________________
સ્યાવાદ - અનેકાંતવાદ'
પણ છે. આ રીતે ભિન્ન-ભિન્ન અપેક્ષાએ એક જ વસ્તુમાં જુદા જુદા ધર્મોનો સ્વીકાર કરવો તે સ્યાદ્વાદ છે.
આ રીતે સમ્યગુ અપેક્ષાઓના સ્પષ્ટીકરણ દ્વારા વસ્તુમાં રહેલા અનેક વાસ્તવિક ધર્મોનું પ્રતિપાદન કરવું તેને જ સ્યાદ્વાદ કહેવાય છે. જ્યારે તર્ક, યુક્તિ અને પ્રમાણોની સહાયતાથી યોગ્ય અપેક્ષાઓને લક્ષમાં રાખીને વસ્તુતત્ત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે, ત્યારે તે પ્રતિપાદનમાં કોઈપણ પ્રકારના વિરોધનો અવકાશ રહેતો નથી. આથી વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવા માટે સ્યાદ્વાદ સિદ્ધાંત અવશ્ય આદરણીય છે.
વ્યવહારમાં પ્રત્યક્ષ દેખાતાં ઉદાહરણો પણ સ્યાદ્વાદ સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરે છે -
જેમ કે, એક જ પુરૂષમાં પિતાપણું, પુત્રપણું, પ્રોફેસરપણું, દાદાપણું, પતિપણું, મામાપણું, ફુઆપણું, ભાઈપણું આદિ અનેક ધર્મો જુદી-જુદી અપેક્ષાએ રહેલા જોવા મળે જ છે. એટલે કે એક પુરૂષમાં પોતાના પુત્રની અપેક્ષાએ પિતૃત્વધર્મ, પોતાની ભાર્યાની અપેક્ષાએ પતિત્વધર્મ, જાતિની અપેક્ષાએ મનુષ્યત્વધર્મ, લિંગની અપેક્ષાએ પુરૂષત્વધર્મ, બહેનની અપેક્ષાએ ભાતૃત્વધર્મ, વ્યવસાયની અપેક્ષાએ પ્રોફેસરત્વધર્મ, પોતાના પિતાની અપેક્ષાએ પુત્રત્વધર્મ, સ્વસેવકની અપેક્ષાએ સ્વામિત્વધર્મ, પોતાના જમાઈની અપેક્ષાએ શ્વસુરત્વધર્મ, પોતાની ભાભીની અપેક્ષાએ દેવરત્વધર્મ ઈત્યાદિ અનેક ધર્મો રહે છે, તે આપણે પ્રત્યક્ષથી જોઈ જ શકીએ છીએ. આજ વાતને સુવર્ણના ઘટનું ઉદાહરણ લઈને વિસ્તારથી આગળ સમજીશું.
સ્યાદ્વાદ સિદ્ધાંત વસ્તુ છે જે સ્વરૂપે દેખાય તે બધાં સ્વરૂપે વસ્તુને સ્વીકારે છે. એક જ સ્વરૂપના એકાંતનો કદાપિ તે આગ્રહ રાખતો નથી.
ઢાલની બે બાજુઓ છે. એક બાજુ સોનેથી રસેલી છે અને બીજી