________________
નયવાદ
૧૬૧
છે અને પ્રથમ જે ચાર નય છે કે જેના નામ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ૠજુસૂત્ર છે, તે ચારેય નય દ્રવ્યાર્થિક નય છે. અર્થાત્ દ્રવ્યાર્થિક નય આ ચારેય નયોમાં સમાઈ જાય છે. આ રીતે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી ઈત્યાદિ સિદ્ધાન્તવાદી આચાર્ય કહે છે. આ વાત તેઓએ પોતાના વિશેષાવશ્યક ભાષ્યમાં કરી છે.
તર્કવાદી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી તથા શ્રી મલ્લવાદી ઈત્યાદિ પ્રથમના જે ત્રણ નય છે. ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર આ ૩ નયોને જ દ્રવ્યનય કહે છે અને ૧. જૂસૂત્ર ૨. શબ્દનય ૩. સમભિરૂઢનય અને ૪. એવંભૂત નય. આ ચાર નય પર્યાયાર્થિક નય છે એવું કહે છે(4). ટૂંકમાં, પ્રથમના ત્રણ નય બંને આચાર્યોના મત પ્રમાણે દ્રવ્યાર્થિક નયમાં સમાવિષ્ટ થાય છે અને પાછળના ત્રણ નય બંને આચાર્યોના મત પ્રમાણે પર્યાયાર્થિકનયમાં સમાય છે. આ વાતમાં બંને આચાર્યોનો વિવાદ નથી, એકમત છે. કેવળ વચ્ચેના ૠજુસૂત્ર નયના વિષયમાં જ વિચારભેદ છે.
સિદ્ધાન્તવાદી આચાર્ય ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિક નયમાં ગણે છે અને તર્કવાદી આચાર્ય ઋજુસૂત્રનયને પર્યાયાર્થિક નયમાં ગણે છે. એટલો જ વિચારભેદ છે. પણ બધા જ આચાર્ય ભગવંતો આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયને સાત નયોમાં સમાવી તો લે જ છે. તે બંનેને સાતથી અલગ નયના રૂપમાં ગણતાં નથી. તેથી હિઁગબરાચાર્ય શ્રી દેવસેન આચાર્યની ૯ (નવ) નય કરવાની પદ્ધતિ શાસ્ત્ર-પ્રણાલિકા અનુસાર નથી અને આ વાતને શ્રી મહોપાધ્યાયજીએ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં વિસ્તારથી જણાવી છે.
64. हिवइ, सिद्धसेनदिवाकर मल्लवादी प्रमुख तर्कवादी आचार्य इम कहई छइं, ते प्रथम ३ नय- १ नैगम - २ संग्रह - ३, व्यवहार लक्षण ते द्रव्यनय कहि । ऋजुसूत्र १ शब्द २ समभिरुढ ३ एवम्भूत ४ ए ४ नय पर्यायार्थिक कहिइ । (द्रव्य-गुण-पर्याय-रास)