કથન થાય છે. જેમ “અસ્તિત્વ ઘટનો પર્યાય છે. તેમ તેનાથી અતિરિક્ત અન્ય ધર્મ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦ ૨
જેનદર્શનને મહત્ત્વના સિદ્ધાંતો
પણ ઘટના જ પર્યાય છે. તેથી અસ્તિત્વની અન્ય ધર્મોની સાથે અભેદવૃત્તિ છે. (૩) અર્થભેદવૃત્તિ :
અર્થ એટલે આધાર. જેવી રીતે, ઘટ વસ્તુ “અસ્તિત્વ ધર્મનો આધાર છે, તેવી રીતે તેનાથી અતિરિક્ત અન્ય ધર્મોનો પણ ઘટ આધાર છે, તેથી અર્થભેદવૃત્તિ છે. (૪) સંબંધાભેદવૃત્તિ :
અવિષ્યમ્ (અપૃથ) ભાવને સંબંધ કહેવામાં આવે છે. જેમ ઘટમાં અસ્તિત્વનો અવિષ્પગુ ભાવ છે, તેમ તે સિવાયના અન્ય ધર્મોનો પણ ઘટમાં સંબંધ છે જ. તેથી સંબંધાભેદવૃત્તિ છે. (૫) ઉપકારભેદવૃત્તિ :
જે ઘટમાં લોકપ્રવૃત્તિ સ્વરૂપ ઉપકાર અસ્તિત્વન કરવામાં આવે છે, તે જ ઉપકાર અન્ય ધર્મો દ્વારા પણ થાય છે. કારણ કે, સકલ ધર્મથી વિશિષ્ટ ઘટમાં જ લોકપ્રવૃત્તિ થાય છે, તેથી ઉપકારાભેદવૃત્તિ છે. (૬) ગુણીદેશાભેદવૃત્તિ :
ગુણી ઘટ, તેનો દેશ = ક્ષેત્ર ભૂતલાદિ, તે ભૂતલાદિનો આશ્રય કરીને જેમ ઘટમાં “અસ્તિત્વ ધર્મનો સદ્ભાવ છે, તેમ અન્ય ધર્મોનો પણ સભાવ છે તેથી ગુણીદેશભેદવૃત્તિ છે. (૭) સંસર્ગભેદવૃત્તિ :
ભેદ પ્રાધાન્ય હોવા છતાં પણ સંબંધ થાય તેને સંસર્ગ કહેવામાં આવે છે. તેથી જે ઘટમાં અસ્તિત્વનો સંસર્ગ છે, તે જ ઘટમાં અન્ય ધર્મોનો પણ સંસર્ગ છે જ. તેથી સંસર્ગભેદવૃત્તિ. અહીંયાં યાદ રાખવું કે, સંબંધ અને સંસર્ગમાં અંતર (ભેદ) છે. સંસર્ગમાં ભેદ પ્રાધાન્ય હોય
Page #120
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૦૩
છે અને અભેદ ગૌણરૂપે હોય છે. સંબંધમાં અભેદ પ્રાધાન્ય હોય છે અને ભેદ ગૌણરૂપે હોય છે. (૮) શબ્દભેદવૃત્તિ :
અસ્તિત્વ ધર્માત્મક ઘટનો વાચક જે શબ્દ છે તે જ શબ્દ અન્ય ધર્માત્મક ઘટનો પણ વાચક છે, તેથી શબ્દાલેદવૃત્તિ.
આ રીતે સકલાદેશનું સ્વરૂપ જોયું. પહેલાં જે પ્રમાણ વાક્ય જોયું હતું તેનું તે અપર પર્યાય જ છે. વિકલાદેશ :
વિકલાદેશનું સ્વરૂપ સકલાદેશથી વિપરીત છે. નય વાક્ય વિકલાદેશ છે. કારણ કે, એક વસ્તુમાં રહેલા નય વાક્યથી પ્રતિપન્ન “અસ્તિત્વ આદિ એક ધર્મના કાલાદિ આઠ દ્વારા ભેદવૃત્તિથી જ્યારે વિધાન કરવામાં આવે છે, ત્યારે વિકલાદેશ થાય છે.
પ્રમાણવાક્યમાં કાલાદિ આઠ દ્વારા અમેદવૃત્તિથી અનંતા ધર્મોનું એકસાથે વિધાન કરવામાં આવે છે. જ્યારે નયવાક્યમાં કાલાદિ આઠ દ્વારા ભેદવૃત્તિથી વિચલિત એક ધર્મનું જ વિધાન કરવામાં આવે છે. તેથી પ્રમાણવાક્ય સકલાદેશાત્મક છે અને નયવાક્ય વિકલાદેશાત્મક છે. * દુર્નય વાક્ય તો સકલાદેશાત્મક પણ નથી કે વિકલાદેશાત્મક પણ નથી. પરંતુ, તે સર્વથા હેય હોવાથી બહિષ્કૃત જ છે. કારણ કે, તેનાથી વસ્તુનો સાચો બોધ થઈ શકતો નથી. નયનું વિશેષ સ્વરૂપઃ
તત્ત્વાર્થ સૂત્રકાર મહર્ષિએ સ્વોપણ ભાષ્યમાં નયનું સામાન્ય લક્ષણ ભિન્ન-ભિન્ન પર્યાયો દ્વારા જણાવ્યું છે. તેનું અવગાહન કરવાથી નય વિષયક બોધ વધુ સ્પષ્ટ થશે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નયરહસ્ય પ્રકરણ માં ન્યાયની શૈલીમાં તે પર્યાયોના અર્થ કર્યા છે. તેનાથી વિશેષત: નયનો વિષય પરિફુટ થશે. તેથી અહીયાં તે નયના પર્યાયવાચી શબ્દોને અર્થ સહિત વિચારીશું.
“નયા: પ્રાપ:, સાથal:, નિર્વર્તા:, ૩પતા :, વ્યાસ, રૂનત્તરમ્ તિ" (તસ્વાર્થ ભાષ્ય ૨-૩૫) -
પ્રત્યેક પર્યાયોનું સ્વરૂપ ન રહસ્ય ગ્રંથના માધ્યમથી વિચારીશું. (૨) પ્રાપવā - પ્રમાપન પ્રતિપન્ન - પ્રતિયોનિપ્રતિયોીિમદ્ - भावापन्ननानाधर्मेकतरमात्रप्रकारकत्वम्।
પ્રમાણ દ્વારા પ્રતિપન્ન (સુનિશ્ચિત) અને પ્રતિયોગિ-પ્રતિયોગિમભાવાપન્ન (અર્થાત્ વિરોધી - વિરોધિમદ્ ભાવથી યુક્ત) જે વસ્તુના) અનેક ધર્મ છે, તેમાંથી કોઈ એક ધર્મ માત્ર પ્રકારક જ્ઞાનને “નય” કહેવામાં આવે છે.
કહેવાનો આશય એ છે કે, પ્રમાણથી પ્રતિપન્ન વસ્તુ અનંતધર્માત્મક છે, તે અનંત ધર્માત્મક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ ધર્મ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ રહેલા હોય છે, જેમ કે, ઘટ વસ્તુમાં અપેક્ષાએ નિત્યત્વ અને અપેક્ષાએ અનિત્યત્વ એમ પરસ્પર વિરુદ્ધ ધર્મ રહે છે. નિત્યત્વનો વિરોધી ધર્મ અનિત્યત્વ છે અને અનિત્યત્વનો વિરોધી ધર્મ નિત્યત્વ છે. તેથી નિયત્વ જ્યારે વિરોધી છે ત્યારે અનિત્યત્વ વિરોધીમદ્ (વિરોધ્ય) છે અને અનિત્યત્વ જ્યારે વિરોધી છે, ત્યારે નિત્યત્વ વિરોધ્ધ છે, તેથી તે બંને ધર્મોથી યુક્ત વસ્તુ વિરોધિ-વિરોધિમર્ભાવથી યુક્ત છે.
તેથી પ્રમાણથી પ્રતિપન્ન અને વિરોધિ-વિરોધિમદ્ ભાવથી યુક્ત અનંતધર્માત્મક વસ્તુનો કોઈ એક ધર્મ (નિત્યત્વ કે અનિત્યત્વ અથવા અસ્તિત્વ યા નાસ્તિત્વ ઈત્યાદિ કોઈ એક ધર્મ) જે અધ્યવસાય વિશેષમાં પ્રકાર બને છે, તે અધ્યવસાય વિશેષને નય કહેવામાં આવે છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧
૦ ૫
નય જ્ઞાનમાં વસ્તુ વિશેષ્ય બને છે અને વસ્તુનો એક ધર્મ પ્રકાર બને છે. તેથી “ચંદ્ સ્તdવીન પટ:” એવું જે જ્ઞાન થાય છે, તે નય જ્ઞાન છે અને તેનો આકાર (અગાઉ બતાવ્યા પ્રમાણે) “ચારિત ઘટ:” છે. ટૂંકમાં, એક ધર્મ પ્રકારક જ્ઞાન વિશેષને જ નય કહેવામાં આવે છે. (થાત્ = થંચિત) (२) साधकत्वं तथाविधप्रतिपत्तिजनकत्वम्।
સાધક અર્થાત્ એવા પ્રકારના (પહેલા બતાવ્યા તે પ્રકારના) જ્ઞાનના જનક (અધ્યવસાય વિશેષ) ને નય કહેવામાં આવે છે. પ્રમાણથી પ્રતિપન્ન એવી અનંતધર્માત્મક વસ્તુના કોઈ એક ધર્મના જ્ઞાનના જનક અધ્યવસાય વિશેષને નય કહેવાય છે. જેમ કે, એક ઘટાદિ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ નિત્ય-અનિત્યત્વ, અસ્તિત્વ-નાસ્તિત્વ, સત્ત્વઅસત્ત્વ, એકત્વ-અનેકત્વ આદિ અનંતા ધર્મ રહે છે, તેમાંથી કોઈ એક વિવણિત ધર્મના જ્ઞાનના જનક અધ્યવસાય વિશેષને નય કહે છે. (३) निर्वर्तकत्वं अनिवर्तमाननिश्चितस्वाभिप्रायकत्वम्।
પોતાના જે અભિપ્રાયથી અધ્યવસાય વિશેષ ઉત્પન્ન થાય છે, તે નિશ્ચિત અભિપ્રાયની નિવૃત્તિ જ્યાં થતી નથી, એવા અધ્યવસાય વિશેષને નય કહેવામાં આવે છે, જેમ કે, પોતાને “દ્રવ્ય” ના અભિપ્રાયથી જે “નિત્યો યદ:”એવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે, તે દ્રવ્યના અભિપ્રાયની નિવૃત્તિ “નિત્યો પદ:” એવા અધ્યવસાયમાં થતી નથી, તેથી તે અધ્યવસાય વિશેષને નય કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “દ્રવ્ય' ની અપેક્ષાએ ઘટ નિત્ય છે, એવો વક્તાનો અભિપ્રાય “નિત્યો
દ:” એવા અધ્યવસાયરૂપમાં નિવૃત્ત નથી થતો. પરંતુ એવા અભિપ્રાયનો નિર્વાહ થાય છે, તેથી એવા અધ્યવસાય વિશેષને નય કહેવાય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
(४) निर्भासकत्वं शृङ्गग्राहिकया वस्त्वंशज्ञापकत्वम्।
“શૃંગગ્રાહિકા” ન્યાયથી વસ્તુના એક અંશના જ્ઞાપકને નિર્ણાયક કહેવાય છે. એ પણ નયનું એક લક્ષણ છે.
શૃંગગ્રાહિકા' ન્યાય આ પ્રમાણે છે : અનેક ગોવાળિયાઓ (ગોવાળો) પોતપોતાની ગાયને લઈને એક ખુલ્લા મેદાનમાં છોડી દે છે. સામાન્યતઃ તે ગાયો સમાન લાગતી હોય છે, તેથી સામાન્ય લોકોને કઈ ગાય કયા ગોવાળની છે તેનો અંદાજ નથી આવતો, પરંતુ ગોવાળને તો પોતાની ગાયની વિશેષતા ખબર હોય છે, તેથી ગોષ્ઠ (ગાયના વાડા) ની પાસે પાછા ફરતી વખતે તે ગોવાળ પોતાની ગાયનું શીંગડુ પકડીને ગોષ્ઠની દિશામાં લઈ જાય છે. આ શૃંગગ્રાહિકા જાય છે.
આ પ્રકારે એક વસ્તુમાં અનંતા ધર્મ રહેલાં હોય છે, તે અનેક ધર્મો, અંશોવાળી વસ્તુના કોઈ અંશ-વિશેષનું જ્ઞાન જેના દ્વારા થાય તેને નિર્માસક-નય કહેવાય છે. જેમ ગોવાળ પોતાની ગાયને પોતાના ગોષ્ઠની દિશામાં વાળે છે, તેમ વક્તા વસ્તુગત પોતાના ઈચ્છિત અંશને પકડીને જે અધ્યવસાય વિશેષથી વસ્તુનું જ્ઞાન કરે છે, તે વક્તાના અધ્યવસાય વિશેષને નય કહેવામાં આવે છે. (५) उपलम्भकत्वं प्रतिविशिष्टक्षयोपशमापेक्षसूक्ष्मार्थावगाहित्वम्।
પ્રતિવિશિષ્ટ ક્ષયોપશમની અપેક્ષાએ સૂકમાર્થ અવગાહી જ્ઞાનને ઉપલંભક કહેવાય છે અને આ પણ નયનું લક્ષણ છે. ઈતર ઈતર ધર્મોના ક્ષયોપશમની વ્યાવૃત્તિ કરવા દ્વારા વસ્તુના કોઈ એક નિશ્ચિત ધર્મમાં પ્રવર્તિત ક્ષયોપશમ વિશેષને પ્રતિવિશિષ્ટ ક્ષયોપશમ કહેવાય છે. એવા પ્રતિવિશિષ્ટ ક્ષયોપશમના આશ્રયમાં વસ્તુના સૂક્ષ્મ અર્થ (અંશ) નું ગ્રહણ જે જ્ઞાનથી થાય છે તેને ઉપલંભક અર્થાત્ નય કહેવાય છે. જેમ કે, વસ્તુના ઈતર ધર્મ વિષયક ક્ષયોપશમને એક બાજુ રાખીને એક નિશ્ચિત
Page #124
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૦૭
નિત્યત્વ' આદિ ધર્મમાં પ્રવર્તિત ક્ષયોપશમ વિશેષથી વસ્તુના સૂક્ષ્મ અંશનું જ્ઞાન જેનાથી થાય છે, તેને નય કહેવામાં આવે છે. (६) व्यञ्जकत्वं प्राधान्येन स्वविषयव्यवस्थापकत्वम्।
પ્રધાનતાએ “સ્વ” વિષયના વ્યવસ્થાપકને વ્યંજક કહેવાય છે અને તેને જ નય પણ કહેવામાં આવે છે.
જે પોતાના અભિપ્રાય વિશેષથી વસ્તુના કોઈ એક નિશ્ચિત સ્વરૂપને સ્પષ્ટ કરે, તેને વ્યંજક અર્થાત નય કહેવાય છે. વસ્તુ અનંતધર્માત્મક છે, તેમાંથી પ્રધાનતયા (પ્રધાનરૂપથી) કોઈ એક ધર્મ (અસ્તિત્વ આદિ ધર્મ) નું વ્યવસ્થાપન કરે તેને વ્યંજક = નય કહેવાય છે. પ્રસ્તુત નય વસ્તુના અન્ય ધર્મોનો નિષેધ નથી કરતો પરંતુ પોતાને અભિપ્રેત અંશનું પ્રધાનતયા વ્યસ્થાપન કરે છે અને અન્ય ધર્મોનું ગૌણરૂપથી વ્યવસ્થાપન કરે છે.
વિશેષમાં, પ્રમાણ નયતત્તાલોક (૭.૫૩) માં કહ્યું છે કે, નયવાક્ય અને પ્રમાણવાક્ય સ્વ-સ્વ વિષયમાં પ્રવૃત્તિ કાળમાં વિધિ અને નિષેધની કલ્પના દ્વારા સપ્તભંગીનું અનુસરણ કરે છે. તે વિષયની વિશેષ વિચારણા “સપ્તભંગી' પ્રકરણમાં કરીશું. ઉપરાંત, યાદ રાખવું કે, જૈનદર્શનમાં કંઈપણ (સૂત્ર કે તેનો અર્થ) નયવિહીન હોતો નથી, નયયુક્ત જ હોય છે. (12)
નયનું સામાન્ય સ્વરૂપ જોયું. અવસર પ્રાપ્ત નયાભાસનું સ્વરૂપ જોઈશું. તે જણાવતાં પ્રમાણનયતત્ત્વાલોકમાં કહ્યું છે કે,
“સ્વામિપ્રેતાવિંશવિતરશાપનાથી પુનર્નયામાસ: ૭-૨ાા.
જે અભિપ્રાય વિશેષ પોતાના ઈચ્છિત અંશને પુરસ્કૃત કરે અને 12. नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो अ जिणमए किंचि । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया।। विशेषावश्यकभाष्य-२७७।।
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો વસ્તુના ઈતર (બીજા) અંશોનો અપલાપ કરે, તેને નયાભાસ (દુર્નય) કહેવાય છે, નિત્યસ્વાદિ ધર્મોનો એકાંતે વિધાન કરવાવાળો અભિપ્રાય વિશેષ દુર્નય કહેવાય છે. જેમ કે, “આત્મા નિત્ય જ છે, અનિત્ય છે જ નહીં.” અથવા “આત્મા અનિત્ય જ છે, નિત્ય છે જ નહીં.” એવા એકાંતથી દૂષિત બનેલા અભિપ્રાય વિશેષનેa૩) (જ્ઞાનાંશને, નયાભાસ = દુર્નય કહેવામાં આવે છે. નયાભાસોનું વિશેષ સ્વરૂપ આગળ કહેવામાં આવશે. નયના મુખ્ય ભેદ - નયના ભેદ-પ્રકારને જણાવતાં પ્રમાણનયતત્તાલોકમાં બતાવે છે કે, “ વ્યાસ-સમાસાખ્યાં દિકાર: I૭-રૂપા” વ્યા તોડને વિ7: II૭-૪ समासस्तु द्विभेदो द्रव्यार्थिक:पर्यायार्थिकश्च ।।७-५।।
તે નય વિસ્તાર અને સંક્ષેપથી બે પ્રકારનો છે. વિસ્તારથી તે નયના અનેક વિકલ્પ-પ્રકાર છે, કારણ કે, વસ્તુ અનંતઅંશાત્મક છે, અને એક અંશ વિષયક વક્તાના અભિપ્રાય વિશેષને નય કહેવાય છે, તે આગળ જણાવ્યું જ છે. તેથી અનંતાંશાત્મક વસ્તુમાં એક-એકના પર્યવસાયી જેટલા વક્તાના અભિપ્રાય વિશેષ છે, તેટલા નય છે. એટલે વિસ્તારથી વિચારીએ તો નય અનેક પ્રકારનાં છે, તેથી જ કહ્યું છે કે,
"जावइया वयणपहा तावइया चेव हुँति नयवादा। जावइया नयवादा तावइया चेव हुंति परसमया।।
(વિશેષાવશ્યક ભાષ્ય-૪૫૧)
13. नयास्तु पदार्थज्ञाने ज्ञानांशा, तत्रानन्तधर्मात्मके वस्तुन्येकधर्मोन्नयनं ज्ञानं नय: इतरांशप्रतिक्षेपाभिमुखं જ્ઞાન ટુર્નય: ||
Page #126
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૦૯
જેટલા (વસ્તુનો બોધ કરાવવાવાળા) વચન માર્ગ છે, તેટલા જ નયવાદ (નય) છે. અને જેટલા નય છે, તેટલા જ પરસમય (પરદર્શન) છે.
ટૂંકમાં વિચારીએ તો નયના બે પ્રકાર છે : (૧) દ્રવ્યાર્થિક નય અને (૨) પર્યાયાર્થિક નય. (વિસ્તારથી નયોનાં બધાં પ્રકાર કહેવાનું શક્ય નથી. એટલે સંક્ષિપ્તમાં બે નય અને તેના આંતરભેદોની વિચારણા કરીશું.)
દ્રવ્યાર્થિકનય કોને કહેવાય? અને પર્યાયાર્થિક નય કોને કહેવાય? દ્રવ્ય કોને કહેવાય છે? અને દ્રવ્યના કેટલા પ્રકાર છે? - પર્યાય કોને કહેવાય છે? અને પર્યાયના કેટલા પ્રકાર છે? દ્રવ્યાર્થિક નયના કેટલા ભેદ છે? અને પયાર્યાર્થિક નયના કેટલા પ્રકાર છે? આ વિષયની હવે વિચારણા કરીશું. દ્રવ્યાર્થિક નયનું લક્ષણ : द्रव्यार्थमात्रग्राही नयो द्रव्यार्थिक :(नयरहस्य)
જે નય ફક્ત દ્રવ્યને ગ્રહણ કરે છે, બતાવે છે તેને દ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે. આ નય દ્રવ્યને જ તાત્વિક રૂપથી સ્વીકારે છે, કારણ કે, તેના મત પ્રમાણે ઉત્પાદ અને વિનાશ અતાત્ત્વિક છે. કારણ કે, તે બંને અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ જ છે. પર્યાયાર્થિક નયનું લક્ષણ : पर्यायमात्रग्राही पर्यायार्थिकः
પર્યાયમાત્રને ગ્રહણ કરવાવાળા નયને પર્યાયાર્થિક નય કહેવાય છે. આ નય ઉત્પાદ અને વિનાશ સ્વરૂપ પર્યાય માત્રને જ સ્વીકાર કરવામાં તત્પર છે. ઉપરાંત, તે દ્રવ્યને સજાતીય દ્રવ્યથી જુદુ માનતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાં જણાવ્યા અનુસાર બંને નય
Page #127
--------------------------------------------------------------------------
________________
૧ ૧૦
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
પોતાને અનિચ્છિત અંશનો પ્રતિક્ષેપ કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે તે નય દુર્નયની કક્ષામાં આવી જશે. એવી કોઈને શંકા થઈ શકે છે. પણ આવી શંકા કરવી બરાબર નથી, કારણ કે, તે તે નય સ્વાભિપ્રેત અંશની પ્રધાનતા 14) બતાવવા સુધી જ બીજા અંશનો પ્રતિક્ષેપ કરે છે. પરંતુ ઈતરાંશનો પૂર્ણ અપલાપ કરતાં નથી. ગૌણરૂપમાં તો ઈતર અંશ પણ તેમને માન્ય જ હોય છે. હવે અનુક્રમે પૂર્વોક્ત પ્રશ્નોના સમાધાનના વિષયમાં વિચારીશું.
દ્રવ્યાર્થિક નયનું જ્ઞાન કરવામાં દ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન પણ આવશ્યક છે. તેથી અહીંયાં દ્રવ્યનું સ્વરૂપ વિચારીશું. દ્રવ્યનું લક્ષણ જણાવતા “સપ્તભંગી નયપ્રદીપ” પ્રકરણમાં કહ્યું છે કે, "अथ द्रव्यलक्षणमाह-सत् द्रव्यलक्षणम्, सीदति-स्वकीयान् गुण-पर्यायान् व्याप्नोतीति सत्, उत्पाद-व्यय-ध्रौव्ययुक्तम् (सत्), अर्थक्रियाकारि च सत्;" "यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्। यच्च नार्थक्रियाकारि तदेव परतोऽप्यसत्।" इति। निजनिजप्रदेशसमूहैरखण्डवृत्त्या स्वभाव-विभावपर्यायान् द्रवति द्रोष्यति, अदुद्रुवदिति द्रव्यम्। गुणपर्यायवद् द्रव्यं वा। गुणाश्रयो द्रव्यं वा। ભાવાર્થ : “સત્' દ્રવ્યનું લક્ષણ છે. સ્વકીય ગુણ-પર્યાયોને જે પ્રાપ્ત કરે છે, તેને “સ” કહેવાય છે. અર્થાત્ જે ગુણ-પર્યાયથી યુક્ત છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે. (સહભાવી ધર્મોને ગુણ કહેવાય છે અને ક્રમભાવી ધર્મોને પર્યાય કહેવાય છે. દ્રવ્યને ધર્મી કહે છે.) ઉત્પાદ, નાશ અને સ્થિરતા, આ ત્રણથી યુક્ત હોય તેને “સત્', કહેવાય છે અને તે જ દ્રવ્ય છે. (આ વિષયની વિસ્તૃત ચર્ચા પદર્શન સમુચ્ચય, દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ આદિ ગ્રંથોમાં કરવામાં 14. નરૈવંતરાંતિ પર્વતપુર્નવં, તન્નતિક્ષેપપ્રાધાન્યમાત્ર વોપયો II II (ચરણ)
Page #128
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૧ ૧
આવી છે.) ઉત્પાદાદિ ત્રણેયનું સ્વરૂપ સમજાવતાં 15) “નય પ્રકાશસ્તવ' ગ્રંથમાં કહ્યું છે કે, “વસ્તુ પહેલાં જે પર્યાયરૂપમાં ન હોય તે પર્યાયરૂપમાં લાભ થવો, તેને “ઉત્પાદ' કહેવાય છે. જે પર્યાયરૂપમાં હોય તે પર્યાયની સત્તાનો વિરહ થવો, તેને “નાશ' કહે છે અને દ્રવ્યરૂપથી પ્રત્યેક પર્યાયમાં અનુવર્તન થવું તે “સ્થિતિ' કહેવાય છે. જેમ કે, માટીની અવસ્થામાં પૃથુબનોદરાદિ આકાર રૂપે ઘટ અસત્ હતો અર્થાત્ માટીની અવસ્થામાં તાદશ આકાર રૂપ પર્યાય નહોતો, તે (નૂત્તન) પર્યાયનો લાભ થવો, તેને “ઉત્પાદ' કહેવામાં આવે છે. તે અવસ્થામાં ઘટમાં ઉત્પત્તિમત્ત્વ આવે છે તાદશ આકારરૂપ પર્યાયનો વિરહ થવો તેને “નાશ' કહેવાય છે. તે અવસ્થામાં ઘટમાં નાશવત્વ આવે છે, અને તે બંને અવસ્થામાં દ્રવ્યરૂપમાં ઘટનું અનુવર્તન થવું ‘સ્થિતિ' કહેવાય છે, તેથી ઘટમાં સ્થિતિમત્ત્વ આવે છે. આ રીતે જગતના બધા પદાર્થ ઉત્પાદાદિ ત્રયાત્મક જ છે અર્થાત્ ઉત્પાદાદિ ત્રયાત્મક વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે. તદુપરાંત, દ્રવ્ય રૂપે બધી વસ્તુઓની સ્થિતિ જ હોય છે અને પર્યાય રૂપે બધી વસ્તુઓની ઉત્પત્તિ અને વિનાશ થાય છે.
દ્રવ્યનું અન્ય લક્ષણ કરતાં જણાવે છે કે, જે અર્થક્રિયાકારિ હોય, તેને “સ” કહેવાય છે. પ્રત્યેક વસ્તુની પોતાની એક વિશિષ્ટ ક્રિયા હોય છે કે જે ક્રિયાથી તે વસ્તુની ઓળખાણ થાય છે. તે વિશિષ્ટ ક્રિયાને “અર્થક્રિયા' કહેવાય છે, અને અર્થક્રિયાથી યુક્ત જે હોય, તેને સત્
15. તત્ર મત આત્મનામ: સત્પત્તિ, સત: સત્તાવિરહો નારા:, દ્રવ્યતાનુવર્તન સ્થિતિ: તત્ર घटस्य मृत्पिण्डाद्यवस्थायां पृथुबुध्नोदराद्याकारत्वेनासतस्तत्स्वरूपात्मलाभादुत्पत्तिमत्त्वम्, अथ तत्त्वेन सतस्तदभिन्नस्तदाकारविरहानाशवत्त्वम्, तथाऽनुवृत्ताकारनिबन्धनरुपद्रव्यतयाऽनुवर्तनात्स्थितिमत्त्वम्। एवं सकलार्थानामप्येतत्त्रयात्मकत्वमेव।
Page #129
--------------------------------------------------------------------------
________________
૧ ૧ ૨
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
અર્થાત્ દ્રવ્ય કહેવાય છે. જેમ કે, “જલધારણ” ક્રિયા ઘટની એક વિશિષ્ટ ક્રિયા છે, તે ક્રિયા દ્વારા જ ઘટની ઓળખાણ થાય છે, તેથી ઘટ અર્થક્રિયાથી યુક્ત દ્રવ્ય છે.
દ્રવ્યનું અન્ય લક્ષણ કરતાં કહે છે કે, પોત-પોતાનાં સમૂહ દ્વારા અખંડવૃત્તિથી-અવિચ્છિન્ન રૂપથી સ્વાભાવિક અને સ્વભાવિક પર્યાયોને જે પ્રાપ્ત કરે છે, ભવિષ્યમાં જે પ્રાપ્ત કરશે અને ભૂતકાળમાં જે પ્રાપ્ત કરતો હતો, તેને દ્રવ્ય કહેવામાં આવે છે, તદુપરાંત, ગુણ-પર્યાયથી યુક્ત વસ્તુને દ્રવ્ય કહેવાય છે અથવા ગુણોના આશ્રયને પણ દ્રવ્ય કહેવાય છે.
પૂર્વોક્ત સ્વરૂપવાળા દ્રવ્યના છ પ્રકાર છે : (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલ, (૫) જીવ અને (૬) કાલ. આ છ દ્રવ્યોનું સ્વરૂપ નવતત્ત્વ પ્રકરણ આદિ ગ્રંથોમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. આ જગત પદ્રવ્યાત્મક છે. પ્રશ્ન. દ્રવ્યના સ્વાભાવિક અને વૈભાવિક પર્યાય શું છે? અને દ્રવ્યના સ્વાભાવિક અને સ્વભાવિક પર્યાય કયા કયા છે? ઉત્તર. જેનો જે સ્વભાવ છે, તે સ્વભાવનું તે સ્વરૂપથી જ પ્રતિક્ષણ પરિણમન થાય છે, તે સ્વભાવને “સ્વભાવપર્યાય' કહેવામાં આવે છે. અર્થાત્ વસ્તુનો સ્થિર સ્વભાવ કે જે પ્રતિક્ષણ તે સ્વરૂપમાં જ પરિણમન પામે, પરંતુ ક્યારેય પણ અન્યથા સ્વરૂપમાં પરિણમિત નથી થતો, તેને “રવભાવપર્યાય' કહેવાય છે, જે પૂર્વ સ્વભાવના ત્યાગપૂર્વક અન્ય સ્વભાવમાં પરિણમન પામે છે, તે સ્વભાવને “વિભાવપર્યાય” કહેવામાં આવે છે. (16)
16. स्वभाव-विभावौ पर्यायौ प्रदर्येते - तत्रागुरुलघुद्रव्यविकार: स्वभावपर्याय:, तद्विपरीत: स्वभावादन्यथाभवनं विभावः। तत्रागुरुलघुद्रव्यं स्थिरं सिद्धिक्षेत्रम्। यदुक्तं समवायाङ्गवृत्तौ - "गुरुलघुद्रव्यं यत् तिर्यग्गामि वाय्वादि, अगुरुलघु यत् स्थिरं सिद्धिक्षेत्र घण्टाकारव्यवस्थितज्योतिष्कविमानादीनि” इति।।
Page #130
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૧૩
જેમકે, મોક્ષાવસ્થામાં જીવનો ‘‘અગુરુલઘુ’’ પર્યાય અને જ્યોતિષ્ક વિમાનાદિનો ‘ઘંટાકાર’’ પર્યાય સ્થિર સ્વભાવ હોવાથી તે ‘સ્વભાવ પર્યાય’’ કહેવાય છે, જ્યારે સંસારી અવસ્થામાં જીવનો ‘‘ગુરુલઘુ’’ પર્યાય છે, ‘‘મનુષ્યાદિ’' પર્યાય અન્ય-અન્ય પર્યાયોમાં પરિણમન થતા હોવાથી ‘વિભાવ-પર્યાય’’ કહેવાય છે.
વિશેષમાં, સપ્તભંગી-નયપ્રદીપ ગ્રંથમાં જણાવ્યું છે કે, ગુણના વિકારોને પર્યાય કહેવાય છે, તે સ્વભાવ અને વિભાવના ભેદથી બે પ્રકારનો છે. ‘‘અગુરુલઘુ’' પર્યાય સ્વભાવ પર્યાય છે. તેના ષવૃદ્ધિહાનિ સ્વરુપ બાર પ્રકાર છે. તે આ પ્રકારે છે. (૧) અનંતભાગવૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ, (૩) સંખ્યાતભાગવૃદ્ધિ, (૪) સંખ્યાતગુણવૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ, (૬) અનંતગુણવૃદ્ધિ, (આ છ વૃદ્ધિ છે) (૭) અનંતભાગહાનિ, (૮) અસંખ્યાતભાગહાનિ, (૯) સંખ્યાતભાગહાનિ, (૧૦) સંખ્યાતગુણહાનિ, (૧૧) અસંખ્યાતગુણહાનિ અને (૧૨) અનંતગુણહાનિ.
વૈભાવિક પર્યાય ચાર છે. મનુષ્યત્વાદિ ચાર પર્યાય વૈભાવિક છે. (આ જીવના વિષયમાં જાણવું) પુદ્ગલના વૈભાવિક પર્યાય ચણુકાદિ છે. (આ વિષયમાં વિશેષ પેટાભેદ આદિની અન્ય વાતો અન્ય ગ્રંથોથી જાણી લેવી) અનાદિ અનંત દ્રવ્યમાં સ્વપર્યાય પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, હવે જીવાદિ દ્રવ્યની અંદર જે સામાન્ય અને વિશેષ સ્વભાવ છે તે જોઈશું.
સામાન્ય સ્વભાવ : (૧) અસ્તિ સ્વભાવ, (૨) નાસ્તિ સ્વભાવ, (૩) નિત્ય સ્વભાવ, (૪) અનિત્ય સ્વભાવ, (૫) એક સ્વભાવ, (૬) અનેક સ્વભાવ, (૭) ભેદ સ્વભાવ, (૮) અભેદ સ્વભાવ, (૯) ભવ્ય સ્વભાવ, (૧૦) અભવ્ય સ્વભાવ અને (૧૧) પરમ સ્વભાવ : આ પ્રકારે જીવાદિ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
દ્રવ્યોમાં અગિયાર સામાન્ય સ્વભાવ છે.
વિશેષ સ્વભાવ : (૧) ચેતન સ્વભાવ, (૨) અચેતન સ્વભાવ, (૩) મૂર્ત સ્વભાવ, (૪) અમૂર્ત સ્વભાવ, (૫) એક પ્રદેશ સ્વભાવ, (૬) અનેક પ્રદેશ સ્વભાવ, (૭) વિભાવ સ્વભાવ, (૮) શુદ્ધ સ્વભાવ, (૯) અશુદ્ધ સ્વભાવ અને (૧૦) ઉપચરિત સ્વભાવ. આ પ્રકારે દ્રવ્યોમાં દસ વિશેષ સ્વભાવ છે.
વિશેષમાં દ્રવ્યની અંદર દસ સામાન્ય ગુણ અને સોળ વિશેષ ગુણ હોય છે, તે આ પ્રકારે છે :
દસ સામાન્ય ગુણ : (૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુલઘુત્વ, (૬) પ્રદેશત્વ, (૭) ચેતનત્વ, (૮) અચેતનત્વ, (૯) મૂર્તત્વ અને (૧૦) અમૂર્તત્વ.
આ પ્રકારે દ્રવ્યોના દસ સામાન્ય ગુણ છે. અગાઉ જણાવેલા પ્રત્યેક દ્રવ્યમાં આ દસમાંથી આઠ સામાન્ય ગુણ હોય છે. (કારણ કે, ચેતનત્વઅચેતનત્વ અને મૂર્તત્વ-અમૂર્તત્વ આ બેની જોડીમાંથી એક-એકની કમી હોવાથી પ્રત્યેક દ્રવ્યમાં આઠ ગુણ હોય છે. જેમ કે, જીવમાં ચેતનત્વ છે. અચેતનત્વ નથી અને બાકીના પાંચમાં અચેતનત્વ છે. ચેતનત્વ નથી. તેવી જ રીતે મૂર્તત્વ-અમૂર્તત્વના વિષયમાં જાણવું)
સોળ વિશેષ ગુણ : (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) સુખ, (૪) વીર્ય, (૫) સ્પર્શ, (૬) રસ, (૭) ગંધ, (૮) વર્ણ, (૯) ગતિહેતુત્વ, (૧૦) સ્થિતિહેતુત્વ, (૧૧) અવગાહનહેતુત્વ, (૧૨) વર્તનાહેતુત્વ, (૧૩) ચેતનત્વ, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ અને (૧૬) અમૂર્તત્વઃ આ પ્રકારે દ્રવ્યના ૧૬ વિશેષ ગુણ છે.
- જીવમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ચેતનત્વ અને અમૂર્તત્વઃ આ છ વિશેષ ગુણ છે. પુદ્ગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અચેતનત્વ અને
Page #132
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૧ ૫
મૂર્તત્વા: આ છ વિશેષ ગુણ છે. ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ, અચેતનત્વ, અમૂર્તિત્વ - આ ત્રણ વિશેષ ગુણ છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વ, અચેતનત્વ, અમૂર્તત્વઃ આ ત્રણ વિશેષ ગુણ છે. આકાશસ્તિકાવમાં અવગાહન હેતુત્વ, અચેતનત્વ, અમૂર્તત્વ: આ ત્રણ વિશેષગુણ છે. કાલમાં વર્તનાહેતુત્વ, અચેતનત્વ, અમૂર્તત્વ. આ ત્રણ વિશેષ ગુણ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચેતનત્વ-અચેતનત્વ, મૂર્તત્વઅમૂર્તત્વ : આ ચાર ગુણ સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ છે અને વિજાતીયની અપેક્ષાએ વિશેષ ગુણ છે. અર્થાત્ પ્રત્યેક જીવોમાં ચેતનત્વ હોય છે, એટલે સ્વજાતિની અપેક્ષાએ ચેતનત્વ સામાન્ય ગુણ છે. જીવ સિવાય અન્ય પાંચ દ્રવ્યોમાં ચેતનવ નથી, તેથી ચેતનત્વ જીવને બાકીના પાંચ દ્રવ્યોથી (વિજાતીયથી) વ્યાવૃત્ત કરતો હોવાથી વિશેષ ગુણ છે, આ જ રીતે અચેતનત્વ વગેરે ત્રણમાં વિચારી લેવું.
અગાઉ જણાવેલ સામાન્ય-વિશેષ સ્વભાવોમાંથી જીવ અને પુદ્ગલમાં તે બધા સ્વભાવ સંગત થાય છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય : આ ત્રણ દ્રવ્યોમાં ચેતન, મૂર્ત, વિભાવ, અશુદ્ધ અને એક પ્રદેશ, આ પાંચને છોડીને સોળ સ્વભાવ સંગત થાય છે. આ સોળ સ્વભાવોમાંથી એક “બહુપ્રદેશ” સ્વભાવને બાદ કરતાં બાકીના પંદર સ્વભાવ કાલમાં સંગત થાય છે. (1)
આ રીતે દ્રવ્ય અને તેના ગુણ પર્યાયના વિષયમાં વિચારણા કરી. તેના વિષયમાં વિશેષ ચર્ચા જૈનદર્શનના દ્રવ્યાનુયોગના ગ્રંથોમાં વિસ્તારથી જોવા મળે છે. વિશેષ જિજ્ઞાસુ તે-તે ગ્રંથોથી જાણી લે. સામાન્ય દિશાસૂચન થઈ ગયું. હવે આપણે મૂળ વાત પર આવીશું. 17. વિવિંશતિ બાવા: યુઃ નીવપુયોર્કતા: ધવીનાં રોડ ૩: જો પૐવા મૃત: ||
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
જે નયનો વિષય “દ્રવ્ય હોય અથવા જે અભિપ્રાય વિશેષમાં દ્રવ્ય” ને પ્રધાન બનાવવામાં આવે, તેને દ્રવ્યાર્થિક નય કહેવાય છે અને જે નયનો વિષય “પર્યાય” હોય અથવા જે અભિપ્રાય વિશેષમાં “પર્યાય” ને પ્રધાન બનાવવામાં આવે, તેને પર્યાયાર્થિક નય કહેવાય છે. દ્રવ્યાર્થિક નયના પ્રકાર :
આ વિષયમાં ગ્રંથકાર મહર્ષિઓનાં જુદા-જુદા અભિપ્રાય છે. દ્રવ્યાર્થિક નયના પ્રકાર જણાવતાં નય રહસ્ય ગ્રંથમાં કહ્યું છે કે,
आद्यस्य चत्वारो भेदाः - नैगमः संग्रहो व्यवहार ऋजुसूत्रश्चेति जिनभद्रगणिक्षमाश्रमण प्रभृतयः। ऋजुसूत्रो यदि द्रव्यं नाभ्युपेयात् तदा “નુસુમો ગણુવક વ્યાવસર્ષ, પુદુત્ત છત્તિ” (યનું. ૨૪) इति सूत्रं विरुध्येत।
"ऋजुसूत्रवर्जास्त्रय एव द्रव्यार्थिकभेदाः" इति तु वादिनः सिद्धसेनस्य मतम्। अतीतानागत-परकीयभेद-पृथक्त्वपरित्यागात्-ऋजुसूत्रेण स्वकार्यसाधकत्वेन स्वकीय-वर्तमान वस्तुन एवोपगमात् नास्य तुल्यांश - ध्रुवांश - लक्षणद्रव्याभ्युपगमः। उक्तसूत्रं तु अनुपयोगांशमादाय वर्तमानावश्यकपर्याये द्रव्योपचारात् समाधेयम्।
(વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથોના રચયિતા) શ્રી જિનભદ્રગાિક્ષમાશ્રમણ ઈત્યાદિ પૂ. આચાર્ય ભગવંત પ્રથમ દ્રવ્યાર્થિક નયના ચાર પ્રકાર જણાવે છે. (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર અને (૪) જુસૂત્ર. તેમના મતાનુસાર જો ઝટ જુસૂત્ર નય દ્રવ્ય ની પ્રધાનતાએ વસ્તુનું જ્ઞાન ન કરાવતો હોય, તો “ઉષ્ણુસુમસXXXXxx" આ અનુયોગ દ્વારા સૂત્ર સાથે વિરોધ આવે છે. તેથી ઋજુસૂત્ર નયનો વિષય “દ્રવ્ય હોવાથી તે દ્રવ્યાર્થિક નય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૧૭
(શ્રી સમ્મતિતર્ક આદિ ગ્રંથોના રચયિતા) શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીના મતાનુસાર ઋજુસૂત્ર સિવાયનાં નૈગમાદિ ત્રણ નય જ દ્રવ્યાર્થિક નય છે. તેમના મતાનુસાર ઋજુસૂત્ર નય પર્યાયાર્થિક નય છે. કારણ કે, ઋજુસૂત્ર નયનો વિષય વર્તમાન કાલીન અને સ્વકીય વસ્તુ છે, પરંતુ અનાગત, અતીત, પરકીય વસ્તુ નથી અર્થાત્ જુસૂત્ર નથી વર્તમાનકાલીન સ્વકીય વસ્તુનો બોધ થાય છે. પરંતુ તેનાથી તુલ્ય અંશ અને ધ્રુવં અંશ સ્વરૂપ દ્રવ્યનો બોધ થતો નથી. અર્થાત્ અતીત, અનાગત અને વર્તમાન આ ત્રણે કાળમાં વિદ્યમાન એવા દ્રવ્યનો બોધ ઋજુસૂત્ર નયથી થતો નથી. પરંતુ વર્તમાનકાલીન વસ્તુનો (વર્તમાનકાલીન પર્યાયનો) બોધ થાય છે, એટલે તે “પર્યાય” ને વિષય બનાવતો હોવાથી પર્યાયાર્થિક નય છે.
અહીંયાં ઉલ્લેખનીય છે કે, માટી અવસ્થામાં, પૃથુબુદ્ધોદરાદિ આકારયુક્ત ઘટ અવસ્થામાં અને નષ્ટ થયેલા ઘટની અવસ્થા (ભગ્નાવસ્થાપન્ન કપાલ) માં “આ માટી છે” એ પ્રકારનાં તુલ્ય-ધ્રુવાંશ યુક્ત દ્રવ્યનો બોધ થાય છે. ત્રિકાલવિષયક દ્રવ્યનો બોધ તો નૈગમ નયથી થાય છે. પરંતુ ઋજુસૂત્ર નથી તો વર્તમાનકાલીન ઘટનો જ બોધ થાય છે. અર્થાત્ વર્તમાન પર્યાયને આશ્રયીને જ વસ્તુનો બોધ થાય છે, તેથી તે પર્યાયાર્થિક નય છે.
પહેલાં જુસૂત્ર નયને પર્યાયાર્થિક નય માનવામાં જે અનુયોગદ્વાર ગ્રંથના સૂત્રની સાથે જે વિરોધ બતાવ્યો હતો, તેનું સમાધાન આ રીતે કરી શકાય છે. “મનુયોગો દ્રવ્યમ્'' આ ઉક્તિ અનુસાર વર્તમાનકાલીન આવશ્યક ક્રિયા ઉપયોગરહિત હોય તો તેને દ્રવ્ય ક્રિયા કહેવાય છે. તેથી તે અનુપયોગ અંશને આશ્રયીને વર્તમાન આવશ્યક પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. આ રીતે
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અનુયોગ દ્વારના આ સૂત્રની સાથે આવવાવાળા વિરોધને ટાળી શકાય છે. પર્યાયાર્થિક નયના પ્રકાર :
पर्यायार्थिकस्य त्रयो भेदा: "शब्दः समभिरूढ एवम्भूतश्चेति" सम्प्रदायः। ऋजुसूत्राद्याश्चत्वार इति तु वादी सिद्धसेनः। तदेवं सप्तोत्तरभेदाः।
શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત - આ ત્રણ પર્યાયાર્થિક નયના ભેદ છે. એવો સંપ્રદાય છે. પરંતુ ઋજુસૂત્ર સહિત શબ્દાદિ ચાર પર્યાયાર્થિક નયના ભેદ છે, એટલે નયના કુલ મળીને સાત પેટાભેદો છે.
(ઉત્પાદ અને વિનાશને જે પ્રાપ્ત કરે છે, તેને પર્યાય કહેવાય છે. અનાદિ-અનંત દ્રવ્યમાં સ્વપર્યાય પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. અગાઉ હાનિ-વૃદ્ધિરૂપ અને નર-નારકાદિ પર્યાય જણાવ્યાં હતા. પુનઃ પર્યાયના બે પ્રકાર છે : (૧) સહભાવી પર્યાય અને (૨) ક્રમભાવી પર્યાય. સહભાવી પર્યાયને ગુણ કહેવાય છે. જ્ઞાનાદિ ગુણ આત્માના સહભાવી પર્યાય છે. સુખ-દુઃખ, હર્ષ-શોક આદિ આત્માના ક્રમભાવી પર્યાય છે. પર્યાયને જે નય પ્રધાન બનાવે, તેને પર્યાયાર્થિક નય કહેવાય છે, તે પર્યાયાર્થિક નયના અપેક્ષા ભેદથી ત્રણ અને ચાર પ્રકાર અગાઉ જણાવ્યાં છે.) નયના સાત ભેદ :
આ રીતે નયન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, આ બે મુખ્ય ભેદ છે અને અગાઉ બતાવ્યા મુજબ) નયના પેટાભેદ સાત છેઃ (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ઋજુસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. હવે અનુક્રમે સાતે નયોનું સ્વરૂપ વિચારીશું. (૧) નેગમનય :
નગમનનું સ્વરૂપ સમજાવતાં પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી
Page #136
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૧૯
મહારાજાએ જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
सामान्यविशेषाद्यनेकधर्मोपनयनपरोऽध्यवसायो नैगम : यथा पर्याययोर्द्रव्ययोः पर्यायद्रव्ययोश्च मुख्यामुख्यरुपतया विवक्षणपरः। (18)
વસ્તુના સામાન્ય, વિશેષ આદિ અનેક ધર્મોનું પ્રતિપાદન કરવામાં તત્પર અધ્યવસાય વિશેષને નેગમનય કહેવાય છે. જેમ કે, બે પર્યાય, બે દ્રવ્ય તથા પર્યાય અને દ્રવ્યને મુખ્ય કે અમુખ્ય (ગૌણ) સ્વરૂપથી વિવક્ષા કરવામાં તત્પર અધ્યવસાય વિશેષ નૈગમન થાય છે. જૈનતર્કભાષામાં ઉદાહરણ આપીને વિસ્તારથી આ વિષયને સ્પષ્ટ કર્યો છે, તે આ પ્રમાણે છે : ____अत्र सच्चैतन्यमात्मनीति पर्याययोर्मुख्यामुख्यतया विवक्षणम्।(19) अत्र
चैतन्याख्यस्य व्यञ्जनपर्यायस्य, विशेष्यत्वेन मुख्यत्वात्, सत्त्वाख्यस्य तु विशेषणत्वेनामुख्यत्वात्।
અર્થ અહીંયાં “આત્મામાં ચૈતન્ય સત્ છે.” આ રૂપથી પર્યાયોમાં મુખ્ય અને અમુખ્ય રૂપથી પ્રતિપાદન છે, અહીંયાં ચૈતન્ય નામક વ્યંજન પર્યાય વિશેષ્ય હોવાથી મુખ્ય છે, સત્ત્વ નામક પર્યાય વિશેષણ હોવાથી અમુખ્ય છે, અર્થાત્ ગૌણ છે.
કહેવાનો અર્થ એ છે કે, ચૈતન્યને સત્ કહેવાથી ચૈતન્ય વિશેષરૂપથી
18. धर्मयोर्धर्मिणोर्धर्म-धर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद् विवक्षणं स नैकगमो Rામ: TIછા થયો પર્યાયયો, થર્મો દ્રવ્યો, ઘર્મuિો દ્રવ્યપર્યાવશ્વ પ્રધાનगौणभावेन विवक्षणं स नैगमः। नैके गमा:-बोधमार्गा यस्यासौ नैगम इति ।।७।। 19. ચૈતન્યમાભનીતિ ઘર્મયો: I૭-૮ પ્રધાનોપસર્ગનભાવેન વિવક્ષfમોત્તરત્ર सूत्रद्वये योजनीयम्। सत्त्वविशिष्टं चैतन्यं-'सच्चैतन्यमात्मनि वर्तते' इति वाक्ये चैतन्याख्यधर्मस्य प्राधान्येन विवक्षा, तस्य विशेष्यत्वात्, सत्त्वाख्यधर्मस्य तु गौणत्वेन, तस्य चैतन्यविशेषणत्वादिति धर्मद्वयविषयको नैगमस्य प्रथमो भेदः ।।८।। (प्र.न.तत्त्वा.)
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રતીત થાય છે અને સત્ત્વ વિશેષણ રૂપથી પ્રતીત થાય છે. ચૈતન્યનો આત્મા સાથે ભેદ અને અભેદ છે. સત્ત્વ જે રીતે આત્મામાં છે, તે રીતે આત્માથી અભિન્ન ચૈતન્યમાં પણ છે. ચૈતન્ય અને સત્ત્વ બંને ધર્મ છે, તેમનામાં ન કોઈ મુખ્ય છે અને ન કોઈ ગૌણ. વિશેષ્ય અને વિશેષણ રૂપથી કહેવાને લીધે ચૈતન્ય મુખ્ય રૂપે પ્રતીત થાય છે અને સત્ત્વ વિશેષણ રૂપે.
ચૈતન્ય અને સત્ત્વ બંને વ્યંજન પર્યાય છે. આ બે પર્યાયોનું મુખ્ય અને ગૌણ માત્રથી પ્રતિપાદન કરવાવાળો નૈગમ છે. અહીંયાં સત્વરૂપ વ્યંજન પર્યાય તિર્યક્ર સામાન્ય છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં સમાન પરિણામને તિર્યક સામાન્ય કહે છે. રત્નાકરાવતારિકામાં શ્રી રત્નપ્રભસૂરિજી મ. કહે છે ___ - तिर्यक् सामान्यं तु प्रतिव्यक्ति-सदृशपरिणामलक्षणं व्यंजनपर्याय પડ્યા (રત્નાકરાવતારિકા, પરિચ્છેદ-૭, સૂત્ર-૫, પૃષ્ઠ-૭, ભાગ ત્રીજો) વ્યંજન પર્યાય અને અર્થપર્યાયનું સ્વરૂપ જણાવતાં કહે છે કે, . प्रवृत्तिनिवृत्तिनिबंधनार्थक्रियाकारित्वोपलक्षितो व्यञ्जनपर्यायः। भूतभविष्यत्वसंस्पर्शरहितं वर्तमानकालावच्छिन्नं वस्तुस्वरूपं चार्थपर्यायः। (નૈનતમાકા)
અર્થ : પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં કારણભૂત અર્થક્રિયાકારિત્વથી ઉપલલિત પર્યાય વ્યંજન પર્યાય છે. ભૂત અને ભવિષ્યના સ્પર્શથી રહિત વર્તમાનકાળમાં થવાવાળું વસ્તુનું સ્વરૂપ અર્થ પર્યાય છે.
કહેવાનો આશય એ છે કે, વસ્તુઓમાં અનેક પ્રકારનાં ધર્મ છે, તે ધર્મોના કારણે અર્થ (વસ્તુ) ભિન્ન-ભિન્ન કાર્યો કરે છે. અગ્નિમાં ઉષ્ણ સ્પર્શ છે તેથી તેના દ્વારા દાહરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. દાહરૂપ અર્થક્રિયાને ઉત્પન્ન કરવાવાળા અગ્નિનું ઉષ્ણ પરિણામ
Page #138
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૨૧
વ્યંજન પર્યાય છે. અલ્પ અને મહા પરિણામમાં અગ્નિના અર્થપર્યાય પ્રતિક્ષણ ભિન્ન થતાં રહે છે. પરંતુ ઉષ્ણ પર્યાય સ્થિર રહે છે. ઉષ્ણ પરિણામને કારણે અગ્નિ દાહરૂપ અર્થક્રિયાનો જનક છે. આ સ્વરૂપને જાણીને લોકોની અગ્નિના વિષયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. જીવનું ચૈતન્ય પણ વૃક્ષ આદિના વિષયમાં જ્ઞાન ઉત્પન્ન કરે છે. અર્થને પ્રકાશિત કરવો, જ્ઞાનની અર્થક્રિયા છે. સુખ-દુ:ખ આદિ પર્યાય ભિન્ન થતાં રહે છે. પરંતુ ચૈતન્ય બધા પર્યાયોમાં સ્થિર અનુગત રહે છે. જ્ઞાન દ્વારા વસ્તુનું પ્રકાશન થવાથી લોક પ્રવૃત્તિ કરે છે અથવા નિવૃત્ત થાય છે. જ્યારે સુખ થાય છે, ત્યારે દુ:ખ નથી રહેતુ. જ્યારે દુઃખ હોય છે ત્યારે સુખ નથી રહેતુ. પરંતુ, જ્ઞાન સુખ-દુ:ખ બંને કાળમાં રહે છે. આ અનુગામી સ્વરૂપના કારણે ચૈતન્ય વ્યંજન પર્યાય છે. અર્થ, અર્થક્રિયાને હંમેશા ઉત્પન્ન નથી કરતો. પરંતુ અર્થક્રિયાને ઉત્પન્ન કરવાવાળો પર્યાય સ્થિર રહે છે. બાળવાને માટે કોઈ વસ્તુનો સંબંધ ન હોય તો અગ્નિ દાહ ઉત્પન્ન નથી કરતો. પરંતુ, તે કાળમાં પણ દાહનો ઉત્પાદક ઉષ્ણ પર્યાય અગ્નિમાં રહે છે, તેથી આ પ્રકારનો સ્થિર પર્યાય અર્થક્રિયાકારિત્વથી ઉપલક્ષિત થાય છે, તે કાળમાં પણ દાહ ઉત્પન્ન કરવાની યોગ્યતા અગ્નિમાં રહે છે. વૃક્ષ આદિ અર્થની સાથે સંબંધ ન થવાથી જ્ઞાન પણ પ્રકાશન કરતું નથી, પરંતુ તે કાળમાં પણ સ્થિર જ્ઞાન અર્થના પ્રકાશનની યોગ્યતાથી યુક્ત રહે છે. અર્થ પ્રકાશનની યોગ્યતા અને અનેક સુખ આદિ અર્થ પર્યાયોમાં સ્થિરતાને કારણે ચૈતન્ય વ્યંજન પર્યાય છે. સત્વ પણ અન્ય પર્યાયોમાં સ્થિર રહે છે. તેથી અહીંયાં વ્યંજન પર્યાય કહેવામાં આવ્યો છે. તેમાં સત્ત્વ વિશેષણ છે અને ચૈતન્ય વિશેષ્ય છે, તેથી અહીંયાં નેગમનાય છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો જે પર્યાય ઘર્મમાં અતીત અને અનાગત કાલમાં નથી પરંતુ વર્તમાનકાળમાં છે, તે અર્થપર્યાય છે, આ પર્યાય પ્રતિક્ષણ ભિન્ન થવા વાળી વસ્તુના સ્વરૂપમાં રહે છે.
હવે આ વિષયમાં વિશેષ સ્પષ્ટતા કરતાં જેનતર્ક ભાષામાં કહે છે કે,
વસ્તુ પર્યાયવત્ દ્રવ્યમતિ દ્રવ્યયોર્મુક્યામુક્યતયા વિવેક્ષણમ(20), पर्यायवद् द्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेन प्राधान्यात्, वस्त्वाख्यस्य विशेषणत्वेन गौणत्वात्।
અર્થ : પર્યાયવાળુ દ્રવ્ય વસ્તુ છે, આ રૂપે બે દ્રવ્યોનું મુખ્ય અને અમુખ્ય રૂપથી પ્રતિપાદન થાય છે. પર્યાયવાળો દ્રવ્ય નામક ધર્મી વિશેષ્ય હોવાથી પ્રધાન છે. વસ્તુ નામક ધર્મી વિશેષણ હોવાથી ગૌણ છે. વસ્તુ વિશેષણ છે. તે પણ દ્રવ્ય છે. પર્યાયથી વિશિષ્ટ દ્રવ્ય પણ દ્રવ્ય છે.
જ્યારે પર્યાયો સાથે દ્રવ્યને વિશેષ્ય રૂપે કહે છે, ત્યારે તે મુખ્ય થઈ જાય છે. વસ્તુ વિશેષણ રૂપે કહેવાય છે એટલે ગૌણ થઈ જાય છે. “વસ્તુ કઈ છે? જે પર્યાયોથી વિશિષ્ટ દ્રવ્ય છે.” આ રૂપે વિવફા થાય છે, તો વસ્તુ વિશેષ્ય હોવાને લીધે પ્રધાન થઈ જાય છે અને પર્યાયથી વિશિષ્ટ દ્રવ્ય ગૌણ થઈ જાય છે. આ નેગમ બે ધર્મીઓના વિષયમાં છે.
क्षणमेकं सुखी विषयासक्त जीव इति पर्यायद्रव्ययोर्मुख्या-मुख्यतया
20. વસ્તુ પર્યાયવત્ દ્રવ્યમતિ ઇમિગો: I૭-૧iા સત્ર “પર્યાયવત્ દ્રવ્ય વસ્તુ ચ' इति धर्मिद्वयम्। 'पर्यायवद् द्रव्यं वस्तु वर्तते' इति विवक्षायां पर्यायवद् द्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेनोपात्तत्वात् प्राधान्यम्, वस्त्वाख्यस्य तु धर्मिणो विशेषणत्वेन गौणत्वम्। अथवा किं वस्तु? पर्यायवद् द्रव्यमिति विवक्षायां वस्त्वाख्यस्य धर्मिणो विशेष्यत्वात् प्राधान्यं, पर्यायवद् द्रव्याख्यस्य तु धर्मिणो विशेषणत्वेन गौणत्वमिति धर्मिद्वयविषयको नैगमस्य द्वितीयो भेदः ।।९।। (પ્ર.ન.તસ્વા.)
Page #140
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૨ ૩
विवक्षणम्(21), अत्र विषयासक्तजीवाख्यस्य धर्मिणो विशेष्यत्वेन मुख्यत्वात्, सुखलक्षणस्य तु धर्मस्य तद्विशेषणत्वेनामुख्यत्वात्।
અર્થ : વિષયમાં આસક્ત જીવ એક ક્ષણ સુખી થાય છે. આ રીતિથી પર્યાય અને દ્રવ્યની મુખ્ય અને અમુખ્ય રૂપથી વિવક્ષા થાય છે. અહીંયાં વિષયમાં આસક્ત જીવ નામક ધર્મી વિશેષ્ય હોવાને કારણે મુખ્ય છે. સુખ રૂપ ધર્મ તેનું વિશેષણ હોવાને કારણે અમુખ્ય છે. અહીંયાં જીવ દ્રવ્ય છે અને સુખ પર્યાય છે. તેથી અહીંયાં ધર્મ અને ધર્મીને લઈને નગમ છે. વિશેષ્ય હોવાના કારણે ધર્મી જીવ મુખ્ય છે અને સુખ નામક ધર્મ વિશેષણ હોવાને કારણે મુખ્ય નથી.
અહીંયાં એક શંકા ઉપસ્થિત થાય છે કે, નગમનય દ્રવ્ય અને પર્યાય બંનેનો પ્રકાશક હોવાથી તે “પ્રમાણ” ની કક્ષામાં આવી જશે. તેને નય કઈ રીતે કહી શકીશું? - આ શંકાનું સમાધાન આપતા જૈનતર્ક ભાષામાં જણાવ્યું છે કે,
न चैवं द्रव्यपर्यायोभयावगाहित्वेन नैगमस्य प्रामाण्यप्रसङ्गः, प्राधान्येन तदुभयावगाहिन एव ज्ञानस्य प्रमाणत्वात्।
અર્થ : દ્રવ્ય અને પર્યાય બંનેનો પ્રકાશક હોવાથી નૈગમ પ્રમાણ થઈ જવો જોઈએ, આ પ્રકારની શંકા ઉત્પન્ન થાય છે, તેનો ઉત્તર એ છે કે, પ્રધાનરૂપથી જે દ્રવ્ય અને પર્યાયને પ્રકાશિત કરે છે, તે જ જ્ઞાન પ્રમાણ થાય છે. (પરંતુ ગૌણ-મુખ્ય ભાવથી ઉભયને પ્રકાશિત કરતો નગમ નય “પ્રમાણ” ની કક્ષામાં નથી આવતો.)
કહેવાનો આશય એ છે કે, સામાન્ય અને વિશેષનું, દ્રવ્ય અને 21. क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्म-धर्मिणोः ।।१०।। अत्र विषयाऽऽसक्तजीवस्य प्राधान्यं, विशेष्यत्वेनोपात्तत्वात्, सुखरूपस्य धर्मस्य तु अप्राधान्यं, विशेषणत्वेन निर्दिष्टत्वाद् इति ધર્મદિયાડડનમ્નનોડ્યું નૈવામી તૃતીયો મેઢઃ u૨૦I (પ્ર.ન.તા.)
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પર્યાયનું, નિત્યત્વ અને અનિત્યત્વ આદિનું પ્રતિપાદન નેગમ નય ગૌણમુખ્ય ભાવથી કરે છે. જ્યાં નૈગમ નય સામાન્યનું પ્રધાન ભાવથી અને વિશેષનું ગૌણ ભાવથી પ્રતિપાદન કરે છે, ત્યાં નેગમ નયનો અને સંગ્રહ નયનો વિષય સરખો થઈ જાય છે. જ્યાં વિશેષનું પ્રધાન રૂપથી અને સામાન્યનું ગૌણ રૂપથી પ્રકાશન થાય છે, ત્યાં વ્યવહાર નય અને નૈગમ નયનો વિષય સમાન થઈ જાય છે. અહીંયાં ધ્યાનમાં રાખવું જોઈએ. કે, જ્યારે નેગમ સામાન્ય અથવા વિશેષનું પ્રતિપાદન કરે છે, ત્યારે સામાન્યના અનુગામી સ્વરૂપનું અને વિશેષના કેવળ વ્યક્તિમાં રહેવાવાળા સ્વરૂપનું પ્રકાશન નથી કરતો. તે મુખ્ય રૂપથી સામાન્ય અને વિશેષના ગણ-મુખ્ય ભાવનો આશ્રય લઈને પ્રકાશન કરે છે. સામાન્ય રૂ૫ અથવા વિશેષ રૂ૫ વસ્તુ હોય છે, કેવળ એટલાથી જ સંગ્રહ નય અથવા વ્યવહાર નય સાથે વિષય સમાન થાય છે. જ્યારે નૈગમ નય “જીવમાં ચૈતન્ય સત્ છે.” આ રીતે સત્ત્વ અને ચૈતન્ય આ બે પર્યાયોનું મુખ્ય અને ગૌણ ભાવથી પ્રતિપાદન કરે છે, ત્યારે સત્ત્વના અનુગામી હોવા છતાં પણ તેના અનુગામી સ્વરૂપનું પ્રતિપાદન નથી કરતો. પરંતુ ચૈતન્ય સાથે સત્ત્વનો કેવળ સંબંધ પ્રગટ કરે છે. તેથી સત્વ રૂ૫ તિર્યકુ સામાન્યનું પ્રતિપાદન હોવાં છતાં પણ નેગમ નયનો સંગ્રહ નયથી સ્પષ્ટ ભેદ છે.
જ્યારે નગમ નય “વિષયમાં આસક્ત જીવ ક્ષણભર માટે સુખી થાય છે.” આ રીતે પ્રતિપાદન કરે છે, ત્યારે સુખરૂપ ધર્માત્મક પર્યાયનું પ્રતિપાદન કરવા છતાં પણ સુખના વ્યક્તિમય વિશેષ રૂપનું નિરૂપણ નથી કરતું. સુખ એક પર્યાય વિશેષ છે. આ તત્ત્વ તરફ નગમ નયનું ધ્યાન નથી, તે કેવળ સુખને વિશેષણ રૂપથી અને જીવને વિશેષ્ય રૂપે પ્રતિપાદન કરવામાં ધ્યાન દે છે. સુખ એક પર્યાય રૂ૫ વ્યક્તિ વિશેષ છે, એટલાથી વ્યવહાર અને નગમનો વિષય સર્વથા સમાન નથી થઈ જતો.
Page #142
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૨ ૫
સુખ રૂપ ધર્મથી વિશિષ્ટ ધ જીવનો પ્રતિપાદક હોવાને લીધે આ નગમ નય દ્રવ્ય અને પર્યાય બંનેનો પ્રકાશક છે. પરંતુ ધર્મીનો મુખ્ય રૂપે અને સુખાત્મક ધર્મનો ગૌણ રૂપે પ્રકાશક છે, તેથી પ્રમાણથી ભિન્ન છે. દ્રવ્ય અને પર્યાય બંનેનું પ્રધાન ભાવથી પ્રકાશન થાય તો જ્ઞાન પ્રમાણ થાય છે.
નગમનમાં અનેક ધર્મોનું પ્રતિપાદન થાય છે. કોઈપણ વસ્તુ સામાન્ય-વિશેષ ઉભય ધર્માત્મક જ હોય છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ બંનેનો ગ્રાહક અધ્યવસાય વિશેષ નગમનાય છે. નેગમનય જ્યારે વસ્તુના મુખ્યતઃ સામાન્ય ધર્મનું પ્રતિપાદન કરે છે, ત્યારે ગૌણ રૂપમાં વિશેષ ધર્મોને સ્વીકૃત રાખે છે અને જ્યારે મુખ્ય રૂપમાં વિશેષ ધર્મનું પ્રતિપાદન કરે છે, ત્યારે ગૌણરૂપમાં સામાન્ય ધર્મોને સ્વીકૃત રાખે છે. મુખ્ય-ગૌણ ભાવ નિયત નથી હોતા. વક્તાની ઈચ્છાનુસાર ક્યારેક દ્રવ્ય અને ક્યારેક પર્યાય મુખ્ય અને ગૌણ થઈ જાય છે.
પૂ. પૂર્વાચાર્યોએ “મૈગમ' પદની વ્યુત્પત્તિ આ રીતે કરી છે. નૈગમો નામ:(22) જેમાં કહેવાનો માર્ગ એક નહીં, પરંતુ અનેક છે. તેને ગમનય કહેવાય છે. પૂ. મહોપાધ્યાયશ્રીજીએ નરહસ્યમાં આ જ વાતને જણાવતાં કહ્યું છે કે, 23) નિગમ અર્થાત્ લોક અથવા સંકલ્પ. તેમાંથી જેની ઉત્પત્તિ થાય તેને નૈગમ નય કહેવાય છે. અર્થાત્ લોક પ્રસિદ્ધ અર્થને સ્વીકાર કરવાવાળો નય તે નૈગમનય છે અને લોકપ્રસિદ્ધિ સામાન્ય-વિશેષ ઉભયના ઉદ્ગમથી સંવહિત થાય છે અર્થાત્ લોકમાં જે વ્યવહાર થાય છે તે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ આ રીતે ઉભય ધર્મોને પ્રધાન બનાવીને થાય છે. કોઈવાર વિશેષ
22. “હિં માળેર્દિ મિળત્તિ યે ને મ ય વિસ્તા” (મનુયોર સૂત્ર-૨૩૨) 23. निगमेषु भवोऽध्यवसायविशेषो नैगमः। तद्भवत्वं च लोकप्रसिद्धार्थोपगन्तृत्वम्। लोकप्रसिद्धिश्च सामान्यविशेषाद्युभयोपगमनेन निर्वहति। (नयरहस्य) नैकमानमेयविषयोऽध्यवसायो नैगम इत्येतदर्थः।
Page #143
--------------------------------------------------------------------------
________________
૧ ૨૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ધર્મ મુખ્ય હોય છે અને ક્યારેક સામાન્ય ધર્મ મુખ્ય હોય છે. અથવા જે નયના વસ્તુને જાણવાનાં એક નહીં. પરંતુ અનેક માર્ગ છે. તે નયને નૈગમ નય કહેવાય છે. ઉપરાંત, નગમના, અતીતકાલીન, વર્તમાનકાલીન, ભવિષ્યકાલીન, ઉપયોગી અને નિરૂપયોગી એવી તમામ અવસ્થામાં રહેલી વસ્તુને વસ્તુના રૂપમાં સ્વીકારે છે. નગમનયની માન્યતા :
શ્રી વિનયવિજયોપાધ્યાયવિરચિત નયકર્ણિકામાં નેગનયની માન્યતા જણાવતાં કહ્યું છે કે,
“નૈકામો મચત્તે વસ્તુ તમયાત્મiા. निर्विशेषं न सामान्यं विशेषोऽपि न तद्विना ।।५।।"
નિગમનય માને છે કે વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક હોય છે. વિશેષ વિના સામાન્યની સત્તા નથી હોતી. અને સામાન્ય વિના વિશેષની પણ સત્તા હોતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બધા પદાર્થ સામાન્ય-વિશેષ ઉભય સ્વરૂપ હોય છે. વસ્તુઓમાં રહેલી જાતિ વગેરે સામાન્ય છે અને વસ્તુઓમાં ભેદ કરવાવાળા વિશેષ છે. સો ઘટમાં ઐક્યબુદ્ધિ સામાન્ય ધર્મ (ઘટત્વ) થી થાય છે, અર્થાત્ ઘટમાં રહેલાં ઘટત્વ ધર્મથી સો ઘટમાં એકત્વની બુદ્ધિ થાય છે. સો ઘટ અલગ-અલગ વ્યક્તિઓના છે, તે-તે અલગઅલગ વ્યક્તિ તે તે ઘડામાં રહેલા વિશેષથી (વિશેષ ધર્મથી) પોતપોતાના ઘટને અલગ કરીને ઓળખી લે છે. આ રીતે બધી વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મકશ્મ) હોય છે. ક્યારેય પણ સામાન્ય વિશેષરહિત અને વિશેષ સામાન્યરહિત નથી હોતો. નગમનય ઉભયાત્મક વસ્તુને ગ્રહણ કરે છે. 24. अर्थाः सर्वेऽपि च सामान्यविशेषोभयात्मका:। सामान्यं तत्र जात्यादि विशेषाच्च विभेदकाः ।।३।। ऐक्यबुद्धिर्घटशते भवेत्सामान्यधर्मत: विशेषाच्च निजं निजं लक्षयन्ति घटं जनाः ।।४।।
Page #144
--------------------------------------------------------------------------
________________
નયવાદ
આજ વાતને વધારે સ્પષ્ટ કરતાં નયોપદેશ ગ્રંથમાં કહ્યું છે કે, બધા પદાર્થ સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે અને લોક પ્રસિદ્ધ સામાન્યવિશેષોભયાત્મક પદાર્થનો ગ્રાહક નેગમનાય છે. લોકવ્યવહાર સામાન્યવિશેષ ઉભય સ્વરૂપ વસ્તુથી થાય છે. તેથી લોકપ્રસિદ્ધ અર્થને સ્વીકાર કરવાવાળો નય નૈગમનય કહેવાય છે. સામાન્ય કે વિશેષ બંનેમાંથી એકની પણ કમી કરવામાં આવે તો લોકવ્યવહાર દુર્ઘટ બની જાય છે. 25) કારણ કે, સામાન્ય વિશેષ વિના રહી શકતો નથી. અને વિશેષ સામાન્ય વિના રહી શકતો નથી.
નેગમનને સમજવા માટે શાસ્ત્રમાં 26) પ્રસ્થકાદિ ત્રણ ઉદાહરણ આપ્યા છે. તે ઉદાહરણ ઉપર વિચાર કરવાથી નૈગમનનું સ્વરૂપ એકદમ સ્પષ્ટ થઈ જશે. નગમનયના ઉદાહરણ :પ્રથમ ઉદાહરણ - પ્રસ્થકનું :
પ્રસ્થક (ધાન્ય માપવાનું એક (લાકડાનું) માપ વિશેષ) બનાવવાનો ઈરાદો રાખવાવાળો સુથાર તેને માટે લાકડું લેવા માટે જંગલમાં જતો હોય, ત્યારે રસ્તામાં તેને કોઈ પૂછે કે, “તમે ક્યાં જઈ રહ્યાં છો?” તે સમયે સુથાર જવાબ આપે છે કે, “પ્રસ્થક લેવા જાઉં છું.” જંગલમાં પહોંચીને પ્રસ્થક પ્રાયોગ્ય લાકડું કાપતો હોય, ત્યારે કોઈ પૂછે કે, “તમે શું કાપો છો?” તેના જવાબમાં સુથાર કહે છે કે, “પ્રસ્થક કાપું ” લાકડું લઈને ઘર તરફ પાછા ફરતી વખતે કોઈ પૂછે કે, “શું લઈને આવ્યા છો?”, તો તેના જવાબમાં તે કહે છે કે, “પ્રસ્થક લઈને આવ્યો છું', ઘેર આવીને લાકડામાંથી પ્રથકનો આકાર બનાવતી વખતે કોઈ પૂછે કે, “શું બનાવો છો?” તો
25. તસિદ્ધિ8 સામાન્યવિશેષાદ્યુમયાશ્રય તતસંચારે વ્યવહારો દિ ફુઈટ: Wારા 26. एवं प्रस्थकाद्युदाहरणेष्वपि सिद्धान्तसिद्धेषु भावनीयम्। (अनेकान्त व्यवस्था)
Page #145
--------------------------------------------------------------------------
________________
૧ ૨૮
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તે જવાબ આપે છે કે, “પ્રસ્થક બનાવું છું” આ રીતે ભિન્ન-ભિન્ન સ્થળે પૂછાયેલા પ્રશ્નોનાં જે ઉત્તર સુથારે આપ્યા છે. તે બધા જવાબ નૈગમનની અપેક્ષાએ યથાર્થ છે. કારણ કે, નેગમનય ઉપચાર કરીને કથન કરવાવાળો નય છે, ભવિષ્યમાં જે પ્રસ્થક બનવાવાળું છે, તેનો આરોપ તેના પૂર્વકાલીન ભિન્ન-ભિન્ન કારણોમાં કરવામાં આવ્યો છે. - બીજું ઉદાહરણ : ઘરનું
કોઈ પૂછે કે, “આપ ક્યાં રહો છો?” તો તે ઉત્તર આપશે કે “લોકમાં રહું છું'', “લોકમાં પણ ક્યાં રહો છો?” તો કહે છે કે, “મધ્યલોકમાં', મધ્યલોકમાં પણ ક્યાં રહો છો, તો તે કહે છે, “જંબુદ્વીપમાં”, તેમાં પણ ક્યાં રહો છો? તો તે કહે છે કે, “ભરતખંડમાં તેમાં પણ ક્યાં રહો છો? તો તે કહે છે કે, “મધ્યખંડમાં''. તેમાં પણ
ક્યાં રહો છો? તો તે કહે છે કે “હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં અમુક નંબરના બંગલામાં રહું છું.” અને અંતમાં પ્રશ્નોનો ઉપસંહાર કરતા કહે છે કે, મારો આત્મા જેટલા પ્રદેશોમાં રહેલો છે, તેટલા પ્રદેશોમાં હું રહું છું.... આ બધા પ્રકાર-ઉત્તર નગમનયની અપેક્ષાએ યથાર્થ છે. અહીંયાં પૂર્વ-પૂર્વ વાક્ય ઉત્તર-ઉત્તર વાક્યોની અપેક્ષાએ સામાન્ય ઘર્મનો આશ્રય કરે છે. - ત્રીજુ ઉદાહરણ - ગામનું ?
કોઈ મુસાફરો યાત્રા કરતાં કાશી તરફ જતાં હોય, ત્યાં તે કાશીની સીમામાં પ્રવેશ કરે ત્યારે તેમાંથી કોઈ પૂછે કે, “આપણે ક્યાં આવ્યા?” તો જાણકાર કહે છે કે, “આપણે કાશી આવી ગયા.", થોડું આગળ ચાલીએ અને કાશીની બહારના બાગ-બગીચામાં પ્રવેશ કરીએ ત્યારે કોઈ પૂછે કે, “આપણે ક્યાં આવી ગયા?” તો પણ કાશીમાં આવ્યા એવું જાણકાર કહેશે. આ રીતે ગામના કિલ્લાની પાસે, ચોકમાં,
Page #146
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૨૯
મહોલ્લામાં, ગલીમાં, કોઈ નિશ્ચિત ઘરમાં પૂછવામાં આવે તો, “કાશીમાં આવ્યા” નો જ જવાબ મળે છે. આ રીતે ઉપર બતાવેલા બધા સ્થળે કાશી, કાશી એવો જે વ્યવહાર થાય છે, તે નગમનયની અપેક્ષાએ છે, જગતનાં તમામ વ્યવહારોમાં નેગનયની પ્રધાનતા છે.
અનેકાંત વ્યવસ્થા 27) ગ્રંથમાં એક મહત્ત્વનો ખુલાસો કર્યો છે કે, આ નગમનયમાં વિશેષોથી અન્ય (ભિન્ન) જ સામાન્ય છે. કારણ કે, સામાન્ય અનુગત બુદ્ધિનું કારણ છે. તે જ રીતે વિશેષ પણ સામાન્યથી ભિન્ન જ છે. કારણ કે, વિશેષ વ્યાવૃત્તિબુદ્ધિનું કારણ છે. તે જ રીતે આશ્રય (વસ્તુરૂપ આશ્રય) થી પણ સામાન્ય ભિન્ન જ છે. અન્યથા આશ્રયથી સામન્યને ભિન્ન માનવામાં ન આવે તો વ્યક્તિની જેમ સાધારણતાની અનુપપત્તિ જ થઈ જશે. નગમનયના પ્રકાર :
નગમનય સામાન્ય અને વિશેષનું અવલંબન લઈને પ્રવર્તિત થતો હોવાથી તેના બે પ્રકાર તત્ત્વાર્થ સૂત્રના ભાગ્યમાં જણાવ્યા છે:- (૧) સામાન્યગ્રાહી મૈગમનય અને (૨) વિશેષગ્રાહી નૈગમનય.(28) સામાન્યગ્રાહી એટલે સમગ્રગ્રાહી અને વિશેષગ્રાહી એટલે દેશગ્રાહી નગમનય.
મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજા કૃત તત્ત્વાર્થભાષ્યની ટીકામાં વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે,
27. अस्मिन्नये विशेषेभ्योऽन्यदेव सामान्यम्, अनुवृत्तिबुद्धिहेतुत्वात्। सामान्याच्चान्ये एव विशेषाः, व्यावृत्तिबुद्धिहेतुत्वात्। एवमाश्रयादपि भिन्नमेव सामान्यं, अन्यथा व्यक्तिवत् साधारण्यानुपपत्तेः 28. स च सामान्यविशेषावलम्बीत्येतदर्शयति - देशो विशेषः समग्रं सामान्यं अयं हि सामान्यग्राही जातिमेव पदार्थमाह-विशेषग्राही द्विकत्रिकादिकं, तथा च विचित्रप्रकारं नैगमनयमाश्रित्यानुस्मर्यते।। “एकं द्विकं त्रिकं चाथ चतुष्कं पञ्चकं तथा। नामार्थ इति सर्वेऽपि पक्षाः शास्त्रे निरुपिताः ।।१।।" निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देशसमग्रग्राही नैगमः। (तत्त्वा. सू. ३५ (भाष्य)) स सामान्यविशेषावलम्बीत्येतद् दर्शयतिदेशसमग्रगाहीति (श्रीसिद्धसेनीयटीका)
Page #147
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નૈગમનય સામાન્ય અને વિશેષનું અવલંબન કરીને પ્રવર્તિત થાય છે. તેથી એક સામાન્યગ્રાહી નૈગમનય છે અને બીજો વિશેષગ્રાહી નૈગમનય છે. ઘટમાં રહેલી ઘટત્વ જાતિને વસ્તુરુપે સ્વીકાર કરે તે સામાન્યગ્રાહી નૈગમનય છે. ‘‘ઘટ’’ શબ્દથી વાચ્ય એક ઘટત્વ જાતિ છે, પરંતુ, કોઈ વસ્તુ (વ્યક્તિ-જાતિમાન) નથી, આ રીતે એક સામાન્ય ધર્મનો જે સ્વીકાર કરે છે, તે સામાન્યગ્રાહી નૈગમનયનું અનુસરણ કરવાવાળા છે. (જે પદની શક્તિને જાતિમાં માને છે, પરંતુ વ્યક્તિમાં નથી માનતા, તેના મત મુજબ આ અધ્યવસાય વિશેષ છે. આ વિષયમાં વિશેષ વિચારણા તત્ત્વાર્થભાષ્યની29) ટીકામાં જોઈ લેવી. સામાન્ય બોધવાળાને આ પદાર્થો સમજવામાં કઠણ ન પડે, તેથી કેવળ તે ચર્ચાઓ નીચે ટિપ્પણી-૨૯ માં આપી છે. વ્યુત્પત્તિવાદ પર્યન્ત નવ્યન્યાયના અભ્યાસુને જ તે પંક્તિઓના ભાવ સ્પષ્ટ થશે અને તેનાથી વિષય વધારે સ્પષ્ટ બનશે.
૧૩૦
અહીં ઉલ્લેખનીય છે કે, અહીંયાં એક સામાન્ય ધર્મનો સ્વીકાર કરવાવાળા અધ્યવસાય વિશેષને સામાન્યગ્રાહી નૈગમનય કહ્યો છે. તે પ્રમાણે એક ધર્મથી જાતિ જ લેવી, એવો એકાંતિક નિયમ નથી. તે એક ધર્મ; જાતિ, અખંડોપાધિ, અન્યાપોહ કે બુદ્ધિવિશેષ એવો કોઈ એક સામાન્ય ધર્મ ગ્રહણ કરવાનો છે.(30)
29. एकं जातिनामार्थ:, लाघवेन तस्या एव वाच्यत्वौचित्यात्, अनेकव्यक्तीनां वाच्यत्वे गौरवात्। न च व्यक्तीनामपि प्रत्येकत्वाद्विनिगमनाविरहः, एवं ह्येकस्यामेव व्यक्तौ शक्त्यभ्युपगमे व्यक्त्यन्तरे लक्षणायां स्वसमेवताश्रयत्वं संसर्ग इति गौरवम्, जात्या तु सहाश्रयत्वमेव संसर्ग इति लाघवम्, किं च गोः स्वरूपेण न गौरित्यादिन्यायाद्विशिष्टस्य वाच्यत्वमाश्रयणीयं नागृहीतविशेषण - न्यायाज्जातिरेव वाच्येति युक्तम्, व्यक्तिबोधस्तु लक्षणया, एवं हि विभक्त्यर्थान्वयोऽप्युपपत्स्यत इति दिग् । 30. एकमित्यनिर्धारितनिर्देशेन तज्जातिर्वास्तु अखण्डोपाधिवाऽन्यापोहो वा बुद्धिविशेषो वेत्यत्र नाग्रह इति ध्वन्यते ।
Page #148
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧
૩ ૧
- વિશેષગ્રાહી નેગમનયના પ્રકાર : વિશેષગ્રાહી નય દ્વિક, ત્રિક, ચતુષ્ક અને પંચકરૂપ છે. તત્ત્વાર્થભાષ્યટીકાના આધારે તે પ્રકારનું સ્વરૂપ હવે વિચારીશું. (૧) દ્ધિકરૂપ વિશેષગ્રાહી નૈગમનય31): ઘટમાં રહેલી ઘટત્વ જાતિને અને ઘટરૂ૫ વ્યક્તિને વસ્તુરૂપમાં સ્વીકારે તે દ્વિકરૂપ વિશેષગ્રાહી નગમનાય છે. “ઘટ' પદની શક્તિ ઘટત્વ જાતિ અને “ઘટ” વ્યક્તિ બંનેમાં જે સ્વીકાર કરે છે, તે જાતિ અને વ્યક્તિ ઉભયને વસ્તુના રૂપમાં સ્વીકાર કરે છે. તેની આ માન્યતા દ્વિકરૂપ વિશેષગ્રાહી નેગનયની
(૨) ત્રિકરૂપ વિશેષગ્રાહી નેગમનય ઃ ઘટત્વ જાતિ, ઘટરૂપ વ્યક્તિ અને “ઘટ’ શબ્દના લિંગને વસ્તુરૂપમાં સ્વીકાર કરવાવાળા અધ્યવસાય વિશેષને ત્રિકરૂપ વિશેષગ્રાહી નેગમનય કહેવાય છે. “ઘટ' પદની શક્તિ ઘટત્વ, ઘટ વ્યક્તિ અને લિંગ, આ ત્રણમાં સ્વીકાર કરવાવાળાઓની માન્યતા આ નયની છે, અર્થાત્ ઘટપદના વાચ્યના રૂપમાં ઘટત, ઘટ અને લિંગ, આ ત્રણેય ગણીને તે ત્રણેયને વસ્તુના રૂપમાં સ્વીકાર કરવાવાળા દર્શનનો અભિપ્રાય વિશેષ આ નયનો છે. (૩) ચતુષ્કરૂપ વિશેષગ્રાહી મૈગમનય : સંખ્યાદિ સહિત અગાઉ બતાવેલા ત્રિકને ગ્રહણ કરવાવાળો ચતુષ્કરૂપ વિશેષગ્રાહી નેગમનય છે. ઘટત્વ જાતિ, ઘટ વ્યક્તિ, ઘટ શબ્દનું લિંગ અને ઘટની સંખ્યા : આ ચારને “ઘટ' પદથી ગ્રહણ કરવાવાળાનો અધ્યવસાય વિશેષ ચતુષ્ક વિશેષગ્રાહી નગમનાય છે.
31. દ્વિમિતિ નાતિતી ત્યર્થ:
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
(૪) પંચકરૂપ વિશેષગ્રાહી નેગમનય : કારક સહિત અગાઉ બતાવેલ ચતુષ્કને ગ્રહણ કરવાવાળો પંચકરૂપ વિશેષગ્રાહી નૈગમનાય છે.
પૂર્વોક્ત શ્લોકમાં (કે જે ટિપ્પણી-28માં બતાવ્યું છે તેમાં પાંચ વિકલ્પ જણાવ્યા છે. તત્વાર્થ સૂત્રની ટીકામાં અગાઉ બતાવેલા પંચક ઉપરાંત “શબ્દ” ને વધારીને ષકરૂપ વિશેષગ્રાહી નૈગમનયનો પ્રકાર બતાવ્યો છે. અર્થાત્ જાતિ, વ્યક્તિ, લિંગ, સંખ્યા, કારક અને શબ્દઃ આ છે માં “ઘટ' પદની શક્તિને માનવાવાળા અધ્યવસાય વિશેષને ષકરૂપ વિશેષગ્રાહી નૈગમનય કહે છે. આ નયની માન્યતા મુજબ શબ્દથી પણ જ્ઞાન સંભવિત છે. એટલે જાતિ વગેરેની જેમ તેમાં પણ પદની શક્તિ છે. અહીંયાં જેમ ઘટને લઈને એક, બે, ત્રણ વગેરે વિકલ્પ બતાવ્યા, તેમ જગતનાં બધાં પદાર્થોનાં પૂર્વરીતિથી વિકલ્પ બનાવીને નિગમનયના ભેદોને સમજી શકાય છે, હવે અન્ય ગ્રંથોના આધારે ભિન્ન-ભિન્ન અપેક્ષાએ નગમનયના ત્રણ પ્રકાર બતાવે છે. -નૈગમનયના ત્રણ પ્રકાર :
શ્રીદેવસેનગણિત નયચક્રાલાપપદ્ધતિ ગ્રંથમાં નેગમનયના ત્રણ પ્રકાર જણાવ્યા છે.
नैगमस्त्रेधा - भूतभाविवर्तमानकालभेदात्। अतीते वर्तमानारोपणं यत्र स भूतनैगमः। यथा अद्य दीपमालिकायां अमावास्यायां महावीरो मोक्षं गतः। भाविकाले वर्तमानारोपणं यत्र स भाविनैगमः। यथा अर्हन् सिद्ध एव। कर्तुमारब्धं ईषन्निष्पन्नं अनिष्पन्नं वा वस्तु निष्पन्नवत् कथ्यते यत्र स વર્તમાનામ: યથા - ગ્રોને પથ્થો
નગમનયના ત્રણ પ્રકાર છે : (૧) જ્યાં અતીતમાં વર્તમાનકાળનો આરોપ કરવામાં આવે છે, તે ભૂતનેગમ છે, જેમ કે, આજે દિવાળીઅમાવસ્યાના દિવસે પ્રભુ મહાવીર મોક્ષે ગયાં હતા. (પ્રભુ મહાવીર
Page #150
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૩૩
તો ૨૫૦૦ થી વધારે વર્ષ પહેલાં મોક્ષે ગયા હતા. પ્રભુના અતીતકાલીન નિર્વાણગમનનો આરોપ આજના દિવસ (વર્તમાન) માં કરવો, તેને ભૂતનેગમ કહેવાય છે. અહીંયાં અતીતમાં વર્તમાનનો ઉપચાર કરવામાં આવ્યો છે.
(૨) ભાવિકાળમાં વર્તમાનનો આરોપ કરવો, તેને ભાવિનેગમ કહેવાય છે. જેમ કે, અરિહંત સિદ્ધ જ છે. અરિહંત (ચાર અઘાતી કર્મનો નાશ કરીને) ભવિષ્યમાં સિદ્ધ થવાવાળા છે, વર્તમાનમાં તે સિદ્ધ નથી. તો પણ વર્તમાનમાં અરિહંતને સિદ્ધ કહેવા તે ભાવિનૈગમનયની અપેક્ષાએ છે.
(૩) કરવાને માટે આરંભ થયેલી વસ્તુ થોડીક નિષ્પન્ન થઈ ગઈ હોય, અથવા અનિષ્પન્ન હોય, તો પણ ત્યાં વસ્તુ નિષ્પન્ન થઈ ગઈ છે, એ રીતે કહેવામાં આવે છે, તે વર્તમાન નૈગમનય કહેવાય છે. જેમ કે, ભાત ચડેલાં જ ન હોય કે થોડાં જ ચડેલા હોય, ત્યારે ‘‘ઓવન પચ્યતે’ એવો પ્રયોગ થાય, તે વર્તમાન નૈગમનયની અપેક્ષાએ છે.
-અન્ય રીતે ત્રણ પ્રકાર :
स नैगमस्त्रिप्रकार: आरोपांशसंकल्पभेदात् । तत्र चतु: प्रकार : आरोप: द्रव्यारोप- गुणारोप- कालारोप- कारणाद्यारोपभेदात् । तत्र गुणे द्रव्यारोपः पञ्चास्तिकायवर्तनागुणस्य कालस्य द्रव्यकथनं एतद् गुणे द्रव्यारोपः ॥ १ ॥ ज्ञानमेवात्मा अत्र द्रव्ये गुणारोपः ।।२ ।। वर्तमानकाले च अतीतकालारोपः अद्यैव दीपोत्सवे वीरनिर्वाणं, वर्तमानकाले अनागतकालारोपः अद्यैव पद्मनाभनिर्वाणं, कारणे कार्यारोप : बाह्यक्रियायाः धर्मत्वं धर्मकारणस्य धर्मत्वेन कथनम् । सङ्कल्पो द्विविध: स्वपरिणामरूप: कार्यान्तरपरिणामश्च । अंशोऽपि द्विविधः भिन्नोऽभिन्नश्चेत्यादि । (नयचक्रसार)
-
Page #151
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નૈગમનયના ત્રણ પ્રકાર છે : (૧) આરોપ, (૨) અંશ અને (૩) સંકલ્પ (અન્યત્ર પ્રસિદ્ધ ધર્મનું અન્ય સ્થાને આરોપણ કરવું તેને આરોપ કહેવામાં આવે છે.)
(૧) આરોપ :
આરોપના ચાર પ્રકાર છે : (૧) દ્રવ્યારોપ, (૨) ગુણારોપ, (૩) કાલારોપ અને (૪) કારણાદિ આરોપ.
૧૩૪
જ્યાં ગુણમાં દ્રવ્યનો આરોપ કરવામાં આવે તેને દ્રવ્યારોપ કહેવાય છે. જેમ કે, ધર્માસ્તિકાય આદિ પંચાસ્તિકાયના ‘‘વર્તના’' ગુણને કાલદ્રવ્ય કહેવું, તે ગુણમાં દ્રવ્યનો આરોપ કરીને કરવામાં આવેલું કથન છે...(૧)
દ્રવ્યમાં ગુણનો આરોપ કરવામાં આવે તેને ગુણારોપ કહેવાય છે. જેમ કે, ‘“જ્ઞાનમય આત્મા'' અહીં આત્મદ્રવ્યમાં જ્ઞાનગુણનો આરોપ કરીને ક૨વામાં આવેલું આ કથન છે... (૨)
વર્તમાનકાળમાં અતીતકાળનો આરોપ કરવો કે વર્તમાનકાળમાં અનાગતકાળનો આરોપ કરવો તેને કાલારોપ કહે છે. અઘ દ્વીપોત્સવે વીનિર્વાળું આજે દીપોત્સવના દિવસે વીર પરમાત્માનું નિર્વાણ છે. અહીંયાં વર્તમાનકાલમાં અતીતકાલનો આરોપ કરવામાં આવ્યો છે. વીરનિર્વાણ અતીતકાલમાં થયું છે, તેનો આરોપ વર્તમાનકાલીન દીપોત્સવમાં કરવામાં આવ્યો છે. સૌવ પદ્મનામનિર્વાળમ્ આજે દિપોત્સવના દિવસે જ પદ્મનાભ જિનનો નિર્વાણ છે. અહીં વર્તમાનકાળમાં અનાગતકાળનો આરોપ કરવામાં આવ્યો છે. પદ્મનાભ પ્રભુનું નિર્વાણ ભવિષ્યમાં (અનાગતકાળમાં) થવાનું છે. તેનો આરોપ વર્તમાનકાળમાં કરવામાં આવ્યો છે...(૩)
કારણમાં કાર્યનો આરોપ કરવામાં આવે તે કાર્યારોપ કહેવાય છે અને કાર્યમાં કારણનો આરોપ કરવામાં આવે તે કારણારોપ છે. આ
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૫
બંને આરોપ પણ નૈગમનયથી શક્ય બને છે. બાહ્ય ક્રિયાને ધર્મ કહેવો, તેમાં કારણમાં કાર્યનો આરોપ ક૨વામાં આવ્યો છે. બાહ્ય ક્રિયા ધર્મનું કારણ છે. ધર્મના કારણને ધર્મના રૂપમાં કથન ક૨વું, તે કારણમાં કાર્યારોપ છે...(૪)
નયવાદ
(૨) સંકલ્પ –
સંકલ્પ એટલે કોઈપણ કામ કરવાનો દૃઢ નિર્ધાર. સંકલ્પપૂર્તિને માટે જે ક્રિયા થાય તે સ્વપરિણામસ્વરૂપ છે અને તે અંતિમ ક્રિયા સુધી પહોંચવા માટે જે અવાન્તર ક્રિયાઓ થાય, તે કાર્યાન્તર પરિણામ છે. સંકલ્પને સિદ્ધ ક૨વા માટે અન્ય જે કંઈ કાર્ય ક૨વામાં આવે તેને પણ સંકલ્પનું જ કાર્ય કહેવામાં આવે છે. પ્રસ્થક બનાવતાં પહેલાં લાકડું લાવવું વગેરે બધાં કાર્ય પણ સંકલ્પનાં જ કાર્ય કહેવાય છે. પહેલા ઉદાહરણમાં જોયા પ્રમાણે સુથારને પૂછેલાં પ્રશ્ન અને ઉત્તર સંકલ્પરૂપ નૈગમની દૃષ્ટિએ સાચા છે. આ નયની માન્યતા મુજબ જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને આનુષંગિક બધી જ ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય છે.
(૩) અંશ :
અંશનો પૂર્ણમાં ઉપચાર કરવામાં આવે તે અંશ નૈગમનયની દૃષ્ટિથી શક્ય બને છે. જેમ કે, કપડાંનો એક ભાગ (અંશ) ફાટી જાય તો પણ ‘કપડું ફાટી ગયું'' એવો જે વ્યવહાર થાય છે, તે અંશ નૈગમનયની દ્રષ્ટિ એ થાય છે.
તેના બે ભેદ છે : (૧) ભિન્ન અને (૨) અભિન્ન. વસ્તુનો જે અંશ કે જે વસ્તુથી ભિન્ન છે, તેને આશ્રયમાં રાખીને અંશનો પૂર્ણમાં ઉપચાર કરવામાં આવે તે ભિન્ન અંશ નૈગમનય છે અને વસ્તુનો જે અંશ કે જે વસ્તુથી અભિન્ન છે, તેને આશ્રયમાં રાખીને અંશનો પૂર્ણમાં ઉપચાર
Page #153
--------------------------------------------------------------------------
________________
૧ ૩૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો કરવામાં આવે તે અભિન્ન અંશ ગમનય કહેવામાં આવે છે.
ઉપચાર” પણ નેગમનયનો જ પ્રકાર છે. મુખ્યનો અભાવ હોવા છતાં પણ પ્રયોજન દ્વારા ઉપચાર પ્રવર્તિત થાય છે. તે ઉપચાર પણ સંબંધાવિનાભાવ, સંશ્લેષસંબંધ, પરિણામપરિણામિસંબંધ, શ્રદ્ધા-શ્રદ્ધેય સંબંધ, જ્ઞાન-ય સંબંધ, ચારિત્ર-ચર્યા સંબંધ ઈત્યાદિ સ્વરૂપ છે (32). જગતમાં જેટલા પણ ઓપચારિક વ્યવહાર પ્રવર્તિત છે, તે બધાં જ આ નયના આધારે પ્રવર્તિત છે. નગમનયને અભિમત ચાર નિક્ષેપ :
નૈગમનયના લક્ષણ અને પ્રકારનું નિરૂપણ કર્યા પછી “નગમનય” ને અભિમત કેટલા નિક્ષેપ છે? તેનું ઉદાહરણ સહિત વિવરણ ન રહસ્ય ગ્રંથના આધારે કરવામાં આવે છે.
अस्य च चत्वारोऽपि निक्षेपा अभिमता नाम, स्थापना, द्रव्यं, भावश्चेति। घट इत्यभिधानमपि घट एव, "अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेया" इति वचनात्। वाच्यवाचकयोरत्यन्तभेदे प्रतिनियतपदशक्त्यनुपपत्तेश्च। घटाकारोऽपि घट एव, तुल्यपरिणामत्वात्, अन्यथा तत्त्वायोगात्, मुख्यार्थमात्राऽभावादेव तत्प्रतिकृतित्वोपपत्तेः। मृत्पिण्डादिर्द्रव्यघटोऽपि घट एवान्यथा परिणामपरिणामिभावानुपपत्तेः। भावघटपदं चासंदिग्धवृत्तिकमेव।। ભાવાર્થ :
કોઈપણ શબ્દના વ્યાકરણાદિ અનુસાર સંભવિત જેટલા પણ અર્થ હોય છે, તેને નિક્ષેપ કહેવાય છે. તે અર્થોનું જ્ઞાન કરાવવા માટે તેને લક્ષણ અને વિભાજન દ્વારા પ્રતિપાદન પણ નિક્ષેપ પદાર્થ છે. જેનો 32. मुख्याभावे सति प्रयोजननिमित्ते चोपचारः प्रवर्तते। सोऽपि सम्बन्धाविनाभावः, संश्लेषः सम्बन्धः, परिणामपरिणामिसम्बन्धः, श्रद्धाश्रद्धेय सम्बन्धः, ज्ञानज्ञेय सम्बन्धः, चारित्रचर्या सम्बन्धश्चेत्यादि। (નયાના પપદ્ધતિ:)
सन्धावि
Page #154
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૩૭
પર્યાય શબ્દ ચાસ પણ છે. નિક્ષેપના ઓછામાં ઓછા ચાર ભેદ છે. નામ, દ્રવ્ય, સ્થાપના અને ભાવ. કોઈ વસ્તુના નામકરણને નામનિક્ષેપ કહેવાય છે. શાસ્ત્રકારે સંજ્ઞાકર્મથી પણ નામનિક્ષેપનું લક્ષણ બતાવ્યું છે. નામકરણ અને સંજ્ઞાકર્મ એમાં શબ્દથી જ ભેદ છે, અર્થ તો એક જ બંને શબ્દોથી બોધિત થાય છે. કારણ કે, સંજ્ઞા અને નામ આ બંને શબ્દ પર્યાયવાચક છે અને કર્મ શબ્દ અહીંયાં ક્રિયાવાચક હોવાથી કર્મ અને કરણ આ બંને શબ્દો વડે એક જ અર્થ બોધિત થાય છે. નામનિક્ષેપમાં જે વસ્તુનું કંઈક નામ રાખવામાં આવે તે નામવાચક શબ્દના અવયવાર્થોનો તે શબ્દથી બોધ થવો આવશ્યક નથી હોતો. જેમ કે કોઈ વ્યક્તિનું “ઈન્દ્ર' એવું નામ રાખવામાં આવે તો, તે નામથી ઈન્દ્ર કહેવાશે, પરંતુ તેમાં ઈન્દ્ર શબ્દાવયવ “ઈ” ધાતુથી પ્રતીયમાન પારઐશ્વર્ય તે વ્યક્તિમાં ન ભાસે તો પણ તે ઈન્દ્ર તો કહેવાય છે. નગમનય આ રીતના નામનિક્ષેપને પણ માને છે તથા કાષ્ઠનિર્મિત કે પાષાણાદિ નિર્મિત મૂર્તિમાં અથવા ચિત્રમાં કોઈ દેવતા વિશેષનું અનુસંધાન કરીને તેમાં ઈન્દ્ર આદિની સ્થાપનાનો વ્યવહાર થાય છે. આ રીતે કોઈપણ વસ્તુના આકારમાં તે વસ્તુના સ્થાપનને સ્થાપના નિલેપ કહે છે. ભાવિમાં ઉત્પન્ન થવાવાળા કે નષ્ટ થઈ ગયેલા કાર્ય વિશેષના ઉપાદાન કારણને દ્રવ્ય નિક્ષેપ કહે છે, ગુણ-પર્યાય સહિત વસ્તુના અસાધારણ સવરૂપનું જે પ્રદર્શન, તેને ભાવનિક્ષેપ કહે છે. આ નિક્ષેપ બધા જ પદાર્થોના જ્ઞાનમાં ઉપયુક્ત થાય છે. કારણ કે, તેના વગર વસ્તુ સ્વરૂપનું પ્રતિવિશિષ્ટ રૂપે જ્ઞાન નથી થઈ શકતુ.“નેગમનય'' આ ચારેય નિક્ષેપાઓને કેવી રીતે માને છે, તેને ઉદાહરણ દ્વારા શ્રી મહોપાધ્યાયજી સ્પષ્ટ કરે છે.
(ઘટ ઈત્યભિધાન) જવાહરણ સાધનભૂત પાત્ર વિશેષનું “ઘટ” એવું નામ કરવામાં આવે છે. આ “ઘટ” એવું અભિધાન પણ ઘટ જ
Page #155
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કહેવાય છે. અહીંયાં ઘટ શબ્દને ‘ઘટ' નામથી સંબોધવું એ જ નામ નિક્ષેપ છે. ઘટ શબ્દથી વાચ્ય જેમ ઘટરૂપ અર્થ થાય છે, તેમ ઘટ શબ્દનો વાચ્ય ઘટ શબ્દ પણ થાય છે. ઘટાત્મક અર્થ અને ઘટ શબ્દ આ બંનેમાં ભેદ રહેવા છતાં પણ ઘટ શબ્દ વાચ્યત્વરૂપથી કથંચિત્ અભેદ જ રહે છે. આ વસ્તુને પ્રમાણિત કરવા માટે શાસ્ત્ર વચનનું પ્રદર્શન કર્યું છે કે, ગર્વાભિધાનપ્રત્યયાસ્તુત્યનામઘેયાઃ અર્થ એટલે ઘટાદિ વસ્તુ, અભિધાન એટલે ઘટ શબ્દ અને પ્રત્યય એટલે ઘટ ઈત્યાકારક બુદ્ધિ, આ ત્રણેયનો નામધેય એટલે કે સંજ્ઞા તુલ્ય અર્થાત્ એક જ છે. જો ઘટ અર્થનો બોધ કોઈને ક૨વો હોય તો ઘટ શબ્દનો પ્રયોગ કરવો જેમ જરૂરી હોય છે, તેમ જ ઘટ શબ્દનો અને ‘પદ:' ઈત્યાકારક બુદ્ધિનો બોધ કોઈને કરાવવો હોય તો પણ ઘટ શબ્દનો જ પ્રયોગ કરવો પડે છે. તેથી વાચ્ય ઘટ, વાચક શબ્દ તથા ઘટ શબ્દથી થવાવાળી બુદ્ધિ, આ ત્રણેયનું નામ ઘટ જ થાય છે. વાચ્ય અને વાચકમાં કથંચિત્ તાદાત્મ્ય (અભેદ) અહીંયાં અભીષ્ટ છે. જો ઘટરૂપ વાચ્ય અને ઘટશબ્દસ્વરૂપ વાચક આ બંનેમાં અત્યંત ભેદ માનવામાં આવે તો ઘટરૂપ અર્થમાં જે નિયમતઃ ઘટપદની શક્તિ માનવામાં આવે છે, તે સિદ્ધ નહીં થાય. કારણ કે, ઘટ શબ્દની અપેક્ષાએ ઘટરૂપ અર્થમાં જેમ અત્યંત ભેદ રહે છે, તેમ પટાદિરૂપ અર્થમાં પણ રહે છે. તેથી ઘટ શબ્દની શક્તિ પટાદિરૂપ અર્થમાં પણ થઈ શકે છે. એટલે ઘટ શબ્દ અને ઘટરૂપ અર્થ આ બંનેમાં કથંચિત્ અભેદ માનવો આવશ્યક છે.
૧૩૮
કોઈ ચિત્ર આદિમાં જે ઘટાકારનું પ્રદર્શન કરવામાં આવે તેને સ્થાપના ઘટ કહેવામાં આવે છે, કારણ કે, આકારની દૃષ્ટિએ જોવામાં આવે તો તે ઘટાકાર અને વાસ્તવિક ઘટ આ બંનેમાં તુલ્ય પરિણામ થાય છે. જો ચિત્રાદિગત ઘટાકારને ઘટસ્વરૂપ ન માનીએ.તો તે
Page #156
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૩૯
ઘટાકારને કેવળ આકાર જ કહેવો પડશે. પરંતુ તેને “આ ઘટાકાર છે.” એવું નહીં કહી શકીએ. એટલે ઘટાકારતા જ અયુક્ત થઈ જવાનો પ્રસંગ આવશે. જો આ શંકા થાય કે, ઘટને પણ જો ઘટ જ માનીશું તો વાસ્તવિક ઘટની અપેક્ષાએ સ્થાપના ઘટમાં શું વિશેષતા હશે? તો આનું સમાધાન એ છે કે, સ્થાપના ઘટ મુખ્ય ઘટની પ્રતિકૃતિ છે, મુખ્ય ઘટથી જે જલાહરણાદિ અર્થ ક્રિયા થાય છે, તે સ્થાપના ઘટથી નથી થઈ શકતી. તેથી ચિત્રાદિમાં મુખ્ય અર્થનો અભાવ છે, આ જ સ્થાપના ઘટ અને મુખ્ય ઘટમાં વિશેષતા છે.
ઘટના ઉપાદાન કારણ મૃત્-પિંડાદિને દ્રવ્યઘટ કે ઘટનો દ્રવ્ય નિક્ષેપ કહે છે. જો મૃત પિંડારિરૂપ દ્રવ્યને ઘટ માનવામાં ન આવે તો ઘટ મૃપિંડનું પરિણામ છે અને મૃતપિંડ ઘટના પરિણામી છે. આ રીતનો પરિણામ-પરિણામીભાવ, ઘટ અને મૃપિંડ આ બંનેમાં નહીં થાય. તેથી દ્રવ્યઘટને પણ ઘટ માનવો જોઈએ અને તે બંનેમાં કથંચિત્ અભેદ પણ માનવો જોઈએ. અત્યંત ભેદ માનવાથી બંનેના પરિણામ-પરિણામી ભાવ જ નહીં બને. જલાહરણ સાધનીભૂત કબૂઝીવાદિમાનું ઘટને ભાવઘટ કહે છે, તેને જ ભાવનિક્ષેપ પણ કહે છે. કારણ કે, એમાં ઘટના ગુણ અને પર્યાય વિદ્યમાન રહે છે. આ બધાને માન્ય છે, તેથી ભાવઘટમાં ઘટ પદની વૃત્તિ એટલે શક્તિ નામક સંબંધ થવામાં કોઈને પણ સંદેહ નથી. ભાવનિક્ષેપને પણ નેગમનય માને છે. આ રીતે ચારેય નિક્ષેપ નેગમનયને માન્ય છે અને આ સાથે નગમનયનું વર્ણન પણ પૂર્ણ થાય છે. (૨) સંગ્રહનય :
સંગ્રહનયનું સ્વરૂપ સમજાવતાં અને તેના પ્રકાર બતાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સામાન્યમાત્રગ્રાહી પરામર્શ: સંગ્રહ: - મેં થા, પોડપર્શ્ર્વ (33)
'
‘‘સામાન્ય’’ માત્રને ગ્રહણ કરવાવાળા અભિપ્રાયને સંગ્રહ નય કહેવાય છે. તે સંગ્રહ નય બે પ્રકારનો છે. (૧) પરસંગ્રહ નય અને (૨) અપ૨સંગ્રહ નય.
પ્રત્યેક પદાર્થ સામાન્યાત્મક અને વિશેષાત્મક છે. સંગ્રહનય વસ્તુના સામાન્ય ધર્મનેં ગ્રહણ કરે છે. અહીંયાં યાદ રહે કે, જ્યારે સામાન્યનું જ્ઞાન થાય છે, ત્યારે વિશેષોનું પણ જ્ઞાન થાય છે, પરંતુ વિશેષરૂપથી જ્ઞાન નથી થતું. તે કાળમાં વિશેષ પણ સામાન્યરૂપથી પ્રતીત થાય છે. સંગ્રહનય સામાન્ય પ્રતિપાદન પરક “આ સત્ છે’ આ રીતે સામાન્યને જ સ્વીકારે છે, પરંતુ વિશેષને નહીં(34).
નય રહસ્ય ગ્રંથમાં વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, નૈગમાદિ નય દ્વારા સ્વીકૃત અર્થનો સંગ્રહ કરવામાં (અર્થાત્ તે પદાર્થોનાં સામાન્ય ધર્મને પુરસ્કૃત કરીને એકમાં સંગ્રહ કરવામાં) તત્પર અધ્યવસાય વિશેષને સંગ્રહનય કહેવામાં આવે છે35). સામાન્યરૂપતયા સર્વ વસ્તુઓનો સંગ્રહ કરે તેને સંગ્રહનય કહેવાય છે3). આ રીતે અનેકાંત વ્યવસ્થામાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જણાવ્યું છે.
સંગ્રહનયના વચનમાં ‘‘સત્તા'' નામનાં મહાસામાન્ય ભાવથી
33. સામાન્યમાત્રપ્રાદી પરામર્શ: સં‰:।। અયમુમયવિહ્ત્વ: પરોડપરથ ।।૧૩-૧૪।। (પ્રમાળનયતત્ત્વાનોળ:)
34. एतदुक्तं भवति - सामान्यप्रतिपादनपरः खल्वयं सदित्युक्ते सामान्यमेव प्रतिपद्यते, न विशेषम् । (अनुयोगद्वार सूत्र - श्री हारीभद्रीय विवृत्ति)
35. વૈશમાધુપાતાર્થસધ્ધપ્રવળોય્યવસાયવિશેષ: સંગ્રહ:। (નયરહસ્ય)
36. સંગ્રહળ = सामान्यरुपतया सर्ववस्तूनामाक्रोडनं संग्रहः । संगृह्णाति सामान्यरूपतया वा सर्वमिति वा संग्रहः ।
Page #158
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧
૪ ૧
યુક્ત પદાર્થનો સંગ્રહ થયો હોય છે. સંગ્રહનયે બધા વિષયોનો સામાન્યમાં સમાવેશ કરીને સામાન્યનો જ સ્વીકાર કરેલો હોય છે (37) કહેવાનો મતલબ એ છે કે, બધા વિશેષોનો વિરોધ (નિષેધ) કર્યા વગર તે બધા જ વિશેષોનો સામાન્યમાં સમાવેશ કરીને સત્તાવેન સર્વ પદાર્થોને એક માનવા એ સંગ્રહનયની દષ્ટિ છે(38). સંગ્રહનયની માન્યતા :
સંગ્રહાયની માન્યતા બતાવતાં શ્રી નયકર્ણિકામાં પૂ. શ્રી વિનયવિજયજી મહારાજજી કહે છે કે,
संग्रहो मन्यते वस्तु सामान्यात्मकमेव हि। सामान्यव्यतिरिक्तोऽस्ति न विशेष : खपुष्पवत् ।।६।।
- સંગ્રહનય માને છે કે, વસ્તુ સામાન્ય સ્વરૂપ જ છે. સામાન્યથી અતિરિક્ત વિશેષ છે જ નહીં. જેમ આકાશ કુસુમ અસત્ છે, તેમ સામાન્યથી અતિરિક્ત વિશેષ પણ અસત્ છે. અહીંયાં યાદ રાખવું કે, વિશેષોને સામાન્યમાં સમાવેશ કરીને સામાન્યને પ્રધાનતા આપીને આ કથન કરવામાં આવ્યું છે.
સંગ્રહનયની આ દષ્ટિને વધારે સ્પષ્ટ કરતાં અનુયોગદ્વાર સૂત્રશ્રીહારીભદ્રીયવિવૃત્તિમાં કહ્યું છે કે :
- જો વિશેષ સામાન્યથી અતિરિક્ત હોય, તો અમને અમારા પ્રશ્નનો જવાબ આપો કે, શું વિશેષ સામાન્યથી અર્થાન્તરભૂત (અલગ
37. सगृहीतः - सत्ताख्यमहासामान्यभावमापन्नोऽर्थो यस्य तत्तशा संग्रहवचनम्। अन्तःक्रोडीकृतसर्वविशेषस्य सामान्यस्यैव तेनाभ्युपगमात्। (अनेकान्त - व्यवस्था) 38. स्वजात्यविरोधेनैकत्वमुपनीयार्थानाक्रान्तभेदात् समस्तसंग्रहणात् सङ्ग्रहः। (नयप्रकाशस्तव)। सामान्यवस्तुसत्तासङ्ग्राहकः संग्रहः (नयचक्रसार)
Page #159
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ સ્વરૂપ) છે(39) ? કે અનર્થાન્તરભૂત છે (અલગ અર્થ સ્વરુપ) નથી?
જો વિશેષ અર્થાન્તરભૂત છે, તો સામાન્યથી અર્થાન્તર થવાથી (સામાન્ય વિના) આકાશકુસુમની જેમ તેનું અસ્તિત્વ જ ન હોય. તેથી તે (વિશેષ) (સામાન્ય વિના) જ નથી અને જો વિશેષ અનર્થાન્તરભૂત છે. ત્યારે તો તે સમાન્ય જ છે, તેનાથી અતિરિક્ત નથી. તેથી સામાન્યથી અતિરિક્ત વિશેષ નથી.
૧૪૨
સંગ્રહનયના પ્રકાર :
(૧) પરસંગ્રહનય : આ નયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે
:
तत्राशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः પર: સંગ્રહ: । યથા-વિશ્વમેળ સવિશેષાવિત્તિ (40)
તેમાં બધા જ વિશેષોમાં ઉદાસીનતાને ધારણ કરવાવાળો અને માત્ર શુદ્ઘ દ્રવ્ય ‘‘સત્'' નો સ્વીકા૨ ક૨વાવાળો પ૨સંગ્રહ નય કહેવાય છે. જેમ કે, ‘વિશ્વ એક છે. કારણ કે, સત્ રૂપથી ભેદ (વિશેષ) નથી.’’ વિશ્વમે સવિશેષાત્ - વિશ્વ એક સ્વરૂપ છે. કારણ કે, “સત્’ ઈત્યાકારક જ્ઞાન-નામ દ્વારા અવિશેષ (સામાન્ય) રૂપથી માલુમ પડે છે. આ અનુમાન દ્વારા સકલ વિશેષોમાં ઉદાસીનતાને અવલંબિત કરતો, “સત્તા’’ અદ્વૈતનો સ્વીકાર કરતો અભિપ્રાય વિશેષ પ૨સંગ્રહ નય છે. 39. તથા = મન્યતે - વિશેષા: સામાન્યતોન્તિમૂતા: યુ: ? અનર્થાન્તરમૂતા વા? યદ્યર્થાન્તર્મૂતા: न सन्ति सामान्यादर्थान्तरत्वात्, खपुष्पवत्। अथानर्थान्तरभूताः, सामान्य मात्रं तदव्यतिरिक्तत्वात्, स्वरूपवत्। 40. ગોવિશેષથ્વીવાસીન્ય મનમાન: શુદ્ધદ્રવ્ય સન્માત્રમમિમન્યમાન: પસંગ્રહઃ ||૭-૧૧|| વિશ્વને વિશેષાવિતિ યથા ।।૭-૨ ૬ ।। વિશ્વ-નાત, મ્-રસ, સવિશેષાત્ - ‘સત્’ - इत्याकारक ज्ञानाभिधानाभ्यामविशेषरूपेण ज्ञायमानत्वात् अनेनानुमानेन सकलविशेषेष्वौदासीन्यमवलम्बमानः सत्ताद्वैतं स्वीकुर्वाणोऽभिप्रायविशेषः ।। (प्र.न. तत्त्वा) ।। अस्मिन्नुक्ते हि सदिति ज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वेनैकत्वेनैकत्वमशेषार्थानां संगृह्यते ।। (नयामृतम्-पृ-७७)
Page #160
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૪૩
પૂર્વોક્ત અનુમાનમાં “સદવિશેષ” આ લિંગથી અનુમિત (એક સત્તાકત્વેન) એકત્વ બધા જ પદાર્થોનો સંગ્રહ કરે છે. અર્થાત્ બધા જ પદાર્થોમાં રહેલી “આ સત્ છે, આ સત્ છે” આ જ્ઞાનમાં કારણભૂત સત્તા, તે “સત્તા' ધર્મને પ્રધાન બનાવીને બધાં જ પદાર્થોને એકમાં સંગૃહીત કરે છે, તે સંગ્રહનય છે.
કહેવાનો આશય એ છે કે, જીવ, અજીવ આદિ જેટલા ચેતન અને અચેતન પદાર્થ છે, તે બધાં “સત્તા' રૂપ સાધારણ ધર્મની અપેક્ષાએ એક છે. જીવ આદિ જે વિશેષ છે, તેમાં કોઈનો પણ સ્માન અસત્ નથી. બધાં જ પદાર્થ “સત્' રૂપથી પ્રતીત થાય છે. પદાર્થોમાં પરસ્પર ભેદ છે, પરંતુ કોઈપણ પદાર્થ અસત્ નથી. સત્ અને અસત્નો વિરોધ છે. જીવ આદિમાંથી જો કોઈ પદાર્થ અસત્ હોય, તો તે સત્ રૂપથી પ્રતીત ન થવો જોઈએ. સત્ હોવાથી તે અસત્ નથી થઈ શકતો. દ્રવ્યાદિ કોઈપણ પદાર્થ હોય, પરંતુ કોઈપણ પદાર્થ સત્ત્વ વગર પોતાના ભિન્ન સ્વરૂપમાં તે નથી રહી શકતો. એટલે સમસ્ત વિશેષોમાં સત્ત્વ અનુગત છે, તેથી જ દ્રવ્ય છે. તદુપરાંત, જ્યાં સુધી “સ” રૂપનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી કોઈપણ વિશેષનું જ્ઞાન નથી થતું. તદુપરાંત, “સત્ત્વ” નો ભેદોની સાથે વિરોધ નથી. જીવાદિ પદાર્થ પરસ્પર ભિન્ન હોવા છતાં પણ સમાનતયા “સ” પ્રતીત થાય છે. પૂર્વોક્ત અનુમાનમાં પર્યાય અને ગુણ વિના પ્રતીત થતું હોવાથી સર્વ સામાન્ય શુદ્ધ છે. તેથી જ સમ્મતિતર્કની ટીકામાં સંગ્રહનયની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, શુદ્ધ દ્રવ્યે સમશ્રિત્ય સંગ્રેહંદી
આ નયની માન્યતાને સ્પષ્ટ કરતાં અનેકાંત વ્યવસ્થામાં કહ્યું છે કેવી), સત્તા (બધાં જ પદાર્થોમાં રહેલું સત્ત્વ) સર્વ પદાર્થોમાં રહે છે, 41. सत्तायाः सर्वपदार्थाव्यभिचारात्। यदेव च सर्वाव्यभिचाररूपं तदेव पारमार्थिकं यच्च व्यभिचारं तत् प्रबुद्धवासनाविशेषनान्तरीयकोपस्थितिकमप्यपारमार्थिकम् (अनेकांतव्यवस्था)
Page #161
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તેથી અવ્યભિચારી તત્ત્વ છે, જે બધાને માટે અવ્યભિચારીરૂપ છે, તે જ પારમાર્થિક રૂપ છે. અર્થાત્ ‘‘સત્તા’’ બધા જ પદાર્થોમાં અવ્યભિચરિત રૂપે વૃત્તિ છે. તેથી પારમાર્થિક રૂપ છે. (જે રૂપ એક સ્થળે વૃત્તિ હોય અને અન્ય સ્થળે અવૃત્તિ હોય, તે રૂપ વ્યભિચારી છે.) જે વ્યભિચારી હોય તે પ્રબુદ્ધ (ઉજાગર બનેલી) વાસનાવિશેષ સાથે ઉપસ્થિત હોવા છતાં પણ અપારમાર્થિક છે. અર્થાત્ પદાર્થમાં રહેલા ‘‘સત્ત્વ’’ રૂપ સાથે વાસના વિશેષથી ભલે ગમે તેટલા બીજા રૂપ ઉપસ્થિત થતા હોય, તો પણ તે સત્ત્વની જેમ અવ્યભિચરિત નથી. અર્થાત્ ‘સત્ત્વ’ જે રીતે અબાધિતરૂપે બધાં જ પદાર્થોમાં વૃત્તિ છે. તે જ રીતે ‘સત્ત્વ’ સાથે ઉપસ્થિત થયેલા બીજા રૂપ (ધર્મ) સર્વ પદાર્થોમાં વૃત્તિ નથી, એટલે સર્વ પદાર્થોમાં વૃત્તિ ‘સત્ત્વ’ અવ્યભિચારી છે અને એથી જ પારમાર્થિક છે. તેના સિવાય અન્ય રૂપ અપારમાર્થિક છે. તેથી પ૨સંગ્રહનયની માન્યતા મુજબ ‘સત્તા' એક જ પારમાર્થિક તત્ત્વ છે અને ‘સત્તા’ ની અપેક્ષાએ સર્વ પદાર્થ એક છે, આ પરસંગ્રહનયની દૃષ્ટિ છે. (૨) અપરસંગ્રહનય :
૧૪૪
અપરસંગ્રહનયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે, द्रव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः પુનર્વસંગ્રહ: ।।(42)
દ્રવ્યત્વ આદિ અવાન્તર (અપર) સામાન્યોનો સ્વીકાર કરવાવાળો અને તેના ભેદોમાં (વિશેષોમાં)‘ગજનિમીલિકા'' ન્યાયે ઉપેક્ષા કરવાવાળો અભિપ્રાય અપર સંગ્રહનય છે.
અપર સંગ્રહનયની અપેક્ષાએ જીવ વગેરે છ પદાર્થોમાં દ્રવ્યત્વ સામાન્યતઃ 42. द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः ।। (પ્ર.ન. તત્ત્વાનોઃ-૭-૨૧)
Page #162
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૪૫
વ્યાપ્ત છે. તેથી જીવ આદિ છ પદાર્થ એક દ્રવ્યરૂપ છે. તે જ રીતે ચેતન અને અચેતન દ્રવ્યોના પર્યાયોમાં પર્યાયત્વ નામનું અપર સામાન્ય છે, એના લીધે સર્વ પર્યાય એક છે.
અપર સંગ્રહનયનું ઉદાહરણ આપતાં પ્રમાણનયતત્ત્વાલોકમાં કહ્યું છે કે, ___धर्माधर्माऽऽकाश-काल-पुद्गल-जीवद्रव्यणामैक्यं द्रव्यत्वाभेदाવિત્યાવિર્યથા ૭-૨-|| અર્થ (પૂર્વવતુ) સ્પષ્ટ છે.
“આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે.” ઈત્યાકારક જ્ઞાન-નામ સ્વરૂપ લિંગથી અનુમિત દ્રવ્યત્વ ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોમાં વિદ્યમાન છે, તેથી દ્રવ્યત્વેન છ પદાર્થ એક છે. આવું કથન અપર સંગ્રહનયનું છે.
નયચક્રસાર(13) ગ્રંથમાં સંગ્રહાયનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદ જણાવતાં કહ્યું છે કે, | સર્વ પદાર્થોમાં રહેલી “સત્તા” ના ગ્રાહક અધ્યવસાય-વિશેષને સંગ્રહનય કહેવાય છે. તે સંગ્રહનયના બે પ્રકાર છે (૧) સામાન્ય સંગ્રહ અને (૨) વિશેષ સંગ્રહ. સામાન્ય સંગ્રહ પણ બે પ્રકારનો છે. (૧) મૂળથી અને (૨) ઉત્તરથી. મૂળથી અસ્તિત્વાદિ વગેરે છ ભેદથી છ પ્રકારનો છે અને ઉત્તરથી જાતિ અને સમુદાય ભેદરૂપ છે. (અહીં અગાઉ બતાવેલા અસ્તિત્વાદિ ધર્મોમાંથી છ ભેદોને લઈને જેમાં અસ્તિત્વાદિ ધર્મ હોય, તે દ્રવ્યોને એક બતાવવું, તે એક પ્રકારનો ઉદ્દેશ્ય છે. ગોત્વ જાતિથી બધી ગાયોને એક માનવી. ઘટત્વ જાતિથી બધાં ઘટોને એક 43. सामान्यवस्तुसत्तासंग्राहक: संग्रहः। स द्विविध: सामान्यसंग्रहो विशेषसंग्रहश्च। सामान्यसंग्रहो द्विविध:मूलतउत्तरतश्चमूलतोऽस्तित्वत्वादिभेदतःषड्विधः,उत्तरतोजातिसमुदायभेदरूपः ।जातितः गवि गोत्वं, घटे घटत्वं, वनस्पतौ वनस्पतित्वम्। समुदायतो सहकारात्मके वने सहकारवनं, मनुष्यसमुहेमनुष्यवृंदंइत्यादिसमुदायरूपः ।अथवाद्रव्यमितिसामान्यसंग्रहः। जीवइतिविशेषसंग्रहः ।
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
માનવા, વનસ્પતિત્વ જાતિથી બધી વનસ્પતિને એક માનવી તે ઉત્તરત : જાતિરૂપ સામાન્ય સંગ્રહની દૃષ્ટિ છે. આંબાના વનમાં “સહાકર વન' અને મનુષ્યોના સમૂહમાં “મનુષ્યવૃંદ” એવો જે વ્યવહાર થાય છે, તે ઉત્તરતઃ સમુદાયરૂપ સામાન્ય સંગ્રહનયની દષ્ટિ છે.
અથવા દ્રવ્યત્વેન બધા જ દ્રવ્યોને એક માનવા તે સામાન્યસંગ્રહ નય અને છ દ્રવ્યોમાંથી જીવ કે જે અનેક છે, તે જીવોમાં રહેલા જીવવની અપેક્ષાએ બધાં જીવોને એક માનવા એ વિશેષ સંગ્રહનય છે.
ટૂંકમાં, સામાન્ય સંગ્રહનયની દૃષ્ટિએ તમામ દ્રવ્ય એક છે અને વિશેષ સંગ્રહનયની દૃષ્ટિએ (જીવ અન્ય દ્રવ્યોથી ભિન્ન છે અને છતાં પણ) તમામ જીવ એક છે.
ટૂંકમાં સંગ્રહનય સંગ્રહ કરવામાં તત્પર હોય છે. જેમ કે “વનસ્પતિ” કહેવાથી તેમાં આંબો, લીમડો, વડ, બાવળ, ગુલાબ વગેરે વનસ્પતિઓનો સંગ્રહ થાય છે. સંગ્રહનય તે આંબા વગેરે બધાને વનસ્પતિ' ના રૂપમાં જ માને છે.
અનુયોગદ્વાર સૂત્ર અને નયરહસ્યમાં સંગ્રહનયના 4) બે પ્રકાર આ રીતે બતાવ્યાં છે... સામાન્ય (સત્તા) ને અભિમુખ થઈને વસ્તુને ગ્રહણ કરવાવાળા, વસ્તુનું પ્રતિપાદન કરવાની ઈચ્છા રાખવાવાળા અભિપ્રાયને સામાન્ય પરસંગ્રહ નય કહેવાય છે અને વિવલિત એક જાતિના ઉપરાગથી વસ્તુનું પ્રતિપાદન કરવા ઈચ્છતા અભિપ્રાયને વિશેષ (અપર) સંગ્રહનય કહેવાય છે. આજ વાતને વિશેષાવશ્યક ભાષ્યની ગાથાઓનાં
44. “સહિય-fપંડિત્યે સંવય સમસમો વિંતિ’ કૃતિ સૂત્રમ્ (અનુ. ૨૧ ૨) બત્ર સંગૃથ્રીત सामान्याभिमुखग्रहणगृहीतं, पिण्डितं च विवक्षितैकजात्युपरागेन, प्रतिपिपादयिषितमित्यर्थः। संगृहीतं महासामान्यं, पिण्डितं तु सामान्यविशेषं इति वार्थः।।
Page #164
--------------------------------------------------------------------------
________________
નયવાદ
१४७
અનુસંધાનપૂર્વક નયચક્રસારમાં પણ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. (45) નયોપદેશ ગ્રંથમાં પણ આ વિષયમાં ખૂબ સ્પષ્ટતા કરી છે. વિસ્તાર ભયે કેવળ તેના મૂળ પાઠ ટિપ્પણીમાં સંકલિત કર્યા છે.(46) આ રીતે સંગ્રહનય, સંગ્રહ કરવામાં તત્પર એક અધ્યાવસાય વિશેષ છે. સંગ્રહનયના ५५॥ यार निक्षेप मानवामां आवे छ. (47) (3) व्यवहार नय:
વ્યવહારનયનું સ્વરૂપ સમજાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે, 45. सामान्यवस्तुसत्तासङ्ग्राहकः सङ्ग्रहः। स द्विविधः सामान्यसङ्ग्रहो विशेषसङ्ग्रहश्च। सामान्यसङ्ग्रहो द्विविध: मूलत उत्तरश्च। मूलतोऽस्तित्वादि-भेदतः षड्विधः, उत्तरतो जातिसमुदायभेदरूपः। जातितः गवि गोत्वं, घटे घटत्वं, वनस्पतौ वनस्पतित्वं। समुदायतो सहकारात्मके वने सहकारवनं, मनुष्यसमूहे मनुष्यवृंदं, इत्यादि समुदायरूपः। अथवा द्रव्यमिति सामान्यसङ्ग्रहः, जीव इति विशेषसङ्ग्रहः। तथा विशेषावश्यके - "संगहणं संगिण्हइ संगिझंते व तेण भेया। तो संगहोत्ति संगहियपिंडियत्थं वओ जस्स"।। (विशे. २२०३) संग्रहणं सामान्यरूपतया सर्ववस्तुनामाक्रोडनं सङ्ग्रहः। अथवा सामान्यरुपतया सर्व गृह्णातीति सङ्ग्रहः। अथवा सर्वेऽपि भेदा: सामान्यरूपतया सगृह्यन्ते अनेनेति सङ्ग्रहः। अथवा सङ्ग्रहीतं पिण्डितं तदेवार्थोऽभिधेयं यस्य तत् सङ्ग्रहीतपिण्डितार्थं एवंभूतं वचो यस्य सङ्ग्रहस्येति। तत्र सगृहीतपिण्डितं तत् किमुच्यते इत्याह - संगहीयमागहीयं संपिडियमेगजाइमाणीयं। संगहीयमणुगमो वा वइरेगो पिंडियं भणियं।। (विशे.२२०४) सामान्याभिमुख्येन ग्रहणं संगृहीतसङ्ग्रह उच्यते, पिण्डितं त्वकेजातिमानीतमभिधीयते पिण्डितसङ्ग्रहः। अथ सर्वव्यक्तिष्वनुगतस्य सामान्यस्य प्रतिपादनमनुगमसङ्ग्रहोऽभिधीयते। व्यतिरेकस्तु तदितरधर्मनिषेधाद् ग्राह्यधर्मसङ्ग्रहकारकं व्यतिरेकसङ्ग्रहो भण्यते यथा जीवो जीव: इति निषेधे जीवसङ्ग्रह एव जीवाः। अत: १ सङ्ग्रह २ पिण्डितार्थ ३ अनुगम ४ व्यतिरेकभेदाच्चतुर्विधः। अथवा स्वसत्ताख्यं महासामान्यं संगृह्णाति इतरस्तु गोत्वादिकमवान्तरसामान्यं पिण्डितार्थमभिधीयते महासत्तारूपं अवान्तरसत्तारूपं "एगं निच्चं निरवयवमक्कियं सव्वगं च सामन्नं" (विशे. २२०६) एतद् महासामान्यं गवि गोत्वादिकमवान्तरसामान्यमिति संग्रहः। 46. सङ्ग्रहः सङ्गृहीतस्य पिण्डितस्य च निश्चयः। सगृहीतं परा जातिः पिण्डितं त्वपरा स्मृता ।।२२। एक-द्वि-त्रि-चतु:-पञ्च-षड्भेदा जीवगोचराः। भेदाभ्यामस्य सामान्यविशेषाभ्यामुदीरिताः ।।२३।। उपचारा विशेषाच, नैगम-व्यवहारयोः। इष्टा ह्यनेन नेष्यन्ते, शुद्धार्थपक्षपातिना ।।२४।। 47. अस्यापि चत्वारो निक्षेपा अभिमता (नयरहस्य)
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः। यथा यत् सत् तद् द्रव्यं पर्यायो वा। यद् द्रव्यं तज्जीवादिषड्विधम्। યઃ પર્યાયઃ ૩ દ્વિવિદ: મમવી સમાવી ત્યવિ (48)
સંગ્રહનય દ્વારા વિષય કરેલા પ્રકાશિત) પદાર્થોનો વિધિપૂર્વક વિભાગ જે અભિપ્રાય દ્વારા કરવામાં આવે છે, તે અભિપ્રાય વિશેષને વ્યવહારનય કહેવાય છે. જે પદાર્થ ભિન્ન હોવાં છતાં પણ સાધારણ ધર્મ દ્વારા એક પ્રતીત થાય છે, તે પદાર્થોનો તેના વિશેષ ધર્મ દ્વારા વિભાગ કરવો તે વ્યવહાર છે. જેમ કે, જે સત્ છે, તે દ્રવ્યરૂપ અથવા પર્યાયરૂપ હોય છે, જે દ્રવ્ય છે, તે જીવાદિ છ પ્રકારના છે, અને જે પર્યાય છે, તે બે પ્રકારનો છે -ક્રમભાવી અને સહભાવી ઈત્યાદિ.
કહેવાનો અર્થ એ છે કે, અગાઉ બતાવ્યા પ્રમાણે અપર સંગ્રહ અનેક પ્રકારનો છે અને પર સંગ્રહ એક પ્રકારનો છે. બંને સંગ્રહોથી જેનું જ્ઞાન થાય છે, તેનો ભેદ વ્યવહાર કરે છે, સમસ્ત પદાર્થોને પરસંગ્રહનય “સ રૂપે એક કરે છે અને વ્યવહાર નય તેનો વિભાગ કરે છે. અપરસંગ્રહનય સમસ્ત દ્રવ્યોનો દ્રવ્યરૂપે સંગ્રહ કરે છે અને વ્યવહાર નય તે દ્રવ્યોનો જીવ, પુલ આદિ રૂપે વિભાગ કરે છે. તે જ રીતે પર્યાયરૂપે સમસ્ત પર્યાયોનો સંગ્રહ સંગ્રહનય કરે છે અને વ્યવહાર નય તેનો ક્રમભાવી અને સહભાવી રૂપે ભેદ કરે છે. તે પછી પણ વિભાગ થાય છે.(19) જીવ બે પ્રકારનો છે : મુક્ત અને સંસારી, પુદ્ગલ બે પ્રકારનાં છે, અણુ અને સ્કંધ. ક્રમભાવી પર્યાય પણ ક્રિયારૂપ અને અક્રિયારૂપ છે. 48. સંપ્રદેશ પરીકૃતનામથન વિધિપૂર્વમવિયેનામિશ્વિનાયિતે વ્યવહાર: II૭-૨રૂા यथा - यत् सत् तद् द्रव्यं पर्यायो वेत्यादिः ।।७-२४।। (प्रमाणनयतत्त्वालोक:) 49.आदि शब्दादपरसंग्रहसंगृहीतार्थगोचरव्यवहारोदाहरणम्, यद् द्रव्यं तज्जीवादिषड्विधम्।यः पर्यायः स द्विविधः क्रमभावी सहभावी चेति। एवं यो जीव: स मुक्त: संसारी च। यः क्रमभावी पर्यायः स क्रियारुपोऽक्रियारुपश्चेति। (प्रमाणनयतत्त्वालोक-वृत्ति)।
Page #166
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૪૯
-વ્યવહારનયની માન્યતા :
વ્યવહારનય માત્ર “વિશેષ” ને જ પ્રધાનતા આપે છે અને વિશેષનો ઉપયોગ કરીને પ્રત્યેક પદાર્થોને અલગ કરી દે છે. સંગ્રહનય “સામાન્ય' ધર્મનો ઉપયોગ કરીને બધાને એકબીજામાં સમાવે છે. વ્યવહારનય વિશેષ ધર્મનો ઉપયોગ કરીને બધાને (પ્રત્યેક પદાર્થને) અલગ કરીને સમજાવે છે. વ્યવહારની માન્યતા સ્પષ્ટ કરતાં નયકર્ણિકામાં કહ્યું છે કે,
विशेषात्मकमेवार्थं व्यवहारश्च मन्यते। विशेषभिन्नं सामान्यमसत्खरविषाणवत् ।।८।।
વ્યવહારનય વિશેષાત્મક પદાર્થને જ માને છે. (કારણ કે, જગતનો વ્યવહાર વિશેષથી જ થાય છે.) વ્યવહાર નય વિશેષ ભિન્ન સામાન્યને ખરવિષાણની જેમ અસત્ માને છે.
“વનસ્પતિને ગ્રહણ કરેં'' એવું કહેવાથી કોઈપણ વ્યક્તિ વનસ્પતિ સામાન્યને ગ્રહણ નથી કરતી, પરંતુ આંબો વગેરે વિશેષ વનસ્પતિને (વનસ્પતિ વિશેષને) જ ગ્રહણ કરે છે. એટલે આંબો વગેરે વનસ્પતિ વિશેષ વગર જગતનો વ્યવહાર ચાલતો નથી. તેથી તે વનસ્પતિ વિશેષ આગ્રાદિ વગર “સામાન્ય” નિરર્થક છે. આ જગતમાં ચાલતા (લોક પ્રયોજન ભૂત) કોઈપણ વ્રણપિંડી, પાદલપાદિ વ્યવહારોમાં વિશેષોથી જ કાર્ય સિદ્ધ થાય છે, અર્થાત્ વિશેષ જ ઉપયોગમાં લેવામાં આવે છે, તે માટે સામાન્યમાં કોઈ પ્રવૃત્તિ કરતું નથી.(50)
વ્યવહારનય વિશેષને પ્રધાન બનાવીને સામાન્યને ગૌણ બનાવે છે. તેમાં તેઓએ જે યુક્તિઓ આપી છે, તે અનુયોગદ્વારસૂત્ર-૧૩૭ની 50. वनस्पतिं गृहाणेति प्रोक्ते गृह्णाति कोऽपि किम्। विना विशेषानाम्रादींस्तनिरर्थकमेव तत् ।। व्रणपिण्डीपादलेपादिके लोकप्रयोजने। उपयोगो विशेषैः स्यात्सामान्ये न हि कहिचित् ।।
Page #167
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
વિવૃત્તિથી અને વિશેષાવશ્યક ભાષ્ય ૨૨૨૦-૨૨૨૧ થી જાણી લેવી. ટૂંકમાં વ્યવહારનયની માન્યતા મુજબ વિશેષોથી જ જગતનો બધો વ્યવહાર ચાલતો હોવાથી તે જ પરમાર્થભૂત છે અને સામાન્ય વ્યવહારોપયોગી ન હોવાથી અપારમાર્થિક છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રના ભાષ્યમાં વ્યવહાર નયના સ્વરૂપને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે,
“लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहार : । । (51)
૧૫૦
લૌકિક સમાન, ઉપચારપ્રાયઃ અને વિસ્તૃત અર્થવાળો વ્યવહારનય છે. લૌકિક સમ અર્થાત્ લૌકિક જે પુરુષ છે, તેના જેવો વ્યવહાર નય છે, એટલે કે, જેમ લોકમાં પ્રવર્તિત પુરુષ ઘટાદિ વિશેષો દ્વારા જ વ્યવહાર કરે છે, તેમ વ્યવહારનય પણ વિશેષથી વ્યવહાર કરે છે. તદુપરાંત, જેમ લોકમાં પાંચ વર્ણથી યુક્ત ભ્રમરને કૃષ્ણ
51. लौकिकेत्यादि। लोके-मनुष्यादिभावे विदिताः लौकिका :- पुरुषास्ते सम:- तुल्यः, यथा लौकिका विशेषैरेव घटादिभिर्व्यवहरन्ति तथाऽयमपीत्यतस्तत्समः, उपचारप्रायः इति । उपचारो नामान्यत्र सिद्धस्यार्थस्यान्यत्राध्यारोपो यः यथा कुण्डिका स्रवति, पन्था गच्छति, उदके कुण्डिकास्थे स्रवति, कुण्डिका स्रवतीत्युच्यते, पुरुषे च गच्छति पन्था गच्छतीति । एवमुपचारप्राय उपचारबहुल इत्यर्थः। विस्तृतो विस्तीर्णोऽनेकोऽर्थो ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति निगद्यते ( तत्त्वार्थाधिगम सूत्र - श्री सिद्धसेनगणि टीका) व्यवहारं लक्षयति लौकिकेत्यादि। लोके मनुष्यलोकादौ विदिता सत्या लौकिका ये पुरुषास्तैः समस्तत्तुल्यः यथा लौकिका विशेषैरेव घटादिभिर्व्यवहरन्ति तथाऽयमपीत्यतस्तत्समः । उपचारो नामाऽन्यत्रसिद्धस्यार्थस्यान्यत्रारोपः, यथा कुण्डिकास्थे उदके स्रवति कुण्डिका स्रवतीति, पुरुषे च गच्छति पन्था गच्छति, गिरितृणादौ दह्यमाने गिरिर्दह्यते इत्यादौ तत्प्रायस्तद्बहुलः । विस्तृतो विस्तीर्णोऽनेकेषां विशेषाणां ज्ञेयत्वादर्थो विषयो यस्य स तथा विस्तीर्णोऽनेकेषां एतादृशोऽध्यवसायविशेषो व्यवहार इति निगद्यते (तत्त्वार्थाधिगमसूत्र - महोपाध्याय श्रीजी रचि टीका) लौकिकेति । विशेषप्रतिपादनपरमेतत् । यथा हि लोको निश्चयतः पञ्चवर्णेऽपि भ्रमरे कृष्णवर्णत्वमङ्गीकरोति तथायमपीति । लौकिकसम इति । कुण्डिका स्त्रवति, पन्थाः गच्छतीत्यादौ बाहुल्येन गौणप्रयोगाद् उपचारप्राय: विशेषप्रधानत्वाच्च विस्तृतार्थो इति । (नयरहस्यप्रकरणम्)
-
Page #168
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૫૧
વર્ણવાળો અંગીકાર કરે છે અર્થાત્ વિશેષને પ્રધાન બનાવીને જેમ ભ્રમરને કૃષ્ણ વર્ણવાળો સ્વીકારે છે, તેમ વ્યવહા૨ નય પણ વિશેષને પ્રધાન બનાવીને વસ્તુને ગ્રહણ કરવાવાળો છે. ઉપરાંત, વ્યવહારનય ઉપચાર પ્રાયઃ છે. અન્યત્ર પ્રસિદ્ધ અર્થનો અન્ય સ્થળે આરોપ કરવો તેને ઉપચાર કહેવાય છે. જેમ કે, માટલામાં રહેલું પાણી ઝરતું હોય (વહેતું હોય) તો માટલું ઝરે છે તથા પર્વત ઉપરના તૃણાદિ બળતા હોય તો પર્વત બળે છે, એવી રીતનો જે ઉપચાર થાય છે, તેવા ઉપચારની ભાષા બોલવાવાળો વ્યવહા૨ નય છે. વ્યવહારનય વિસ્તૃત અર્થવાળો છે. અર્થાત (અનેક વિશેષ શેય હોવાથી) અનેક વિશેષ એવા જ્ઞેય અર્થોને ગ્રહણ કરવાના અધ્યવસાયવાળો વ્યવહાર નય છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ અનેકાંત વ્યવસ્થા અને નયોપદેશમાં પણ પૂર્વોક્ત વાતોની સ્પષ્ટતા કરી છે. (52) વ્યવહાર નયના પણ ચાર નિક્ષેપા હોય છે.(53)
અહીં ઉલ્લેખનીય છે કે, નૈગમ-સંગ્રહ અને વ્યવહાર, આ ત્રણ નયોમાં નૈગમનય સામાન્ય અને વિશેષ ઉભયને ગ્રહણ કરે છે. તેથી સમ્મતિતર્ક ગ્રંથમાં સામાન્યગ્રાહી નેગમનયનો સંગ્રહનયમાં અને વિશેષગ્રાહી નેગમનો
52. विशेषतोऽवह्रियते - निराक्रियते सामान्यमनेनेति वा व्यवहारः । अयमुपचारबहुलो लोकव्यवहारपरः । वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वसव्वेसु (विशेषा. २१८३ ) इति सूत्रम् । व्यवहारः सर्वद्रव्येषु विचार्य विशेषानेव व्यवस्थापयतीति एतदर्थः । इत्थं ह्यसौ विचारयति ननु 'सदि'ति यदुच्यते तद्घटपटादि-विशेषेभ्यः किमन्यन्नाम ? वार्तामात्रप्रसिद्धं सामान्यमनुपलम्भान्नास्त्येव। (अनेकान्तव्यवस्था) उपचारेण बहुलो विस्तृतार्थश्च लौकिकः । यो बोधो व्यवहाराख्यो नयोऽयं लक्षितो बुधैः ।। २५ । दह्यते गिरिरध्वासौ याति स्रवति कुंभिका । इत्यादिरुपचारोऽस्मिन् बाहुल्येनोपलभ्यते ।।२६।। विस्तृतार्थो विशेषस्य प्राधान्यादेष लौकिकः । पंचवर्णादिभृंगादौ श्यामत्वादिविनिश्चयात् ।।२७।। पंचवर्णाभिलापेऽपि श्रुतव्युत्पत्तिशालिनाम् । न तद्बोधे विषयताऽपरांशे व्यावहारिकी ।। २८ ।। 53. અસ્થાપિ વત્વારો નિક્ષેપા અભિમતા (નૈયરહસ્ય)
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ ૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
વ્યવહારનયમાં સમાવેશ કર્યો છે. સંગ્રહનય માત્ર સામાન્યનો અને વ્યવહારનય માત્ર વિશેષનો સ્વીકાર કરે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. જ્યારે એક વિધાનમાં સંગ્રહની દૃષ્ટિએ સંકોચ કરતા જઈએ ત્યારે તે સંગ્રહનયની વિચારધારા છે. “આ જંગલમાં પ્રાણીઓ વસે છે.” આ વિધાન વિચારણાના સ્તરમાં આવે ત્યારે “પ્રાણી માત્રની દૃષ્ટિએ સંગ્રહને પ્રધાન બનાવવામાં આવે ત્યારે તે સંગ્રહનયનો વિચાર બને છે અને ભિન્ન-ભિન્ન પ્રાણીઓની દૃષ્ટિથી વિચારીએ તો વિશેષની પ્રધાનતાના યોગથી વ્યવહારનયનો વિચાર બને છે.
શ્રી તત્ત્વાર્થભાષ્યમાં વ્યવહાર નયના અભિપ્રાયની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે,
समुदायव्यक्त्याकृतिसत्तासंज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं व्यवहारं विस्तृतं विद्यात् ।।३।।
સમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા, સંજ્ઞા આદિના નિશ્ચયની અપેક્ષા રાખવાવાળો, લોકોપચારથી નિયત અને વિસ્તૃત વ્યવહારનય જાણવો. તત્ત્વાર્થ-ભાષ્યની મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. વિરચિત54) ટીકામાં પૂર્વોક્ત શ્લોકના પ્રતિપદની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, સમુદાય અર્થાત્ સંઘાત, જેમ કે પ્રાસાદના વ્યવહાર વિષયક ઈંટ, લાકડુ વગેરેનો સમુદાય. વ્યક્તિ - અર્થાત્ અવયવના સંયોગ વિશેષથી જન્ય અવયવી, આકૃતિ - અર્થાત્ અવયવોનો આકાર, જેમ કે, ઘટાદિ કે મનુષ્યાદિની આકૃતિ. સત્તા 54. समुदायेत्यादि। समुदायः सङ्घातः प्रासादव्यवहारविषयकाष्ठेष्टकादीनामिव, व्यक्तिरवयवसंयोगविशेषजन्योऽवयवी, आकृति: संस्थानमवयवानां, सत्ता महासामान्यम, संज्ञादयो नामस्थापनाद्रव्यभावाः, एषां निश्चिताश्च ये निश्चया विशेषास्तानपेक्षतेऽभ्युपैति यः स तथा। एतस्य हि मते नानिश्चितसामान्यरूपाः समुदायादयो व्यवहारक्षमाः, निश्चितविशेषव्यतिरिक्तानां तेषामभावात्, नहि समुदायादयस्त्रैलोक्यादिरूपाः समुदाय्यादिव्यतिरिक्ता अनुभूयन्ते, विशेषस्यैव स्वप्रत्यक्षत्वात्, अभाव इव भावेऽपि सामान्यस्य कल्पितत्वेन तुच्छत्वात्, तादृशमपि चतवैज्ञानिकसम्बन्धेन सामान्यप्रत्यासत्तिघटकं स्वीक्रियते इति नव्याप्तिज्ञानादौ यावद्व्यक्ति-भानानुपपत्तिः।
Page #170
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૫૩
-અર્થાત્ બધામાં રહેલા મહાસામાન્યરૂપ સત્તા, સંજ્ઞાદિ અર્થાત્ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. આ સમુદાય આદિનો નિશ્ચિત જે નિશ્ચય વિશેષ છે, તેની અપેક્ષા રાખવાવાળો વ્યવહા૨ નય છે, અર્થાત્ સર્વના વિશેષોની અપેક્ષા રાખવાવાળો વ્યવહા૨ નય છે. આ વ્યવહારનયના મતાનુસાર (नानिश्चितसामान्यरुपा : समुदायादयो व्यवहारक्षमा : ) अनिश्चित सामान्य३५ સમુદાયાદિ વ્યવહાર ચલાવવામાં સમર્થ નથી. વ્યવહાર તો નિશ્ચિત વિશેષોથી જ ચાલતો લોકમાં દેખાઈ આવે છે.
ઉપરાંત, વ્યવહારનય લોકમાં જે ઉપચાર ચાલે છે, તેમાં નિયત છે. અર્થાત્, પર્વત ઉપર તૃણાદિ બળતા હોવાં છતાં પણ ‘પર્વત બળે છે,’ એવો લોકો જે ઉપચાર કરે છે, તે લોકોપચારને માન્ય રાખવાવાળો (સત્ય માનવાવાળો) વ્યવહારનય છે. વિશેષાવશ્યક ગ્રંથના આધારે વ્યવહારનયનું સ્વરૂપ અને તેના ભેદ નયચક્રસારગ્રંથમાં વિસ્તારથી જણાવ્યા છે, વિસ્તારભયથી અહીં સંગૃહીત કર્યા નથી.(55)
55. संग्रहगृहीतवस्तुनोः भेदान्तरेण विभजनं व्यवहरणं प्रवर्तनं वा व्यवहारः । स द्विविधः शुद्धोऽशुद्धश्च । शुद्धो द्विविध: वस्तुगत - व्यवहार : धर्मास्तिकायादिद्रव्याणां स्वस्वचलनसहकारादिजीवस्य लोकालोकादिज्ञानादिरूप: स्वसम्पूर्णपरमात्मभावसाधनरूपो गुणसाधकावस्थारूप: गुणश्रेण्यारोहादिसाधनशुद्धव्यवहारः । अशुद्धोऽपि द्विविधः सद्भूतासद्भूतभेदात् । सद्भूतव्यवहारो ज्ञानादिगुणः परस्परं भिन्न:, असद्भूतव्यवहारः कषायात्मादि मनुष्योऽहं देवोऽहं । सोऽपि द्विविधः संश्लेषिताशुद्धव्यवहारः शरीरं मम अहं शरीरी । असंश्लेषितासद्भूतव्यवहारः पुत्रकलत्रादि मम । तौ च उपचरितानुपचरितव्यवहारभेदात् द्विविधौ । तथा च विशेषावश्यके - "ववहरणं ववहरए स तेण ववहीरए व सामन्नं । ववहारपरो व जओ विसेसओ तेण ववहारो ।। " ( विशे. २२१२) व्यवहरणं व्यवहारः व्यवहरति स इति वा व्यवहार:, विशेषतो व्यवह्रियते निराक्रियते सामान्यं तेनेति व्यवहार:, लोको व्यवहारपरो वा विशेषतो यस्मात्तेन व्यवहारः । न व्यवहारास्व (रस्य) स्वधर्मप्रवर्तितेन ऋते सामान्यमिति स्वगुणप्रवृत्तिरूपव्यवहारस्यैव वस्तुत्वं, तमन्तरेण तद्भावात् ( ? ) । सद्विविध: विभजनप्रवृत्तिभेदात्। प्रवृत्तिव्यवहारस्त्रिविधः वस्तुप्रवृत्ति: साधनप्रवृत्ति: लोकप्रवृत्तिश्च । साधनप्रवृत्तिश्च त्रिधा : लोकोत्तर-लौकिक- कुप्रावचनिकभेदात् इति व्यवहास्नयः श्री विशेषावश्यके ।। “उज्जुं रुजुं सुयं नाणमुज्जुसुयमस्स सोऽयमुज्जुसुओ । सुत्तयइ वा जमुज्जुं वत्थं तेणुज्जुसुत्तोत्ति ।। (विशे. २२२२ ) ( नयचक्रसार:)
""
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ઉપરાંત, વ્યવહારનય વિસ્તૃત છે. અર્થાત્ ઉપચરિત, અનુપચરિત અર્થનો આશ્રય કરતો હોવાથી વિસ્તૃત છે. અર્થાત્ કોઈ સ્થળે ઉપચારથી વ્યવહાર પ્રવતિર્ત છે, જેમ કે, ધર્મના આધારભૂત એવી ક્રિયાઓમાં ધર્મનો વ્યવહાર થાય છે અને કોઈ સ્થળે અનુપચરિત વ્યવહાર પ્રવર્તિત છે, જેમ કે, ઘટને જ વ્યવહાર ઘટ કહે છે. તેથી વ્યવહારનય ઉપચરિત, અનુપચરિત તમામ અર્થનો આશ્રય કરતો હોવાથી વિસ્તૃત છે. (૪) ૠજુસૂત્ર નયઃ
૧૫૪
ૠજુસૂત્રનયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે, ऋजु वर्तमानक्षणस्थायिपर्यायमात्रं प्राधान्यतः सूचयन्नभिप्राय ऋजुसूत्र : । यथा सुखविवर्तः सम्प्रत्यस्ति । अत्र हि क्षणस्थायिसुखाख्यं पर्यायमात्रं प्रदर्श्यते, तदधिकरणभूतं पुनरात्मद्रव्यं गौणतया नार्प्यत इति । (56)
ઋજુ અર્થાત્ વર્તમાન ક્ષણમાં સ્થિર રહેવાવાળા પર્યાય માત્રને પ્રધાનતાથી પ્રકાશિત કરવાવાળો અભિપ્રાયવિશેષ ઋજુસૂત્રનય છે. વસ્તુના પર્યાય પ્રતિક્ષણ ઉત્પન્ન અને નષ્ટ થતાં રહે છે. જ્યારે એક પર્યાય વર્તમાન હોય છે, ત્યારે પૂર્વકાળનો પર્યાય અતીત અને ઉત્તરકાળનો પર્યાય અનાગત થાય છે. ઋજુસૂત્રનય પ્રધાનતાએ વર્તમાન પર્યાયનો બોધ કરે છે અને અતીત અને અનાગત પર્યાયોની ઉપેક્ષા કરે છે. તે જ રીતે ત્રણે કાળમાં રહેવાવાળા દ્રવ્યની પણ ઉપેક્ષા કરે છે. ઉદાહરણ આપીને સમજાવે છે કે, “આ કાળમાં સુખપર્યાય છે.’' અહીં એક ક્ષણમાં રહેવાવાળા સુખ 56. જી-વર્તમાનક્ષળસ્થાચિ પર્યાયમાત્ર પ્રાધાન્યત: સૂત્રયન્નભિપ્રાય નુંસૂત્ર: ||૭२८ ।। यथा-सुखविवर्तः सम्प्रत्यस्तीत्यादिः ।।७-२९ ।। ऋजु-अतीतानागतकालक्षणलक्षणकौटिल्यवैकल्यात् सरलम्। अयं भावः-योऽभिप्रायविशेषो वर्तमानक्षणस्थितपर्यायानेव प्राधान्येन दर्शयति तत्र विद्यमानद्रव्यं गौणत्वान्न मन्यते स ऋजुसूत्रः ।। २८ ।। यद्यपि सुख-दु:खादयः पर्याया आत्मद्रव्यं विहाय कदापि न भवन्ति, तथापि पर्यायस्य यदा प्राधान्येन विवक्षा क्रियते द्रव्यस्य च गौणत्वेन तदा भवत्येवं प्रयोगः ‘‘મુદ્ધવિવર્ત: સાત્યક્તિ’' કૃતિ, વં દુ:સ્વપર્યાયોગ્યુના વર્તતે ત્યાવિ મૂનીયમ્ ।।૨૬ ।। (પ્ર.ન.તત્ત્વા.)
Page #172
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૫૫
નામના પર્યાયમાત્રને પ્રધાનતાએ પ્રકાશિત કર્યો છે. પરંતુ તે પર્યાયના અધિકરણ આત્મદ્રવ્યની વિવક્ષા ગૌણ હોવાને કારણે કરી નથી. યદ્યપિ સુખ-દુઃખાદિ પર્યાય આત્મદ્રવ્યને છોડીને ક્યારેય નથી હોતાં. છતાં પણ
જ્યારે પર્યાયની પ્રધાનતાએ વિવક્ષા કરવામાં આવે છે અને દ્રવ્યની ગૌણરૂપમાં વિવક્ષા કરવામાં આવે છે, ત્યારે હવે (આ કાળમાં) સુખવિવર્ત-સુખપર્યાય છે.” એવો પ્રયોગ થાય છે. (અહીં જેમ સુખપર્યાયની વિવક્ષા કરી, તેમ દુ:ખપર્યાયની વિવક્ષા પણ સ્વયં વિચારી લેવી) ટૂંકમાં, ઋજુસૂત્રનય અતીત-અનાગતકાલીન અને પરકીય વસ્તુની ઉપેક્ષા કરીને વર્તમાનકાલીન અને સ્વકીય પર્યાયની પ્રધાનતાએ વિવક્ષા કરવાવાળો અધ્યવસાય વિશેષ છે. - ઋજુસૂત્રનયની માન્યતા :
(આ નયના વિષયમાં વિશેષ વાતો તેની માન્યતાને બતાવતાં ભિન્નભિન્ન ગ્રંથમાં જે ખુલાસાઓ કર્યા છે, તેનાથી સ્પષ્ટ થશે, હવે તે જ જોઈશું) સમર્થ શાસ્ત્રકાર શિરોમણી પૂ.આ.ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી અનુયોગધારસૂત્રની વિવૃત્તિમાં ઋજુસૂત્રનયની 7) માન્યતા જણાવતાં કહે છે કે, આ જુસૂત્રનય વર્તમાન (વર્તમાન-ક્ષણસ્થાયી) સ્વલિંગવચન-નામાદિથી ભિન્ન પણ વસ્તુને “એક વસ્તુ” ના રૂપમાં સ્વીકારે છે. ઋજુસૂત્રના મત પ્રમાણે અતીતકાલ અને અનાગતકાલ ભાવ (વસ્તુરૂપ) નથી. કારણ કે, અતીતકાલ નષ્ટ થઈ ગયો છે. એટલે તે અત્યારે વિદ્યમાન નથી અને ભવિષ્યકાલ ઉત્પન્ન નથી થયો, તેથી તે પણ આ સમયે વિદ્યમાન 57. મર્થ દિન: વર્તમાન સ્વતિ - વચન - નામાંવિત્રિમથે વસ્તુ પ્રતિપદ્યતે, શેષાવત્વિતિ तथाहि - अतीतमेष्यं (ष्यद् ?) वा न भावः, विनष्टऽनुत्पन्नत्वाददृश्यत्वत्वात्, खपुष्पवत्, तथा परकीयमप्यवस्तु, निष्फलत्वात्, खपुष्पवत्, तस्मात् वर्तमानं स्वं वस्तु। तच्च न लिङ्गादिभिन्नमपि स्वरूपमुज्झति - लिङ्गभित्रं तटस्तटी तटमिति वचनभिन्नमापो जलम्, नामादिभिनं नाम - स्थापना - દ્રવ્ય - માવા તાા (અનુયા ટાર-વિવૃત્તિ)
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નથી, તદુપરાંત, પરકીય વસ્તુ પણ વસ્તુરૂપ નથી. કારણ કે, તે નિષ્ફળ છે, અર્થાત્ પરકીય વસ્તુથી સ્વને કોઈપણ પ્રકારનું ફળ મળતું નથી. બીજાના ધનથી પોતાના જીવન-વ્યવહાર નથી ચાલતા તેથી પરકીય ઘન સ્વને માટે નિષ્ફળ છે, તેથી વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુ જ વસ્તુ છે, એવી ઋજુસૂત્રનયની માન્યતા છે, આ વાત ને નયચક્રસારમાં પણ સ્પષ્ટતા કરીને આપવામાં આવી છે(58).
તદુપરાંત, આજુસૂત્રનય માને છે કે, લિંગાદિના ભેદથી પણ વસ્તુ પોતાનું સ્વરૂપ છોડતી નથી. “ “તદસ્તી તમ” આ પ્રયોગમાં લિંગ ભેદ હોવાં છતાં પણ વસ્તુ તો એક જ રહે છે. વસ્તુ પોતાનું સ્વરૂપ છોડતી નથી. “ઝાપો નનમ્” આ પ્રકારે વચન ભેદ હોવા છતાં પણ “પાણી' નામની વસ્તુ તો તેની તે જ રહે છે. વસ્તુ સ્વનું સ્વરૂપ છોડતી નથી.
આ રીતે જ જૂસૂત્રનય નામાદિ ચારે નિક્ષેપાઓનો સ્વીકાર કરે છે. ચાર નિપાથી આક્રાંત વસ્તુને પણ એક જ વસ્તુના રૂપમાં જુસૂત્રનય
58. ૩નુંતિ નુ કૃતં - સુજ્ઞા વોયરૂપ, તત8 નુ નવકૃતમય તો મૃગુઋતાં વા अथवा, ऋजुअवक्रं वस्तु सूयतीति ऋजुसूत्र इति। कथं पुनरेतदभ्युपगतस्य वस्तुनोऽवक्रत्वमित्याह - पचपन्नं संपयमुप्पन्नं जं च जस्स पत्तेयं। तं रुजु तदेव तस्सत्थि उवकम्मन्नंति जमसंतं।। (विशे. २२२३) यत्सांप्रतमुत्पन्नं वर्तमानकालीनं वस्तु, यच्च यस्य प्रत्येकमात्मीयं तदेतदुभयस्वरूपं वस्तु प्रत्युत्पन्नमुच्यते तदेवासौ नयः ऋजुः प्रतिपद्यते तदेव च वर्तमानकालीनं वस्तु तस्यर्जुसूत्रस्यास्ति, अन्यत्र शेषातीतानागतं परकीयं च यद्यस्मात् असदविद्यमानं ततो असत्त्वादेव तद्वक्रमिच्छत्यसाविति। अत एव उक्तं नियुक्तिकृता - "पच्चुपन्नगाही उज्जुसुयनयविही मुणेयव्वोत्ति" (आ.नि.५७) यतः कालत्रये वर्तमानमंतरेण वस्तुत्वं उक्तं च यतः अतीतं (नष्ट) अनागतं भविष्यति न सांप्रतं तदवस्तु इति वर्तमानस्यैव वस्तुत्वमिति। अतीतस्य कारणता अनागतस्य कार्यता जन्यजनकभावेन प्रवर्तते अत: ऋजुसूत्रं वर्तमानग्राहकं। तद् वर्तमानं नामादिचतुःप्रकारं ग्राह्यम्।। (नयचक्रसार)
Page #174
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૫૭
સ્વીકારે છે. (કારણ કે, ઋજુસૂત્રનય અતીતકાલાવચ્છિન્ન અને અનાગતકાલાવચ્છિન્ન વસ્તુનો વ્યવચ્છેદપરક છે.)
જૂસૂત્રનયની માન્યતા જણાવતાં9) નયકણિકામાં જણાવ્યું છે કે, જુસૂત્રનય અતીત કે અનાગતકાલીન વસ્તુને વસ્તુના રૂપમાં સ્વીકાર નથી કરતો. પરંતુ માત્ર વર્તમાનકાલીન અને નિજ (વકીય) વસ્તુને જ વસ્તુના રૂપમાં સ્વીકાર કરે છે. જેમ કે, આકાશકુસુમ અસતું હોવાથી તેનાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, તેમ અનાગતકાલીન, અતીતકાલીન અને પરકીય વસ્તુથી પણ કોઈ કાર્યની સિદ્ધિ થતી ન હોવાથી તે વસ્તુરૂપ નથી.
(60) નય રહયમાં જુસૂત્રનયની માન્યતાને સ્પષ્ટ કરતાં ખુલાસો કર્યો છે કે, જો વ્યવહારનય “સામાન્ય” વ્યવહારનું અંગ ન હોવાથી તેનો સ્વીકાર કરતો નથી, તો પછી જે વસ્તુ પરકીય છે, અનાગતકાલીન છે અને અતીતકાલીન છે, તેનાથી પણ કોઈપણ પ્રકારનો વ્યવહાર (વર્તમાનમાં) થતો નથી, તો પછી તેને કેમ વસ્તુના રૂપમાં સ્વીકારે છે? તેથી જે વસ્તુનો વર્તમાનના વ્યવહારમાં ઉપયોગ થઈ શકતો નથી, એવી અનાગત-અતીત-પરકીય વસ્તુને વસ્તુરૂપમાં ન માનવી જોઈએ. એવો જુસૂત્રનયનો મત છે. આ જ વાતને વધારે સ્પષ્ટ કરીને 61) અનેકાંત વ્યવસ્થા અને નયોપદેશગ્રંથમાં જણાવ્યું છે.
59. ત્રગુસૂત્રની વસ્તુ નાતીત નાગનાત | મન્યતે વત્ત વિનુ વર્તમાન તથા નિનમ્ II II अतीतेनानागतेन परकीयेन वस्तुना न कार्यसिद्धिरित्येतदसद्गगनपद्मवत् ।।१२।। (नयकर्णिका) 60. व्यवहारो हि सामान्य व्यवहारऽनङ्गत्वान्न सहते, कथं तर्हि अर्थमिति परकीयं अतीतमनागतं चाप्यभिधानमपि तथाविधार्थवाचकं ज्ञानमपि च तथाविधार्थविषयमविचार्य सहेत? इत्यस्याभिमान: (नयरहस्य)61. ऋजुत्वं चैतदभ्युपगतवस्तुनोऽवर्तमानपरकीयनिषेधेन प्रत्युत्पन्नत्वम्।अतीतमनागतं परकीयं च वस्त्वेतन्मते वक्रं, प्रयोजनाकर्तुत्वेन परधनवत् तस्यासत्त्वात्, स्वार्थक्रियाकारित्वस्यैव स्वसत्तालक्षणत्वात्। अत एव व्यवहारनयवादिनं प्रति अयमेव पर्यनुयुङ्क्ते - 'यदि व्यवहारानुपयोगाद्नुपलम्भाच्चसङ्ग्रहनयसम्मतंसामान्यं त्वं नाभ्युपगच्छसि, तदा तत एव हेतुद्वयात्गतमेष्यत्परकीयं च वस्तु नाभ्युपगमः। न हि तैः कश्चिद् व्यवहारः क्रियते उपलब्धिविषयीभूयते वा। वासनाविशेषजनितो व्यवहारस्तु सामान्येऽप्यतिप्रसज्यत इति यत् स्वकीयं साम्प्रतकालीनं च तद्वस्तु (अनेकांतव्यवस्था)।
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
પ્રશ્ન. પર્યાય દ્રવ્ય વગર થઈ શકતો નથી, તો પણ જુસૂત્ર નય દ્રવ્યની
ઉપેક્ષા કરીને પર્યાયની પ્રધાનતાએ વિધાન કરે છે, તેમાં સ્પષ્ટરૂપે
વ્યવહારનો ભંગ થતો હોય, એવું નથી લાગતું? ઉત્તર કોઈ પ્રકારથી એકને પ્રધાન બનાવીને અન્યને ગૌણ કરવામાં લોક
વ્યવહારનો કોઈ પ્રકારે લોપ થતો નથી. નયની પ્રવૃત્તિ જ આ રીતે ચાલે છે. લોક વ્યવહાર તો સકલનયના સમુહથી સાધ્ય છે. આ જ વાતનો ખુલાસો કરતાં 2) નયપ્રકાશાસ્તવમાં કહ્યું છે કે, “જુસૂત્ર નયની રજુઆતમાં પર્યાયના અધિકરણ ભૂત દ્રવ્ય વિદ્યમાન હોવા છતાં પણ તેને ગૌણ કર્યું છે, અનાગત અને અતીત ક્રમશઃ અનુત્ય અને વિનષ્ટ હોવાથી (વર્તમાનમાં એનો) સંભવ નથી અને છતાં પણ આ પ્રકારે માનવાથી લોકવ્યવહારના લોપનો પ્રસંગ પણ આવતો નથી. કારણ કે, જુસૂત્રનય વર્તમાનકાલીન અને સ્વકીય વિષયમાત્રની પ્રરૂપણામાં તત્પર અભિપ્રાય વિશેષ છે અને લોક વ્યવહાર તો સકલનયના સમૂહથી સાધ્ય છે.”
વિશેષમાં જુસૂત્રનયના મત પ્રમાણે વર્તમાનમાં જ્ઞાનના ઉપયોગમાં વર્તિત જીવ જ જ્ઞાની છે, દર્શનના ઉપયોગમાં વર્તિત જીવ જ દર્શની છે. કષાયમાં ઉપયુક્ત જીવ જ કાષાયી છે અને સમતાભાવમાં ઉપયુક્ત જીવ જ સામાયિકી છે. જ્ઞાન હોય પણ તેના ઉપયોગમાં ન હોય તો ઋજુસૂત્રનય તેને જ્ઞાની નહીં માને. સામાયિક ક્રિયા કરતા હોય, પરંતુ સમતાભાવમાં ઉપયુક્ત ન હોય તો 22 જુસૂત્રનય તેને સામાયિકી નથી માનતો.
62. द्रव्यस्य सतोऽप्यनर्पणात्, अतीतानागतयोश्च विनष्टानुत्पन्नत्वेन असम्भवात्। न चैवं लोकव्यवहारविलोपप्रसङ्गः, नयस्यास्यैवं विषयमात्रप्ररुपणात्, लोकव्यवहारस्तु सकलनयसमूहસાધ્ય તા (નપ્રાશાસ્તવ)T
Page #176
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૫૯
પ્રશ્ન. ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિક છે કે પર્યાયાર્થિકનય છે?
ઋજુસૂત્રનયનો સમાવેશ કોઈ પૂ. આચાર્ય ભગવંત દ્રવ્યાર્થિકનયમાં કરે છે અને કોઈ પૂ. આચાર્ય ભગવંત તેનો અંતર્ભાવ પર્યાયાર્થિકનયમાં
કરે છે, તો બંને પક્ષની માન્યતાને કઈ રીતે સંગત કરીશું? ઉત્તર નૈગમ, સંગ્રહ અને વ્યવહાર : આ ત્રણ નય દ્રવ્યાર્થિક છે અને
શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત ? આ ત્રણ નય પર્યાયાર્થિક છે. આ વિષયમાં કોઈ મતભેદ નથી. જે મતભેદ છે, તે માત્ર ઋજુસૂત્રનયના વિષયમાં છે. તે મતભેદને દૂર કરીને બંનેના અભિપ્રાયોનો સુંદર સમન્વય ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂ. મહોપાધ્યાયજી મહારાજાએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કરી દીધો છે અને તે પણ ગુર્જરભાષા (ગુજરાતી) માં છે. આપણે તેના આધારે અગાઉના પ્રશ્નનો ઉત્તર વિસ્તારથી વિચારીશું. રાસની આઠમી ઢાળમાં કહ્યું છે કે, पज्जवनय तिअ अंतिमा रे; प्रथम द्रव्यनय चार। जिनभद्रादिक भासिआ रे, महाभाष्य सुविचार रे।।८-१२।। सिद्धसेन मुख हम कहई रे, प्रथम द्रव्यनय तीन। तस ऋजुसूत्र न संभवइं रे, द्रव्यावश्यक लीन रे।।८-१३।।
- શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી આદિ મહાપુરુષોએ વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથોમાં પાછળના ત્રણ નય તો પર્યાયાર્થિકનય અને પ્રથમના ચાર નયોને દ્રવ્યાર્થિક નયના રૂપમાં બતાવ્યાં છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી પ્રમુખ પૂ. આચાર્ય ભગવંતોના સમ્મતિતર્ક ઈત્યાદિ ગ્રંથમાં પ્રથમ - ત્રણ નયોને દ્રવ્યાર્થિકનય કહે છે અને 28 જુસૂત્રનય દ્રવ્યાવશ્યકને માનવામાં સંભવવાળો નથી. ગ્રંથકારશ્રી આ વિષયની વિશેષ સ્પષ્ટતાઓ સ્વોપજ્ઞ
Page #177
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ટબામાં કરે છે, તેનાથી મંતવ્યભેદ સ્પષ્ટ થઈ જશે.
કહેવાનો મતલબ એ છે કે, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિક નય, આ બંને નય નગમાદિ સાત નયોની અંદર કયા કયા નયોમાં સમાય છે, તે વાત ઉપર શ્વેતાંબર આમ્નાયમાં બે આચાર્ય ભગવંતોના અલગઅલગ મત છે. તે બંને મતોની પ્રક્રિયા હવે અહીં સમજીશું 63)
નયોનું વિશેષ વર્ણન કરવામાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી અને શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજીના નામ સુપ્રસિદ્ધ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યક મહાભાષ્ય તથા વિશેષણવતી આદિ મહાગ્રંથ બનાવ્યા છે અને તેઓ “સિદ્ધાન્તવાદી” ના રૂપે જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીએ “સમ્મતિ પ્રકરણ” અને ન્યાયાવતાર આદિ મહાગ્રંથ બનાવ્યા છે અને તેઓ “તર્કવાદી” ના રૂપમાં જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. ત્યાર બાદ શ્રીમલ્લવાદીજી, શ્રીહરિભદ્રસૂરિજી, શ્રીવાદિદેવસૂરિજી અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આદિ અનેક મહાત્મા શાસ્ત્ર વિશારદ અને શાસ્ત્ર રચયિતા થયા છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય આ સાત નયોમાંથી કયા કયા નયોમાં કયા કયા નયોનો સમાવેશ થાય, તે વાતમાં ઉપરોક્ત મુખ્ય બંને આચાર્યોના વિચાર અલગ અલગ છે. ત્યાં પ્રથમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીના વિચાર જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કેઃ
અંતિમ જે નયોના ૩ (ત્રણ) ભેદ છે કે જેના નામ શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય છે, તે ત્રણે નય પર્યાયાર્થિક નય કહેવાય
63. नयमध्ये द्रव्यार्थिक - पर्यायार्थिक भेल्यानी आचार्यमत प्रक्रिया देखाऽई छई - अंतिमा कहतां-छेहला जे ३ भेद शब्द, समभिरुढ, एवंभूतरूप ते पर्यायनय कहिइं, प्रथम ४ नय नैगम, संग्रह, व्यवहार, ऋजुसूत्र लक्षण, ते द्रव्यार्थिकनय कहिई। इम जिनभद्रगणिक्षमाश्रमण प्रमुख सिद्धान्तवादी आचार्य कहई छई। महाभाष्य कहतां विशेषावश्यक, ते मध्ये निर्धारई छई।।८૨૨ા (દ્રવ્ય-ગુખ-પર્યાય-રસ)
Page #178
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૬૧
છે અને પ્રથમ જે ચાર નય છે કે જેના નામ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ૠજુસૂત્ર છે, તે ચારેય નય દ્રવ્યાર્થિક નય છે. અર્થાત્ દ્રવ્યાર્થિક નય આ ચારેય નયોમાં સમાઈ જાય છે. આ રીતે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી ઈત્યાદિ સિદ્ધાન્તવાદી આચાર્ય કહે છે. આ વાત તેઓએ પોતાના વિશેષાવશ્યક ભાષ્યમાં કરી છે.
તર્કવાદી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી તથા શ્રી મલ્લવાદી ઈત્યાદિ પ્રથમના જે ત્રણ નય છે. ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર આ ૩ નયોને જ દ્રવ્યનય કહે છે અને ૧. જૂસૂત્ર ૨. શબ્દનય ૩. સમભિરૂઢનય અને ૪. એવંભૂત નય. આ ચાર નય પર્યાયાર્થિક નય છે એવું કહે છે(4). ટૂંકમાં, પ્રથમના ત્રણ નય બંને આચાર્યોના મત પ્રમાણે દ્રવ્યાર્થિક નયમાં સમાવિષ્ટ થાય છે અને પાછળના ત્રણ નય બંને આચાર્યોના મત પ્રમાણે પર્યાયાર્થિકનયમાં સમાય છે. આ વાતમાં બંને આચાર્યોનો વિવાદ નથી, એકમત છે. કેવળ વચ્ચેના ૠજુસૂત્ર નયના વિષયમાં જ વિચારભેદ છે.
સિદ્ધાન્તવાદી આચાર્ય ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિક નયમાં ગણે છે અને તર્કવાદી આચાર્ય ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક નયમાં ગણે છે. એટલો જ વિચારભેદ છે. પણ બધા જ આચાર્ય ભગવંતો આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયને સાત નયોમાં સમાવી તો લે જ છે. તે બંનેને સાતથી અલગ નયના રૂપમાં ગણતાં નથી. તેથી હિઁગબરાચાર્ય શ્રી દેવસેન આચાર્યની ૯ (નવ) નય કરવાની પદ્ધતિ શાસ્ત્ર-પ્રણાલિકા અનુસાર નથી અને આ વાતને શ્રી મહોપાધ્યાયજીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં વિસ્તારથી જણાવી છે.
64. हिवइ, सिद्धसेनदिवाकर मल्लवादी प्रमुख तर्कवादी आचार्य इम कहई छइं, ते प्रथम ३ नय- १ नैगम - २ संग्रह - ३, व्यवहार लक्षण ते द्रव्यनय कहि । ऋजुसूत्र १ शब्द २ समभिरुढ ३ एवम्भूत ४ ए ४ नय पर्यायार्थिक कहिइ । (द्रव्य-गुण-पर्याय-रास)
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની માન્યતા :
"द्रव्यार्थिकमते सर्वे, पर्यायाः खलु कल्पिता:। तेष्वन्वयि च सद् द्रव्यं, कुण्डलादिषु हैमवत् ।।१।। પર્યાયાર્થમતે – “દ્રવ્ય, પર્યાખ્યોતિ નો પૃથ.
તૈરર્થષિા દ્વારા, નિત્યં ત્રોપયુજેતે મારા રૂત્તિા
"द्रव्यार्थपर्यायार्थनयलक्षणात् अतीतानागतपर्यायप्रतिक्षेपी ऋजुसूत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ? इत्येतेषामाशयः।"
અર્થ : દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે “બધા જ પર્યાય ખરેખર કલ્પિત છે અને બધા જ પર્યાયોમાં અન્વયિદ્રવ્ય જ સાચું તત્ત્વ છે.” જેમ કે કુંડળ આદિ પર્યાયોમાં સુવર્ણ જ સાચું દ્રવ્ય છે. એવું અહીંયાં જાણવું. પર્યાયાર્થિક નયના મત પ્રમાણે :- “પર્યાયોથી દ્રવ્ય એ કંઈ અલગ વસ્તુ જ નથી.... કારણ કે, તે પર્યાયો દ્વારા જ અર્થક્રિયા જોવામાં આવે છે. પરંતુ નિત્ય એવું દ્રવ્ય ક્યાંય પણ ઉપયોગમાં નથી આવતું.
આ બંને શ્લોક દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયનું સ્વરૂપ સમજાવવાવાળા છે. બધી વસ્તુઓ દ્રવ્યાત્મક પણ છે અને પર્યાયાર્થિક પણ છે જ. દ્રવ્ય વગર ક્યારેય પણ એકલા પર્યાય નથી હોતા અને પર્યાયો વગર કેવળ દ્રવ્ય ક્યારેય નથી હોતું. જેનશાસનમાં જ્ઞાની ભગવંત કહે છે કે, “છ દ્રવ્ય પરિણામી નિત્ય છે.” અને પ્રત્યક્ષમાં પણ એવું અનુભવાય છે. જેમ કે, “દૂધ-દહીં-માખણ-ઘી-લાડું” વગેરે પર્યાય બદલાતા જાય છે. તો પણ તેમાં પુગલદ્રવ્ય અન્વયિ પણ છે. દેવ-નારક-મનુષ્ય અને તિર્યંચ અવસ્થાઓ બદલાય છે. તો પણ તેમાં જીવદ્રવ્ય નિત્યરૂપમાં વર્તિત થાય જ છે એમ સર્વત્ર જાણવું. જ્યારે દ્રવ્યાર્થિકનયવાળી દૃષ્ટિ હોય છે, ત્યારે પર્યાય કલ્પિત લાગે છે અને
Page #180
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૬ ૩
દ્રવ્ય જ દેખાય છે. જેમ કે, સોનાનાં જૂના ઘરેણાં તોડીને નવાં નવાં બનાવતાં સોનાના માલિકને હર્ષ-શોક થતો નથી, કારણ કે, તેને તે ઘરેણાંઓમાં સોનું જ દેખાય છે અને મારું સોનું મારા ઘરમાં જ રહે છે અર્થાત્ કુંડળ-કડુ-કેયૂર-કટિબંધ બનાવવા છતાં પણ માત્ર સોનું જોવાવાળાને સુવર્ણદ્રવ્ય જ પ્રધાનતયા દેખાય છે. યદ્યપિ પર્યાય પણ દેખાય છે પણ તેને તે ગૌણ કરે છે. તે જ રીતે પર્યાયાર્થિકનયની દૃષ્ટિ જ્યારે હોય છે, ત્યારે પર્યાય જ દેખાય છે. દ્રવ્ય ગૌણ થઈ જાય છે. જેમ કે, કુંડળ-કડુ-કેયૂર-કટિબંધ આ બધાં જ અલંકારોમાં સુવર્ણ દ્રવ્ય એનું એ જ હોવા છતાં પણ કાનમાં પહેરવું હોય તો કુંડળ જ કામ આવે છે. હાથમાં પહેરવું હોય તો કડું જ કામ આવે છે. આ રીતે પર્યાય દ્વારા જ તે તે અર્થક્રિયા થાય છે. તેથી તે-તે પર્યાય જ યથાર્થ સત્ય દેખાય છે. દ્રવ્ય પણ અવશ્ય દેખાય છે, પરંતુ તેના તરફની દૃષ્ટિ ગૌણ થઈ જાય છે. આ રીતે જગતના બધા જ પદાર્થ દ્રવ્ય અને પર્યાયમય છે. માત્ર દષ્ટિની પ્રધાનતાએ જ એક મુખ્ય દેખાય છે અને બીજો ભાગ ગૌણ દેખાય છે.
નગમ-સંગ્રહ-વ્યવહાર, આ પ્રથમના ત્રણ નય બધા જ પદાર્થોમાં દ્રવ્યને જ વધારે જુએ છે. પર્યાયો તરફ તે નય દૃષ્ટિપાત કરતો નથી. તેથી તે નયોને દ્રવ્ય જ સત્ય દેખાઈ આવે છે. પર્યાય કલ્પિત લાગે છે. પર્યાય બુદ્ધિથી આરોપિત માત્ર છે, એવું આ ત્રણ નય માને છે. કુંડલાકાર કે કડાનો આકાર એ તો કેવળ સુવર્ણકાર દ્વારા કરેલો કલ્પિત આકાર માત્ર છે. તે આજે હોય કાલે ન પણ હોય, વાસ્તવિક તો તે સુવર્ણ દ્રવ્ય જ છે. આ રીતે આ નય વિચારે છે. તેથી આ ત્રણ નય દ્રવ્યાર્થિક કહેવાય છે. આ રીતે શબ્દાદિ પાછળના ત્રણ નય પર્યાયોને જ વિશેષથી જૂવે છે, અલંકાર યથાસ્થાને પહેરાય છે. અલંકારોથી શરીર
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
શોભાયમાન કરવામાં આવે છે. સોનાની લગડીઓ પહેરી શકાતી નથી. તે શરીરને શોભાયમાન નથી કરી શકતી. તેથી પર્યાય એ જ તત્ત્વ છે. આ રીતે શબ્દાદિ ત્રણ નય પર્યાયને વધુ મહત્ત્વ આપે છે, તેથી તે પાછળના ત્રણ નય પર્યાયાર્થિક કહેવાય છે. આ માન્યતામાં આચાર્યોમાં કોઈ વિવાદ નથી.
વિવાદ વચ્ચેના (એક) ઋજુસૂત્રનયના વિષયમાં છે. ઋજુસૂત્રનય વર્તમાનકાળને માને છે. વર્તમાનકાળ બે પ્રકારનો છે. ૧. ક્ષણિક વર્તમાનકાળ અને ૨. કંઈક લાંબો (દીર્ધ) વર્તમાનકાળ. આ બંને પ્રકારના વર્તમાનકાળમાં તે તે સમયમાં થવાવાળા પર્યાય પણ છે અને તે તે પર્યાયને આધારભૂત દ્રવ્ય પણ છે. સિદ્ધાન્તવાદી આચાર્ય ભગવંતો આ ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિક નયમાં એટલા માટે લઈ જાય છે કે, “આ નય તે તે સમયમાં થતા પર્યાયના આધારભૂત દ્રવ્યાંશને વધારે માને છે.” એવું સિદ્ધાન્તવાદી આચાર્યોનું કહેવું છે, જ્યારે તર્કવાદી આચાર્ય ભગવંતો આ જુસૂત્રનયને પર્યાયાર્થિક નયમાં એટલા માટે લઈ જાય છે કે, “આ નય તે તે સમયમાં પ્રગટ થતા પર્યાયાંશને વધારે માને છે.” તેથી તર્કવાદી આચાર્ય ભગવંતો આ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક નયમાં લઈ જાય છે, જેનાથી બંને આચાર્ય ભગવંતના અભિપ્રાય અલગ પડે છે.
દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ દ્રવ્ય જ સત્ય છે, પર્યાય કલ્પિત છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ પર્યાય જ સત્ય છે. પર્યાયોથી ભિન્ન એવું દ્રવ્ય છે જ નહીં અને પર્યાયોથી જ અર્થક્રિયા થાય છે. નિત્ય એવું દ્રવ્ય
ક્યાંય પણ ઉપયોગમાં નથી આવતું. આ પ્રમાણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું લક્ષણ ઉપર પ્રમાણે હોવાથી તાર્કિક પૂ. આચાર્ય ભગવંતનું કહેવું છે કે, ભૂતકાળ અને ભાવિકાળના પર્યાયોનો પ્રતિક્ષેપ
Page #182
--------------------------------------------------------------------------
________________
નયવાદ
(વિરોધ) કરવાવાળો (અર્થાત્ નહીં માનવાવાળો) એવો આ 28 જુસૂત્રનય, શુદ્ધ એવા અર્થપર્યાયને (ક્ષણમાત્રવર્તી શબ્દોથી અવાચ્ય એવા ક્ષણિક વર્તમાન પર્યાયને) માનવાવાળો આ નય છે. તેથી તે દ્રવ્યાર્થિક નય કેમ બને? એવો આ તર્કવાદી આચાર્યોનો આશય છે. તર્કવાદી આચાર્ય ભગવંતનું કહેવું એ રીતનું છે કે, ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી છે અને વર્તમાનકાળમાં તો પર્યાયની જ પ્રધાનતા હોય છે. દ્રવ્યાંશની પ્રધાનતા નથી હોતી, કારણ કે, જો દ્રવ્યાંશમાં લઈએ તો તે ત્રિકાલવર્તી હોવાથી ભૂત-ભાવિ પણ આવી જાય અને આ નય ભૂત-ભાવિ તો સ્વીકાર કરતો નથી. તેથી વર્તમાનકાલવર્તી અર્થપર્યાયને જ આ જુસૂત્રનય સ્વીકારે છે. તો તેનો દ્રવ્યાર્થિકનયમાં અંતર્ભાવ કઈ રીતે કરી શકાય? - અનુયોગદ્વાર સૂત્રનો વિરોધ અને તેનો પરિહાર :
તે તર્કવાદી આચાર્ય ભગવંતોના મત પ્રમાણે ઋજુસૂત્રનય વર્તમાનકાલગ્રાહી હોવાથી, શુદ્ધ એવા અર્થપર્યાયને માનવાવાળો હોવાથી પર્યાયાર્થિકનયમાં તેનો અંતર્ભાવ થાય છે. તેના માટે “દ્રવ્યાવશ્યકમાં લીન સંભવિત નથી.” અર્થાત્ નામાવશ્યક, સ્થાપનાવશ્યક, દ્રવ્યાવશ્યક અને ભાવાવશ્યક આ ચાર પ્રકારના આવશ્યકોમાં ભાવાવશ્યક જ હોય છે. દ્રવ્યાવશ્યક કેમ હોય? અર્થાત્ દ્રવ્યાવશ્યક ન હોય એવું તો તેઓ માને છે. કારણ કે, વર્તમાનાવસ્થાને ભાવ કહેવાય છે અને ભાવનિક્ષેપાની આગલી પાછલી (ભૂત-ભાવિ) અવસ્થાને દ્રવ્ય કહેવાય છે, જે આ નય માનતું નથી, તેથી આ ઋજુસૂત્રનયની દષ્ટિએ ભાવનિક્ષેપો જ સ્વીકૃત હોવાથી દ્રવ્યાવશ્યકની લીનતા (માન્યતા) સંભવિત નથી. એવી રીતનો તર્કવાદી આચાર્ય ભગવંતોનો અભિપ્રાય છે.”(65) પણ અનુયોગદ્વાર 65. ते आचार्य नईं मतई ऋजुसूत्रनय द्रव्यावश्यकनई विषई लीन न संभवइ तथा च - "उज्जुसुअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं, पुहत्तं णेच्छई” इति अनुयोगद्वारसूत्रविरोधः।
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સૂત્રમાં જુસૂત્રનય દ્રવ્યાવશ્યકને પણ માન્ય રાખે છે, એવું કહ્યું છે, તે પાઠ સાથે આ તર્કવાદીઓને ઉપરોક્ત માન્યતા સ્વીકાર કરવાથી વિરોધ આવે છે. અનુયોગદ્વાર સૂત્રનો પાઠ આ પ્રમાણે છે :“જુસૂત્રનયની દષ્ટિએ અનુપયોગી એક વક્તા હોય, તો તે એક દ્રવ્યાવશ્યક કહેવાય છે. ભિન્ન ભિન્ન અનેક દ્રવ્યાવશ્યક આ નય ઈચ્છતો નથી.” આ પંકિતનો અર્થ એવો થાય છે કે અનેક દ્રવ્યાવશ્યક નથી પણ એક વક્તા હોય અને તે અનુપયોગી હોય તો તેને એક દ્રવ્યાવશ્યક કહેવાય છે. પરંતુ જો ઉપયોગપૂર્વક વક્તા કથન કરતો હોય, તો ભાવાવશ્યક કહેવાય છે.) એવું ઋજુસૂત્રનય માને છે. આ રીતના અનુયોગદ્વાર સૂત્રના પાઠ સાથે આ તર્કવાદી આચાર્યોનો અભિપ્રાય વિરોધ પામે છે. કારણ કે, તર્કવાદી આચાર્ય ભગવંતોના અભિપ્રાય મુજબ 28 જુસૂત્રનય પર્યાયાર્થિકમાં અંતર્ગત હોવાથી દ્રવ્યાવશ્યકને ન માને અને અનુયોગદ્વારના આ પાઠમાં દ્રવ્યાવશ્યકને માને છે એમ કહ્યું છે, જેનાથી તેમને પાઠનો વિરોધ આવે છે.
તર્કવાદી આચાર્ય ભગવંતોના અભિપ્રાય અનુયોગદ્વારસૂત્રનો ઉપરોક્ત પાઠ સંગત નથી થતો. આ જ વાત ગ્રંથકારશ્રી ટબામાં વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે, (66) ત્રણ પ્રકારનાં દ્રવ્યાંશ હોય છે. આ ત્રણમાંથી એક પણ દ્રવ્યાંશને આ ઋજુસૂત્રનય તેને અભિપ્રાયથી સ્વીકાર કરતો નથી. તે આ પ્રકારે - (૧) વર્તમાનકાળના પર્યાયનો આધારભૂત એવો જે દ્રવ્યાંશ છે તે (૨) કાલક્રમાનુસાર ક્રમશઃ પૂર્વાપર રૂપે થતા એવા પરિણામોમાં (પર્યાયોમાં) વર્તિત સાધારણ એવો ઉર્ધ્વતા સામાન્યરૂપ જે દ્રવ્યાંશ છે 66. वर्तमानपर्यायाधारांशः द्रव्यांशः पूर्वापरपरिणामसाधारण उर्ध्वतासामान्यः द्रव्यांशः, सादृश्यास्तित्वरुपतिर्यक्सामान्यः द्रव्यांश:, एहमां एकई पर्यायनय न मानइ - तो ऋजुसूत्र पर्यायनय कहतां, ए सूत्र किम मिलइ, ते माटई - "क्षणिकद्रव्यवादी सूक्ष्म ऋजुसूत्र, तत्तद् - वर्तमानपर्यायापन्नद्रव्यवादी स्थूल ऋजुसूत्रनय कहवो" इमे सिद्धान्तवादी कहइ छ।।
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬ ૭
આ
તે, તથા (૩) ભિન્ન-ભિન્ન વ્યક્તિઓમાં (અનેક પ્રકારના ઘડાઓમાં) સાદશ્યના અસ્તિત્વ સ્વરૂપથી (આ પણ ઘટ, આ પણ ઘટ, આ પણ ઘટ ઈત્યાદિ સ્વરૂપમાં) વર્તિત જે તિર્યસામાન્ય રૂપ દ્રવ્યાંશ છે તે. આ ત્રણે પ્રકારના દ્રવ્યાંશોમાંથી એકપણ દ્રવ્યાંશનો પર્યાયાર્થિક નય સ્વીકાર નથી કરતો. એટલે જો ઋજુસૂત્રનય પર્યાયાર્થિક છે, એવું કહીએ તો આ ૠજુસૂત્રનય પર્યાયાર્થિક હોવાથી ઉપરોક્ત ત્રિવિધમાંથી એક પણ દ્રવ્યાંશને ન માનવાવાળો થશે, એટલે દ્રવ્યાવશ્યકને માનવાવાળો કેમ થશે? અર્થાત્ દ્રવ્યાવશ્યકમાં લીનતા આ નયથી કઈ રીતે શક્ય છે ? અર્થાત્ શક્ય નથી. તેને ભાવનિક્ષેપો જ માન્ય રહે છે. દ્રવ્ય નિક્ષેપો માન્ય નથી રહેતો. એટલે અનુયોગદ્વારનો સૂત્રપાઠ આ તર્કવાદી આચાર્ય ભગવંતોના અભિપ્રાયથી કઈ રીતે સંગત થશે? અર્થાત્ સંગત નહીં થાય, તેથી સૂત્રપાઠ ન મળવાનો તેને વિરોધ દોષ આવશે, એવું કહીને ટબાકાર એવું કહેવા માંગે છે કે, ઋજુસૂત્રનયને જો દ્રવ્યાર્થિકમાં ન ગણીએ તો અનુયોગદ્વાર સૂત્રનો આ પાઠ સંગત થતો નથી.
નયવાદ
પરંતુ જે સિદ્ધાંતવાદી આચાર્ય ભગવંતો છે, તેમને અનુયોગ દ્વારના આ પાઠનો વિરોધ નથી આવતો. કારણ કે, તેઓ જુસૂત્રનયનો વર્તમાનગ્રાહી હોવા છતાં પણ દ્રવ્યાર્થિકનયમાં સમાવેશ કરે છે. એટલે ૠજુસૂત્રનયના બે પ્રકાર છે. ૧. સૂક્ષ્મ અને ૨. સ્થૂલ. ત્યાં વર્તમાનકાળગ્રાહી એવા પણ ૠજુસૂત્રનયને પ્રતિ સમયના ક્ષણિકદ્રવ્યવાદી = પ્રતિક્ષણ પ્રતિક્ષણમાં પલટાતાં એવા ક્ષણિક પર્યાયવાળા દ્રવ્યાંશ ને કહેવાવાળો સૂક્ષ્મૠજુસૂત્રનય કહેવાય છે, અને તે તે વર્તમાન પર્યાયાપન્નદ્રવ્યવાદી = તે તે (દીર્ધ) વર્તમાનકાળના પર્યાયને પ્રાપ્ત કરેલા એવા દ્રવ્યાંશને કહેવાવાળો સ્થૂલ ૠજુસૂત્રનય કહેવાય છે. એવું કહેવાથી દ્રવ્યાંશને માનવાવાળો ૠજુસૂત્રનય હોવાથી ‘દ્રવ્યાવશ્યકમાં લીન'' માનવામાં
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કોઈ વિરોધ નથી આવતો, આ મુજબ સિદ્ધાંતવાદી આચાર્ય ભગવંતો કહે છે. વર્તમાન સમયવર્તી દ્રવ્યમાં દ્રવ્યાંશ અને પર્યાયાંશ બને છે. ત્યાં આ નય દ્રવ્યાંશને પ્રધાનતાએ ગ્રહણ કરવાવાળો છે. જુસૂત્રમય ભલે ક્ષણિક વર્તમાનકાળ અથવા કંઈક દીર્ધકાલરૂપ વર્તમાનકાળ માને, પરંતુ એવા બંને પ્રકારના વર્તમાનકાળમાં રહેલા દ્રવ્યશની પ્રધાનતા આ નય સ્વીકારે છે. એટલે આવશ્યક ઉપરના ચાર નિપામાં દ્રવ્ય નિક્ષેપાને પણ સ્વીકારે છે, એવું સિદ્ધાંતવાદી આચાર્ય ભગવંતો કહે છે. પ્રશ્ન. સિદ્ધાંતવાદી આચાર્ય ભગવંતોના મત પ્રમાણે તો ઉપરોક્ત અર્થ
મુજબ દ્રવ્યાંશગ્રાહી વર્તમાનકાળને માનવાવાળો ઋજુસૂત્રનય હોવાથી અનુયોગ દ્વાર સૂત્રનો પાઠ સંગત થયો. પણ તર્કવાદી આચાર્ય ભગવંતોના મત પ્રમાણે આ પાઠનો જે વિરોધ આવે છે,
તેનો પરિહાર કેમ કરશો? ઉત્તર.મહોપાધ્યાયજી શ્રીયશોવિજયજી મ. તે વિરોધનો પરિહાર
કરતાં જણાવે છે કે, "अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तसूत्रं तार्किकमतेनोपपादनीयम्, इत्यस्मदेकशीलितः पन्थाः"
જેને શાસ્ત્રોમાં “દ્રવ્યાંશ” શબ્દના અનેક અર્થ કહ્યા છે. અહીંયા ટબામાં તથા વિવેચનમાં દ્રવ્યાંશ શબ્દના જે ત્રણ અર્થ આગળ બતાવ્યા, ૧. વર્તમાનકાળના પર્યાયને ધારણ કરવાવાળો એવો દ્રવ્યાંશ, ૨. ઉર્ધ્વતા સામાન્યરૂપ એવો દ્રવ્યાંશ અને ૩. તિર્યક્ સામાન્યરૂપ એવો દ્રવ્યાંશ; આ ત્રણેયમાંથી કોઈપણ અર્થવાળો વ્યાંશ અહીંયાં તાર્કિકોના મત પ્રમાણે નથી હોતો, એટલે તાર્કિકોના મત પ્રમાણે અનુયોગદ્વાર સૂત્રનો પાઠ સંગત કરવાને માટે “વ્યાંશ” શબ્દનો ચોથો અર્થ કરીએ.
Page #186
--------------------------------------------------------------------------
________________
નયવાદ
ઉપયોગ વિનાની જે ક્રિયા” તેને પણ દ્રવ્ય કહેવાય છે. આ અર્થવાળો દ્રવ્યાંશ શબ્દ અનુયોગદ્વારના સૂત્રપાઠમાં છે. આ પ્રકાર લઈને ઉપરોક્ત સૂત્ર તાર્કિકોના મત પ્રમાણે સંગત કરવું. ટૂંકમાં, તાર્કિકોના મત પ્રમાણે પ્રતિક્ષણનો પર્યાય કે કંઈક દીર્ધવર્તમાનકાળનો પર્યાય જ ઋજુસૂત્રનયના મત પ્રમાણે લેવાનો છે. પણ તે પર્યાયકાળમાં ઉપયોગદશામાં ન હોવાથી અનુપયોગો દ્રવ્યમ્' આ ન્યાય મુજબ તે પર્યાયને જ અનુપયોગ દશામાં દ્રવ્ય” રૂ૫ સમજવું. જેનાથી અહીં દ્રવ્યનો અર્થ પદાર્થ અથવા છ દ્રવ્યોમાંથી એક દ્રવ્ય એવો અર્થ ન કરતાં, પર્યાય જ લેવો અને તે જ પર્યાય ઉપયોગશૂન્ય હોવાથી દ્રવ્યાત્મક છે. આ પ્રકારે ધર્મ સંબંધિત જે જે આવશ્યક ક્રિયા કરે પરંતુ તે ક્રિયા ઉપયોગની શૂન્યતાએ છે, એવા પ્રકારનો આશય સૂત્રમાં કહ્યો છે. એવું સમજીને ઉપરનું સૂત્ર તાર્કિક આચાર્ય ભગવંતોના મત પ્રમાણે સંગત કરવું જોઈએ, આ રીતે અમારા દ્વારા વિચારમાં આવેલો એક માર્ગ છે. જુસૂત્રનયના પ્રકાર :
सूक्ष्मऋजुसूत्रो यथा - एकसमयावस्थायीपर्यायः। स्थूलऋजुसूत्रो यथा मनुष्यादिपर्यायाः तदायुःप्रमाणं तिष्ठति।(67)
જુસૂત્રનયના બે પ્રકાર છે. (૧) સૂક્ષ્મ જુસૂત્રનય અને (૨) સ્કૂલ 8 જુસૂત્રનય. સૂક્ષ્મજુસૂત્રનય એક સમય રહેવાવાળા પર્યાયનો સ્વીકાર કરે છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થના પ્રતિસમય જે જે પર્યાય હોય છે, તે સમયે માત્ર જ રહેવાવાળો હોવાથી અને સમય એ અત્યંત સૂક્ષ્મ વર્તમાનકાળ હોવાથી તે જ પર્યાય સત્ છે. કોઈપણ પર્યાય એક સમયથી વધારે રહેતો નથી, બીજે સમયે જ તે પર્યાય અસત્ બને છે - આ રીતે સૂક્ષ્મઋજુસૂત્ર નય માને છે. 67. નયપ્રાસ્તવ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
પરંતુ જે સ્થૂલ જુસૂત્રનય છે, તે મનુષ્યાદિ કંઈક દીર્ઘ-વર્તમાનકાલવર્તી પર્યાયને માને છે. આ નય પણ વર્તમાનકાળને જ માને છે. પરંતુ દીર્ઘવર્તમાનકાલવર્તી પર્યાયને વર્તમાનરૂપ હોવાથી માન્ય રાખે છે.
અહીંયાં પ્રશ્ન થઈ શકે છે કે, સ્થૂલ જુસૂત્રનય અને વ્યવહારનયના લક્ષણમાં મિશ્રણ થઈ જશે. કારણ કે, બંનેના વિષય સમાન જ છે. તો તેનો ઉત્તર એ છે કે, બંનેના વિષય સમાન નથી. કારણ કે, સ્થૂલસૂત્રનય દીર્ધ એવા પણ વર્તમાનકાળને જ માન્ય રાખે છે, પરંતુ ભૂત-ભાવિ પર્યાયને નહીં. જ્યારે વ્યવહારનય ત્રિકાલવ પર્યાયને માને છે. નિકટના ભૂતભાવિને પણ માન્ય રાખે છે. આ રીતે બંનેમાં ભેદ છે. હવે શબ્દનયનું સ્વરૂપ જોઈશું. (૫) શબ્દનય :
- શબ્દનય 68) નું સ્વરૂપ અને તેના ઉદાહરણ આપતાં જૈનતર્કભાષામાં જણાવ્યું છે કે –
कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः। काल-कारक-लिंगसंख्या-पुरुष-उपसर्गाः कालादयः। तत्र बभूव भवति भविष्यति सुमेरुरित्यत्रातीतादिकालभेदेन सुमेरोर्भेदप्रतिपत्तिः, करोति क्रियते कुम्भः
68. વાસ્તવિમેન ધ્વાર્થ પ્રતિપદ્યમાનઃ શર્વઃ II૭-૩૨ા યથા-મૂવ મવતિ ભવિષ્યતિ મુરિત્યાતિઃ II૭-રૂપા વાતાવિમેન-નિ-ર-નિફ-સંક્યા-પુરુષોપसर्गभेदेन, ध्वनेः शब्दस्य अर्थभेदं प्रतिपद्यमानोऽभिप्रायविशेषः शब्दनयः ।।३२ ।। यद्यपि सुमेरोर्द्रव्यरूपतयाऽभिन्नत्वात् पर्यायरूपतया च भिन्नत्वाद् भिन्नाभिन्नत्वं वर्तते, तथाऽपि शब्दनयो विद्यमानमपि कनकाचलस्य द्रव्यरूपतयाऽभेदमुपेक्ष्य केवलं भूत-वर्तमान-भविष्यल्लक्षण-कालत्रयभेदाद् भेदमेवावलम्बते। आदिपदेन 'करोति क्रियते कुम्भः' इति कारकभेदे। 'तटस्तटी तटम्' इति लिङ्गभेदे। 'दारा: कलत्रम्' इति संख्याभेदे। ‘एहि मन्ये रथेन यास्यति, नहि यास्यसि, यातस्ते पिता' इति पुरुषभेदे। 'सन्तिष्ठते, उपतिष्ठते' इत्युपसर्गभेदेऽप्यर्थस्य भिनत्वं स्वीकरोति ।।३३।। (પ્ર.ન.તા .)
Page #188
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૭૧
इत्यादौ कारकभेदेन, तटस्तटी तटमित्यादौ लिङ्गभेदेन, दारा: कलत्रमित्यादौ संख्याभेदेन, यास्यसि त्वम्, यास्यति भवानित्यादौ पुरुषभेदेन, सन्तिष्ठते अवतिष्ठते इत्यादावुपसर्गभेदेन।
અર્થ : કાલ આદિના ભેદથી શબ્દના અર્થમાં ભેદનો સ્વીકાર કરવાવાળો શબ્દનાય છે. કાલ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ અને ઉપસર્ગ આ કાલાદિ છે. “સુમેરુ હતો, છે અને રહેશે” અહીંયાં અતીતાદિ કાલના ભેદથી સુમેરૂના ભેદનું જ્ઞાન થાય છે. “કુંભકાર (કુંભાર) ઘટને બનાવે છે. કુંભકાર (કુંભાર) દ્વારા ઘટ બનાવવામાં આવે છે.” - અહીં કારકના ભેદથી અર્થના ભેદનું જ્ઞાન થાય છે. તદ: તરી તટમ'' - આ સ્થળે લિંગના ભેદથી અર્થના ભેદનું જ્ઞાન થાય છે. “રાર : ત્ર” આ સ્થળે સંખ્યાના ભેદથી અર્થના ભેદનું જ્ઞાન થાય છે. “યાસિ ત્વમ્'' અને “વાસ્થતિ મવાન'' આ સ્થળે પુરુષના ભેદથી અર્થના ભેદનું જ્ઞાન થાય છે. “વતિષ્ઠાતે સતિષ્ઠ' અહીં ઉપસર્ગોના ભેદથી અર્થના જ્ઞાનમાં ભેદ થાય છે.
કહેવાનો આશય એ છે કે, જ્યારે કોઈ વસ્તુનો અતીતકાળ સાથે સંબંધ પ્રકાશિત થાય છે, ત્યારે અર્થનું જ્ઞાન જે રૂપે થાય છે, તેની અપેક્ષાએ વર્તમાનકાળમાં થવાવાળા જ્ઞાનનું સ્વરૂપ ભિન્ન હોય છે. જ્ઞાનના સ્વરૂપમાં ભેદ હોવાના કારણે અર્થનો પણ ભેદ આવશ્યક છે. જ્ઞાનના ભેદને કારણે પદાર્થોનો ભેદ નિશ્ચિત હોય છે. “ઘટ અને પટ, પૃથ્વી અને પાણી, સૂર્ય અને ચંદ્ર ભિન્ન છે.” આ તત્ત્વનો નિશ્ચય જ્ઞાનના ભેદ પર આશ્રિત છે. જો એ બધાં જ પદાર્થોનું જ્ઞાન એક સ્વરૂપમાં હોય, તો પદાર્થોના સ્વરૂપનો ભેદ નિશ્ચિત નહીં થઈ શકે. શબ્દ જ્યારે કાલના ભેદથી પદાર્થને પ્રગટ કરે છે, ત્યારે પણ જ્ઞાનનું સ્વરૂપ ભિન્ન હોય છે. એટલે કાળના ભેદથી પદાર્થમાં પણ ભેદ માનવો જોઈએ. એવો શબ્દનયનો અભિપ્રાય છે. તે જ રીતે જ્યારે “ઘડાને બનાવે છે' - આ પ્રકારે કહે છે, ત્યારે ઘટનો
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કર્તા પ્રધાન રૂપે પ્રતીત થાય છે, તેનાથી વિરુદ્ધ જ્યારે “ધટ બનાવવામાં આવી રહ્યો છે' - આ પ્રકારે કહે છે, ત્યારે ઘટ પ્રધાનરૂપે પ્રતીત થાય છે અને કર્તા અપ્રધાનરૂપે પ્રતીત થાય છે. પ્રધાન અને અપ્રધાન રૂપોનો ભેદ આવશ્યક છે. આ રીતે જ અહીંયાં પણ કારકના ભેદથી અર્થમાં ભેદ માનવો જોઈએ. એવો શબ્દનયનો મત છે. તદુપરાંત, સ્ત્રી પુરુષ અને નપુંસકનો ભેદ પ્રાણીઓમાં સ્પષ્ટ છે. જ્યારે કોઈ એક અર્થને સ્ત્રીલિંગ, પુલ્લિગ અથવા નપુંસકલિંગ શબ્દથી કહેવામાં આવે છે, ત્યારે અર્થ એક આકારનો પ્રતીત થવા છતાં પણ ભિન્ન સ્વરૂપમાં પ્રતીત થાય છે. એટલે ત્યાં પણ પ્રતીતિ મુજબ પદાર્થોનો ભેદ સ્વીકાર કરવો જોઈએ - એવો શબ્દનયનો અભિગમ છે. ઉપસર્ગોના ભેદથી અનેક વાર પરસ્પર વિરોધી અર્થોનું જ્ઞાન થાય છે. “ગચ્છતિ” કહેવાથી “જાય છે” એવો અર્થ પ્રતીત થાય છે અને “આગચ્છતિ' કહેવાથી “આવે છે' એવો અર્થ પ્રતીત થાય છે. બંને અર્થ ભિન્ન છે, એટલે ઉપસર્ગના ભેદથી પદાર્થોનો ભેદ સ્વીકારવો જોઈએ, એવી શબ્દનયની માન્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, જેમ જુસૂત્રનય વર્તમાનકાલીન પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, તેમ શબ્દનય પણ વર્તમાનકાલીન પદાર્થોનું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. છતાં પણ બંને વચ્ચે ભેદ છે. કારણ કે, શબ્દનય લિંગવચન-સંખ્યાદિના ભેદથી અર્થનો ભેદ સ્વીકારે છે અને લિંગ-વચનાદિનો ભેદ હોવા છતાં પણ અર્થમાં ભેદ નથી, એવી ઋજુસૂત્રનયની માન્યતા છે. “તરdદી તટમ” આ પ્રયોગમાં શબ્દનય લિંગના ભેદથી અર્થનો ભેદ માને છે અને જુસૂત્રનય લિંગનો ભેદ હોવા છતાં પણ અર્થનો અભેદ માને છે. આ રીતે શબ્દનય અને ઋજુસૂત્રનય વચ્ચે માન્યતા ભેદ છે. 69. ऋजुसूत्राद् विशेषः पुनरस्येत्थं भावनीयः- यदुत संस्थानादिविशेषात्मा भावघट एव परमार्थसत् तदितरेषां तत्तुल्यपरिणत्यभावेनाघटत्वात्। अथवा लिङ्ग-वचन-सङ्ख्यादिभेदनर्थभेदाभ्युपगमाद् ऋजुसूत्रादस्य विशेषः। (नयरहस्य)
Page #190
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૭૩
શબ્દનયને “સામત' પણ કહેવાય છે. “સમ્મતિ' વર્તમાનકાળનો વાચક છે. શબ્દ વર્તમાનકાળમાં જે સ્વરૂપે અર્થનું પ્રતિપાદન કરે છે, તે અર્થનું રૂપ છે. શબ્દ પ્રમાણે અર્થનું સ્વરૂપ સામ્રત છે.
પૂર્વોક્ત વાતને વધુ સ્પષ્ટ કરતાં નયરહસ્યમાં જણાવ્યું છે કે, શબ્દનયના અવાન્તર ભેદ 70) તત્ત્વાર્થ સૂત્ર આદિ ગ્રંથોમાં જણાવ્યા છે. (૧) સામ્રત, (૨) સમભિરૂઢ અને (૩) એવંભૂત. આ સંદર્ભમાં જ પ્રથમ સામ્પ્રત” ને શબ્દનયનું અભિધાન અગાઉ કર્યું હતું. સાસ્મતનયનું લક્ષણ જણાવતાં નરહસ્યમાં કહ્યું છે કે, (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ : આ ચારેયને નામાદિ પદથી ગ્રહણ કરે છે) તે પ્રતિવિશિષ્ટ પર્યાયરૂપ જે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ઘટાદિ વસ્તુ છે, તેમાં સંજ્ઞાસંજ્ઞી સંબંધના ગ્રહણકાળમાં અભિધાનરૂપે (અર્થાત્ ઘટ શબ્દ નામ ઘટનો વાચક છે, સ્થાપના ઘટનો વાચક છે, દ્રવ્યઘટનો વાચક, અને ભાવઘટનો વાચક છે. આ રૂપે) જેની પ્રસિદ્ધિ પૂર્વનયોમાં થઈ ગઈ છે, એવા શબ્દ અર્થાત્ નામથી થવાવાળો જે અર્થપ્રત્યય અધ્યવસાય વિશેષ છે, તેને જ સામ્રતનય કહેવાય છેTI). સાંપ્રતનયને શબ્દના વાગ્યના રૂપમાં ભાવમાત્ર જ ઈચ્છિત છે. કારણ કે, ભાવથી જ સર્વ અભિલષિત કાર્યોની સિદ્ધિ થાય છે.
કહેવાનો આશય એ છે કે, નામનો વર્તમાન પર્યાય, સ્થાપનાદ્રવ્ય અને ભાવનો જે વર્તમાન પર્યાય છે, તે બધા જ પ્રત્યેક રૂપમાં 70. शब्दस्त्रिभेदः - साम्प्रतः समभिरूढ एवम्भूत इति। यथार्थाभिधानं शब्दः, नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्ययः साम्प्रतः। xxxx तेष्वेव साम्प्रतेषु नामादीनामन्यतमग्राहिषु प्रसिद्धपूर्वकेषु પટેy સંપ્રત્યય: સામતિ: શબ્દઃા (તત્વાર્થસૂત્ર-માર્ગ) 71. “તત્રાવ (નામવિપુ) પ્રસિદ્ધપૂર્વાત - शब्दात् - अर्थप्रत्ययः साम्प्रतः' इति साम्प्रतलक्षणम्। प्रतिविशिष्टवर्तमानपर्यायापत्रेषु नामादिष्वपि गृहीतसंकेतस्य शब्दस्य भावमात्रबोधकत्वपर्यवसायीति तदर्थः तथात्वं च भावातिरिक्तविषयांश उक्तसङ्केतस्याऽप्रामाण्यग्राहकतया निर्वहति।
Page #191
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
વિશિષ્ટ છે એટલે કે એકબીજાથી ભિન્ન છે. આ રીતે નામાદિમાં પણ જેનો સંકેત ગૃહીત છે અર્થાત્ ‘‘તેના વાચક આ શબ્દ છે.’’ આ રીતે જે શબ્દના વાચ્ય-વાચક ભાવરૂપ સંકેતનું જ્ઞાન સંજ્ઞા-સંજ્ઞી સંબંધના કાળમાં થઈ ગયું છે, તે શબ્દના ભાવમાત્રથી બોધકતામાં પર્યવસાન જે અધ્યવસાય વિશેષથી થાય છે, તે અધ્યવસાય વિશેષ જ સામ્પ્રત નય કહેવાય છે. ટૂંકમાં, પૂર્વોક્ત લક્ષણથી એ ભાવ પ્રગટ થાય છે કે, વર્તમાન નામાદિમાં શબ્દના સંકેતનું જ્ઞાન ભલે હોય, તો પણ સામ્પ્રતનયની દૃષ્ટિએ તે શબ્દ કેવળ વર્તમાન ભાવનો જ બોધક થાય છે. પરંતુ વર્તમાન નામ, વર્તમાન સ્થાપના અને વર્તમાન દ્રવ્યનો બોધક નથી થતો. કારણ કે, નામાદિમાં જે સંકેતગ્રહ પૂર્વે (પહેલાં) થયો છે, તેમાં અપ્રામાણ્યબુદ્ધિનો જનક સામ્પ્રતનય હોય છે.
૧૭૪
તેથી એ વાત પણ ફલિત થાય છે કે, શબ્દનય કેવળ ભાવનિક્ષેપાનો જ સ્વીકાર કરે છે(72) જેમ કે, શબ્દનય ‘‘જિન’’ શબ્દથી જેમણે રાગદ્વેષને જીત્યાં છે, ભૂમિ પર વિચરણ કરી રહ્યા છે, એવા સર્વજ્ઞ સર્વદર્શી ભાવ જિનને સમજાવે છે. પરંતુ (જે ભવિષ્યમાં જિન થવાવાળા છે, તેને દ્રવ્યજિન કહેવાય છે. પ્રતિમા અથવા ચિત્રપટમાં જે જિનની સ્થાપના કરી છે, તેને સ્થાપના જિન કહેવાય છે. અને કોઈ વસ્તુને ‘‘જિન’’ એવું નામ આપ્યું હોય તેને
72. જે શબ્દની જે અર્થને બતાવવાની શક્તિ હોય તે અર્થને તે શબ્દ બોધિત કરે છે
બતાવે છે. આ શબ્દનયનું સ્વરુપ છે. શબ્દના અર્થનો શક્તિગ્રહ આઠ પ્રકારથી થાય છે. ન્યાયસિદ્ધાંત મુક્તાવલીમાં શક્તિગ્રહના આઠ પ્રકાર બતાવતાં કહ્યું છે કે, શક્તિપ્રદં व्याकरणोपमानकोशाप्तवाक्याद्व्यवहारतश्च । वाक्यस्य शेषाद् विवृत्तेर्वदन्ति सान्निध्यतः સિદ્ઘપવસ્થ વૃત્તાઃ ।। શબ્દના અર્થનો શક્તિગ્રહ (૧) વ્યારળ, (૨) ૩૫માન, (૩) જોશ, (૪) આપ્તવાય, (૫) વ્યવહાર, (૬) વાયશેષ, (૬) નિવૃત્તિ (ટીજા) ઞૌર (૮) પ્રસિદ્ધપક્ષત્રિયાન : આ આઠ પ્રકારથી થાય છે.
-
Page #192
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૭૫
નામજિન કહેવાય છે.) “જિન” શબ્દ દ્રવ્યજિન, સ્થાપના જિન કે નામજિનને બતાવતો નથી.
શબ્દનયની માત્ર ભાવનિક્ષેપાની સ્વીકૃતિને દઢ કરતાં અનેકાંત વ્યવસ્થામાં (વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષી આપીને) કહ્યું છે કે,
नामादयो न कुंभा तक्कज्जाकरणओ पडाइव्व। पच्चक्खविरोहाओ तल्लिगाभावओ वा वि।। विशे.भा. २२२९।।
- નામઘટ, દ્રવ્યઘટ કે સ્થાપના ઘટ નથી. (વિદ્યમાન નથી, કારણ કે, ઘટનું જે જલાહરણાદિ કાર્ય છે, તે નામાદિ ઘટ નથી કરતા. જેમ પટ જલાવરણાદિ કાર્ય કરતો જોવા મળતો ન હોવાથી તેનો “ઘટ'' શબ્દથી વ્યપદેશ થતો નથી. તેમ નામાદિ ઘટ પણ તે વિવલિત કાર્ય કરતો ન હોવાથી ઘટ છે જ નહીં. તદુપરાંત, નામાદિ ઘટને ઘટના રૂપમાં માનવાથી પ્રત્યક્ષથી વિરોધ પણ આવે છે અને જલાવરણાદિ લિંગ પણ જોવા નથી મળતું. અર્થાત્ નામઘટ, સ્થાપના ઘટ અને દ્રવ્યઘટ પ્રત્યક્ષથી અઘટ રૂપમાં જોવા મળે છે, તો પણ તેને ઘટરૂપમાં વ્યપદેશ કરવો, તે પ્રત્યક્ષ વિરોધ છે તથા ઘટનું જે જલાહરણાદિ લિંગ છે, તે લિંગ પણ નામઘટાદિમાં જોવા નથી મળતું તેથી અનુમાનથી પણ વિરોધ આવે છે. તેથી તે નામાદિ ઘટ “ઘટ” એવા વ્યપદેશનું ભાન કઈ રીતે થઈ શકે ?73) પ્રશ. “ઘટ” પદથી નામાદિ ઘટની ઉપસ્થિતિ અખ્ખલિત રૂપથી થતી જોવામાં આવે છે, તેથી નામાદિ ઘટમાં “ઘટ'' પદની શક્તિ છે. તેથી “ઘટ' પદથી કેવળ ભાવઘટ જ ગ્રહણ થાય અને નામાદિ ઘટ ગ્રહણ ન થાય, એવું કેમ? 73. नाम-स्थापना-द्रव्यरुपा: कुम्भा न भवन्ति, जलाहरणादितत्कार्याकरणात्, पटादिवत्, तथा प्रत्यक्षविरोधात् तल्लिङ्गादर्शनाच्च। (अनेकांतव्यवस्था)
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ઉત્તર.અંતરંગ પ્રત્યાત્તિથી ઘટ' પદની શક્તિ ભાવઘટમાં જ સ્વીકાર કરવામાં આવી છે, નામાદિ ઘટમાં નહીં. તેથી ઘટપદથી ભાવઘટન ४ स्वी१२ ४२वो मे, मेवो शनयनो अभिप्राय छ (74).
ટૂંકમાં, શબ્દનયને જે પ્રકારનો ધ્વનિ (શબ્દ-પ્રયોગ) હોય તે પ્રકારનો જ અર્થ આ શબ્દથી ઈષ્ટ છે, અન્યલિંગાદિથી યુક્ત શબ્દપ્રયોગથી અન્યલિંગાદિથી યુક્ત અર્થની પ્રતીતિ શબ્દનય માનતો નથી75). (6) सममि३० नय:
આ નયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढः।(76) शब्दनयो हि पर्यायभेदेऽप्यर्थाभेदमभिप्रैति, समभिरूढस्तु पर्यायभेदे भिन्नाननभिमन्यते। अभेदं त्वर्थगतं पर्यायशब्दानुपेक्षत इति, यथा इन्दनादिन्द्रः, शकनाच्छक्रः, पुर्दारणात्पुरन्दर इत्यादि।
74. घटपदान्नामादि घटोपस्थितेरस्खलिततया दर्शनात् तत्र तत्पदशक्तेरव्याहतत्वात् स्वारसिकघटपदलक्षणो व्यपदेशस्तु न विरुध्यते इति चेत्? न, अन्तरङ्गप्रत्यासत्या भावघट एव घटपदशक्तेरभ्युपगमात्, नामादिषु तत्पदप्रयोगस्यास्वारसिकत्वादिति दिग् (अनेकांतव्यवस्था) 75. यादृशो ध्वनिस्तादृश एवार्थोऽस्येष्ट इति। अन्यलिङ्गवृत्तेस्तु शब्दस्य नान्यलिङ्गवाच्यमिच्छत्यसौ। नाप्यन्यवचनवृत्तेः शब्दस्य अन्यवचनवाच्यं वस्त्वभिधेयमिच्छत्यसौ इति भावः (अने.व्य.) 76. समभिरूढः ।।७-३६।। इन्दनादिन्द्रः शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा ।।७-३७।। (प्र.न.तत्त्वा.) पर्यायशब्देषु-इन्द्र-पुरन्दरादिशब्देषु, निरुक्तिभेदेन-निर्वचनभेदेन, भिन्नमर्थं समभिरोहन्-अभ्युपगच्छन् समभिरुढः ।।३६।। अयमर्थ:- यद्यपि इन्द्र-शक्रादयः शब्दा इन्द्रत्व-शक्रत्वादिपर्यायविशिष्टस्यार्थस्य वाचकाः, न केवलं पर्यायस्य, तथापि समभिरूढनयवादि गौणत्वाद् द्रव्यवाचकत्वमुपेक्ष्य प्रधानत्वात् पर्यायवाचकत्वमेवाङ्गीकुर्वन् ‘इन्द्रादयः शब्दाः प्रतिपर्यायबोधकत्वाद्, भिन्नभिन्नार्थवाचकाः' इति मन्यते। शब्दनयो हि नानापर्यायभेदेऽप्यर्थाभेदमेवाभिप्रैति, समभिरूढस्तु पर्यायभेदे अर्थभेदं प्रतिपद्यते इति विशेषः।।३७॥
Page #194
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૭૭
અર્થ : પર્યાયવાચી શબ્દોમાં નિરુક્તિ (વ્યુત્પત્તિ) ના ભેદથી શબ્દોના અર્થમાં ભેદ માનવાવાળો અભિપ્રાય સમભિરૂઢ નય છે. શબ્દનય પર્યાયોના ભેદમાં પણ અર્થનો અભેદ માને છે. પરંતુ સમભિરૂઢ નય પર્યાયોના ભેદમાં અર્થનો પણ ભેદ માને છે અને અર્થમાં જે પર્યાયોને અભેદ છે, તેની ઉપેક્ષા કરે છે, જેમ કે, ઈન્દનને કારણે ઈન્દ્ર, શક્તિના કારણે શક, અને નગરનું વિદારણ કરવાને કારણે પુરંદર.
કહેવાનો આશય એ છે કે, શબ્દોના ભેદથી અર્થનો ભેદ પ્રાપ્ત થાય છે. વૃક્ષ અને મનુષ્ય ભિન્ન શબ્દ છે. તે બંનેના અર્થ પણ ભિન્ન છે. જે શબ્દોના પર્યાય કહેવાય છે, તે પણ ભિન્ન ભિન્ન શબ્દ છે. શક્ર, ઈન્દ્ર, પુરંદર વગેરે શબ્દ ભિન્ન છે, તેથી તેનો અર્થ પણ ભિન્ન થવો જોઈએ. અહીં ધ્યાન રાખવા જેવી એક વાત એ છે કે, જ્યાં શબ્દ ભિન્ન હોય છે, ત્યાં અર્થનો ભેદ થાય છે, એટલું કહીને સમભિરૂઢ નય અર્થોમાં ભેદ હોવાથી વાચક શબ્દોના ભેદને અનિવાર્ય નથી કહેતો. જ્યાં અર્થ ભેદ હોય છે, ત્યાં અવશ્ય વાચક શબ્દોના ભેદ છે, એવો સમભિરૂઢનો અભિપ્રાય નથી. કોઈ શબ્દ એવા પ્રકારનો હોય છે, જેના અર્થ અનેક હોય છે. જેમ કે, “ગો” શબ્દ એક છે, પણ તેના અર્થ ગાય, વાણી, ભૂમિ, કિરણ વગેરે અનેક છે. તે જ રીતે “હરિ” શબ્દના પણ અનેક અર્થ છે. અનેકાર્થક શબ્દોમાં અર્થનો ભેદ તો છે, પરંતુ વાચક શબ્દનો ભેદ નથી. તેથી સમભિરૂઢ નય શબ્દ ભેદ હોવાથી અર્થનો ભેદ આવશ્યક સમજે છે. જ્યાં શબ્દભેદ છે, ત્યાં અર્થભેદ છે, આ નિયમ સમભિરૂઢ નય પ્રમાણે છે.
અહીંયાં ઉલ્લેખનીય છે કે, અર્થના ભેદને કેવળ શબ્દનો ભેદ પ્રકાશિત કરે છે, એવું નથી. લક્ષણ અને સ્વરૂપનો ભેદ પણ અર્થના ભેદને પ્રગટ કરે છે. કોઈ સ્થળે અર્થનો ભેદ શબ્દના ભેદથી પ્રતીત
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
થાય છે અને કોઈ સ્થળે લક્ષણ કે સ્વરૂપના ભેદથી અર્થનો ભેદ પ્રતીત થાય છે. ઘટ અને પટ શબ્દ ભિન્ન છે. તેથી આ સ્થળે શબ્દભેદના કારણે અર્થમાં ભેદ પ્રતીત થાય છે. જે સ્થાને “ગો' શબ્દ ગાય-ભૂમિ આદિ અનેક અર્થોને કહે છે. તે સ્થાને સ્વરૂપનો ભેદ કે લક્ષણનો ભેદ અર્થના ભેદને પ્રગટ કરે છે. પ્રસ્તુતમાં, શક, ઈન્દ્ર પુરંદર આદિ શબ્દ ભિન્ન છે, તેથી તે શબ્દોના અર્થ પણ ભિન્ન હોવા જોઈએ એવો સમભિરૂઢ નયનો અભિપ્રાય છે.
શબ્દનયની માન્યતા અને સમભિરૂઢ નયની માન્યતાને સ્પષ્ટ કરતાં નયકર્ણિકા ગ્રંથમાં કહ્યું છે કે,
अर्थं शब्दनयोऽनेकैः पर्यायैरेकमेव च। मन्यते कुंभकलशघटाघेकार्थवाचकाः ।।१४।। बूते समभिरुढोऽर्थं भिन्नं पर्यायभेदतः। भिन्नार्थाः कुंभकलशघटा घटपटादिवत् ।।१५।। यदि पर्यायभेदेऽपि न भेदो वस्तुनो भवेत्। भिन्नपर्यायोर्न स्यात् स कुंभपटयोरपि ।।१६।।
અર્થ શબ્દનય અનેક પર્યાયોનો પણ એક અર્થ માને છે અર્થાત્ શબ્દનય પર્યાયવાચી શબ્દોના ભેદ હોવા છતાં પણ તે બધાનો અર્થ તો એક (અભેદ) જ માને છે. તેના મત પ્રમાણે કુંભ, કળશ, ઘટ આદિ શબ્દ એકાર્યવાચક જ છે, જ્યારે સમભિરૂઢ નય પર્યાયના ભેદથી અર્થને ભિન્ન માને છે, જેમ કે, ઘટ અને પટ શબ્દ ભિન્ન હોવાથી તેના અર્થ ભિન્ન છે, તેમ કુંભ, કળશ, ઘટ આદિ શબ્દ ભિન્ન હોવાથી તેના અર્થ ભિન્ન છે. (તેમના મત પ્રમાણે) જો પર્યાયવાચી શબ્દોના ભેદમાં પણ અર્થનો (વસ્તુનો) ભેદ ન હોય, તો ભિન્ન-ભિન્ન પર્યાયવાળા, કુંભ અને
Page #196
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૭૯
પટની વચ્ચે પણ ભેદ નહિ રહે - બંને અભિન્ન થઈ જશે.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં 77) વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, જે જે ઘટાદિ સ્વરૂપ સંજ્ઞાને કહે છે, તે તે સંજ્ઞાને કુટ-કુંભાદિ સંજ્ઞાન્તરાર્થથી વિમુખ રહીને (અર્થાત્ કુટ-કુંભ આદિ શબ્દના વાચ્યાર્થ નિરપેક્ષ) અનુસરણ કરવાવાળો જે અભિપ્રાય છે, તે સમભિરૂઢ નય કહેવાય છે. સમભિરૂઢ નય તે તે ઘટાદિ શબ્દના વાર્થના રૂપમાં ઘટાદિ અર્થોને જ વિષય કરે છે. પરંતુ ઘટાદિ શબ્દના વાચ્યાર્થના રૂપમાં ઘટાદિથી અતિરિક્ત અર્થોને વિષય નથી કરતો, તેથી તે પ્રત્યેક શબ્દના વાર્થને ભિન્ન-ભિન્ન માને છે, આ કારણે અનેક અર્થ સમભિરૂઢના વિષય બને છે. જે ઘટ શબ્દનો વાચ્યાર્થ છે, તેને કુંભ-કુટ આદિ પર્યાયવાચી શબ્દનો વાચ્ય સમભિરૂઢ નય માનતો નથી.
નય રહસ્ય (78) ગ્રંથમાં આ નયના સ્વરૂપની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ઘટ-પટાદિ અર્થોનો તથા ઘટ શબ્દવા વિશિષ્ટ-ચેષ્ટાયુક્ત અર્થ, કુત્સિત પૂરણરૂપ કુંભ શબ્દના અર્થ અને કૌટિલ્ય વિશિષ્ટ કુટ શબ્દ વાગ્ય અર્થોનું સંક્રમણ ન હોય, તે રીતે ગવેષણ કરવામાં તત્પર જે રહે છે, તે અભિપ્રાય વિશેષને સમભિરૂઢ નય કહેવાય છે.
ઘટાદિરૂપ જે સંજ્ઞાનું ઉચ્ચારણ થાય છે, તે સંજ્ઞા ઉપર જે સમ્ય
77. जं जं सण्णं भासइ तं तं चिय समभिरोहए जम्हा। सण्णंतरत्थविमुहो तओ णओ समभिरूढो त्ति ।। विशेषा. २२३६।। यां यां संज्ञां 'घट' इत्यादिरुपां भाषते तां तामेव यस्मात् संज्ञान्तराभिमुख: कुटकुम्भादिशब्दवाच्यार्थनिरपेक्ष: समभिरोहति - तत्तद्वाच्यार्थविषयत्वेन प्रमाणीकरोति तत: - तस्मादर्थसमभिरोहणात् समभिरुढो नयः। यो घटशब्दवाच्योऽर्थस्तं कुटकुम्भादिपर्यायशब्दवाच्यं नेच्छत्यसावित्यर्थः। (अनेकांतव्यवस्था) 78. असङ्क्रमगवेषणपरोऽध्यवसाय विशेष: समभिरुढः । असङ्क्रमेति। तत्त्वं च यद्यपि न संज्ञाभेदेनार्थभेदाभ्युपगन्तृत्वं घटपटादिसंज्ञाभेदेन नैगमादिभिरपि अर्थभेदाभ्युपगमात्, तथापि संज्ञाभेदनियतार्थभेदाभ्युपगन्तृत्वं तत्। एवम्भूतान्यत्वविशेषणाच्च न तत्रातिव्याप्तिः। (नयरहस्य)
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
આરોહણ કરે?” તે “સમભિરૂઢ' શબ્દનો અર્થ છે. એવો અર્થ અનુયોગદ્વાર સૂત્ર-૧૫રમાં કર્યો છે. કહેવાનો મતલબ એ છે કે, જે શબ્દ ઉચ્ચરિત થાય છે, તે શબ્દ તેના વ્યુત્પત્તિ અર્થમાં જ પ્રમાણરૂપ હોય છે. તેના મતમાં વ્યુત્પત્તિ નિમિત્ત જે પ્રવૃત્તિ નિમિત્ત માનવામાં આવે છે. તેથી ઘટ શબ્દથી વાચ્ય જે અર્થ, તે કુટ-કુંભ આદિ શબ્દોથી વાચ્ય નથી થતો.
તત્ત્વાર્થસૂત્રમાં પણ કહ્યું છે કે, “સત્યુ કર્યેષુ સંમ: સમઢ:” વર્તમાનપર્યાયાપન્ન ઘટાદિ રૂપ અર્થોમાં ઘટાદિ શબ્દોનો પોતાનો અર્થ છોડીને અન્ય અર્થોમાં સંક્રમ-ગમન નથી થતો, જેમ કે, ઘટ શબ્દનો સંકેત વિદ્યમાન (ઘટન) ચેષ્ટાત્મક ઘટરૂપ સ્વાર્થને છોડીને કુટ-કુંભ આદિ અર્થનું અભિધાન નથી કરતો. કારણ કે, કુટ-કુંભાદિ અર્થ ઘટ શબ્દનો અભિધેય નથી. જો કુટ-કુંભાદિ અર્થ પણ ઘટ શબ્દનો અભિધેય બની જાય તો સર્વસંકરાદિ દોષ ઊભો થઈ જશે. તેથી એક શબ્દનો અભિધેય અર્થ તેનાથી અન્ય શબ્દનો અભિધેય નથી હોતો. સમભિરૂઢ નય પણ શબ્દનયની જેમ ભાવનિક્ષેપાનો જ સ્વીકાર કરે છે. હવે એવંભૂતનયનું સ્વરૂપ જોઈશું. (૭) એવંભૂતનય :
આ નયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્ક ભાષામાં બતાવ્યું છે કે,
शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः। યથેનમનમન્નિઃ (80) 79. અસ્થાપિ - ૩૫તતો બાવનિક્ષેપ વિષમત: 80. શબ્દાનાં સ્વપ્રવૃત્તિનિમિતપૂજિયા_વિષ્ટમથે વાવ્યત્વેનાડુપઋત્રેવંપૂd: II૭-૪૦ || यथेन्दनमनुभवन्निन्द्रः, शकनक्रियापरिणत: शक्रः, पूरणप्रवृत्तः पुरन्दर इत्युच्यते ।।७-४१।। शब्दानाम्-इन्द्रादिशब्दानां स्वप्रवृत्ति-निमित्तीभूतक्रिया-विष्टमर्थइन्द्रादिशब्दप्रवृत्तौ निमित्तीभूता या इन्दनादिक्रिया तद्विशिष्टमर्थं यो वाच्यत्वेनाभ्युपगच्छति, क्रियाऽनाविष्टं तु उपेक्षते स एवंभूतः। अयं हि इन्दनादिक्रियापरिणतमर्थं तत्क्रियाकाले इन्द्रादिशब्दवाच्यमभिमन्यते। समभिरूढस्तु इन्दनादिक्रियायां विद्यमानायामविद्यमानायां च इन्द्रादिशब्दवाच्यत्वमभिप्रैति इत्यनयोर्भेदः ।।४० ।। (प्र.न. तत्त्वा.)
Page #198
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૮૧
અર્થ : શબ્દોની પ્રવૃત્તિમાં ક્રિયા નિમિત્ત છે. આ ક્રિયાથી યુક્ત અર્થને જ વાચ્યરૂપથી સ્વીકાર કરવાવાળો એવંભૂત નય છે, જેમ કે, ઈન્દન ક્રિયા (આજ્ઞા આપવી આદિ દ્વારા જે ઐશ્વર્ય) નો અનુભવ કરતો ઈન્દ્ર છે.
કહેવાનો અર્થ એ છે કે, વ્યુત્પત્તિ દ્વારા જે ક્રિયા પ્રતીત થાય છે, તેના કારણે અર્થોમાં શબ્દોનો પ્રયોગ થાય છે. જે ક્રિયા નિમિત્ત છે, તે જો ન હોય તો અર્થ શબ્દનો વાચ્ય નથી બનતો. એટલે કે જે શબ્દોનો આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છીએ, તે અર્થને તે પદાર્થ તે સમયે યથાર્થ અનુભવ કરતો હોય તો જ તેના માટે તે શબ્દ ઉપયોગ કરાય, એવી માન્યતા એવંભૂત નયની છે. જેમ કે, ઈન્દ્ર શબ્દનો પ્રયોગ ઈન્દન અર્થમાં થાય છે, તે ઈન્દન (ઐશ્વર્યના અનુભવ) ને તે ઈન્દ્ર તે સમયે યથાર્થ અનુભવ કરતો હોય તો જ ઈન્દ્રને માટે તે શબ્દ ઉપયોગમાં લઈ શકાય, એવી એવંભૂત નયની માન્યતા છે. જ્યારે તે ઐશ્વર્યનો અનુભવ નથી કરતો, ત્યારે વાસ્તવમાં ઈન્દ્ર શબ્દનો પ્રયોગ તેના માટે ન હોવો જોઈએ. એવી એવંભૂત નયની માન્યતા છે.
એવંભૂત નયની માન્યતા 61) છે કે, સ્ત્રીના મસ્તક પર આરૂઢ જલથી ભરેલો “ઘટ” જ ઘટ છે. પરંતુ કુંભારની ભઠ્ઠીમાં રહેલો ઘટ કે પોતાના ઘરના ખૂણામાં પડી રહેલો ઘટ વાસ્તવમાં ઘટ નથી. કારણ કે, તેની પોતાની જલાહરણ ક્રિયા તે સમયે વિદ્યમાન નથી. એવંભૂત નયની માન્યતાને સ્પષ્ટ કરતા નયકર્ણિકા ગ્રંથમાં કહ્યું છે કે,
81. पदार्थव्युत्पत्तिनिमित्तक्रियाकालव्यापकपदार्थसत्ताभ्युपगमपर एवम्भूतः। आह च भाष्यकार:एवं जह सद्दत्थो संतो भूओ तह तयन्नहाभूओ। तेणेवंभूयनओ सद्दत्थपरो विसेसेणं ।।२२५१ ।। अयं हि योषिन्मस्तकारुढं जलाहरणादिक्रियानिमित्तं घटमानमेव घटं मन्यते, न तु स्वगृहकोणादिव्यवस्थितमचेष्टनादित्येवं विशेषतः शब्दार्थतत्परोऽयमिति भावः। (नयरहस्य)
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
एकपर्यायाभिधेयमपि वस्तु च मन्यते। कार्यं स्वकीयं कुर्वाणमेवंभूतनयो ध्रुवम् ।।१७।। यदि कार्यमकुर्वाणोऽपीष्यते तत्तया स चेत्। तदा पटेऽपि न घटव्यपदेशः किमिष्यते ।।१८।।
અર્થ : એક પર્યાયવાચી શબ્દની અભિધેયભૂત વસ્તુ (પણ સ્વકીય કાર્ય જલાહરણાદિ) કરે છે, ત્યારે જ તે વસ્તુના રૂપમાં એવંભૂત નય
સ્વીકાર કરે છે. (જો તે વસ્તુ પોતાની ક્રિયા કરતી ન હોય, તો તેને વસ્તુના રૂપમાં એવંભૂત નય સ્વીકાર કરતો નથી.)
ઉપરાંત, જો કોઈપણ વસ્તુ કાર્ય કરતી ન હોય, તો પણ તેને વસ્તુના રૂપમાં સ્વીકાર કરવી હોય તો પછી પટમાં પણ ઘટનો વ્યપદેશ કેમ ન કરી શકાય? કારણ કે, જેમ પટ (જલાહરણાદિ) કાર્ય કરતા નથી, તેવી રીતે જ ખૂણામાં પડેલો ઘટ પણ જલાહરણાદિ ક્રિયા નથી કરતો, તેથી જો ક્રિયા ન કરતા ઘટનો પણ ઘટના રૂપમાં વ્યપદેશ થાય છે, તો ક્રિયા રહિત પટનો પણ ઘટના રૂપમાં વ્યપદેશ થવો જોઈએ, તે કેમ ન થાય! તેથી એ ફલિત થાય છે કે, એવંભૂત નયના મતે ક્રિયાયુક્ત વસ્તુ જ “વસ્તુ” ના રૂપમાં છે. ક્રિયારહિત વસ્તુ “વસ્તુ” ના રૂપમાં નથી. નયરહસ્ય ગ્રંથમાં એવંભૂત નયનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે,
व्यञ्जनार्थविशेषान्वेषणपरोऽध्यवसायविशेष: एवम्भूत:(82)
વ્યંજન ઘટાદિ વાચક શબ્દ અને અર્થ: ઘટપદથી વાચ્ય એવી ઘટનક્રિયાવિશિષ્ટ વસ્તુ, આ વ્યંજન-અર્થ વિશેષની અન્વેષણામાં તત્પર અધ્યવસાય વિશેષ એવંભૂત નય કહેવાય છે. 82. वंजण-अत्थ-तदुभयं एवंभूओ विसेसइ। (अनुयोगद्वार-१५२ नियुक्ति-२१८५) व्यञ्जनार्थयोरेवंभूत ત્તિા (તસ્ત્રાર્થમાધ્યમ)
Page #200
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧ ૮૩
કહેવાનો આશય એ છે કે, “વ્યંજનમાં અર્થકૃત વિશેષ” અને “અર્થમાં વ્યંજનકૃત વિશેષ' - આ બંનેની અપેક્ષા જે અધ્યવસાય વિશેષમાં હોય, તે અધ્યવસાય વિશેષને એવંભૂતનય કહેવાય છે.
જે ઘટમાં ઘટન (જલાહરણાદિ) ક્રિયા પ્રવર્તિત થાય, એવી ઘટરૂપ વસ્તુનો વાચક ઘટપદ છે અને ઘટનરૂપ ક્રિયાવાળી વસ્તુ ઘટપદથી વાચ્ય છે. પરંતુ ઘટરૂપ વસ્તુ ઘટન ક્રિયાવાળી નથી, ત્યારે ઘટરૂપ વસ્તુ ઘટપદથી વાચ્ય નથી.) આ રીતે પરસ્પર વાચ્ય-વાચક ભાવનો જે સંબંધ છે, તે જ અન્યોન્ય અપેક્ષા છે અને એવા અર્થને ગ્રહણ કરવાવાળો અધ્યવસાય વિશેષ જ એવંભૂત નય છે. ટૂંકમાં, કુંભાર દ્વારા નિર્માણ થયેલો ઘટ પાણી લાવવાની ક્રિયા કે પાણીને ધારણ કરવાની ક્રિયા કરતો ન હોય, ત્યારે તે ઘટપદથી વાચ્ય નથી. પરંતુ એવા પ્રકારની ક્રિયા કરતો હોય, ત્યારે જ તે ઘટપદથી વાચ્ય છે, એવો એવંભૂત નયનો અભિપ્રાય છે. એવંભૂત નય પણ માત્ર ભાવનિક્ષેપાનો જ સ્વીકાર કરે છે. અહીં હવે એવંભૂત નય અને સમભિરૂઢ નયની માન્યતામાં જે ભેદ છે, તે માન્યતાભેદને જૈનતર્ક ભાષા ગ્રંથના માધ્યમથી જણાવે છે.
समभिरूढनयो हीन्दनादि क्रियायां सत्यामसत्यां च वासवादेरर्थस्येन्द्रादिव्यपदेशमभिप्रैति, क्रियोपलक्षितसामान्यस्यैव प्रवृत्तिनिमित्तत्वात्, पशुविशेषस्य गमनक्रियायां सत्यामसत्यां च गोव्यपदेशवत्, तथारूढे: सद्भावात्। एवम्भूतः पुनरिन्दनादि-क्रियापरिणतमर्थं तक्रियाकाले इन्द्रादिव्यपदेशभाजमभिमन्यते ।
અર્થ ઃ ઈન્દન આદિ ક્રિયા વિદ્યમાન હોય કે અવિદ્યમાન, સમભિરૂઢ નય પ્રમાણે વાસવ આદિ અર્થ ઈન્દ્ર આદિ શબ્દનો વાચ્ય છે. કારણ કે, ક્રિયાથી ઉપલક્ષિત સામાન્ય શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. જવાની ક્રિયા વિદ્યમાન હોય અથવા ન હોય, વિશેષ પ્રકારનું પશુ “ગી” કહેવાય છે. આ પ્રકારની રૂઢિ છે. પણ એવંભૂત નય ઈન્દન આદિ ક્રિયામાં પરિણત અર્થને તે ક્રિયાના કાળમાં ઈન્દ્ર આદિ શબ્દોથી વાચ્ય માને છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કહેવાનો આશય એ છે કે, સમભિરૂઢ નય પ્રમાણે વ્યુત્પત્તિ દ્વારા જે ક્રિયા પ્રતીત થાય છે, તે વ્યુત્પત્તિની નિમિત્ત છે. પરંતુ વ્યુત્પત્તિનું નિમિત્ત હંમેશા પ્રવૃત્તિનું નિમિત્ત નથી થઈ શકતું. કોઈ કાળે ક્રિયા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત થઈ શકે છે. પરંતુ સદા પ્રવૃત્તિનું નિમિત્ત બની શકતી નથી. જ્યારે ક્રિયા ન હોય ત્યારે પ્રવૃત્તિ-નિમિત્ત ક્રિયાથી ભિન્ન થઈ જાય છે. ગાય જ્યારે ચાલી રહી ન હોય ત્યારે ગોત્વ જાતિના કારણે ગો શબ્દનો પ્રયોગ ગાયમાં થાય છે. ગોત્વ જાતિ જ્યાં સુધી ગાયનું શરીર છે, ત્યાં સુધી તેનામાં રહે છે. ગાય બેઠી હોય અથવા સૂતી હોય તો ચાલવાની ક્રિયા ન હોવાં છતાં પણ ગોત્વ જાતિનું જ્ઞાન થાય છે, તે કાળે ગમન ક્રિયા ઉપલક્ષણ હોય છે. જે વસ્તુ ઉપલક્ષણ રૂપમાં હોય છે, તે એક વાર પ્રતીત થઈને પછી અવિદ્યમાન હોવા છતાં પણ અર્થનું જ્ઞાન કરાવી દે છે. (83) “કાગડો જેના પર બેઠો છે, તે દેવદત્તનું ઘર છે.” આ પ્રકારે જ્યારે કહીએ છીએ, ત્યારે દેવદત્તના ઘરને માટે કાગડો ઉપલક્ષણ થાય છે. જોવાવાળો ઘર ઉપર કાગડાને જુએ છે, પરંતુ ઘરની પાસે પહોંચતાં-પહોંચતાં કાગડો ઉડી જાય છે. ઉડી જવા છતાં પણ દેવદત્તના ઘરને અન્ય ઘરોથી ભિન્ન રૂપમાં પ્રતીત કરાવી દે છે. ગો શબ્દથી જે ગમન ક્રિયા પ્રતીત થાય છે, તે પણ ઉપલક્ષણ છે. જ્યારે તે નથી રહેતી ત્યારે ગમન ક્રિયાથી ગોત્વ જાતિ ઉપલક્ષિત થઈને પ્રતીત થાય છે, તે પ્રકારનો ઉપલક્ષિત સામાન્ય ગો શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે. રૂઢિ આ વિષયમાં પ્રમાણ છે. જો ક્રિયાથી ઉપલક્ષિત સામાન્ય શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત ન હોત તો ગો શબ્દની ગાયમાં રૂઢિ ન થઈ શકત ! રૂઢિના કારણે લોકો સૂતી અથવા બેઠેલી ગાયને પણ ગી કહે છે.
83. વિદ્યમાનત્વે સતિ જ્ઞાપર્વમ્ ૩૫ક્ષત્વિમ્ (વ્યુત્પત્તિવાદ્રિ)T
Page #202
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૮૫
એવંભૂત નય વ્યુત્પત્તિના અને પ્રવૃત્તિના નિમિત્તને ભિન્ન નથી માનતો. તેના મત પ્રમાણે કેવલ ક્રિયા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે,
જ્યારે સ્વર્ગના અધિપતિ શાસન વગેરે કરે છે, ત્યારે ઐશ્વર્યથી વિશિષ્ટ હોવાના કારણે એવંભૂત નય અનુસાર ઈન્દ્ર શબ્દનો વાચ્ય છે, જ્યારે અસુરોના નગરનું વિદારણ કરે છે, ત્યારે તે ઈન્દ્ર શબ્દથી કહેવામાં નથી આવતો, ત્યારે તેને પુરંદર શબ્દથી કહેવો જોઈએ.
એવંભૂતનયની માન્યતાને સ્પષ્ટ કરતાં જૈનતર્ક ભાષામાં જણાવે છે કે,
न हि कश्चिदक्रियाशब्दोऽस्यास्ति। गौरश्व इत्यादि जातिशब्दाभिमतानामपि क्रिया शब्दत्वात् गच्छतीति गौः, आशुगामित्वादश्व इति। शुक्लो, नील इति गुणशब्दाभिमता अपि क्रिया शब्दा एव-शुचीभवनाच्छुक्लो, नीलनात् नील इति। देवदत्तो यज्ञदत्त इति यदृच्छाशब्दाभिमता अपि क्रिया शब्दा एव, देव एनं देयात् यज्ञ एनं देयादिति। संयोगिद्रव्य शब्दा: समवाय (यि) द्रव्य शब्दाश्चाभिमता: क्रिया शब्दा एव, दण्डोऽस्यास्तीति दण्डी, विषाणमस्यास्तीति विषाणीत्यस्तिक्रियाप्रधानत्वात्। पञ्चतयी तु निश्चयादित्ययं नयः स्वीकुरुते।
અર્થ : એવંભૂતનય પ્રમાણે કોઈપણ શબ્દ અક્રિયા શબ્દ નથી. ગો, અશ્વ ઈત્યાદિ શબ્દ જાતિવાચક માનવામાં આવે છે, પણ તે પણ ક્રિયા શબ્દ છે. જે ગમન કરે છે, તે ગાય છે અને જે જલ્દી જાય છે, તે અશ્વ છે. શુક્લ નીલ આદિ શબ્દ ગુણ શબ્દ કહેવાય છે. પરંતુ તે પણ ક્રિયા શબ્દ છે. શુચિ હોવાથી શુક્લ અને નીલન કરવાથી નીલ કહેવાય છે. દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે શબ્દ યદચ્છા શબ્દ કહેવાય છે. પરંતુ તે પણ ક્રિયા શબ્દ છે. દેવ તેને આપે આ પ્રકારની ઈચ્છા જેના માટે કરવામાં આવે તે દેવદત્ત છે. યજ્ઞ તેને આપે આ પ્રકારની ઈચ્છા જેના માટે કરવામાં આવે તે યજ્ઞદર છે. સંયોગિદ્રવ્ય શબ્દ અને સમવાધિદ્રવ્ય શબ્દ જે માનવામાં આવે છે, તે પણ ક્રિયા શબ્દ છે. દંડ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
એનો છે તેથી દંડી. વિષાણ એનો છે તેથી વિષાણી. આ રીતે તેમાં પણ હોવાની ક્રિયા પ્રધાન છે. શબ્દોના પાંચ પ્રકાર કેવળ વ્યવહારથી છે, નિશ્ચયથી નહીં આ વસ્તુને આ નય સ્વીકારે છે.
કહેવાનો આશય એ છે કે, પાંચ પ્રકારના શબ્દ માનવામાં આવે છે. જાતિ શબ્દ, ગુણ શબ્દ, ક્રિયા શબ્દ, યદચ્છા શબ્દ અને દ્રવ્ય શબ્દ. આ બધાં જ શબ્દોમાં કોઈ ને કોઈ ક્રિયા અવશ્ય પ્રતીત થાય છે. જેને ક્રિયા શબ્દ કહેવાય છે, તેમાં ક્રિયા અતિ સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે અને અન્ય શબ્દોમાં ક્રિયાનું ભાન અસ્પષ્ટ રૂપે થાય છે. ગો આદિ શબ્દોને જાતિ શબ્દ કહેવાય છે અને ત્યાં પણ વ્યુત્પત્તિ મુજબ ગમન આદિ ક્રિયાનો સંબંધ પ્રતીત થાય છે. શુક્લ આદિ રૂપ ગુણ છે તેથી શુક્લ આદિ શબ્દોને ગુણના વાચક હોવાથી ગુણ શબ્દ કહેવાય છે. જે શુચિ થઈ રહ્યું છે તે શુક્લ છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે નિર્મળ થવું એક ક્રિયા છે, જેની સાથે સંબંધ થવાથી રૂ૫ શુક્લ કહેવાય છે. ગતિ આદિ ક્રિયાઓની સમાન હોવું ક્રિયા, ચલન રૂપ નથી પરંતુ ક્રિયા છે. હોવું એક પ્રકારનો પરિણામ છે અને પરિણામ ક્રિયા છે. જેટલા પણ અર્થ છે, તે પરિણામી છે. જીવ-પુગલ આદિ જેટલા પણ ચેતન-અચેતન દ્રવ્ય છે, બધા પર્યાયોથી યુક્ત છે. પર્યાય ક્ષણિક છે. પ્રથમ ક્ષણમાં જે પર્યાય છે, તે બીજી ક્ષણે નથી. ચલનરૂપ અથવા અચલનરૂપ પરિણામ બધાં જ દ્રવ્યોમાં હોય છે. ગુણ દ્રવ્યોથી ભિન્ન અને અભિન્ન છે. તેથી અભેદની અપેક્ષાએ તે પણ પરિણામી છે. નિર્મળ હોવાને કારણે રૂ૫ શુક્લ કહેવાય છે. નિર્મળ હોવું એ પરિણામ છે. આ પ્રકારની પરિણામ રૂપ ક્રિયા સાથે સંબંધ હોવાથી ગુણ શબ્દ પણ ક્રિયા શબ્દ છે, જ્યાં સુધી નિર્મળ થઈ રહ્યું છે ત્યાં સુધી શુક્લ કહી શકાય છે.
જ્યારે નિર્મળ ભાવ નહીં રહે ત્યારે શુક્લ રૂપનું સ્વરૂપ પણ નહીં રહે. તે કાળે શુક્લ શબ્દનો પ્રયોગ ઉચિત નથી.
Page #204
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૮૭
દેવદત્ત આદિ શબ્દોને કેટલાક લોકો યદચ્છા શબ્દ કહે છે. ત્યાં પણ વ્યુત્પત્તિ પ્રમાણે દેવોના દ્વારા દાન ક્રિયાનો સંબંધ કોઈને કોઈ રૂપે પ્રતીત થાય છે. જેને દ્રવ્ય શબ્દ કહીએ છીએ, તે પણ સંયોગી દ્રવ્યને અથવા સમવાયી દ્રવ્યને કહીએ છીએ. સંયોગ ગુણ છે, પરંતુ જ્યારે સંયોગ થાય છે, ત્યારે જ સંયોગી દ્રવ્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. દંડનો સંયોગ થવો પણ ક્રિયા છે. જ્યાં સુધી દંડનો સંયોગ છે, ત્યાં સુધી જ દંડી કહેવાય છે. તેથી આ પણ ક્રિયા શબ્દ છે.
જ્યારે લોકો શબ્દોને પાંચ પ્રકારના કહે છે, ત્યારે વ્યુત્પત્તિ દ્વારા પ્રતીત થવાવાળી ક્રિયાને ગૌણ માનીને અને જાતિ ગુણ વગેરેને પ્રધાન માનીને વ્યવહાર કરે છે. નિશ્ચય નય અનુસાર વિચાર કરવાથી બધાં જ શબ્દોમાં ક્રિયા વિદ્યમાન છે. આ પદ્ધતિથી એવંભૂત નય બધાં જ શબ્દોને ક્રિયા શબ્દ કહે છે. આ પ્રકારે સાત નયોનું નિરૂપણ પૂર્ણ થાય છે. અર્થનય શબ્દનય ઃ હવે સાત નયોનું અર્થનય અને શબ્દનયમાં વિભાગીકરણ કરતાં જૈનતર્ક ભાષામાં કહ્યું છે કે,
एतेष्वाद्याश्चत्वारः प्राधान्येनार्थगोचरत्वादर्थनया: अन्त्यास्तु त्रयः प्राधान्येन શોષવાન્છન્દુનયા: (84)
અર્થ : આ સાત નયોમાં આદિના (શરૂઆતના) ચાર પ્રધાનરૂપે અર્થના વિષયમાં છે તેથી અર્થનય છે અને અંતિમ ત્રણ મુખ્યરૂપે શબ્દના વિષયમાં છે તેથી શબ્દનય છે.
કહેવાનો આશય એ છે કે, નય શ્રુત પ્રમાણનો ભેદ છે. અર્થોમાં અનેક પ્રકારના ધર્મ છે. દ્રવ્ય આદિની અપેક્ષાએ કોઈ
84. તેવુ પત્નાર: પ્રથમ, અનિરૂપળપ્રવણત્વાર્થનયા: +૭-૪૪+શેષાસ્તુ ત્રય: शब्दवाच्यार्थगोचरतया
શનયા: ।।૭-૪૬||
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ધર્મને મુખ્ય રૂપે અને કોઈને ગૌણ રૂપે નય પ્રતિપાદિત કરે છે. કોઈ નય વિશેષ હોવા છતાં પણ કેવળ સામાન્યનું પ્રતિપાદન કરે છે અને કોઈ નય કેવળ વિશેષનું પ્રતિપાદન કરે છે. અપેક્ષાના ભેદથી શબ્દો દ્વારા નિરૂપણ કરવું તે નયોનું મુખ્ય કાર્ય છે. આ કારણે સાતેય નય શબ્દની સાથે સંબંધ રાખે છે. તેના દ્વારા જે જ્ઞાન થાય છે, તે શબ્દથી ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં ફૂલ છે. જે રીતે વૃક્ષની સત્તા છે, તે જ રીતે ફૂલોની પણ છે. ફૂલ જ નહીં, શાખા, પત્ર, મૂળ આદિની પણ સમાન સત્તા છે. પરંતુ જ્યારે આપણે ગૌણ અને મુખ્ય ભાવથી કહીએ છીએ, ત્યારે નેગમ નય થઈ જાય છે. આ પ્રકારે વકતાના કહેવાની ઈચ્છા નેગમ નયનું મૂળ છે.
અર્થ સામાન્ય રૂપ પણ છે અને વિશેષરૂપ પણ. જ્યારે ભેદની ઉપેક્ષા કરીને અભિન્ન સ્વરૂપમાં કહેવાની ઈચ્છા થાય છે, ત્યારે સંગ્રહ નય પ્રગટ થાય છે, જ્યારે સામાન્ય રૂપની ઉપેક્ષા કરીને ભેદને પ્રગટ કરવાની ઈચ્છા થાય છે ત્યારે વ્યવહાર નયનો ઉદય થાય છે. જ્યારે ત્રણેય કાળની સાથે સંબંધ હોવા છતાં પણ વર્તમાન કાળની અપેક્ષાએ કોઈ ધર્મનું નિરૂપણ થાય, તો જુસૂત્ર નય થઈ જાય છે, આ પ્રમાણે નગમથી લઈને જુસૂત્ર સુધીના નય પણ જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તે શબ્દથી ઉત્પન્ન થાય છે.
શબ્દ પર આશ્રિત હોવા છતાં પણ ધર્મ અને ધર્મ, સામાન્ય અને વિશેષ અથવા વર્તમાનકાલ રૂપ અર્થની સાથે સંબંધ હોવાને લીધે નગમ આદિ ચારને અર્થ નય કહેવાય છે. શબ્દ આદિ ત્રણ નય શબ્દોને કારણે ભેદ ન હોવા છતાં પણ અર્થોમાં ભેદ માનવા લાગે છે. ફળનો ત્રણ કાળની સાથે સંબંધ છે. કાળના ભેદથી
Page #206
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૮૯
ફળના સ્વરૂપમાં કોઈ સ્પષ્ટ ભેદ પ્રતીત નથી થતો. પરંતુ શબ્દનય વર્તમાનકાળના વાચક શબ્દની સાથે સંબંધ હોવાને કારણે અતીત કાલના સંબંધી ફળથી ભેદ માને છે. આ ભેદ વસ્તુના સ્વરૂપના કારણે નહીં પણ શબ્દના કારણે પ્રતીત થાય છે. તેથી શબ્દનય ને અર્થાત્ સાંપ્રત નયને શબ્દનય કહેવાય છે.
સમભિરૂઢ નય પણ પર્યાય શબ્દના ભેદથી અર્થમાં ભેદ માને છે. વાસ્તવમાં જે અભેદ છે, તેની ઉપેક્ષા કરે છે. જ્યારે શાસન દ્વારા એશ્વર્યનું પ્રકાશન કરે, ત્યારે ઈન્દ્ર કહેવો જોઈએ, શક્ર અથવા પુરંદર નહીં. સમભિરૂઢ નયનો આ અભિપ્રાય વાચ્ય-વાચકભાવ સાથે સંબંધ રાખે છે. અર્થના પારમાર્થિક
સ્વરૂપ સાથે તેનો સંબંધ નથી. એવંભૂત પણ જ્યારે ગાય ચાલી રહી હોય ત્યારે જ “ગો' શબ્દથી વાચ્ય સમજે છે. જ્યારે ગાય બેઠી હોય, અને સૂતી હોય ત્યારે “ગો' શબ્દને તેનો વાચક નથી માનતો. આ રીતે વાચ્ય-વાચક ભાવ સાથે એવંભૂતનો પણ સંબંધ છે, તેથી એ પણ શબ્દનય કહેવાય છે. નગમ આદિનો વાચ્ય-વાચક ભાવ સાથે સંબંધ નથી, તેથી તે અર્થ નય કહેવાય છે. શબ્દના દ્વારા વસ્તુના સ્વરૂપને પ્રકટ કરવાથી જ આશ્રિત હોવાને લીધે શબ્દોની સાથે સંબંધ તો અર્થ નયનો પણ ઓછો નથી. તે પણ જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તે પણ શબ્દથી ઉત્પન્ન થવાવાળું છે. - અર્પિત - અનર્પિત નય :
હવે નયના અર્પિત અને અનર્પિત એવા બે ભેદ જણાવે છે.
तथा विशेषग्राहिणोऽर्पितनया: सामान्यग्राहिणश्चानर्पित नयाः। तत्रानर्पितनयमते तुल्यमेवरूपं सर्वेषां सिद्धानां भगवताम्। अर्पितनयमते त्वेकद्विव्यादिसमयसिद्धाः
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
स्वसमानसमयसिद्धैरेव तुल्याः ।। (जैनतर्कभाषा )
અર્થ : વિશેષને ગ્રહણ કરવાવાળા અર્પિત નય કહેવાય છે અને સામાન્યને ગ્રહણ કરવાવાળા નય અનર્પિત નય કહેવાય છે. અનર્પિત નય ના મતે બધા જ સિદ્ધ ભગવાનોનું એક સમાન રૂપ છે. અર્પિત નય ના મતે તો એક સમય સિદ્ધ, દ્વિસમય સિદ્ધ અને ત્રિસમય સિદ્ધ પોતાને સમાન સમયના સિદ્ધોના જ તુલ્ય છે.
કહેવાનો આશય એ છે કે, અનર્પિત નય કેવળ સાધારણ ધર્મને ગ્રહણ કરે છે. તેથી તેના મતે બધા જ સિદ્ધોનું સામાન્ય રૂપ છે. સિદ્ધોમાં પરસ્પર ભેદ હોવાં છતાં પણ સિદ્ધત્વ સાધારણ ધર્મ છે, તેના લીધે સમસ્ત સિદ્ધ સમાન છે. વિશેષના પ્રકાશક અર્પિત નય પ્રમાણે જેટલા એક સમયે સિદ્ધ છે તેઓ બધા પરસ્પર સમાન છે. તેમાં એકસમયસિદ્ધત્વ સામાન્ય ધર્મ છે. આ સામાન્ય ધર્મ દ્વિસમય સિદ્ધ અથવા ત્રિસમય સિદ્ધ વગેરે સિદ્ધોમાં નથી તેથી વિશેષ છે. તેના લીધે એક સમય સિદ્ધોની જ પરસ્પર સમાનતા છે. આ જ રીતે દ્વિસમય સિદ્ધોની દ્વિસમયસિદ્ધત્વરૂપ સામાન્ય ધર્મના લીધે પરસ્પર સમાનતા છે અને ત્રિસમય સિદ્ધ આદિ સાથે સમાનતા નથી. અન્ય સિદ્ધોમાં પણ આ જ પ્રકારની સમાનતા સમજી લેવી જોઈએ.
વ્યવહારનય - નિશ્ચયનય :
હવે નયના વ્યવહાર અને નિશ્ચય એવા બે પ્રકાર જણાવે છે. तथा लोकप्रसिद्धार्थानुवादपरो व्यवहारनयः, यथा पञ्चस्वपि वर्णेषु भ्रमरे सत्सु श्यामो भ्रमर इति व्यपदेश: । तात्त्विकार्थाभ्युपगमपरस्तु निश्चयः, स पुनर्मन्यते पञ्चवर्णो भ्रमरः, बादरस्कन्धत्वेन तच्छरीरस्य पञ्चवर्णपुद्गलैर्निष्पन्नत्वात् शुक्लादीनां च न्यग्भूतत्वेनानुपलक्षणात्। (जैनतर्कभाषा)
Page #208
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૯૧
અર્થ : લોકમાં જે અર્થ પ્રસિદ્ધ છે, તેને કહેવામાં તત્પરનય વ્યવહારનય કહેવાય છે. જે રીતે ભ્રમરમાં પાંચે વર્ણો હોવાં છતાં પણ “ભ્રમર શ્યામ છે.'' આ પ્રકારે વ્યવહાર થાય છે. તાત્ત્વિક અર્થનો સ્વીકાર કરવામાં તત્પર નિશ્ચયનય હોય છે. તે ભ્રમરમાં પાંચેય વર્ણોનો સ્વીકાર કરે છે. બાદર સ્કંધ હોવાને કારણે તેનું શરીર પાંચ વર્ણોના પુદ્ગલોથી ઉત્પન્ન થયું છે. શુક્લ આદિ વર્ણ ન્યૂન હોવાથી જોવામાં નથી આવતા.
કહેવાનો ફલિતાર્થ એ છે કે, લોકમાં જે પ્રકારે વ્યવહાર થાય છે, તેને લઈને વ્યવહારનય વસ્તુનું પ્રતિપાદન કરે છે. ભ્રમરને લોકો શ્યામ કહે છે, તેથી વ્યવહારનય પણ તેને શ્યામ કહે છે, પરંતુ ભ્રમરનું શરીર સ્થૂળ છે, તેથી પુદ્ગલોથી ઉત્પન્ન છે. પુદ્ગલમાં પાંચેય વર્ણ છે, તેથી ભ્રમરના શરીરમાં પણ પાંચેય વર્ણ છે. શ્યામ વર્ણ વડે અન્ય વર્ણોનો અભિભવ થઈ ગયો છે, તેથી તે વિદ્યમાન હોવાં છતાં પણ દેખાતા નથી. આકાશમાં નક્ષત્રો હોય છે પણ દિવસે સૂર્યના પ્રકાશમાં દબાઈ જવાને કારણે દેખાતા નથી. દિવસે નક્ષત્રોની જેમ ભ્રમરના શરીરમાં શુક્લ આદિ વર્ણ વિદ્યમાન છે. નિશ્ચયનય યુક્તિ વડે ભ્રમરના શરીરને પાંચ વર્ષોથી યુક્ત સમજે છે. બીજી દષ્ટિએ વ્યવહાર-નિશ્ચયનયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
अथवा एकनयमतार्थग्राही व्यवहार:, सर्वनयमतार्थग्राही च निश्चयः । न चैवं निश्चयस्य प्रमाणत्वेन नयत्वव्याघातः, सर्वनयमतस्यापि स्वार्थस्य तेन प्राधान्याभ्युपगमात् ।
અર્થ : અથવા એક નયના અભિમત અર્થને જે ગ્રહણ કરે છે, તે વ્યવહા૨ નય છે. સમસ્ત નયો દ્વારા અભિમત અર્થનો જે સ્વીકાર કરે છે, તે નિશ્ચય નય છે. તેના લીધે નિશ્ચય પ્રમાણ નથી થઈ જતો
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અને તેનો નયભાવ દૂર નથી થતો. નિશ્ચય નયને જે અર્થ સ્વીકૃત છે, તેને તે પ્રધાન રૂપે માને છે. સમસ્ત નય જે અર્થને માને છે, જો તે તેને અભિમત નથી, તો તે તેનું પ્રતિપાદન નથી કરતો. નિશ્ચય પોતાના મત પ્રમાણે અર્થને પ્રધાન સમજે છે. બધા નય જે કંઈ કહે છે તેની ઉપેક્ષા પણ નિશ્ચય કરી શકે છે. તેથી તે પ્રમાણ નથી. शाननय - यानय :
હવે નયના જ્ઞાનનય-ક્રિયાનય એવા બે પ્રકારનું પ્રતિપાદન
तथा ज्ञानमात्रप्राधान्याभ्युपगमपरा ज्ञाननयाः। क्रियामात्रप्राधान्याभ्युपगमपराश्च क्रियानयाः। (जैनतर्कभाषा)
અર્થ ઃ આ જ રીતે જ્ઞાનની જ પ્રધાનતાને સ્વીકાર કરવાવાળો નય જ્ઞાનનય કહેવાય છે. જે કેવળ ક્રિયાને પ્રધાન માને છે, તે ક્રિયાનય डेवाय छे.
હવે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી બંને નયની માન્યતા બતાવે છે -
तत्रर्जुसूत्रादयश्चत्वारो नयाश्चारित्रलक्षणायाः क्रियाया एव प्राधान्यमभ्युपगच्छन्ति, तस्या एव मोक्षं प्रत्यव्यवहितकारणत्वात्।(85) (जैनतर्कभाषा) 85. क्रियानय: क्रियां बूते ज्ञानं ज्ञाननयः पुनः। मोक्षस्य कारणं तत्र भूयस्यो युक्तयोर्द्वयोः ।।१२८।। विज्ञप्ति: फलदा पुंसां न क्रिया फलदा मता। मिथ्याज्ञानात्प्रवृत्तस्य फलसंवाददर्शनात् ।।१२९ ।। क्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम्। यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात्सुखितो भवेत् ।।१३० ।। ज्ञानमेव शिवस्याध्वा मिथ्यासंस्कारनाशनात्। क्रियामात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवेत् ।।१३१ ।। तंडुलस्य यथा वर्म यथा ताम्रस्य कालिका। नश्यति क्रिययामुत्र पुरुषस्य तथा मलः ।।१३२।। बठरश्च तपस्वी च शूरश्चाप्यकृतव्रणः। मद्यपा स्त्री सती चेति राजन्न श्रद्दधाम्यहम् ।।१३३ ।। ज्ञानवान् शीलहीनश्च त्यागवान् धनसंग्रही। गुणवान् भाग्यहीनश्च राजन श्रद्दधाम्यहम् ।।१३४।। इति युक्तिवशात्प्राहुरुभयोस्तुल्यकक्षताम्। मंत्रेऽप्याह्वानं देवादेः क्रियायुग्ज्ञानमिष्टकृत् ।।१३५।। ज्ञानं तुर्ये गुणस्थाने क्षायोपशमिकं भवेत्। अपेक्षते फले
Page #210
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૯૩
અર્થ : તેમાં 8 જુસૂત્ર આદિ ચાર નય ચારિત્રરૂપ ક્રિયાને જ પ્રધાન માને છે. કારણ કે, ચારિત્ર રૂપ ક્રિયા જ મોક્ષના વ્યવધાનથી રહિત કારણ છે.
કહેવાનો આશય એ છે કે, જે કારણના અનંતર કાર્યની ઉત્પત્તિ થાય તેને કાર્યનું કારણ માનવું જોઈએ. જે કારણ પરંપરા સંબંધે કાર્યને ઉત્પન્ન કરે છે, તે પ્રધાનરૂપે કારણ નથી. ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક દર્શનની પ્રાપ્તિ થવા છતાં પણ તે જ ક્ષણે મોક્ષ નથી થતો. સર્વસંવરરૂપ ચારિત્ર મળ્યા પછી જ મોક્ષ થાય છે, તેથી ચારિત્રરૂપ ક્રિયાને મોક્ષનું કારણ માનવું જોઈએ. આ મત ઋજુસૂત્ર આદિ ચાર નયોનો છે. જ્ઞાન અને દર્શન વગર સર્વસંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ નથી થતી. પરંતુ એટલાથી તેને મોક્ષનું કારણ ન માની શકાય. તે બંને તો સર્વસંવરના કારણ છે. જો તેને મોક્ષનું કારણ કહેવામાં આવે, તો જ્ઞાન અને દર્શનના અનંતર જ મોક્ષ થઈ જવો જોઈએ. જો સર્વસંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિમાં સહાયક થવાથી જ્ઞાન અને દર્શનને ચારિત્રની જેમ જ કારણ કહેવામાં આવે, તો કોઈપણ અર્થ એવો નહીં રહે કે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું કારણ ન હોય. જ્ઞાનની ઉત્પત્તિમાં વિષય કારણ છે. સંયમીના જ્ઞાનનો વિષય સમસ્ત સંસાર છે, તેથી સંસારના સમસ્ત અર્થોને જ્ઞાનનું કારણ માનવું પડશે. જીવ અને અજીવનું સ્વરૂપ સમ્યગૂ દર્શનનો વિષય છે,
षष्ठगुणस्थानजसंयमम् ।।१३६।। प्रायः संभवतः सर्वगतिषु ज्ञानदर्शने। तत्प्रमादो न कर्तव्यो ज्ञाने चारित्रवजिते ।।१३७ ।। क्षायिकं केवलज्ञानमपि मुक्ति ददाति न। तावन्नाविर्भवेद्यावच्छैलेश्यां शुद्धसंयमः ।।१३८।। व्यवहारे तपोज्ञानसंयमा मुक्तिहेतवः । एक: शब्दर्जुसूत्रेषु संयमो मोक्षकारणम् ।।१३९ ।। संग्रहस्तु नयः प्राह जीवो मुक्तः सदा शिवः। अनवाप्तिभ्रमात्कंठस्वर्णन्यायात् क्रिया पुनः ।।१४० ।। अनन्तमर्जितं ज्ञानं त्यक्ताश्चानन्तविभ्रमाः। न चित्रं कलयाप्यात्मा हीनोऽभूदधिकोऽपि वा ।।१४१ ।। धावन्तोऽपि नया: सर्वे स्युर्भावे कृतविश्रमाः। चारित्रगुणलीनः स्यादिति सर्वनयाश्रितः ૨૪રા (નોપદેશ)
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
તેથી તે પણ સમ્યગ દર્શનનું કારણ થઈ જશે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ પણ અર્થોમાં થાય છે. તેથી સમસ્ત અર્થોને સંયમીની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં પણ કારણ માનવા પડશે, એટલું જ નહીં, પરંપરામાં ઉપકારક હોવાના લીધે જો જ્ઞાન અને દર્શનને મોક્ષનું કારણ કહેવામાં આવે, તો શરીર, માતા, પિતા, વસ્ત્ર, ભોજન, ઔષધ વગેરેને પણ મોક્ષના કારણ માનવા પડશે. આ દશામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને જ મોક્ષનું કારણ નહીં કહી શકાય. જ્ઞાન વગેરે ત્રણ મોક્ષને માટે અત્યંત નિકટવર્તી કારણ છે, તેથી તે મોક્ષના ઉપાય કહેવાય છે. દેહ આદિ પરંપરાએ તેની ઉત્પત્તિમાં સહાયક છે, તેથી તેને મોક્ષનો ઉપાય ન કહેવાય તેથી ચારિત્રને જ મોક્ષનું કારણ કહેવું જોઈએ. ચારિત્રની અનંતર વ્યવધાન વગર મોક્ષ થાય છે. નેગમાદિ ત્રણ નયોનો અભિપ્રાય જણાવતાં જેનતર્કભાષામાં કહ્યું છે કે,
नैगमसंग्रहव्यवहारास्तु यद्यपि चारित्रश्रुतसम्यक्त्वानां त्रयाणामपि मोक्षकारणत्वमिच्छन्ति, तथापि व्यस्तानामेव, नतु समस्तानाम्, एतन्मते ज्ञानादित्रयादेव मोक्ष इत्यनियमात्, अन्यथा नयत्वहानिप्रसङ्गात्तु, समुदयवादस्य स्थितपक्षत्वादिति द्रष्टव्यम्।
અર્થ : નગમ, સંગ્રહ અને વ્યવહાર જો કે ચારિત્ર, શ્રુતજ્ઞાન અને સમ્યક્ત આ ત્રણેયને મોક્ષનું કારણ માને છે, તો પણ પ્રત્યેકને અલગઅલગ કારણ કહે છે. મિલિતરૂપમાં ત્રણેયને કારણ નથી કહેતા. આ નયો મુજબ જ્ઞાન આદિ ત્રણથી જ મોક્ષ છે, એવી રીતનો કોઈ નિયમ નથી. જો આ ત્રણેયને મોક્ષનું કારણ માની લઈએ તો તેમાં નયભાવ જ નહીં રહે. મિલિતરૂપથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેય મોક્ષના કારણ છે - આ સિદ્ધાંતપક્ષ છે.
કહેવાનો આશય એ છે કે, કેટલાક લોકો ભિન્ન ભિન્ન જયો
Page #212
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૯૫
અનુસાર તપ આદિ કર્મોને મોક્ષનું કારણ માને છે અને કેટલાક લોકો જ્ઞાનને મોક્ષનું કારણ માને છે. તેમાંથી જે લોકો યમ-નિયમ વગેરે કર્મોને મોક્ષનું કારણ માને છે, તેમનું કહેવું છે કે, કર્મ ક્ષણિક હોય છે, જે કાળમાં ફળ ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી તે નથી રહેતા. ક્ષણિક હોવાં છતાં પણ તેઓ ફળના ઉપાદાન કારણમાં એવી રીતના સંસ્કાર ઉત્પન્ન કરે છે, જે ચિરકાળ સુધી રહી શકે છે અને નિયત કાળમાં ફળ ઉત્પન્ન કરે છે, જે બીજ વાવે છે તેને ફળ ચિરકાળ વીત્યા પછી મળે છે. ખેડૂત ખેતરમાં પાણી આપે છે, સૂર્યના તાપનો ઉચિત પરિણામમાં ખેતરની સાથે સંબંધ થાય તેવો પ્રબંધ કરે છે. પવનનો પણ ખેતર સાથે સંબંધ થતો રહે છે. જો જલ, તેજ અને પવન વગેરેની ક્રિયા ન હોય તો ખેતરમાં બીજ અંકુરને ઉત્પન્ન નથી કરી શકતું. જલ આદિના કર્મ શીધ્ર નષ્ટ થઈ જાય છે, પરંતુ તે ભૂમિમાં પડેલા બીજની અંદર સંસ્કારને ઉત્પન્ન કરે છે. આ સંસ્કાર બીજમાં સ્થિર થઈ જાય છે અને કોઈ કાળે અંકુરને ઉત્પન્ન કરે છે. જો સંસ્કારની ઉત્પત્તિ ન હોય, તો જલ આદિની ક્રિયાઓ નષ્ટ થવાને કારણે ચિરકાળ પછી અંકુર ઉત્પન્ન ન થઈ શકે. જલ આદિના કર્મોની જેમ યમ નિયમ વગેરે કર્મો પણ ક્ષણિક છે. કોઈપણ કર્મ હોય, ભૂતોમાં હોય કે આત્મામાં ક્ષણિક જ હોય છે. યમ આદિ કર્મ પણ સ્વયં નષ્ટ થઈને આત્મામાં ફળને ઉત્પન્ન કરે છે. આત્મા, શરીર, વાણી અને મનથી સારા-નરસાં કર્મ કરે છે. કર્મ પોતાના સ્વભાવ પ્રમાણે સંસ્કાર ઉત્પન્ન કરીને ક્યારેક શીઘ્ર તો ક્યારેક મોડું સુખ-દુઃખ ફળ આપે છે. અનેક જન્મોમાં સુખ-દુઃખ રૂ૫ ફળને આપવાવાળા દાન આદિ કર્મ જે રીતે ધર્મ અને અધર્મ નામક સંસ્કારને ઉત્પન્ન કરીને ફળ આપે છે, તે જ રીતે યમનિયમ વગેરે મોક્ષને ઉત્પન્ન કરવા માટે આત્મામાં અદષ્ટ સંસ્કારને ઉત્પન્ન કરે છે. આત્માનું
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તત્ત્વજ્ઞાન આત્માના વિષયમાં મિથ્યાજ્ઞાનને દૂર કરીને મોક્ષને પ્રગટ કરે છે, તે જ રીતે યમ વગેરે કર્મ અદૃષ્ટને ઉત્પન્ન કરીને અને તત્ત્વજ્ઞાન મિથ્યાજ્ઞાનનો નાશ કરીને મોક્ષનું કારણ છે. બંને સમાન રૂપમાં પ્રધાન કારણ છે. શ્રી ભાસ્કરાચાર્ય આદિ આ મતને માનવાવાળા છે.
જે લોકો શાનને મોક્ષનું પ્રધાન કારણ માને છે, તેઓ કહે છે કે - આત્માના વિષયમાં મિથ્યાજ્ઞાન સંસારનું મૂળ કારણ છે. તેનો નાશ તત્ત્વજ્ઞાનથી થઈ શકે છે. ધર્મ મિથ્યાજ્ઞાનના વિનાશમાં અસમર્થ છે. જે કર્મ દુઃખરૂપ ફળ આપે છે, તે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક છે. મોક્ષનો અભિલાષી પુરૂષ યમ આદિ કર્મો દ્વારા તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રતિબંધક પાપોને દૂર કરે છે. આ રીતે કર્મ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત્ કારણ નથી. પરંતુ પરંપરા સંબંધથી કારણ છે. એટલે તત્ત્વજ્ઞાન મોક્ષનું પ્રધાન કારણ છે અને કર્મ ગૌણ કારણ છે. પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં પ્રતિબંધકનો અભાવ સહકા૨ી કારણ છે. જે કારણ પ્રતિબંધકને દૂર કરે છે, તે પ્રતિબંધકની નિવૃત્તિમાં મુખ્ય રૂપે કારણ હોય છે. પ્રતિબંધકોના નષ્ટ થવાથી જે કાર્ય ઉત્પન્ન થાય છે, તેમાં તે કારણ નથી હોતા. પ્રતિબંધક પાપના નષ્ટ થવાથી તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે અને પછી આત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી જ્ઞાન જ મોક્ષનું મુખ્ય કારણ છે, કર્મ નહીં. શ્રી ઉદયનાચાર્ય આદિ નૈયાયિકોનો આ મત છે.
જૈન મત પ્રમાણે જ્ઞાન અને કર્મ મોક્ષ પ્રતિ સમાન રૂપે કારણ છે, ગૌણ-મુખ્ય ભાવથી નહિ, દુ:ખના સાધનનો નાશ મોક્ષ છે. દુઃખના પ્રધાન સાધન કર્મ છે. જ્યાં સુધી કર્મનો નાશ નથી થતો, ત્યાં સુધી મોક્ષ નથી થઈ શકતો. ક્ષાયિક કેવળજ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર આદિ કર્મ (ક્રિયા) મોક્ષના કારણ છે. તત્ત્વજ્ઞાન કેવળ
Page #214
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૯૭
મિથ્યાજ્ઞાનના નાશમાં કારણ નથી, પરંતુ સકલ કર્મોના નાશમાં અથવા સમસ્ત કર્મોની નાશની સાથે સમનિયત ભાવથી રહેવાવાળા ક્ષાયિક સુખમાં કારણ છે, તેથી કર્મ અને જ્ઞાન બંને પ્રધાન રૂપે કારણ છે. પ્રતિબંધક પાપોની નિવૃત્તિમાં કર્મોને કારણ માનીને જો તેને ગૌણ કહેવામાં આવે, તો તત્ત્વજ્ઞાનને પણ ગૌણ કહેવું પડશે. જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, તેઓ પણ જ્યાં સુધી ભવોપગ્રાહી ચાર કર્મોને નષ્ટ નથી કરી લેતા ત્યાં સુધી તે ક્ષણે મુક્તિને પ્રાપ્ત નથી કરતા. મુક્તિના પ્રતિબંધક કર્મોને તત્ત્વજ્ઞાન પણ નષ્ટ કરે છે. આગમ, કેવલીના જ્ઞાન સહિત વીર્યને કર્મના નાશમાં કારણ કહે છે તેથી તત્ત્વજ્ઞાન પણ કર્મ નાશમાં કારણ છે. આ દશામાં કર્મોની નિવૃત્તિ કરવાવાળું તત્ત્વજ્ઞાન ગણ કારણ થઈ જશે અને કર્મ મોક્ષનું પ્રધાન કારણ થઈ જશે. આગમ કહે છે કે, વેદનીય કર્મને અત્યંત અધિક જાણીને અને આયુકર્મને થોડું જાણીને કર્મનું પ્રતિલેખન કરવા માટે કેવલી સમુઘાત કરે છે. જ્ઞાન અને સંયમથી યુક્ત તપ મોક્ષનું કારણ છે. આ તપ જ્યારે વારંવાર કરવામાં આવે છે, ત્યારે ક્રિયાથી શૂન્ય નિવૃત્તિ રહિત ધ્યાન આવે છે. આ ધ્યાન મોક્ષનું સાક્ષાત્ કારણ છે. આ ધ્યાનથી ભવોપગ્રાહી કર્મ નષ્ટ થાય છે. આ ધ્યાનમાં કેવલજ્ઞાન જ નથી, કર્મ પણ છે. ચારિત્ર સાથે હોવાથી જે રીતે સમ્યમ્ જ્ઞાન સમ્યમ્ બને છે. તે જ રીતે જ્ઞાન સાથે હોવાથી ચારિત્ર સમ્ય બને છે. આ વિષયમાં પંગુ અને અંધનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. પંગુ જ્ઞાનવાળો છે, અને જ્યાં જવું છે, ત્યાં પહોંચાડવા વાળા માર્ગને જુએ પણ છે, પણ ચાલી નથી શકતો. તેથી તે એકલો પહોંચી નથી શકતો. અંધ પુરૂષ ચાલી શકે છે, પણ માર્ગને ન જોવાને કારણે વિવક્ષિત સ્થાને નથી પહોંચી શકતો. બંને મળીને પરસ્પરની સહાયતાથી
Page #215
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નિયત સ્થાને પહોંચી શકે છે. જ્ઞાન અને ક્રિયા બંને મળીને મોક્ષનાં કારણ છે. જ્યાં સુધી શૈલેશી દશામાં શુદ્ધ સંયમ પ્રગટ થતું નથી, ત્યાં સુધી ક્ષાયિક કેવળજ્ઞાન મોક્ષ નથી આપી શકતું. એટલે જ્ઞાન અને કર્મ બંને મોક્ષના પ્રધાન કારણ છે, આ સિદ્ધાંતપક્ષ છે. નૈગમ આદિનય શુદ્ધજ્ઞાનની અથવા શુદ્ધક્રિયાની પ્રધાનતા માને છે. જ્ઞાન વગેરે ત્રણેયની નહીં, આ સિદ્ધાંતથી નયોમાં ભેદ છે, આ વિષયમાં અધિક સ્પષ્ટતાઓ ‘નયોપદેશ'’ ગ્રંથથી જાણી લેવી.
૧૯૮
નયોના ન્યૂનાધિક વિષયોનો વિચાર :
प्रश्न: क: पुनरत्र बहुविषयो नय: को वाऽल्पविषय: इति चेत् (जैनतर्कभाषा) પ્રશ્નઃ અર્થ : આ નયોમાં કયા નયનો વિષય અધિક છે અને કયા નયનો ન્યૂન છે?
ઉત્તરઃ પૂર્વોક્ત પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપતાં પ્રમાણનયતત્ત્વાલોકમાં કહ્યું છે કે, પૂર્વ: પૂર્વી નય: પ્રદ્યુોચર: ૫: વસ્તુ પરિમિતવિષય: ।।૭-૪૬।। (પ્ર.ન.તત્ત્વા.)
અર્થ : પૂર્વ પૂર્વના નયના વિષય પ્રચુર છે, ઉત્તર-ઉત્તરના નયના વિષય પરિમિત છે.
હવે ક્રમશઃ નયોના વિષયની અધિકતા - અલ્પતાનું વિવેચન કરવામાં
આવે છે
નૈગમનયનો વિષય અધિક છે ઃ
सन्मात्रगोचरात्संग्रहात्तावन्नैगमो बहुविषयो भावाभावभूमिकत्वात् । (86)
(બૈનતમાષા)
86. नैगम एव संग्रहात्पूर्व इत्याहुः सन्मात्रगोचरात् संग्रहाद् नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः ।।७ - ४७ ।। संग्रहनयो हि सन्मात्रविषयत्वाद् भावावगाह्येव, नैगमस्तु भावाभावविषयत्वादुभयावगाहीति बहुविषयः ।। ४७ ।।
Page #216
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૧૯૯
અર્થ : સંગ્રહ નયનો વિષય કેવલ સત્ છે અને નૈગમનો વિષય ભાવ અને અભાવ બને છે, તેથી નૈગમનય, સંગ્રહનયની અપેક્ષા અધિક વિષયવાળો છે.
કહેવાનો મતલબ એ છે કે, અનેક ધર્મોનું ગણ-મુખ્ય ભાવથી પ્રતિપાદન કરવાવાળો અભિપ્રાય નેગમ છે. આ લક્ષણ પ્રમાણે નૈગમના જેટલા ઉદાહરણ આગળ અપાયા છે, તે બધામાં કેવળ ભાવાત્મક અર્થોનું નિરૂપણ છે, કોઈ અભાવનું પ્રતિપાદન નથી.
નગમનું આનાથી ભિન્ન અન્ય લક્ષણ આ પ્રમાણે છે. “નિષ્પન્નાર્થસંવત્પમત્રિશાલી નૈનમ:' (સ્યાદ્વાદ રત્નાકર પરિ.૭ સૂત્ર.૧૦)
જે અર્થ વિદ્યમાન નથી, તેના સંકલ્પને પ્રકાશિત કરવાવાળો અભિપ્રાય નેગમ છે. કુહાડી લઈને કોઈ પુરૂષ જઈ રહ્યો હોય અને અન્ય કોઈ તેને પૂછે, “શા માટે આપ જઈ રહ્યા છો ?” તો તે જવાબમાં કહે છે – “હું પ્રસ્થકને માટે જાઉં છું.” અહીંયાં પ્રસ્થક વિદ્યમાન નથી, જવાવાળો કુહાડીથી લાકડું કાપીને પ્રસ્થકની રચના કરશે. તેથી પ્રસ્થક શબ્દનો પ્રયોગ કરે છે. સંકલ્પના વિષય વિદ્યમાન અને અવિદ્યમાન બંને પ્રકારના અર્થ થઈ શકે છે. અહીંયાં પ્રસ્થક અવિદ્યમાન છે અને સંકલ્પનો વિષય છે, તેથી અહીં નેગમ નય છે. સંગ્રહ નય જીવ-અજીવ આદિ જે અર્થોનો સંગ્રહ કરે છે, તે બધાં ભાવાત્મક હોય છે, આ રીતે સંગ્રહનો વિષય કેવળ ભાવ છે અને નગમના વિષય ભાવ અને અભાવ બંને છે, એટલે નેગમનો વિષય સંગ્રહથી અધિક છે. આ વસ્તુનું નિરૂપણ શ્રી વાદિ દેવ સૂરિજીએ સ્યાદ્વાદરત્નાકરમાં આપ્યું છે. હવે સંગ્રહનય અને વ્યવહારનયના વિષયોના બારામાં જણાવે છે -
સંગ્રહનયનો વિષય વ્યવહારનયથી અધિક છે :
Page #217
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
सद्विशेषप्रकाशकाद्-व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाવિષય:। (87) (નૈનતમાષા)
અર્થ : સત્ વસ્તુના ભેદોનો પ્રકાશક વ્યવહા૨ નય છે અને સંગ્રહનય સમસ્ત સત્ વસ્તુઓના સમૂહનો પ્રકાશક છે, તેથી સંગ્રહનો વિષય વ્યવહારથી વધારે છે.
૨૦૦
કહેવાનો મતલબ એ છે કે, વ્યવહા૨ નય જ્યારે કોઈ ભાવના પદાર્થના અવાન્તર ભેદોને પ્રકાશિત કરે છે, તો નિયત જાતિના જ ભેદોને પ્રકાશિત કરે છે. સંગ્રહ નય કોઈ વિશેષ જાતિના અર્થોને પ્રકાશિત નથી કરતો. પરંતુ વ્યાપક સામાન્ય ધર્મને અનુસારે અધિક અર્થોનો સંગ્રહ કરે છે. પૃથ્વીત્વ સામાન્ય ધર્મથી ઈંટ, પત્થર, ઘટ આદિનું જ્ઞાન સંગ્રહ નય પ્રમાણે છે. જો પાષાણત્વધર્મ લઈને બધા જ પાષાણોનું પ્રતિપાદન કરવામાં આવે તો પાષાણત્વ દ્વારા ઘટ આદિનો સંગ્રહ નથી થઈ શકતો. પૃથ્વીત્વ દ્વારા ઈંટ, પથ્થર, ઘટ આદિ સમસ્ત ભેદોનું પ્રતિપાદન થાય છે, તેથી તેનો વિષય અધિક છે અને તે સંગ્રહ નય છે. પાષાણત્વ દ્વારા કેવળ પથ્થરોને લઈ શકાય છે. ઘટ વગેરેને નહિ. તેથી તેનો વિષય અલ્પ છે અને તે વ્યવહાર નય છે. હવે વ્યવહાર નય કરતાં ૠજુસૂત્ર નયના વિષય અલ્પ છે, તે જણાવે છે, વ્યવહારનયનો વિષય ઋજુસૂત્રનયથી અધિક છે ઃ
वर्तमानविषयावलम्बिन ऋजुसूत्रात्कालत्रितयवर्त्यर्थजातावलम्बी व्यवहारो વર્તુવિષય: 188) (નૈનતર્જભાષા)
87. संग्रहाद् व्यवहारो बहुविषय इति विपर्ययमपास्यन्ति - सद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रह: समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ।।७-४८ । । व्यवहारो हि कतिपयान् सत्त्वविशिष्टान् पदार्थान् प्रकाशयतीत्यल्पविषयः, संग्रहस्तु समस्तं सद्विशिष्टं वस्तु प्रकाशयतीति भूमविषय : ।।४८।। (प्र.न.तत्त्वा.) 88. व्यवहारात् ऋजुसूत्रो बहुविषय इति विपर्यासं निरस्यन्ति
Page #218
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૦૧
અર્થ ઃ ઋ જુસૂત્રનય કેવળ વર્તમાનકાળના વિષયને ગ્રહણ કરે છે અને વ્યવહારનય ત્રણે કાળના અર્થોનું પ્રતિપાદન કરે છે, તેથી વ્યવહારનો વિષય ઋજુસૂત્રથી અધિક છે.
કહેવાનો આશય એ છે કે, લોકોનો વ્યવહાર કોઈ એક કાલને લઈને નથી ચાલતો. ભૂતકાળમાં જે પદાર્થો દ્વારા સુખ-દુઃખ નો અનુભવ થઈ ચૂક્યો છે, તે પદાર્થોને વર્તમાનકાળમાં જોઈને અનુમાન થાય છે કે, આ પદાર્થો પહેલાં જે પ્રકારે સુખ-દુઃખ ઉત્પન્ન કરતાં હતાં, તે જ રીતે અત્યારે અને આગામી કાળમાં પણ સુખાદિ ઉત્પન્ન કરી શકે છે. આ સમજીને લોકો સર્વ પ્રકારનો વ્યવહાર કરે છે. જો ભૂતકાળ સાથે અર્થનો સંબંધ કોઈ પ્રકારે પણ ન માનવામાં આવે, તો કોઈ પણ વ્યવહાર નથી ચાલી શકતો. કેવલ વર્તમાનકાલમાં અર્થની સત્તા માનવામાં આવે તો ભોજનથી તૃપ્તિ થશે અને પાણી પીવાથી તરસ દૂર થશે, એટલો નિશ્ચય પણ નહીં થઈ શકે. ભૂતકાળમાં ભોજન આદિ દ્વારા તૃપ્તિનો અનુભવ કરવાને કારણે લોકો ભૂખ-તરસ લાગવાથી ભોજન વગેરે લે છે. આગામી કાળમાં આ વસ્તુઓથી સુખની પ્રાપ્તિ અને દુઃખ દૂર થઈ શકશે, એમ સમજીને વર્તમાનમાં ધન-વસ્ત્ર આદિનો સંચય કરવામાં આવે છે, આ રીતે વ્યવહારનો ત્રણ કાળના પદાર્થોની સાથે સંબંધ છે.
જ્યારે જુસૂત્ર વર્તમાનકાળમાં પદાર્થનું જ સ્વરૂપ છે તેનો પ્રધાન રૂપે આશ્રય લે છે. પદાર્થના ભૂત અને ભાવી સ્વરૂપની ઉપેક્ષા કરે છે. દેશ અને કાળના ભેદથી અર્થ ક્યારેક સુખ અને ક્યારેક દુઃખના वर्तमान-विषयादृजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थः ।।७-४९ ।। ऋजुसूत्रो वर्तमानक्षणस्थायिनः पदार्थान् प्रकाशयतीत्युल्पविष्य, व्यवहारस्तु कालत्रयवर्तिपदार्थजातमवलम्बत તિ બહુવિષય: ૪૬ IT (. તસ્વા.)
Page #219
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ઉત્પાદક બની જાય છે. ભૂતકાળની અવસ્થાને પ્રધાન રૂપે ધ્યાનમાં લાવવામાં આવે તો મનુષ્ય સુખ ચાહતો હોવાં છતાં પણ આપત્તિમાં પડી જશે. વિશેષ પ્રકારના કાળમાં ૠજુસૂત્ર નય પ્રમાણે વર્તમાનનો વિચાર મુખ્ય રૂપે કરવો પડે છે. વ્યવહાર અને ૠજુસૂત્રનો વિરોધ ત્યારે નથી રહેતો, જ્યારે ભિન્ન અપેક્ષાઓનો વિચાર કરવામાં આવે છે. ત્રણે કાળનાં અર્થોની સાથે સંબંધ હોવાથી વ્યવહારનો વિષય ઘણો છે અને કેવળ વર્તમાનની સાથે પ્રધાનરૂપે સંબંધ હોવાના કારણે ૠજુસૂત્રનો વિષય અલ્પ છે. શબ્દનય કરતાં ઋજુસૂત્ર નયના વિષય વધારે છે, તે સ્પષ્ટ કરે છે.
-
૨૦૨
ૠજુસૂત્રનયનો વિષય શબ્દનયથી અધિક છે :
कालाभिदेन भिन्नार्थोपदेशकाच्छब्दात्तद्विपरीतवेदक ऋजूसूत्रो बहुविषय: । (89) (જૈનતભાષા)
અર્થ : કાલ આદિના ભેદથી પદાર્થને ભિન્ન માનવાવાળા શબ્દ નયની અપેક્ષાએ ૠજુસૂત્ર નય વસ્તુના તે સ્વરૂપને પ્રકાશિત કરે છે, જે શબ્દ નયને પ્રતિકૂળ છે, તેથી વધારે વિષય વાળો છે.
કહેવાનો ફલિતાર્થ એ છે કે, ઋજુસૂત્ર વર્તમાનકાળના પદાર્થનું પ્રધાન રૂપે નિરૂપણ કરે છે. પરંતુ ભૂત અને ભાવી કાળની સાથેના સંબંધની ઉપેક્ષા કરે છે. તે કાળના ભેદથી અર્થને ભિન્ન નથી માનતો, તેનાથી વિપરિત શબ્દનય, કાલ અને કારક આદિના ભેદથી અર્થમાં ભેદ માને છે. એક જ વૃક્ષ અતીતકાળ સાથે જ્યારે સંબંધ રાખે છે, ત્યારે તે ભિન્ન છે અને જ્યારે તે વર્તમાનમાં છે, ત્યારે તે વૃક્ષ તે જ નથી 89. ऋजुसूत्राच्छब्दो बहुविषय इत्याशङ्कामपसारयन्ति - कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दादृजुसूत्रस्तद्विपरीतवेदकत्वाद् महार्थ: ।।७ - ५० ।। शब्दनयो हि कालदिभेदेन पदार्थभेदमङ्गीकरोतीत्यल्पविषय:, ऋजुसूत्रस्तु कालादिभेदेप्यभिन्नमर्थं प्रदर्शयतीत्यनल्पार्थः ।। ५० ।। (प्र.न. तत्त्वा.)
Page #220
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૦૩
કે જે ભૂતકાળમાં હતું. કાળ જ નહીં, કારક આદિના ભેદથી પણ શબ્દનય પદાર્થને ભિન્ન માને છે, એટલે શબ્દનયનો વિષય અલ્પ છે અને ત્રણ કાળની સાથે રહેવાવાળા અર્થોનો પ્રકાશક હોવાથી ઋજુસૂત્રનો વિષય અધિક છે. આ વિષયની અધિક સ્પષ્ટતા કરતાં જૈનતર્કભાષામાં જણાવે છે કે :
न केवलं कालादिभेदेनैवर्जुसूत्रादल्पार्थता शब्दस्य, किन्तु भावघटस्यापि सद्भावासद्भावादिनाऽर्पितस्य स्याद् घटः स्यादघट इत्यादिभङ्गपरिकरितस्य तेनाभ्युपगमात् तस्यर्जुसूत्राद् विशेषिततरत्वोपदेशात्।
અર્થ : વળી કાલ આદિના ભેદથી પદાર્થમાં ભેદ માનવાના લીધે જ શબ્દન, જુસૂત્રનય કરતાં અલ્પવિષયવાળો નથી, પણ સદ્ભાવ અને અસભાવની વિવક્ષાથી કથંચિત્ ઘટ અને કથંચિત્ અઘટ ઈત્યાદિ ભાંગાઓ સાથે ભાવ ઘટને માનવાને કારણે પણ અલ્પવિષયવાળો છે, આ રીતથી શબ્દનય ઋજુસૂત્રની અપેક્ષાએ અધિક વિશિષ્ટ અર્થાત્ અધિક સંકુચિત અર્થનું પ્રતિપાદન કરે છે.
કહેવાનો ફલિતાર્થ એ છે કે, શબ્દનય અનુસાર શબ્દનો અર્થ પ્રધાન છે. આ કારણે શબ્દ દ્વારા પ્રતીત થવાવાળો અર્થ જે વસ્તુમાં હોઈ શકે તેને શબ્દનય વાસ્તવમાં સત્ય માને છે. ઘ ધાતુથી ઘટ નામની ઉત્પત્તિ છે. ઘટ્ર ધાતુનો અર્થ ચેષ્ટા છે. જલ લાવવું વગેરે ક્રિયા અહીંયાં ચેષ્ટા છે. જેના દ્વારા જલ લાવી શકાય છે, તે માટીનો બનેલો ઘડો ભાવ ઘટ છે અને એ જ શબ્દનય મુજબ સત્ય છે. નામ ઘટ, સ્થાપના ઘટ અથવા દ્રવ્ય ઘટ શબ્દનય અનુસારે સત્યરૂપથી ઘટ નથી. નામ આદિ ઘટોમાં પાણી નથી લાવી શકાતું. તેમાં ઘટ શબ્દનો પ્રયોગ મુખ્ય નથી, પણ ગૌણ છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
એટલું જ નહિ, ઋજુસૂત્ર નય વર્તમાનકાળના જે ભાવ ઘટના સ્વીકાર કરે છે, તેને પણ શબ્દ નય સાત ભાંગામાંથી કોઈ એક ભાંગા દ્વારા વિશિષ્ટરૂપમાં સ્વીકારે છે. ઉચી ગ્રીવા આદિ સ્વપર્યાયોની અપેક્ષાએ
જ્યારે સત્ રૂપમાં ઘટની વિવક્ષા થાય છે, ત્યારે તે ઘટ કહેવાય છે. પટ ત્વચાનું રક્ષણ કરે છે. આ પટ પર્યાય દ્વારા અસત્ રૂપથી વિવક્ષાને લીધે ઘટ અઘટ છે. સ્વ અને પર પર્યાયોની સાથે વિવક્ષા કરવામાં આવે તો કોઈ શબ્દ ઘટને નહીં કહી શકે, તેથી અવક્તવ્ય થઈ જાય છે. એની અનંતર આ ત્રણેય ભાગાંઓના પરસ્પર સંબંધથી અન્ય ચાર ભાંગાઓ પણ બની જાય છે. જલ લાવવામાં સામર્થ્ય રૂપ ઘટ શબ્દના મુખ્ય અર્થને લઈને શબ્દનય ભાવ ઘટમાં સાત ભાંગાઓનો સ્વીકાર કરે છે. પરંતુ ઋજુસૂત્રનય જલ લાવવાની આદિ ક્રિયાના કારણે ભાવ ઘટને સાત ભાંગાઓ સાથે નથી માનતો. ઋજુસૂત્રનો વર્તમાન કાળમાં ઘટનું જે સ્વરૂપ છે, તેની જ સાથે મુખ્ય રૂપે સંબંધ છે. શબ્દના વાચ્ય અર્થ પર આશ્રિત સાત ભાંગાની સાથે જે સ્વરૂપ છે, તેના વિષયમાં ઋજુસૂત્રનું ધ્યાન નથી. આ રીતિથી શબ્દનયનો વિષય ખૂબ સંકુચિત થઈ જાય છે. હૃજુસૂત્રના મત પ્રમાણે, જલ લાવવાનું સામર્થ્ય ન હોવા છતાં પણ જો ઘટના આકારની પ્રતીતિ થાય છે તો ઘટ શબ્દનો પ્રયોગ થઈ શકે છે. આ દિશામાં 28 જુસૂત્ર અનુસારે જલ લાવવું આદિ જે ઘટ શબ્દની વાચ્ય ક્રિયા છે, તેનો આશ્રય લઈને સાત ભાંગા નથી થઈ શકતાં, તેથી ઋજુસૂત્રનો વિષય શબ્દ નય કરતાં ઘણો અધિક છે, વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે,
यद्यपीदृशसम्पूर्णसप्तभङ्गपरिकरितं वस्तु स्याद्वादिन एव सङ्गिरन्ते, तथापि ऋतुसूत्रकृतैतदभ्युपगमापेक्षयाऽन्यतरभङ्गेन विशेषितप्रतिपत्तिरत्रादुष्टेत्यदोष इति वदन्ति। (जैनतर्कभाषा)
Page #222
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૦૫
અર્થ : યદ્યપિ આ પ્રકારે સાત ભાંગોઓથી યુક્ત વસ્તુને સ્યાદ્વાદી જ સ્વીકારે છે. તો પણ ઋજુસૂત્ર દ્વારા એ વસ્તુનો જે સ્વીકાર કરવામાં આવે છે, તેની અપેક્ષાએ શબ્દ નયમાં કોઈ એક ભંગથી વિશિષ્ટ અર્થની પ્રતીતિ દોષથી રહિત છે, તેથી આ વિષયમાં કોઈ દોષ નથી, આ પ્રકારે કહે છે.
કહેવાનો આશય એ છે કે, પદાર્થના કોઈ એક ધર્મનું પ્રતિપાદન કરવું નયનું મુખ્ય સ્વરૂપ છે. સાતેય ભાંગાઓની સાથે પ્રતિપાદન કરવાથી અનેક ધર્મોનું નિરૂપણ થવાથી શબ્દનય સ્યાદ્વાદ થઈ જશે. સ્યાદ્વાદ પ્રમાણરૂપ છે. જો શબ્દનય સાત ભાંગાઓથી પદાર્થનું પ્રતિપાદન કરે, તો એ પ્રમાણ થઈ જવો જોઈએ. નયનું સ્વરૂપ ન રહેવું જોઈએ, આ આશંકાને દૂર કરવા માટે કહે છે કે, યદ્યપિ સાદ્વાદી સપ્તભંગીનો સ્વીકાર કરે છે અને સપ્તભંગી સાત ભાંગાના રૂપમાં પ્રમાણ છે. પરંતુ સપ્તભંગીનો પ્રમાણભાવ નયભાવનો વિરોધી નથી. પ્રત્યેક ભાગો નયરૂપ છે અને સાતેય ભાંગાઓનો સમુદાય પ્રમાણરૂપ છે. સમુદાયી અર્થોનું જે રવરૂપ હોય છે, તે તેના સમુદાયરૂપમાં નષ્ટ નથી થતું. વૃક્ષોના સમુદાયને વન કહેવાય છે. વન રૂપમાં હોવાં છતાં પણ પ્રત્યેક વૃક્ષનું વૃક્ષાત્મક સ્વરૂપ દૂર નથી થતું. સપ્તભંગીના રૂપમાં પ્રમાણ હોવા છતાં પણ એક એક ભાંગાનો નયભાવ સર્વથા દૂર નથી થતો. વૃક્ષ અને વનનું સ્વરૂપ જે પ્રકારે વિરોધી નથી, એ પ્રકારે સપ્તભંગીરુપ સ્યાદ્વાદ નામક પ્રમાણનો નિયોની સાથે વિરોધ નથી. શબ્દનય અનુસાર શબ્દના વાચ્ય અર્થનો આશ્રય લઈને જે સપ્તભંગી પ્રગટ થાય છે તેનો કોઈપણ એક ભાગો જે રૂ૫માં અર્થનું પ્રતિપાદન કરે છે, તે રૂપ ત્ર જુસૂત્રના અર્થની અપેક્ષાએ અધિક વિશિષ્ટ હોય છે. તે તત્ત્વમાં કોઈ દોષ નથી. હવે સમભિરૂઢથી શબ્દનયના વિષયની અધિકતા જણાવતાં કહે છે કે,
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો શબ્દનયનો વિષય સમભિઢનયથી અધિક છે :
प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरुढाच्छब्दस्तद्विषया (द्विपर्यया) નુયાયિત્વાદુવિષય: 90) (નૈનતમHI)
અર્થ : પર્યાય શબ્દોના ભેદથી અર્થમાં ભેદ માનવાવાળા સમભિરૂઢ નય દ્વારા જે પ્રતીત થાય છે, તેના વિપરીત વિષયનો પ્રતિપાદક હોવાને કારણે શબ્દનય સમભિરૂઢનયની અપેક્ષાએ અધિક વિષયવાળો છે.
અહીંયાં કહેવાનો આશય એ છે કે, શબ્દનય અનુસાર ઈન્દ્ર, શુક્ર અને પુરંદર આદિ શબ્દ ભિન્ન ભિન્ન પર્યાય છે, પરંતુ ઈન્દ્ર એક અર્થ છે. અનેક પર્યાય શબ્દ, શબ્દનયના વિષય છે, સમભિરૂઢનય અનુસારે ઈન્દ્રને શક્ર નથી કહી શકતા અને શક્રને પુરંદર નથી કહી શકતા. શબ્દનય પ્રમાણે એક ઈન્દ્રના અનેક ધર્મોનું પ્રતિપાદન ભિન્ન પર્યાય કરે છે. સમભિરૂઢ મુજબ કોઈપણ એક શબ્દ ઈન્દ્રના અનેક ધર્મોનું પ્રતિપાદન નથી કરતો. પ્રત્યેક પર્યાય એક-એક ધર્મને જ કહે છે, તેથી સમભિરૂઢનો વિષય ન્યૂન છે અને શબ્દનો વિષય અધિક છે. હવે એવંભૂતથી સમભિરૂઢની વિષયાધિકતા જણાવતાં કહે છે કે,
સમભિરૂઢનો વિષય એવંભૂતનયથી અધિક છે :प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवम्भूतात्समभिरूढः तदन्यार्थस्थापकવિષય: 91) નૈનતમાપા)
90. शब्दात्समभिरूढो महार्थ इत्यारेका पराकुर्वन्ति - प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः ।।७-५१।। पर्यायशब्दानां व्युत्पत्तिभेदेन भिन्नार्थतामभ्युपगच्छतीति समभिरूढोऽल्पविषयः, शब्दनयस्तु पर्यायशब्दानां व्युत्पत्तिभेदेना
મિત્રાર્થતામફરોતીતિ વિષય: ITI (અ.ર.વા.) 91. समभिरूढादेवंभूतो बहुविषय इत्यप्याकूतं प्रतिक्षिपन्ति - प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवंभूतात् समभिरूढस्तदन्यार्थस्थापकत्वाद् महागोचरः ।।७-५२) (प्र.न.तत्त्वा.) क्रियाभेदेनार्थभेदमभ्युपगच्छत एवंभूतात् क्रियाभेदेऽप्याऽभेदं प्रतिपादयन् समभिरूढोऽनल्पविषयः ।।५२।।
Page #224
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૦૭
અર્થ : ક્રિયાના ભેદથી અર્થમાં ભેદ માનવાવાળા એવંભૂતની અપેક્ષાએ સમભિરૂઢનો વિષય અધિક છે. તે એવંભૂતના વિરોધી અર્થનો પ્રતિપાદક છે.
કહેવાનો આશય એ છે કે, જ્યારે ગાય ચાલી રહી હોય, ત્યારે જ એવંભૂત નય અનુસારે ગાય કહી શકાય છે. “જે જાય છે તે ગાય છે.' આ વ્યુત્પત્તિ અનુસાર એવંભૂત નય સમજે છે કે, ગાય કહેવાને માટે ગતિનું હોવું આવશ્યક છે. આ પ્રકારે ચાલતી ગાય જ ગો શબ્દની વાચ્ય થઈ શકે છે. બેઠેલી અથવા સૂઈ ગયેલી નહીં. સમભિરૂઢ નય મુજબ જે રીતે ચાલી રહેલી ગાય, ગો કહેવાય છે. તે જ રીતે સૂતેલી કે બેઠેલી ગાય પણ ગૌ શબ્દનો વાચ્ય છે. આ રીતે સમભિરૂઢ નયનો વિષય એવંભૂતની અપેક્ષાએ અધિક છે. આ જ રીતે એવંભૂત નય જ્યારે રાજા છત્ર ચામર આદિની શોભાથી યુક્ત હોય છે, ત્યારે જ તેને રાજા પદથી કહેવો યોગ્ય માને છે. છત્ર આદિ દ્વારા જ્યારે શોભા ન થઈ રહી હોય ત્યારે તે રાજા નથી કહી શકાતો, પરંતુ સમભિરૂઢ નય છત્ર આદિની સાથે અને છત્ર આદિ વગર પણ “રાજા” પદનો વ્યવહાર કરે છે. અહીંયાં પણ સમભિરૂઢ નયનો અધિક વિષય સ્પષ્ટ છે. નયવાક્ય પર આશ્રિત સપ્તભંગી :
જેમ પ્રમાણવાક્યવિધિ-પ્રતિષેધ દ્વારા પ્રવર્તમાન સપ્તભંગીનું અનુસરણ કરે છે, તેમ નયવાક્ય પણ સપ્તભંગીનું અનુસરણ કરે છે, તે જણાવે છે.
नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुगच्छति, विकलादेशत्वात् परमेतद्वाक्यस्य प्रमाणवाक्याद्विशेष इति द्रष्टव्यम्। (92) (નૈનનમાષા) 92. अथ यथा नयवाक्यं प्रवर्त्तते तथा प्रकाशयन्ति-नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधि-प्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ।।७-५३।। यथा प्रमाणवाक्यं विधि-प्रतिषेधाभ्यां प्रवर्तमानं सप्तभङ्गीमनुगच्छति, तथैव नयवाक्यमपि स्वविषये-स्वप्रतिपाद्ये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां परस्परविभिन्नार्थनययुग्मसमुत्थविधि-निषेधाभ्यां कृत्वा सप्तभङ्गीत्वमनुगच्छति ।।५३ ।। (प्र.न.तत्त्वा.)
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ : નયવાક્ય પણ પોતાના વિષયમાં જ્યારે પ્રવૃત્ત થાય છે, ત્યારે વિધિ અને નિષેધ દ્વારા સપ્તભંગીને અનુસરે છે. નયવાક્ય વિકલાદેશ છે, તેથી પ્રમાણ વાક્યથી તેનો ભેદ છે.
કહેવાનો આશય એ છે કે, કોઈપણ નયના વાક્યને લઈને સપ્તભંગીની પ્રવૃત્તિ થઈ શકે છે. આ વિષયમાં બે પ્રકાર છે. એક પ્રકાર મુજબ એક ભાગો એક નય મુજબ પ્રવૃત્ત થાય છે, તો વિરોધી નય મુજબ અન્ય ભાગો પ્રવૃત્ત થાય છે. આ અપેક્ષાએ વિચાર કરવાથી નગમ અને સંગ્રહ પરસ્પર વિરોધી નય છે. નૈગમથી જો અસ્તિનું અર્થાત્ સત્ત્વનું પ્રતિપાદન થશે તો સંગ્રહથી નાસ્તિ અર્થાત્ અસત્ત્વનું પ્રતિપાદન થશે. આ જ રીતે પરસ્પર વિરોધી નૈગમ અને વ્યવહાર અથવા નેગમ અને 8 જુસૂત્ર અથવા નગમ અને શબ્દ અથવા નગમ અને સમભિરૂઢ અથવા નગમ અને એવંભૂત નયના આશ્રયે સપ્તભંગી પ્રગટ થઈ શકે છે.
આ રીતિથી જે અનેક સપ્તભંગીઓ પ્રગટ થાય છે, તે બધામાં એક અર્થમાં વિરોધ વગર વિધિ અને નિષેધની કલ્પના પ્રધાનરૂપે હોય છે. આ રીતે પ્રથમ અને બીજો ભાંગો સ્થિર થવાથી અન્ય ભાંગા પણ ઊભા થઈ જાય છે, તેમાંથી એક ભાગો કથંચિત્ અવક્તવ્ય છે. કોઈ આચાર્ય ભગવંતોના મત મુજબ અવકતવ્ય ભાંગાનું સપ્તભંગીમાં સ્થાન તૃતીય છે અને કોઈ આચાર્ય ભગવંતોના મતે ચતુર્થ સ્થાન છે. આ અવકતવ્ય ભાંગાનો પ્રથમ અને બીજા ભાંગા સાથે કમથી અથવા ક્રમ વગર સંયોગ કરવાથી અન્ય ભાંગાઓ પ્રગટ થાય છે.
તેનું એક ઉદાહરણ સંગ્રહ અને તેના વિરોધી અન્ય નયોના આશ્રયથી પ્રગટ થવાથી સપ્તભંગીમાં મળે છે. જો સંગ્રહ મુજબ ઘટને કોઈ અપેક્ષાએ સત્ જ કહેવામાં આવે તો અન્ય નયોના આશ્રયે પ્રથમ ભાંગાનો નિષેધ કરવાવાળો દ્વિતીય ભાંગાનો ઉદય થશે. સંગ્રહ નય
Page #226
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૦૯
સત્ત્વ સામાન્યનો સ્વીકાર કરે છે, તે મુજબ ઘટ કોઈ અપેક્ષાએ સત્ જ છે. અસત્ અર્થનું જ્ઞાન નથી થતું. આકાશનું પુષ્પ અસત્ છે તેથી તેનો અનુભવ નહીં થાય. જો ઘટ અસતું હોય તો આકાશ પુષ્પની જેમ તેનું જ્ઞાન ન થવું જોઈએ. વ્યવહારનયનો આશ્રય લઈને તેનો નિષેધ થઈ શકે છે. વ્યવહાર નય અનુસાર કહેવાશે કે, ઘટ કેવલ સત્ નથી, દ્રવ્યત્વ અને ઘટવ આદિ રૂપથી પણ જ્ઞાન થાય છે. એ જ રીતે 8 જુસૂત્રનયનો આશ્રય લઈને નિષેધની કલ્પના થાય છે. વર્તમાન સ્વરૂપથી ભિન્ન સ્વરૂપ સાથે ઘટ પ્રતીત નથી થતો. જો અન્ય રૂપો સાથે પ્રતીત થાય તો ઘટમાં અનાદિ અને અનંત સત્તાનો અનુભવ થવો જોઈએ. પરંતુ ઘટમાં અનાદિ અને અનંત કાળના પર્યાયોમાં રહેવાવાળી સત્તાનો અનુભવ નથી થતો. તેથી ઋજુસૂત્ર નય પ્રમાણે ઘટ કથંચિત્ સતું જ નથી. આ જ રીતે શબ્દનયનો આશ્રય લઈને નિષેધની કલ્પના થાય છે. કાલ, કારક આદિના ભેદથી અર્થ ભિન્ન દેખાઈ આવે છે. વર્તમાનમાં જે અર્થ છે, તે જ અતીત અને અનાગતમાં નથી. અતીત અને અનાગતની અપેક્ષાએ ઘટ કથંચિત્ અસત્ પણ છે. જો કાલ આદિના ભેદથી અર્થમાં ભેદ ન હોય, તો કાલ આદિનો ભેદ જ સિદ્ધ નહીં થઈ શકે. સમભિરૂઢનો આશ્રય લઈને પણ નિષેધની કલ્પના થઈ શકે છે. ઘટ સત્ જ નથી થઈ શકતો. ઘટ શબ્દ દ્વારા જ્યારે કહેવામાં આવે ત્યારે ઘટ છે પણ જ્યારે કલશ અથવા કુંભ શબ્દથી કહેવામાં આવે તો ઘટ નથી. ઘટ અને કુંભમાં ભેદ છે. જો પર્યાયોના ભેદથી અર્થમાં ભેદ ન હોય, તો અર્થનો વાચક એક જ શબ્દ થઈ જવો જોઈએ. તેથી ભિન્ન પર્યાયને લઈને ઘટ કથંચિત્ અસત્ પણ છે. આ જ રીતે એવંભૂતનો આશ્રય લઈને ઘટનો નિષેધ થઈ શકે છે. જે કાળમાં ઘટથી જલ લઈ આવવામાં આવે છે, ત્યારે જ ઘટ છે પરંતુ જ્યારે જલ
Page #227
--------------------------------------------------------------------------
________________
૨ ૧૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
લાવવામાં નથી આવતું ત્યારે તે ઘટ નથી કહી શકાતો. એટલે એવભૂત નય પ્રમાણે ઘટ કથંચિત્ અસતું પણ છે. આ રીતે સંગ્રહ દ્વારા સત્ત્વ અને વ્યવહાર આદિ દ્વારા અસત્ત્વનું પ્રતિપાદન થવાને કારણે ઘટ રૂ૫ અર્થમાં પ્રથમ અને બીજો ભાંગો થઈ જાય છે.
તેને અનંતર સંગ્રહ વ્યવહાર અથવા સંગ્રહ જુસૂત્ર આદિ બે નયોના આશ્રયે ક્રમ સાથે સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદન કરવાથી ત્રીજો ઉભય ભાગો થશે. જો બે-બે નયોનો આશ્રય લઈને ક્રમ વગર સત્ત્વ અને અસત્ત્વના પ્રતિપાદનની ઈચ્છા હોય તો ચોથા અવક્તવ્ય ભાંગાનો ઉદય થશે. વિધિના પ્રયોજક સંગ્રહ નય અને નિષેધના પ્રયોજક નયોનો આશ્રય લઈને એક સાથે સત્ત્વ અને અસત્ત્વના નિરૂપણની ઈચ્છા હોય તો પાંચમો “અસ્તિ અવક્તવ્ય ભાંગો બની જશે. પ્રતિષેધના પ્રયોજક નયનો આશ્રય લઈને અને સાથે જ ક્રમ વગર સત્ત્વ અને અસત્ત્વને કહેવાની ઈચ્છા હોય તો છઠ્ઠો “નાસ્તિ અવક્તવ્ય” ભાંગો પ્રગટ થશે. ક્રમ અને અક્રમ ઉભય નયોનો આશ્રય લઈને વિવક્ષા કરવામાં આવે તો “અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય” સાતમો ભાંગો બની જશે. આ રીતે સંગ્રહથી વિધિ અને ઉત્તરવર્તી નયોથી નિષેધની કલ્પના બે મૂળ ભાંગાને પ્રકટ કરે છે. ત્યાર બાદ બે મૂળ ભાંગા દ્વારા પાંચ ભાંગા પ્રગટ થઈ જાય છે. આ રીતે સપ્તભંગીનો આશ્રય નય છે.
બીજો પ્રકાર આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીનો છે. તે મુજબ સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર અર્થનય છે, આ ત્રણ નયોમાં સપ્તભંગીનો ઉદ્દભવ છે. સામાન્યના પ્રકાશક સંગ્રહમાં પ્રથમ ભાંગો છે. જેનો આકાર છે “ચાન્ તિ''. બીજો ભાંગો “યાહૂ નાતિ' છે. આ વિશેષના પ્રકાશક વ્યવહારનો આશ્રય લે છે. ત્રીજો “થાત્ સવભાવ્ય'ભાંગો ઋજુસૂત્ર પર આશ્રિત છે. “ચાત્ તિ, ચાત્ નાસ્તિ” આ ચોથો
Page #228
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨ ૧ ૧
ભાંગો સંગ્રહ અને વ્યવહાર દ્વારા પ્રવૃત્ત થાય છે. “થાત્ સ્તિ, ચાત્ મવવક્તવ્ય',આ પાંચમાં ભાંગો સંગ્રહ અને ઋજુસૂત્રથી પ્રગટ થાય છે.
ચાત્ નાપ્તિ થાત્ વવક્તવ્ય” આ છઠ્ઠો ભાગો વ્યવહાર અને 8 જુસૂત્રનો આશ્રય લે છે. “યાત તિ, ચા નાસ્તિ, ચા વવક્તવ્ય” આ સાતમો ભાંગો સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રનો આશ્રય લે છે.
વ્યંજન પર્યાય અર્થાત્ સામત, સમભિરૂઢ અને એવંભૂત નય પ્રમાણે સપ્તભંગીનું સ્વરૂપ કંઈક ભિન્ન થઈ જાય છે. એમાંથી સાંપ્રતનું અન્ય નામ શબ્દ પણ છે. આ શબ્દ અથવા સાંપ્રત નય દ્વારા ઘટ બધા જ પર્યાય શબ્દોથી વાચ્ય છે. તેથી ઘટના વાચક જેટલા શબ્દ છે તેના દ્વારા વાચ્ય રૂપે ઘટ કથંચિત્ સત્ છે, આ પ્રથમ ભાંગો પ્રકટ થાય છે. સમભિરૂઢ અને એવંભૂત નય મુજબ ઘટના વાચક જેટલા પર્યાય શબ્દ છે તેના દ્વારા ઘટ વાચ્ય નથી. આથી આ રૂપમાં ઘટ કથંચિત્ અસત્ આ પ્રકારનો બીજો ભાંગો પ્રગટ થાય છે. ત્રીજો ભાંગો સ્યાત્ અવક્તવ્ય છે, તે આ ત્રણેય નયોનો આશ્રય લઈને પ્રગટ થાય છે. લિંગના ભેદથી અર્થ ભિન્ન થઈ જાય છે, તેથી ઘટ કોઈ એક શબ્દ દ્વારા વાચ્ય નથી. તેથી સ્યાત્ અવક્તવ્ય છે. પર્યાયના ભેદથી અર્થ ભિન્ન છે, તેથી એક શબ્દ ભિન્ન અર્થનો વાચક નથી. તેથી સમભિરૂઢ નય મુજબ ઘટ સ્વાતું અવક્તવ્ય છે. ક્રિયાના ભેદથી અર્થ ભિન્ન થઈ જાય છે, તેથી એવંભૂત નય મુજબ ઘટ સ્યાત્ અવક્તવ્ય છે. સ્યાત્ અતિ અને સ્યાત્ નાસ્તિ અને આ પ્રથમ અને બીજા ભાંગાના સંયોગથી “સ્યાત્ અસ્તિ સ્યાત્ નાસ્તિ” આ ચતુર્થ ભાંગો પ્રગટ થાય છે.
પ્રથમ, બીજા અને ચોથાં ભાંગાની સાથે સ્યાત્ અવક્તવ્ય આ ત્રીજા ભાંગાનો સંયોગ થવાથી પાંચમો, છઠ્ઠી અને સાતમો ભાંગો પ્રગટ થાય છે, એમાંથી પહેલાંની સાથે ત્રીજા અવક્તવ્ય ભાંગાનો સંયોગ
Page #229
--------------------------------------------------------------------------
________________
૨ ૧ ૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
થવાથી પાંચમો, બીજા ભાંગા સાથે અવક્તવ્યનો સંયોગ થવાથી છઠ્ઠો, ચોથાની સાથે અવક્તવ્યનો સંયોગ થવાથી સાતમો ભાંગો પ્રગટ થાય છે.
અન્ય અનેક રીતિઓથી પણ નયના વાક્ય સપ્તભંગીને પ્રગટ કરે છે. નય પર આશ્રિત સપ્તભંગીના પ્રસિદ્ધ થવાથી પ્રમાણ સપ્તભંગીથી તેના ભેદની જિજ્ઞાસા થાય છે. મતિ આદિ શાન જ્ઞાનાત્મક હોવાથી સ્વાર્થ છે. શબ્દાત્મક હોવાથી પરાર્થ છે. મતિ આદિના પ્રતિપાદક શબ્દ અનુસારે પણ સપ્તભંગી આ જ પ્રકારની હોય છે. આકાર સમાન હોવા છતાં એકની પ્રમાણે સપ્તભંગી અને અન્યની નય સપ્તભંગી હોવાનું કારણ શું છે? આ શંકાના ઉત્તરમાં શ્રી મહોપાધ્યાયજી કહે છે કે, નયવાક્ય પર આશ્રિત સપ્તભંગી વિકલાદેશ છે અને પ્રમાણે વાક્ય પર આશ્રિત સપ્તભંગી સકલાદેશ છે, આ કારણે બંનેમાં ભેદ છે. જ્યારે કાલ આદિ દ્વારા અનેક ધર્મોનો અભેદ કરીને વસ્તુનું પ્રતિપાદન થાય છે તો સકલાદેશ થઈ જાય છે અને જ્યારે કાલ આદિ દ્વારા ધર્મોમાં ભેદનો આશ્રય લઈને વસ્તુનું નિરૂપણ થાય છે તો વિકલાદેશ થાય છે. (આ વિષયને આગળ જણાવ્યો જ છે, તેથી ફરીથી કહેતા નથી.) નયાભાસો (દુર્નયો) નું નિરૂપણ :
અનંતધર્માત્મક વસ્તુના સ્વાભિપ્રેત એક અંશને બતાવવાવાળા અભિપ્રાય વિશેષને નય કહેવાય છે, આ વાત આપણે પહેલાં જોઈ છે. અનંતધર્માત્મક વસ્તુના સ્વાભિપ્રેત એક અંશને સ્વીકારવાવાળા અને વસ્તુના ઈતર અંશોનો અપલાપ કરવાવાળા અભિપ્રાય વિશેષને નયાભાસ (દુર્નય) કહેવાય છે. બધાં જ એકાંત દર્શન નયાભાસ સ્વરૂપ છે. કારણ કે, તે અન્યની માન્યતાને ખંડિત કરે છે. હવે
Page #230
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨ ૧ ૩
અહીંયાં નયાભાસનું સ્વરૂપ અને કયા નયાભાસથી કયા દર્શનનો પ્રાદુર્ભાવ થયો છે તે જનતર્કભાષા ગ્રંથના આધારે જોઈશું.
अथ नयाभासा:(93) । तत्र द्रव्यमात्रगाही पर्यायप्रतिक्षेपी द्रव्यार्थिकाभासः। पर्यायमात्रग्राही द्रव्यप्रतिक्षेपी पर्यायार्थिकाभासः। (जैनतर्कभाषा)
અર્થ ઃ હવે નયાભાસોનો પ્રારંભ થાય છે. તેમાં જે કેવળ દ્રવ્યનું ગ્રહણ કરે છે અને પર્યાયનો નિષેધ કરે છે, તે “દ્રવ્યાર્થિકાભાસ” છે. જે કેવળ પર્યાયને ગ્રહણ કરે છે અને દ્રવ્યનો નિષેધ કરે છે, તે પર્યાયાર્થિકાભાસ છે.
દ્રવ્ય પર્યાયોને વ્યાપ્ત કરે છે અને પર્યાય દ્રવ્યોને વ્યાપ્ત કરે છે. જે વચન કેવળ સત્તાનું પ્રતિપાદન કરે છે અને દ્રવ્ય, ગુણ આદિનો નિષેધ કરે છે, તે વચન દ્રવ્યાર્થિકાભાસ છે. વિશેષો વગર સામાન્યની સત્તા નથી હોતી. વિશેષમાં સામાન્ય પ્રતીત થાય છે. આ જ રીતે પર્યાય વગર સામાન્ય રહી શકતું નથી. અનેક પ્રકારના જેટલા પુષ્પ હોય છે, તેમાં પુષ્પ સામાન્ય છે. જ્યાં પુષ્પ સામાન્ય પ્રતીત થશે, ત્યાં વિશેષ પુષ્પ પણ આવશ્યક રૂપે પ્રતીત થશે. વિશેષો વગર સામાન્ય અને સામાન્ય વગર વિશેષ આકાશ પુષ્પ સમાન અસત્ છે. પર્યાયોમાં અનુગત સામાન્ય દ્રવ્ય છે અને અનુગમથી રહિત પર્યાય વિશેષ છે.
દ્રવ્યાર્થિકાભાસના ત્રણ ભેદ છે – નગાભાસ, સંગ્રહાભાસ અને વ્યવહારાભાસ. તેમાંથી હવે નૈગમાભાસનું નિરૂપણ કરે છે,
93. નવસામાન્યનક્ષમુવી નામાસય નક્ષvi હથિતુમg - स्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः ।।२।। योऽभिप्रायविशेष: स्वाभिप्रेतमंशमङ्गीकृत्य, इतरांशानपलपति स नयाभासः ।।७-२।। (प्र.न.तत्त्वा.)
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
नैगमाभासः धर्मिधर्मादीनामेकान्तिकपार्थक्याभिसन्धिर्भेगमाभास:(94), यथा नैयायिकवैशेषिकदर्शनम्। (जैनतर्कभाषा)
અર્થ : ધર્મી અને ધર્મ આદિના ભેદને એકાંત રૂપે પ્રતિપાદન કરવાવાળો અભિપ્રાય નગાભાસ છે. જેમ કે, નૈયાયિક અને વૈશેષિકનું
દર્શન.
આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય બે ધર્મ છે. આત્મા સાથે તે બંનેનો અભેદ છે. તેથી આ બંને ધર્મોનો પણ પરસ્પર કથંચિત્ અભેદ છે, જે . આ બંનેને સર્વથા ભિન્ન કહે છે, તે પ્રમાણથી વિરુદ્ધ હોવાને લીધે નૈગમાભાસ છે. ન્યાય અને વૈશેષિક દર્શન મુજબ ધર્મ અને ધર્મી આદિમાં અત્યંત ભેદ છે. તેમના મત પ્રમાણે અવયવ અને અવયવીનો, ગુણ તથા ગુણીનો, ક્રિયા અને ક્રિયાવતુનો, જાતિ અને વ્યક્તિનો અત્યંત ભેદ છે. પરંતુ આ મત પ્રમાણોથી વિરુદ્ધ છે. ગો અને અશ્વમાં જે પ્રકારે ભેદ છે, તે રીતે ઘટ અને કપાલ આદિ અવયવ અને અવયવીમાં, ઘટ ગુણી અને તેના રૂપ આદિ ગુણમાં, ભેદનો અનુભવ નથી થતો. આ બધામાં પરસ્પર ભેદ અને અભેદ છે. સંગ્રહાભાસઃ સત્તાતં વીર્વા: સવિશેષાન્નિરાવક્ષા: સંગ્રહામાસ: (95)
94. ઘર્મચારીનાઐતિપાર્થવચાઈમર્નિંગમાડડમાસ: ૭-૧૨ યથા-માન સર્વ-વૈતન્ચે પરસ્પરમત્યન્ત પૃથપૂતે રૂઢિઃ II૭-૨ાા (અ.સ.વી.) ગારિપન धर्मिद्वय-धर्मधर्मिद्वययोः संग्रहः। तथा च द्वयोर्धर्मयोः, द्वयोधर्मिणोः, धर्म-धर्मिणोर्वा विषये ऐकान्तिकभेदाभिप्रायो यः स नैगमाऽऽभास इत्यर्थः ।।७-११।। (प्र.न.तत्त्वा.) एवं ‘पर्यायवद् द्रव्यं वस्तु च परस्परमत्यन्तं पृथग्भूते' सुखजीवयोश्च परस्परमात्यन्तिको भेद इत्याकारको योऽभिप्रायविशेषः स नैगमाऽऽभास इत्यर्थः ।।७-१२।। 95. एतदाभासमाहुः- सत्ताद्वैतं
Page #232
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨ ૧૫
यथाऽखिलान्यद्वैतवादिदर्शनानि सांख्यदर्शनं च। (जैनतर्कभाषा)
અર્થ : કેવલ સત્તાનો સ્વીકાર કરવાવાળો અને સમસ્ત વિશેષોનો નિષેધ કરવાવાળો સંગ્રહાભાસ છે. જેમ કે, સમસ્ત અદ્વૈતવાદી અને સાંખ્ય દર્શન.
કેવલ સત્ત્વ છે, પરંતુ વિશેષોની સત્તા વાસ્તવમાં નથી. આ પ્રકારનો મત જે માને છે, તે અદ્વૈતવાદી છે. અદ્વૈતવાદી અનેક પ્રકારના છે. આ બધા એકાંત રૂપે સામાન્ય ધર્મનું પ્રતિપાદન કરે છે, તેથી મિથ્યા છે. વૃક્ષ, સૂર્ય, ચંદ્ર આદિમાં, રૂપ, રસ આદિમાં અને અન્ય અર્થોમાં સત્તા પ્રતીત થાય છે, પરંતુ તે વિશેષ વગર પ્રતીત નથી થતી. બંનેની પ્રતીતિ સમાન છે. એટલે એકાંતે સત્ત્વનો સ્વીકાર કરીને વિશેષોનો નિષેધ કરવો અયુક્ત છે. સત્ય અર્થ પણ એકાંતનો આશ્રય લઈને જ્યારે પ્રમાણોથી સિદ્ધ અન્ય અર્થોનો નિષેધ કરે છે, ત્યારે તે મિથ્યા થઈ જાય છે. અદ્વૈતવાદી પણ કોઈ એક વસ્તુને લઈને તેનાથી ભિન્ન અર્થોને મિથ્યા કહેવા માગે છે.
સત્તાના અદ્વૈતની જેમ કેટલાક લોકો જ્ઞાનના અદ્વૈતને અને કેટલાક લોકો બ્રહ્મના અદ્વૈતને, તો કેટલાક લોકો શબ્દના અદ્વૈતને માને છે, તેમાં જ્ઞાનના અને માનવાવાળા વિજ્ઞાનવાદી બોદ્ધ છે. આ લોકોના મત મુજબ જ્યારે પણ અર્થોનું જ્ઞાન થાય છે, ત્યારે જ્ઞાન અવશ્ય વિદ્યમાન હોય છે. જ્ઞાન વગર કોઈપણ અર્થનું પ્રકાશન નથી થતું. જ્ઞાન स्वीकुर्वाणः सकलविशेषान् निराचक्षाणस्तदाभासः ।।७-१७।। यथा-सत्तैव तत्त्वं, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ।।७-१८ ।। द्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान् निनुवानस्तदाभासः ।।७-२१।। यथा द्रव्यत्वमेव तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः ।।७-२२।। द्रव्यत्वादिसामान्यमङ्गीकृत्य तद्विशेषान् धर्माधर्मादीन् प्रतिक्षिपन्नभिप्रायविशेषस्तदाभास:- अपरसंग्रहाऽऽभास इत्यर्थः ।।२१।। तत:- द्रव्यत्वसकाशात्, अर्थान्तरभूतानां-धर्माधर्माऽऽकाशादीनाम् ।।२२।। (प्र.न.तत्त्वा.)
Page #233
--------------------------------------------------------------------------
________________
૨ ૧૬
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
બે પ્રકારનું છે. એક સત્ય જ્ઞાન કે જેના દ્વારા પ્રકાશિત અર્થ પ્રાપ્ત થઈ શકે છે. પુસ્તકને જોઈને પુસ્તકનું જ્ઞાન થાય છે. તેને લઈને વાંચી શકાય છે, આ જ્ઞાન સત્ય જ્ઞાન છે. પુસ્તક અને પુસ્તકનું જ્ઞાન બંને સત્ય છે. પ્રકાશની જેમ જ્ઞાન અર્થોનું પ્રકાશક છે. પ્રકાશ અને તેના દ્વારા પ્રકાશિત અર્થ જે રીતે સત્ય છે, તે જ રીતે જ્ઞાન દ્વારા પ્રકાશિત અર્થ અને જ્ઞાન સત્ય છે. ક્યારેક ક્યારેક અર્થ (પદાર્થ) ન હોવાં છતાં પણ જ્ઞાન થઈ જાય છે. શક્તિ હોય છે અને જ્ઞાન રકતનું થાય છે, આ જ્ઞાન બાદ રજતની પ્રાપ્તિ નથી થતી, તેથી આ મિથ્યા જ્ઞાન છે. આ પ્રકારના મિથ્યાજ્ઞાનોને લઈને વિજ્ઞાનવાદીઓએ બધા જ જ્ઞાનોને મિથ્યા માની લીધા. તેઓએ કહ્યું છે કે, જે રીતે રજત ન હોવા છતાં પણ પ્રતીત થાય છે, તે જ રીતે પુસ્તક, સૂર્ય, ચંદ્ર, ભૂમિ આદિ સમસ્ત પદાર્થ ન હોવા છતાં પણ પ્રતીત થાય છે. તેથી જ્ઞાન કેવળ સત્ય છે અને પદાર્થ મિથ્યા છે. આ જ્ઞાનાત મત પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી વિરુદ્ધ હોવાને લીધે અયુક્ત છે.
બ્રહ્માત સમસ્ત અર્થોને બ્રહ્મરૂપે સ્વીકારે છે. બ્રહ્મનો અર્થ છે આત્મા. સમસ્ત અર્થોને આત્મા જાણે છે અને જાણીને વ્યવહાર કરે છે. વ્યવહારનું મૂળ આત્મા છે. આત્મા બાહ્ય અર્થોને જાણે છે. તેથી બાહ્ય અર્થ વિદ્યમાન સિદ્ધ થાય છે. જેનું ક્યારેય જ્ઞાન નથી તેની સત્તા નથી. આકાશપુષ્પ આદિનું ક્યારેય જ્ઞાન નથી થતું, તેથી તે અસત્ છે. આત્મા જાણે છે, તેથી બાહ્ય અર્થની સત્તા સિદ્ધ થાય છે. એટલે બ્રહ્માદ્વૈતવાદી કહે છે કે, બ્રહ્મરૂપ આત્મા જ સત્ય છે, બાહ્ય અર્થ સત્ય નથી. સ્વપ્નમાં આત્મા ન હોવા છતાં પણ બાહ્ય અર્થોને જુએ છે અને વ્યવહાર કરે છે. સ્વપ્નનો સમસ્ત વ્યવહાર મિથ્યા છે, તો પણ જ્યાં સુધી સ્વપ્ન રહે છે, ત્યાં સુધી તે વ્યવહાર સત્ય પ્રતીત થાય છે. સ્વપ્નને મિથ્યા
Page #234
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨ ૧૭.
જોઈને બ્રહ્માદ્વૈતવાદીઓએ જાગવાની દશાના સંસારને પણ મિથ્યા માની લીધો, આ રીતે બ્રહ્માત એકાંતનો આશ્રય લે છે. પ્રમાણો દ્વારા સ્વપ્નનો અને જાગવાની દશાનો ભેદ સિદ્ધ છે. એકાંતથી સમસ્ત અર્થોને સ્વપ્ન સમાન મિથ્યા કહેવાને કારણે બ્રહ્માદ્વૈત મત પણ સંગ્રહાભાસ છે.
શબ્દાદ્વૈત આ બંનેથી ભિન્ન અદ્વૈતવાદ છે. જે પણ જ્ઞાન થાય છે, તેની સાથે શબ્દનો સંબંધ હોય જ છે. શબ્દ વગરના શુદ્ધ જ્ઞાનનો અનુભવ ક્યારેય નથી થતો. કોઈપણ અર્થ હોય તેનો વાચક શબ્દ અવશ્ય હોય છે. શબ્દના બોલવાથી અર્થની પ્રતીતિ થાય છે. જો અર્થ ન હોય તો પણ શબ્દને સાંભળીને અર્થ વિદ્યમાન પ્રતીત થવા લાગે છે. શબ્દના આ સામર્થ્યને લઈને શબ્દાદ્વૈતવાદી શબ્દને અનાદિ અનંત બ્રહ્મ માની લે છે અને કહે છે કે, કેવળ શબ્દ સત્ય છે. તે જ અનેક પ્રકારના અર્થોના રૂપમાં પ્રતીત થઈ રહ્યો છે. અર્થ સત્ય નથી. કોઈ દશાઓમાં શબ્દ અર્થને ન હોવાં છતાં પણ બતાવી દે છે. આ કારણે સમસ્ત અર્થોને એકાંતથી મિથ્યા માની લેવાને કારણે શબ્દાદ્વૈતવાદ પણ સંગ્રહાભાસ છે. પ્રમાણો દ્વારા જ્ઞાન અથવા બ્રહ્મ અથવા શબ્દ જે રીતે સિદ્ધ થાય છે, તે રીતે અન્ય જડ ચેતન પણ સિદ્ધ થાય છે, કેવળ એકને લઈને તેમાં જ બધાનો સંગ્રહ કરવો યુક્ત નથી.
અદ્વૈતવાદ જે રીતે સંગ્રહાભાસ છે, તે રીતે સાંખ્યોનો પ્રકૃતિવાદ પણ સંગ્રહાભાસ છે. સાંખ્ય લોકો કોઈ એક તત્ત્વને નથી માનતા. તેમના મત પ્રમાણે મૂળભૂત તત્ત્વ દે છે. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ જડ છે અને પુરુષ ચેતન. સમસ્ત સંસાર પ્રકૃતિ રૂપ છે, પૃથ્વી જલ આદિ જેટલા પણ બાહ્ય અર્થ છે તે બધાં પ્રકૃતિના પરિણામ છે. પ્રકૃતિ કારણ છે, કાર્ય તેનાથી અભિન્ન છે. કાર્ય કારણોમાં વિદ્યમાન છે અને તેનો કારણ સાથે અભેદ છે. અહીંયાં એકાંતવાદનો આશ્રય લઈને સાંખ્ય
Page #235
--------------------------------------------------------------------------
________________
૨ ૧૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કારણમાં કાર્યનું સર્વથા સત્ત્વ અને કારણની સાથે કાર્યનું સર્વથા અભેદ માની લે છે. સર્વથા અભેદ માની લેવાને કારણે સમસ્ત જડ અર્થને પ્રકૃતિ રૂપ કહે છે. આ પ્રકારનો સત્કાર્યવાદ પ્રમાણોની વિરુદ્ધ છે. એકાંતથી કારણમાં જો કાર્ય હોય, તો સર્વથા કારણ સાથે અભેદ થવાથી કાર્યની ઉત્પત્તિ ન થવી જોઈએ. જે અર્થ બધા પ્રકારે વિદ્યમાન છે, તેની ઉત્પત્તિ નથી થતી. કારણભૂત અર્થ વિદ્યમાન છે, તે પોતાના કાળમાં ઉત્પન્ન થતો નથી. જો કારણના કાલમાં કાર્ય પણ સર્વથા વિદ્યમાન હોય તો તેની ઉત્પત્તિ ન થવી જોઈએ. જો વિદ્યમાન હોવા છતાં પણ ઉત્પત્તિ હોય તો સદા કાર્ય ઉત્પન્ન થતું રહેવું જોઈએ. એકવાર પટ ઉત્પન્ન થાય, તો ત્યાર બાદ સદા પટ ઉત્પન્ન થતો રહેવો જોઈએ. | સર્વથા કારણમાં કાર્ય વિદ્યમાન હોવાથી કારણમાં કોઈ વ્યાપાર પણ ન થવો જોઈએ. કાર્યને ઉત્પન્ન કરવા માટે કારણનો વ્યાપાર થાય છે. કાર્યના ઉત્પન્ન થઈ જવાથી કારણનો વ્યાપાર નથી રહેતો, જ્યારે પટ ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે પટને ઉત્પન્ન કરવા માટે તંતુઓમાં વ્યાપાર નથી રહેતો. એકાંતથી કારણમાં કાર્ય વિદ્યમાન હોવાથી અને અભેદ હોવાથી કાર્ય ઉત્પત્તિથી પહેલા વિદ્યમાન છે, તેથી કારણોમાં કોઈ વ્યાપાર ન રહેવો જોઈએ. આ આક્ષેપને દૂર કરવા માટે સત્કાર્યવાદી કહે છે કે, કારણમાં કાર્ય સર્વથા વિદ્યમાન છે, પણ અવ્યક્ત રૂપે વિદ્યમાન છે. અભિવ્યક્તિ ને માટે કારણનો વ્યાપાર થાય છે. પરંતુ અહીંયાં પણ બે વિકલ્પ ઉઠે છે. અભિવ્યક્તિ રૂ૫ અર્થ નિત્ય અથવા કાર્ય થવો જોઈએ. જો અભિવ્યક્તિ નિત્ય છે તો સર્વથા વિદ્યમાન છે. તેથી કારણનો વ્યાપાર ન થવો જોઈએ. જો અભિવ્યક્તિ અનિત્ય છે તો તેની ઉત્પત્તિ માનવી પડશે ઉત્પત્તિ માનવાથી અભિવ્યક્તિ રૂપ કાર્ય ઉત્પન્ન થતાં પહેલા વિદ્યમાન હોય તો અભિવ્યક્તિ રૂપે કાર્ય વિદ્યમાન
Page #236
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨ ૧૯
હોવાથી વ્યાપાર ન હોવો જોઈએ. સ્વયં અભિવ્યક્તિ વિદ્યમાન છે, તેથી તેના માટે પણ કારણનો વ્યાપાર ન હોવો જોઈએ. આ દોષથી બચવા માટે જો અભિવ્યક્તિ રૂપ કાર્યની ઉત્પત્તિ પહેલાં અસત્ કહેવામાં આવે, તો કાર્ય કારણમાં સર્વથા વિદ્યમાન છે, આ મતનો ત્યાગ કરવો પડશે. વળી કાર્યની અભિવ્યક્તિ પહેલાં અવિદ્યમાન થઈને જો ઉત્પન્ન થઈ શકે છે, તો કાર્યને પણ પહેલાં અવિદ્યમાન થઈને ઉત્પન્ન થવામાં કોઈ અડચણ ન થઈ શકે.
હવે જો આ દોષોને હટાવવા માટે કહેવામાં આવે કે, ઉત્પન્ન થયા પહેલાં કારણોમાં જે કાર્ય વિદ્યમાન હોય છે, તેના પર આવરણ રહે છે. આવરણોને હટાવવા માટે કારણોનો વ્યાપાર થાય છે. તો તે પણ યુક્ત નથી. સાંખ્ય મત પ્રમાણે અસત્ની ઉત્પત્તિ જે પ્રકારે નથી થતી, તે પ્રકારે સનો વિનાશ પણ નથી થતો. આવરણ વિદ્યમાન છે, તેથી તેનો નાશ ન થવો જોઈએ. તેનાથી અતિરિક્ત જ્યાં આવરણના લીધે કોઈ અર્થ પ્રતીત નથી થતો, ત્યાં આવરણ અવશ્ય પ્રતીત હોય છે. અંધારામાં પટ દેખાતો નથી, અંધકાર પટને ઢાંકી દે છે અને પોતે દેખાઈ આવે છે. કારણમાં વિદ્યમાન કાર્યને ઢાંકવાવાળા કોઈ અર્થનું જ્ઞાન નથી થતું. એટલે આચ્છાદકની કલ્પના અયુક્ત છે. કાર્યની ઉત્પત્તિ પહેલાં કારણ દેખાઈ આવે છે. જો તેને જ કાર્યનો આચ્છાદક કહેવામાં આવે તો યુક્ત નથી. કારણ ઉત્પાદક છે, તે કાર્યનો આચ્છાદક નથી થઈ શકતો. ઉત્પત્તિ બાદ વિદ્યમાન પટને તનું રૂપ કારણ જે રીતે નથી ઢાંકતું, એ રીતે ઉત્પત્તિ પહેલાં પણ વિદ્યમાન પટને નથી ઢાંકી શકતું. એકાંતનો આશ્રય લેવાથી અર્થનું સત્ય સ્વરૂપ પ્રગટ નથી થતું. પ્રમાણ કારણની સાથે કાર્યને સર્વથા અભેદને નહીં, પરંતુ અનેકાંત રૂપથી અભેદને પ્રસિદ્ધ કરે છે. એક અપેક્ષાએ કાર્યનો કારણ સાથે અભેદ છે
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અને અન્ય અપેક્ષાએ ભેદ છે. જે તંતુ પહેલાં પટ વગર દેખાઈ આવે છે, તે જ તંતુવાયના વ્યાપારથી પટરૂપે થઈ જાય છે. પટ સાથે પણ તંતુઓનું રૂપ દેખાતું રહે છે. તંતુઓ વિના પટનું સ્વરૂપ ક્યારેય પ્રતીત નથી થતુ. કારણભૂત તંતુ, પટ વગર પણ પ્રતીત થાય છે. તેથી કારણનો કાર્ય સાથે અનેકાંતરૂપે ભેદ અને અભેદ છે. સમસ્ત જડ અર્થોનું કારણ પુદ્ગલ છે. પુલો સાથે પર્યાયોનો ભેદભેદ છે. આથી જડ કાર્યોની સાથે સત્કાર્યવાદ પ્રમાણે પ્રકૃત્તિનો સર્વથા અભેદ સંગ્રહાભાસ છે. વ્યવહારાભાસ :
अपारमार्थिकद्रव्यपर्यायविभागाभिप्रायो व्यवहाराभास:(96) यथा चार्वाकदर्शनम्, चार्वाको हि प्रमाणप्रतिपन्नं जीवद्रव्यपर्यायादिप्रविभागं कल्पनारोपितत्वेनापहनुतेऽविचारितरमणीयं भूतचतुष्टयप्रविभागमात्रं तु स्थूललोकव्यवहारानुयायितया समर्थयत इति।
અર્થ : દ્રવ્ય અને પર્યાયના અસત્ય વિભાગને પ્રગટ કરવાવાળો અભિપ્રાય વ્યવહારાભાસ છે. જે રીતે ચાર્વાક દર્શન. ચાર્વાક પ્રમાણ દ્વારા સિદ્ધ જીવ દ્રવ્ય અને પર્યાય આદિના વિભાગને કાલ્પનિક કહીને માનતો નથી અને લોકોને સ્થૂળ વ્યવહારનો અનુગામી હોવાના કારણે ચાર ભૂતોના વિભાગ માત્રને સ્વીકારે છે. આ વિભાગ વિચાર વિના સુંદર પ્રતીત થાય છે.
લોકોનો વ્યવહાર પ્રાયઃ બાહ્ય ઈન્દ્રિયો દ્વારા ચાલે છે. જે અર્થનો 96. एतदाभासं वर्णयन्ति- यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रैति स व्यवहाराभासः।।७-२५।। यथा चार्वाकदर्शनम् ।।७-२६।। योऽभिप्रायविशेषो द्रव्यपर्यायविभागमपारमार्थिकं-काल्पनिकं मन्यते स व्यवहाराऽऽभासः ।।२५।। चार्वाको हि वस्तुनो द्रव्य-पर्यायात्मकत्वं नाङ्गीकरोति, किन्तु आपाततः प्रतीयमानं भूतचतुष्टयात्मकं घटपटादिरूपं पदार्थजातं पारमार्थिकं मन्यते, तदतिरिक्तं द्रव्यपर्यायविभागं काल्पनिकमिति। तस्मात् વાવને વ્યવહાડમાંસમિતિ ભાવ: ર૬TI (અ.ર.ત.)
Page #238
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૨૧
ઈન્દ્રિયો દ્વા૨ા અનુભવ નથી થતો તેની સત્તાને સામાન્ય લોકો નથી માનતા. સામાન્ય લોકો જ નહીં, પરીક્ષક લોકો પણ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન ન થવાથી સ્થૂલ અર્થોનો અભાવ માને છે. આ પ્રકારનો વ્યવહાર યથાર્થ છે. એકાંતરૂપે સ્થૂલ અર્થોના પ્રત્યક્ષનો આશ્રય લઈને ચાર્વાક જ્યારે ઈન્દ્રિયોથી અગમ્ય અર્થનો નિષેધ કરવા લાગે છે, ત્યારે વ્યવહારાભાસ થઈ જાય છે. અર્થ બે પ્રકારનાં છે. ઈન્દ્રિયગમ્ય અને ઈન્દ્રિયોથી અગમ્ય. જે અર્થોનું સંવેદન ઈન્દ્રિયો દ્વારા નથી થતું, તેને જો સ્વીકારવામાં ન આવે તો સ્થૂલ પ્રત્યક્ષ અર્થોનો આધાર નથી રહી શકતો. વૃક્ષ-લતા, ફૂલ, ફળ, ઈંટ-પથ્થર આદિ જેટલા અર્થ છે, આ બધાના અવયવોનો જ્યારે વિભાગ થાય છે, ત્યારે નાના-મોટા ખંડ દેખાઈ આવે છે. તેમાંથી ઈંટ અને પટ વગેરે બનાવવાં હોય તો માટીના પિંડોના સંયોગથી ઈંટોને અને તંતુઓના સંયોગથી પટને બનાવવામાં આવે છે. અવયવોનાં સંયોગથી અવયવી દ્રવ્ય ઉત્પન્ન થાય છે અને અવયવોના વિભાગથી નષ્ટ થાય છે. આ નિયમ સ્કૂલ દ્રવ્યોના જન્મ અને નાશને જોઈને સિદ્ધ થાય છે. આ નિયમ પ્રમાણે દ્રવ્યોના સ્થૂલ અવયવોના ખંડ થતા જ રહેશે. ખંડ કરતાં કરતાં તે અવસ્થા આવી જશે જ્યારે અત્યંત સૂક્ષ્મ ખંડ દેખાશે તો ખરો પણ તેના ખંડ નહીં કરી શકાય. આ આદિમ સ્થૂલના અવયવ નહીં કરી શકાય તો પણ નિયમ પ્રમાણે તેના અવયવ હોવા જોઈએ. આદિમ સ્થૂલ અવયવના સૂક્ષ્મ ઉત્પાદક અવયવ માનવા પડશે. જો એ સૂક્ષ્મ અવયવ ન હોય, તો આદિમ સ્થૂલનો જન્મ અવયવ વગરનો માનવો પડશે. પરંતુ સૂક્ષ્મ અવયવો વગર સ્થૂલ દ્રવ્યોની ઉત્પત્તિ થઈ શકતી નથી. શૂન્ય કોઈ અર્થને પણ ઉત્પન્ન નથી કરતું. આ રીતે સ્થૂલ અર્થોનો આધાર આંખ આદિ ઈન્દ્રિયો નથી જાણતી તો પણ માનવો પડે છે. સૂક્ષ્મ દ્રવ્ય જ નહીં, તેના રૂપ, સ્પર્શ આદિ ગુણોને પણ ઈન્દ્રિયો
Page #239
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
જાણી શકતી નથી. જો આદિમ દશાના અવયવ રૂપ ૨સ આદિ ગુણોથી રહિત હોય, તો સ્થૂલ અવયવીમાં રૂપ, રસ આદિનો જન્મ નહીં થઈ શકે. ઈન્દ્રિયો દ્વારા જેનો અનુભવ પ્રત્યક્ષ રૂપે ન થઈ શકે, તેની સત્તા સ્થૂલ અર્થોને માટે પણ અપરિહાર્ય છે. આ તત્ત્વની ઉપેક્ષા કરીને ચાર્વાક પૃથ્વી આદિ ચાર સ્થૂલ દ્રવ્યોનો તો સ્વીકાર કરી લે છે, પણ જેનો અનુભવ ઈન્દ્રિયો દ્વારા થઈ નથી શકતો, તેનો અનુમાનથી સિદ્ધ થવા છતાં પણ નિષેધ કરવા લાગે છે.
૨૨૨
સ્થૂલ શરીર પ્રત્યક્ષ છે. તેનો જ સ્વીકાર કરે છે. શરીરથી ભિન્ન ચેતન દ્રવ્યને નથી માનતો. તેમનો આ મત અનુમાનથી વિરુદ્ધ છે. સ્કૂલ દ્રવ્યોના ગુણોનું સંવેદન તે નિયમને પ્રગટ કરે છે. જેના દ્વારા જ્ઞાનસુખ આદિ ગુણ શરીરના સિદ્ધ નથી થતા, સ્થૂલ દ્રવ્યોમાં સૂક્ષ્મ દ્રવ્ય પ્રવેશ કરી જાય છે. તે દશામાં સ્કૂલ દ્રવ્યનો સ્વાભાવિક ગુણ પ્રતીત થતો નથી અને અંદર પ્રવિષ્ટ થવાવાળા દ્રવ્યનો ગુણ સ્થૂલ દ્રવ્યમાં પ્રતીત થવા લાગે છે. પાણી શીતળ દ્રવ્ય છે અને તેજ ઉષ્ણ દ્રવ્ય છે. જ્યારે તેજના અવયવ પાણીની અંદર ચાલ્યા જાય છે, ત્યારે પાણીના શીત સ્પર્શનો અનુભવ નથી થતો. તે દશામાં પાણીનો સ્પર્શ ઉષ્ણ પ્રતીત થવા લાગે છે. વાસ્તવમાં ઉષ્ણ સ્પર્શ તેજનો છે. પરંતુ જલના ગુણરૂપમાં પ્રતીત થાય છે. શરીર પણ ભૌતિક છે. રૂપ-ગંધ આદિ તેના ગુણ છે, જેનો અનુભવ ઈન્દ્રિયો દ્વારા થતો રહે છે. શરીરની જેમ જે અર્થ પૃથ્વી, જલ આદિથી ઉત્પન્ન થાય છે, તેમાં જ્ઞાન, ઈચ્છા, સુખ આદિના હોવાનું પ્રમાણ નથી મળતું. આ દશામાં અનુમાન થાય છે. શરીરમાં જ્ઞાન, સુખ આદિ જે ગુણોનું સંવેદન થાય છે, તે ગુણ વાસ્તવમાં શરીરના નથી. શરીરની અંદ૨ પ્રવેશ કરવાવાળું કોઈ સૂક્ષ્મ દ્રવ્ય છે, જેના ગુણ જ્ઞાન સુખ આદિ છે. પણ શરીરના ગુણ થઈને પ્રતીત થાય છે. જો જ્ઞાન
Page #240
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૨૩
સુખ આદિ શરીરના ગુણ સ્વાભાવિક હોત, તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી અવશ્ય રહેત, પણ પ્રાણોના નીકળી જવાથી રૂ૫-ગંધ આદિ ગુણ શરીરમાં દેખાઈ આવે છે અને જ્ઞાન-સુખ આદિનો અનુભવ નથી થતો. તેજના નીકળી જવાથી પાણી શીતળ થઈ જાય છે. શરીર પણ કોઈ એક દ્રવ્યના નીકળી જવાથી ચેતના અને સુખ આદિથી શૂન્ય થઈ જાય છે. શરીરની અંદર પ્રવેશ કરવાવાળું અને બહાર જવાવાળું દ્રવ્ય આત્મા છે. જ્ઞાન સુખ આદિ તેના ગુણ છે. પરીક્ષકોના પ્રમાણો પર આશ્રિત હોવા છતાં પણ આત્મા આદિના વ્યવહારોને ચાર્વાક અયુક્ત માને છે, તેથી તેનો મત વ્યવહારાભાસ છે.
જૂસૂત્રાભાસ : वर्तमानपर्यायाभ्युपगन्ता सर्वथा द्रव्यापलापी ऋजुसूत्राभास:(97) यथा तथागतं मतम्।
અર્થ : વર્તમાનકાળના પર્યાયનો સ્વીકાર કરવાવાળો અને દ્રવ્યનો સર્વથા નિષેધ કરવાવાળો અભિપ્રાય ઋજુસૂત્રાભાસ છે. જેમ કે બૌદ્ધ મત.
અર્થોનો સંબંધ ત્રણેય કાળની સાથે અનુભવથી સિદ્ધ છે. જે અર્થનું જ્ઞાન અત્યારે થાય છે તે વર્તમાનકાળની પાછળ પણ પ્રતીત થાય છે. જ્ઞાતા સમજે છે, પહેલાં જોયું હતું તેથી આ અર્થ ભૂતકાળમાં હતો. હવે જોઈ રહ્યો છું, તેથી વર્તમાનકાળમાં પણ છે. એના પછી પણ જોવામાં આવે છે. તેથી ભાવીકાળ સાથે પણ તેનો સંબંધ છે. તેથી કાળ ભિન્ન હોવા છતાં પણ અર્થ એક છે. જ્યારે અર્થ નષ્ટ થઈ જાય છે
97. ગુરૂત્રામાં વત્તે – સર્વથા દ્રવ્યાપત્તાપી તામણિ : II૭-રૂપાયથા તથા તમતમ્ ।।७-३१।। य: पर्यायानेव स्वीकृत्य सर्वथा द्रव्यमपलपति सोऽभिप्रायविशेष ऋजुसूत्राऽऽभास इत्यर्थः ।।३०।। तथागतमतम्-बौद्धमतम्। बौद्धो हि प्रतिक्षणविनश्चरान् पर्यायानेव पारमार्थिकत्वेनाभ्युपगच्छति, प्रत्यभिज्ञादिप्रमाणसिद्धं त्रिकालस्थायि तदाधारभूतं द्रव्यं तु तिरस्कुरुते ત્યેતન્મતમૃગુસૂત્ર મારત્વેનોપચસ્તમ્ !ારૂ II (પ્ર.ન.તા.)
Page #241
--------------------------------------------------------------------------
________________
૨ ૨૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ત્યારે જોવામાં નથી આવતો. જે અર્થ દેખાતો નથી તેનો પણ કોઈ અંશ રહે છે. કોઈપણ ભાવાત્મક અર્થ કોઈપણ દશામાં સર્વથા શૂન્ય નથી થઈ જતો. પહેલાં માટીનો પિંડ હોય છે, પછી ઇંટો ઉત્પન્ન થાય છે. ઇંટોથી ભવન ઉત્પન્ન થાય છે. ઇંટનું જ્યારે પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇંટ માટીની સાથે પ્રતીત થાય છે. જ્યારે ભવન દેખાય છે ત્યારે ભવનની સાથે માટી પણ દેખાય છે, જ્યાં કેવળ માટી હોય છે, ત્યાં ન ઇંટ હોય છે અને ન ભવન. ભવનનો જો નાશ થઈ જાય તો પણ માટીનું પ્રત્યક્ષ ભસ્મના રૂપમાં થાય છે. ઇંટ, ભવન અને ભસ્મનું પ્રત્યક્ષ હંમેશા નહીં હોય. પરંતુ માટીનું પ્રત્યક્ષ આ બધી અવસ્થામાં હોય છે. જેનું પ્રત્યક્ષ બધી અવસ્થાઓમાં છે તે અનુગત છે અને અનુગત રૂપે ન રહેવાવાળા પર્યાયોથી ભિન્ન પણ છે. પર્યાય આ અનુગત અર્થ વગર પ્રતીત નથી થતા, તેથી પર્યાય અનુગત અર્થથી અભિન્ન પણ છે. આ રીતે દ્રવ્ય અને પર્યાય બંનેનું જ્ઞાન થાય છે. પર્યાયો ઉત્પન્ન અને નષ્ટ થવા છતાં પણ અનુગત દ્રવ્ય રૂપ અર્થની સ્થિતિ રહે છે. અનુગત રૂપે રહેવાને કારણે દ્રવ્ય અક્ષણિક છે અને પર્યાયો સાથે અભેદ હોવાને કારણે ક્ષણિક છે. આ રીતે દ્રવ્ય ક્ષણિક પણ છે અને અક્ષણિક પણ.
આ રીતે પાણીમાં જ્યારે વર્ષાની બુંદોને લીધે બુદ્-બુ ઉત્પન્ન થાય છે ત્યારે પહેલો બુદ્બુ નષ્ટ થાય છે અને બીજો બુદ્ધુ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી વર્ષા વેગથી થતી રહે છે ત્યાં સુધી બુદ્બુદું ઉત્પન્ન અને નષ્ટ થતાં રહે છે. જ્યારે વર્ષા બંધ થઈ જાય છે, ત્યારે બુદ્ બુની ઉત્પત્તિ નથી થતી. કેવળ પાણી રહી જાય છે. પહેલાં પાણી હતું.
જ્યારે બુદ્ બુદ્ધ થાય છે, ત્યારે પણ પાણી રહે છે અને જ્યારે બુદ્બુદ્ધ નષ્ટ થઈ જાય છે ત્યારે પણ પાણી રહે છે. બુદ્-બુ પર્યાય છે અને પાણી દ્રવ્ય છે. આ રીતે પર્યાય દ્રવ્યના આકારે ક્યારેક અલ્પ
Page #242
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૨૫
અંશમાં અને ક્યારેક અધિક અંશમાં ભિન્ન હોય છે. આકારમાં ભેદ હોવાં છતાં પણ દ્રવ્યની સાથે તેનો અભેદ રહે છે. પર્યાય ક્યારેય દ્રવ્યથી સર્વથા શૂન્ય નથી થઈ શકતા. દ્રવ્યનો સૂક્ષ્મ પર્યાય સ્થૂળ પર્યાયોની જેમ અદૃષ્ટ હોવા છતાં પણ દ્રવ્યમાં હોય છે. આ પ્રકારે પર્યાય ઈન્દ્રિયોથી અગમ્ય પણ હોય છે. એ સૂક્ષ્મ પર્યાયો વગર દ્રવ્ય ક્યારેય નથી રહેતું. તેથી વસ્તુનો સ્વભાવ દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક છે.
બૌદ્ધ, દ્રવ્ય અને પર્યાય પ્રમાણ સિદ્ધ હોવા છતાં પણ પર્યાયોને માની લે છે અને અનુગામી દ્રવ્યનો નિષેધ કરે છે. તેમનું કહેવું છે કે, કોઈ અર્થ અનુગામી નથી. જો ત્રણેય કાળમાં દ્રવ્યની સ્થિતિ હોય, તો જ્યારે કોઈ અર્થનું પ્રત્યક્ષ થાય છે, ત્યારે નાશના કાળ સુધી રહેવાવાળું વસ્તુનું જે સ્વરૂપ છે તે જોતાં જ સ્પષ્ટ રૂપે એક ક્ષણમાં પ્રતીત થઈ જવું જોઈએ. પરંતુ જે ક્ષણે જોઈએ છીએ તે ક્ષણમાં અર્થનું તે જ સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે કે જે તે ક્ષણે વિદ્યમાન હોય છે. અતીત ક્ષણોમાં જે અર્થના જે સ્વરૂપ હતાં અને અનાગત ક્ષણોમાં જે સ્વરૂપ હશે તે બધાનું પ્રત્યક્ષ નથી થતું. એક ક્ષણમાં જન્મથી લઈને નાશ સુધીના પર્યાયોનો અને તે પર્યાયોમાં રહેવાવાળા અનુગામી દ્રવ્યનું પ્રત્યક્ષ જે રીતે અસંભવ છે, તે રીતે અનેક ક્ષણોમાં પણ ક્રમમાં પ્રત્યક્ષ નથી થઈ શકતું જ્ઞાન પર્યાયોનું પ્રકાશક છે. જ્ઞાન સ્વયં ક્ષણિક છે, તે પોતાની ઉત્પત્તિથી પહેલાંના કાળના અને પોતાના વિનાશ પછી થવાવાળા પર્યાયોને પ્રકાશિત કરી શકતું નથી. પર્યાયોનો અનુભવ ન થવાથી તેની સાથે અભેદે રહેવાવાળા દ્રવ્યનું પ્રત્યક્ષ નથી થઈ શકતું.
પરંતુ આ કથન યુક્ત નથી. જ્ઞાન પણ સર્વથા ક્ષણિક નથી. જ્ઞાનનો પર્યાય નષ્ટ થાય છે, તે સર્વથા નષ્ટ નથી થતો, તેનો કેટલોક ભાગ રહી જાય છે. જ્ઞાનના ઉત્પાદ અને વિનાશવાળા
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પર્યાયોમાં જ્ઞાનાત્મક દ્રવ્ય સ્થિર રહે છે. એ જ સ્થિર જ્ઞાન આત્મા છે અને તે અર્થોના ઉત્પાદ અને નાશની જેમ અનુગત રૂપને પણ સ્થિર રૂપમાં પ્રત્યક્ષ કરી શકે છે. ત્રણેય કાળના પર્યાયોનો અભેદ હોવા છતાં પણ જ્યારે દ્રવ્યનું પ્રત્યક્ષ થાય છે, ત્યારે બધાનું પ્રત્યક્ષ નથી થતું. તેનું કારણ ઈન્દ્રિયોનું સામર્થ્ય છે, જે વર્તમાનકાળમાં છે, તેનું જ જ્ઞાન ઈન્દ્રિયોથી થઈ શકે છે. ઈન્દ્રિયોનો સ્વભાવ આ જ પ્રકારનો છે. જે પર્યાયોને ઈન્દ્રિય જાણી ન શકે, તેની સાથે દ્રવ્યનો અભેદ જો પ્રત્યક્ષ ન હોય, તો તે અવિદ્યમાન સિદ્ધ નહીં થઈ શકે. નેત્રથી રૂપનું દર્શન થાય છે, જ્યારે ફૂલનું રૂપ જોવામાં આવે છે ત્યારે સ્પર્શ અને ગંધ હોવા છતાં પણ નેત્ર જાણી શકતી નથી. એટલાથી ફૂલમાં જ્યારે રૂપ છે ત્યારે સ્પર્શ અને ગંધનો અભાવ સિદ્ધ નથી થતો. જો અનુગામી દ્રવ્ય ન હોય તો પ્રથમ પર્યાયના નષ્ટ થવાથી અન્ય પર્યાય ઉત્પન્ન ન થવો જોઈએ. ઉપાદાન બીજ ન હોવાથી અંકુર પર્યાય ઉત્પન્ન નથી થતો. પર્યાયનો અભેદ દ્રવ્યના પ્રત્યક્ષનું સાધન નથી. પ્રત્યક્ષનું સાધન ઈક્રિય છે અને એ પોતાના સ્વભાવ અનુસાર અર્થનું પ્રત્યક્ષ કરે છે. સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની સહાયતાથી આત્મા ભૂત અને ભાવી પર્યાયોને અને તેનાથી અભિન્ન દ્રવ્યોને જાણી લે છે.
અહીંયાં ધ્યાન રહે કે, દ્રવ્યનું અનુગામી અક્ષણિક સ્વરૂપ કાલની અપેક્ષાએ પ્રતીત થાય છે. કાલ આ સ્વરૂપને ઉત્પન્ન નથી કરતો. અર્થ, બૌદ્ધ મત પ્રમાણે ક્ષણિક છે પરંતુ વર્તમાનકાળ અર્થમાં ક્ષણિકતાને ઉત્પન્ન નથી કરતો. જો કાલ વર્તમાન અર્થમાં ક્ષણિકતાને ઉત્પન્ન કરતો હોય, તો વર્તમાનકાળની ક્ષણિકતાને ઉત્પન્ન કરવા માટે કોઈ અન્ય કાળને કારણ માનવો પડશે. આ રીતે અનવસ્થા થઈ જશે. તેનાથી
Page #244
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૨૭
બચવા માટે અર્થના યથાર્થ સ્વભાવનો આશ્રય લેવો પડશે. જે રીતે અર્થ સ્વભાવથી જે ક્ષણમાં ઉત્પન્ન થાય છે, તે ક્ષણ પૂર્વ અને ઉત્તર ભાવથી રહિત હોય છે. ક્ષણની સાથે સંબંધ હોવાથી અર્થ ક્ષણિક કહેવાય છે. આ રીતે અનેક ક્ષણોની સાથે અર્થનો સંબંધ છે. તેના લીધે અર્થ અક્ષણિક કહેવાય છે. ત્રણેય કાળ અક્ષણિકતાને ઉત્પન્ન નથી કરતા.
અર્થોમાં અનુગમથી યુક્ત દ્રવ્ય અને અનુગમથી રહિત પર્યાયનો અનુભવ હોવા છતાં પણ એકાંતવાદનો આશ્રય લઈને બૌદ્ધ ક્ષણિક પર્યાયોના જ્ઞાનને સત્ય માને છે અને જે એક અનુગત દ્રવ્ય પ્રતીત થાય છે, તેના જ્ઞાનને ભ્રમ કહે છે.
‘‘જલતી એવી દીપની જ્વાલા ચિરકાળ સુધી એક પ્રતીત થાય છે. પરંતુ એક જ્વાલા ચિરકાળ સુધી સ્થિર નથી રહી શકતી. જ્યાં સુધી તેલ અને વાટ રહે છે, ત્યાં સુધી જ્વાળા બળે છે, તેલનો નાશ ક્ષણક્ષણમાં પ્રત્યક્ષ થાય છે. તેનાથી જ્વાળાનો જન્મ પ્રતિક્ષણ સિદ્ધ થાય છે. જે જ્વાલા પ્રથમ ક્ષણે ઉત્પન્ન થઈ તેના જેવી અન્ય જ્વાલા બીજી ક્ષણે ઉત્પન્ન થઈ, નિરંતર સમાન જ્વાળાઓ ઉત્પન્ન થવાના કારણે તે જ એક જ્વાલા બળી રહી છે, જે પહેલાં બળતી હતી, એવી રીતનો ભ્રમ ઉત્પન્ન થઈ જાય છે. જ્વાલાથી ભિન્ન કોઈ અનુગામી દ્રવ્ય નથી, તેથી ક્ષણિક પર્યાય કેવળ છે.''
પરંતુ બૌદ્ધમતની આ માન્યતા યુક્ત નથી. જેટલી જ્વાલાઓ ઉત્પન્ન થાય છે, તે બધામાં પ્રકાશાત્મક ઉષ્ણ તેજ અનુગત રૂપે પ્રતીત થાય છે. જ્વાલાની એકતા ભ્રાન્ત છે, પણ તેજનું અનુગત એક સ્વરૂપ ભ્રમથી પ્રતીત નથી થઈ રહ્યું. જો પ્રથમ ક્ષણે જ્વાલાના પર્યાયની સાથે તેજ દ્રવ્ય પણ નષ્ટ થઈ જાય તો બીજી જ ક્ષણે જ્વાલાનો નાશ થઈ જવો જોઈએ. તેથી અનુગત તેજ દ્રવ્યનું પ્રત્યક્ષ એક જ્વાલાના પ્રત્યક્ષ
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કાળમાં પણ સત્ય છે. જ્યાં પટ, પત્થર, લોઢું આદિનો સ્થિર રૂપમાં અનુભવ થાય છે, ત્યાં પણ જ્વાલાના દૃષ્ટાંતને લઈને કેવળ ક્ષણિક પર્યાયોને માનવા અને સ્થિર દ્રવ્યનો નિષેધ કરવો અયુક્ત છે. એકાંતથી ક્ષણિક પર્યાયોનો સ્વીકાર કરવાથી બૌદ્ધ મત જુસૂત્રાભાસ છે. શબ્દાભાસ : ___ कालादिभेदेनार्थभेदमेवाभ्युपगच्छन् शब्दाभास:98), यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादयः शब्दा भिन्नमेवार्थमभिदधति, भिन्नकालशब्दत्वात्तादृक् सिद्धान्यशब्दवदिति।
અર્થ કાલ આદિના ભેદથી અર્થનો ભેદ જ માનવાવાળો અને અભેદનો નિષેધ કરવાવાળો શબ્દાભાસ છે. જેમ કે, સુમેરૂ હતો, છે, હશે ઇત્યાદિ શબ્દ ભિન્ન અર્થને જ કહે છે. ભિન્ન કાળના વાચક શબ્દ હોવાથી આ પ્રકારના સિદ્ધ અન્ય શબ્દોની જેમ.
એક અર્થનો ત્રણેય કાળની સાથે સંબંધ રહે છે. તેથી કાળનો ભેદ હોવાં છતાં પણ અર્થનો સર્વથા ભેદ નથી હોતો. જે પર્યાયનો એક ક્ષણ સાથે સંબંધ છે, તે જ પર્યાયનો અન્ય ક્ષણોની સાથે સંબંધ નથી રહી શકતો. દ્રવ્ય અનેક ક્ષણોની સાથે પણ સંબંધ રાખી શકે છે. તે કાળ ભિન્ન હોવા
98. ફતવામાાં વર્ત-તહેન તથ તમેવ સમર્થયમાનસ્તકામાસ: TI૭-૩૪ યથાबभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकालाः शब्दा भिन्नमेवार्थमभिदधति, भिन्नकालशब्दत्वात्, तादृक्सिद्धान्यशब्दवदित्यादिः ।।७-३५।। तद्भेदेन-कालादिभेदेन, तस्य-ध्वनेः, तमेव-अर्थभेदमेव, समर्थयमानस्तदाभासः शब्दनयाऽऽभास इत्यर्थः । अयं भाव:योऽभिप्राय: कालादिभेदेन शब्दस्यार्थभेदमेव समर्थयते, द्रव्यरूपतयाऽभेदं पुन: सर्वथा तिरस्करोति स शब्दनयाऽऽभासः ।।३४।। अत्रानुमाने बभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकाला: शब्दा भिन्नमेवार्थमभिदधति इति पक्षः। “भिन्नकालशब्दत्वात्' इति हेतुः। “तादृक्सिद्धान्यशब्दवद्" इति दृष्टान्तः। अनेनानुमानेन कालादिभेदेनार्थमेव स्वीकुर्वन् त्रिष्वपि कालेषु विद्यमानमप्यभिन्नं द्रव्यं सर्वथा तिरस्कुर्वनभिप्रायविशेषः शब्दनयाऽऽभासः ।।३५ ।। (प्र.न.तत्त्वा.)
Page #246
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨ ૨૯
છતાં પણ અભિન્ન રહે છે. એ જ રીતે વસ્તુનું સ્વરૂપ કાલના ભેદમાં પણ ભિન્ન અને અભિન્ન રહે છે. આ તત્ત્વની અપેક્ષાએ કરીને શબ્દનય કહેવા લાગે છે કે, પૂર્વકાળમાં જે સુમેરૂ હતો, તે જ અત્યારે નથી, અત્યારે જે સુમેરૂ છે, તે ભૂતકાળના સુમેરૂ કરતાં સર્વથા ભિન્ન છે. જ્યારે કોઈ કહે છે કે, “દેવદત્ત ગયો, યજ્ઞદત્ત વાંચે છે, વિષ્ણમિત્ર ભોજન કરશે.” ત્યારે દેવદત્ત વગેરે અર્થ ભિન્ન થાય છે. ભૂતકાળની ગમન ક્રિયાની સાથે દેવદત્તનો સંબંધ છે. વર્તમાનકાળની પઠન ક્રિયાની સાથે યજ્ઞદત્તનો સંબંધ છે, ભાવિકાળની ભોજન ક્રિયાની સાથે વિષ્ણુમિત્રનો સંબંધ છે. અહીંયાં ભિન્ન કાળોની સાથે સંબંધ હોવાથી દેવદત્ત આદિ અર્થોમાં ભેદ છે. સુમેરૂનો પણ જ્યારે ભિન્ન કાળ સાથે સંબંધ થાય ત્યારે ભેદ માનવો જોઈએ. આ રીતે એકાંતવાદનો આશ્રય લઈને શબ્દનય કાળ ભેદથી જ્યાં અર્થ એક છે, ત્યાં ભેદ માનવા લાગે છે. દેવદત્ત આદિ અર્થ ભિન્ન હતા અને તેનો ભિન્ન કાળની ક્રિયાઓની સાથે સંબંધ હતો તે વસ્તુ તરફ ઉપેક્ષા કરી દે છે. કાળ જ નહીં કારક અને લિંગ આદિનો ભેદ હોવા છતાં પણ શબ્દનય
જ્યારે એકાંત રૂપે અર્થના ભેદને કેવળ માનવા લાગે છે, ત્યારે શબ્દાભાસ થઈ જાય છે. સમભિરૂઢાભાસ :
પર્યાયધ્વનીનામધેયનીનીત્વમેવ સલુન: સમરૂઢમાર (99), यथा इन्द्रः शक्रः पुरन्दरः इत्यादयः शब्दा भिन्नाभिधेया एव भिन्नशब्दत्वात् करिकुरंगशब्दवदिति।
99. પ્રતિ માસમમાષત્તે-પર્યાયધ્વનીનામમિણેયનીનીત્વમેવ ક્ષીર્તિલામ: II૭૨૮ યથા-ફા, શ, પુર: રૂલ્યા: શલ્લા fમન્નામધેયા હવ, પિન્નશબ્દસ્વાત, करिकुरङ्ग-तुरङ्गशब्दवदित्यादिः ।।७-३९।। यः पर्यायशब्दानामभिधेयनानात्वमेवाभिप्रैति एकार्थाभिधेयत्वं पुनरमुष्य सर्वथा तिरस्कुरुते स तदाभासः समभिरुढाऽऽभासः ।।३८ ।। (प्र.न.तत्त्वा.)
Page #247
--------------------------------------------------------------------------
________________
૨ ૩૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ : પર્યાય શબ્દોમાં અર્થના ભેદને જ સ્વીકાર કરવાવાળો સમભિરૂઢાભાસ હોય છે. જેમ કે, ઈન્દ્ર, શક, પુરંદર ઇત્યાદિ શબ્દોના અર્થ ભિન્ન-ભિન્ન જ છે. ભિન્ન શબ્દ હોવાથી કરી-કુરંગની જેમ.
કરી શબ્દનો અર્થ હાથી અને કુરંગ શબ્દનો અર્થ હરણ છે. આ જ રીતે અનેક શબ્દ છે, જેના અર્થ ભિન્ન છે, શબ્દના ભેદથી અર્થના ભેદને જોઈને જ્યારે નિયમ બનાવી લેવામાં આવે છે કે, “જ્યાં શબ્દોનો ભેદ છે, ત્યાં અર્થોનો ભેદ છે.” ત્યારે વસ્તુનું સ્વરૂપ અયુક્ત થઈ જાય છે. આ પ્રકારના અનેક શબ્દ છે, જે એક અર્થને વાચક હોય છે. એક અર્થમાં અનેક ધર્મ રહે છે, તેમાંથી કોઈ એક ધર્મનું પ્રકાશન એક શબ્દ કરે છે, તો બીજો શબ્દ તે જ એક અર્થના અન્ય ધર્મનું પ્રતિપાદન કરે છે. એક ધર્મનું પ્રતિપાદન કરવાવાળા અનેક શબ્દ હોઈ શકે છે. વસ્તુના આ સ્વરૂપને જ્યારે એકાંતવાદ દ્વારા નિષેધ કરવામાં આવે છે, ત્યારે સમભિરૂઢનયાભાસ થાય છે. પર્યાય શબ્દ અર્થના ભિન્ન ધર્મોને કહે છે, ભિન્ન ધર્મિઓને નહીં. એવંભૂતાભાસ :
क्रियानाविष्टवस्तु शब्दवाच्यतया प्रतिक्षिपन्नेवंभूताभास:(100), यथा 100. एवंभूताभासमाचक्षते-क्रियाऽनाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु तदाभासः ।।४२।। यथा-विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं, घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात्, पटवदित्यादिः ।।४३।। यः शब्दानां क्रियाऽऽविष्टमेवा) वाच्यत्वेनाभ्युपगच्छति क्रियानाविष्टं तु सर्वथा निराकरोति स एवम्भूतनयाऽऽभासः ।।४२।। अयमस्याशयः- चेष्टार्थकाद् घटधातोनिष्पन्नत्वाद् घटशब्दस्य चेष्टाविरहितो घटरूपोऽर्थो वाच्यो न भवितुमर्हति, घटशब्दप्रवृत्तौ निमित्तभूता या चेष्टाऽऽख्या क्रिया तच्छून्यत्वात्, पटवत्। यथापटो घटीयचेष्टाशून्यत्वाद् घटशब्दवाच्यो न भवति, तथैव चेष्टाशून्यो घटोऽपि घटपदवाच्यो न મવતિ જરૂTI (.ન.તા .)
Page #248
--------------------------------------------------------------------------
________________
નયવાદ
૨૩૧
विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं, घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदिति ।
અર્થ : ક્રિયાથી રહિત વસ્તુ શબ્દ દ્વારા વાચ્ય નથી, તે મુજબ કહેવાવાળો એવંભૂતાભાસ હોય છે, જેમ કે, વિશિષ્ટ ચેષ્ટાથી શૂન્ય ઘટ નામક વસ્તુ ઘટ શબ્દની વાચ્ય નથી, ઘટ શબ્દની પ્રવૃત્તિનિમિત્ત ક્રિયાથી શૂન્ય હોવાના કારણે, જેમ કે, પટ અર્થની જેમ.
ક્રિયાનો આશ્રય લઈને શબ્દ અર્થોનો વાચક થાય છે, જે પાક કરે છે, તેને પાચક કહે છે. લુહાર પાક નથી કરતો, તેથી પાચક શબ્દનો વાચ્ય અર્થ લુહાર નથી. આ વસ્તુનો અત્યંત આશ્રય લઈને જ્યારે કહેવામાં આવતું હોય કે, કોઈને પાચક ત્યારે જ કહેવો જોઈએ, જ્યારે તે પકાવી રહ્યો હોય, પરંતુ જ્યારે ક્યાંય જઈ રહ્યો હોય અથવા બેઠો હોય કે સૂતો હોય, ત્યારે તેના માટે પાચક શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. આવી રીતનો અભિપ્રાય એવંભૂતાભાસ છે. શબ્દોની પ્રવૃત્તિમાં નિમિત્ત હંમેશા ક્રિયા નથી હોતી. જાતિ આદિ શબ્દોનાં પ્રવૃત્તિ નિમિત્ત હોય છે. પાણી લાવવું આદિ ક્રિયાને કારણે ઘટને ઘટ શબ્દથી કહેવાય છે. પરંતુ ઘટ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત ઘટત્વ જાતિ છે. જ્યારે ઘટ એક સ્થાન પર સ્થિર હોય, તેના દ્વારા પાણી ન લવાતું હોય, તો પણ તેમાં ઘટત્વ જાતિ રહે છે. તેથી તેને ઘટ શબ્દથી કહી શકાય છે. જ્યાં ક્રિયાના કારણ શબ્દની પ્રવૃત્તિ હોય છે, ત્યાં પણ ક્રિયાનું હંમેશા થવું, આવશ્યક નથી હોતું. જે ઉચિત સમયે પાક કરે છે, તેને ચાલતા અને સૂતાં પણ પાચક કહી શકાય છે. પાચક હોવાને માટે ક્રિયાને એકાંતરૂપે કારણ માનવાવાળો અભિપ્રાય એવંભૂત નયાભાસ થઈ જાય છે. અર્થાદિ આભાસ ઃ
अर्थाभिधायी शब्दप्रतिक्षेपी अर्थनयाभासः । शब्दाभिधाय्यर्थप्रतिक्षेपी
Page #249
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
शब्दनयाभासः । अर्पितमभिदधानोऽनर्पितं प्रतिक्षिपन्नर्पितनयाभासः । अनर्पितमभिदधदर्पितं प्रतिक्षिपन्ननर्पिताभासः । लोकव्यवहारमभ्युपगम्य तत्त्वप्रतिक्षेपी व्यवहाराभासः। तत्त्वमभ्युपगम्य व्यवहारप्रतिक्षेपी निश्चयाभासः। ज्ञानमभ्युपगम्यक्रियाप्रतिक्षेपी ज्ञाननयाभासः । क्रियामभ्युपगम्य ज्ञानप्रतिक्षेपी क्रियानयाभास इति ।
૨૩૨
અર્થ : અર્થનું અભિધાન કરવાવાળો અને શબ્દનો નિષેધ કરવાવાળો અભિપ્રાય અર્થનયાભાસ છે.
શબ્દનું અભિધાન કરવાવાળો અને અર્થનો નિષેધ ક૨વાવાળો શબ્દનયાભાસ છે .
અર્પિત અર્થાત્ વિશેષનો સ્વીકા૨ ક૨વાવાળો અને અનર્પિત અર્થાત્ સામાન્યનો નિષેધ કરવાવાળો અર્પિતનયાભાસ છે.
અનર્પિતનો સ્વીકાર કરવાવાળો અને અર્પિતનો નિષેધ કરવાવાળો અનર્પિતનયાભાસ છે.
લોકવ્યવહારનો સ્વીકાર કરીને તત્ત્વનો નિષેધ કરવાવાળો વ્યવહારાભાસ છે .
તત્ત્વનો સ્વીકાર કરીને વ્યવહારનો નિષેધ કરવાવાળો નિશ્ચયાભાસ છે. જ્ઞાનનો સ્વીકાર કરીને ક્રિયાનો નિષેધ ક૨વાવાળો જ્ઞાનનયાભાસ છે. ક્રિયાનો સ્વીકાર કરીને જ્ઞાનનો નિષેધ કરવાવાળો ક્રિયાનયાભાસ છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
D
સપ્તભંગી
જૈનદર્શનના અનેકાંત સિદ્ધાંતના સ્તંભરૂપ સપ્તભંગીના સ્વરૂપનું હવે નિરૂપણ કરે છે -
सर्वत्रायं ध्वनिर्विधि-प्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभङ्गीमनुगच्छति ।।४-१३।। अयं ध्वनि: - शब्दः, सर्वत्र विधिमुखेन निषेधमुखेन च, स्वार्थं नित्यानित्याद्यनेकान्तात्मकं वस्तु, अभिदधान:- प्रतिपादयन्, सप्तभङ्गीस्यादस्तीत्यादिवक्ष्यमाणप्रकारं सप्तधा प्रयोगमनुगच्छति ।।१३।। (प्रमाणनयतत्त्वालोक)
આ શબ્દ સર્વત્ર વિધિ અને નિષેધની પ્રધાનતાએ સ્વાર્થનું (નિત્યાનિત્યાદિ मनतम वस्तु-) प्रतिपाइन ती मते "स्यादस्ति, स्यान्नास्ति..." ઈત્યાદિ આગળ બતાવીશું, તે સપ્તભંગીનું સાત પ્રકારના પ્રયોગનું અનુસરણ કરે છે.
હવે સપ્તભંગીનું સ્વરૂપ સ્પષ્ટ કરતા જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
केयं सप्तभङ्गीति चेदुच्यते-एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयो: समस्तयोश्च विधिनिषेधयो: कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी ।(1) 1. अथ सप्तभङ्गीमेव स्वरूपतो निरूपयन्ति- एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी ।।४-१४।। (प्रमाणनयतत्त्वालोक) एकत्र-जीवाजीवादी वस्तुनि, एकैकधर्मपर्यनुयोगवशात्-एकैकसत्त्वादिधर्मप्रश्नवशात्, अविरोधेन-प्रत्यक्षादिबाधापरिहारेण, व्यस्तयो:-पृथग्भूतयोः, समस्तयो:-समुदितयोश्च विधि-निषेधयोः कल्पनया-पर्यालोचनया
Page #251
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ : સપ્તભંગી શું છે ? આ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આ છે - કોઈપણ એક વસ્તુમાં એક-એક ધર્મના વિષયમાં પ્રશ્ન ક૨વાના કારણે વિરોધ વગર અલગ-અલગ અને મિલિત વિધિ અને નિષેધની કલ્પના દ્વારા ‘‘સ્યાત્’ શબ્દથી યુક્ત સાત પ્રકારનો શબ્દ પ્રયોગ સપ્તભંગી કહેવાય છે.
૨૩૪
કહેવાનો આશય એ છે કે, જીવ-અજીવ આદિ જેટલા અર્થ છે, તે બધામાં સત્ત્વ, અસત્ત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, આદિ ધર્મોમાં પ્રશ્ન કરવાના કારણે વિધિ અને નિષેધ દ્વારા સાત પ્રકારનું વચન સપ્તભંગી છે. પ્રત્યેક ધર્મનો પોતાના અભાવાત્મક ધર્મ સાથે સ્વાભાવિક વિરોધ છે. અપેક્ષાના ભેદથી પરસ્પર વિરોધી ધર્મોના વિરોધને દૂર કરીને ધર્મી અર્થ અનેક ધર્મોથી યુક્ત પ્રકાશિત કરવામાં આવે છે. ક્યારેક વિધિની કલ્પના કરવામાં આવે છે અને ક્યારેક નિષેધની, એક અપેક્ષાએ વિધિ હોય છે અને અન્ય અપેક્ષાએ નિષેધ, નિરપેક્ષ ભાવે જે વિરોધી છે તેનો વિરોધ અપેક્ષાના કારણે દૂર થઈ જાય છે. એક ધર્મીમાં એક કાલમાં વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન સપ્તભંગી માટે અત્યંત આવશ્યક છે. જે ધર્મોનો પરસ્પર વિરોધ નથી
कृत्वा, स्यात्काराङ्कित :- स्याच्छब्दलाञ्छितः, सप्तधा-सप्तप्रकारैर्वचनविन्यासः सप्तभङ्गी ज्ञातव्या। इदमत्राऽऽकूतम्-जीवाजीवात्मकं सर्वं हि वस्तुजातमनन्तधर्मात्मकमिति सिद्धान्तः । तत्रैकैकधर्ममवलम्ब्य सप्तविधप्रश्नवशात् सप्तधावाक्यं प्रवर्तते । उद्देश्य-विधेयात्मकं हि वाक्यं भवति, एवं च कस्मिंश्चिद् वस्तुनि कमपि धर्ममवलम्ब्योद्देश्य-विधेयात्मकं सप्तधैव वचनविन्यासः प्रवर्तते, नाधिकं नाऽपि न्यूनं, तथाहि घटे अस्तित्वधर्ममवलम्ब्य 'स्यादस्त्येव घट : ' 'स्यान्नास्त्येव घट: ' ' स्यादस्ति नास्ति च घटः ' 'स्यादवक्तव्य एव घट: ' ' स्यादस्ति चावक्तव्यश्च घट: ' 'स्यान्नास्ति चावक्तव्यश्च घटः ' ' स्यादस्ति नास्ति चावक्तव्यश्च घटः' इति सप्तभङ्गाः प्रवर्तन्ते ।
प्रश्नानां सप्तविधत्वं च प्रश्नकर्तुः सप्तविधजिज्ञासोदयात् । जिज्ञासायाः सप्तविधत्वं सप्तविधसंशयसमुद्भवात्। सन्देहस्यापि सप्तविधत्वं संदेहविषयीभूतधर्माणां कथञ्चिदस्तित्वादीनां सप्तविधत्वात्। तथाहि-कथञ्चिदस्तित्वं, कथञ्चिन्नास्तित्वं कथञ्चित्क्रमार्पितोभयत्वं कथञ्चिदवक्तव्यत्वं, कथञ्चिदस्तित्वविशिष्टावक्तव्यत्वं कथञ्चिन्नास्तित्वविशिष्टावक्तव्यत्वं कथञ्चित्क्रमार्पितो
>
,
Page #252
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨ ૩૫
તે ધર્મોનું ધર્મમાં એક સાથે પ્રતિપાદન સપ્તભંગી નથી. એક ફળમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ એક કાળમાં પ્રત્યક્ષથી સિદ્ધ છે. રૂપ આદિનો પરસ્પર વિરોધ નથી, તેઓ પરસ્પર મળીને રહે છે. એટલે તેનું એક ધર્મમાં નિરૂપણ સપ્તભંગી નથી. ધર્મનો પોતાના અભાવ સાથે વિરોધ હોય છે. ધર્મ ભાવાત્મક છે અને અભાવ તેનો નિષેધાત્મક છે. ભાવ અને અભાવ સ્વાભાવિક રૂપે પરસ્પર વિરોધી છે. જ્યાં ભાવ છે ત્યાં અભાવ નથી અને જ્યાં અભાવ છે ત્યાં ભાવ નથી. ભાવ અને અભાવ રૂ૫ વિરોધી ધર્મોનું અપેક્ષા દ્વારા એક ધર્મીમાં, એક કાલમાં નિરૂપણ થાય, તો સપ્તભંગી થઈ જાય છે. કોઈપણ ધર્મ હોય તેનો પોતાના અભાવ સાથે વિરોધ છે, આ વિરોધને સપ્તભંગી દૂર કરે છે. કોઈપણ ધર્મના વિષયમાં સપ્તભંગી હોય છે, તો ભાવની સાથે અભાવના વિરોધને દૂર કરે છે, જ્યારે સત્ત્વ અને અસત્ત્વનું એક ધર્મમાં પ્રતિપાદન થાય છે, ત્યારે ભાવ અને અભાવનો વિરોધ દૂર નથી થતો પરંતુ જ્યારે ભેદ અને અભેદનું,
भयविशिष्टावक्तव्यत्वमिति। एवं च वस्तुषु प्रतिपर्यायमवलम्ब्य सप्तविधसंशयविषयीभूतधर्माणां विद्यमानत्वाद् घट: स्यादस्ति न वा? इति कथञ्चित्सत्त्वसर्वथासत्त्वरूपविरुद्धकोटिद्वयात्मक: संशयः समाविर्भवति, संशयेन च घटे वास्तविकसत्त्वनिर्णयार्थं जिज्ञासोत्पद्यते, ततो घटः किं स्यादस्त्येव? इति प्रश्नः प्रवर्तते तादृशप्रश्नवशात् प्रतिपादयितुः प्रतिपिपादयिषा जायते, ततः प्रतिपादयति, तथा च प्रश्नानां सप्तधैव प्रवर्तमानत्वादुत्तरस्यापि सप्तविधत्वमेव प्रपन्नं भवति।
इयं सप्तभङ्गी प्रमाणसप्तभङ्गी-नयसप्तभंङ्गीभेदेन द्विधा। तत्र प्रतिभङ्गं सकलादेशस्वभावा प्रमाणसप्तभङ्गी। प्रतिभङ्ग विकलाऽऽदेशस्वभावा च नयसप्तभङ्गी। एकधर्मबोधनमुखेन अभेदवृत्त्या अभेदोपचाराद्वा तदात्मकाशेषधर्मात्मकवस्तुविषयकबोधजनकवाक्यत्वं सकलादेशत्वम्। कुत्राऽभेदवृत्त्या प्रतिपादयति? कुत्र चाभेदोपचारेण? इति चेत्, उच्यते-द्रव्यार्थनयाङ्गीकारपक्षे सर्वपर्यायाणां द्रव्यात्मकत्वात् ‘स्यादस्त्येव घटः' इति वाक्यमस्तित्वलक्षणैकधर्मप्रतिपादनद्वारा तदात्मकाशेषधर्मात्मकं वस्तु अभेदवृत्त्या प्रतिपादयति। पर्यायार्थनयस्वीकारपक्षे तु सर्वपर्यायाणां परस्परभिन्नत्त्वाद् एकस्य शब्दस्यानेकार्थप्रत्यायने सामर्थ्याऽभावादभेदोपचारेणानन्तधर्मात्मकं वस्तु प्रतिपादयति। अभेदवृत्तेरभेदोपचारस्याऽनाश्रयणे एकधर्मात्मकवस्तुविषयकबोधजनकं વવિયં વિનાશ તિ ૨૪.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨ ૩૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નિત્યત્વ અને અનિત્યત્વ આદિનું એક ધર્મીમાં પ્રતિપાદન થાય છે
ત્યારે જ ભાવ અને અભાવનો વિરોધ દૂર થઈ જાય છે. અસત્ત્વ જે રીતે સત્ત્વનો અભાવ છે, તે રીતે અભેદ ભેદનો અભાવ છે, નિત્યત્વનો અભાવ અનિત્યત્વ છે. ભાવ અને અભાવરૂપથી વિધિ અને નિષેધનું પ્રતિપાદન સપ્તભંગીનો પ્રાણ હોય છે.
એક ધર્મમાં એક ધર્મનું વિધાન હોય અને તેનાથી ભિન્ન કોઈ અન્ય ધર્મનો નિષેધ હોય, તો સપ્તભંગી નથી થતી. અગ્નિમાં રૂપ છે અને રસ નથી, આ પ્રકારે કહેવામાં આવે તો સપ્તભંગી પ્રગટ નથી થતી. અગ્નિમાં રૂપના સત્ત્વની સાથે રસના અસત્ત્વનો વિરોધ નથી. વિરોધથી રહિત અનેક ધર્મોનું એક ધર્મમાં પ્રતિપાદન કરવાથી જે પ્રકારે સપ્તભંગી નથી થતી, તે પ્રકારે એક ધર્મમાં વિરોધથી રહિત એક ધર્મના સત્ત્વ અને અન્ય ધર્મના અસત્ત્વનું પ્રતિપાદન હોય તો પણ સપ્તભંગી નથી થઈ શકતી. વિરોધી ધર્મોમાં વિરોધના અભાવનું નિરૂપણ હોય તો સપ્તભંગી થાય છે. વચનના જે પ્રકારોથી અર્થ ભિન્ન થઈ જાય છે, તે ભાંગ કહેવાય છે, સાત ભાંગાના સમૂહને સપ્તભંગી કહે છે. હવે સાત ભાંગાની ઉત્પત્તિનું રહસ્ય જણાવતાં કહે છે કે -
इयं च सप्तभङ्गी वस्तुनि प्रतिपर्यायं सप्तविधधर्माणां सम्भवात् सप्तविधसंशयोत्थापितसप्तविधजिज्ञासामूलसप्तविध-प्रश्नानुरोधादुपपद्यते ।12) (નૈનતાણા)
અર્થ : એક વસ્તુના પ્રત્યેક પર્યાયમાં સાત પ્રકારના જ ધર્મ હોઈ શકે છે. આ કારણે સાત પ્રકારના સંદેહ અને એ જ કારણે સંદેહથી ઉત્પન્ન સાત પ્રકારની જિજ્ઞાસા અને તેને કારણે સાત પ્રકારના પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નોના કારણે પ્રત્યેક પર્યાયમાં સાત ભાંગા ઉત્પન્ન થાય છે. 2. प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ।।४-३९।। तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ।।४-४० ।। तस्यापि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् ।।४-४१।। तस्यापि सप्तप्रकारकत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः |૪-૪રા (ર.તવા.)
Page #254
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૩૭
કહેવાનો આશય એ છે કે, મુખ્યરૂપે સત્ત્વ અને અસત્ત્વ ધર્મનો આશ્રય લઈને સપ્તભંગી ઉત્પન્ન થાય છે. ક્રમથી અને ક્રમ વગર એ જ બે ધર્મોનું વિધાન અને નિષેધ કરવાના કારણે સાત ભાંગા થઈ જાય છે. એક ધર્મનો આશ્રય લઈને આ સાત પ્રકારના ધર્મોથી અતિરિક્ત ધર્મ નથી થઈ શકતા, તેથી તેના વિષયમાં સંશય-જિજ્ઞાસા અને પ્રશ્ન જ નથી થઈ શકતા, તેથી સપ્તભંગીની જેમ અષ્ટભંગી આદિ સંભવ नथी. प्रत्ये मini 'स्यात्' भने, 'वार' नो प्रयोग थाय छे. ઘટના સત્ત્વ ધર્મને લઈને સાત ભાંગા આ પ્રકારે થશે -
स्यादस्त्येव घट: १. स्यानास्त्येव घट: २. स्यादस्त्येव स्यान्नास्त्येव च घट: ३. स्यादवक्तव्य एव घटः ४. स्यादस्त्येव स्यादवक्तव्य एव च घट: ५. स्यानास्त्येव स्यादवक्तव्य एव च घट: ६. स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्य एव च घटः। પ્રથમ ભાંગો ઃ હવે પ્રથમ ભાંગાનું સ્વરૂપ અને ઉદાહરણ જણાવતાં જૈનતર્ક ભાષામાં કહ્યું છે કે -
तत्र स्यादस्त्येव सर्वमिति प्राधान्येन विधिकल्पनया प्रथमो भङ्गः ।(3)
"स्यात्' - ५॥ ५४ाई छ ४. ॥ ३ प्रधान ३५ विपिनी વિવક્ષા કરવાથી પ્રથમ ભાંગો થાય છે. 3. अथास्यां प्रथमभङ्गोल्लेखं तावद् दर्शयन्ति-तद्यथा-स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः ।।४-१५।। (प्र.न.तत्त्वा.) अत्र स्यात्पदमनेकान्तबोधकम्, 'अस्त्येव सर्वं कुम्भादि', इत्युक्ते स्वरूपेणास्तित्वमिव पररूपेणाप्यस्तित्वं प्राप्नोति, तद्व्यावृत्त्यर्थं स्यात्पदं, तेन च स्यात्कथञ्चित्स्वद्रव्य-क्षेत्र-काल-भावैरेव कुम्भोऽस्ति, न परद्रव्य-क्षेत्र-काल-भावैरित्यर्थो लभ्यते। तथाहिकुम्भो द्रव्यतः पार्थिवत्वेनास्ति नाऽऽबादित्वेन, देशतः पाटलिपुत्रत्वेनास्ति न कान्यकुब्जत्वेन, कालत: वासन्तिकत्वेनास्ति न शैशिरत्वेन, भावतः श्यामत्वेनास्ति न रक्तत्वेन। 'स्यादस्त्येव सर्वम्' इत्यत्र स्वरूपादिभिरस्तित्वमिव स्वरूपादिभिरेव नास्तित्वमपि स्यात् तद्व्यावृत्त्यर्थमेवकारग्रहणं, तेन चायमर्थो लभ्यते-यत् स्वरूपादिभिरस्त्येव सर्वं वस्तु न तु नास्त्यपि, पररूपादिभिर्नास्तित्वं तु इष्टमेव।
एवकारस्त्रिधा-अयोगव्यवच्छेदकः, अन्ययोगव्यवच्छेदकः, अत्यन्तायोगव्यवच्छेदकश्च। तत्र विशेषणसंगतैवकारोऽयोमव्यवच्छेदकः। अयोगव्यवच्छेदकत्वं नाम-उद्देश्यतावच्छेदक
Page #255
--------------------------------------------------------------------------
________________
૨ ૩૮
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો કહેવાનો સાર એ છે કે, બધા અર્થોને ધર્મી બનાવીને અને એક સત્ત્વ ધર્મનો આશ્રય લઈને ભાંગાઓનું પ્રકાશન કરવામાં આવે તો ઘટ આદિ બધાં જ ધર્મીઓમાં સત્ત્વ આદિના પ્રકાશક ભાંગાઓના પ્રયોગોનું જ્ઞાન સરળતાથી થઈ શકે છે. આ કારણે બધાંને ધર્મી બનાવીને પ્રથમ ભાંગાનું નિરૂપણ કર્યું. હવે ઉદાહરણ આપે છે
उदा. - स्यात् कथञ्चित् स्वद्रव्यक्षेत्रकालभावापेक्षयेत्यर्थः।
અર્થ : સ્યાનો અર્થ છે કથંચિતું. પોતાના (સ્વ) દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અપેક્ષાએ, આ અર્થ છે.
કહેવાનો આશય એ છે કે, સ્યાહુ અનેકાંતનો પ્રકાશક અવ્યય છે. આ “તિન્ત” પદ નથી પરંતુ તિન્ત સમાન છે અને અપેક્ષાનો બોધ કરાવે છે. અપેક્ષા દ્વારા જ્યારે સત્ત્વ ધર્મનું પ્રતિપાદન થાય છે, ત્યારે પ્રથમ ભાંગો થાય છે. અપેક્ષા એક પ્રકારનું માનસ જ્ઞાન છે. ભાવોના પદાર્થોના કેટલાક ધર્મ પરસ્પર અપેક્ષા નથી રાખતા અને કેટલાક ધર્મ પરસ્પર અપેક્ષા રાખે છે. રૂ૫ રસ આદિ પરસ્પર સાપેક્ષ નથી. સત્ત્વ અને અસત્ત્વ વગેરે અપેક્ષાએ પ્રતીત થાય છે. તેથી અપેક્ષા દ્વારા તેનું પ્રતિપાદન ભાંગારૂપે થઈ જાય છે. પ્રથમ ભાંગાના સ્વરૂપની અધિક સ્પષ્ટતા કરતાં કહે છે કે,
अस्ति हि घटादिकं द्रव्यत: पार्थिवादित्वेन, न जलादित्वेन। क्षेत्रतः पाटलिपुत्रकादित्वेन, न कान्यकुब्जादित्वेन। कालत: शैशिरादित्वेन, न समानाधिकरणाऽत्यन्ताभावाऽ-प्रतियोगित्वं, यथा 'शङ्खः पाण्डुर एव' इत्यत्रोद्देश्यतावच्छेदकं शङ्खत्वं, तत्समानधिकरणात्यन्ताभावो न तावत्पाण्डुरत्वात्यन्ताभावोऽपि तु पीतत्वाद्यत्यन्ताभावः, तत्प्रतियोगित्वं पीतत्वादौ, अप्रतियोगित्वं पाण्डुरत्वे वर्तत इति लक्षणसमन्वयः। विशेष्यसंगतैवकारोऽन्ययोगव्यवच्छेदकः, अन्ययोगव्यवच्छेदकत्वं च विशेष्यभिन्नतादात्म्यादिव्यवच्छेदः, यथा पार्थ एव धनुर्धरः, अत्र पार्थान्यतादात्म्याभावो धनुर्धरे एवकारेण बोध्यते। क्रिया संगतै वकारश्चात्यन्तायोगव्यवच्छेदकः। अत्यन्ताऽयोगव्यवच्छेदकत्वं नामउद्देश्यतावच्छेदकव्यापकाभावाप्रतियोगित्वं, यथा-'नीलं सरोजं भवत्येव' इत्यत्र उद्देश्यतावच्छेदकं सरोजत्वं तद्व्यापकोऽत्यन्ताभावो नहि नीलाऽभेदाऽभावोऽपि तु पटाऽभेदाऽभावः, तत्प्रतियोगित्वं पटाऽभेदे, अप्रतियोगित्वं नीलाऽभेदे वर्तत इति लक्षणसमन्वयः। ननु ‘स्यादस्त्येव सर्वम्' इत्यादौ
Page #256
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
वासन्तिकादित्वेन । भावत: श्यामादित्वेन, न रक्तादित्वेनेति । (जैनतर्कभाषा)
I
૨૩૯
અર્થ : ઘટ આદિ, દ્રવ્યની અપેક્ષાએ પાર્થિવ આદિ સ્વરૂપ છે. જલ આદિ રૂપે નથી. ઘટ ક્ષેત્રની અપેક્ષાએ પાટલિપુત્રનો છે, કાન્યકુબ્જનો નથી. ઘટ કાળની અપેક્ષાએ શિશિર ઋતુનો છે, વસંતૠતુનો નથી. ભાવની અપેક્ષાએ શ્યામ આદિ રૂપમાં છે, રક્ત આદિ રૂપનો નથી.
કહેવાનો ફલિતાર્થ એ છે કે, પ્રત્યેક દ્રવ્યનું કોઈ ઉપાદાન કારણ હોય છે અને તે કોઈ દેશમાં અને કોઈ કાળમાં હોય છે. જ્યારે દ્રવ્ય પ્રતીત થાય છે, ત્યારે પોતાના ગુણો અને પર્યાયો સાથે પ્રતીત થાય છે. ગુણ અને પર્યાયની સાથે અર્થનું પ્રતીત થવાવાળું સ્વરૂપ ‘ભાવ’’ છે. જ્યારે કોઈ અર્થ પ્રતીત થાય છે, ત્યારે ઉપાદાન કારણ, દેશ, કાળ અને પોતાના ગુણો અને પર્યાયોની સાથે પ્રતીત થાય છે. માટીનો ઘડો જ્યારે દેખાય છે ત્યારે ઉપાદાન કારણ માટી પણ દેખાય છે, તે કોઈને કોઈ દેશમાં અને કોઈને કોઈ કાળમાં પ્રતીત થાય છે. કોઈ ગુણ અને પર્યાય પણ દૃષ્ટિ ર્ગોચર થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વગર કોઈ અર્થનું સ્વરૂપ વિચારમાં પણ લાવવામાં નથી આવતું. અર્થ સાથે અપરિહાર્યરૂપે રહેવાવાળા દ્રવ્ય, ક્ષેત્ર આદિ અર્થના પોતાના હોય છે. જે દ્રવ્ય-ક્ષેત્ર આદિ સ્વ નથી અર્થાત્ પોતાના નથી, તેની અપેક્ષાએ અર્થ સત્ નથી થતો, ઘટ જ્યારે છે ત્યારે પોતાના ઉપાદાન પૃથ્વીની સાથે રહે છે. પૃથ્વી વગર ઘટ રહી શકતો નથી. જલ ઘટનું ઉપાદાન કારણ एवकारस्य क्रियासंगतत्वादत्यन्तायोगव्यवच्छेदेन भवितव्यं तथा सति विवक्षिताऽर्थासिद्धिः स्यात्, कस्मिंश्चिद् घटे अस्तित्वस्याभावेऽपि 'स्यादस्त्येव घट:' इत्याकारकप्रयोगसम्भवात्, यथा कस्मिंश्चित् सरोजे नीलत्वाऽभावेऽपि 'नीलं सरोजं भवत्येव' इत्याकारकप्रयोग इति चेत्, न, राद्धान्तेऽत्रायोगव्यवच्छेदकस्यैवकारस्य स्वीकृतत्वात्। क्रियासंगतैवकारोऽपि क्वचिदयोग-व्यवच्छेदबोधको भवति, यथा- 'ज्ञानमर्थं गृह्णात्येव' इत्यत्र ज्ञानत्वसमानाधिकरणात्यन्ताभावाप्रतियोगित्वस्य अर्थग्राहकत्वे बोधः । एवं 'स्यादस्त्येव घटः' इत्यादिष्वपि अयोगव्यवच्छेदक एव एवकारो बोद्धव्यः । यद्यपि राद्धान्ते सत्त्वमिवाऽसत्त्वमपि घटस्य स्वरूपमेव, तथापि 'स्यादस्त्येव घट:' इत्यत्र सत्त्वस्य प्राधान्येन भानम्, असत्त्वस्य चाप्राधान्येन । एवं द्वितीयभङ्गे नास्तित्वस्य प्राधान्येन अस्तित्वस्य चाप्राधान्येन भानम् । एवमन्यभङ्गेष्वपि ज्ञातव्यम् ।।१५।।
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નથી, તેથી જલરૂપે ઘટ સત્ નથી. જ્યારે ઘટ કોઈ એક સ્થળે રહે છે, ત્યારે અન્ય સ્થળે તે નથી રહેતો. અન્ય સ્થાનની અપેક્ષાએ તે અસત્ છે. જ્યારે ઘટ વર્તમાનકાળમાં પ્રતીત થાય છે, ત્યારે અનાગત અથવા અતીત કાળમાં પ્રતીત થતો નથી. વર્તમાનકાળની અપેક્ષાએ ઘટ સત્ હોવા છતાં પણ અતીત અને અનાગતમાં અસત્ છે. આ જ રીતે જોતી વખતે જો ઘટ શ્યામ હોય તો શ્યામ સ્વરૂપે જ સત્ છે. પતિ અથવા રક્ત રૂપે સતું નથી. તે કાળમાં શ્યામ રૂપની સાથે જ ઘટનો અભેદ છે. ઉપાદાન પૃથ્વીની સાથે અને શ્યામ આદિ ગુણોની સાથે ઘટના ભેદભેદ છે. દેશ અને કાળની સાથે ભેદભેદ તો નથી પરંતુ સંયોગ સંબંધ છે. ઉપાદાન અને ગુણોની જેમ દેશ અને કાલની સાથે ભેદભેદ ન હોવા છતાં પણ અવશ્યભાવી સંયોગ સંબંધ છે. આ નિયત સંબંધીઓની સાથે જ અર્થ પ્રતીત થાય છે, તેથી તેની અપેક્ષાએ સત્ છે. જે દ્રવ્ય-ક્ષેત્ર આદિ પર છે, તેની સાથે પ્રતીતિ નથી થતી, તેથી તેની અપેક્ષાએ અસત્ છે. દ્વિતીય ભાંગો ઃ હવે બીજા ભાંગાનું સ્વરૂપ જણાવે છે -
एवं स्यानास्त्येव सर्वमिति प्राधान्येन निषेधकल्पनया द्वितीयः।(4)
અર્થ: આ જ રીતે કોઈ અપેક્ષાએ “સર્વ પદાર્થ નથી'' આ રીતિથી નિષેધની પ્રધાનરૂપે વિવક્ષા દ્વારા બીજો ભાંગો થાય છે.
કહેવાનો સાર એ છે કે, પ્રથમ ભાંગામાં સત્ત્વરૂપ ધર્મની પ્રધાનરૂપે વિવેક્ષા છે, એના લીધે અસત્ત્વનું જ્ઞાન ગૌણ રૂપે થાય છે. સર્વથા અસત્ત્વની અપ્રતીતિ નથી થતી. દરેક ભાગો એક-એક નિયત ઘર્મને પ્રધાનરૂપે પ્રગટ કરે છે. અભાવાત્મક વિરોધી ધર્મોની પ્રતીતિ અપ્રધાનરૂપે હોય છે. સપ્તભંગી શ્રુત-પ્રમાણનો અવાંતર ભેદ છે. એક એક ભાગો નયરૂપ વાક્ય છે. વિરોધી ધર્મનો સર્વથા નિષેધ ન કરતાં કોઈ ધર્મનું નિરૂપણ કરવું,
4. अथ द्वितीयभङ्गोल्लेखं ख्यापयन्ति - स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः ।।१६।। 'परद्रव्य-क्षेत्र-काल-भावैः कथञ्चिन्नास्त्येव कुम्भादिः' इति निषेधकल्पनया द्वितीयो મઃ ||૪-૧દ્દા (અ.સ.તત્વા.)
Page #258
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૪૧
નયના સ્વરૂપને માટે આવશ્યક છે. જો પહેલો ભાંગો અસત્ત્વનો સર્વથા નિષેધ કરે તો તે નય વાક્ય જ નહીં રહે. એ જ રીતે જો બીજો ભાંગો સત્ત્વનો સર્વથા નિષેધ કરે તો તે પણ નય ન રહેતા દુર્નય થઈ જશે. આ દશામાં નયોના સમૂહરૂપ સપ્તભંગી પણ અપ્રમાણ થઈ જશે. સત્ત્વ અને અસત્ત્વ સાપેક્ષ ભાવ છે. અપેક્ષા યુક્ત અર્થોમાં અપેક્ષાથી જ પ્રતિપાદન થવું જોઈએ. સત્ત્વ અને અસત્ત્વ, રૂપ-રસ-સ્પર્શ આદિની જેમ સર્વથા પરસ્પર નિરપેક્ષ નથી. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય આદિની અપેક્ષાએ કોઈપણ અર્થના સત્ત્વ અને અસત્ત્વ અનુભવ સિદ્ધ છે. શબ્દ જ્યારે દ્રવ્ય આદિની અપેક્ષા વિના અર્થના સત્ત્વ અને અસત્ત્વનું પ્રકાશન કરે છે, ત્યારે તે નયવાક્ય નથી થતું. ત્યારે તેમાં લૌકિક પ્રામાણ્ય રહે છે. સપ્તભંગીરૂપ પ્રાધાન્યને માટે અથવા પ્રથમ બીજા વગેરે ભાંગારૂપ નય માટે શબ્દથી ઉત્પન્ન જ્ઞાનનું અપેક્ષાત્મક હોવું આવશ્યક છે.
સ્વ-દ્રવ્ય ક્ષેત્ર આદિની સાથે અર્થનો સાક્ષાત્ સંબંધ છે. તેથી તેના કારણે એક અર્થનું સત્ત્વ છે, પરંતુ જે દ્રવ્ય ક્ષેત્ર આદિ ભિન્ન વસ્તુની સાથે સંબંધ રાખે છે, તે પણ સત્ વસ્તુના સંબંધી છે. અપેક્ષાને કારણે થવાવાળો સંબંધ બે પ્રકારે થાય છે, સત્ત્વ દ્વારા અને અસત્ત્વ દ્વારા. જે દ્રવ્ય આદિ “સ્વ' છે તેની સાથે સર્વ દ્વારા સંબંધ છે અને જે દ્રવ્ય આદિ “પર” છે તેની સાથે અસત્ત્વ દ્વારા સંબંધ છે અને ઘટ અવસ્થામાં પિંડ આકારનો પર્યાય નથી હોતો. તેથી તેની સાથે અસત્ત્વ દ્વારા સંબંધ છે. જે દ્રવ્ય-ક્ષેત્ર આદિ ઘટના સ્વરૂપમાં પ્રતીત નથી થતા, તે જ પર કહેવાય છે અને તેની સાથે અસત્ત્વ દ્વારા સંબંધ થાય છે. તેથી સત્ત્વ દ્વારા જેની સાથે સંબંધ છે, તે જ માત્ર સંબંધી નથી થતો, જેની સાથે અસત્ત્વરૂપે સંબંધ છે, તે પણ સંબંધી થાય છે, જો તે “પર” હોવાના કારણે સર્વથા સંબંધથી રહિત હોય તો સામાન્ય રૂપે તેની સત્તા ક્યાંય પણ ન હોવી જોઈએ. પરંતુ પર દ્રવ્ય આદિનો સ્વ-સ્વરૂપે અભાવ પ્રત્યક્ષ અને યુક્તિ વિરૂદ્ધ છે. જ્યારે લોકો કહે છે કે, દરિદ્રની પાસે ધન નથી, ત્યારે અસત્ત્વરૂપે ધનનો સંબંધ દરિદ્ર સાથે હોય છે. સત્ત્વરૂપે સંબંધ ન હોવાથી અસત્ત્વરૂપે જે સંબંધ છે, તેનો નિષેધ નથી થઈ શકતો.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કેટલાક લોકો કહે છે કે, અસત્ત્વ અભાવરૂપ છે અને અભાવ તુચ્છરૂપ છે. તુચ્છનો સ્વભાવ શૂન્યતા છે. શૂન્યની કોઈ શક્તિ નથી હોતી. તેથી તેમાં સંબંધ કરવાની શક્તિ પણ નથી હોતી. આ દશામાં તુચ્છ સાથે સંબંધ નથી થઈ શકતો. એમનું તે કથન પણ યુક્ત નથી. ભિન્ન ભિન્ન રૂપે ન હોવું તેને અસત્ત્વ કહે છે અને અસત્ત્વ વસ્તુનો ધર્મ છે. તેથી એકાંતથી તે તુચ્છરૂપ નથી. અસત્ત્વ પણ વસ્તુ છે, તેથી તેની સાથે સત્ વસ્તુનો સંબંધ થઈ શકે છે. હવે જે લોકો વસ્તુના અસરૂપના અસ્તિત્વ સામે આક્ષેપ કરે છે કે, “જો પર દ્રવ્ય આદિ એક અર્થમાં નથી, તો અસત્ત્વની સાથે અર્થનો સંબંધ થઈ શકે છે. પણ જેનું અસત્ત્વ છે, એ દ્રવ્ય આદિની સાથે તો સંબંધ થઈ નથી શકતો. ઘટનો જો પટના અભાવ સાથે સંબંધ હોય તો પટની સાથે સંબંધ પ્રતીત થતો નથી.” તેઓનું કથન પણ યુક્ત નથી – કારણ કે, પર દ્રવ્ય આદિને અપેક્ષાએ જ્યારે ઘટનું અસત્ત્વ કહેવાય છે, ત્યારે પર દ્રવ્ય આદિની અપેક્ષા આવશ્યક હોય છે, તેથી પર દ્રવ્ય આદિ પણ સત્ અર્થને માટે ઉપયોગી થઈ જાય છે. આ પ્રકારની વિવક્ષામાં પટ આદિ પણ સતુ ઘટનો સંબંધી બની જાય છે. પટની અપેક્ષાએ ઘટ ઘટરૂપે અસત્ કહેવાય છે.
તે સિવાય, જ્યાં સુધી પર દ્રવ્ય ક્ષેત્રાદિનું જ્ઞાન ન હોય, ત્યાં સુધી સ્વ દ્રવ્ય, ક્ષેત્ર આદિનું “સ્વ” રૂપમાં જ્ઞાન નથી થઈ શકતું. પરની અપેક્ષાએ સ્વનો વ્યવહાર થાય છે. વના વ્યવહારમાં કારણ હોવાથી પર દ્રવ્ય આદિ પણ અર્થના સંબંધી છે.
વસ્તુ કેવળ સરૂપ નથી, અસતરૂપ પણ છે. પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ નિયત છે. નિયત સ્વરૂપનું જ્ઞાન ત્યાં સુધી નથી થઈ શકતું, કે જ્યાં સુધી એક અર્થ ભિન્ન અર્થોના અભાવના રૂપમાં પ્રતીત ન થાય. જ્યાં સુધી ઘટ, પટ આદિના રૂપમાં અસત્ પ્રતીત ન થાય, ત્યાં સુધી ઘટનું યથાર્થ રૂપે જ્ઞાન નથી થઈ શકતું. તેથી પટ આદિના રૂપે અસત્ત્વ પણ ઘટનો ધર્મ છે. ધર્મની સાથે ધર્મીનો ભેદભેદ છે, તેથી ઘટ અસત્ સ્વરૂપ પણ છે. મુખ્ય રૂપથી કોઈપણ અર્થનું અસત્ત્વ, પર દ્રવ્ય આદિની અપેક્ષાએ પ્રતીત થાય છે. તેથી બીજો ભાંગો આ રીતિથી અસત્ત્વનું પ્રતિપાદન કરે છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨ ૪ ૩
અહીંયાં કેટલાક લોકોનો આક્ષેપ છે કે, “અસત્ત્વ અભાવ રૂ૫ છે. અભાવ પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા રાખે છે. ઘટનું જ્ઞાન ન હોય તો ઘટના અભાવનું જ્ઞાન નથી થઈ શકતું. પરંતુ ભાવનું જ્ઞાન પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા નથી રાખતું. ઘટને ઘટાભાવના જ્ઞાનની અપેક્ષા નથી હોતી.” તે લોકોનો આક્ષેપ યુક્ત નથી. અર્થનું જ્ઞાન બંને પ્રકારે થાય છે, અપેક્ષાથી અને અપેક્ષા વગર. અભાવનું જ્ઞાન પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા રાખે છે. પરંતુ જ્યારે અભાવનું જ્ઞાન પ્રમેય રૂપે થાય છે, ત્યારે પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા નથી હોતી. ઘટ હોય કે પટ, વૃક્ષ હોય કે લતા હોય, કોઈપણ હોય બધા જ અર્થ પ્રમેય છે અને પ્રમેય રૂપે જ્ઞાનનો વિષય હોવાને કારણે વૃક્ષ લતાની કે લતા વૃક્ષની અપેક્ષા નથી કરતી. પ્રમેયત્વ બધી વસ્તુઓનો સામાન્ય ધર્મ છે. ભાવોની જેમ અભાવ પણ જ્ઞાનનો વિષય છે. આથી પ્રમેય છે. પ્રમેય રૂપે વૃક્ષ આદિ ભાવ જે રીતે કોઈ પ્રતિયોગીની અપેક્ષા નથી રાખતા, તે જ રીતે અભાવ પણ પ્રમેયરૂપે કોઈ પ્રતિયોગીની અપેક્ષા નથી રાખતો. અભાવ અભાવરૂપે પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા કરે છે. ભાવ પણ પોતાના અભાવના અભાવરૂપ છે, એ રૂપે ભાવ પણ પોતાના અભાવની અપેક્ષા કરે છે. ઘટ ઘટાભાવનો અભાવ છે, તેથી ઘટાભાવના જ્ઞાનની અપેક્ષા કરે છે.
આ તો થઈ સ્વભાવાભાવ રૂપમાં અર્થાત્ પોતાના અભાવના અભાવના રૂપમાં પ્રતિયોગીના જ્ઞાનની અપેક્ષા. ભાવ રૂપમાં પણ સત્ત્વ રૂપને માટે સ્વદ્રવ્ય-ક્ષેત્ર આદિની અપેક્ષા અનુભવ સિદ્ધ છે. દ્રવ્યાદિ વગર કોઈપણ અર્થનું સ્વરૂપ પ્રતીત થતું નથી, તેથી પ્રથમ ભાંગો સત્ત્વને અને બીજો ભાંગો અસત્ત્વને અપેક્ષાએ પ્રગટ કરે છે. આ દશામાં સત્ત્વ અસત્ત્વનો અને અસત્ત્વ સત્ત્વનો સર્વથા વિરોધી નથી રહેતો. અસત્ત્વ ધર્મની તાત્વિકતા :
વસ્તુનો અસત્ત્વ ધર્મ પણ સર્વ ધર્મની જેમ તાત્વિક છે, તે જણાવવા માટે યુક્તિ સહ જૈનતર્કભાષામાં કહ્યું છે કે,
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
___ न चासत्त्वं काल्पनिकम्, सत्त्ववत् तस्य स्वातन्त्र्येणानुभवात्, अन्यथा विपक्षासत्त्वस्य तात्त्विकस्याभावेन हेतोस्त्रैरूप्यव्याघातप्रसङ्गात्।
અર્થ : જો તમે કહો કે અસત્ત્વ કલ્પનાથી પ્રતીત થાય છે, તો તે યુક્ત નથી. સત્ત્વની જેમ અસત્ત્વનો પણ સ્વતંત્રરૂપે અનુભવ થાય છે. જો અસત્ત્વ કેવળ કલ્પના દ્વારા સિદ્ધ હોય, તો સત્યરૂપથી વિપક્ષમાં અસત્ત્વ ન હોવાના કારણે હેતુના ત્રણ રૂપો નષ્ટ થવાની આપત્તિ આવશે.
કહેવાનો આશય એ છે કે, બૌદ્ધ લોકો કહે છે કે, “સર્વ ધર્મ વસ્તુનું સત્ય છે. અસત્ત્વ સત્ય નથી. પરંતુ કલ્પના દ્વારા પ્રતીત થાય છે. કાલ્પનિક ધર્મ વસ્તુનું સ્વરૂપ થઈ શકતો નથી. મરૂ ભૂમિમાં કલ્પના દ્વારા જળ પ્રતીત થાય છે. વાસ્તવમાં મરૂભૂમિ સાથે જળનો સંબંધ નથી થતો. અસત્વ પણ કલ્પનાથી પ્રતીત થાય છે, તેથી વાસ્તવમાં વસ્તુ અસત્ નથી થઈ શકતી.”
આ કથન યુક્ત નથી. વિના અવરોધે જે રીતે સત્ત્વનો અનુભવ થાય છે, તે રીતે અસત્ત્વનો અનુભવ પણ થાય છે. જો કલ્પનાને જ કારણે અસત્ત્વની પ્રતીતિ હોય, તો પ્રત્યેક અર્થ અન્ય અર્થોના રૂપમાં પ્રતીત થવો જોઈએ. પરદેશ-કાળ આદિ દ્વારા ઘટનું અસત્ત્વ જો વાસ્તવ ન હોય તો ઘટ અન્ય દેશમાં અને અન્ય કાળમાં પ્રતીત થવો જોઈએ. તે જે રીતે પાર્થિવરૂપમાં પ્રતીત થાય છે, તે રીતે જલીય રૂપમાં અથવા અગ્નિ આદિના રૂપમાં પ્રતીત થવો જોઈએ. એક અર્થને સમસ્ત વસ્તુઓના રૂપમાં થઈ જવું જોઈએ. મરૂસ્થળમાં દૂરથી ગ્રીષ્મ ઋતુમાં પાણી દેખાય છે પરંતુ પાસે જવાથી પાણી નથી મળતુ અને તેને પીઈને તરસ છિપાતી નથી. આ બાધક જ્ઞાનને કારણે મરૂસ્થળમાં જળનું જ્ઞાન કલ્પનાથી ઉત્પન્ન સિદ્ધ થાય છે. પરંતુ પર દ્રવ્ય, દેશ, કાલ આદિના રૂપમાં અસત્રૂપના જ્ઞાનને બાધિત કરવાવાળું કોઈ જ્ઞાન નથી, તેથી વસ્તુનું અસત્ રૂપ કલ્પનાથી સિદ્ધ નથી. અસત્ રૂપ સત્ય ના બદલે કાલ્પનિક માનવામાં આપત્તિ છે. તેથી અસત્ રૂપ પણ સત્ય છે.
એ માટે બૌદ્ધ કહે છે “પર દ્રવ્ય, ક્ષેત્ર આદિના રૂપમાં જે અસત્ત્વ
Page #262
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
પ્રતીત થાય છે, તે સ્વ-દ્રવ્ય આદિની અપેક્ષાએ પ્રતીત થવાવાળા સત્ત્વથી ભિન્ન નથી. સત્ત્વ જ પરની અપેક્ષાએ અસત્ત્વ રૂપમાં પ્રતીત થઈ રહ્યું છે, તેથી જો પ૨રૂપે અસત્ત્વ સત્ય ન હોય તો પણ ઘટ આદિ અર્થ પટ, વૃક્ષ આદિના રૂપમાં પ્રતીત નહીં થાય. અસત્ત્વ જો સત્ય હોત, તો તે ન હોવા છતાં પણ ઘટ આદિ વૃક્ષ આદિના રૂપમાં પ્રતીત થવાની આપત્તિ આપી શકાતી હતી. પરંતુ પર રૂપથી અસત્ત્વ સ્વરૂપથી સત્ત્વની અપેક્ષાએ ભિન્ન નથી.’’
૨૪૫
આ પણ યુક્ત નથી. આ રૂપે જો સ્વરૂપનું સત્ત્વ પર રૂપે અસત્ત્વ હોય તો સત્ત્વનું પોતાનું રૂપ ન હોવાથી પર રૂપે અસત્ત્વ જ પ્રધાન થઈ જશે. આ દશામાં ઘટ આદિ અર્થ સર્વથા અસત્ રૂપ થઈ જવા જોઈએ. આ દશામાં સ્વરૂપથી સત્ત્વનું પોતાનું અલગ સ્વરૂપ નથી, તે પર રૂપના અસત્ત્વમાં સમાઈ ગયું છે, તેથી અર્થને અસત્ થઈ જવું જોઈએ. જો તમે ૫૨-રૂપે અસત્ત્વને પ્રધાનતા ન આપતાં સ્વરૂપથી સ્વ સત્ત્વમાં જ પર રૂપે અસત્ત્વનો સમાવેશ કરો તો પ૨-રૂપે અસત્ત્વ ન હોવાને કારણે પ્રત્યેક અર્થ અન્ય બધા અર્થોના રૂપમાં થઈ જવા જોઈએ.
જો તમે કહો કે, કોઈપણ પદાર્થ પોતાના કારણો દ્વારા નિયત રૂપે ઉત્પન્ન થાય છે. તેનું નિયત સ્વરૂપ પરરૂપે અસત્ત્વની અપેક્ષા નથી કરતું. તો પણ તમારું કથન યુક્ત નથી. જ્યાં સુધી ૫૨-રૂપે વસ્તુ અસત્ ન થાય, ત્યાં સુધી કારણો દ્વારા તેની નિયત રૂપથી ઉત્પત્તિ નથી થઈ શકતી. સત્ અને અસત્ રૂપે વસ્તુની પ્રતીતિ વિના વસ્તુના પોતાના સ્વરૂપનો અનુભવ નથી થઈ શકતો. અસત્ રૂપમાં જ્ઞાનને મિથ્યા પણ નથી કહી શકતા. સત્ રૂપમાં જ્ઞાન જે પ્રકારે પ્રતીત થાય છે, તે જ પ્રકારે અસત્ રૂપમાં પણ પ્રતીત થાય છે. આ અવસ્થામાં સત્ રૂપને સત્ય અને અસત્ રૂપને મિથ્યા નથી કહી શકાતું. તેથી સ્વ સત્ત્વ જ પર રૂપે અસત્ત્વ નથી. સ્વ દ્રવ્ય આદિની અપેક્ષાએ સત્ત્વનું જ્ઞાન અને પરદ્રવ્યની અપેક્ષાએ અસત્ત્વનું જ્ઞાન થાય છે. આ કારણોનો ભેદ પણ સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપથી અસત્ત્વને સિદ્ધ કરે છે અને એકાંત રૂપે અભેદનો નિષેધ કરે છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૬
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
જો અસત્ત્વ કલ્પનાથી સિદ્ધ હોય તો બૌદ્ધ નિર્દોષ હેતુના જે ત્રણ રૂપોનો સ્વીકાર કરે છે, તે પણ ઉપપન્ન નહીં થાય. બૌદ્ધોના મત પ્રમાણે, હેતુને માટે પક્ષમાં સત્ત્વ, સપક્ષમાં સત્ત્વ અને વિપક્ષમાં અસત્ત્વ આ ત્રણ રૂપ હોવા જોઈએ. જો અસત્ત્વ કલ્પના મૂલક હોય, તો વિપક્ષમાં અસત્ત્વ પણ કાલ્પનિક થઈ જશે. આ દશામાં હેતુનું નિર્દોષ સ્વરૂપ નહીં રહી શકે. તેથી સત્ત્વ અને અસત્ત્વ વસ્તુના બંને ધર્મ તાત્ત્વિક છે. તૃતીય ભાંગો :
હવે તૃતીય ભાંગાનું સ્વરૂપ જણાવતાં કહે છે કે, स्यादस्त्येव स्यानास्त्येवेति प्राधान्येन क्रमिकविधिनिषेध-कल्पनया तृतीयः।।)
અર્થ : કોઈ અપેક્ષાએ પ્રત્યેક અર્થ સત્ છે અને કોઈ અપેક્ષાએ અસત્ છે. આ રીતે પ્રધાન રૂપે ક્રમની સાથે વિધિ અને નિષેધના નિરૂપણ દ્વારા તૃતીય ભાંગો થાય છે.
કહેવાનો આશય એ છે કે, ક્રમશઃ વિધિ અને નિષેધ, આ બંનેની વિવેક્ષા હોય, તો ત્રીજો ભાગો થાય છે. પ્રથમ ભાંગા દ્વારા સ્વ-દ્રવ્ય આદિની અપેક્ષાએ કેવળ સત્ત્વનું પ્રધાનરૂપે નિરૂપણ થાય છે. બીજા ભાંગા દ્વારા પર-દ્રવ્ય આદિની અપેક્ષાએ અસત્ત્વનું પ્રધાનરૂપે નિરૂપણ થાય છે. સત્ત્વ અને અસત્ત્વ બંનેનું ક્રમશઃ પ્રધાનરૂપે નિરૂપણ ત્રીજા ભાંગામાં હોય છે. પ્રથમ ભાંગો અને દ્વિતીય ભાંગો બંનેનું પ્રધાન રૂપે નિરૂપણ નથી કરતો, આ જ ત્રીજા ભાંગાનો પ્રથમ અને દ્વિતીય ભાંગાથી ભેદ છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. અન્ય રીતિથી પણ પ્રથમ અને દ્વિતીય ભાંગાથી તૃતીય ભાંગાના ભેદને પ્રગટ કરે છે. પ્રથમ ભાંગાથી વિધિનું મુખ્યરૂપે ભાન થાય છે. દ્વિતીય ભાંગાથી નિષેધનો બોધ મુખ્ય રૂપે થાય છે. પ્રથમ ભાંગા બાદ દ્વિતીય ભાંગો છે. તેથી વિધિ અને 5. अथ तृतीयभङ्गमुल्लेखतो व्यक्तीकुर्वन्ति-स्यादस्त्येव नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः ।।४-१७।। यदा वस्तुगतास्तित्व-नास्तित्वधर्मो क्रमेण विवक्षितौ तदा ચાયૅવ યાત્રત્યેવ’ તિ તૃતીયો મ ા૨૭II (પ્ર.ન.તસ્વા.)
Page #264
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૪૭
નિષેધનું ક્રમથી જ્ઞાન બંને ભાંગા કરી દે છે. ત્રીજો ભાંગો પણ ક્રમની સાથે વિધિ અને નિષેધના જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તેથી તૃતીય ભાંગાનો પ્રથમ અને બીજા ભાંગાથી કોઈ ભેદ નથી, આ આશંકાનું નિરાકરણ કરવા માટે તેઓ કહે છે કે, તૃતીય ભાંગાથી જે બોધ થાય છે. તે
એકત્ર દ્રવ્યમ્' આ રીતિથી થાય છે. એક વિશેષ્યમાં બે અર્થોનું પ્રકારરૂપે જે જ્ઞાન થાય છે, તે “એકમાં બે' નામથી ઓળખાય છે. “ચત્ર દંડી છે અને કુંડલી છે.” આ વાક્ય તેનું ઉદાહરણ છે. ચૈત્ર દંડવાળો અને કુંડળવાળો છે, આ જ્ઞાન આ વાક્યથી ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનમાં ચૈત્ર વિશેષ્ય છે તથા દંડ અને કુંડલ પ્રકાર છે. આ જ રીતે તૃતીય ભાંગામાં એક જ જ્ઞાન છે, જેમાં વિધિ પણ પ્રકાર છે અને નિષેધ પણ પ્રકાર છે. એક વસ્તુ વિશેષ્ય છે. પ્રથમ ભાંગા પછી જ્યારે બીજા ભાંગાથી બોધ થાય છે, ત્યારે ક્રમશ: વિધિ અને નિષેધનું જ્ઞાન તો થાય છે, પરંતુ તે જ્ઞાન એક નથી હોતું. તે બે જ્ઞાન થાય છે, જે ક્રમથી થાય છે. તૃતીય ભાંગા દ્વારા થવાવાળું જ્ઞાન એક જ છે, તે એક જ્ઞાનમાં વિધિ પણ પ્રકાર છે અને નિષેધ પણ પ્રકાર છે. પ્રથમ અને બીજા ભાંગાથી ઉત્પન્ન થવાવાળાં બે જ્ઞાનોની અપેક્ષાએ એક વિલક્ષણ જ્ઞાનને ઉત્પન્ન કરવાને કારણે તૃતીય ભાંગો ભિન્ન છે.
અહીં ધ્યાન રહે કે – તૃતીય ભાંગાથી ઉત્પન્ન જ્ઞાનમાં જે વિધિ અને નિષેધ પ્રતીત થાય છે, તેમાં પરસ્પર વિશેષણ-વિશેષ્ય ભાવ નથી. જો આ બંનેમાં વિશેષણ-વિશેષ્ય ભાવ હોય, તો વિશેષણ ગૌણ થઈ જશે અને વિશેષ્ય મુખ્ય થઈ જશે. ક્રમશઃ બંનેની પ્રધાનતા ઈષ્ટ છે, તે નહીં રહે. તેથી તૃતીય ભાંગો એક જ અર્થને વિધિ અને નિષેધથી વિલક્ષણ રૂપે પ્રકાશિત કરે છે. આ બોધમાં વિધિ અને નિષેધ બને સમાન રૂપે પ્રકાર છે અને ઘટ આદિ અર્થ વિશેષ્ય છે. ચોથો ભાંગો :
હવે ચોથા વિકલ્પનું સ્વરૂપ જણાવતાં કહે છે કે, स्यादवक्तव्यमेवेति युगपत्प्राधान्येन विधिनिषेधकल्पनया चतुर्थः, एकेन
Page #265
--------------------------------------------------------------------------
________________
૨ ૪૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો पदेन युगपदुभयोर्वक्तुमशक्यत्वात्।(6)
અર્થ : કોઈ અપેક્ષાએ બધા પદાર્થ અવક્તવ્ય જ છે. આ રીતે એક કાળમાં પ્રધાનરૂપે વિધિ અને નિષેધની વિવક્ષાને કારણે ચોથો ભાંગો થાય છે, એક પદ એક કાળમાં વિધિ અને નિષેધનું કથન નથી કરી શકતું, તેથી અર્થ અપેક્ષાએ અવક્તવ્ય છે.
અહીંયાં કહેવાનો આશય એ છે કે, અસત્ત્વને ગૌણ કરીને મુખ્ય રૂપે સત્ત્વનું પ્રતિપાદન કરવું હોય તો પ્રથમ ભાંગો થાય છે. તેનાથી વિપરીત સત્ત્વને ગણરૂપે અને અસત્ત્વને મુખ્ય રૂપે કહેવું હોય તો બીજો ભાંગો થાય છે. સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોનું મુખ્યરૂપે નિરૂપણ કરવું હોય તો કોઈપણ વચન તેના માટે સમર્થ નથી, તેથી અર્થ અવાચ્ય છે. અર્થમાં કોઈ ધર્મનું નિરૂપણ એક કાળમાં મુખ્ય અથવા ગૌણરૂપે થઈ શકે છે. બંને પરસ્પર વિરોધી ધર્મોને મુખ્ય રૂપે કે ગૌણરૂપે કહી શકાતા નથી. બંને ધર્મ એક અર્થમાં, એક કાળમાં ગૌણ અથવા મુખ્ય નથી થઈ શકતા. અર્થમાં આ પ્રકારનું સ્વરૂપ અસંભવ છે, તેથી તેનું વાચક પદ પણ નથી, વાચકથી રહિત હોવાના કારણે અર્થ અવક્તવ્ય છે.
અવક્તવ્ય ભાંગાનું નિરૂપણ અનેક પ્રકારે થઈ શકે છે. અર્થમાં સ્વરૂપની અપેક્ષાએ એકાંત સત્ત્વ જ નથી અને પર રૂપની અપેક્ષાએ એકાંત અસત્ત્વ જ નથી. કેવળ સત્ત્વ અથવા અસત્ત્વને માનીને કોઈ શબ્દ વડે અર્થનું કથન થઈ શકતું નથી, તેથી અર્થ અવાચ્ય છે. કેવળ સત્ત્વ અથવા કેવળ અસત્ત્વ સર્વથા અવિદ્યમાન છે, તેથી તેનો કોઈ વાચક નથી થઈ શકતો.
જો અર્થ બધા પ્રકારે સત્ જ હોય, તો તેની કોઈ અન્ય અર્થથી વ્યાવૃત્તિ નહીં થઈ શકે. તે મહાસામાન્ય સત્તાની જેમ બધા સ્થાને રહેશે, તેથી વિશેષરૂપે પ્રતીત નહીં થઈ શકે. જો ઘટ સર્વથા સત્ હોય,
6. इदानीं चतुर्थभङ्गोल्लेखमाविर्भावयन्ति-स्यादवक्तव्यमेवेति युगपद्विधि-निषेधकल्पनया चतुर्थः ।।४-१८ ।। यदा अस्तित्व-नास्तित्वधर्मो युगपत्प्रधानभावेन विवक्षितौ, तदा तादृशयुगपद्धर्मद्वयबोधकशब्दाभावादवक्तव्यमेवेति चतुर्थो भङ्गः ।।१८।। (प्र.न.तत्त्वा.)
Page #266
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
તો બધા જ સ્થાને સરૂપમાં જ પ્રતીત થવો જોઈએ, ઘટરૂપમાં તેની પ્રતીતિ ન થવી જોઈએ. ઘટ જ્યારે પ્રતીત થાય છે, ત્યારે વૃક્ષ આદિ અર્થોથી ભિન્ન આકારમાં જ પ્રતીત થાય છે. તેથી ઘટ ઘટરૂપે જ સત્ છે, એ જ રીતે જો ઘટ આદિ અર્થ અસત્પ હોય, તો વૃક્ષ આદિના રૂપે જે રીતે અવિદ્યમાન છે, તે રીતે પોતાના રૂપે પણ અવિદ્યમાન હોવાને કારણે શશશૃંગની જેમ તુચ્છ થઈ જવો જોઈએ. એકાંત રૂપે કેવળ સત્ત્વાત્મક અને અસત્ત્વાત્મક રૂપમાં ઘટ આદિ અવાચ્ય છે. આ અવક્તવ્યનો પહેલો પ્રકાર છે.
૨૪૯
અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી જ્યારે અર્થોનો ભેદ કરવામાં આવે છે, ત્યારે જે રૂપમાં વિવક્ષા ઈચ્છે છે અને જે રૂપમાં વિવક્ષા નથી ઈચ્છતા, તે બે રૂપોથી પ્રથમ અને બીજો ભાંગો થાય છે. આ બંને પ્રકારોથી જો એક કાળમાં કહેવાની ઈચ્છા હોય, તો અર્થ કોઈપણ શબ્દથી કહી શકાતો નથી, તેથી અવાચ્ય છે. જે રૂપે વિવક્ષા નથી તે રૂપે પણ જો ઘટ હોય તો, નિયત નામ અને સ્થાપના આદિનો વ્યવહાર ન હોવો જોઈએ. એ જ રીતે જે રૂપે કહેવા માંગે છે તે રૂપે પણ જો ઘટ ન હોય તો ઘટનો વ્યવહાર જ ન થવો જોઈએ. આ બંને પક્ષોમાંથી જો કેવળ એક પક્ષને સ્વીકાર ક૨વામાં આવે તો અર્થનું સ્વરૂપ નહીં રહે, તેથી અવાચ્ય થઈ જાય છે. આ અવક્તવ્યનો બીજો પ્રકાર છે.
અથવા નામ આદિનો જે પ્રકા૨ નિયત છે, તેમાં જે આકાર આદિ છે, તેના રૂપે ઘટ છે. નામ આદિમાં જે આકાર આદિ નથી, તેના દ્વારા તે ઘટ નથી. આ બંને પ્રકારોથી એક કાળમાં કહેવાની શક્તિ કોઈ પદમાં નથી, તેથી અવક્તવ્ય છે. જે આકાર આદિ વિદ્યમાન છે, તેના કારણે જે પ્રકારે ઘટ છે તે પ્રકારે જો અવિદ્યમાન આકારથી પણ ઘટ હોય, તો એક જ ઘટ સમસ્ત ઘટોના રૂપમાં થઈ જવો જોઈએ. જો વિદ્યમાન આકારથી પણ ઘટ ન હોય, તો ઘટના અર્થી મનુષ્ય, વૃક્ષમાં જે રીતે પ્રવૃત્તિ નથી કરતો, તે રીતે ઘટમાં પણ પ્રવૃત્તિ ન કરે. આ બંનેમાંથી કોઈપણ એકાંત પ્રમાણોથી સિદ્ધ નથી, તેથી અવક્તવ્યનો આ ત્રીજો
Page #267
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રકાર છે. અન્ય અનેક પ્રકારે પણ અવક્તવ્ય હોઈ શકે છે. અર્થ અવક્તવ્ય થવામાં બે કારણ છે - જે મુખ્ય છે. બે પ્રકા૨ોથી વસ્તુ એક કાળમાં એકાંતરૂપે સંબંધ નથી રાખતી. એકાંત રૂપમાં એ વસ્તુનો અત્યંત અભાવ અવક્તવ્ય હોવાનું એક કારણ છે. વિરોધી બે ધર્મોને પ્રધાન અથવા અપ્રધાન રૂપે કહેવામાં પદ અસમર્થ છે. આ બીજુ કારણ છે. હવે અન્ય વિરોધોના પરિહાર પૂર્વક પૂર્વોક્ત વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે કે,
शतृशानशौ सदित्यादौ साङ्केतिकपदेनापि क्रमेणार्थद्वयबोधनात् । अन्यतरत्वादिना कथञ्चिदुभयबोधनेऽपि प्रातिस्विकरूपेणैकपदादुभयबोधस्य ब्रह्मणापि दुरुपपादत्वात् ।
અર્થ : શત્રુ અને શાનશ્ સત્ છે, ઈત્યાદિ સ્થળે સાંકેતિક પદથી પણ ક્રમશઃ બંને અર્થોનો બોધ થાય છે. અન્યતરત્વ આદિ દ્વારા કોઈ રીતે બંનેનું જ્ઞાન થઈ જાય તો પણ પ્રત્યેકમાં થવાવાળા નિયતરૂપથી બંનેનું જ્ઞાન બ્રહ્મા પણ નથી કરી શકતા.
૨૫૦
કહેવાનો આશય એ છે કે, ‘‘પ્રતિસ્તું મવૃત્તિ’' આ વ્યુત્પત્તિ દ્વારા પ્રાતિસ્વિક પદનો અર્થ છે - પ્રત્યેકમાં રહેવાવાળું અસાધારણ સ્વરૂપ. વિરોધી બે અર્થોને એક કાળમાં પ્રધાનતા અથવા અપ્રધાનતાથી કહેવામાં કોઈપણ પદ સમર્થ નથી.
આ હેતુ પર આક્ષેપ કરે છે કે, સંકેત દ્વારા પદ અર્થનો બોધ કરાવે છે. જે રીતે અવિરોધી અર્થમાં સંકેત કરી શકાય છે. તે જ રીતે વિરોધી અર્થમાં પણ સંકેત થઈ શકે છે. સંકેત થયે છતે વિધિ અને નિષેધ બંનેનું જ્ઞાન એક પદ કરાવી શકે છે. વ્યાકરણમાં શત્રુ અને શાનસ્ બે વિરોધી પ્રત્યય છે. આ બંને માટે ‘સત્' પદનો સંકેત છે. સત્ પદથી બંનેનું જ્ઞાન એક સાથે થાય છે. ‘સત્' પદની જેમ કોઈ સાંકેતિક પદ વિધિ અને નિષેધનું જ્ઞાન કરાવી શકે છે.
આ આક્ષેપના ઉત્તરમાં કહે છે કે - સંકેત ક૨વાથી પદ બે અર્થોનો બોધ કરાવી શકે છે. પરંતુ તે ક્રમશઃ કરાવી શકે, એક કાળમાં નહીં.
Page #268
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨ ૫ ૧
જે પણ પદનો વિધિ અને નિષેધ બંનેને માટે સંકેત કરવામાં આવશે, તે ક્રમથી જ જ્ઞાન કરાવી શકશે, એક કાળમાં નહીં.
આના પર ફરી શંકા કરવામાં આવે છે કે, વિરોધી અર્થોમાં વિરોધી ધર્મ રહે છે. એ ધર્મો દ્વારા બોધ બંને અર્થોનો એક પદથી થાય, તો ક્રમ અવશ્ય હોય છે. ઘટમાં ઘટત્વ છે, તેનો વિરોધી પટવ પટમાં છે. જો કોઈપણ પદ સંકેતને કારણે ઘટત્વ અને પટવ ધર્મો દ્વારા બોધ કરાવે તો ક્રમથી જ કરાવી શકે છે. વિરોધી ધર્મોનું જ્ઞાન ક્રમથી જ થઈ શકે છે. શતૃ અને શાનશું પણ બે વિરોધી ધર્મ છે. “સેતુ” પદ એ બે ધર્મો દ્વારા જ્ઞાન કરાવે છે, તેથી જ્ઞાન ક્રમથી થાય છે. સત્ત્વ અને અસત્ત્વ પણ બે વિરોધી ધર્મ છે. ઘટત્વ અને પટવના સ્વરૂપથી સત્ત્વ અને અસત્ત્વનું સ્વરૂપ ભિન્ન છે. પરંતુ વિરોધની દૃષ્ટિએ ભેદ નથી. ઘટત્વ અને પટવના ધર્મી ભિન્ન છે, કોઈ એક ધર્મમાં ઘટત્વ અને પટવ નથી રહેતા. પરંતુ સત્ત્વ અને અસત્ત્વ અહીંયાં ભિન્ન ધર્મીઓમાં નથી, એક જ ધર્મીમાં છે. એક ધર્મીમાં હોવા છતાં પણ તેનો સ્વભાવ પરસ્પર વિરોધી છે. એક ઘટમાં રૂપ, રસ, ગંધ આદિ ધર્મ છે, ભિન્ન ધર્મીઓમાં રહેવાવાળા ઘટવ પટવની જેમ તેમાં વિરોધ નથી. પરંતુ અસાધારણ ધર્મના કારણે તેમાં પણ વિરોધ છે. રૂપત્વ અને રસત્વ આદિ ધર્મોના કારણે રૂ૫ રસ આદિ ધર્મ પણ પરસ્પર વિરોધી છે. રૂપત્વ કેવળ રૂપમાં છે અને રસત્વ કેવળ રસમાં છે. રૂપત્ર દ્વારા રૂપનું અને રસત્વ દ્વારા રસનું જ્યારે જ્ઞાન થશે, ત્યારે એક ઘટ અથવા ફળ આદિ ધર્મમાં રહેવા છતાં પણ રૂપ અને રસનું જ્ઞાન ક્રમથી થાય છે. સત્ત્વ અને અસત્ત્વ, રૂપ રસ આદિની જેમ ઘટ અને ફળ આદિ ધર્મીઓમાં એક સાથે રહે છે. પરંતુ રૂપત્વ જે રીતે રસત્વથી ભિન્ન છે, તે રીતે ઘટ આદિ એક અર્થમાં રહેવાવાળા સત્ત્વ અને અસત્ત્વ પણ સત્ત્વભાવ અને અસત્ત્વભાવથી ભિન્ન છે. સત્વભાવ કેવળ સત્ત્વમાં અને અસત્ત્વભાવ કેવળ અસત્ત્વમાં છે. તેથી એક ધર્મમાં રહેવા છતાં પણ સત્ત્વ અને અસત્ત્વનો જ્યારે પોતપોતાના સત્ત્વભાવ અને અસત્ત્વભાવ૩૫ અસાધારણ સ્વરૂપથી જ્ઞાન થશે, ત્યારે ક્રમથી જ થશે. પરંતુ જ્યારે ભિન્ન વિરોધી ધર્મોમાં સમાન રૂપે રહેવાવાળા કોઈ એક સામાન્ય ધર્મ દ્વારા જ્ઞાન થશે તો એક સાથે પણ થઈ શકશે. રૂપ, રસ આદિ ગુણોમાં ગુણત્વ એક સામાન્ય
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ધર્મ છે. ગુણત્વ રૂપથી રૂપ, રસ આદિ સમસ્ત ગુણોનું એક સાથે જ્ઞાન થઈ શકે છે. ગુણ પદ ગુણત્વરૂપથી રૂપ આદિ સમસ્ત ગુણોનું એક કાળમાં પ્રતિપાદન કરી શકે છે.
સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોમાં સત્ત્વ અને અસત્ત્વનો અન્યતરત્વ સામાન્ય ધર્મ છે. બંનેમાંથી એકને અન્યતર કહેવાય છે. અન્યતરત્વ બંનેમાં છે. તે જ રીતે જ્ઞેયત્વ, વાચ્યત્વ આદિ સાધારણ ધર્મ પણ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોમાં છે. તે ધર્મો દ્વારા પણ સાંકેતિક પદ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોનું જ્ઞાન કરાવી શકે છે. અને તે જ્ઞાન એક કાળમાં થઈ શકે છે. આ રીતે જ એક પદથી વાચ્ય હોવાને કારણે ઘટ આદિ અર્થ કોઈપણ અપેક્ષાએ અવક્તવ્ય નથી થઈ શકતો.
તેનો ઉત્તર એ છે કે - અન્યતરત્વ જ્ઞેયત્વ આદિ રૂપથી એક કાળમાં સત્ત્વ અને અસત્ત્વનો બોધ થઈ શકે છે, પરંતુ અસાધારણ રૂપથી કોઈપણ પદ બંને ધર્મોનો બોધ નથી કરાવી શકતું. સત્ત્વનો અસાધારણ ધર્મ સત્ત્વભાવ છે અને અસત્ત્વનો અસાધારણ ધર્મ અસત્ત્વભાવ છે. આ બંને અસાધારણ ધર્મો સાથે બંનેનો બોધ એક કાલમાં એક પદ દ્વારા નથી થઈ શકતો. ગુણ પદ જ્યારે રૂપ, ૨સ આદિનું ગુણત્વ રૂપથી જ્ઞાન કરાવે છે, ત્યારે રૂપત્ય રસત્વ આદિ અસાધારણ રૂપોથી નથી કરાવતું. ઘટ આદિને જ્યારે કથંચિત્ અવક્તવ્ય કહેવાય છે, ત્યારે અસાધારણ સ્વરૂપની સાથે પ્રધાન કે અપ્રધાનરૂપમાં સત્ત્વ અને અસત્ત્વનું કથન નથી થઈ શકતું, તેથી આ અપેક્ષાએ ઘટ આદિ અર્થ અવક્તવ્ય છે.
કેટલાક લોકો સત્ અને અસત્ શબ્દના સમાસ દ્વારા બંને ધર્મોનું એક કાળમાં કથન કહે છે. તેમનું વચન પણ યુક્ત નથી. સમાસથી યુક્ત વચન પણ આ રીતે બંને ધર્મોનું પ્રધાનરૂપથી અથવા ગૌણરૂપથી નિરૂપણ નથી કરી શકતું.
સમાસોમાં બહુવ્રીહિ સમાસ છે, જેમાં અન્ય પદનો અર્થ પ્રધાન હોય છે. તે પણ આ વિષયમાં સમર્થ નથી થઈ શકતો. અહીંયાં બંને ધર્મોની પ્રધાન ભાવે વિવક્ષા છે. અવ્યયીભાવમાં પૂર્વપદના અર્થની પ્રધાનતા હોય છે. આથી
Page #270
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨ ૫૩
તે પણ બંને ધર્મોનું પ્રધાનરૂપથી પ્રતિપાદન નથી કરી શકતો. દ્વન્દ સમાસમાં યદ્યપિ બંને પદ પ્રધાન હોય છે, તો પણ અહીંયાં દ્રવ્યનો બોધક દ્વન્દ ઉપયોગી નથી. અહીંયાં બે દ્રવ્યોનું નહીં પરંતુ બે ધર્મોનું પ્રતિપાદન છે. જે દ્વન્દ્ર ગુણોનો બોધક હોય છે. તે પણ દ્રવ્યમાં રહેવાવાળા ગુણોનું પ્રકાશન કરે છે. તે બે પ્રધાન ધર્મોનું પ્રતિપાદન નથી કરી શકતો. તપુરૂષ સમાસ ઉત્તર પદના અર્થનું પ્રધાનરૂપથી પ્રકાશન કરે છે, તેથી તે પણ બે ધર્મોનાં પ્રધાનરૂપથી પ્રતિપાદનમાં અસમર્થ છે. દ્વિગુ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચી હોય છે, તેથી તેનો અહીંયાં અવસર નથી. કર્મધારય સમાસ ગુણી દ્રવ્યને કહે છે, તેથી બે ધર્મ પ્રધાનરૂપથી તેના વિષય નથી થઈ શકતા.
જે સમાસનો અર્થ છે તે જ વાક્યનો અર્થ હોય છે. સમાસ અસમર્થ હોવાના કારણે વાક્ય પણ બે પ્રધાન ધર્મોનું અસાધારણ સ્વરૂપની સાથે પ્રતિપાદન નથી કરી શકતું. આથી આ અપેક્ષાએ અર્થ અવક્તવ્ય છે.
સત્ અને અસત્ શબ્દનો પ્રયોગ સમાસમાં અથવા વાક્યમાં ક્રમથી થઈ શકે છે. આ દશામાં જો સત્ શબ્દ સત્ત્વ અને અસત્ત્વને એક કાળમાં કહે, તો પોતાના વાચ્ય અર્થ સત્ત્વની જેમ અસત્ત્વને પણ સરૂપમાં પ્રકાશિત કરશે. જો અસત્ શબ્દ સત્ત્વ અને અસત્ત્વને એક કાળમાં કહે, તો પોતાના વાચ્ય અર્થ અસત્ત્વની જેમ સત્ત્વને પણ અસત્ત્વ રૂપમાં પ્રકાશિત કરશે. વસ્તુતઃ સત્ અસત્નો અને અસત્ સત્નો વાચક નથી થતો. આથી એક શબ્દ એક કાળમાં પરસ્પર વિરોધી ભાવ અને અભાવનો વાચક નથી થઈ શકતો. હવે બાકીના ત્રણ ભાંગાઓનું સ્વરૂપ બતાવે છે. પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાંગાઓનું સ્વરૂપ :
स्यादस्त्येव स्यादक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः। 7) स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया
7. अथ पञ्चमभङ्गोल्लेखमुपदर्शयन्ति - स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः ।।४-११॥ स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वे सति अस्तित्वनास्तित्वाभ्यां यौगपद्येन वक्तुमशक्यं सर्वं वस्तु, इति स्यादस्तित्वविशिष्टस्यादवक्तव्यमेवेति पञ्चमो મઃ ૧૨ (પ્ર.ન.તસ્વા.)
Page #271
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
युगपद्विधिनिषेधकल्पनया च षष्ठ : (४) । स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिनिषेधकल्पनया युगपद्विधि-निषेधकल्पनया च सप्तम इति (१) । (जैनतर्कभाषा)
૨૫૪
અર્થ :- બધા પદાર્થ કોઈ અપેક્ષાએ છે અથવા કોઈ અપેક્ષાએ અવક્તવ્ય છે, આ રીતે વિધિની વિવક્ષાએ અને એક સાથે વિધિ અને નિષેધની વિવક્ષાએ પાંચમો ભાંગો થાય છે. કોઈ અપેક્ષાએ બધા પદાર્થ નથી અને કથંચિત્ અવક્તવ્ય છે, આ રીતે નિષેધની તથા એક કાળમાં વિધિ-નિષેધની વિવક્ષાએ છઠ્ઠો ભાંગો થાય છે. કોઈ અપેક્ષાએ બધા પદાર્થ છે, કોઈ અપેક્ષાએ નથી અને કોઈ અપેક્ષાએ અવક્તવ્ય છે, આ રીતે ક્રમશઃ વિધિ-નિષેધની અને એક સાથે વિધિ-નિષેધની વિવક્ષાએ સાતમો ભાંગો થાય છે.
કહેવાનો આશય એ છે કે, અપેક્ષાએ અર્થના સત્ત્વ અને અસત્ત્વનું નિરૂપણ કરવાવાળો પ્રથમ અને બીજો ભાંગો મૂળભૂત છે. ભાવ અને અભાવરૂપ બે ધર્મોની પ્રતીતિ પ્રધાનરૂપે કોઈ શબ્દ નથી કરાવી શકતો, તેથી અવક્તવ્ય ભાંગો પ્રગટ થાય છે. એક કાળમાં બે ધર્મોની પ્રધાનરૂપે કહેવાની ઈચ્છા અવક્તવ્ય ભાંગાના પ્રગટ થવામાં કારણ છે. પહેલાં બે ભાંગાઓની સાથે અવક્તવ્ય ભાંગાનો વિવિધ રીતિથી સંયોગ કરવાથી અન્ય ભાંગા બની જાય છે. તેમાં અવક્તવ્ય ભાંગાને કેટલાક લોકો ત્રીજું સ્થાન આપે છે તથા વિધિ અને નિષેધનું ક્રમથી પ્રતિપાદન કરવાવાળા ભાંગાને ચોથું સ્થાન આપે છે. જ્યારે એક ધર્મીમાં ચોથા ભાંગા દ્વારા પ્રતિપાદિત થવાવાળા અવક્તવ્યત્વને પ્રથમ ભાંગા દ્વારા
8. अथ षष्ठभङ्गोल्लेखं प्रकटयन्ति - स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया, युगपद्विधिनिषेधकल्पनया च षष्ठः ।।४-२० ।। परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे सति अस्तित्वनास्तित्वाभ्यां यौगपद्येन वक्तुमशक्यं सर्वं वस्तु, इति स्यान्नास्तित्वविशिष्टस्यादवक्तव्यमेवेति षष्ठो મŞ: ।। (પ્ર.ન.તત્ત્વા.)
9. स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधि-निषेधकल्पनया, युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ।।४- २१ ।। क्रमतः स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वे सति परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे च सति यौगपद्येनास्तित्व- नास्तित्वाभ्यां वक्तुमशक्यं सर्वं વસ્તુ, કૃતિ સપ્તમો ભ≤: ।।૨૧।। (પ્ર.ન.તત્ત્વા.)
Page #272
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨ ૫ ૫
પ્રતિપાદ્ય સત્ત્વની સાથે કહેવા માંગે છે, ત્યારે પાંચમો ભાંગો પ્રવૃત્ત થાય છે. સ્વ દ્રવ્ય આદિની અપેક્ષાએ સત્ત્વનું અલગ નિરૂપણ કરવા માંગે છે. તેની સાથે જ સ્વદ્રવ્ય આદિની અપેક્ષાએ સત્ત્વને અને પર-દ્રવ્ય આદિની અપેક્ષાએ અસત્ત્વને પ્રધાનરૂપે એક સાથે કહેવા માંગે છે - ત્યારે પાંચમો ભાંગો થાય છે. કથંચિત સત્ત્વ અને કથંચિત્ અવક્તવ્યત્વ આ બે ધર્મોને પ્રકારરૂપે અને ઘટ આદિ એક ધર્મને વિશેષ્ય રૂપે પ્રકાશિત કરવો તે પાંચમા ભાંગાનું અસાધારણ સ્વરૂપ છે. “ચાત્ સ્તિ વ સ્થા વક્તવ્યમેવ” આ પાંચમા ભાંગાનો આકાર છે.
બીજા ભાંગામાં અસત્ત્વનું અને ચોથામાં અવક્તવ્યનું પ્રતિપાદન છે. બંનેને મેળવવાથી છઠ્ઠો ભાંગો પ્રગટ થાય છે. છઠ્ઠા ભાંગાથી જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે કોઈ અપેક્ષાએ અસત્ત્વ અને કોઈ અપેક્ષાએ અવક્તવ્યત્વ પ્રકારરૂપમાં પ્રતીત થાય છે. ઘટ આદિ ધર્મી વિશેષ્ય રૂપે પ્રતીત થાય છે, આ પ્રકારના જ્ઞાનને ઉત્પન્ન કરવું તે છઠ્ઠા ભાંગાનું લક્ષણ છે.
ત્રીજા ભાંગામાં ક્રમશઃ સત્ત્વ અસત્ત્વ ધર્મોનું પ્રકાશન થાય છે. ચોથા ભાંગા દ્વારા અવક્તવ્યત્વનું પ્રકાશન થાય છે. જ્યારે કોઈ અપેક્ષાએ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મ ક્રમશ: પ્રતીત થાય છે અને અપેક્ષાએ અવક્તવ્યત્વ પણ પ્રતીત થાય છે, ત્યારે સાતમો ભાંગો થાય છે. સાતમા ભાંગામાં ક્રમશઃ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મ પ્રકારે રૂપે પ્રતીત થાય છે. આ કારણે પાંચમા અને છઠ્ઠા ભાંગાથી સાતમા ભાંગાનો ભેદ છે. પાંચમાં ભાંગામાં અપેક્ષાએ કેવળ સત્ત્વ અને છઠ્ઠા ભાંગામાં કેવળ અસત્ત્વ પ્રકારરૂપે પ્રતીત થાય છે. સાતમા ભાંગાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમાં અપેક્ષા દ્વારા સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મ પ્રકારરૂપે પ્રતીત થાય છે. એકાંત સપ્તભંગી સ્યાદવાલ્તી સમર્થક નથી :
અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વનિર્દિષ્ટ સપ્તભંગીમાં એકાંત વિકલ્પ કરવાથી તે અસમ્યક્ બની જાય છે. તેથી એકાંત વિકલ્પથી સર્જિત સપ્તભંગી સ્યાદ્વાદની સમર્થક બની શકતી નથી. આ વાતને સ્પષ્ટ કરતાં
Page #273
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રમાણનયતત્ત્વાલોક ગ્રંથમાં સૂત્રો દ્વારા ક્રમશઃ જણાવે છે કે,
विधिप्रधान एव ध्वनिरिति न साधु ।।४ - १२ ।। ('शब्द: प्राधान्येन विधिमेवमभिधत्ते न निषेधम्' इति कथनं न युक्तमित्यर्थः ।। २२ ।।) શબ્દ પ્રધાનતાએ વિધિ જ બતાવે છે, નિષેધને નહી, આ કથન યુક્ત નથી, કારણ કે,
निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्ते: ।।४ - २३ ।। (शब्दो यदि एकान्ते विधिबोधक एव भवेत् तर्हि तस्माद् निषेधस्य ज्ञानं कदापि न स्यात्, निषेधज्ञानं तु अनुभवसिद्धं, तस्मान्न विधिबोधक एव शब्दः किन्तु निषेधबोधकोऽपीति ભાવ:।।૨૩।।)
૨૫૬
જો શબ્દ એકાંતે વિધિબોધક જ હશે, તો તેનાથી નિષેધનું જ્ઞાન કદાપિ નહીં થાય, પણ નિષેધનું જ્ઞાન તો અનુભવસિદ્ધ છે. તેથી શબ્દ માત્ર વિધિબોધક નથી, પરંતુ નિષેધબોધક પણ છે જ. હવે આગળ શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે,
अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्त इत्यप्यसारम् ।।४-२४।। (ननु भवतु शब्दो निषेधबोधकोऽपि तथाऽपि अप्रधानभावेनैव तमभिधत्ते इति चेत्, તવવ્યસારમ્ ।।૨૪।।)
શંકા : શબ્દ ભલે નિષેધબોધક પણ હોય, પણ શબ્દ અપ્રધાનતાએ નિષેધનું કથન કરે છે.
क्वचित् कदाचित् कथञ्चित् प्राधान्येनाप्रतिपन्नस्य तस्याप्राधान्यानुपपत्तेः ।।४ - २५ ।। (निषेधस्य कुत्रचित् प्राधान्येन भानाभावेऽन्यत्राप्राधान्येन भानं न भवितुमर्हति तस्मात् शब्दः कुत्रचित् प्राधान्येनापि निषेधमभिधत्ते ત્યજ઼ી રળીયમ્ ।।૨૧।।)
તમારી વાત અસત્ય છે. કારણ કે, જો નિષેધનું કોઈ સ્થળે પ્રધાનતાએ ભાન નથી થતું, તો અન્ય સ્થળે તેનું અપ્રધાનતાએ ભાન થવાનું શક્ય નહીં બને. તેથી શબ્દ કોઈ સ્થળે પ્રધાનતાએ નિષેધનું કથન કરે છે, એમ સ્વીકારવું જોઈએ.
આ રીતે પ્રથમ ભાંગાની એકાંત પ્રરૂપણાનું ખંડન કરીને હવે બીજા
Page #274
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨ ૫૭
ભાંગાનું એકાંત નિદર્શન દૂષિત કરે છે -
__ निषेधप्रधान एव शब्द इत्यपि प्रागुक्तन्यायादपास्तम् ।।४-२६।। (शब्दो यदि प्रधानभावेन निषेधमेवाभिदध्यात् तर्हि विधिबोधको न स्यात्, अप्रधानभावेन विधि बोधयतीति चेत्, कुत्रचित् प्रधानभावेन बोधकत्वमन्तराऽन्यत्राप्रधानभावेन बोधकत्वा-सम्भवात्, तस्माद् निषेधप्रधान एव शब्दः इति एकान्तोऽपि न समीचीन इति भावः ।।२६।।)
જો શબ્દ પ્રધાનતાએ નિષેધનું જ કથન કરશે, તો તે વિધિબોધક નહીં થાય. “શબ્દ અપ્રધાનભાવે વિધિનો બોધ કરે છે.” એમ કહેશો, તો તે યોગ્ય નથી. કારણ કે, કોઈ સ્થળે પ્રધાનભાવે બોધક થયા વિના અન્ય સ્થળે અપ્રધાનભાવે બોધક બનવું શક્ય નથી, તેથી “શબ્દ નિષેધ પ્રધાન જ છે.” એવો એકાંત પણ સમીચીન (ઉચિત) નથી.
હવે તૃતીય ભાંગાના એકાંતનું ખંડન કરતાં કહે છે કે,
क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ।।४-२७।। (अयं शब्द: 'स्यादस्त्येव घट: स्यान्नास्त्येव घटः' इत्याकारकं क्रमार्पितोभयमेवाभिधत्ते રૂત્યપિ ન સાધુ //ર૭ II)
આ શબ્દ “સ્વાદસ્પેવ ઘટ: યાત્રાસ્યવ ઘટઃ” ઈત્યાકારક ક્રમથી વિધિ-નિષેધ ઉભય પ્રધાન જ છે. એવું કથન પણ સમીચીન નથી. આ વાતને હવે દઢ કરે છે.
अस्य विधि-निषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यबाध्यमानत्वात् ।।४-२८।। (अस्य-शब्दस्य विधिप्राधान्येन निषेधप्राधान्येन च स्वातन्त्र्येणानुभूयमानत्वात्, 'क्रमादुभयप्रधान एवायम्' इति तृतीयभङ्गैकान्तोऽपि न कान्तः ।।२८।।)
શબ્દ વિધિની પ્રધાનતાએ અને નિષેધની પ્રધાનતાએ સ્વતંત્રતયા અનુભવમાં આવે છે. તેથી શબ્દ ક્રમથી ઉભય પ્રધાન જ છે, એવો એકાંત તૃતીય ભાંગો પણ સુંદર નથી.
હવે ચોથો ભાંગાના એકાંતનું ખંડન કરતા કહે છે કે,
युगपद्विधि-निषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति वचो न चतुरस्रम् ।।४-२९।। (असौ शब्दो विधिरूपमर्थं निषेधरूपमर्थं च युगपत्प्राधान्येन
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
प्रतिपादयितुं न समर्थ इत्यर्थक: ‘स्यादवक्तव्यमेव' इति चतुर्थभङ्गैकान्तोऽपि न रमणीयः ।।२९।।)
આ શબ્દ વિધિરૂપ અર્થ અને નિષેધરૂપ અર્થને યુગપત્ પ્રધાનતાએ પ્રતિપાદન કરવામાં સમર્થ નથી, ઈત્યાકારક અર્થને બતાવવાવાળો
સ્યાદવક્તવ્યમેવ' આ એકાંત ચોથો ભાંગો પણ સુંદર નથી. હવે એકાંત ચતુર્થ ભાંગો રમણીય કયા કારણે નથી, તે જણાવે છે,
तस्याऽवक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ।।४-३०।। (अयमर्थ :चतुर्थभङ्गकान्ते हि शब्दस्याऽवक्तव्यशब्देनाऽप्यवाच्यत्वं स्यात्, तस्माच्चतुर्थभङ्गैकान्तोऽपि न युक्तः ।।३०।।)
એકાંત ચતુર્થ ભાંગામાં શબ્દનું અવક્તવ્ય શબ્દ દ્વારા પણ અવાગ્ય થઈ જાય છે. તેથી એકાંત ચતુર્થ ભાંગો રમણીય નથી.
હવે પાંચમો ભાંગાના એકાંતનું ખંડન કરતા કહે છે કે –
विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एव स इत्येकान्तोऽपि न कान्तः ।।४-३१।। निषेधात्मनः सह द्वयात्मनश्चार्थस्य वाचकत्वावाचकत्वाभ्यामपि शब्दस्य प्रतीयमानत्वात् ।।४-३२।। ('स्यादस्ति चावक्तव्यश्चेतिभङ्गस्वरूप एव शब्दः' इत्येकान्तोऽपि न युक्त इति ।।३१।।) ____'स्यान्नास्ति चावक्तव्यश्च' इति षष्ठभङ्गे निषेधात्मनोऽर्थस्य वाचकत्वेन सह युगपत् प्रधानभावेन विधि-निषेधात्मनोऽर्थस्यावाचकश्च शब्दः प्रतीयते तस्मात् पञ्चमभङ्गैकान्तोऽपि न समीचीनः ।।३२।। ___ "शब्दः स्यादस्ति चावक्तव्य:- त्या123 Hi१३५४ छ."
वो .iत ५४॥ योग्य नथी. ॥२४॥ 3, "स्यानास्ति चावक्तव्यश्च" આ પ્રકારના છઠ્ઠા ભાંગામાં નિષેધ સ્વરૂપ અર્થના વાચકની સાથે અને યુગપત્ પ્રધાનભાવે વિધિ-નિષેધ સ્વરૂપ અર્થનો અવાચક શબ્દ પ્રતીત થાય છે. તેથી એકાંત પાંચમો ભાંગો પણ રમણીય નથી.
હવે છઠ્ઠા ભાંગાના એકાંતનું ખંડન કરે છે -
निषेधात्मनोऽर्थस्य वाचक सन्नुभयात्मनो युगपदवाचक एवायमित्यप्यवधारणं न रमणीयम् ।।४-३३ ।। इतरथाऽपि संवेदनात् ।।४-३४।।
Page #276
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૫૯
('कथञ्चिन्नास्तित्वविशिष्टकथञ्चिदवक्तव्यस्वभावस्य वस्तुन एव वाचक: शब्दः' इति षष्ठभङ्गैकान्तोऽपि न रमणीय इत्यर्थः ।।३३।। प्रथमभङ्गादिषु विध्यादिप्राधान्येनापि शब्दस्य प्रतीयमानत्वात् षष्ठभङ्गैकान्तोऽपि न समीचीन इति भावः ।।३४।।)
કથંચિત્ નાસ્તિત્વ વિશિષ્ટ કથંચિત્ અવક્તવ્ય સ્વભાવવાળી વસ્તુનો જ વાચક છે” એવો એકાંત છઠ્ઠો ભાંગો પણ રમણીય નથી. કારણ કે, શબ્દ પ્રથમ આદિ ભાંગામાં વિધિ આદિની પ્રધાનતાએ પ્રતીત થાય છે. તેથી એકાંત છઠ્ઠો ભાંગો પણ યોગ્ય નથી.
હવે સાતમા ભાંગાના એકાંતનું ખંડન કરે છે.
क्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चावाचकश्च ध्वनिर्नान्यथेत्यपि मिथ्या ।।४-३५।। विधिमात्रादिप्रधानतयापि तस्य प्रसिद्धेः ।।४-३६।। ('क्रमापितोभयत्वविशिष्टावक्तव्यस्वभावस्य वस्तुन एव वाचकः शब्दः' इत्यपि मिथ्या ।।३५ ।। 'स्यादस्त्येव घट:' 'स्यान्नास्त्येव घटः' इति विध्यादिप्राधान्येनापि शब्दस्य प्रतीयमानत्वात् सप्तभङ्गैकान्तोऽपि न युक्त इत्यर्थः ।।३६।।)
“શબ્દ ક્રમાર્ષિત ઉભયત્વવિશિષ્ટ અવક્તવ્ય સ્વભાવવાળી વસ્તુનો જ વાચક છે.” એવો એકાંત સાતમો ભાંગો પણ મિથ્યા છે. સાતભાંગાઓનો સકલાદેશ અને વિકલાદેશ સ્વભાવ :
હવે સાતભાંગાઓના સકલાદેશ અને વિકલાદેશ સ્વભાવોનું નિરૂપણ ४३ छ -
सेयं सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च।(10) (जैनतर्कभाषा) 10. इयं सप्तभङ्गी किं सकलादेशस्वरूपा, विकलादेशस्वरूपा वेत्यारेका पराकुर्वन्ति - इयं सप्तभङ्गी प्रतिभङ्गं 'सकलादेशस्वभावा विकलादेशस्वभावा च ।।४-४३।। अथ सकलादेशं लक्षयन्ति - प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः ।।४-४४।। योगपद्येनान्तधर्मात्मकं वस्तु प्रतिपादयति सकलादेशः। अयमर्थ:-सकलादेशत्वेन विवक्षितं
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો અર્થ : આ સપ્તભંગી પ્રત્યેક ભાગોમાં સકલાદેશ સ્વભાવવાળી અને વિકલાદેશ સ્વભાવવાળી છે.
હવે બંનેનું સ્વરૂપ જણાવે છે.
तत्र प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद्वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः। नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्या दोपचाराद्वा क्रमेणाभिधायकवाक्यं विकलादेशः।
અર્થ - પ્રમાણથી સિદ્ધ અનંતધર્મોવાળી વસ્તુનો કાલ આદિ દ્વારા અભેદની પ્રધાનતાએ અથવા અભેદના ઉપચારથી એક કાળમાં એક સાથે પ્રતિપાદન કરવાવાળું વચન સકલાદેશ કહેવામાં આવે છે. નયના વિષયભૂત વસ્તુના ધર્મનું ભેદવૃત્તિની પ્રધાનતાએ અથવા ભેદના ઉપચારથી ક્રમશઃ પ્રતિપાદક વાક્ય વિકલાદેશ કહેવાય છે.
'स्यादस्त्येव घटः' इदं वाक्यं न केवलमस्तित्वधर्मविशिष्टं घटं बोधयति किन्तु अनन्तधर्मात्मकं घटं प्रकाशयति। ननु कथमस्तित्वधर्मविशिष्टवस्तुबोधकमिदं वाक्यमनन्तधर्मात्मकवस्तुबोधकम्? इति चेत्, उच्यते-सर्वधर्माणामस्तित्वात्मकत्वाद् एक धर्मविशिष्टवस्तुप्रतिपादनद्वारा इदं वाक्यं अनन्तधर्मात्मकं वस्तु प्रतिपादयति। ननु सर्वधर्माणामस्तित्वात्मकत्वेन न सम्भवति, परस्परभिन्नत्वात् सर्वधर्माणामिति चेत्, न कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद् वा अस्तित्वाख्यस्य धर्मस्यानन्तधर्मात्मकत्वोपपत्तेः, तथाहि-यदा कालादिभिरष्टाभिः कृत्वा अभेदवृत्ते: धर्म-धर्मिणोरभेदस्य प्राधान्यमङ्गीक्रियते तदा कालादिभिः समस्तधर्माणां तादात्म्येनावस्थितत्वात् ‘स्यादस्त्येव घटः' इति वाक्यमेकधर्मविशिष्टवस्तुप्रतिपादनमुखेन यौगपद्येनानन्तधर्मात्मकं वस्तु प्रतिपादयति। के पुनः कालादयः? इति चेत्, उच्यते-कालः, आत्मरूपम्, अर्थः, सम्बन्धः, उपकारः, गुणिदेशः, संसर्गः, शब्दधेत्यष्टौ। तत्र 'स्यादस्त्येव घटः' इत्यत्र घटादौ यत्कालावच्छेदेनास्तित्वं वर्तते तत्कालावच्छेदेन शेषा अनन्तधर्मा अपि तत्र वर्तन्ते इति कालेनाऽभेदवृत्तिः। यदेवास्तित्वस्य घटगुणत्वमात्मरूपं-स्वरूपं तदेवान्यसर्वगुणानामिति आत्मरूपेणाभेदवृत्तिः। य एव च घटद्रव्यरूपोऽर्थोऽस्तित्वस्याऽऽधारः स एवान्यपर्यायाणामपीत्यर्थेनाऽभेदवृत्तिः। य एव चाविनाभावः कथञ्चित्तादात्म्यस्वरूपोऽस्तित्वस्य सम्बन्ध: स एवानन्तधर्माणामपीति सम्बन्धेनाऽभेदवृत्तिः। य एव चोपकारोऽस्तित्वस्य स्वानुरक्तत्वकरणंस्ववैशिष्ट्य-सम्पादनंस्वप्रकारकर्मिविशेष्यकज्ञानजनकत्वपर्यवसनं, (अस्तित्वस्य स्वानुरक्तत्वकरणं
Page #278
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૬૧
કહેવાનો આશય એ છે કે, પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ છે, એ બધાનું એકમાં જે પ્રતિપાદન કરે, તે વચન સકલાદેશ છે. સાધારણ રૂપે એક શબ્દ એક ધર્મનું પ્રતિપાદન કરે છે. જો એક-એક ધર્મને માટે એક-એક શબ્દનો પ્રયોગ કરવામાં આવે, તો અનંત ધર્મોને માટે અનંત શબ્દોનો પ્રયોગ કરવો પડશે. પરંતુ એ નથી થઈ શકતું. તેથી એક ધર્મનો અન્ય ધર્મોની સાથે અભેદ માની લેવામાં આવે છે. મુખ્યરૂપે એક ધર્મ એક શબ્દનો વાચ્ય છે. પણ અભેદ થઈ જવાથી અન્ય ધર્મ પણ વાચ્ય થઈ જાય છે. આ રીતે એક શબ્દ અનંત ધર્મોનો પ્રતિપાદક થઈ જાય છે. આ રીતે અનંત ઘર્મોનો પ્રતિપાદક થવાથી પ્રત્યેક ભાંગો સકલાદેશ થઈ જાય છે. સકલાદેશને પ્રમાણ વાક્ય કહેવાય છે. વાચ્ય એક ધર્મ સાથે અન્ય ધર્મોનો અભેદ ન માનતાં જ્યારે એક ઘર્મનું પ્રતિપાદન થાય છે, ત્યારે પ્રત્યેક ભાગો વિકલાદેશ કહેવાય છે. વસ્તુના એક અંશનું પ્રતિપાદક હોવાના કારણે તેને નયવાક્ય કહેવાય છે. કાલ આદિ દ્વારા કોઈ એક ધર્મનો અન્ય ધર્મોની
हि अस्तित्वप्रकारकपटविशेष्यकज्ञानजनकत्वम्) स एवोपकारोऽनन्तधर्माणामपीति उपकारेणाभेदवृत्तिः। य एव गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्य धर्माणामपीति गुणिदेशेनाऽभेदवृत्तिः। य एव चैकवस्त्वात्मनाऽस्तित्वस्य संसर्गः स एवाऽपरधर्माणामपीति संसर्गेणाभेदवृत्तिः। ननु सम्बन्ध संसर्गयो: को विशेष:? इति चेद् उच्यते-द्रव्य पर्याययो: कथञ्चिद् भिन्नाभिन्नत्वापरपर्याय-कथञ्चित्तादात्म्यलक्षण: सम्बन्ध: संसर्गश्च, तत्र यदा अभेदस्य प्राधान्यं भेदस्य च गौणत्वं विवक्ष्यते तदा सम्बन्धः। यदा तुभेदस्य प्राधान्यमभेदस्य च गौणत्वं विवक्ष्यते तदा संसर्ग इत्युच्यते। य एवास्तीतिशब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एव अनन्तपर्यायात्मकस्य वस्तुनो वाचक इति शब्देनाभेदवृत्तिः। एवं कालादिभिरष्टविधाभेदवृत्ति: पर्यायार्थिकनयस्य गुणभावे द्रव्यार्थिकनयप्राधान्यादुपपद्यते। द्रव्यार्थिकनयगुणभावे पर्यायार्थिकनयप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवतीति कालादिभिर्भिन्नानामपि गुणानामभेदोपचार: क्रियते इति। एवं कालादिभिरभेदवृत्त्या अभेदोपचारेण वा यौगपद्येनानन्तधर्मात्मकस्य वस्तुनः प्रतिपादकं वाक्यं सकलादेश इत्युच्यते ।।४४।। अधुना नयवाक्यस्वभावत्वेन नयविचारावसरलक्षणीयस्वरूपमपि विकलादेशं सकलादेशस्वरूपनिरूपणप्रसङ्गेनात्रैव लक्षयन्ति तद्विपरीतस्तु विकलादेशः ।।४-४५।। नयविषयीकृतस्य वस्तुधर्मस्य यदा कालादिभिर्भेदविवक्षा क्रियते तदा एकस्य शब्दस्यानेकार्थप्रतिपादने सामर्थ्याभावाद् भेदवृत्त्या भेदोपचारेण वा क्रमेण यदभिधायकं वाक्यं स विकलादेश इत्यर्थः ।।४५ ।। (प्र.न.तत्त्वा.)
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સાથે અભેદ બે પ્રકારે કરવામાં આવે છે. પ્રધાનભાવે અને ઉપચારથી. આ પ્રધાનભાવ અને ઉપચારનું સ્વરૂપ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ શાસ્ત્રવાર્તા સમુચ્ચયગ્રંથની વ્યાખ્યા સ્યાદ્વાદકલ્પલતામાં આ રીતે જણાવ્યું છે.
१ - अभेदवृत्तिप्राधान्यम् - द्रव्यार्थिकनयगृहीतसत्ताद्यभिन्नानन्तधर्मात्मकवस्तुशक्तिकस्य सदादिपदस्य कालाद्यभेदविशेषप्रतिसंधानेन पर्यायार्थिकनयपर्यालोचनप्रादुर्भवच्छक्यार्थबाधप्रतिरोध: । अभेदोपचारश्च पर्यायार्थिकनयगृहीतान्यापोहपर्यवसितसत्तादिमात्रशक्तिकस्य तात्पर्यानुपपत्त्या सदादिपदस्योक्तार्थे लक्षणा ।
આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયથી જ્યારે સત્તા આદિ કોઈ એક ધર્મનું જ્ઞાન થાય છે, ત્યારે તેનાથી અભિન્ન અનંતધર્માત્મક વસ્તુમાં સત્ આદિ પદની શક્તિ હોય છે. કાલ આદિ દ્વારા અભેદ માનવાના કારણે સત્ આદિ પદથી અન્ય ધર્મ પણ વાચ્ય પ્રતીત થાય છે. આ દશામાં પર્યાયાર્થિક નયના વિચારથી અન્ય ધર્મોની પ્રતીતિરૂપ શક્ય અર્થમાં જે અડચણ આવે છે તેને દૂર કરવી તે અભેદ વૃત્તિની પ્રધાનતા છે. પર્યાયાર્થિક નય દ્વારા સત્ આદિ પદની શક્તિ કેવળ સત્તા આદિમાં પ્રતીત થાય છે અને તેનું પર્યવસાન અન્યાપોહમાં થાય છે. આ દશામાં ‘‘સત્’’ પદ જે અસત્ નથી, તેનું જ્ઞાન કરાવે છે. કેવળ સત્ત્વ આદિ ધર્મમાં પ્રતિપાદનની શક્તિ છે. આ રીતે પ્રતીત થવાથી સત્ આદિ પદની સત્તાથી ભિન્ન અન્ય ધર્મોમાં લક્ષણા કરવામાં આવે છે.
આ વિવેચન પ્રમાણે અનન્ત ધર્મરૂપ શક્ય અર્થોના જ્ઞાનમાં અડચણને દૂર કરવી એ અભેદ વૃત્તિની પ્રધાનતા છે. તાત્પર્ય-ઉપપન્ન થતો નથી, આ કારણે અન્ય અનંત ધર્મોમાં સત્ આદિ પદની લક્ષણા ઉપચાર છે. અભેદની પ્રધાનતામાં શક્ય રૂપમાં સત્ આદિ પદ અનંત ધર્મોને પ્રતિપાદિત કરે છે. ઉપચારની દશામાં એ જ અનંત ધર્મોમાં સત્ આદિ પદ લક્ષણા દ્વારા જ્ઞાન ઉત્પન્ન કરે છે.
જ્યારે વસ્તુનો ધર્મ નય દ્વારા પ્રકાશિત થાય છે, ત્યારે ભેદ પ્રધાન હોવાથી અથવા ભેદનો ઉપચાર હોવાથી ક્રમશઃ નિરૂપણ થાય છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૬ ૩
ક્રમશઃ ધર્મનું પ્રતિપાદક વચન વિકલાદેશ કહેવાય છે.
અહીંયાં પૂ. મહોપાધ્યાયજીએ પૂ. આચાર્યદેવસૂરિજીના મત અનુસાર, પ્રત્યેક ભાગાઓનું સકલાદેશ અને વિકલાદેશના રૂપમાં નિરૂપણ કર્યું છે. અન્ય આચાર્ય ભગવંતો પહેલા ત્રણ ભાંગાઓને સકલાદેશ રૂપ અને પાછળના ચાર ભાંગાઓને વિકલાદેશ માને છે.11) તત્ત્વાર્થ સૂત્રના ભાષ્યમાં વ્યાખ્યાકાર શ્રી સિદ્ધસેન ગણિ - સ્વાદતિ, સ્યા નાસ્તિ અને સ્યાદ્ અવક્તવ્ય: આ ત્રણ ભાંગાઓને સકલાદેશ કહે છે અને અન્ય ભાંગાઓને વિકલાદેશ કહે છે.
હવે ક્રમ અને યુગપતું નિરુપણ કરે છે. ક્રમ અને યુગપનું વિવેચન :
ननु क: क्रमः किंवा यौगपद्यम्? उच्यते-यदा अस्तित्वादिधर्माणां कालादिभिर्भेदविवक्षा तदैकशब्दस्यानेकार्थप्रत्यायने शक्त्यभावात् क्रमः। यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापन्नस्यानेकाशेषरुपस्य वस्तुनः प्रतिपादनसम्भवाद्यौगपद्यम्। (जैनतर्कभाषा)
અર્થ : પ્રશ્ન : અહીં ક્રમ શું છે અને યોગપદ્ય શું છે?
ઉત્તર : જ્યારે કાલ આદિ દ્વારા અસ્તિત્વ આદિના ભેદની વિવક્ષા કરવામાં આવે છે, ત્યારે એક શબ્દની અનેક અર્થોને પ્રકાશિત કરવામાં શક્તિ નથી હોતી, તેથી ક્રમ થાય છે. જ્યારે તે જ ધર્મોનું કાળ આદિ દ્વારા અભિન્ન સ્વરૂપ કહેવામાં આવે છે, ત્યારે એક જ શબ્દ એક ધર્મનું પ્રકાશન કરીને એક ધર્મના સ્વરૂપને પ્રાપ્ત કરવાવાળા અન્ય સમસ્ત ધર્માત્મક અર્થોનું પ્રતિપાદન કરે છે. આ રીતે અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન થવાથી યોગપદ્ય કહેવાય છે.
કહેવાનો આશય એ છે કે, ઘટ આદિમાં સત્ત્વ આદિ અનેક ધર્મ 11. स्याद्वादो हि धर्मसमाश्रयः स्वसिद्धसत्ताकस्य च धर्मिण सत्त्वासत्त्वनित्यत्वानित्यत्वाद्यनेकविरुद्धाविरुद्धधर्मकदम्बकाभ्युपगमे सति सप्तभङ्गी सम्भवः, तत्र सङ्ग्रहव्यवहाराभिप्रायात् त्रयः सकलादेशाः, चत्वारस्तु विकलादेशाः समवसेयाः ऋजुसूत्रशब्दसमभिरुद्वैवंभूतनयाभिप्रायेण।
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
છે, તે પરસ્પર ભિન્ન છે. જ્યારે તેના ભેદને પ્રધાનરૂપે પ્રકાશિત કરવાની ઈચ્છા હોય, ત્યારે ક્રમથી જ પ્રતિપાદન થઈ શકે છે. ‘‘અસ્તિ'' પદ જ્યારે સત્ત્વનું પ્રતિપાદન કરે છે, ત્યારે નાસ્તિ પદ અસત્ત્વનું પ્રતિપાદન કરે છે. કેવળ અસ્તિ પદ અસત્ત્વ આદિ અનેક ધર્મોનું પ્રકાશન નથી કરી શકતું. જ્યારે એક ધર્મનો અન્ય ધર્મોની સાથે અભેદ માની લેવામાં આવે છે, ત્યારે કોઈ એક અસ્તિ અથવા નાસ્તિ પદ સમસ્ત ધર્મોને એક કાળમાં કહેવા લાગે છે.
સકલાદેશ અને વિકલાદેશ સાધક કાલાદિ આઠનું નિરૂપણ : હવે કાલાદિ આઠના નામ જણાવે છે –
के पुन: कालादयः ! । उच्यते-काल- आत्मरूपमर्थ: सम्बन्ध, उपकारः गुणिदेश : संसर्ग : शब्द इत्यष्टौ । (जैनतर्कभाषा)
અર્થ : જિજ્ઞાસા કાલ આદિ કોણ છે? ઉત્ત૨: (૧) કાલ, (૨) આત્મરૂપ, (૩) અર્થ, (૪) સંબંધ, (૫) ઉપકાર, (૬) ગુણિદેશ, (૭) સંસર્ગ અને (૮) શબ્દ આ આઠ છે.
(૧) હવે પ્રથમ પ્રકારનું નિરૂપણ કરે છે,
तत्र स्याज्जीवादिवस्त्वस्त्येवेत्यत्र यत्कालमस्तित्वं तत्काला : शेषानन्तधर्मा वस्तुन्येकत्रेति तेषां कालेनाभेदवृत्तिः ।
અર્થ :- કોઈ અપેક્ષાએ જીવ આદિ વસ્તુ છે જ. અહીં જે કાળે જીવ આદિમાં અસ્તિત્વ છે, તે જ કાળમાં તે વસ્તુઓમાં શેષ અનંત ધર્મ પણ છે, આ કાળથી અભેદવૃત્તિ છે.
કહેવાનો આશય એ છે કે, અર્થનો ધર્મ સાથે ભેદ પણ છે અને અભેદ પણ. ઘટ આદિ અર્થ જે કાળમાં છે, તે કાળમાં તેના સત્ત્વ આદિ ધર્મ પણ છે. કાળની સાથે જે રીતે ઘટનો સંબંધ છે, તે રીતે ઘટના ધર્મોનો પણ સંબંધ છે. એક કાળે સંબંધ થવાથી સમસ્ત ધર્મ કાળની અપેક્ષાએ અભિન્ન છે. આ રીતિથી વિચાર કરવાથી જે કાળે ઘટમાં સત્ત્વ છે, તે જ કાળે પરદ્રવ્ય આદિની અપેક્ષાએ અસત્ત્વ પણ છે. એક કાળમાં હોવાના કારણે સત્ત્વ અને અસત્ત્વનો અભેદ છે. જે રીતે સત્ત્વનો કાળના કારણે
Page #282
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
અસત્ત્વની સાથે અભેદ છે, તે રીતે શેષ ધર્મોની સાથે પણ અભેદ છે. (૨) દ્વિતીય પ્રકારનું નિરૂપણ
यदेव चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपं तदेवान्यानन्तगुणानामपीत्यात्म रूपेणाभेदवृत्तिः।
અર્થ :- જીવ આદિનો અથવા ઘટ આદિનો ગુણ હોવો. જે રીતે અસ્તિત્વનું આત્મરૂપ છે, તે રીતે અનંત ગુણોનું પણ આ જ આત્મરૂપ છે, આ રીતિથી આત્મરૂપ દ્વારા અભેદ વૃત્તિ છે. (૩) તૃતીય પ્રકારનું નિરૂપણ
य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः।
અર્થ - જે દ્રવ્યરુપ અર્થ અસ્તિત્વનો આધાર છે, તે જ અન્ય ધર્મોનો આધાર છે. આ કારણે અર્થ દ્વારા અમેદવૃત્તિ છે. (૪) ચોથા પ્રકારનું નિરૂપણ :
य एव चाविष्वग्भावः सम्बन्धोऽस्तित्वस्य स एवान्येषामिति सम्बन्धेनाभेदवृत्तिः।
અર્થ : અસ્તિવનો જીવ આદિની સાથે જે અવિષ્યભાવ નામનો સંબંધ છે. તે જ સંબંધ અન્ય ધર્મોનો પણ છે, આ રીતે સંબંધ દ્વારા અભેદવૃત્તિ છે. (૫) પાંચમા પ્રકારનું નિરૂપણ ઃ
य एव चोपकारोऽस्तित्वेन स्वानुरक्तत्वकरणं स एवान्यैरपीत्युपकारेणाभेदवृत्तिः।
અર્થ : અસ્તિત્વ જે ઉપકારને કરે છે, તે જ ઉપકાર અન્ય ધર્મ પણ કરે છે. તે ઉપકારથી અભેદવૃત્તિ છે. અહીંયાં ઉપકારનો અર્થ છે પોતાના રંગમાં રંગવુ. અસ્તિત્વના કારણે વસ્તુ સત્ પ્રતીત થાય છે. પ્રમેયત્વના લીધે પ્રમેય પ્રતીત થાય છે. વાચ્યત્વના લીધે વાચ્ય પ્રતીત થાય છે. લાલ રંગ વસ્ત્રને લાલ અને પીળો રંગ વસ્ત્રને પીળું કરે છે. અસ્તિત્વ આદિ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૬
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
ધર્મ પણ અર્થને પોતાના સંબંધથી પોતાના સ્વરૂપ સાથે પ્રકાશિત કરે છે. ધર્મીને પોતાના સ્વરૂપ સાથે પ્રકાશિત કરવો, તે ધર્મોનો ઉપકાર છે. (૬) છઠ્ઠા પ્રકારનું નિરૂપણ :
य एव गुणिनः सम्बन्धो देश : क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्येषामिति गुणिदेशेनाभेदवृत्तिः।
અર્થ : અસ્તિત્વ ધર્મ ગુણી અર્થના જે ક્ષેત્રરૂપ દેશમાં રહે છે, તે જ દેશ અન્ય ધર્મોનો પણ છે, આ ગુણીની દેશ દ્વારા અમેદવૃત્તિ છે. (૭) સાતમા પ્રકારનું નિરૂપણ : __य एव चैकवस्त्वात्मनाऽस्तित्वस्य संसर्गः स एवान्येषामिति संसर्गेणाभेदवृत्तिः।
અર્થ : અસ્તિત્વનો જીવ આદિની સાથે એક વરૂપે જે સંસર્ગ છે, તે જ અન્ય ધર્મોનો પણ છે. આ સંસર્ગથી અભેદવૃત્તિ છે. હવે સંબંધ અને સંસર્ગ વચ્ચે જે ભેદ છે તે જણાવે છે -
गुणीभूतभेदादभेदप्रधानात् सम्बन्धाद्विपर्ययेण संसर्गस्य भेदः।
અર્થ - જેમાં ભેદ ગૌણ છે અને અભેદ પ્રધાન છે. આ પ્રકારના સંબંધથી વિપરીત સ્વરૂપવાળું હોવાના કારણે સંસર્ગનો ભેદ છે.
કહેવાનો આશય એ છે કે, પહેલાં અવિખ્વભાવ નામના સંબંધનું વર્ણન થયું છે, તે સંબંધ જ સંસર્ગ છે કે બંને વચ્ચે ભેદ છે? આ બંનેમાં ભેદનું કોઈ લક્ષણ તો પ્રતીત થતું નથી, આ શંકાના ઉત્તરમાં કહ્યું છે કે, - સંબંધ અને સંસર્ગમાં અભેદ છે, પરંતુ ભેદ પણ છે, સંબંધમાં ભેદ ગૌણ હોય છે અને અભેદ પ્રધાન હોય છે, તેનું વિપરીત રૂપ સંસર્ગમાં છે. સંસર્ગમાં અભેદ ગાણ અને ભેદ પ્રધાન હોય છે. (૮) આઠમા પ્રકારનું નિરૂપણ
स एव चास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एवाशेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः।
અર્થ - જે “અસ્તિ' શબ્દ અસ્તિત્વ ધર્માત્મક અર્થાત્ અસ્તિત્વ
Page #284
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
સ્વરૂપ વસ્તુનો વાચક છે, તે જ અન્ય અનંતધર્મોના સ્વરૂપમાં પ્રતીત થવાવાળી વસ્તુનો વાચક છે, આ રીતે શબ્દથી અભેદ વૃત્તિ છે. પ્રત્યેક પ્રકારમાં અધિક સ્પષ્ટતા કરવા માટે જણાવે છે કે –
पर्यायार्थिकनयगुणभावेन द्रव्यार्थिकप्राधान्यादुपपद्यते।
અર્થ - પર્યાયાર્થિક નય ગૌણ થવાથી અને દ્રવ્યાર્થિક નય પ્રધાન થવાથી આ અભેદ થાય છે.
કહેવાનો આશય એ છે કે, દ્રવ્ય પર્યાયોમાં અનુગત રહે છે. પૃથ્વી દ્રવ્ય છે, તે ઇંટ-પથ્થર-ઘટ આદિમાં અનુગત હોવાથી અભિન્ન છે. ઇંટ, પથ્થર આદિનો આકાર આદિ ભિન્ન રહે છે, પૃથ્વીરૂપે એ બધા અભિન્ન છે. આ જ રીતે દ્રવ્યોમાં જે અનેક ધર્મ રહે છે, તે દ્રવ્યની અપેક્ષાએ અભિન્ન છે. દ્રવ્યનું સ્વરૂપ જ્યારે મુખ્ય રહે છે, ત્યારે કાલ આદિના કારણે સમસ્ત ધર્મોનો અભેદ પ્રતીત થાય છે. આ દશામાં પર્યાય ગણ થાય છે, તેથી ધર્મોનો ભેદ મુખ્યરૂપે પ્રતીત થતો નથી.
द्रव्यार्थिक-गुणभावेन पर्यायाथिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः સન્મવતિા.
અર્થ : દ્રવ્યાર્થિકનય ગૌણ થવાથી અને પર્યાયાર્થિક નય પ્રધાન થવાથી ગુણોની અભેદવૃત્તિ થઈ શકતી નથી.
કહેવાનો સાર એ છે કે, કાલ આદિ દ્વારા એક ધર્મની સાથે અન્ય અશેષ ધર્મોનો ભેદ પ્રતીત થાય છે, તો પણ અભેદનો ઉપચાર કરીને એક શબ્દ એક કાળે અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરે છે. તેથી પ્રત્યેક ભાંગો સકલાદેશ થઈ જાય છે.
કાલ આદિ આ દશામાં અભેદનું પ્રતિપાદન જે કારણોથી નથી કરતા, તેનું નિરૂપણ કરવા માટે હવે કહે છે કે, (१) समकालमेकत्र नानागुणानामसम्भवात्, सम्भवे वा तदाश्रयस्य भेदप्रसङ्गात्।
અર્થ : (૧) એક કાળમાં એક ધર્મીમાં અનેક ગુણ નથી હોઈ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૮
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
શકતા. જો હોઈ શકે તો તેના આશ્રય અર્થમાં પણ ભેદ થઈ જવો જોઈએ.
અહીં તાત્પર્યાર્થ એ છે કે, પર્યાયોને પ્રધાન માનીને ગુણીનો વિચાર કરવામાં આવે તો જે કાળે એક અર્થમાં સત્ત્વ છે, તે જ કાળે અસત્ત્વ રહી શકતું નથી. એક કાળમાં સત્ત્વ અને અસત્ત્વ બંને રહે તો તેના આશ્રય ભિન્ન થઈ જવા જોઈએ. ગોત્વ અને અશ્વત્વ બે ભિન્ન ધર્મ છે. બંનેના આશ્રય ગો અને અશ્વ છે. એક કાળમાં રહેવાને કારણે ગોત્વ અને અશ્વત્વનો ભેદ નથી થતો. (२) नानागुणानां सम्बन्धिन आत्मस्वरूपस्य च भिन्नत्वात्, अन्यथा तेषां भेदविरोधात्।
અર્થ (૨) અનેક ગુણોનો સંબંધી આત્મરુપ પણ ભિન્ન હોય છે. જો ભિન્ન ન હોય તો ગુણોમાં ભેદ નહીં થઈ શકે અર્થાત પુષ્પ આદિ ગુણી અર્થોમાં રૂપ, રસ આદિ ગુણોનું સ્વરૂપ પરસ્પર ભિન્ન હોય છે. જો સ્વરૂપ ભિન્ન ન હોય તો રૂપ આદિમાં ભેદ ન હોવો જોઈએ. રૂપ આદિની જેમ સત્ત્વ અને અસત્ત્વ આદિ ધર્મ પણ પોતપોતાના સ્વરૂપથી ભિન્ન છે. જો એમનું સ્વરૂપ ભિન્ન ન હોય, તો સત્વ અસત્વરૂપે અને અસત્ત્વ સત્વરૂપે પ્રતીત થવું જોઈએ. (3) स्वाश्रयस्यार्थस्यापि नानात्वात्, अन्यथा नानागुणाश्रयत्वविरोधात्।
અર્થ :- (૩) ગુણોનો આશ્રય અર્થ પણ ભિન્ન ભિન્ન છે, જો ભિન્ન ન હોય તો તે અનેક ગુણોનો આશ્રય ન થઈ શકત. (४) सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनात्, नानासम्बन्धिभिरेकत्रैकसम्बन्धाघटनात्।
અર્થ - (૪) સંબંધીઓના ભેદથી સંબંધનો ભેદ પણ દેખાય છે. અનેક સંબંધી એક સ્થાનમાં એક સંબંધની રચના કરી શકતા નથી. અર્થાત્ પ્રતિયોગી અને અનુયોગીના ભેદથી સંબંધનો ભેદ જોવામાં આવે છે. ભૂતલ અને ઘટનો જે સંયોગ છે તેનાથી પર્વત અને અગ્નિનો સંયોગ ભિન્ન છે. જો ભૂતલ અને ઘટનો જે સંયોગ છે, તે જ પર્વત અને
Page #286
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૬૯
અગ્નિનો સંયોગ હોય, તો જ્યારે ઘટ અને ભૂતલનો સંયોગ ઉત્પન્ન થાય, ત્યારે જ પર્વત અને અગ્નિનો સંયોગ ઉત્પન્ન થઈ જાય અને જ્યારે ઘટ-ભૂતલનો સંયોગ નષ્ટ થાય, ત્યારે જ પર્વત અને અગ્નિનો સંયોગ પણ નષ્ટ થઈ જાય. સંયોગની જેમ ઘટ આદિ ધર્મીનો સત્ત્વ આદિ ધર્મોની સાથે એક સંબંધ નથી, ઘટ અનુયોગી છે. સત્ત્વ આદિ ધર્મ પ્રતિયોગી છે, તેથી પ્રત્યેક પ્રતિયોગી સાથે સંબંધ પણ ભિન્ન છે. (५) तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतरूपस्यानेकत्वात्, अनेकैरुपकारिभिः क्रियमाणस्योपकारस्यैकस्य विरोधात्।
અર્થ :- (૫) ધર્મો દ્વારા કરવામાં આવતા ઉપકાર પણ નિયત સ્વરૂપમાં હોવાના કારણે અનેક હોય છે. અનેક ઉપકારીઓથી કરવામાં આવતો ઉપકાર એક થઈ શકતો નથી. અર્થાત્ ધર્મીને પોતાના રંગમાં રંગવો ધર્મોનો ઉપકાર છે. આ રીતનો ઉપકાર ધર્મો દ્વારા એક નથી થઈ શકતો. દંડના કારણે પુરૂષ દંડી કહેવાય છે. કુંડળ એ સ્વરૂપને નથી બનાવી શકતા, જે દંડથી બને છે. દંડ અને કુંડળની જેમ સત્ત્વ અને અસત્ત્વ આદિ ધર્મ પણ ધર્મીના સ્વરૂપને એક પ્રકારનું નથી બનાવતા. સર્વ જે સ્વરૂપે અર્થને વ્યાપ્ત કરે છે, અસત્ત્વ તેનાથી ભિન્ન સ્વરૂપ દ્વારા વ્યાપ્ત કરે છે, તેથી પર્યાયનયમાં ઉપકારથી અભેદ વૃત્તિ થઈ શકતી નથી. (६) गुणिदेशस्य च प्रतिगुणं भेदात्, तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात्।
અર્થ (૬) પ્રત્યેક ગુણનો ગુણિદેશ ભિન્ન ભિન્ન હોય છે, જો તેનો અભેદ હોય તો ભિન્ન-ભિન્ન પદાર્થોના ગુણોના ગુણિદેશને પણ અભિન્ન માનવો પડશે. અર્થાત્ જો ઘટના સત્તા આદિ ગુણોનો ભેદ હોવા છતાં પણ ગુણિદેશ એક જ હોય, તો વૃક્ષ આદિના સત્ત્વ આદિ ગુણોનો પણ તે જ એક દેશ થઈ જવો જોઈએ. (७) संसर्गस्य च प्रतिसंसर्गिभेदात्, तदभेदे संसर्गिभेदविरोधात्
અર્થ - (૭) સંસર્ગીના ભેદથી સંસર્ગમાં પણ ભેદ થઈ જાય છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સંસર્ગમાં ભેદ ન હોય, તો સંસર્ગીઓમાં પણ ભેદ નથી થઈ શકતો. અર્થાત્ વૃક્ષ, જલ આદિ સંસર્ગીઓના ભેદથી સંસર્ગમાં ભેદ જોવામાં આવે છે. તેથી એક ધર્મીમાં અનેક ધર્મોનો સંસર્ગ પણ ભિન્ન છે. જો સંસર્ગમાં ભેદ ન હોય તો ધર્મોમાં પણ ભેદ ન રહેવો જોઈએ. (८) शब्दस्य प्रतिविषयं नानात्वात्, सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यतापत्तेरिति कालादिभिर्भिन्नात्मनामभेदोपचार : क्रियते ।
૨૭૦
અર્થ : (૮) વિષયના ભેદથી શબ્દ પણ ભિન્ન થઈ જાય છે. જો બધા ગુણ એક શબ્દના વાચ્ય હોય, તો સમસ્ત અર્થ એક શબ્દના વાચ્ય થઈ જાય, આ રીતે કાલ આદિ દ્વારા ભિન્ન સ્વરૂપવાળા ધર્મોમાં અભેદનો ઉપચાર કરવામાં આવે છે. અર્થાત્ વૃક્ષ શબ્દ, વૃક્ષ રૂપ અર્થનો વાચક છે. નક્ષત્ર શબ્દ નક્ષત્ર રૂપ અર્થનો વાચક છે. અન્ય શબ્દ પણ ભિન્ન અર્થોનાં વાચક છે. તેથી બધા ધર્મ એક શબ્દના વાચ્ય નથી થઈ શકતા. જો સ્વરૂપ ભિન્ન હોવા છતાં પણ બધા ધર્મોનો વાચક એક શબ્દ હોય, તો વૃક્ષ, નક્ષત્ર આદિ બધા અર્થોનો પણ વાચક એક શબ્દ થઈ જવો જોઈએ. આ રીતિથી કાલ આદિ દ્વારા ભિન્ન સ્વરૂપવાળા ધર્મોમાં અભેદનો ઉપચાર કરવામાં આવે છે.
પર્યાયાર્થિક નયથી કાલ આદિ જ્યારે અભેદનું પ્રતિપાદન નથી કરી શકતા, ત્યારે ભિન્ન ધર્મોમાં ભેદ હોવા છતાં પણ અભેદનો વ્યવહાર કરવામાં આવે છે.
एवं भेदवृत्तितदुपचारावपि वाच्याविति ।
અર્થ : આ જ રીતે ભેદવૃત્તિ અને ભેદના ઉપચારનું પણ પ્રતિપાદન કરી લેવું જોઈએ અર્થાત્ વિકલાદેશમાં કાલ આદિ દ્વારા ભેદનું પ્રધાનરૂપે પ્રતિપાદન થાય છે અથવા ભેદનો ઉપચાર થાય છે. જ્યારે પર્યાયનય પ્રધાન થાય છે, ત્યારે દ્રવ્યાર્થ નય દ્વારા ભેદ પ્રધાન નથી થઈ શકતો. તેથી ભેદનો ઉપચાર કરવામાં આવે છે. જ્યારે પર્યાયનય મુજબ ગુણ આદિ અભેદનો અસંભવ કરી દે છે, ત્યારે ભેદ મુખ્ય થઈ જાય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી
૨૭ ૧
જેનભાવની સાર્થકતાઃ
सप्तभंग ए दृढ अभ्यासी, जे परमारथ देखई रे। जस कीरति जगि वाधई तेहनी,जइन भाव तस लेखई रे ।।४-१८ ।।
ગાથાર્થ ઃ આ સપ્તભંગીનો દઢ અભ્યાસ કરીને જે જે વિદ્વાન પુરુષ પરમાર્થને (પદાર્થોના યથાર્થ સ્વરૂપને) જાણે છે, તેની યશોગાથા અને કિર્તિ આ જગતમાં વૃદ્ધિ પામે છે. અને તેનો જ જૈનભાવ સાર્થક થાય છે. (સફળતા પામે છે.) (૪-૧૮)12)
કહેવાનો સાર એ છે કે, નિતાર્થ વહે છે – આ ઢાળોનો ફલિતાર્થ (સારાંશ) જણાવે છે કે - આ સપ્તભંગી, સાત નય, નિશ્ચયનય, વ્યવહારનય, ત્રિપદી આ બધાં જ પારમાર્થિક રૂપે જાણવા યોગ્ય છે. આ જ જૈનદર્શનનો સાર છે. આ સમજમાં આવે તો જ વિશ્વનું યથાર્થ સ્વરૂપ સમજમાં આવે અને વિશ્વનું યથાર્થ સ્વરૂપ સમજાય તો જ મિથ્યાજ્ઞાન નષ્ટ થાય છે. સર્વાદિ ગુણસ્થાનકોની પ્રાપ્તિ થાય છે. તેના માટે આ સપ્તભંગી આદિ ભાવોનો દઢ (મજબૂત) અભ્યાસ કરવો આવશ્યક છે.
આ જ વાતને ગ્રંથકારશ્રી સ્વયં જ કરે છે - ઉપર સમજાવેલા તે સાત ભાંગા (સપ્તભંગી) છે, તેનો જે જે વિદ્વાન પુરુષ દઢ અભ્યાસ કરે છે અને તેના અનુસંધાનમાં આવતા સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગ, પ્રમાણસપ્તભંગ, ત્રિપદી, ભેદભેદ, નિત્યાનિત્ય, સામાન્ય વિશેષ, અસ્તિનાસ્તિ ઈત્યાદિ પ્રકારોથી ખૂબ વિસ્તાર કરવા પૂર્વક જે પરમાર્થ રૂપે (જેવો છે તેવો યથાર્થ) જગતના સ્વરૂપને જાણે છે. તથા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આદિ નવ તત્ત્વો અને છ દ્રવ્યોનું પરમાર્થ 12. ો - નિતાર્થ ફૂડું છછું - અહિયા ને સપ્તમં તે કૃઢ અગ્યાર સત્તાધેશ વિનાશ, नयसप्तभंग प्रमाणसप्तभंग इत्यादि भेदई घणो अभ्यास करी, जे परमार्थ देखइ, जीवाजीवादि परमार्थ रहस्य समजइ, तेहनि यशकीर्ति वाधइ। “जे माटई स्याद्वादपरिज्ञानइं ज जैननई तर्कवाद का यश छइ। अनइं जैनभाव पणि तेहनो ज लेखइ। जे मार्टि निश्चयथी सम्यक्त्व स्याद्वाद परिज्ञाने ज छइ।" उक्तं च सम्मतौ - चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा। चरणकरणस्स सारं, निच्छयशुद्धं ण याणंति |૩-૬૭ (સા.પ્ર.) - વોથ ઢાત એવા ટેવાયો, મનડું સતપંગળીનું સ્થાપન વુિં I૪-૨૪
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સ્વરૂપ (પદાર્થોનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ), તેનું રહસ્ય = સાર જે જે મહાપુરૂષ સમજે છે, તેનાથી તે મહાત્મા યથાર્થ જ્ઞાની થાય છે અને યથાર્થ જ્ઞાની હોવાથી જ્યાં જાય ત્યાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાવવા દ્વારા યથાર્થવાદી હોય છે. તેની વાણી ક્યાંય કોઈની સાથે પણ ટકરાતી નથી. બાધા નથી પામતી. તેના વચનોને કોઈ તોડી શકતું નથી. કોઈપણ વાદી તેનો પરાભવ કરી શકતો નથી. કારણ કે, તે વાણી વિતરાગ સર્વજ્ઞ પરમાત્માની છે. સમજાવવાવાળા પુરૂષો તો તેના પ્રચારક-પ્રસારક એક પ્રકારના દલાલ છે, માલિક નથી. માલિક વીતરાગ સર્વજ્ઞ પ્રભુ હોવાથી સંપૂર્ણ સત્ય છે. તેથી આ જાણવાવાળાનો સર્વત્ર વિજય થાય છે. આ વાણી નિર્દોષ અને યથાર્થ હોવાથી તેને સમજવાવાળાનો અને તેના પ્રચારકનો યશ અને કીર્તિ સદાકાળ દશે દિશામાં વૃદ્ધિ પામે છે. એક દિશામાં ફેલાય તેને કીર્તિ કહેવાય છે. અને સર્વ દિશામાં ફેલાય તેને યશ કહેવાય છે અથવા પરાક્રમ જન્ય પ્રશંસા તેને યશ અને ત્યાગ તપ આદિ શેષ ગુણોથી જન્ય જે પ્રશંસા તેને કીર્તિ કહેવાય છે. સાચું સમજવાવાળા અને સાચું સમજાવવાવાળાનો વગર કહ્યું અને વગર ચાહ્ય યશ અને કીર્તિ સ્વતઃ જ વધે છે.
સપ્તભંગી અને સાત નિયોના દઢ અભ્યાસીનાં જ યશ અને કીર્તિ કેમ વધે? તેનું કારણ સમજાવતાં કહ્યું છે કે, - જે કારણે સ્યાદ્વાદ શૈલીનું (અનેકાન્તમય સંસારની સ્વયંભૂ વ્યવસ્થાનું) પરિજ્ઞાન જે આત્માઓ પ્રાપ્ત કરે છે, તે જ આત્મા જૈનત્વને પ્રાપ્ત તર્કશાસ્ત્રોમાં પારગામી અને યશસ્વી સિદ્ધ થાય છે. એકાંતવાદીની ગમે તેવી ધારદાર મજબૂત દલીલોને પણ સ્યાદ્વાદી આત્મા તોડીને ચૂરચૂર કરી શકે છે અને રાજસભામાં યથાર્થવાદ કરવા દ્વારા સ્વરૂપ સમજાવીને સ્યાદ્વાદનો વિજય ડિંકો વગાડી શકે છે અને આ રીતે જિનેશ્વર પરમાત્માની પરમ શુદ્ધ વાણી રૂપ જૈન શાસનની પ્રભાવના કરવા દ્વારા તે જ આત્માનો “જૈનભાવ” (જૈનત્ત્વની પ્રાપ્તિ) પણ સફળ થાય છે. સાર્થક થાય છે. કારણ કે, નિશ્ચય દૃષ્ટિએ “સમ્યક્તની પ્રાપ્તિ સ્યાદ્વાદ શૈલીના વિશાળ જ્ઞાન દ્વારા જ થાય છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન"
પદાર્થના સ્વરૂપને જાણવા માટેના અનેક માર્ગ છે. પ્રમાણ, નય અને સપ્તભંગીની જેમ “નિક્ષેપ” પણ વસ્તુને જાણવાનો એક માર્ગ વિશેષ છે. જૈનદર્શનની તે એક અનોખી શૈલી છે. હવે અહીં જૈનતર્કભાષા અને અનુયોગ સૂત્ર ગ્રંથના આધારે નિક્ષેપની વ્યાખ્યા અને તેના પ્રકારનું વર્ણન કરવામાં આવે છે - નિક્ષેપનું સામાન્ય સ્વરૂપ : ___अथ नि:क्षेपा निरूप्यन्ते। प्रकरणादिवशेनाप्रतिपत्या(त्या) दिव्यवच्छेदकयथास्थान-विनियोगाय-शब्दार्थ-रचना-विशेषा निःक्षेपा:(1) । (જૈનમાષા)
અર્થ - હવે નિક્ષેપોનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રકરણ આદિ દ્વારા અપ્રતિપત્તિ આદિનું નિરાકરણ કરીને ઉચિત સ્થાને વિનિયોગ કરવા માટે શબ્દના વાચ્ય અર્થના વિષયમાં રચના વિશેષ નિક્ષેપ કહેવાય છે.
1. एवं निक्षेपणं निक्षेपः, निक्षिप्यते वा अनेनास्मिन्नस्मादिति वा निक्षेपः न्यासः स्थापनेति पर्यायाः। (अनु.सू. हारिभद्रीयवृत्ति) एवं निक्षेपणं शास्त्रादेर्नाम-स्थापनादिभेदैर्व्यसनं व्यवस्थापन निक्षेपः, निक्षिप्यते नामादिभेदैर्व्यवस्थाप्यते अनेनास्मिन्नस्मादिति वा निक्षेपः, वाच्यार्थविवक्षा તળેવા (મનુ.ફૂ. દેવેન્દ્રીયવૃત્તિ) |
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કહેવાનો આશય એ છે કે, નયોની જેમ નિક્ષેપોનો શ્રુત પ્રમાણ સાથે સંબંધ વિશેષ રૂપે છે. શ્રુત અને નય દ્વારા કોઈ અપેક્ષાએ અર્થના પ્રતિ જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે અર્થ વાચ્ય થઈ જાય છે. વાચ્ય અર્થોના વાચકોનું ભેદથી પ્રતિપાદન નિક્ષેપોનું સ્વરૂપ છે. શબ્દને સાંભળીને અર્થનું જ્ઞાન શ્રોતાઓને એકરૂપે નથી થતું. જે શ્રોતા વ્યુત્પન્ન નથી હોતો, તે અવસરે પદના તે અર્થને નથી જાણતો, કે જેમાં વક્તાનો અભિપ્રાય હોય છે. કોઈ શ્રોતાને પદોના અર્થનું સામાન્ય રૂપે જ્ઞાન થાય છે પરંતુ વિશેષ રૂપે અર્થને જાણવાની શક્તિ નથી હોતી શબ્દના અનેક અર્થ છે, તેમાંથી કયો અર્થ લેવો જોઈએ, આ વિષયમાં તેને સંદેહ થઈ જાય છે. ક્યારેક ક્યારેક આવી રીતનો શ્રોતાને ભ્રમ થઈ જાય છે. જે અર્થમાં અભિપ્રાય હોય તેને ન લેતા અન્ય અર્થને ત્યાં આગળ સમજી લે છે. ઉત્પન્ન થવાવાળા સંદેહ, ભ્રમ અને અજ્ઞાનનું નિરાકરણ થઈ જાય, તેના માટે નિક્ષેપાઓની રચના કરવામાં આવે છે. નિક્ષેપાને જાણીને પ્રકરણ આદિ દ્વારા શ્રોતા અભિપ્રેત અર્થને ગ્રહણ કરી લે છે અને અન્ય અર્થનો ત્યાગ કરી દે છે. પ્રકરણ આદિને સમજવામાં નિક્ષેપ સહાયતા કરે છે. પારમાર્થિક અર્થને નિક્ષેપની સહાયતાથી શ્રોતા જાણીને તેનો ઉચિત સ્થાને વિનિયોગ કરી શકે છે.
જે શબ્દના અનેક અર્થ થાય છે, તેનો વિશેષ અર્થ પ્રકરણની સહાયતાએ પ્રતીત થાય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ “સૈધવ” શબ્દ છે. સૈધવ શબ્દના બે અર્થ છે અને તે બંને મુખ્ય છે. એક અર્થ છે અશ્વ, બીજો અર્થ છે લવણ (મીઠું). જો વક્તા કહે “થર્વ માનવ” અર્થાત્ સૈન્ધવને લાવો, તો શ્રોતા સાંભળીને સંદેહ કરવા લાગે છે, મને ઘોડો લાવવાનું કહેવાયું છે કે લવણ લાવવાનું. ત્યારબાદ જો શ્રોતા સમજે છે, આ સમય ભોજનનો છે. બહાર જવાનો નથી, તો તે પ્રકરણ મુજબ લવણ અર્થનો સ્વીકાર કરીને લવણ લઈ જાય છે. જો નિક્ષેપાઓ દ્વારા
Page #292
--------------------------------------------------------------------------
________________
‘જૈનદર્શનમાં નિક્ષેપયોજન''
૨૭૫
સેન્ધવ શબ્દના ચાર પ્રકારના વાચ્ય અર્થોને પ્રગટ કરી દેવામાં આવે તો પ્રકરણને સમજવામાં સરળતા થાય છે. આ અવસરે જેને સૈન્યવ પદના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપાનું જ્ઞાન થઈ ગયું છે તે ભોજનનો સમય છે કે બહાર જ્વાનો, તે વસ્તુને તુરંત જ જાણી લે છે. નિક્ષેપ મુજબ જેને જાણી લીધું છે, સૈન્ધવ શબ્દનો અહીંયાં ભાવ નિક્ષેપ અશ્વ છે અથવા લવણ છે, તેને વાચ્ય અશ્વ છે અથવા લવણ, આ પ્રકારનો સંદેહ નથી થતો.
જે નામ જ નહીં, સ્થાપના સૈન્ધવને અને દ્રવ્ય સૈન્ધવને જાણે છે, તેને તે જ ભાવ સૈન્ધવનું જ્ઞાન થાય છે, જે સ્થાપના અને દ્રવ્યને પ્રતિકૂળ નથી હોતું. અશ્વના આકારને સ્થાપના સૈન્ધવ અને અશ્વના શરીરને જે દ્રવ્ય સૈન્ધવ સમજે છે, તે ચેતન અશ્વને ભાવ સૈન્ધવ સમજશે. લવણ તેના માટે ભાવ સૈન્ધવ નથી થઈ શકતું. એક જ અર્થના વિષયમાં નામ આદિ ચાર નિક્ષેપ કરવામાં આવે છે. સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ અશ્વના વિષયમાં હોય અને ભાવ નિક્ષેપ લવણના વિષયમાં હોય, એવું નથી થઈ શકતું. સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ દ્વારા જેને સૈન્ધવને અશ્વ-પ્રાણીના રૂપમાં જાણ્યો છે, તે અશ્વને જ ભાવ નિક્ષેપના રૂપમાં માનશે. તે જ્યારે સાંભળશે ‘‘સૈન્ધવ લાવો’’ તો સ્થાપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપ મુજબ અશ્વને સમજી લેશે. પ્રકરણના જ્ઞાનની અપેક્ષા નહી ક૨વી પડે, જો ક૨વી પણ પડશે, તો પ્રકરણનું જ્ઞાન નિક્ષેપા મુજબ શીઘ્ર થઈ જશે. જેમાં અભિપ્રાય છે, તે અર્થને સમજી લેવાથી યોગ્ય વિનિયોગ થઈ શકશે. વક્તા અશ્વને લઈને પોતાના કાર્યની સિદ્ધિ કરી શકશે. આ રીતે નિક્ષેપ વાચ્ય અર્થના નિશ્ચયમાં કારણ બને છે. હવે નિક્ષેપ ક્યારે ફલવાન બને છે, તે જણાવે છે :
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નિક્ષેપનું ફલવત્ત્વ :
मङ्गलादि पदार्थनिःक्षेपान्नाममङ्गलादिविनियोगोपपत्तेश्च निःक्षेपाणां फलवत्त्वम्, तदुक्तम् - "अप्रस्तुतार्थापाकरणात् प्रस्तुतार्थव्याकरणाच्च નિ:ક્ષેપ: નવીન” () રૂતિ (જૈનતમાશા)
અર્થ - મંગલ વગેરે પદાર્થોના નિક્ષેપથી નામ મંગલ આદિનો વિનિયોગ થવાના કારણે નિક્ષેપ ફલવાનું છે. અન્યત્ર કહ્યું છે કે : “જેનું પ્રકરણ નથી, તે અર્થને હટાવવાથી અને જે અર્થનું પ્રકરણ છે, તેનું નિરૂપણ કરવાથી નિક્ષેપ ફળવાળો બને છે.”
કહેવાનો આશય એ છે કે, મગંલના વિષયમાં નિક્ષેપાઓના દ્વારા નામ મંગલ આદિનો ઉચિત વિનિયોગ નિક્ષેપાઓને ફળને પ્રકાશિત કરવાને માટે ઉદાહરણ છે. નામ આદિ નિક્ષેપાઓના ભેદથી મંગલ ચાર પ્રકારનું છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. જે વસ્તુ મંગલ સ્વરૂપ નથી. પણ તેનું નામ મંગલ રાખી દીધું છે, તે વસ્તુ નામ મંગલ કહેવાય છે. જે વર્ણાનું ઉચ્ચારણ કરીને મંગલ પદ બોલાય છે અથવા જે વર્ણોને લખીને મંગલ પદ લખાય છે, તે વર્ષોનો સમૂહ પણ નામ મંગલ છે. સ્વસ્તિક આદિનું ચિત્ર લોકમાં મંગલ રૂપ મનાય છે, તે સ્થાપના મંગલ છે. જેને કોઈ કાળમાં મંગલ શબ્દના વાચ્ય અર્થનું જ્ઞાન હતું અને તે જ્ઞાનથી ઉત્પન્ન સંસ્કાર તેના આત્મામાં પછી પણ છે, તે ઉત્તરવર્તી કાળમાં મંગલ જ્ઞાનના સંસ્કારથી યુક્ત થાય છે અને મંગલના જ્ઞાનથી જો રહિત હોય, તો દ્રવ્ય મંગલ કહેવાય છે. આવા પ્રકારના જ્ઞાતાનું જીવરહિત શરીર પણ દ્રવ્ય મંગલ કહેવાય છે. સુવર્ણ, રત્ન, દહીં, અક્ષત આદિ પણ દ્રવ્ય મંગલ છે. જેને મંગલ શબ્દના વાચ્ય અર્થનું વર્તમાનકાળમાં જ્ઞાન છે, તે આત્મા ભાવ મંગલ છે. જિનેન્દ્ર આદિના નમસ્કાર પણ ભાવ મંગલ છે. જે મંગલના
Page #294
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૭૭
આ ચાર નિક્ષેપાઓને જાણે છે, તેને મંગલ શબ્દના વાચ્ય અર્થના વિષયમાં સંદેહ અથવા ભ્રમ ઉત્પન્ન થતો નથી. તે પ્રકરણ અનુસાર જેમાં અભિપ્રાય છે, તે અર્થને જાણી લે છે અને અર્થનો ઉચિત વિનિયોગ કરે છે. નિક્ષેપના ચાર પ્રકાર :
ते च सामान्यतश्चतुर्धा-नामस्थापनाद्रव्यभावभेदात्।(2) (जैनतर्कभाषा)
અર્થ - અને તે નિક્ષેપ સામાન્ય રૂપે ચાર પ્રકારનાં છે. નામ સ્થાપના, દ્રવ્ય અને ભાવ ભેદથી. નામ નિક્ષેપનું સ્વરૂપ :
तत्र प्रकृतार्थनिरपेक्षो नामान्यतरपरिणतिर्नामनि:क्षेपः। यथा सङ्केतितमात्रेणान्यार्थस्थितेनेन्द्रादिशब्देन वाच्यस्य गोपालदारकस्य शक्रादिपर्यायशब्दानभिधेया परिणतिरियमेव वा यथान्यत्रावर्तमानेन यदृच्छाप्रवृत्तेन डित्थडवित्थादि शब्देन वाच्या। (जैनतर्कभाषा)
અર્થ ? તેમાં પ્રકૃતિ અર્થની અપેક્ષાથી રહિત નામ અથવા અર્થની પરિણતિ નામ નિક્ષેપ છે. જેમ અન્ય અર્થમાં સ્થિત ઈન્દ્ર આદિ શબ્દ દ્વારા કેવળ સંકેતથી વાચ્ય ગોપાલ પુત્રની પરિણતિ, જે શક્ર આદિ પર્યાય શબ્દોથી નથી કહી શકાતી અથવા એ જ અર્થની પરિણતિ કેવળ ઈચ્છાથી પ્રયુક્ત કોઈપણ અન્ય અર્થના અવાચક “સ્થિ-વિસ્થ” આદિ શબ્દથી વાચ્ય હોય તો નામ નિક્ષેપ છે.
કહેવાનો આશય એ છે કે, ઈન્દ્ર શબ્દનો મુખ્ય અર્થ સ્વર્ગનો અધિપતિ ઈન્દ્ર છે, તેની અપેક્ષા વગર ગોપાલના પુત્રમાં જ્યારે ઈન્દ્ર પદનો સંકેત કરવામાં આવે છે, તો ઈન્દ્ર નામ ગોપાલ પુત્રનો બોધ
2. નામસ્થાપનાદ્રિવ્યમાવતતન્યાસ: II ત.ફૂ. ૨/૧/
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૮
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કરાવે છે. આ દશામાં ગોપાલના પુત્રનું પરિણામ ઈન્દ્ર શબ્દનું વાચ્ય છે. ઈન્દ્રના જે અન્ય પર્યાય છે, તેનાથી ગોપાલપુત્રને કહી શકાતો નથી. આ દશામાં નામ નિ:ક્ષેપ સ્વર્ગાધિપતિનો વાચક નહીં થતાં ગોપાલના પુત્રનો વાચક બની જાય છે.
નામ નિક્ષેપને માટે મુખ્યરૂપથી અન્ય અર્થનું વાચક હોવું આવશ્યક નથી. જ્યારે કોઈ ડિત્ય અથવા ડવિત્થ શબ્દથી કોઈને બોલાવવા લાગે છે, તો તેનું તે જ નામ જ થઈ જાય છે. ડિત્ય અને ડવિથ કોઈ અન્ય વસ્તુના નામ નથી. વસ્તુના જે ગુણ છે તેની અપેક્ષા વગર અર્થમાં સંકેત કરવો નામ નિક્ષેપને માટે આવશ્યક છે. ઈન્દ્ર શબ્દનો જ્યારે ગોપાલના પુત્રમાં સંકેત કરે છે, ત્યારે ઈન્દ્ર શબ્દથી સ્વર્ગાધિપતિના જે પ્રસિદ્ધ ઐશ્વર્ય ગુણની પ્રતીતિ થાય છે, તેની અપેક્ષાએ કરવામાં આવતી નથી. જ્યારે કોઈ અર્થમાં ડિત્ય આદિ શબ્દોનો સંકેત કરવામાં આવે છે, ત્યારે પણ વાચ્ય અર્થના ગુણોની અપેક્ષા કરવામાં આવતી નથી. ઈન્દ્ર શબ્દ દ્વારા ઐશ્વર્ય રૂપ ગુણ વાચ્ય છે અને ડિત્ય આદિ પદનો વાચ્ય કોઈપણ ગુણ નથી. એટલો ભેદ હોવા છતાં પણ ગુણોની અપેક્ષા વિના કેવળ સંકેતની અપેક્ષા બંને પ્રકારના નામ નિક્ષેપોમાં છે. આ પ્રકારની અપેક્ષા નામ નિક્ષેપનું અસાધારણ સ્વરૂપ છે. હવે આ વિષયમાં વધુ સ્પષ્ટતાઓ કરતાં કહે છે કે,
तत्त्वतोऽर्थनिष्ठा उपचारतः शब्दनिष्ठा च। मेर्वादि-नामापेक्षया यावद्रव्यभाविनी, देवदत्तादिनामापेक्षया चायावद्व्यभाविनी, (जैनतर्कभाषा)
અર્થ - વાસ્તવમાં આ પરિણતિ અર્થનિષ્ઠ છે અને ઉપચારથી શબ્દનિષ્ઠ છે. મેરૂ આદિ નામોની અપેક્ષાએ આ પરિણતિ યથાવત્ દ્રવ્યભાવિની છે. દેવદત્ત આદિ નામોની અપેક્ષાએ એ અયાવદ્રવ્ય ભાવિની છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં નિક્ષેપયોજન''
સારાંશ એ છે કે, નામ કે અર્થના પરિણામને નામ નિક્ષેપ કહેવાય છે. પરંતુ પરિણામ અર્થમાં સ્પષ્ટ છે, નામમાં નહીં. તો પણ ઉપચારથી શબ્દમાં કહેવાય છે. શબ્દ વાચક છે અને અર્થ વાચ્ય છે, આ કારણે શબ્દમાં અર્થનો અભેદ માનવામાં આવ્યો છે અને અર્થના પરિણામને શબ્દમાં કહેવાય છે. નામ નિક્ષેપ બે પ્રકારનો છે. એક તે છે, જે વાચ્ય દ્રવ્ય સ્થિર રહે છે, ત્યાં સુધી સ્વયં પણ રહે છે. મેરૂ, દ્વીપ સમુદ્ર આદિ નામ આ જ પ્રકારનાં છે. જ્યાં સુધી મેરૂ આદિ અર્થ રહે છે, ત્યાં સુધી
આ નામ પણ રહે છે. અન્ય નામ ભિન્ન પ્રકારનાં છે. દેવદત્ત આદિ નામ આ પ્રકારનાં છે. જે દેવદત્ત આદિ અર્થો રહેવા છતાં પણ બદલાઈ જાય છે. વસ્તુ રહેવા છતાં પણ નામોનું પરિવર્તન જોવામાં આવે છે. હવે અન્ય પ્રકારે નામનિક્ષેપનું સ્વરૂપ જણાવે છે.
66
૨૭૯
यथा वा पुस्तकपत्रचित्रादिलिखिता वस्त्वभिधानभूतेन्द्रादिवर्णावली । (નૈનત ભાષા)
અર્થ :- અથવા પુસ્તક, પત્ર અને ચિત્ર આદિમાં લિખિત વસ્તુની અભિધાનસ્વરૂપ ઈન્દ્ર આદિ વર્ણોની પંક્તિ પણ નામ છે.
કહેવાનો સાર એ છે કે, જ્યારે ઈન્દ્ર પદથી સ્વર્ગના અધિપતિનો અને ઐશ્વર્યથી રહિત નૃત્ય આદિનો બોધ થાય છે, ત્યારે વાચક અને વાચ્યનો ભેદ સ્પષ્ટ રહે છે. ક્યારેક ક્યારેક ઈન્દ્ર પદનો પ્રયોગ તે વર્ણોના સમુદાયમાં પણ કરવામાં આવે છે. જેના સમુદાયને ઈન્દ્ર કહેવાય છે. ‘‘ન્ દ્બ' તેનો ક્રમથી સમુદાય ઈન્દ્ર પદ રૂપ છે, તેને પણ ઈન્દ્ર કહેવાય છે. ઈન્દ્રનું ઉચ્ચારણ કરો, આ પ્રકારે જ્યારે કહે છે ત્યારે ઈન્દ્ર શબ્દનો વાચ્ય ઈન્દ્ર એટલા વર્ણોનો સમુદાય થાય છે. તે પણ નામ નિક્ષેપ છે. આ પ્રકારના નામ નિક્ષેપમાં વાચ્ય અને વાચકનો સ્પષ્ટ ભેદ પ્રતીત થતો નથી. અહીંયાં પણ મુખ્ય અર્થની ઉપેક્ષા
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કરીને સંકેતને લીધે ઈન્દ્ર પદ વર્ણોના સમુદાયનો વાચક છે. સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ :
यत्तु वस्तु तदर्थवियुक्तं तदभिप्रायेण स्थाप्यते चित्रादौ तादृशाकारम्, अक्षादौ च निराकारम्, चित्राद्यपेक्षयेत्वरं नन्दीश्वरचैत्यप्रतिमाद्यपेक्षया च यावत्कथिकं स स्थापना नि:क्षेपः, यथा जिनप्रतिमा स्थापनाजिनः, यथा चेन्द्रप्रतिमा स्थापनेन्द्रः। (जैनतर्कभाषा)
અર્થ - જે વસ્તુ તે અર્થથી રહિત હોય અને તેના અભિપ્રાયથી સ્થાપિત હોય તે સ્થાપના નિક્ષેપ છે. ચિત્ર આદિમાં તે વસ્તુના સમાન આકારવાળો હોય છે અને અક્ષ આદિમાં આકારરહિત હોય છે. ચિત્ર આદિની અપેક્ષાએ તે અલ્પકાળ સુધી સ્થિર રહેવાવાળો (ફુર્વ નિવ) હોય છે અને નન્દીશ્વર દ્વીપના ચૈત્યોની પ્રતિમાની અપેક્ષાએ ભાવથ હોય છે. જેમ કે, જિન પ્રતિમા સ્થાપના જિન છે અને ઈન્દ્રની પ્રતિમા સ્થાપના ઈન્દ્ર છે.
કહેવાનો સાર એ છે કે, બે અર્થોમાં ભેદ હોવાથી એકમાં જે અન્યના અભેદનો આરોપ કરવામાં આવે છે, તે સ્થાપના છે. મન દ્વારા ભેદમાં અભેદનો આરોપ થાય છે. આ અભેદનો આરોપ સ્થાપનાનું મૂળભૂત તત્વ છે. અભેદનો આરોપ ક્યાંક સમાન આકારને લઈને કરવામાં આવે છે, તો ક્યાંક આકાર સમાન ન હોવા છતાં પણ કરવામાં આવે છે. ગો અથવા અશ્વના આકારને કાષ્ઠમાં, પત્થરમાં કે પત્રમાં જોઈને કહેવાય છે કે, “આ ગી છે, આ અશ્વ છે” જોવાવાળો કાષ્ઠ આદિના અને ગી આદિના ભેદને જાણે છે, પરંતુ આકાર સમાન હોવાથી ચેતન ગો આદિનો અચેતન કાષ્ઠ આદિમાં આરોપ કરે છે. એક અચેતનમાં ભિન્ન અચેતનનો પણ આરોપ કરવામાં આવે છે. વૃક્ષ, પર્વત આદિના ચિત્રને વૃક્ષ અને પર્વત સમજીને વ્યવહાર ચાલે છે. આ પ્રકારના વ્યવહારનું મૂળ સ્થાપના છે. આ પ્રકારની
Page #298
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૮ ૧
સ્થાપના સભાવ સ્થાપના કહેવાય છે. આકારમાં સમાનતા ન હોતે જીતે જ્યારે ભિન્ન આકારના અર્થમાં અભેદ માની લેવામાં આવે છે ત્યારે અસદ્દભાવ સ્થાપના થાય છે. અક્ષ આદિમાં જ્યારે જિનેન્દ્રદેવ આદિની સ્થાપના થાય છે, ત્યારે અસદ્ભાવ સ્થાપના થાય છે. જિનેન્દ્ર દેવ અને અક્ષોમાં આકારનું સામ્ય કોઈ અંશમાં નથી. આકાર સમાન નથી, તેથી અક્ષમાં દેવની સ્થાપનાને નિરાકાર કહે છે. અક્ષ સર્વથા આકાર શૂન્ય નથી. અહીંયાં નિરાકાર શબ્દનો આકાર પદ, સમાન આકારને માટે પ્રયુક્ત થયો છે.
અહીંયાં ધ્યાન રાખવું જોઈએ કે, સ્થાપનાને માટે સમાન અથવા અસમાન આકારનું હોવું આવશ્યક નથી. કોઈ પ્રકારનો આકાર ન હોવા છતાં પણ વસ્તુમાં આકારનો આરોપ કરી લેવામાં આવે છે. અકાર ઈકાર આદિ વર્ષોનો કોઈ નાનો-મોટો આકાર ન આંખથી દેખાય છે અને ન ત્વચાથી સ્પર્શી શકાય છે, તો પણ અકાર આદિના આકારોની કલ્પના અનેક પ્રકારના સ્વરૂપોમાં કરવામાં આવે છે અને તેના દ્વારા વ્યવહાર ચાલે છે. વર્ષોની ભિન્ન ભિન્ન લિપિઓ અભેદના આરોપથી ઉત્પન્ન થઈ છે. પત્ર પર શાહીથી એક આકારને લખીએ છીએ અને તેને અકાર અથવા ઈંકાર કહીએ છીએ. લખેલો આકાર ચક્ષુથી દેખાય છે. પરંતુ ઉચ્ચારણથી ઉત્પન્ન થવાવાળો શબ્દ ચક્ષુ દ્વારા પ્રતીત થવાવાળા આકારથી શૂન્ય છે. નિરાકાર વર્ણનો કલ્પિત આકારમાં અભેદ માની લેવામાં આવે છે. આ અભેદનો આરોપ નેત્ર દ્વારા જોવા યોગ્ય આકારથી શૂન્ય વર્ણની રેખાઓમાં આરોપવામાં આવ્યો છે, તેથી નિરાકાર કહી શકાય છે.
ચિત્ર અને અક્ષ આદિમાં જે સ્થાપના કરવામાં આવે છે, તે જ્યાં સુધી ચિત્ર આદિ રહે છે ત્યાં સુધી રહે છે. ચિત્ર આદિ લુપ્ત થવાથી
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮ ૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સ્થાપના રહેતી નથી. નંદીશ્વરના ચેત્યોની પ્રતિમામાં જે સ્થાપના છે, તે શાશ્વત પ્રતિમાઓ હોવાના લીધે ચિરકાળ સુધી રહે છે. જ્યાં સુધી પ્રતિમાઓની કથા ચાલે છે, ત્યાં સુધી સ્થાપના સ્થિર રહે છે, તેથી યાવસ્કથિક કહેવાય છે. દ્રવ્ય નિક્ષેપનું સ્વરૂપ :
भूतस्य भाविनो वा भावस्य कारणं यन्निक्षिप्यते स द्रव्यनिःक्षेप:(3) यथाऽनुभूतेन्द्रपर्यायोऽनुभविष्यमाणेन्द्रपर्यायो वा इन्द्रः, अनुभूतघृताधारत्वपर्यायेऽनुभविष्यमाणघृतपर्याये च घृतघटव्यपदेशवत्तत्रेन्द्रशब्दव्यपदेशोपपत्तेः। (જૈનતમાલા)
અર્થ - ભૂતકાલીન ભાવ અથવા ભાવી ભાવનું છે કારણ નિક્ષિપ્ત કરવામાં આવે છે, તે દ્રવ્ય નિક્ષેપ છે. જેમ કે, જે ભૂતકાળમાં ઈન્દ્ર પર્યાયનો અનુભવ કરી ચૂક્યા છે અથવા જે ભાવી કાળમાં ઈન્દ્ર પર્યાયનો અનુભવ કરશે તે ઈન્દ્ર છે. જે ઘટમાં ઘૂત ભૂતકાળમાં રાખવામાં આવ્યું હતું અથવા ભાવીકાળમાં જેમાં વૃત રાખવામાં આવશે, તેમાં જે પ્રકારે વૃતઘટનો વ્યવહાર થાય છે, તે રીતે તે પૂર્વોક્ત મનુષ્યમાં પણ ઈન્દ્ર શબ્દનો વ્યવહાર થઈ શકે છે.
સારાંશ એ છે કે, જેમાં ક્યારેક ઘીને રાખવામાં આવ્યું હતું અથવા જેમાં ઘી રાખવામાં આવશે, તે ઘટને વર્તમાન કાળમાં ઘૂત સાથે સંબંધ ન હોવા છતાં પણ લોકો વૃતનો ઘટ કહી દે છે. ધૃતનો આધાર હોવો પર્યાય છે, એ પર્યાય ઘટ વિના થઈ શકતો નથી. તેથી ઘટ પર્યાયનું કારણ છે. કારણ હોવાથી અહીંયાં ઘટ દ્રવ્ય કહેવાય છે. કારણ હોવા છતાં પણ તેનો વ્યવહાર પર્યાય દ્વારા થાય છે. 3. भूतस्य भाविनो वा, भावस्य हि कारणं तु यल्लोके। तद्रव्यं तत्त्वज्ञैः, सचेतनाचेतनं कथितम् // (અનુ.ફૂ. ૨૨, વૃત્તિ)
Page #300
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૮ ૩
સંયોગ સંબંધથી ઘટમાં ઘી રહે છે. આધાર હોવાના કારણે ધૃતઘટ કહેવાય છે. વૃત ઘટ કહેવડાવવામાં વૃતનો આધાર હોવો નિમિત્ત છે. જે મનુષ્ય અત્યારે મનુષ્ય છે, તે જો ક્યારેક અર્થાત્ પૂર્વ ભવમાં ઈન્દ્ર બની ચૂક્યો હોય અથવા આગામી કાળમાં અર્થાત્ આગામી ભવમાં ઈન્દ્ર બની જવાનો હોય, તો તેને આ રીતિથી ઈન્દ્ર કહી શકાય છે.
અહીં ધ્યાન રાખવું કે, પર્યાય અનેક પ્રકારના હોય છે. માટીના પિંડનો ઘટના આકારમાં પરિણામ પર્યાય છે. આ પરિણામનું કારણ હોવાથી માટી દ્રવ્ય ઘટ છે. માટી ઘટનું કારણ હોવાથી દ્રવ્ય ઘટ છે અને ઘટ ધૃતનો આધાર હોવાથી વૃતઘટ છે. આ બંને નિક્ષેપાઓમાં કારણનો કારણભાવ સમાન નથી. વૃતને ધારણ કરવામાં ઘટ નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી. ઘટ વૃતના સંયોગરૂપમાં પરિણત નથી થતો, નિમિત્ત કાર્ય રૂપમાં પરિણામ નથી થઈ શકતું. માટી દ્રવ્ય ઘટ છે, પરંતુ તે ઘટનું પરિણામી કારણ છે, નિમિત્ત કારણ નથી. માટી ઘટરૂપને ધારણ કરી લે છે. દ્રવ્ય નિક્ષેપને માટે અર્થનું કારણ હોવું જોઈએ, તે પરિણામી કારણ હોય કે નિમિત્ત કારણ હોય, તે દ્રવ્ય નિક્ષેપના રૂપમાં હોઈ શકે છે. દ્રવ્ય નિક્ષેપનું ભિન્ન દૃષ્ટિકોણથી સ્વરૂપ જણાવતાં કહે છે કે,
क्वचिदप्राधान्येऽपि द्रव्यनिक्षेपः प्रवर्तते यथाऽङ्गारमर्दको द्रव्याचार्यः, आचार्यगुणरहितत्वात् अप्रधानाचार्य इत्यर्थः। (जैनतर्कभाषा)
અર્થ :- ક્યાંક અપ્રધાનતામાં પણ દ્રવ્ય નિક્ષેપ પ્રવૃત્ત થાય છે. જે રીતે અંગારમર્દક દ્રવ્યાચાર્ય કહેવામાં આવ્યા છે. આચાર્યના ગુણોથી રહિત હોવાના કારણે અપ્રધાન આચાર્ય છે. આ દ્રવ્ય પદનો અહીંયાં અભિપ્રાય છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
અંગારમર્દકની કથા આ પ્રકારે છે. ગર્જનક નામના નગરમાં એકવાર આચાર્યશ્રી વિજયસેનસૂરિ નામના આચાર્ય ભગવંત આવ્યા. તેઓએ એક દિવસ પોતાના શિષ્યોને કહ્યું, આજે એક આચાર્ય આવશે, પણ તે ભવ્ય નથી, તેના કહેતાં કહેતાં જ રૂદ્રદેવ નામના આચાર્ય પોતાના સાધુઓના પરિવારની સાથે ત્યાં આવી પહોંચ્યા, તેની પરીક્ષાને માટે સાધુઓએ પ્રશ્રવણ ભૂમિમાં અંગારા નાખી દીધા. જ્યારે અતિથિ સાધુ બહાર નીકળ્યા અને પગોથી આઘાત થવાના કારણે “કિસ-કિસ” શબ્દ થયો તો તેઓ મિથ્યા દુષ્કૃત કહીને પાછા વળી ગયા. તેઓએ ત્યાં દિવસમાં જોવાની ઈચ્છાથી ચિહ્ન કર્યું. ઉપર આચાર્ય રૂદ્રદેવ કોલસાઓને મસળીને ધ્વનિ ઉત્પન્ન કરતાં ચાલ્યા ગયા અને કહેતા ગયા પ્રમાણોથી અહીંયાં જીવ સિદ્ધ નથી થતો, તો પણ જિનેન્દ્રોએ જંતુઓનો નિર્દેશ કર્યો છે. આ બધું સાંભળીને આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ રૂદ્રદેવના શિષ્યોને કહ્યું : આ અભવ્ય છે, આપ એને છોડી દો. આચાર્ય રૂદ્રદેવ જ અંગારમર્દક નામથી પ્રસિદ્ધ થયા. ભાવ ચારિત્રથી રહિત હોવાના કારણે તે મોક્ષને પ્રાપ્ત કરી ન શક્યા અને સંસારમાં જ રહ્યા. હવે અન્ય દૃષ્ટિકોણથી “વ્ય” શબ્દનો પ્રયોગ જણાવે છે.
क्वचिदनुपयोगेऽपि, यथाऽनाभोगेनेहपरलोकाद्याशंसालक्षणेनाविधिना च भक्त्यापि क्रियमाणा जिनपूजादि क्रिया द्रव्यक्रियैव, अनुपयुक्तक्रियायाः साक्षान्मोक्षाङ्गत्वाभावात्। भक्त्याऽविधिनापि क्रियमाणा सा पारम्पर्येण मोक्षाङ्गत्वापेक्षया द्रव्यतामश्नुते, भक्तिगुणेनाविधिदोषस्य निरनुबन्धीकृतत्वादित्याचार्या : (जैनतर्कभाषा)
અર્થ :- જેમ ઉચિત ઉપયોગ વિના અને ઈહલોક - પરલોક આદિની ઈચ્છારૂપ વિરુદ્ધ વિધિથી ભક્તિ સાથે પણ કરવામાં આવતી જિનપૂજા આદિ ક્રિયા દ્રવ્ય ક્રિયા છે. ઉપયોગ રહિત ક્રિયા સાક્ષાત્ મોક્ષનું
Page #302
--------------------------------------------------------------------------
________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૮૫
કારણ નથી. ભક્તિ સાથે વિધિથી વિરુદ્ધ કરવામાં આવતી તે જિનપૂજા આદિ ક્રિયા પરંપરાએ મોક્ષનું સાધન હોવાના કારણે દ્રવ્ય થઈ જાય છે. આચાર્ય કહે છે કે, ભક્તિરૂપ ગુણ વિરુદ્ધ વિધિના દોષને અનુબંધથી રહિત કરી દે છે.
કહેવાનો આશય એ છે કે, કર્મથી ક્રિયાથી ફળને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવાની વિધિનું જ્ઞાન અને એકાગ્ર ચિત્ત આવશ્યક કારણ છે. જે વિધિને નથી જાણતો તે પ્રતિકૂળ રીતિથી પણ કાર્ય કરવા લાગે છે. આ દશામાં જે ફળ પ્રાપ્ત કરવા ચાહે છે, તે ફળની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહીં અનિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જાય છે. આયુર્વેદના શાસ્ત્રોમાં તીવ્ર રોગોના નાશને માટે પારાની ભસ્મનો પ્રયોગ ખૂબ ઉત્તમ કહેવાયો છે. ચિકિત્સાના ગ્રંથ કહે છે કે, પારો સ્વયં મરી જાય છે. પરંતુ રોગીને જીવિત કરી દે છે. જે મનુષ્ય પારાની ભસ્મને ઉચિત રીતે નથી બનાવતો, તેના પારાનો પરિપાક ઉચિત પરિણામમાં નથી થતો. પૂર્ણરૂપમાં અપક્વ પારાની ભસ્મ જો રોગી ખાઈ લે, તો રોગનો નાશ તો દૂર રહ્યો, પ્રાણોનું સંકટ થઈ જશે. અજ્ઞાનના કારણે પ્રતિકૂળ ક્રિયા થાય છે, તે પણ અનિષ્ટ, દુઃખ ફળ આપે છે. તેથી તેમને પ્રધાનરૂપે ક્રિયા કહેવાને યોગ્ય નથી. અયોગ્ય ક્રિયા અપ્રધાન ક્રિયા છે. અપ્રધાનનું પારિભાષિક નામ દ્રવ્ય છે. આ પ્રકારની ક્રિયા દ્રવ્ય ક્રિયા કહેવાય છે.
વિધિના જ્ઞાનની જેમ ફળ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરવામાં ચિત્તની એકાગ્રતા પણ આવશ્યક છે. ક્રિયા કરવામાં ધ્યાન ન દેતાં અન્ય વિષયમાં ધ્યાન દેવાથી પણ અનિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જાય છે અથવા જે ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, તે ન મળતાં ન્યૂન કોટિનું ફળ મળે છે. એક મનુષ્ય ચાલીને કોઈ નિયત સ્થાને નિયત સમયે પહોચવા માંગે છે. જો ચાલતાં-ચાલતાં કોઈ અન્ય વિષયમાં ધ્યાન
Page #303
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ચાલ્યું જાય, તો પથિક જ્યાં જવા નથી ચાહતો, ત્યાં પહોંચી જશે. જો અનુકૂળ દિશામાં પણ રહેશે, તો પણ નિયત સમયે વાંછિત સ્થાનને પ્રાપ્ત નહીં કરી શકે. એક ગામ કે નગરથી અન્ય ગામ કે નગરમાં જવા માટે આજકાલ મોટર કે રેલગાડીનો ઉપયોગ થાય છે. જો યાત્રી ચિત્ત એકાગ્ર ન હોવાથી મોટર અથવા રેલની પ્રાપ્તિ સ્થાને જ્યારે પહોંચવું જોઈએ, ત્યારે ન પહોંચતા વિલંબથી પહોંચે, તો ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે પહેલી મોટ૨ કે રેલ નહીં મળે, કેટલાક સમય પછી અન્ય મોટ૨ કે રેલનો આશ્રય લેવો પડશે. આ કારણે ફળ તો મળશે, પણ વિલંબ થઈ જશે. જો પથિકને કોઈ એક દિશામાં દૂર સુધી બેચાર જગ્યાએ જવું હોય અને તે નિયત સમયે વાહનોના પ્રાપ્તિ સ્થાને ન પહોંચે, તો તેને આ પ્રકારનું પણ વાહન મળી શકે છે, જે તેના વાંછિત બીજા અથવા ત્રીજા સ્થાન સુધી તો જતું હોય પણ વાંછિત ચોથા સ્થાન સુધી ન જતું હોય. આ પ્રકારની દશામાં યાત્રીને બીજા અથવા ત્રીજા સ્થાન સુધી રહેવું પડશે. આ બધાં ચિત્ત એકાગ્ર ન હોવાનાં ફળ છે. એકાગ્ર ચિત્ત વગર કરેલી આ પ્રકારની ક્રિયા પણ અપ્રધાન ક્રિયા છે અને તે દ્રવ્ય ક્રિયા કહેવાય છે.
૨૮૬
લૌકિક ક્રિયાની જેમ શાસ્ત્રમાં વિહિત ક્રિયા પણ વિધિનું જ્ઞાન અને એકાગ્ર ચિત્ત હોય તો ફળ આપે છે. શાસ્ત્રમાં સમ્યક્ ચારિત્રને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. જો કોઈ લોકોને ઠગવા માટે ચારિત્રનું પાલન કરતો હોય, તો તેને મોક્ષ નહી મળે પરંતુ અનેક જન્મોમાં દુઃખ મળશે. વંચના સાથે કરેલું ચારિત્ર મુખ્ય રૂપે ચારિત્ર નથી. અપ્રધાન ચારિત્ર છે અને આ કારણે દ્રવ્ય ચારિત્ર છે.
અધિકારી ન હોવાના કારણે પણ ક્રિયા અપ્રધાન થઈ જાય છે અને ઉચિત ફળ ઉત્પન્ન કરતી નથી. તે પથિક જે માર્ગને જાણે છે અને
Page #304
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન'
૨૮૭.
પહોંચવાના સ્થાનને માટે એકાગ્ર ચિત્ત પણ છે, પરંતુ તે જો રોગી હોય અને દૂર સુધી ચાલવામાં અસમર્થ હોય તો થોડે દૂર ચાલીને રહી જશે અને વાંછિત સ્થાને નહીં પહોંચી શકે. રોગી પથિક દૂર સુધીની યાત્રાનો અધિકારી નથી તેની યાત્રા અપ્રધાન ક્રિયા રૂપ, છે તેથી વાંછિત સ્થાન સુધી પહોંચાડવામાં અસમર્થ છે. રોગી યાત્રીની જેમ અભવ્ય અને દૂરભવ્ય જો એકાગ્ર ચિત્તે પૂજા કરે તો પણ અધિકારી ન હોવાથી ઈષ્ટ ફળને પ્રાપ્ત નથી કરી શકતો. તીર્થકર આદિની પૂજા આદિ જોઈને અભવ્ય જીવને “ચારિત્ર સ્વીકારવાથી આવી પૂજા પ્રાપ્ત થાય છે” એવું ચારિત્રનું જ્ઞાન થાય છે અને તેનાથી તેની પૂજામાં પ્રવૃત્તિ થઈ શકે છે. પરંતુ ઈષ્ટ ફળ નથી મળતું.
જેનું ચિત્ત એકાગ્ર નથી, જે સંસારના અન્ય વિષયોનું ચિંતન કરી રહ્યો છે, તેની પૂજા પણ દ્રવ્ય ક્રિયા છે. તે મોક્ષનું સાક્ષાત્ કારણ નથી. જિનેન્દ્રના રાગ, દ્વેષ આદિથી રહિત સ્વરૂપનું એકાગ્ર ચિત્ત દ્વારા ચિંતન ન હોય તો સાધકના રાગ-દ્વેષ આદિ દોષ ક્ષણ નથી થતા. આ કારણે તેને મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી.
જે એકાગ્ર ચિત્તથી ભક્તિની સાથે પૂજા કરે છે. પરંતુ વિધિની સાથે નથી કરતો અથવા પુત્ર, ઐશ્વર્ય આદિની કામનાથી કરે છે, તેની પૂજા પણ દ્રવ્ય પૂજા છે. વિધિ વિના પૂજા જો ભક્તિની સાથે પણ કરવામાં આવે, તો તે રાગ આદિના નાશમાં પ્રધાનરૂપે સાધન નથી રહેતી. પરંપરાએ મોક્ષનું સાધન ન હોવાના કારણે તે અપ્રધાન દ્રવ્ય રૂપ થઈ જાય છે. લૌકિક ફળનો અભિલાષી પુત્ર આદિ ફળ પ્રાપ્ત કરીને સંસારમાં રહી જશે. તેને મોક્ષ નહીં મળે. જો તે રાગ આદિના શયને માટે ભક્તિ કરે તો વિધિ અનુસાર ન હોવા છતાં પણ પરંપરાએ મોક્ષનું કારણ થઈ શકે છે. વિધિના વિરોધનો જે દોષ છે, તે ભક્તિના કારણે નિરંતર અનિષ્ટ ફળની ઉત્પત્તિમાં
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અસમર્થ થઈ જાય છે. આચાર્યો-ભગવંતોના આ અભિપ્રાય અનુસાર વિધિ રહિત અને ભક્તિ સહિત પૂજા પણ દ્રવ્ય પૂજા છે. ભાવનિક્ષેપનું સ્વરૂપ :
विवक्षितक्रियानुभूतिविशिष्टं स्वतत्त्वं यन्निक्षिप्यते स भावनिःक्षेपः, यथा इन्दनक्रियापरिणतो भावेन्द्र इति। (जैनतर्कभाषा)
અર્થ - વક્તા જે ક્રિયાની વિવક્ષા કરે છે, તેની અનુભૂતિથી યુક્ત જે સ્વતત્ત્વ નિક્ષિપ્ત કરવામાં આવે છે, એ ભાવ નિક્ષેપ છે. જેમ ઈન્દના આદિ ક્રિયામાં પરિણત થવાવાળો ભાવેન્દ્ર છે.
જે ભવનને પ્રાપ્ત થાય છે તે “ભાવ” છે. કોઈ પર્યાયના રૂપમાં પરિણત થવું “ભવન” છે. જે પર્યાય અનુભવમાં આવી રહ્યા છે, તેનાથી યુક્ત વસ્તુનું સ્વરૂપ જ્યારે પ્રતિપાદિત કરવામાં આવે છે, ત્યારે “ભાવનિક્ષેપ” થાય છે. જે ઈન્દન કરે છે, તે ઈન્દ્ર છે. આ વ્યુત્પત્તિ મુજબ જે જીવ સ્વર્ગ લોકમાં શાસન કરે છે, તે ભાવેન્દ્ર છે. વસ્તુનું જે અસાધારણ વરૂપ છે, તે તેનું “સ્વતત્ત્વ છે. અસાધારણ સ્વરૂપથી પરિણામ પ્રાપ્ત અર્થ “ભાવ” છે. મૃત્ પિંડ ઘટના આકારમાં પરિણામ પામે તો તેને ઘટ કહેવામાં આવે છે. મધ્યમાં ગોળ હોય, ગ્રીવાનો ભાગ સંકુચિત અને ગોળ હોય અને ઉપરની તરફ હોય તો ઘટના રૂપમાં પરિણામ હોવાના કારણે ઘટ વ્યવહાર થાય છે. આ પ્રકારના આકારમાં પરિણત મૃત્ પિંડરૂપ અર્થ ભાવઘટ છે. અર્થનો વર્તમાનકાળમાં જે પર્યાય છે તે ભાવ છે. તે આ પ્રકારે ફલિત થાય છે. નામાદિ નિક્ષેપાઓનો પરસ્પર ભેદ :
शंका : ननु भाववर्जितानां नामादीनां कः प्रतिविशेषस्त्रिष्वपि वृत्त्यविशेषात् १, तथाहि-नाम तावन्नामवति पदार्थे स्थापनायां द्रव्ये चाविशेषेण वर्तते
Page #306
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૮૯
भावार्थशून्यत्वं स्थापनारूपमपि त्रिष्वपि समानम्, त्रिष्वपि भावस्याभावात्। द्रव्यमपि नामस्थापनाद्रव्येषु वर्तते एव, द्रव्यस्यैव नामस्थापनाकरणात् द्रव्यस्य द्रव्ये सुतरां वृत्तेचेति विरुद्धधर्माध्यासाभावान्नैषां भेदो युक्त इति તુ, (નૈનનમાષT)
અર્થ - શંકા ઃ ભાવને છોડીને નામ આદિનો પરસ્પર શું ભેદ છે? ત્રણેયમાં વૃત્તિનો અર્થાત્ સ્થિતિનો કોઈ ભેદ નથી, કારણ કે, નામ નામવાન્ પદાર્થમાં, સ્થાપનામાં અને દ્રવ્યમાં સમાન રૂપે રહે છે. સ્થાપનાનું સ્વરૂપ ભાવ અર્થથી રહિત હોય છે, તે પણ ત્રણેયમાં સમાન છે. કારણ કે, ત્રણેયમાં ભાવનો અભાવ છે. દ્રવ્ય પણ નામ, સ્થાપના અને દ્રવ્યમાં વિદ્યમાન છે. દ્રવ્યનું જ નામ રાખવામાં આવે છે અને દ્રવ્યની જ સ્થાપના કરવામાં આવે છે. દ્રવ્યની દ્રવ્યમાં વૃત્તિ વિના ક્લેશે થાય છે, વિરોધી ધર્મોનો સંબંધ ન થવાથી તેમનો ભેદ યુક્ત નથી.
શંકાકારનો અભિપ્રાય એ છે કે, અર્થનો વર્તમાનકાળમાં જે પર્યાય છે, તે ભાવનું અસાધારણ સ્વરૂપ છે. એ નામ, સ્થાપના અથવા દ્રવ્યમાં નથી. પરંતુ નામ આદિ પરસ્પરમાં જોવા મળે છે. આ ત્રણેયનો જે અસાધારણ ધર્મ છે, તે પરસ્પર વિરોધી નથી. જેના ધર્મ પરસ્પર વિરોધી હોય છે, તે અર્થ ભિન્ન થાય છે. શીત સ્પર્શ અને ઉષ્ણ સ્પર્શ પરસ્પર વિરોધી છે. શીત સ્પર્શ જલનો અને ઉષ્ણ સ્પર્શ તેજનો ધર્મ છે. આ કારણે જલ અને તેજ ભિન્ન છે. જો નામ આદિ પરસ્પર વિરોધી હોત તો તેમાં આધાર-આધેયભાવ ન હોવો જોઈએ. પરંતુ તે એનામાં છે. જે અર્થનું કોઈપણ નામ છે, તેમાં નામની સત્તા છે. જે સ્વર્ગના અધિપતિ નથી, કેવળ નામથી ઈન્દ્ર છે તે ઈન્દ્ર નામે કહેવાય છે. જેમાં ઈન્દ્રની સ્થાપના કરવામાં આવી હોય તેને પણ લોકો ઈન્દ્ર કહે છે. જે કોઈ કાળમાં અર્થાત્ આગામી ભવમાં ઈન્દ્ર થવાવાળો છે તેને પણ ઈન્દ્ર
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯o
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કહેવાય છે. જે હજુ યુવરાજ છે, કેટલાંક સમય પછી રાજા બનવાવાળો છે, તેને પહેલેથી રાજા કહેવા લાગે છે. જો નામનું સ્વરૂપ, સ્થાપના અને દ્રવ્યનું વિરોધી હોત તો સ્થાપના અને દ્રવ્યની સાથે નામનો સંબંધ ન થાત. ભાવેન્દ્રમાં પણ યદ્યપિ નામનો સંબંધ વિદ્યમાન છે. પરંતુ ભાવેન્દ્રનો જે વર્તમાન પર્યાય છે, તે નામ, સ્થાપના અને દ્રવ્યમાં નથી. સ્વર્ગ પર શાસન ભાવેન્દ્રનું અસાધારણ સ્વરૂપ છે. તે નામ, સ્થાપના અને દ્રવ્ય ઈન્દ્રોમાં જોવા નથી મળતું. તેથી ભાવેન્દ્રનો નામેન્દ્ર આદિથી ભેદ છે. જે પર્યાયના કારણે દ્રવ્ય ભાવ થાય છે, તે પર્યાય નામ, સ્થાપના અને દ્રવ્યમાં નથી, તેથી ભાવ અને નામ આદિમાં ભેદ છે. નામનું સ્વરૂપ જે રીતે નામમાં છે, તે રીતે સ્થાપના અને દ્રવ્યમાં પણ છે. તેથી તેમાં ભેદ નથી થઈ શકતો.
ભાવ સ્વરૂપ અર્થથી રહિત હોવું એ સ્થાપનાનું અસાધારણ સ્વરૂપ છે. એ પણ નામ આદિ ત્રણેયમાં છે. અન્ય કોઈ એ પ્રકારનો ધર્મ નથી કે, જે સ્થાપનામાં હોય, પણ નામ અને દ્રવ્યમાં ન હોય.
દ્રવ્ય પણ જ્યાં નામ, સ્થાપના અને દ્રવ્ય છે, ત્યાં વિદ્યમાન રહે છે. દ્રવ્ય હોય તો તેનું નામ ધરી શકાય છે. સ્થાપના પણ દ્રવ્યની થાય છે. જે દ્રવ્ય છે તે દ્રવ્ય છે જ, ત્યાં દ્રવ્ય હોવામાં કોઈ સંદેહ નથી થઈ શકતો. મૃત્ પિંડને ઘટ દ્રવ્ય કહેવાય છે તે દ્રવ્ય રૂપે વિદ્યમાન છે. જે દ્રવ્ય છે તેમાં દ્રવ્યને અવિદ્યમાન કહી શકાતું નથી. આ પ્રકારનું કોઈ સ્વરૂપ આ ત્રણેયમાં નથી, જે આમાંથી એકમાં હોય અને અન્યમાં ન હોય. હવે પૂર્વોક્ત શંકાનું સમાધાન કરે છે. સમાધાન - .न, अनेन रूपेण विरुद्धधर्माध्यासाभावेऽपि रूपान्तरेण विरुद्धधर्माध्यासात्तद्भेदोपपत्तेः। तथाहि - नामद्रव्याभ्यां स्थापना तावदाकाराभिप्रायबुद्धिक्रिया,
Page #308
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૯૧
फलदर्शनाद् भिद्यते, यथाहि स्थापनेन्द्रे लोचनसहस्राद्याकारः, स्थापनाकर्तुश्च सद्भूतेन्द्राभिप्रायो द्रष्टश्च तदाकारदर्शनादिन्द्रबुद्धिः, भक्तिपरिणतबुद्धीनां नमस्करणादि क्रिया, तत्फलं च पुत्रोत्पत्त्यादिकं संवीक्ष्यते, न तथा नामेन्द्रे द्रव्येन्द्रे चेति તામ્યાં તેરા મેડા (નૈનતમાષા)
અર્થ સમાધાન : આપનું કથન યુક્ત નથી, એ સ્વરૂપે વિરુદ્ધ ધર્મોનો સંબંધ ન હોવા છતાં પણ અન્ય રૂપ દ્વારા વિરોધી ધર્મોની સાથે સંબંધ હોવાના કારણે તેમાં ભેદ થઈ શકે છે. તે આ રીતે - સ્થાપના તો આકાર, અભિપ્રાય, બુદ્ધિ, ક્રિયા અને ફળના દેખાઈ શકવાના કારણે નામ અને દ્રવ્યથી ભિન્ન છે. સ્થાપના ઈન્દ્રમાં જે રીતે હજાર નેત્ર વગેરે આકાર અને સ્થાપના કરવાવાળાનો સત્ય ઈન્દ્રનો અભિપ્રાય અને દષ્ટાને તે આકારના જોવાથી ઈન્દ્રની બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ભક્તિમાં પરિણત બુદ્ધિવાળા લોકો નમસ્કાર આદિ ક્રિયા કરે છે અને તેનું ફળ પુત્ર જન્મ આદિ જોવામાં આવે છે. આ રીતે નામેન્દ્ર અને પ્રત્યેન્દ્રમાં નથી, તેથી તે બંનેથી તેનો ભેદ છે.
કહેવાનો આશય એ છે કે, જે અર્થોમાં પરસ્પર વિરોધી ધર્મ રહે છે, તેમાં જો કોઈ સમાન ધર્મ પણ રહે છે, તો તેના લીધે વિરોધી પદાર્થોનો ભેદ દૂર નથી થતો. લોખંડ ભારે છે અને તેજ ભારથી રહિત છે. લોખંડ ઉષ્ણ નથી અને તેજ ઉષ્ણ છે, આ પ્રકારે બંને ભિન્ન છે. જ્યારે અગ્નિ લોખંડમાં પ્રવિષ્ટ થઈ જાય છે, તો અગ્નિની જેમ લોખંડ પણ દાહ ઉત્પન્ન કરે છે. દાહને ઉત્પન્ન કરવો, બંનેનો સમાન ધર્મ છે. તો પણ લોખંડ અને અગ્નિ એક નથી થઈ જતા બંનેમાં ભેદ રહે છે. તે જ રીતે અગ્નિના સંયોગથી જળ પણ બાળવા લાગે છે. પરંતુ જલ અને તેજ ભિન્ન રહે છે. લોખંડ અને જલની સાથે જે રીતે તેનો સંબંધ છે, તે રીતે નામનો નામવાન્ પદાર્થ,
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
સ્થાપના અને દ્રવ્યની સાથે સંબંધ હોય છે. પરંતુ આ સંબંધના કારણે નામ આદિ એક નથી થઈ જતા. તેના સ્વરૂપ અને તેના કાર્ય ભિન્ન છે. જ્યાં ઈન્દ્રની સ્થાપના થાય છે, તે કાષ્ઠમાં કે પથ્થરમાં સહાસ નેત્ર અને હાથ અદિનો આકાર જોવા મળે છે. જે સ્થાપના કરે છે, તેનો અભિપ્રાય સત્ય ઈન્દ્રમાં હોય છે. સ્થાપનાને જોઈને ઈન્દ્રનું જ્ઞાન થાય છે. ઈન્દ્ર સમજીને લોકો પ્રતિમાને પ્રણામ કરે છે. ભક્તિ કરવાવાળાઓને તેના દ્વારા ધન, પુત્ર આદિનો લાભ પણ થાય છે, આ બધું જે કેવળ નામથી ઈન્દ્ર છે, તેના દ્વારા નથી થતું. તે જ રીતે જે ક્યારેક ઈન્દ્ર રહી ચૂક્યો છે અથવા કોઈ આગામી કાળમાં ઈન્દ્ર બનશે, તેના દ્વારા પણ આ ફળ નથી પ્રાપ્ત થતા. ઈન્દ્રનો આકાર પણ દ્રવ્ય ઈન્દ્રમાં નથી હોતો, તેથી તેને જોઈને ઈન્દ્રની બુદ્ધિ ઉત્પન્ન નથી થતી. તેથી નામ અને દ્રવ્યથી સ્થાપનાનો ભેદ છે.
કેવળ સંબંધના કારણે અથવા સમાન કાર્યના કારણે વિલક્ષણ અર્થ ભેદથી રહિત થઈ શકતા નથી. જ્યારે અશ્વ પર પુરૂષ બેઠો હોય છે, ત્યારે બંનેનો સંયોગ થાય છે. પરંતુ એટલાથી બંનેનો ભેદ દૂર નથી થઈ જતો. રથમાં ઘોડા જોડાઈને મનુષ્યને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે. ક્યારેક ક્યારેક મનુષ્ય પણ રથમાં જોડાઈને કોઈ કોઈ મનુષ્યને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે. પરંતુ આના લીધે ઘોડા અને મનુષ્યનો ભેદ દૂર નથી થઈ જતો. નામ-સ્થાપના અને દ્રવ્યની જાતિઓ ભિન્ન છે. તેનો ભેદ કેવળ સંબંધ થવાથી દૂર નથી થઈ શકતો. જે નામથી ઈન્દ્ર છે અને જે દ્રવ્ય ઈન્દ્ર છે, તે બંને ઈન્દ્રના વિષયમાં જ્ઞાન ઉત્પન્ન કરે છે. પણ આ સમાનતામાં પણ ભેદ છે. દ્રવ્ય ઈન્દ્રને જોઈને બુદ્ધિ થાય છે કે આ ક્યારેક ઈન્દ્ર બનશે. પરંતુ નામ ઈન્દ્રને જોઈને આ પ્રકારની બુદ્ધિ થતી નથી. આ વાતને અધિક સ્પષ્ટ કરતાં કહ્યું છે કે –
Page #310
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં નિપયોજન"
૨૯૩
द्रव्यमपि भावपरिणामिकारणत्वान्नामस्थापनाभ्यां भिद्यते, यथा ह्यनुपयुक्तो वक्ता द्रव्यम्, उपयुक्तत्वकाले उपयोगलक्षणस्य भावस्य कारणं भवति, यथा वा साधुजीवो द्रव्येन्द्रः सद्भावेन्द्ररूपायाः परिणतेः, न तथा नामस्थापनेन्द्राविति। नामापि स्थापनाद्रव्याभ्यामुक्तवैधादेव भिद्यते इति। (जैनतर्कभाषा)
અર્થ - ભાવનું પરિણામી કારણ હોવાથી દ્રવ્ય, નામ અને સ્થાપનાથી ભિન્ન છે. જેમ ઉપયોગ રહિત વક્તા દ્રવ્ય છે, જ્યારે તે ઉપયોગવાળો થાય છે, ત્યારે ઉપયોગ સ્વરૂપ ભાવનું કારણ થાય છે, અથવા જે રીતે ભાવેન્દ્ર રૂપ પરિણામનું કારણ હોવાથી સાધુનો જીવ દ્રવ્યેન્દ્ર થાય છે. નામ-ઈન્દ્ર અને સ્થાપના ઈન્દ્ર, આ રીતે ભાવ-ઈન્દ્રના પરિણામી કારણ નથી બનતા. જે વિલક્ષણ ધર્મ પહેલાં કહ્યો છે, તેના કારણે જ સ્થાપના અને દ્રવ્યથી નામ પણ ભિન્ન છે.
કહેવાનો આશય એ છે કે, વર્તમાન કાળમાં જે પર્યાય છે, તેની સાથે સંબધ્ધ પરિણામી કારણ “ભાવ” કહેવાય છે. ભાવ રૂપમાં પરિણત થવાથી પરિણામી કારણને કાર્યભાવનું દ્રવ્ય કહેવાય છે. માટીનો પિંડ ભાવ ઘટના રૂપમાં પરિણત થાય છે, તેથી તેને દ્રવ્ય ઘટ કહે છે. નામ ઘટ અથવા સ્થાપના ઘટના પરિણામ ભાવ ઘટના રૂપમાં નથી થઈ શકતો. આ કારણે દ્રવ્ય, નામ અને સ્થાપનાથી ભિન્ન છે. આ જ રીતે સાધુજીવનું કોઈ કાળે અર્થાત આગામી ભવમાં ભાવેન્દ્રના રૂપમાં પરિણામ હોઈ શકે છે, પરંતુ નામ-ઈન્દ્ર અને સ્થાપના ઈન્દ્રનું ભાવઈન્દ્રના રૂપમાં પરિણામ થતું નથી. આ જ અભિપ્રાય મુજબ વક્તા પુરૂષને દ્રવ્ય કહેવાય છે. વક્તાનો ઉપયોગ કોઈ વિષયમાં ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતો. ઉપયોગ આત્માનો ધર્મ છે. જ્યારે કોઈ એક વિષયમાં ઉપયોગ નથી રહેતો, ત્યારે અપેક્ષાએ આત્માને ઉપયોગ રહિત કહેવાય છે. કેટલાક કાળ પછી આત્મા વિશેષ વિષયના ઉપયોગ
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૪
જેદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
રૂપમાં પરિણત થઈ જાય છે. આ ઉપયોગનું કારણ થવાથી ઉપયોગ રહિત આત્મા દ્રવ્ય કહેવાય છે. સ્થાપના અને દ્રવ્યના જે વિલક્ષણ ધર્મ બતાવ્યા છે, તે નામમાં નથી. એ કારણે નામનો સ્થાપના અને દ્રવ્યથી ભેદ છે. હવે નામાદિમાં કોઈક રૂપે અભેદ અને કોઈક રૂપે ભેદને જણાવતાં કહે છે કે –
दुग्धतक्रादीनां श्वेतत्वादिनाऽभेदेऽपि माधुर्यादिना भेदवन्नामादीनां केनचिद्रूपेणाभेदेऽपि रूपान्तरेण भेद इति स्थितम्। (जैनतर्कभाषा) .
અર્થ - દૂધ અને તર્ક આદિમાં શ્વેત વર્ણ આદિ દ્વારા અભેદ હોવાં છતાં પણ માધુર્ય આદિના કારણે જે રીતે ભેદ હોય છે, એ રીતે નામ આદિમાં પણ કોઈક રૂપે અભેદ છે અને અન્ય રૂપે ભેદ છે - આ સિદ્ધ થાય છે.
કહેવાનો આશય એ છે કે, જે ધર્મ વસ્તુઓને ભિન્ન કરે છે, તેની ઉપેક્ષા કરીને સમાન ધર્મના બળે જો વસ્તુઓમાં અભેદ માનવામાં આવે તો પ્રમાણોથી સિદ્ધ વસ્તુઓનો ભેદ પણ નહીં રહી શકે. ગાય, ઘોડો, ઇંટ, પથ્થર, નદી આદિ અર્થ આંખથી જોઈ શકાય છે. દશ્યત્વ આ બધાનો સાધારણ ધર્મ છે. તેના દ્વારા જો આ બધાને અભિન્ન માનવામાં આવે તો પ્રત્યક્ષ આદિ પ્રમાણોની સાથે વિરોધ થશે. ચેતન અને અચેતનનો ભેદ અનુભવ સિદ્ધ છે, તે પણ નહીં રહી શકે. એક પરિણામી દ્રવ્યના અનેક પરિણામ થાય છે. તેમાં દ્રવ્યની દૃષ્ટિએ અભેદ હોવા છતાં પણ પર્યાયની અપેક્ષાએ ભેદ રહે છે. તક્ર (છાશ) દૂધનું પરિણામ છે, આથી દ્રવ્યની અપેક્ષાએ તક્ર અને દૂધમાં ભેદ નથી. પરંતુ પર્યાયની અપેક્ષાએ આ બંનેમાં ભેદ છે. છાશ દૂધ નથી અને દૂધ છાશ નથી. દૂધનો રસ મધુર છે અને તેનો રસ ખાટો છે. નામ આદિનો પણ સંબંધ આદિની અપેક્ષાએ અભેદ સમજી શકાય છે. પરંતુ તેના જે સ્વરૂપ
Page #312
--------------------------------------------------------------------------
________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન'
૨૯૫
ભિન્ન છે, તેના કારણે તેમાં ભેદ છે.
હવે નવી એક શંકા કરી તેનું સમાધાન આપે છે.
શંકા : નનું ભાવ વ વસ્તુ તિવર્થપૂર્વેનમામિતિ ચેા (નૈનતમા )
અર્થ - શંકા : ભાવ કેવળ વસ્તુ છે, ભાવના અર્થથી શૂન્ય નામ આદિ દ્વારા શું લાભ છે?
કહેવાનો આશય એ છે કે, કારણભૂત દ્રવ્ય જ્યારે કોઈ પર્યાયથી યુક્ત થાય છે. ત્યારે તેના દ્વારા કાર્ય કરી શકાય છે. ભાવરૂપ અર્થથી જે કાર્ય સિદ્ધ થાય છે, તે નામ, સ્થાપના અથવા દ્રવ્યથી સિદ્ધ નથી થતું. માટીનું જ્યારે ઘટ રૂપમાં પરિણામ થાય છે, ત્યારે પાણી લાવી શકાય છે. ઘટનું નામ અથવા ઘટની સ્થાપના અથવા ઘટનું કારણ મૃપિંડ પાણી લાવવાનું સાધન નથી બની શકતું. તેથી ઘટ શબ્દનો વાસ્તવમાં વાચ્ય અર્થ માટીના પરિણામ સ્વરૂપ ભાવ ઘટ જ છે. નામ આદિને ઘટ શબ્દનો વાચ્ય માનવામાં કોઈ લાભ નથી. પાણીને લાવવું આદિ વિશેષ કાર્ય ઘટનું છે, તે જ જો કોઈ અર્થથી સિદ્ધ ન થાય, તો તેને ઘટ નામથી કહેવું ઉચિત નથી. નામ કેવળ નામ છે, તે નામ દ્વારા વાચ્ય વસ્તુની જેમ સ્વયં વસ્તુ નહીં થઈ શકે.
समाधान : न, नामादीनामपि वस्तुपर्यायत्वेन सामान्यतो भावत्वानतिक्रमात्, अविशिष्टे इन्द्रे वस्तुन्युच्चरिते नामादि भेदचतुष्टयपरामर्शनात् प्रकरणादिनैव विशेषपर्यवसानात्। (जैनतर्कभाषा)
અર્થ :- સમાધાન : નામ આદિ પણ વસ્તુના પર્યાય છે, તેથી સામાન્યરૂપે તેમાં પણ ભાવત્વ છે. સામાન્યરૂપે ઈન્દ્ર શબ્દનું ઉચ્ચારણ કરવાથી નામ આદિ ચાર ભેદોનું જ્ઞાન થાય છે. પ્રકરણ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
આદિ દ્વારા વિશેષનું જ્ઞાન અંતે થઈ જાય છે. કહેવાનો સારાંશ એ છે કે, કેવળ પર્યાય જ કાર્યને સિદ્ધ નથી કરતો. નામ આદિથી પણ કાર્ય સિદ્ધ થાય છે. ઘટ પર્યાય પાણી લાવવાનું સાધન છે અને ઘટનું નામ અન્યને ઘટના વિષયમાં જ્ઞાન કરાવવાનું સાધન છે. નામ વગર ઘટના વિષયમાં લાવવાનો, લઈ જવાનો કે રાખવા આદિનો વ્યવહાર થઈ શકતો નથી. વ્યવહાર શબ્દને આધીન છે, શબ્દરૂપ ન હોવાને કારણે ભાવ ઘટ વાક્ય દ્વારા વ્યવહારનું સાધન નથી થઈ શકતો. સ્થાપના પણ આકારનો અનુભવ કરાવે છે. આકારનો અનુભવ કરાવવો પણ એક કાર્ય છે. આ કારણે સ્થાપના પણ ભાવ છે. કારણ દ્રવ્યને જોઈને તેનાથી ઉત્પન્ન થવાવાળાં કાર્યોનું જ્ઞાન થાય છે. ભાવી કાર્યના વિષયમાં જ્ઞાન ઉત્પન્ન કરવું એ પણ એક કાર્ય છે. બધા જ ભાવ એક પ્રકારના કાર્યને ઉત્પન્ન કરતાં નથી. ભાવ ઘટની જેમ નામ ઘટ આદિ પણ પોતપોતાનાં કાર્યોને ઉત્પન્ન કરવાવાળા છે તેથી તે પણ વસ્તુરૂપ છે. સામાન્ય રૂપે કોઈપણ શબ્દને સાંભળીને નામ આદિ ચારેયનું જ્ઞાન થાય છે.
ક્યા અવસરે કોને લેવાના છે, તે નિર્ણય પ્રકરણ આદિ દ્વારા થાય છે. ભાવ જે રીતે વસ્તુનો પર્યાય છે, નામ આદિ પણ એ રીતે વસ્તુના પર્યાય છે.
હવે નામાદિ ત્રણની ઉપયોગિતા જણાવતાં કહે છે કે –
भावाङ्गत्वेनैव वा नामादीनामुपयोगः, जिननामजिनस्थापनापरिनिर्वतमुनिदेहदर्शनाद्भावोल्लासानुभवात्। केवलं नामादित्रयं भावोल्लासेऽनैकान्तिकमनात्यन्तिकं च कारणमिति एकान्तिकात्यन्तिकस्य भावस्याभ्यर्हितत्वमनुमन्यन्ते प्रवचनवृद्धाः। एतच्च भिन्नवस्तुगतनामाद्यपेक्षयोक्तम्। (નૈનતમ)
Page #314
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૯૭
અર્થ :- અથવા ભાવનું સાધન હોવાના કારણે નામ આદિનો ઉપયોગ છે. “જિન” ના નામથી, “જિન” ની સ્થાપનાથી અને જે મુનિ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા છે. તેના દેહને જોવાથી ભાવમાં ઉલ્લાસ થાય છે. તેથી નામ આદિ ભાવના સાધન છે. નામ આદિ ત્રણેય ભાવના ઉલ્લાસમાં એકાંત રૂપે અને આત્યંતિક રૂપે કારણ નથી, કેવળ આ કારણે પ્રવચનના વૃદ્ધ આચાર્ય ભગવંતો ભાવને ઉત્કૃષ્ટ માને છે. આ સમાધાન ભિન્ન વસ્તુઓમાં રહેવાવાળા નામ આદિની અપેક્ષાએ કહ્યું છે.
કહેવાનો આશય એ છે કે, સામાન્ય પુરૂષમાં પણ “જિન” નામનો સંકેત થાય છે. આ નામને સાંભળીને પણ શ્રોતાના મનમાં ભાવ જિનનું સ્મરણ થઈ જાય છે અને અત્યંત ભક્તિ પ્રગટ થઈ જાય છે. તે જ રીતે જેના આકારથી રાગ-દ્વેષ આદિનો અભાવ પ્રગટ થાય છે, એ પ્રકારની જિન પ્રતિમાને જોઈને પણ ભાવનો ઉલ્લાસ અનુભવથી સિદ્ધ છે. જિન-પ્રતિમાને જોઈને ક્યારે મારા રાગ-દ્વેષ આદિ શાંત થશે અને હું એમના જેવો થઈ જઈશ” આ પ્રકારની ઈચ્છા થઈ જાય છે. સમ્યક ચારિત્ર દ્વારા જે મોક્ષને પ્રાપ્ત થયા છે, તે મુનિના પ્રાણહીન શરીરને જોઈને પણ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. આ રીતિથી ભાવની અભિવ્યક્તિના સાધન હોવાથી નામ આદિ ત્રણેય વસ્તુરૂપ છે. નામ આદિ બધાં જ ભાવના સાધન છે. પરંતુ ભાવ જિનેન્દ્રને જોઈને ભક્તિનો જેટલો ઉત્કર્ષ પ્રગટ થાય છે, તેટલો જિનેન્દ્રનું નામ સાંભળવાથી અથવા જિન પ્રતિમાને જોવાથી નથી થતો. તેથી વિશેષ નામ આદિ ભાવના ઉલ્લાસમાં ક્યારેક કારણ બને છે અને ક્યારેક નથી બનતા. ભાવ જિનેન્દ્ર ભક્તિના અત્યંત ઉલ્લાસમાં નિયત કારણ છે. તેથી પ્રાચીન આચાર્ય ભગવંતો નામ આદિની અપેક્ષાએ ભાવનો ઉત્કર્ષ અધિક માને છે. હવે નામાદિ ત્રણનો ભાવ સાથે અવિનાભાવ જણાવતાં કહે છે કે -
Page #315
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
अभिन्नवस्तुगतानां तु नामादीनां भावाविनाभूतत्वादेव वस्तुत्वम्, सर्वस्य
वस्तुन: स्वाभिधानस्य नामरूपत्वात्, स्वाकारस्य स्थापनारूपत्वात् कारणतायाश्च द्रव्यरूपत्वात्, कार्यापन्नस्य च स्वस्य भावरूपत्वात् । (जैनतर्कभाषा)
અર્થ :- અભિન્ન વસ્તુમાં રહેવાવાળા નામ આદિ તો ભાવની સાથે અવિનાભાવ હોવાથી જ વસ્તુરૂપ છે. સમસ્ત વસ્તુઓનું પોતાનું અભિધાન નામ રૂપ છે, પોતાનો આકાર સ્થાપના સ્વરૂપ છે, વસ્તુમાં રહેવાવાળો કારણભાવ દ્રવ્ય સ્વરૂપ છે. કાર્યરૂપમાં પરિણત પોતાનું સ્વરૂપ ભાવ છે.
૨૯૮
કહેવાનો આશય એ છે કે, ભાવને વસ્તુરૂપ માની લેવાથી પરિણામી કારણ રૂપ દ્રવ્યના વિષયમાં વસ્તુ હોવાની શંકા નથી રહી શકતી. ભાવની સાથે દ્રવ્ય એક વસ્તુમાં છે. મૃત્કિંડ ઘટના રૂપમાં પરિણત થાય છે. તેથી જો ભાવ ઘટ વસ્તુ છે, તો મૃત્કિંડ રૂપ દ્રવ્યઘટ પણ અવશ્ય વસ્તુ છે. જે પરિણામી કારણ નથી, તેમાં પણ નામ અને સ્થાપના થઈ શકે છે. તેથી નામ અને સ્થાપનાના વસ્તુરૂપ હોવામાં શંકાનો અવસર છે. દરિદ્ર બાળક નામેન્દ્ર છે. કાષ્ટ અથવા પત્થરની પ્રતિમા સ્થાપના ઈન્દ્ર છે. આ બંનેનો સ્વર્ગના અધિપતિ ભાવ ઈન્દ્રથી ઘણો ભેદ છે. તેથી તેના વસ્તુરૂપ હોવામાં શંકા થઈ શકે છે. પરંતુ જ્યારે એક વસ્તુમાં નામ અને સ્થાપના હોય, ત્યારે ભાવની જેમ અથવા દ્રવ્યની જેમ વસ્તુ સ્વરૂપ હોવામાં શંકા નથી થઈ શકતી. એક વસ્તુનું વાચક પદ નામ છે. તેની આકૃતિ સ્થાપના છે. ઉત્તરકાળમાં પ્રકટ થવાવાળા પર્યાયોને ઉત્પન્ન કરવાવાળું સ્વરૂપ દ્રવ્ય છે. કાર્ય રૂપે અભિવ્યક્ત સ્વરૂપ ભાવ છે.
ઉદાહરણ તરીકે ઘટને લઈએ. ઘટ અર્થનો વાચક ઘટ પદ નામ છે. ઘટનો આકાર સ્થાપના છે. ઉત્તરવર્તી પર્યાયોને ઉત્પન્ન ક૨વાની શક્તિ દ્રવ્ય ઘટ છે. ઘટ રૂપે અભિવ્યક્તિ ભાવ ઘટ છે. અહીંયાં
Page #316
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન'
૨૯૯
ભાવ સ્વરૂપ ઘટ જે રીતે વસ્તુરૂપ છે તે જ રીતે ભાવી ક્ષણોમાં થવાવાળા પર્યાયોની ઉત્પાદ શક્તિ ઘટથી ભિન્ન-અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ છે. આ શક્તિ વર્તમાન ઘટમાં પ્રતીત થઈ રહી છે, તેથી વસ્તુ છે. આકાર પણ ઘટમાં પ્રતીત થઈ રહ્યો છે, તેનો પણ ઘટ સાથે અભેદ છે. આથી તે પણ વસ્તુરૂપ છે. વર્ણાત્મક ઘટ પદ પણ ઘટ અર્થની સાથે પ્રતીત થાય છે, એથી તે પણ વસ્તુ છે. ઘટ અર્થ જે પ્રકારે ઘટ કહેવાય છે, તે રીતે ઘટ પદ પણ ઘટ કહેવાય છે, ઘટ લઈ આવી શકાય છે, લઈ જઈ શકાય છે, ઘટ પદ બોલી શકાય છે, લાવવા અને લઈ જવાની જેમ બોલાવવું પણ વ્યવહાર છે. ભાવ ઘટની જેમ ઘટ પદ પણ વ્યવહારનો વિષય છે. તેથી વસ્તુ છે. હવે “નામ” ની વસ્તુરૂપતાને સ્પષ્ટ કરતાં યુક્તિપૂર્વક જણાવે છે કે,
यदि च घटनाम घटधर्मो न भवेत्तदा ततस्तत्संप्रत्ययो न स्यात् तस्य स्वापृथग्भूतसम्बन्धनिमित्तकत्वादिति सर्वं नामात्मकमेष्टव्यम्। (जैनतर्कभाषा)
અર્થ - જો ઘટનામ ઘટનો ધર્મ ન હોય તો ઘટનામથી ઘટની પ્રતીતિ ન થવી જોઈએ. ઘટ પદથી ઘટરૂપ અર્થના જ્ઞાનનો નિમિત્ત સંબંધ છે અને તે સંબંધ “સ્વ” થી અર્થાત્ “ઘટ'' રૂપ વાચ્ય અર્થ અને ઘટ પદ રૂપ વાચકથી પૃથક નથી. તેથી સમસ્ત વસ્તુ નાનાત્મક માનવી જોઈએ.
કહેવાનો સાર એ છે કે, વસ્તુનું નામ વસ્તુના જ્ઞાનમાં નિમિત્ત કારણ છે. ઘટના રૂપ આદિ ગુણ ઘટના જ્ઞાનમાં કારણ છે. ઘટના રૂપ આદિ પટના ધર્મ નથી, તેથી તેના દ્વારા પટનું જ્ઞાન નથી થતું. ઘટના જ્ઞાનમાં કારણ હોવાથી ઘટનામ પણ રૂ૫ આદિની જેમ ઘટનો ધર્મ છે. ધર્મ અને ધર્મીમાં અભેદ પણ હોય છે. તેથી ઘટ અને ઘટનામનો અભેદ પણ માનવો જોઈએ. સમસ્ત વસ્તુઓનું જ્ઞાન તેના
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૦
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
વાચક પદોથી થાય છે. તેથી સમસ્ત વસ્તુઓને નામાત્મક સમજવી જોઈએ. ઘટ વસ્તુ છે, તેથી તેનાથી અલગ ન રહેવાવાળો ઘટનામ પણ વસ્તુ છે. જ્યારે નામ-સ્થાપના અને દ્રવ્ય ભિન્ન-ભિન્ન વસ્તુઓમાં હોય છે, ત્યારે તેનું સ્વરૂ૫ ભાવનું સાધન થાય છે, આ અપેક્ષાએ નામ આદિનું વસ્તુરૂપમાં પ્રતિપાદન આ રીતે કર્યું છે. હવે “આકાર' ની વસ્તુરૂપતામાં યુક્તિ જણાવે છે.
साकारं च सर्वं मति-शब्द-घटादीनामाकारवत्त्वात्, नीलाकारसंस्थानविशेषादीनामाकाराणामनुभवसिद्धत्वात्।
અર્થ - સમસ્ત પદાર્થ આકારથી યુક્ત છે. બુદ્ધિ-શબ્દ અને ઘટ આદિ અર્થ આકારવાળા છે. નીલ આદિ અને આકૃતિ વિશેષ આદિ આકાર અનુભવથી સિદ્ધ છે.
કહેવાનો આશય એ છે કે, બુદ્ધિ જ્યારે વિષયને પ્રકાશિત કરે છે, ત્યારે વિષયનો જે આકાર થાય છે, તે આકારમાં સ્વયં પણ થઈ જાય છે. સૂર્ય આદિનો પ્રકાશ જ્યારે વૃક્ષ આદિને પ્રકાશિત કરે છે, ત્યારે વૃક્ષના આકારમાં થઈ જાય છે. બુદ્ધિ પણ સૂર્ય આદિના પ્રકાશની સમાન વૃક્ષ આદિની પ્રકાશક છે. તે પણ વૃક્ષ આદિના આકારને ધારણ કરે છે. જ્ઞાતાને જે રીતે બાહ્ય વૃક્ષ આદિમાં આકાર પ્રતીત થાય છે, તે જ રીતે જ્ઞાનમાં પણ વૃક્ષ આદિનો આકાર પ્રતીત થાય છે. આ જ્ઞાન વૃક્ષનું છે અને મેઘ આદિનું નથી, આ વ્યવસ્થા પણ આકાર વિના થઈ શકતી નથી. જો વૃક્ષના જ્ઞાનમાં વૃક્ષનો આકાર પ્રતીત ન થાય, તો આ જ્ઞાન વૃક્ષનું છે, મેઘ આદિનું નથી, આ પ્રકારની વ્યવસ્થા થઈ શકતી નથી. આકાર વિષયની વ્યવસ્થાનો નિયામક છે. બાહ્ય ઘટ આદિ વસ્તુનો આકાર પ્રત્યક્ષથી સિદ્ધ છે. શબ્દ પુગલનો પરિણામ છે, તેથી તે પણ આકારથી યુક્ત છે. આકારથી યુક્ત વર્ણ ક્રમથી રહે છે, ત્યારે તેનો
Page #318
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૦ ૧
આકાર વિશેષ નામથી કહેવામાં આવે છે. પહેલા શું પાછળ આ પછી
ત્યાર પછી અ નું ઉચ્ચારણ જ્યારે ક્રમ સાથે થાય છે, ત્યારે “ઘટ” પદનો એક આકાર પ્રગટ થાય છે. પટ આદિ શબ્દોનો આકાર ઘટ પદના આકારથી ભિન્ન છે. વાચ્ય અર્થોની જેમ વાચક શબ્દોનો પણ આકાર છે. અર્થોનો આકાર બાહ્ય ચક્ષુ આદિ ઈન્દ્રિયોનો વિષય છે અને પદોનો આકાર શ્રોત્રનો વિષય છે, એટલો ભેદ છે. વસ્તુ અને આકારમાં અત્યંત ભેદ નથી. તેથી વૃક્ષ આદિની જેમ આકાર પણ વસ્તુરૂપ છે.
હવે સર્વ પદાર્થ દ્રવ્યાત્મક છે, આ વાતને સ્પષ્ટ કરે છે
द्रव्यात्मकं च सर्वं उत्फणविफणकुंडलिताकारसमन्वितसर्पवत् विकाररहितस्याविर्भावतिरोभावमात्रपरिणामस्य द्रव्यस्यैव सर्वत्र सर्वदानुभवात्।
અર્થ :- બધા પદાર્થ દ્રવ્યાત્મક છે. ઉંચી ફણાવાળા અને ફણાથી રહિત અને કુંડલી આકારથી યુક્ત સર્ષની જેમ વિકારથી રહિત આવિર્ભાવ અને તિરોભાવરૂપ કેવળ પરિણામથી યુક્ત દ્રવ્યનો જ સમસ્ત દેશ અને કાળમાં અનુભવ થાય છે.
કહેવાનો આશય એ છે કે, અર્થોમાં વિકાર પ્રતિક્ષણ ઉત્પન્ન થતા રહે છે. કેટલાક વિકારોનો આકાર ખૂબ ભિન્ન હોય છે. જ્યાં આકાર ખૂબ વધારે ભિન્ન હોય છે, ત્યાં વિકાર સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે. માટીનો પિંડ જ્યારે ઘટ બની જાય છે, ત્યારે પિંડનો જે આકાર છે, તેનાથી ઘટના આકારનો ભેદ જોતાં જ પ્રતીત થઈ જાય છે. દૂધ જ્યારે દહીંના રૂપમાં પરિણત થાય છે, ત્યારે દૂધ અને દહીંના આકારમાં કંઈક ભેદ થાય છે, પણ એટલો નહીં, જેટલો માટીના પિંડ અને ઘટનો થાય છે. દૂધની ગોળાઈ જેટલી હોય છે, તેટલી દહીંની પણ થાય છે. દૂધની જેમ દહીં પણ વર્ણમાં શ્વેત હોય છે. પરંતુ દૂધ દ્રવ રહે છે અને દહીં જામીને ઘન થઈ જાય છે, એટલો ભેદ પ્રગટ થાય છે. આ પ્રકારના
Page #319
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
આકારોમાં એકવાર વિકાર ઉત્પન્ન થઈ જવાથી પછી વિકારથી રહિત દશાનો આકાર સ્પષ્ટ દેખાતો નથી. દહીં બની જવાથી પછી દૂધનો આકાર નથી બનતો.
૩૦૨
બીજ અને અંકુરમાં કારણ અને કાર્યના આકારોમાં જે ભેદ છે, તે દૂધ દહીં આદિની અપેક્ષાએ પણ અત્યંત અધિક છે. વટ વૃક્ષના બીજનો આકાર અત્યંત નાનો છે, તેને એક કીડી પણ ઉઠાવીને અહીંયાંથી ત્યાં દૂર સુધી લઈ જઈ શકે છે, જ્યારે તે વૃક્ષ મોટું થઈને શાખા-પ્રશાખાઓ સાથે ફેલાઈ જાય છે ત્યારે તેને હાથી પણ ઉખેડી શકતો નથી. શાખાઓના લાંબા અને ઉંચા આકારની સાથે બીજના અત્યંત લઘુ આકારનો ભેદ બહુ સ્પષ્ટ છે. આ પ્રકારે સમસ્ત વિકારોમાં આકારનો ભેદ રહે છે. પરંતુ એક અનુગત આકાર હંમેશા રહે છે અને તે અનુગત રૂપ દ્રવ્યનું છે. જ્યારે દ્રવ્ય ક્યારેક વિકારમાં ભિન્ન આકારને ધારણ કરીને ફરીથી મૂળ આકારમાં દેખાય છે, ત્યારે દ્રવ્યનું અનુગત સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. સાપ જ્યારે ફેણ ઉંચી રાખીને ઊભો થાય છે તેનાથી ફેણ રહિત દશાનો આકાર ભિન્ન હોય છે, જ્યારે તે જ સર્પ કુંડળની જેમ ગોળ થઈ જાય છે, ત્યારે જે આકાર છે તે ફેણની નીચે અને ઉપર હોવાની દશાથી ભિન્ન હોય છે. આ સમસ્ત દશાઓમાં સર્પનો અનુગત આકાર સ્પષ્ટ પ્રતીત થાય છે. એક જ સર્પ ક્યારેક ફેણ ઉંચી કરે છે અને ક્યારેક નીચી, તે જ સર્પ ક્યારેય ગોળ થઈ જાય છે, તો ક્યારેક લાંબો, એક જ સર્પના ભિન્ન ભિન્ન આકાર મૂળ રૂપની સાથે વારંવાર દેખાય છે અને તેથી અનુગત અને જે અનુગત નથી, એવી રીતના બંને રૂપ પ્રત્યક્ષ થાય છે. અનુગત રૂપ દ્રવ્ય છે.
અનુગામી અર્થમાં ભિન્ન આકારના પર્યાયોને પ્રગટ કરવાની જે શક્તિ છે, તે પણ દ્રવ્ય કહેવાય છે. કારણભૂત દ્રવ્ય પ્રત્યક્ષ છે અને
Page #320
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૦૩
તેની પર્યાયોને ઉત્પન્ન કરવાની શક્તિ પ્રત્યક્ષ નથી, તેનું પર્યાયોથી અનુમાન થાય છે. જ્યારે પર્યાય સમાન આકારના હોય છે, ત્યારે તેનું અનેક દશાઓમાં પ્રત્યક્ષ કઠિન થઈ જાય છે. જ્યારે અર્થ અન્ય અર્થના રૂપમાં પરિણત થતું નથી. પરંતુ પરિણામને પ્રાપ્ત કરાવે છે, ત્યારે પર્યાયોના આધારનો ભેદ કેટલીક દશાઓમાં પ્રત્યક્ષ નથી થતો. આજકાલ યત્રો દ્વારા પૈસા વગેરે જે ઉત્પન્ન થાય છે, તેનો આકાર અત્યંત સમાન હોય છે. જો તેને ભિન્ન સ્થાનમાં રાખેલા ન જોવામાં આવે તો આ પૈસા ભિન્ન છે અને બીજા ભિન્ન છે તે પ્રતીત નહીં થાય. એક જ સ્થાને એક પૈસાને હટાવીને તેના સ્થાને બીજા પૈસા રાખી દેવામાં આવે તો કેવળ જોવાથી પહેલા અને બીજા પૈસાનો ભેદ સ્પષ્ટ જોવામાં આવતો નથી. જ્યાં સુધી સ્થાન પર એક દ્રવ્યમાં સમાન આકારના પર્યાય નિરંતર ઉત્પન્ન થતા રહે છે, ભિન્ન આકારના અર્થના રૂપમાં પરિણામ થતું નથી ત્યારે ભ્રમ થઈ જાય છે. એક દ્રવ્ય સ્થિર રૂપ પ્રતીત થવા લાગે છે, પર્યાયોના ઉત્પત્તિ અને નાશ દેખાતાં નથી.
જ્યારે દીપ પ્રકાશ કરે છે, ત્યારે તેની વાલા પ્રતિક્ષણ ઉત્પન્ન થતી અને નષ્ટ થતી રહે છે. તે જ અનુગત રૂપમાં સ્થિર રહે છે. જોવાવાળાને “તેજ' દ્રવ્ય કલાકો સુધી એક સ્થિર પ્રતીત થાય છે. પ્રત્યેક ક્ષણમાં ઉત્પન્ન થવાવાળી વાલાઓમાં ભેદ સ્પષ્ટરૂપે દેખાતો નથી. આ જવાલા પહેલી ક્ષણની છે, આ બીજી ક્ષણની છે, આ રૂપે જ્વાલાઓનો ભેદ જોવામાં નથી આવતો. અહીંયાં અનુમાન દ્વારા જ્વાલાઓનો ભેદ પ્રતીત થાય છે. જ્યાં સુધી તેલ રહે છે, ત્યાં સુધી દીપ જલતો રહે છે. નિરંતર તેલના ન્યૂન થતાં રહેવાથી અનુમાન થાય છે. પ્રથમ ક્ષણના તેલથી પ્રથમ વાલા ઉત્પન્ન થઈ હતી, બીજી ક્ષણોના તેલથી અન્ય જ્વાલાઓ ઉત્પન્ન થાય છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
આ દીપના દૃષ્ટાંતથી સિદ્ધ છે કે, જ્યારે એક દ્રવ્ય રૂપ અધિકરણમાં સમાન આકારના પર્યાય ઉત્પન્ન થાય છે, ત્યારે પર્યાયોનો ભેદ પ્રતીત થતો નથી, પરંતુ કેવળ અનુગામી દ્રવ્ય પ્રતીત થાય છે. દીપની જેમ સમસ્ત અર્થ પુદ્ગલના પરિણામ છે. જ્યારે તેમાં અન્ય હેતુઓથી ભિન્ન આકારને ધારણ કરવાવાળા પરિણામ ઉત્પન્ન થતા નથી, ત્યારે પણ સમાન આકારના પરિણામ ઉત્પન્ન થતાં રહે છે. આ સમાન આકારના પ્રતિક્ષણ ઉત્પન્ન થવાવાળા પર્યાયોને ઉત્પન્ન કરવાની શક્તિ અનુગામી દ્રવ્યમાં રહે છે. આ શક્તિ પ્રત્યેક દ્રવ્યમાં છે. શક્તિ અને શક્તિમાનનો અભેદ છે. તેથી શક્તિ પણ દ્રવ્ય કહેવાય છે. આ શક્તિરૂપ દ્રવ્ય પ્રત્યેક વસ્તુમાં છે. એક સ્થાન પર પડેલો ઘટ અથવા લોખંડ પણ પ્રતિક્ષણ નવા નવા પર્યાયોને ઉત્પન્ન કરે છે. એક જ ઘટ જે રીતે નામરૂપ અને સ્થાપના રૂ૫ છે, તે જ રીતે શક્તિરૂપ હોવાથી દ્રવ્યરૂપ પણ છે. આથી દ્રવ્ય વસ્તુ હોવામાં શંકા નથી થઈ શકતી. હવે સર્વ વસ્તુની ભાવાત્મકતા અને સમસ્ત જગતને નામાદિ ચતુષ્ટયાત્મક જણાવતાં કહે છે કે,
भावात्मकं च सर्वं परापरकार्यक्षणसन्तानात्मकस्यैव तस्यानुभवादिति चतुष्टयात्मकं जगदिति नामादिनयसमुदयवादः। (जैनतर्कभाषा)
અર્થ - સમસ્ત વસ્તુ ભાવાત્મક છે અર્થાત્ પર્યાયરૂપ છે. પ્રત્યેક ક્ષણમાં થવાવાળા પર અપર કાર્યોની પરંપરાના રૂપમાં અર્થનો અનુભવ થાય છે. આ કારણે સમસ્ત જગત નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ આ ચારેયના સ્વરૂપમાં છે. આ નામ આદિ નયોનો સમુદયવાદ છે.
કહેવાનો આશય એ છે કે, જ્યારે પણ અર્થનો અનુભવ થાય છે, ત્યારે કોઈ એક પર્યાયના રૂપમાં થાય છે, પ્રત્યેક અર્થમાં નામ, આકાર, દ્રવ્ય અને પર્યાય છે. પ્રત્યેક અર્થમાં કેવળ નામ, કેવળ આકાર, કેવળ દ્રવ્ય અથવા કેવળ પર્યાય ક્યાંય પણ નથી. ઘટને જ્યારે જોઈએ છીએ,
Page #322
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં નિક્ષેપયોજન’'
૩૦૫
ત્યારે આકાર, અનુગામી દ્રવ્ય અને ભાવ એક કાળમાં જોવામાં આવે છે. દ્રવ્ય પર્યાયો વગર અને પર્યાય દ્રવ્ય વગર જે રીતે પ્રતીત નથી થતા તે રીતે દ્રવ્ય અને પર્યાય આકાર વગર પણ પ્રતીત નથી થતા, નામની પ્રતીતિ ત્યારે સ્પષ્ટ રૂપે હોય છે, જ્યારે નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ઉચ્ચારણ ન હોવા છતાં પણ વસ્તુને જોઈને નામનું સ્મરણ અવશ્ય થાય છે. કોઈપણ ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થાય ત્યારે નામનો સંબંધ અવશ્ય રહે છે. અર્થથી સર્વથા દૂર રહીને નામનો અનુભવ થતો નથી. અર્થ અને જ્ઞાન જે શબ્દ દ્વારા કહેવાય છે, તે જ શબ્દથી નામ પણ કહેવાય છે. અર્થને ઘટ કહે છે, તેના જ્ઞાનને ઘટનું જ્ઞાન કહે છે, નામને પણ ઘટ કહે છે. આ રીતે બધાનો આકાર સમાન છે. સમસ્ત અર્થ નામ આદિના રૂપમાં છે. તેથી નામ, સ્થાપના, દ્રવ્ય પણ ભાવની જેમ વસ્તુ છે. આ નામ આદિનો સમુદયવાદ છે. નામ આદિ ચા૨ નિક્ષેપ છે તેને માનવાવાળા નયોનું નિક્ષેપના વાચક શબ્દો દ્વારા પ્રતિપાદન કરીને નામનય આદિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. નામને માનવાવાળો નય નામનય, સ્થાપનાને માનવાવાળો સ્થાપના નય કહેવાયો છે. દ્રવ્ય નય અને ભાવનય શબ્દનો પ્રયોગ પણ આ રીતિથી છે. જે પણ વસ્તુ છે, તે બધી નામ આદિ ચારેયના રૂપમાં છે. આકાશના પુષ્પ આદિ જે સર્વથા અસત્ છે, તેમાં નામ આદિ ચારેયનું સ્વરૂપ પ્રતીત થતું નથી. આથી સમસ્ત વસ્તુ નામ આદિ ચાર પર્યાયોથી યુક્ત છે. નિક્ષેપાઓની નયોની સાથે યોજના :
अथ नामादिनिक्षेपा नयैः सह योज्यन्ते । तत्र नामादित्रयं द्रव्यास्तिकनयस्यैवाभिमतम्, पर्यायास्तिकनयस्य च भाव एव । आद्यस्य भेदौ संग्रहव्यवहारौ, नैगमस्य यथाक्रमं सामान्यग्राहिणो विशेषग्राहिणश्च अनयोरेवान्तर्भावात् । ऋजुसूत्रादयश्च चत्वारो द्वितीयस्य भेदा
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
इत्याचार्यसिद्धसेनमतानुसारेणाभिहितं। जिनभद्रगणिक्षमाश्रमण पूज्यपादैः'नामाइतियं दव्वट्ठियस्य भावो अ पज्जवणयस्स। संगहववहारा पढमगस्स सेसो उ इयरस्स ।।७५।।' इत्यादिना विशेषावश्यके
અર્થ :- હવે નામ આદિ નિક્ષેપાઓની નયોની સાથે યોજના કરવામાં આવે છે. દ્રવ્યાસ્તિક નય, ચાર નિક્ષેપાઓમાંથી નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ આ ત્રણેયનો સ્વીકાર કરે છે. પર્યાયાસ્તિક નય કેવળ ભાવનો સ્વીકાર કરે છે. પ્રથમ દ્રવ્યાસ્તિકના બે ભેદ છે. સંગ્રહ અને વ્યવહાર, સામાન્યગ્રાહી મૈગમનો ક્રમથી સંગ્રહનયમાં અને વિશેષ ગ્રાહી નેગમનો વ્યવહારનયમાં સમાવેશ થાય છે. ઋજુસૂત્ર આદિ ચાર દ્વિતીય પર્યાયાસ્તિકના ભેદ છે, આ વસ્તુ પૂ. આચાર્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીના મત પ્રમાણે છે. પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકમાં કહી છે, તે વિશેષાવશ્યકની ગાથા આ પ્રકારે છે – “દ્રવ્યાર્થિક નયને નામ આદિ ત્રણ અભિમત છે અને પર્યાયાર્થિકને કેવળ ભાવ અભિમત છે. સંગ્રહ અને વ્યવહાર દ્રવ્યાર્થિકના ભેદ છે અને શેષ પર્યાયાર્થિકના ભેદ છે.”
કહેવાનો આશય એ છે કે, સ્વયં સ્થિર રહીને અતીત, અનાગત અને વર્તમાન પર્યાયોમાં જે જાય છે – તે દ્રવ્ય છે. દ્રવતિ તિ દ્રવ્યમ્ આ વ્યુત્પત્તિમુજબ પર્યાયોમાં અનુગત અને સ્થિર દ્રવ્યની પ્રતીતિ થાય છે, તે દ્રવ્યને જે પ્રધાનરૂપે સ્વીકારે છે, તે નય દ્રવ્યાસ્તિકનય. સંગ્રહ અને વ્યવહાર નય દ્રવ્યાસ્તિકના મતનો આશ્રય કરે છે. સંગ્રહ સામાન્ય ઘર્મ દ્વારા બધાંનો સંગ્રહ કરે છે. સંગ્રહ નય મુજબ બધાં જ પદાર્થ સત્ સ્વરૂપ છે. સત્ રૂપે સમસ્ત ચેતન અને અચેતન અર્થોની પ્રતીતિ થાય છે. આ પદાર્થોમાં પરસ્પર જે ભેદ છે, તે અન્યની અપેક્ષાએ પ્રતીત થાય છે, તેથી તે મુખ્ય નથી. સત્ સ્વરૂપની પ્રતીતિમાં
Page #324
--------------------------------------------------------------------------
________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૦૭,
અન્યની અપેક્ષા નથી, તેથી તે મુખ્ય છે, સત્ સ્વરૂપની અપેક્ષાએ બધા એક છે. અનુગામી સ્વરૂપ દ્રવ્યનું અસાધારણ તત્ત્વ છે. અનુગામી સત્તાના કારણે બધાનો સંગ્રહ કરીને સત્ રૂપે ચેતન અને અચેતનને એક કહેવાવાળો સંગ્રહ સત્તાના રૂપમાં દ્રવ્યનો પ્રતિપાદક છે, તેથી તે દ્રવ્યાસ્તિકનો ભેદ કહેવાય છે.
વ્યવહાર નય ભેદનું પ્રતિપાદન કરે છે. તે જે ભેદોનું પ્રતિપાદન કરે છે, તેમાં પણ દ્રવ્યનું સ્વરૂપ સ્થિર રહે છે. પર્યાયનો આશ્રય વ્યવહાર કરે છે. પર્યાય દ્રવ્યોથી સર્વથા ભિન્ન નથી. વ્યવહાર નય મુજબ સત્ રૂપ વસ્તુના ભેદ છે દ્રવ્ય આદિ, દ્રવ્યના ભેદ છે જીવ આદિ, જીવ પોતાના ગુણ અને પર્યાયોમાં અનુગત છે. પુદ્ગલ પોતાના ગુણ અને પર્યાયોમાં અનુગામી રૂપે વિદ્યમાન છે. ચેતન અચેતન દ્રવ્યોનો સ્વીકાર કરવાના કારણે વ્યવહાર નય પણ દ્રવ્યાર્થિકનો ભેદ છે. સંગ્રહ અને વ્યવહાર બંને દ્રવ્યનો આશ્રય લે છે. સંગ્રહ સત્ રૂપ દ્રવ્યનો આશ્રય લઈને ભિન્ન અર્થોમાં પ્રધાન રૂપે અભેદનું પ્રતિપાદન કરે છે. વ્યવહાર દ્રવ્યોનાં ભેદનું નિરૂપણ કરે છે. આ બંનેનો ભેદ છે.
નગમ પણ એક નય છે પરંતુ તે પૂ.આ.શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીજીના મત પ્રમાણે સંગ્રહ અને વ્યવહારથી ભિન્ન નથી. નિગમ બે પ્રકારનો છે - એક સામાન્યનો બોધક છે અને બીજો વિશેષનો. જે સામાન્યનો પ્રતિપાદક મૈગમ છે, તેનો સંગ્રહમાં અને જે વિશેષનો પ્રતિપાદક છે, તેનો વ્યવહારમાં સમાવેશ થઈ જાય છે. નેગમનય ગૌણ-મુખ્ય ભાવે ગુણ અને ગુણીના ભેદ અને અભેદનું નિરૂપણ કરે છે. ગુણોનો આશ્રય દ્રવ્ય છે, તેનું પ્રધાન અને અપ્રધાન ભાવે નિરૂપણ ગુણો વગર નથી થઈ શકતું. તેથી તે પણ દ્રવ્યાર્દિકનો ભેદ છે.
ઋજુસૂત્રનય વર્તમાનકાળમાં રહેવાવાળી વસ્તુનું નિરૂપણ કરે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અતીત અને અનાગત પર્યાયોને અલગ કરીને નિરૂપણ કરવાના કારણે તેમાં અનુગામી સ્વરૂપની પ્રધાનતા નથી. તેથી તેને પૂ.આ.શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી પર્યાય નયના ભેદ તરીકે સ્વીકાર કરે છે. આ મતને માનીને પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે વિશેષાવશ્યકભાષ્યમાં
જુસૂત્રને પર્યાયાસ્તિકના ભેદરૂપે કહ્યો છે. દ્રવ્ય જે રીતે વર્તમાન પર્યાયની સાથે રહે છે, તે રીતે અતીત અને અનાગત પર્યાયોની સાથે પણ રહે છે. કેવળ વર્તમાન પર્યાયની સાથે મુખ્યરૂપે સંબંધ હોવાના કારણે ઋજુસૂત્રનો અનુગામી દ્રવ્યની સાથે નહીં, પરંતુ અનનુગામી પર્યાયની સાથે સંબંધ છે. આ વાદી પૂ.આ.શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના અનુગામીઓનો અભિપ્રાય છે. આ મત અનુસાર નામ, સ્થાપના, દ્રવ્ય આ ત્રણ નિક્ષેપાઓનો સંબંધ દ્રવ્યાસ્તિકની સાથે છે, પર્યાયાસ્તિકની સાથે નથી. પર્યાયાસ્તિક નયનો સંબંધ કેવળ ભાવ નિક્ષેપની સાથે છે. હવે આ વિષયમાં પૂ.આ.શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીનો મત પ્રસ્તુત કરે છે. ___स्वमते तु नमस्कारनिक्षेपविचारस्थले "भावं चियसद्दणया सेसा इच्छन्ति सव्वणि क्खेवे" (२८४७) इति वचसा त्रयोऽपि शब्दनया: शुद्धत्वाद्भावमेवेच्छन्ति ऋजुसूत्रादयस्तु चत्वारश्चतुरोऽपि निक्षेपानिच्छन्ति अविशुद्धत्वादित्युक्तम्।
અર્થ :- આપણા મનમાં તો જ્યાં નમસ્કારના નિક્ષેપનો વિચાર કર્યો છે, ત્યાં શબ્દનય ભાવનિક્ષેપને જ માને છે અને શેષ નય બધા નિક્ષેપાઓને માને છે, આ વચન દ્વારા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણેય નય કેવળ ભાવને અને ઋજુસૂત્ર આદિ ચાર નય અશુદ્ધ હોવાથી ચારેય નિક્ષેપાઓનો સ્વીકાર કરે છે એ કહ્યું છે.
કહેવાનો સાર એ છે કે, કોઈ પદ દ્વારા વ્યુત્પત્તિના બળે જે અર્થ પ્રતીત થાય છે, તેના વાચક શબ્દના વિષયમાં સાંપ્રત, સમભિરૂઢ અને
Page #326
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન
૩૦૯
એવંભૂત આ ત્રણેય શબ્દનય પ્રધાનરૂપે વિચાર કરે છે. ઘટન ક્રિયામાં સમર્થ ઘટ જ ઘટ છે. આ વસ્તુ સાથે શબ્દનયોનો સંબંધ છે. પાણી લાવવું ઘટન ક્રિયા છે. પાણી લાવવું એક પર્યાય છે, તે અનુગામી દ્રવ્ય નથી. આ પર્યાય વિશેષની સાથે મુખ્યરૂપે સંબંધ રાખવાના કારણે શબ્દનય ભાવબોધક કહેવાય છે. જલ લાવવામાં સમર્થ ઘટ ભાવ ઘટ છે. તે જે પ્રકારે નામઘટ અથવા સ્થાપનાઘટ નથી, તે રીતે દ્રવ્ય ઘટ પણ નથી. ભાવ ઘટનું કારણ છે મૃત્યિંડ. તેની સાથે શબ્દનયોનો સંબંધ નથી. માટીના પિંડથી પાણી લાવી શકાતું નથી. પોતાના આકારમાં જ્યારે ઘટ બની જાય છે, ત્યારે જ પાણી લાવી શકાય છે. શબ્દનો પ્રમાણે દ્રવ્ય ઘટને ઘટ કહી શકાતો નથી.
શબ્દ અને અર્થના વાચ્ય-વાચક ભાવની સાથે જુસૂત્રનો સંબંધ નથી, તે વર્તમાનકાળ સાથે સંબંધ રાખવાવાળા અર્થને સ્વીકારે છે. વર્તમાનકાળનો પર્યાય અતીત અને અનાગતમાં નથી, તેથી દ્રવ્યના અનુગામી સ્વરૂપની સાથે યદ્યપિ ઋજુસૂત્રનો સીધો સંબંધ નથી પરંતુ ગૌણ રૂપે સંબંધ અવશ્ય છે. ઋજુસૂત્ર નય વર્તમાન પર્યાયના આધારભૂત દ્રવ્યની એકતાનો નિષેધ નથી કરતો. ભાવ ઘટ દ્રવ્ય વિના પ્રતિષ્ઠિત થઈ શકતો નથી. ભાવ ઘટમાં પણ ઉત્તરવર્તી ક્ષણોમાં ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ છે. આ અપેક્ષાએ તે પણ દ્રવ્ય ઘટ છે. આ સ્વરૂપના દ્રવ્ય ઘટનો નિષેધ ઋજુસૂત્ર કરી શકતો નથી. આથી વિશેષાવશ્યકના કર્તા પોતાના મતે આ જુસૂત્રને પણ નેગમ આદિની જેમ દ્રવ્યાર્થિકનો ભેદ માને છે અને 8 જુસૂત્ર પ્રમાણે દ્રવ્ય નિક્ષેપનો પણ સ્વીકાર કરે છે. હવે ઋજુસૂત્ર નય નામ અને ભાવ નિક્ષેપને જ માને છે, અને દ્રવ્યનિક્ષેપને નહીં, આ માન્યતાનું ખંડન કરે છે.
ऋजुसूत्रो नामभावनिक्षेपावेवेच्छतीत्यन्ये, तत्र (तन्न); ऋजुसूत्रेण
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૦
જેનદનના મહત્ત્વના સિદ્ધાંતો द्रव्याभ्युपगमस्य सूत्राभिहितत्वात्, पृथक्त्वाभ्युपगमस्य परं निषेधात्। तथा च सूत्रम्-"उज्जुसुअस्स एगे अणुवउत्ते आगमओ एगं दव्वावस्सयं, पुहत्तं નેછરૂ ઉત્ત''I (મનુયો. મૂ. ૨૪)
અર્થ - 28 જુસૂત્ર નામ અને ભાવ આ બે નિક્ષેપાઓને જ માને છે, એવું કેટલાક લોકો કહે છે, તે મત યુક્ત નથી. કારણ કે, ઋજુસૂત્ર દ્રવ્યને માને છે, આ સૂત્રમાં પ્રતિપાદિત છે. આ નય પૃથકત્વ અર્થાત્ અનેકતાનો સ્વીકાર કરે છે, તે જ વસ્તુનો નિષેધ છે. સૂત્ર (સૂત્રનો અર્થ) આ રીતે છે. ઋજુસૂત્ર નયના મતે એક ઉપયોગ રહિત પુરૂષ આગમતઃ એક દ્રવ્યાવશ્યક છે. આ નય અનેકતાને માનતો નથી.
કહેવાનો આશય એ છે કે, આગમમાં દ્રવ્ય નિક્ષેપના બે પ્રકારના ભેદ પ્રતિપાદિત છે. એક આગમથી દ્રવ્ય છે અને બીજો નોઆગમથી. દ્રવ્ય છે. પદાર્થના જ્ઞાનને આગમ કહે છે. પદાર્થજ્ઞાનનો અભાવ નોઆગમ કહેવાય છે. જે ઘટ શબ્દનું ઉચ્ચારણ કરે છે પરંતુ ઘટના વિષયમાં ઉપયોગથી અર્થાત્ ઘટ વિષયક અવધાનથી શૂન્ય છે, તે પુરૂષ આગમથી દ્રવ્ય ઘટ છે. નોઆગમથી દ્રવ્યઘટ ત્રણ પ્રકારનો છે. જ્ઞાતાનું શરીર, ભાવી શરીર અને આ બંનેથી ભિન્ન માટી રૂપ ઘટ. ઘટનું કારણ હોવાથી જે રીતે માટીનો પિંડ દ્રવ્ય ઘટ છે, તે જ રીતે ઘટના વિષયના જ્ઞાનથી રહિત પુરૂષ પણ પછી ઘટ વિષયનો જ્ઞાતા થઈ જાય છે, તેથી ઉપયોગ રહિત પુરૂષ આગમથી દ્રવ્ય ઘટ છે, ઘટના જ્ઞાતાનું શરીર શિલા પર પડેલા પૂર્વકાળમાં જ્ઞાનયુકત આત્માની સાથે સંબદ્ધ હતું. તેથી આ કાળમાં જ્ઞાતાનું શરીર દ્રવ્ય ઘટ કહેવાય છે. જે શરીર દ્વારા અત્યારે ઘટને જાણવો નથી, પરંતુ અન્ય કાળમાં તે જ શરીરથી જાણશે તે ભાવી શરીરરૂપ દ્રવ્ય ઘટ છે. દ્રવ્ય નિક્ષેપના આ ભેદોમાં અતીત અને ભાવી શરીરને અથવા ભાવી કાર્યના કારણને દ્રવ્ય કહેવાયું છે. અનુયોગ દ્વાર
Page #328
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૧૧
સૂત્રમાં ઋજુસૂત્ર અનુસાર આવશ્યકના વિષયમાં ઉપયોગ રહિત પુરૂષને દ્રવ્ય આવશ્યક કહે છે. અનુયોગદ્વાર સૂત્ર પ્રમાણે જુસૂત્ર નયના મતે દ્રવ્ય આવશ્યક એક છે, તે અનેક દ્રવ્ય આવશ્યકોને નથી માનતો. જે લોકો ઋજુસૂત્ર પ્રમાણે દ્રવ્ય નિક્ષેપનો સ્વીકાર નથી કરતા, તેમનો અનુયોગ દ્વારના આ સૂત્રની સાથે વિરોધ છે.
કાર્યરૂપ ભાવને જુસૂત્ર સ્વીકાર કરે છે, આ વિષયમાં બધાનો મત એક છે. કાર્ય ઘટમાં પણ જે વર્તમાન પર્યાય છે, તે ઉત્તર ક્ષણના પર્યાયોને ઉત્પન્ન કરવામાં કારણ છે, કારણ હોવાથી ભાવ ઘટ પણ દ્રવ્ય ઘટ છે. જુસૂત્ર વર્તમાનકાળ સાથે સંબધ્ધભાવનું પ્રતિપાદન મુખ્યરૂપે કરે છે. જે ભાવ ઘટ વર્તમાન છે, તેમાં ઉત્તર ક્ષણના ઘટને ઉત્પન્ન કરવાની યોગ્યતા છે. આ યોગ્યતા કારણતા રૂપ છે અને તેથી દ્રવ્યરૂપ છે. ભાવનું કાર્ય સ્વરૂપ જ વર્તમાનકાળમાં નથી, પરંતુ યોગ્યતા રૂપ કારણતા પણ વર્તમાનકાળમાં છે. તેથી ઋજુસૂત્રનય મુજબ દ્રવ્યનો નિક્ષેપ ઉચિત છે. ઋજુસૂત્ર અને દ્રવ્યનિક્ષેપના પરસ્પર સંબંધનું પ્રતિપાદન કરવાવાળાઓનો આ અભિપ્રાય છે. હવે ઋજુસૂત્ર નયને સ્થાપના નિક્ષેપ પણ માન્ય છે, આ વાતને યુક્તિપૂર્વક જણાવે છે -
कथं चायं पिण्डावस्थायां सुवर्णादिद्रव्यमनाकारं भविष्यत्कुण्डलादि - पर्यायलक्षणभावहेतुत्वेनाभ्युपगच्छन् विशिष्टेन्द्राधभिलापहेतुभूतां साकारामिन्द्रादिस्थापनां नेच्छेत् ?, न हि दृष्टेऽनुपपन्नं नामेति।
અર્થ :- આ ઋજુસૂત્રનય પિંડઅવસ્થામાં આકારથી રહિત સુવર્ણ આદિ દ્રવ્યને ભાવી કુંડળ આદિ પર્યાયરૂપ ભાવનું કારણ હોવાથી સ્વીકાર કરે છે. તો ઈન્દ્ર પદના ઉચ્ચારણમાં કારણ અને આકારથી યુક્ત ઈન્દ્ર આદિની સ્થાપના કેમ નહીં માને? જે અનુભવથી યુક્ત છે, તે અયુક્ત નથી થતું.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કહેવાનો આશય એ છે કે, જુસૂત્રના મતે દ્રવ્ય નિક્ષેપ સિદ્ધ થઈ જવાથી સ્થાપનાનો સ્વીકાર પણ આવશ્યક થઈ જાય છે. પિંડ અવસ્થામાં સુવર્ણ કુંડળ આદિ પર્યાયોના આકારથી રહિત હોય છે. કુંડલપર્યાયરૂપ ભાવનું કારણ હોવાથી સુવર્ણના પિંડને જો જુસૂત્ર દ્રવ્યકુંડળ આદિના રૂપમાં માની શકે છે, તો સ્થાપનાને માનવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. સુવર્ણનો પિંડ જોઈને તેના માટે કુંડલ આદિ શબ્દનો પ્રયોગ નથી થતો. પરંતુ ઈન્દ્રની પ્રતિમા જોઈને ઈન્દ્ર શબ્દનો પ્રયોગ થાય છે. સુવર્ણના પિંડમાં કુંડલ આદિનો આકાર નથી પરંતુ પ્રતિમામાં ઈન્દ્રનો આકાર છે. ભાવઈન્દ્રનો જે રીતે વર્તમાન કાળની સાથે સંબંધ છે, તે રીતે સ્થાપના ઈન્દ્રનો પણ અર્થાત્ ઈન્દ્રની પ્રતિમાનો પણ વર્તમાનકાળ સાથે સંબંધ છે. આ વસ્તુ અનુભવથી સિદ્ધ છે, તેથી 28જુસૂત્રના મતમાં સ્થાપનાને માનવી યુક્ત છે. હવે આ વિષયમાં અન્ય યુક્તિ બતાવીને વધુ સ્પષ્ટતા કરે છે.
किञ्च, इन्द्रादिसंज्ञामात्रं तदर्थरहितमिन्द्रादिशब्दवाच्यं वा नामेच्छन् अयं भावकारणत्वाविशेषात् कुतो नाम द्रव्यस्थापने नेच्छेत् ? । प्रत्युत सुतरां तदभ्युपगमो न्याय्यः। इन्द्रमूर्तिलक्षणद्रव्यविशिष्टतदाकाररूपस्थापनयोरिन्द्रपर्यायरूपे भावे तादात्म्यसंबन्धेनावस्थितत्वात्तत्र वाच्य-वाचकभावसम्बन्धेन संबद्धान्नाम्नोऽपेक्षया सन्निहिततरकारणत्वात्।
અર્થ :- ઉપરાંત, આ ત્રસૂત્ર કેવળ ઈન્દ્ર આદિ સંજ્ઞા રૂપ નામને અથવા ઈન્દ્ર આદિ અર્થથી રહિત ઈન્દ્ર આદિ શબ્દ દ્વારા વાચ્ય વસ્તુરૂપ નામને માને છે. તો ભાવનું કારણ થવામાં કોઈ ભેદ ન હોવાથી દ્રવ્ય અને સ્થાપનાને કેમ નહીં માને? ઉછું, તેને માનવું વધારે ઉચિત છે. ઈન્દ્ર મૂર્તિરૂપ દ્રવ્ય અને ઈન્દ્રના વિશિષ્ટ આકાર રૂપ સ્થાપના, આ બંને ઈન્દ્ર પર્યાયરૂપ ભાવમાં તાદાત્ય સંબંધથી રહે છે, પરંતુ નામ વાચ્ય
Page #330
--------------------------------------------------------------------------
________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન'
૩૧ ૩
વાચક સંબંધથી રહે છે, તેથી નામની અપેક્ષાએ દ્રવ્ય અને સ્થાપના ભાવનું અધિક નિકટ કારણ છે.
કહેવાનો આશય એ છે કે, ઋજુસૂત્ર નામનો સ્વીકાર કરે છે તે તમે પણ માનો છો. નામ બે પ્રકારનું હોઈ શકે છે. કેવળ ઈન્દ્ર આદિ સંજ્ઞા રૂ૫ અથવા ઈન્દ્રના મુખ્ય અર્થથી રહિત. પરંતુ ઈન્દ્ર શબ્દથી વાચ્ય ગોપાલનો બાળક આદિ વસ્તુરૂપ છે. આ બંને પ્રકારના નામ ભાવના કારણે છે તેથી તેનો જુસૂત્ર સ્વીકાર કરે છે. નામ નિક્ષેપને માનવાનું કારણ દ્રવ્ય અને સ્થાપનામાં પણ વિદ્યમાન છે. એટલું જ નહિ, નામની અપેક્ષાએ દ્રવ્ય અને સ્થાપના ઈન્દ્ર પર્યાય રૂ૫ ભાવમાં અધિક નિકટવર્તી હેતુ છે. ઈન્દ્રની મૂર્તિ દ્રવ્ય છે અને તેનો વિશિષ્ટ આકાર સ્થાપના છે. આ બંને ઈન્દ્ર પર્યાયરૂ૫ ભાવમાં અભેદથી વિદ્યમાન છે. ઈન્દ્રની મૂર્તિ અને તેનો વિશિષ્ટ આકાર બંને ભાવ ઈન્દ્રથી અલગ થઈને દેખાતા નથી પરંતુ નામ ભાવઈન્દ્રથી અલગ થઈને પ્રતીત થાય છે. નામનો ભાવની સાથે સંબંધ વા-વાચક ભાવરૂપ છે. દ્રવ્ય અને આકારની જેમ નામ સર્વથા ભાવના સ્વરૂપમાં પ્રતીત થતું નથી. તેથી નામની અપેક્ષાએ વધુ નિકટ હોવાથી જુસૂત્ર દ્રવ્ય અને સ્થાપનાનો સ્વીકાર કરે છે.
સંગ્રહ અને વ્યવહારનય સ્થાપના નથી માનતા,” - આ મતનું ખંડન કરતાં જણાવે છે કે – અન્ય મત ઃ
संग्रहव्यवहारौ स्थापनावर्जास्त्रीनिक्षेपानिच्छत इति केचित्;
અર્થ - સંગ્રહ અને વ્યવહાર સ્થાપનાને છોડીને અન્ય ત્રણ નિક્ષેપાઓનો સ્વીકાર કરે છે - આવો કેટલાક લોકોનો મત છે.
કહેવાનો સાર એ છે કે, સંગ્રહ નય અનુસાર સ્થાપનાને ન
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
માનવાવાળા નામનિક્ષેપ દ્વારા સ્થાપનાનો સંગ્રહ કરી લે છે. તેમનો અભિપ્રાય આ રીતનો છે - ભિન્ન અર્થોને સાધારણ ધર્મ દ્વારા સંગ્રહ એક કરી દે છે. નામ નિક્ષેપનું સ્વરૂપ એ રીતનું છે કે જેના દ્વારા સ્થાપના પણ નામનિક્ષેપની અંદર ચાલી જાય છે. એક નામ વર્ણરૂપ છે અને બીજું નામ ઈન્દ્ર પદના સંકેતના વિષયરૂપ છે. જે રીતે સ્વર્ગના અધિપતિ ભાવઈન્દ્રથી ભિન્ન હોવાં છતાં પણ સંકેતના કારણે ઈન્દ્રપદ ગોપાલના બાળકનું પણ બોધક થઈ જાય છે, આ રીતે સંકેતના કારણે સ્થાપના ઈન્દ્રનું પણ બોધક થઈ જાય છે. ઈન્દ્ર નામથી પ્રતીત હોવાના કારણે સ્થાપના પણ નામમાં સમાવિષ્ટ છે. યદ્યપિ ઈન્દ્ર દ્વારા ભાવઈન્દ્રનું પણ જ્ઞાન થાય છે. પરંતુ આ કારણે ભાવ અને નામનું ઐક્ય નથી થઈ શકતું. ભાવઈન્દ્રનો બોધ ઈન્દ્ર પદ મુખ્ય વૃત્તિથી કરાવે છે. સ્વર્ગનો અધિપતિ એશ્વર્યથી યુક્ત છે, તેથી તેમાં ઈન્દ્રપદનો સંકેત અર્થ પ્રમાણે છે, પરંતુ ગોપાલના બાળકમાં ઈન્દ્ર પદનો સંકેત અર્થ પ્રમાણે નથી. ગોપાલનો બાળક સ્વર્ગ પર શાસન નથી કરતો, તેથી તે વસ્તુતઃ ઈન્દ્ર નથી. માતા-પિતા દ્વારા સંકેત કરી દેવાના કારણે તે ઈન્દ્ર કહેવાય છે, તેથી નામ દ્વારા ભાવનો સંગ્રહ થઈ શકતો નથી. અર્થ વગર કેવળ સંકેતથી ઈન્દ્ર પદ જે રીતે ગોપાલના બાળકનો બોધ કરાવે છે, તે રીતે સ્વર્ગ પર શાસનરૂપ અર્થ વગર ઈન્દ્ર પ્રતિમાનો બોધ પણ ઈન્દ્ર પદ કરાવે છે. તેથી નામમાં સ્થાપનાનો સમાવેશ થઈ શકે છે.
વ્યવહાર નયના મતે સ્થાપના નિક્ષેપ નથી, આ મતને માનવાવાળા પણ લોકમાં પ્રચલિત વ્યવહારનો આશ્રય પ્રધાનરૂપે લે છે. લોકો મુખ્યરૂપે સંકેત દ્વારા ગોપાલના બાળક આદિને, વર્ગના અધિપતિ ભાવ ઈન્દ્રને અને જે જીવ અન્ય ભવમાં ઈન્દ્ર પદને પ્રાપ્ત કરશે તેને ઈન્દ્ર કહે છે, તેથી વ્યવહાર નય પ્રમાણે, નામ, દ્રવ્ય અને ભાવ આ ત્રણ નિક્ષેપ છે, સ્થાપના નથી.
Page #332
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૧ ૫
અન્ય મતનું ખંડન :
तन्नानवद्यं यतः संग्रहिकोऽसंग्रहिकोऽनर्पितभेदः परिपूर्णो वा नैगमस्तावत् स्थापनामिच्छतीत्यवश्यमभ्युपेयम्, सङ्ग्रह-व्यवहारयोरन्यत्र द्रव्याथिके स्थापनाभ्युपगमावर्जनात्।
અર્થ :- આ કથન નિર્દોષ નથી, કારણ કે, સંગ્રહિક, અસંગ્રહિક અથવા ભેદની વિવક્ષા ન કરવાવાળો પરિપૂર્ણ નગમ સ્થાપનાને માને છે – આ અવશ્ય માનવું પડશે. સંગ્રહ અને વ્યવહારથી ભિન્ન દ્રવ્યાર્થિકમાં સ્થાપનાનો ત્યાગ નથી. તેનાથી આ તત્ત્વ સિદ્ધ થાય છે.
કહેવાનો આશય એ છે કે, સંગ્રહ અને વ્યવહારમાં સ્થાપનાના ત્યાગનું પ્રતિપાદન કરવાવાળા વાદી જે હેતુઓને કહે છે, તે હેતુ સંગ્રહ અને વ્યવહારનો વિરોધ પ્રગટ નથી કરતા. તે હેતુ નામમાં સ્થાપનાનો સમાવેશ કરે છે અને આ કારણે વાદી સ્થાપનાના ત્યાગનો સ્વીકાર કરે છે. વિચાર કરીને જોવામાં આવે તો અન્તર્ભાવ માનવાથી સ્થાપનાનો સ્વીકાર આવશ્યક થઈ જાય છે. સંગ્રહ અને વ્યવહાર જ્યારે નામનો સ્વીકાર કરે છે, તો નામના અંતર્ગત સ્થાપનાનો સ્વીકાર કરે છે, તે માનવું પડશે. નામથી સ્થાપનાનું સ્વરૂપ ભિન્ન હોય અને તેનો સંગ્રહ અને વ્યવહારની સાથે સંબંધ ન થઈ શકતો હોય, ત્યારે સ્થાપનાનો ત્યાગ કહી શકાય છે.
જે હેતુથી નામમાં સ્થાપનાનો અંતર્ભાવ કહ્યો છે, તે યુક્ત નથી. ઈન્દ્ર પદ કેવળ સંકેતના બળે એશ્વર્યહીન ગોપાલ બાળક રૂપ નામ ઈન્દ્રનો વાચક છે પરંતુ ઈન્દ્રની પ્રતિમામાં આ પદનો પ્રયોગ સંકેતને કારણે નથી થતો. ઈન્દ્ર પદનો પ્રયોગ ગોપાલ બાળકને માટે જે રીતે થાય છે, તે રીતે આ પ્રતિમાને માટે પણ થાય છે, એટલાથી જો નામ અને સ્થાપનાનો અભેદ માનવામાં આવે તો નામ દ્વારા
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૬
જેનનના મહત્ત્વના સિદ્ધાંતો દ્રવ્યનો પણ અંતર્ભાવ માનવો જોઈએ. દ્રવ્ય ઈન્દ્રમાં પણ ઈન્દ્ર પદનો પ્રયોગ થાય છે. જો તમે ભાવની સાથે સંબંધનો ભેદ હોવાથી નામ અને દ્રવ્યનો ભેદ સ્વીકારો તો નામ અને સ્થાપનામાં પણ ભેદ માનવો પડશે. દ્રવ્ય પરિણામી કારણ છે, દ્રવ્ય ભાવરૂપમાં પરિણત થાય છે. નામનું પરિણામ ભાવરૂપમાં નથી થતું, ઈન્દ્ર નામ સ્વર્ગાધિપતિ ઈન્દ્રના રૂપમાં થઈ જતું નથી. ઈન્દ્ર નામ કેવળ સંકેતના બળે ગોપાલના બાળકનું પ્રતિપાદન કરે છે. આ કારણે નામ અને દ્રવ્યનો ભેદ હોય તો નામ અને સ્થાપનાનો પણ ભેદ અપરિહાર્ય થઈ જાય છે. સ્થાપનાની સાથે નામનો સંબંધ કેવળ સંકેતના કારણે નથી. એશ્વર્યરૂપ અર્થની સાથે સંબંધ થવાથી ઈન્દ્ર પદનો સંકેત ભાવ ઈન્દ્રમાં જે રીતે થાય છે, તે રીતે ઈન્દ્રની પ્રતિમારૂપ સ્થાપનામાં નથી થતો. પ્રતિમા સ્વર્ગ પર શાસન નથી કરતી. સ્થાપનામાં ઈન્દ્ર પદનો પ્રયોગ મુખ્ય રૂપથી નથી. સાદગ્ધના કારણે સ્થાપનામાં ઈન્દ્ર પદનો પ્રયોગ થાય છે. સાદશ્યરૂપ સંબંધ પણ સદ્ભાવ સ્થાપનામાં થાય છે. અસદ્દભાવ સ્થાપનામાં તો સાદશ્ય પણ પ્રયોજક નથી થતું. ત્યાં કેવળ અભિપ્રાય પ્રયોજક થાય છે. નામ નિક્ષેપમાં અભિપ્રાય પ્રયોજક નથી હતો, તેથી નામ દ્વારા સ્થાપનાનો અન્તર્ભાવ યુક્ત નથી. નામ આદિ ચારેયના ભિન્ન સ્વરૂપની સાથે સંબંધ સંગ્રહ અને વ્યવહારમાં સ્વીકાર કરવો જોઈએ.
તેનાથી અતિરિક્ત તે વાદી સંગ્રહ અને વ્યવહારથી ભિન્ન દ્રવ્યાર્થિકમાં સ્થાપનાનો સ્વીકાર માને છે. સંગ્રહ અને વ્યવહારથી ભિન્ન નિગમનાય દ્રવ્યાર્થિક છે, આ વિષયમાં મતોનો ભેદ નથી. હવે આ વાદીને નગમમાં સ્થાપનાનો સ્વીકાર માનવો પડશે. નગમના ત્રણ ભેદ કરવામાં આવે છે. એક સંગ્રહિક છે, બીજો અસંગ્રહિક છે, ત્રીજો પરિપૂર્ણ નિગમ છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૧૭
આ ત્રણેય નેગમોમાં સ્થાપનાને માની લેવાથી સંગ્રહ અને વ્યવહારમાં પણ સ્થાપનાનો નિક્ષેપ આવશ્યક થઈ જાય છે. હવે નૈગમના ત્રણ ભેદ સ્વીકારવાથી સંગ્રહ અને વ્યવહારમાં પણ સ્થાપના નિક્ષેપનો સ્વીકાર આવશ્યક થશે, તે ક્રમશઃ યુક્તિ પુરસ્સર જણાવે છે.
तत्राद्यपक्षे संग्रहे स्थापनाभ्युपगमप्रसङ्गः, संग्रहनयमतस्य संग्रहिकनैगममताविशेषात्। द्वितीये व्यवहारे तदभ्युपगमप्रसङ्गः तन्मतस्य व्यवहारमतादविशेषात्।
અર્થ :- તેમાંથી પહેલો પક્ષ હોય તો સંગ્રહમાં સ્થાપનાનો સ્વીકાર કરવો પડશે, કારણ કે, સંગ્રહનયના મતમાં અને સંગ્રહિક નગમના મતમાં કોઈ ભેદ નથી. બીજો પક્ષ હોય તો વ્યવહારમાં સ્થાપનાનો સ્વીકાર કરવો પડશે, કારણ કે, અસંગ્રહિક નગમ અને વ્યવહારના મતમાં ભેદ નથી.
કહેવાનો આશય એ છે કે, સંગ્રહિક નેગમ સંગ્રહના મતને માને છે. સંગ્રહ જે રીતે સામાન્યનો સ્વીકાર કરે છે, તે રીતે સંગ્રહિક નેગમ પણ સામાન્યનો સ્વીકાર કરે છે. જો સંગ્રહના મતને માનવાવાળો નેગમ સ્થાપનાને માને છે, તો સંગ્રહને પણ સમાન મત હોવાથી સ્થાપનાને માનવી પડશે. જો તમે અસંગ્રહિક નગમના મતમાં સ્થાપનાનો સ્વીકાર કરો છો, તો વ્યવહાર નયમાં સ્થાપનાને માનવી પડશે. અસંગ્રહિક નેગમ વ્યવહાર નયના મતને માને છે. વ્યવહાર નય જે રીતે વિશેષનો સ્વીકાર કરે છે, તે રીતે અસંગ્રહિક નેગમ પણ વિશેષને સ્વીકારે છે. જો અસંગ્રહિક બેગમ સ્થાપનાને માને, તો સમાન મત હોવાથી વ્યવહારમાં પણ સ્થાપના આવશ્યક થઈ જાય છે. હવે ત્રીજા વિકલ્પના વિષયમાં ખુલાસો કરે છે કે,
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮
જૈનદર્શનને મહત્ત્વના સિદ્ધાંતો
तृतीये च निरपेक्षयोः संग्रहव्यवहारयोः स्थापनाभ्युपगमोपपत्तावपि समुदितयोः संपूर्ण गमरूपत्वात्तदभ्युपगमस्य दुर्निवारत्वम् अविभागस्थान्नैगमात्प्रत्येकं तदेकैकभागग्रहणात्।
અર્થ - ત્રીજા પક્ષને માનવામાં આવે તો નિરપેક્ષ સંગ્રહ અને વ્યવહારમાં સ્થાપનાનો અસ્વીકાર થઈ શકે છે. પરંતુ પરસ્પર મળેલા સંગ્રહ અને વ્યવહાર સંપૂર્ણ નગમના સ્વરૂપમાં થઈ જાય છે. તેથી તેને સ્થાપના સ્વીકાર કરવો પડશે. વિભાગ રહિત નેગમ નયના એક-એક ભાગનો સંગ્રહ અને વ્યવહાર સ્વીકાર કરે છે.
કહેવાનો આશય એ છે કે, પરિપૂર્ણ નૈગમ સંગ્રહ અને વ્યવહારથી વિલક્ષણ છે. તેથી જો તે સ્થાપનાનો સ્વીકાર કરે તો સંગ્રહ અને વ્યવહાર પ્રમાણે સ્થાપના અનિવાર્ય નથી થતી. પરંતુ પરસ્પર મળીને સંગ્રહ અને વ્યવહાર સંપૂર્ણ નેગમ સમાન થઈ જાય છે. આ દિશામાં સંપૂર્ણ નગમના એક-એક ભાગને લેવાવાળા સંગ્રહ અને વ્યવહારને માટે પણ સ્થાપના આવશ્યક થઈ જાય છે. હવે આ વિષયમાં અધિક સ્પષ્ટતા કરે છે -
किञ्च, संग्रहव्यवहारयो गमान्त वात्स्थापनाभ्युपगमलक्षणं तन्मतमपि तत्रान्तर्भूतमेव, उभयधर्मलक्षणस्य विषयस्य प्रत्येकमप्रेवेशेऽपि स्थापनालक्षणस्यैकधर्मस्य प्रवेशस्य सूपपादत्वात्, स्थापना सामान्यतद्विशेषाभ्युपगममात्रेणैव संग्रहव्यवहारयोर्भेदोपपत्तेरिति यथागमं भावनीयम्।
અર્થ :- ઉપરાંત, સંગ્રહ અને વ્યવહારમાં નેગમનો અંતર્ભાવ છે, તેથી સ્થાપનાના સ્વીકાર રૂપ જે નગમનો મત છે, તે પણ તે બંનેની અંતર્ગત છે. ઉભય ધર્મરૂપ અર્થાત્ સામાન્ય-વિશેષ રૂપ વિષય કોઈ એકમાં પ્રવિષ્ટ થતો નથી, પણ સ્થાપના રૂ૫ એક ધર્મમાં પ્રવેશનું ઉપપાદન સરળતાથી થઈ શકે છે. સ્થાપના સામાન્ય અને સ્થાપના વિશેષ માની લેવાથી સંગ્રહ અને વ્યવહારનો ભેદ
Page #336
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં નિક્ષેપયોજન"
૩૧૯
સંગત થઈ શકે છે. આ રીતિથી આગમ અનુસાર વિચાર કરવો જોઈએ.
કહેવાનો આશય એ છે કે, નગમ બે પ્રકારનો છે. એક કેવળ સામાન્યનું પ્રતિપાદન કરે છે અને બીજો કેવળ વિશેષનું. સામાન્યવાદી નગમનો સંગ્રહમાં અને વિશેષવાદી નેગમનો વ્યવહારમાં સમાવેશ છે. આ કારણે સ્થાપનાના સ્વીકાર રૂપ જે નૈગમનો મત છે તે પણ સંગ્રહ અને વ્યવહારનો સિદ્ધ થઈ જાય છે. પરિપૂર્ણ નગમનો વિષય સામાન્ય પણ છે અને વિશેષ પણ. આ બંનેનો પ્રવેશ એકલા સંગ્રહ અને એકલા વ્યવહારમાં થઈ શકતો નથી. પરંતુ સ્થાપના રૂપ ધર્મનો પ્રવેશ બંનેમાં થઈ શકે છે. સામાન્ય અને વિશેષરૂપ બંને સ્થાપનાઓનો સ્વીકાર પરિપૂર્ણ નગમમાં છે. સંગ્રહ કેવળ સામાન્યનો અને કેવળ વિશેષનો વ્યવહાર સ્વીકાર કરે છે. તેથી બંનેને એકલો સંગ્રહ કે એકલો વ્યવહાર યદ્યપિ સ્વીકાર કરતો નથી. પરંતુ સ્થાપનાના સ્વીકાર રૂપ ધર્મને બંને સ્વીકાર કરી શકે છે. સામાન્ય સ્થાપના જે પ્રકારે સ્થાપના છે, તે પ્રકારે વિશેષ સ્થાપના પણ સ્થાપના છે, તેથી સ્થાપનાનો સ્વીકાર નેગમની જેમ સંગ્રહ અને વ્યવહારમાં પણ સમાન રૂપથી છે.
જો તમે એમ કહો કે, જો બંને સ્થાપનાનો સ્વીકાર કરીએ છીએ, તો આ વિષયમાં સંગ્રહ અને વ્યવહારનો ભેદ નહીં રહે. તો આ શંકા યુક્ત નથી. સામાન્ય સ્થાપનાનો સ્વીકાર કરવો સંગ્રહનો અને વિશેષ સ્થાપનાનો સ્વીકાર કરવો વ્યવહારનો અસાધારણ ધર્મ છે, આથી બંનેનો ભેદ પણ છે. જીવના વિષયમાં નિક્ષેપ ઃ
एतैश्च नामादिनिक्षेपैर्जीवादयः पदार्था निक्षेप्याः।
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૦
જૈનદર્શનને મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ :- આ નામ આદિ નિક્ષેપાઓ દ્વારા જીવ આદિ પદાર્થોનો નિક્ષેપ કરવો જોઈએ.
तत्र यद्यपि यस्य जीवास्याजीवस्य वा जीव इति नाम क्रियते स नामजीवः, देवतादिप्रतिमा च स्थापनाजीवः, औपशमिकादिभावशाली भावजीव इति जीवविषयं निक्षेपत्रयं सम्भवति, न तु द्रव्यनिक्षेपः।
અર્થ - જે જીવ અથવા અજીવનું જીવ” એ નામ કરી દેવામાં આવે છે, તે નામ જીવ છે. દેવતા આદિની પ્રતિમા સ્થાપના જીવ છે.
પશમિક આદિ ભાવોથી જે યુક્ત છે તે ભાવ જીવ છે. આ પ્રકારે જીવના વિષયમાં ત્રણ નિક્ષેપ થઈ શકે છે. પરંતુ જીવનો દ્રવ્ય નિક્ષેપ નથી થઈ શકતો.
કહેવાનો આશય એ છે કે, ચેતન અથવા અચેતન અર્થને જીવ નામ આપવામાં આવે તો તે નામ જીવ છે. મનુષ્ય આદિ જીવોના ભેદ છે, તે બધા સામાન્ય રૂપે જીવ છે. તે બધા જીવ જીવનથી યુક્ત છે. તેનું જ્યારે જીવનામ છે, ત્યારે તે વાચ્ય અર્થથી યુક્ત થાય છે. જ્યારે અચેતન કાષ્ઠ આદિનું જીવ નામ ધરી દેવામાં આવે છે, ત્યારે જીવન રૂ૫ વાચ્ય અર્થથી રહિત હોય છે, આ દશામાં આ નામ જીવ છે. જ્યારે કોઈ અચેતન વસ્તુનું જીવ નામ રાખી દેવામાં આવે છે, ત્યારે તે અચેતન નામ જીવ કહેવાય છે. જે રીતે સ્વર્ગના અધિપતિ ઈન્દ્રથી ભિન્ન ગોપાલનો બાળક નામથી ઈન્દ્ર કહેવાય છે. આ પ્રકારે જીવથી ભિન્ન અચેતન અર્થ નામથી જીવ કહેવાય છે. દેવતા, મનુષ્ય આદિની પ્રતિમાનું સ્થાપન જીવ બુદ્ધિથી કરવામાં આવે તો તે પ્રતિમા “સ્થાપના જીવ' કહેવાય છે. દેવતા અને મનુષ્ય શરીરધારી છે. આ દિશામાં શરીરનો જે આકાર છે, તે આકાર આકારરહિત.જીવનો પણ માની લેવામાં આવે છે. ઈન્દ્રની પ્રતિમા ઈન્દ્રની બુદ્ધિથી બનાવવામાં આવે છે અને તે
Page #338
--------------------------------------------------------------------------
________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩ ૨૧
સ્થાપના ઈન્દ્ર કહેવાય છે. તે પ્રકારે જીવની કોઈ પ્રતિમા બનાવવામાં આવે અને તેમાં જીવ બુદ્ધિનું સ્થાપન કરવામાં આવે તો તે પ્રતિમા, દેવતાની હોય કે મનુષ્ય આદિની, સ્થાપના જીવ છે. ઓપશમિક આદિ ભાવોથી યુક્ત જીવ ભાવજીવ છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે. કર્મ પુદ્ગલોના ઉપશમ આદિના કારણે જ્ઞાનના પરિણામ ભિન્ન પ્રકારના થઈ જાય છે. આ સમસ્ત પરિણામ સદા જીવમાં નથી થતા. પરંતુ કોઈને કોઈ પરિણામ અવશ્ય રહે છે. ચૈતન્ય આત્માનું અસાધારણ સ્વરૂપ છે, તેનાથી રહિત આત્મા ક્યારેય નથી હોતો. અગ્નિ જે રીતે ઉષ્ણતાથી રહિત નથી હોતો, તે જ રીતે જીવ ક્યારેય ચૈતન્યથી રહિત નથી હોતો. કર્મના કારણે જ્ઞાનના પરિણામ અનેક પ્રકારનાં થતા રહે છે. આ પરિણામોથી યુક્ત જીવ ભાવજીવ છે. આ રીતે જીવના વિષયમાં નામ, સ્થાપના અને ભાવ આ ત્રણ નિક્ષેપ થઈ શકે છે. પરંતુ દ્રવ્ય નિક્ષેપ નથી થઈ શકતો. જીવના વિષયમાં દ્રવ્ય નિક્ષેપના નિષેધનું રહસ્ય જણાવતાં આગળ બતાવે છે
___ अयं हि तदा सम्भवेत्, यद्यजीवः सन्नायत्यां जीवोऽभविष्यत्, यथाऽदेवः सन्नायत्यां देवो भविष्यत् (न्) द्रव्यदेव इति। न चैतदिष्टं सिद्धान्ते, यतो जीवत्वमनादिनिधन: पारिणामिको भाव इष्यत इति।
અર્થ - એ દ્રવ્ય જીવ ત્યારે જ થઈ શકે કે, જ્યારે અજીવ હોય તેવો કોઈ અર્થ ભાવી કાળમાં જીવ થઈ જતો હોય. જે પ્રકારે દેવ નથી, તે દેવ થવાવાળા છે તો દ્રવ્યદેવ કહેવાય છે, પરંતુ દ્રવ્ય જીવ વિષયમાં આ સિદ્ધાતમાં ઈષ્ટ નથી. કારણ કે, જીવત્વ આદિ અને અત્તથી રહિત પારિણામિક ભાવ માનવામાં આવે છે.
કહેવાનો સાર એ છે કે, વર્તમાનકાળમાં જે પર્યાય છે, તેના કારણ સ્વરૂપ અર્થ, દ્રવ્ય કહેવાય છે. ઘટ વર્તમાનકાળનું પરિણામ છે. મૃર્લિંડ
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨ ૨
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
તેનું કારણ છે, તે ઘટના રૂપમાં નથી. તેથી દ્રવ્ય ઘટ કહેવાય છે. જો કોઈ જીવભિન્ન અર્થ અન્ય કાળમાં જીવ રૂપે પરિણામને પ્રાપ્ત થઈ શકે, તો કારણ હોવાથી તેને દ્રવ્ય જીવ કહી શકાય છે. પરંતુ જીવ ન તો ઉત્પન્ન થાય છે ન નષ્ટ થાય છે, જે અર્થ જીવથી ભિન્ન ચેતનાશૂન્ય છે તે ક્યારેય જીવ સ્વરૂપને પ્રાપ્ત કરતો નથી. જે હજી મનુષ્ય છે, પરંતુ પછી ક્યારેક દેવરૂપમાં થશે તે મનુષ્ય હોવા છતાં પણ દ્રવ્ય દેવ છે. પરંતુ અજીવ અને જીવનો પરસ્પર કાર્ય-કારણ ભાવ નથી. તેથી કોઈપણ અર્થ દ્રવ્ય જીવ થઈ શકતો નથી. હવે આ વિષયમાં અન્ય મતને ઉપસ્થિત કરીને તેનું ખંડન કરતાં આગળ જણાવે છે કે,
तथापि गुणपर्यायवियुक्तत्वेन बुद्ध्या कल्पितोऽनादिपारिणामिकभावयुक्तो द्रव्यजीवः शून्योऽयं भङ्ग इति यावत्, सतां गुणपर्यायाणां बुद्ध्यापनयस्य कर्तुमशक्यत्वात् न खलु ज्ञानायत्तार्थपरिणतिः किन्तु अर्थो यथा यथा વિપરિણમતે તથા તથા જ્ઞાનં પ્રાદુરસ્તીતિા (- અહીંયાં “સતાં ગુણપયાન” થી આગળ “શૂન્યો ચં ચં રૂતિ વાવ” એટલો પાઠ ન હોવો જોઈએ. પરંતુ “દ્રવ્યનીવ:” ત્યાર બાદ “તિ વિ તન્ન” એટલો પાઠ હોવો જોઈએ. “તથા તથા જ્ઞાનં પ્રાદુરસ્તીતિ” એની પછી “શૂન્યોછ્યું રૂતિ થવા" આટલો પાઠ હોવો જોઈએ. આ પ્રકારે પાઠને માનવાથી અર્થ આ પ્રકારે થશે.)
અર્થ :- તો પણ ગુણ અને પર્યાયથી રહિત રૂપમાં બુદ્ધિ દ્વારા કલ્પિત કરેલા અનાદિ પારિણામિક ભાવથી યુક્ત દ્રવ્ય જીવ છે. આ મત યુક્ત નથી. જે ગુણ અને પર્યાય વિદ્યમાન છે. તેને કલ્પનાથી હટાવી શકાતાં નથી. પદાર્થનું પરિણામ જ્ઞાનને આધીન નથી, પરંતુ અર્થ જે રૂપમાં પરિણામને પ્રાપ્ત કરે છે, તે તે રૂપથી જ્ઞાન પ્રગટ થાય છે.
કહેવાનો સાર એ છે કે, દ્રવ્યનો ગુણ અને પર્યાયોની સાથે જે
Page #340
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં નિક્ષેપયોજન”
૩ ૨ ૩
સંબંધ છે, તે કોઈ કાળે દૂર નથી થતો, પરંતુ તેની કલ્પના કરી શકાય છે. વસ્તુનું જ સ્વરૂપ છે, તેની વિરુદ્ધ અર્થ સત્ય રૂપમાં થઈ શકતો નથી. પરંતુ કલ્પના દ્વારા ન્યૂન અને અધિક પરિણામમાં તે વિરુદ્ધ કરી શકાય છે. એક મનુષ્ય જ્યાં સુધી મનુષ્ય છે, ત્યાં સુધી તેના શરીર પર સિંહનું માથું નથી, પરંતુ સિંહના માથાવાળાં મનુષ્યની કલ્પના થઈ શકે છે. આ જ રીતે મનુષ્યના શરીરમાં પાંખ નથી હોતી પણ કલ્પના દ્વારા તેમાં પાંખ લગાવી શકાય છે. આ જ રીતે દ્રવ્ય યદ્યપિ કોઈ કાળમાં ગુણ અને પર્યાયોથી રહિત નથી હોતું, તો પણ દ્રવ્યના આ રીતના સ્વરૂપની કલ્પના કરી શકાય છે, જેમાં ગુણ અને પર્યાય ન હોય. આ પ્રકારનો ગુણ અને પર્યાયથી રહિત જીવ પાછળના કાળમાં ગુણ અને પર્યાયથી યુક્ત થઈ શકે છે, આ રીતના કલ્પિત જીવને ગુણ અને પર્યાયથી વિશિષ્ટ જીવનું કારણ હોવાથી દ્રવ્ય જીવ કહી શકાય છે. કેટલાક લોકો આ રીતે જીવના વિષયમાં પણ દ્રવ્ય નિક્ષેપનું પ્રતિપાદન કરે છે.
પરંતુ તે યુક્ત નથી. જે વસ્તુ વિદ્યમાન છે, તેની વિરૂદ્ધ કલ્પના જ થઈ શકે છે, પરંતુ કલ્પના પ્રમાણે અર્થનું પરિણામ નથી થતું. મનુષ્યના શરીરમાં કલ્પનાથી સિંહનું માથું લગાવી દેવાથી વાસ્તવમાં માથાનો સંબંધ નથી થતો અને ન તો મનુષ્યના શરીર પર પાંખો થઈ જાય છે. આ જ રીતે અનાદિ પારિણામિક ચેતન્યથી યુક્ત જીવ કોઈપણ સમયે ગુણ અને પર્યાયોથી રહિત થઈ શકતો નથી. તેથી આ પ્રકારનો કલ્પિત જીવ, ભાવ જીવની અપેક્ષાએ દ્રવ્ય જીવ થઈ શકતો નથી. તેથી જીવના વિષયમાં દ્રવ્ય નિક્ષેપ નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, અહીંયાં તર્કભાષાના મુદ્રિત પાઠમાં આટલો (પૂર્વોક્ત) ફેરફાર કરવામાં આવે તો શ્રી મહોપાધ્યાયજીએ તત્ત્વાર્થસૂત્રના
Page #341
--------------------------------------------------------------------------
________________
૩ ૨૪
- જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
(ન્યાસ પ્રતિપાદક) ભાષ્યની જે પ્રકારની વ્યાખ્યા કરી છે, તેની સાથે પૂર્ણ સંમતિ થઈ જાય છે. - “જીવના વિષયમાં દ્રવ્યજીવને અસ્વીકૃત કરવામાં નામાદિ ચાર નિક્ષેપાઓની વ્યાપકતાનો ભંગ થઈ જશે” આવી શંકાનું સમાધાન આપતાં હવે કહે છે કે –
न चैवं नामादिचतुष्टयस्य व्यापिता भङ्गः यतः प्रायः सर्वपदार्थेष्वन्येषु तत् सम्भवति। यद्यत्रैकस्मिन्न सम्भवति नैतावता भवत्यव्यापितेति वृद्धाः।
અર્થ - આ પ્રકારે થવાથી નામ આદિ ચાર નિક્ષેપોની વ્યાપકતાનો ભંગ થઈ જાય છે, એવું ન માની લેવું જોઈએ. કારણ કે, પ્રાયઃ અન્ય સમસ્ત પદાર્થોમાં તે હોઈ શકે છે. જો અહીંયાં એકમાં નથી હોતા તો એટલાથી એમની વ્યાપકતા દૂર નથી થતી, એમ વૃદ્ધ લોકોનું કહેવું છે. ' વિશેષાર્થ - અનુયોગ દ્વારા સૂત્રમાં કહ્યું છે કે, જે પણ અર્થ હોય તેમાં ચારેય નિક્ષેપાઓનો સંબંધ કરવો જોઈએ. “વાસ્થય ગં ગાણિજ્ઞા निक्खेवे णिरवसेसं। जत्थ वि य न जाणिज्जा चउक्कयं णिक्खिवं તસ્થા” (અનુયોગ દ્વાર સૂત્ર.૧) આ વચનથી નિક્ષેપ વસ્તુ માત્ર વ્યાપક પ્રતીત થાય છે. જો જીવમાં દ્રવ્યનો નિક્ષેપ ન થઈ શકે, તો વ્યાપકતાનો ભંગ થઈ જાય છે, તેના ઉત્તરમાં કહે છે કે, અધિક પદાર્થોની સાથે સંબંધ થવાથી અહીંયાં વ્યાપકતા કહેવામાં આવી છે. કેટલાક અર્થોમાં જો કોઈ નિક્ષેપનો સંબંધ ન હોય તો એટલાથી વ્યાપકતાનો ભંગ નથી, થઈ જતો. તત્ત્વાર્થ સૂત્રના ભાષ્યની ટીકામાં આ વસ્તુનું પ્રતિપાદન છે. (તત્ત્વાર્થાધિગમ સૂત્ર, સ્વોપલ્લભાષ્યટીકાલંકૃત, પ્રથમ અધ્યાય, સૂત્ર-૨) હવે જીવના દ્રવ્યનિક્ષેપની માન્યતાનો અન્ય મત પ્રસ્તુત કરે છે.
जीवशब्दार्थज्ञस्तत्रानुपयुक्तो द्रव्यजीव इत्यप्याहुः।
Page #342
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩ ૨૫
અર્થ - જે જીવ શબ્દના અર્થને જાણે છે, પરંતુ જીવના વિષયમાં કોઈ કોળે ઉપયોગથી શૂન્ય છે, તે પુરૂષ તે કાળમાં દ્રવ્ય જીવ છે, એમ પણ કેટલાક લોકો કહે છે.
કહેવાનો સાર એ છે કે, જે લોકો નિક્ષેપાઓની વ્યાપકતાને સિદ્ધ કરવા માંગે છે, એમાંથી અમુક લોકો શાસ્ત્રની પરિભાષાનો આશ્રય લઈને જીવના વિષયમાં દ્રવ્ય નિક્ષેપનું નિરૂપણ કરે છે. “અનુપયોગો દ્રવ્યમ'' આ પ્રાચીન પરિભાષા મુજબ ઉપયોગના અભાવને દ્રવ્ય કહે છે. તેથી જીવ શબ્દના અર્થનું જ્ઞાન થવા છતાં પણ જ્યારે જીવના વિષયમાં ઉપયોગ નથી, ત્યારે પુરૂષ દ્રવ્યજીવ કહી શકાય છે. આ વિષયમાં શ્રી મહોપાધ્યાયજી આ ઉત્તરને વધારે યુક્ત નથી સમજતા. નિક્ષેપના પ્રકરણમાં મુખ્ય રૂપે દ્રવ્ય તે થાય છે, જે ભાવનું કારણ થાય. પણ સ્વયં ભાવરૂપ ન હોય. દ્રવ્યનું આ મુખ્ય સ્વરૂપ જીવમાં નથી થઈ શકતું. અન્યમતઃ अपरे तु वदन्ति - अहमेव मनुष्यजीवो (द्रव्यजीवो)ऽभिधातव्य: उत्तरं देवजीवमप्रादुर्भूतमाश्रित्य अहं हि तस्योत्पित्सोर्देवजीवस्य कारणं भवामि यतचाहमेव तेन देवजीवभावेन भविष्यामि, अतोहमधुना द्रव्यजीव इति। एतत्कथितं तैर्भवतिपूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सो: कारणमिति। अस्मिंश्च पक्षे सिद्ध एव भावजीवो भवति नान्य इति एतदपि नानवद्यमिति तत्त्वार्थटीकाकृतः।
અર્થ - અન્ય લોકો કહે છે કે – જે હજી ઉત્પન્ન નથી થયો, એ પ્રકારનો ઉત્તરકાળમાં થવાવાળા દેવ જીવની અપેક્ષાએ, “હું મનુષ્ય જીવ જ દ્રવ્ય જીવ છું.” આ રીતે કહેવું જોઈએ. કારણ કે, તે ઉત્પન્ન થવાવાળા દેવ જીવનું શું કારણ છું. હું જ તે દેવ જીવના સ્વરૂપમાં હોઈશ, તેથી હું અત્યારે દ્રવ્ય જીવ છું. તેમના કહેવાનો અભિપ્રાય આ રીતનો છે. પૂર્વ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પૂર્વ કાળનો જીવ ઉત્પન્ન થવાવાળા પર પર કાળના જીવનો કારણ છે. આ પક્ષમાં સિદ્ધ જ ભાવ જીવ થઈ શકે છે. અન્ય નહીં, આ કારણે આ મત પણ દોષ રહિત નથી એમ તત્ત્વાર્થની ટીકાના કર્તા કહે છે.
કહેવાનો આશય એ છે કે, જે લોકો કારણને દ્રવ્ય માનીને જીવના વિષયમાં દ્રવ્યનિક્ષેપનું પ્રતિપાદન કરે છે, તેના મતનું નિરૂપણ અને તેમાં દોષનું પ્રતિપાદન શ્રી મહોપાધ્યાયજીએ તત્ત્વાર્થના ટીકાકાર અનુસારે કર્યું છે.
જે અત્યારે મનુષ્ય છે. પરંતુ કાલાંતરે દેવ રૂપે સ્વર્ગમાં ઉત્પન્ન થશે, તે દેવ જીવનું કારણ છે. મૃતિંડ જે રીતે ઘટ રૂપમાં પરિણત થાય છે, તે રીતે મનુષ્યનો જીવ હવે દેવ જીવનું કારણ છે. આ રીતિથી કેટલાક લોકો ઉત્પત્તિ અને વિનાશથી રહિત જીવના પણ ઉત્પાદક જીવનું પ્રતિપાદન કરે છે. કાર્યની અપેક્ષા કારણ પૂર્વ કાળમાં હોય છે. દેવ જીવ ઉત્તરકાળનો છે, મનુષ્ય જીવ પૂર્વકાળનો છે, તેથી તે બંને જીવોમાં કાર્ય-કારણ ભાવ થઈ શકે છે, આ કેટલાક લોકોનો દ્રવ્ય જીવના વિષયમાં મત છે. તત્ત્વાર્થના ટીકાકાર કહે છે કે, જો આ મતને માનીને દ્રવ્ય જીવનું ઉપપાદન કરવામાં આવે તો મનુષ્ય વગેરે બધા જ જીવ દ્રવ્યજીવ થઈ જશે. કોઈ ભાવજીવ નહીં રહે. કાર્ય દશામાં અર્થ ભાવ છે અને કારણ દશામાં દ્રવ્ય છે. એક જ કાળમાં એક જ અર્થ કારણરૂપ અને કાર્યરૂપ નથી થઈ શકતો. આ મતને માની લેવાથી એક સિદ્ધ જ ભાવજીવ થઈ શકશે. સિદ્ધ થઈ જવાથી જીવ અન્ય ભવમાં ઉત્પન્ન નથી થતો, તેથી તે ભાવરૂપમાં જ રહેશે. જેટલા પણ સંસારી જીવ છે, તે બધાં આ મત પ્રમાણે દ્રવ્ય થઈ જશે. કોઈપણ ભાવ જીવ નહીં થઈ શકે. વાસ્તવમાં સંસારના બધાં જ જીવ ભાવજીવ છે તેથી આ રીતિથી દ્રવ્ય જીવનું સ્વરૂપ ઉચિત નથી.
Page #344
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૨૭
'હવે શ્રી મહોપાધ્યાયજી પોતાની માન્યતાને જણાવતાં કહે છે કે,
इदं पुनरिहावधेयं-इत्थं संसारिजीवे द्रव्यत्वेऽपि भावत्वाविरोधः, एकवस्तुगतानां नामादीनां भावाविनाभूतत्वप्रतिपादनात्। तदाह भाष्यकार:"अहवावत्थूभिहाणं नामं ठवणा य जो तयागारो कारणया से दव्वं, વેળાવä તળે માવો ફા” (૬૦) રૂતિ
અર્થ :- અહીંયાં આ ધ્યાન દેવા યોગ્ય છે કે, આ રીતે સંસારી જીવના દ્રવ્ય હોવા છતાં પણ ભાવત્વનો વિરોધ નહીં થાય. એક વસ્તુમાં રહેવાવાળા નામ આદિનો ભાવની સાથે અવિનાભાવ છે, આ વસ્તુનું પ્રતિપાદન શાસ્ત્રમાં છે. ભાષ્યકાર કહે છે કે, અથવા વસ્તુનું અભિધાન નામ છે, તેનો આકાર સ્થાપના છે, ભાવપર્યાય પ્રતિ કારણતા દ્રવ્ય છે અને કાર્ય દશામાં તે વસ્તુ ભાવ છે.
સારાંશ એ છે કે, તત્ત્વાર્થના ટીકાકાર કહે છે કે, જો મનુષ્ય જીવને દેવ જીવનું કારણ હોવાથી દ્રવ્ય જીવ કહેવામાં આવે તો તે દ્રવ્ય જીવ જ રહેશે. તે ભાવ જીવ નહીં થઈ શકે. આ રીતે સંસારી જીવમાં ભાવનો નિક્ષેપ વ્યાપક નહીં રહે, જે સિદ્ધ જીવ ભાવજીવ થશે તે દ્રવ્યજીવ નહીં થઈ શકે, આ રીતે નિક્ષેપ અવ્યાપક રહેશે. શ્રી મહોપાધ્યાયજી કહે છે કે - ટીકાકારશ્રીએ દ્રવ્ય જીવનું પ્રતિપાદન કરવાવાળા આ મતમાં જે રીતથી નિક્ષેપની વ્યાપક્તાનું નિરૂપણ કર્યું છે, તે ઉચિત નથી. જે સંસારી જીવ અન્ય ભવના જીવનું કારણ હોવાથી દ્રવ્ય છે, તે ભાવ પણ હોઈ શકે છે. એક અર્થ કારણ હોવાથી દ્રવ્ય અને કાર્ય દશામાં હોવાથી ભાવ કહેવામાં આવે તો તેમાં કોઈ બાધક નથી. જે સંસારી જીવ છે તે અનાદિ પારિણામિક જીવભાવથી યુક્ત છે. તેથી ભાવ જીવ છે, દેવ જીવનું કારણ છે તેથી દ્રવ્ય પણ છે. વિશેષાવશ્યકના ભાષ્યકાર એક અર્થમાં દ્રવ્ય અને ભાવનું પ્રતિપાદન કરે છે.
केवलमविशिष्टजीवापेक्षया द्रव्यजीवत्वव्यवहार एव न स्यात्,
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો.
मनुष्यादेर्देवत्वादिविशिष्टजीवं प्रत्येव हेतुत्वादिति।
અર્થ :- આ રીતે માનવાથી કેવલ સામાન્ય જીવની અપેક્ષાએ દ્રા જીવનો વ્યવહાર નહીં થઈ શકે. મનુષ્ય આદિ દેવભાવથી વિશિષ્ટ જીવ પ્રતિ જ કારણ છે.
શ્રી મહોપાધ્યાયજી સ્વયે ઉક્ત મતમાં દોષનું પ્રતિપાદન આ રીતે કહે છે, - જે મનુષ્ય દેવજીવનું કારણ છે તેને દ્રવ્ય દેવ કહી શકાય છે, પરંતુ દ્રવ્યજીવ કહી શકાતો નથી. ઘટનું કારણ હોવાથી મૃત્યિંડને દ્રવ્ય ઘટ કહે છે, દ્રવ્ય પૃથ્વી નથી કહેતા. જે મનુષ્ય જીવ છે, તે સ્વયં અજીવ થઈને જીવનું કારણ નથી, તેથી સામાન્ય જીવની અપેક્ષાએ દ્રવ્ય જીવ કહી શકાતો નથી. મનુષ્ય અને દેવમાં કાર્યકારણભાવ હોવાથી સામાન્ય જીવની અપેક્ષાએ કોઈ અર્થમાં કાર્ય-કારણભાવ સિદ્ધ નથી થતો. આથી સામાન્ય જીવની અપેક્ષાએ જીવના વિષયમાં દ્રવ્ય નિક્ષેપ થઈ શકતો નથી.
આ કારણે જે નિક્ષેપમાં અવ્યાપકતા છે, તેને માનવી જોઈએ. આવા તો શું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ એ પ્રકારના અર્થ છે કે, જેમાં દ્રવ્ય નિક્ષેપ થઈ શકતો નથી, જો કોઈએ પ્રકારનો અર્થ હોય, કે જે સ્વયં ધર્માસ્તિકાયના રૂપમાં ન હોય અને ધર્માસ્તિકાયનું કારણ હોય, તો તે દ્રવ્ય ધર્માસ્તિકાય કહી શકાય છે. પરંતુ આ પ્રકારનો કોઈ અર્થ નથી. તેથી ધર્માસ્તિકાયમાં દ્રવ્યનિક્ષેપ થઈ શકતો નથી. અધર્માસ્તિકાય અનેઆકાશાસ્તિકામાં પણ એ રીતે દ્રવ્ય નિક્ષેપ થઈ શકતો નથી. કેટલાક અર્થોમાં કોઈ નિક્ષેપ ન હોવાં છતાં પણ પ્રાયઃ બધા અર્થોમાં ચારેય નિક્ષેપ થઈ શકે છે, તેથી તેને વ્યાપક કહેવાય છે. | (આ “નિક્ષેપ યોજન” ચેપ્ટર (પ્રકરણ) જૈનતર્કભાષાની પં. શ્રી ઈશ્વરચંદ્ર શર્મા કૃત હિન્દી વિવેચનાને સામે રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.)
Page #346
--------------------------------------------------------------------------
________________ गलन्नयकृतभ्रान्तिर्यः, स्यादिश्रान्तिसन्मुखः / स्यादादविशदालोकः स एवाध्यात्मभाजनम् / / જે નયકૃત બ્રાન્તિઓથી રહિત છે, વિશ્રાન્તિને સન્મુખ બન્યો છે, સ્યાદ્વાદરૂપ વિશદ દષ્ટિવાળો છે, તે જ અધ્યાત્મનો અધિકારી છે. શિરdl8-રારિ, રિરામચંદ્ર.. ..શીસંવ છે. વિ.સં. 1ER, પોષ સુદ 13 ৪াঞ্জাবাড়ী