________________
૨૭૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કહેવાનો આશય એ છે કે, નયોની જેમ નિક્ષેપોનો શ્રુત પ્રમાણ સાથે સંબંધ વિશેષ રૂપે છે. શ્રુત અને નય દ્વારા કોઈ અપેક્ષાએ અર્થના પ્રતિ જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે અર્થ વાચ્ય થઈ જાય છે. વાચ્ય અર્થોના વાચકોનું ભેદથી પ્રતિપાદન નિક્ષેપોનું સ્વરૂપ છે. શબ્દને સાંભળીને અર્થનું જ્ઞાન શ્રોતાઓને એકરૂપે નથી થતું. જે શ્રોતા વ્યુત્પન્ન નથી હોતો, તે અવસરે પદના તે અર્થને નથી જાણતો, કે જેમાં વક્તાનો અભિપ્રાય હોય છે. કોઈ શ્રોતાને પદોના અર્થનું સામાન્ય રૂપે જ્ઞાન થાય છે પરંતુ વિશેષ રૂપે અર્થને જાણવાની શક્તિ નથી હોતી શબ્દના અનેક અર્થ છે, તેમાંથી કયો અર્થ લેવો જોઈએ, આ વિષયમાં તેને સંદેહ થઈ જાય છે. ક્યારેક ક્યારેક આવી રીતનો શ્રોતાને ભ્રમ થઈ જાય છે. જે અર્થમાં અભિપ્રાય હોય તેને ન લેતા અન્ય અર્થને ત્યાં આગળ સમજી લે છે. ઉત્પન્ન થવાવાળા સંદેહ, ભ્રમ અને અજ્ઞાનનું નિરાકરણ થઈ જાય, તેના માટે નિક્ષેપાઓની રચના કરવામાં આવે છે. નિક્ષેપાને જાણીને પ્રકરણ આદિ દ્વારા શ્રોતા અભિપ્રેત અર્થને ગ્રહણ કરી લે છે અને અન્ય અર્થનો ત્યાગ કરી દે છે. પ્રકરણ આદિને સમજવામાં નિક્ષેપ સહાયતા કરે છે. પારમાર્થિક અર્થને નિક્ષેપની સહાયતાથી શ્રોતા જાણીને તેનો ઉચિત સ્થાને વિનિયોગ કરી શકે છે.
જે શબ્દના અનેક અર્થ થાય છે, તેનો વિશેષ અર્થ પ્રકરણની સહાયતાએ પ્રતીત થાય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ “સૈધવ” શબ્દ છે. સૈધવ શબ્દના બે અર્થ છે અને તે બંને મુખ્ય છે. એક અર્થ છે અશ્વ, બીજો અર્થ છે લવણ (મીઠું). જો વક્તા કહે “થર્વ માનવ” અર્થાત્ સૈન્ધવને લાવો, તો શ્રોતા સાંભળીને સંદેહ કરવા લાગે છે, મને ઘોડો લાવવાનું કહેવાયું છે કે લવણ લાવવાનું. ત્યારબાદ જો શ્રોતા સમજે છે, આ સમય ભોજનનો છે. બહાર જવાનો નથી, તો તે પ્રકરણ મુજબ લવણ અર્થનો સ્વીકાર કરીને લવણ લઈ જાય છે. જો નિક્ષેપાઓ દ્વારા