________________
[6]
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રના સંમિલનને મોક્ષમાર્ગ કહેવાય છે. શ્રીજિનોક્ત તત્ત્વોની રુચિને સમ્યગ્દર્શન કહેવાય છે. શ્રીજિનોક્ત તત્ત્વોના અવબોધને સમ્યજ્ઞાન કહેવાય છે અને તત્ત્વપરિણતિને સમ્યફચારિત્ર કહેવાય છે.
આ તારક તત્ત્વત્રયીમાં સમ્યગ્દર્શન મહત્ત્વનો ગુણ છે અને એ ગુણને ટકાવનાર અને વિશુદ્ધ બનાવનાર કોઈ હોય તો તે સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શનની વિશુદ્ધિના પાયા ઉપર જ સચારિત્રની ઈમારત રચાય છે.
જગતના જીવોને સમ્યજ્ઞાનથી સમૃદ્ધ બનાવવા ગ્રંથકાર મહર્ષિઓએ ચાર અનુયોગ કરીને જગતવર્તી સર્વે હેયોપાદેય પદાર્થોનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. અનુયોગ એટલે સૂત્રમાં રહેલા અર્થનું વ્યાખ્યાન. સૂત્રોમાં ગર્ભિત રહેલા અર્થોનું પ્રગટીકરણ કરવા જે વ્યાખ્યા કરવામાં આવે તેને અનુયોગ કહેવાય છે. આ અનુયોગ ચાર પ્રકારના છે. (૧) ચરણકરણાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ધર્મકથાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ.
જેમાં મોક્ષમાર્ગના સાધકોના આચારોનું વર્ણન આવે છે અર્થાત્ ચરણસિત્તરી અને કરણસિત્તરીનું નિરૂપણ આવે છે, તે સૂત્રોના વ્યાખ્યાનને ચરણકરણાનુયોગ કહેવાય છે. જેમાં સંખ્યા-ગણિત આદિ વિષય આવે છે, તે સૂત્રોના વ્યાખ્યાનને ગણિતાનુયોગ કહેવાય છે. જેમાં તારક મોક્ષમાર્ગને સમજાવવા માટે જે મહાપુરૂષોએ એ માર્ગનું સેવન કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો છે કે તે માર્ગે આગળ પ્રયાણ ચાલું છે, એવા મહાપુરૂષોના દષ્ટાંતોનો અંતર્ભાવ થાય છે, તેને ધર્મકથાનુયોગ કહેવાય છે. જેમાં જીવાદિ તત્ત્વોનું સૂક્ષ્મતાથી સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે, એ સૂત્રોના વ્યાખ્યાનને દ્રવ્યાનુયોગ કહેવાય છે.
ચારે અનુયોગોમાં ચરણકરણાનુયોગ મુખ્ય છે. કારણ કે, તેનાથી