________________
[7]
હેયની નિવૃત્તિની અને ઉપાદેયની પ્રવૃત્તિની શિક્ષા પ્રાપ્ત થાય છે, જે શિક્ષા અનાદિના ખોટા અભ્યાસને તોડવા સમર્થ બને છે અને આત્માને વિભાવમાંથી બહાર કાઢીને સ્વભાવ તરફ પ્રયાણ કરાવે છે. બાકીના અનુયોગો તેના ઉપષ્ટભક બને છે. આમ છતાં ચરણકરણાનુયોગના રહસ્યોને પામવા માટે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અતિ આવશ્યક છે. દ્રવ્યાનુયોગના જ્ઞાન વિના પરમાત્માના શાસનના રહસ્યોને પામી શકાતા નથી અને એ વિના ભાવસમ્યક્ત પણ પામી શકાતું નથી. ભાવસમ્યક્ત વિના ભાવથી રત્નત્રયી પણ પામી શકાતી નથી.
દ્રવ્યાનુયોગના વિષય તરીકે સ્યાદ્વાદ, પ્રમાણ, નય, સપ્તભંગી, નિક્ષેપ, દાર્શનિક વાદસ્થળો વગેરેને શાસ્ત્રમાં ગણાવવામાં આવ્યા છે અને દ્રવ્યાનુયોગના એ વિષયોનું વર્ણન કરતાં ગ્રંથોને દર્શનપ્રભાવક ગ્રંથો પણ કહેવાય છે. સમ્મતિતર્ક આદિ ગ્રંથોનો દર્શનપ્રભાવક ગ્રંથોમાં સમાવેશ થાય છે. શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં ટીકાકાર મહર્ષિ પૂ.આ.ભ.શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ “દ્રવ્યાનુયોગ: પૂર્વાાિ મત્યવિવા” “વર્ણનામાવર્વા મેત્યાિિમ:' આદિ શબ્દોમાં એ જ વાતને સ્પષ્ટ કરી છે. એ દર્શનપ્રભાવક ગ્રંથોનો અભ્યાસ કરવા ઉપર શ્રીનિશીથસૂત્રની ચૂર્ણિ આદિમાં ખૂબ ભાર આપ્યો છે અને તે અભ્યાસ કરવા માટે કોઈ તેવા જ વિષમ સંયોગોમાં શુદ્ધ ભિક્ષા ન જ મળે તો છેવટે આધાકર્માદિક ભિક્ષા વાપરીને પણ સમ્મતિતર્ક જેવા દર્શનશુદ્ધિકારક ગ્રંથો ભણી લેવાની આજ્ઞા કરાઈ છે.
ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂ. મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજાએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસ” નામના ગુજરાતી ભાષામાં રચિત ગ્રંથમાં “સંમતિ-તત્ત્વારથ મુખ્ય ગ્રંથ, મોટો જે પ્રવચન નિર્ચથ” કહીને સમ્મતિતર્ક ગ્રંથને દ્રવ્યાનુયોગના પ્રધાન ગ્રંથ તરીકે જણાવ્યો છે અને