________________
“સ્યાવાદ - અનેકાંતવાદ'
ભાવાર્થ: પ્રશ્નઃ દરેક પદાર્થો સમાન સ્વભાવવાળા કઈ રીતે છે? ઉત્તરઃ દરેક પદાર્થો સ્યાદ્વાદની મર્યાદાને ઓળંગતા નથી. તેથી તે સર્વે
સમાન સ્વરૂપવાળા છે. પ્રશ્નઃ સ્યાદ્વાદ એટલે શું? ઉત્તરઃ “સ્યા એ અવ્યય છે અને તે અનેકાંતનો દ્યોતક છે -
જણાવનાર છે. તેથી સ્યાદ્વાદ = અનેકાંતવાદ. અર્થાત્ નિત્યત્વઅનિત્યત્વ આદિ અનેક વિરોધી ધર્મોથી વિચિત્ર બનેલા એક
વસ્તુતત્ત્વનો સ્વીકાર કરતો વાદ સ્યાદ્વાદ છે. પ્રશ્નઃ દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદાને કેમ ઓળંગતી નથી? ઉત્તરઃ જેમ ન્યાયનિષ્ઠ રાજાની આજ્ઞારૂપ મર્યાદાનું ઉલ્લંઘન તેની પ્રજા
કરતી નથી. કારણ કે, તેમ કરવામાં પ્રજાનું સર્વસ્વ નાશ થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. તેમ તમામ પદાર્થો ઉત્કૃષ્ટ અને નિષ્ફટક સ્યાદ્વાદ મહારાજાની મર્યાદાને ઓળંગવા તૈયાર થતા નથી. કારણ કે, તેમ કરવાથી બધા પદાર્થોનું પોતાનું અસ્તિત્વ જ નાશ પામે છે.
જો સ્યાદ્વાદની મર્યાદા ન હોય, તો વસ્તુઓના સ્વરૂપની કોઈ વ્યવસ્થા જ ન રહે. વસ્તુ પોતે અવસ્તુ બની જાય. આ રીતે દરેક વસ્તુ સ્યાદ્વાદની મર્યાદામાં રહેતી હોવાથી સમાન સ્વરૂપવાળી છે અને તેથી આકાશ વગેરેને એકાંતે નિત્ય અને પ્રદીપ વગેરેને એકાંતે અનિત્ય માનતા પક્ષનું ખંડન થઈ જાય છે. કેમ કે, દરેક પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ (અર્થાત્ દ્રવ્યને પ્રધાન બનાવતા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ) નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ