________________
સ્યાદ્વાદ - અનેકાંતવાદ'
આદિ અનેક શબ્દોથી વાચ્ય હોવાના કારણે ઘટના અનેક સ્વધર્મ છે તથા પટાદિ તે તે અન્ય શબ્દોથી અનભિધેય (અવાચ્ય) હોવાથી, અપર દ્રવ્ય પટાદિથી ઘટની વ્યાવૃત્તિ થાય છે અને તેથી પરપર્યાયો પણ ઘટના અનંતા થશે. આ રીતે શબ્દતઃ ઘટમાં અનંતાધર્મો રહી જાય છે. સંખ્યાતઃ વસ્તુની અનંતધર્માત્મકતા 21) :
સંખ્યાની અપેક્ષાએ ઘટનો તે તે અન્ય અન્ય દ્રવ્યોથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો યાવત્ અનંતમો એવા વ્યવહાર થાય છે. તેથી સંખ્યાત ઘટના સ્વપર્યાયો અનંતા છે. વળી તે તે સંખ્યાથી અનભિધેય અનંતા દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થવાના કારણે ઘટના પરપર્યાયો પણ અનંતા થાય છે. અર્થાત્ ઘટમાં જે પ્રથમ, દ્વિતીય, તૃતીય યાવત્ અનંતમાનો વ્યપદેશ થાય છે, તે વ્યપદેશ ઘટથી અન્ય દ્રવ્યોમાં થતો નથી, ત્યારે ઘટની તે અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્તિ થઈ જાય છે અને તે દ્રવ્યો અનંતા હોવાથી ઘટના પરપર્યાયો પણ અનંતા થશે. આ રીતે સંખ્યાતઃ ઘટના અનંતાધર્મો થાય છે.
તદુપરાંત, અનંતકાળની અપેક્ષાથી ઘટનો સર્વદ્રવ્યોની સાથે સંયોગવિયોગ થવાના કારણે તે સંયોગ-વિભાગની દૃષ્ટિથી ઘટના અનંતા સ્વધર્મ હોય છે અર્થાત્ સ્વદ્રવ્યોની સાથેનો સંયોગ-વિભાગ ઘટનો સ્વધર્મ બનશે અને તેવા સંયોગ-વિભાગ અનંત હોવાથી અનંતા સ્વધર્મ બનશે. તથા જેમાં સંયોગ-વિભાગ દેખાતા નથી, તે અનંતપદાર્થોથી ઘટની વ્યાવૃત્તિ થવાના કારણે તે પરધર્મ થશે. તેવા પદાર્થ પણ અનંતા હોવાથી ઘટના પરધર્મ પણ અનંતા થશે.
21. મૂળપાઠ ષ.સમુ.બુ.વૃશ્લિોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.