________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ચાલ્યું જાય, તો પથિક જ્યાં જવા નથી ચાહતો, ત્યાં પહોંચી જશે. જો અનુકૂળ દિશામાં પણ રહેશે, તો પણ નિયત સમયે વાંછિત સ્થાનને પ્રાપ્ત નહીં કરી શકે. એક ગામ કે નગરથી અન્ય ગામ કે નગરમાં જવા માટે આજકાલ મોટર કે રેલગાડીનો ઉપયોગ થાય છે. જો યાત્રી ચિત્ત એકાગ્ર ન હોવાથી મોટર અથવા રેલની પ્રાપ્તિ સ્થાને જ્યારે પહોંચવું જોઈએ, ત્યારે ન પહોંચતા વિલંબથી પહોંચે, તો ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે પહેલી મોટ૨ કે રેલ નહીં મળે, કેટલાક સમય પછી અન્ય મોટ૨ કે રેલનો આશ્રય લેવો પડશે. આ કારણે ફળ તો મળશે, પણ વિલંબ થઈ જશે. જો પથિકને કોઈ એક દિશામાં દૂર સુધી બેચાર જગ્યાએ જવું હોય અને તે નિયત સમયે વાહનોના પ્રાપ્તિ સ્થાને ન પહોંચે, તો તેને આ પ્રકારનું પણ વાહન મળી શકે છે, જે તેના વાંછિત બીજા અથવા ત્રીજા સ્થાન સુધી તો જતું હોય પણ વાંછિત ચોથા સ્થાન સુધી ન જતું હોય. આ પ્રકારની દશામાં યાત્રીને બીજા અથવા ત્રીજા સ્થાન સુધી રહેવું પડશે. આ બધાં ચિત્ત એકાગ્ર ન હોવાનાં ફળ છે. એકાગ્ર ચિત્ત વગર કરેલી આ પ્રકારની ક્રિયા પણ અપ્રધાન ક્રિયા છે અને તે દ્રવ્ય ક્રિયા કહેવાય છે.
૨૮૬
લૌકિક ક્રિયાની જેમ શાસ્ત્રમાં વિહિત ક્રિયા પણ વિધિનું જ્ઞાન અને એકાગ્ર ચિત્ત હોય તો ફળ આપે છે. શાસ્ત્રમાં સમ્યક્ ચારિત્રને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. જો કોઈ લોકોને ઠગવા માટે ચારિત્રનું પાલન કરતો હોય, તો તેને મોક્ષ નહી મળે પરંતુ અનેક જન્મોમાં દુઃખ મળશે. વંચના સાથે કરેલું ચારિત્ર મુખ્ય રૂપે ચારિત્ર નથી. અપ્રધાન ચારિત્ર છે અને આ કારણે દ્રવ્ય ચારિત્ર છે.
અધિકારી ન હોવાના કારણે પણ ક્રિયા અપ્રધાન થઈ જાય છે અને ઉચિત ફળ ઉત્પન્ન કરતી નથી. તે પથિક જે માર્ગને જાણે છે અને