________________
સપ્તભંગી
૨૪૭
નિષેધનું ક્રમથી જ્ઞાન બંને ભાંગા કરી દે છે. ત્રીજો ભાંગો પણ ક્રમની સાથે વિધિ અને નિષેધના જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તેથી તૃતીય ભાંગાનો પ્રથમ અને બીજા ભાંગાથી કોઈ ભેદ નથી, આ આશંકાનું નિરાકરણ કરવા માટે તેઓ કહે છે કે, તૃતીય ભાંગાથી જે બોધ થાય છે. તે
એકત્ર દ્રવ્યમ્' આ રીતિથી થાય છે. એક વિશેષ્યમાં બે અર્થોનું પ્રકારરૂપે જે જ્ઞાન થાય છે, તે “એકમાં બે' નામથી ઓળખાય છે. “ચત્ર દંડી છે અને કુંડલી છે.” આ વાક્ય તેનું ઉદાહરણ છે. ચૈત્ર દંડવાળો અને કુંડળવાળો છે, આ જ્ઞાન આ વાક્યથી ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનમાં ચૈત્ર વિશેષ્ય છે તથા દંડ અને કુંડલ પ્રકાર છે. આ જ રીતે તૃતીય ભાંગામાં એક જ જ્ઞાન છે, જેમાં વિધિ પણ પ્રકાર છે અને નિષેધ પણ પ્રકાર છે. એક વસ્તુ વિશેષ્ય છે. પ્રથમ ભાંગા પછી જ્યારે બીજા ભાંગાથી બોધ થાય છે, ત્યારે ક્રમશ: વિધિ અને નિષેધનું જ્ઞાન તો થાય છે, પરંતુ તે જ્ઞાન એક નથી હોતું. તે બે જ્ઞાન થાય છે, જે ક્રમથી થાય છે. તૃતીય ભાંગા દ્વારા થવાવાળું જ્ઞાન એક જ છે, તે એક જ્ઞાનમાં વિધિ પણ પ્રકાર છે અને નિષેધ પણ પ્રકાર છે. પ્રથમ અને બીજા ભાંગાથી ઉત્પન્ન થવાવાળાં બે જ્ઞાનોની અપેક્ષાએ એક વિલક્ષણ જ્ઞાનને ઉત્પન્ન કરવાને કારણે તૃતીય ભાંગો ભિન્ન છે.
અહીં ધ્યાન રહે કે – તૃતીય ભાંગાથી ઉત્પન્ન જ્ઞાનમાં જે વિધિ અને નિષેધ પ્રતીત થાય છે, તેમાં પરસ્પર વિશેષણ-વિશેષ્ય ભાવ નથી. જો આ બંનેમાં વિશેષણ-વિશેષ્ય ભાવ હોય, તો વિશેષણ ગૌણ થઈ જશે અને વિશેષ્ય મુખ્ય થઈ જશે. ક્રમશઃ બંનેની પ્રધાનતા ઈષ્ટ છે, તે નહીં રહે. તેથી તૃતીય ભાંગો એક જ અર્થને વિધિ અને નિષેધથી વિલક્ષણ રૂપે પ્રકાશિત કરે છે. આ બોધમાં વિધિ અને નિષેધ બને સમાન રૂપે પ્રકાર છે અને ઘટ આદિ અર્થ વિશેષ્ય છે. ચોથો ભાંગો :
હવે ચોથા વિકલ્પનું સ્વરૂપ જણાવતાં કહે છે કે, स्यादवक्तव्यमेवेति युगपत्प्राधान्येन विधिनिषेधकल्पनया चतुर्थः, एकेन