________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૦૭,
અન્યની અપેક્ષા નથી, તેથી તે મુખ્ય છે, સત્ સ્વરૂપની અપેક્ષાએ બધા એક છે. અનુગામી સ્વરૂપ દ્રવ્યનું અસાધારણ તત્ત્વ છે. અનુગામી સત્તાના કારણે બધાનો સંગ્રહ કરીને સત્ રૂપે ચેતન અને અચેતનને એક કહેવાવાળો સંગ્રહ સત્તાના રૂપમાં દ્રવ્યનો પ્રતિપાદક છે, તેથી તે દ્રવ્યાસ્તિકનો ભેદ કહેવાય છે.
વ્યવહાર નય ભેદનું પ્રતિપાદન કરે છે. તે જે ભેદોનું પ્રતિપાદન કરે છે, તેમાં પણ દ્રવ્યનું સ્વરૂપ સ્થિર રહે છે. પર્યાયનો આશ્રય વ્યવહાર કરે છે. પર્યાય દ્રવ્યોથી સર્વથા ભિન્ન નથી. વ્યવહાર નય મુજબ સત્ રૂપ વસ્તુના ભેદ છે દ્રવ્ય આદિ, દ્રવ્યના ભેદ છે જીવ આદિ, જીવ પોતાના ગુણ અને પર્યાયોમાં અનુગત છે. પુદ્ગલ પોતાના ગુણ અને પર્યાયોમાં અનુગામી રૂપે વિદ્યમાન છે. ચેતન અચેતન દ્રવ્યોનો સ્વીકાર કરવાના કારણે વ્યવહાર નય પણ દ્રવ્યાર્થિકનો ભેદ છે. સંગ્રહ અને વ્યવહાર બંને દ્રવ્યનો આશ્રય લે છે. સંગ્રહ સત્ રૂપ દ્રવ્યનો આશ્રય લઈને ભિન્ન અર્થોમાં પ્રધાન રૂપે અભેદનું પ્રતિપાદન કરે છે. વ્યવહાર દ્રવ્યોનાં ભેદનું નિરૂપણ કરે છે. આ બંનેનો ભેદ છે.
નગમ પણ એક નય છે પરંતુ તે પૂ.આ.શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીજીના મત પ્રમાણે સંગ્રહ અને વ્યવહારથી ભિન્ન નથી. નિગમ બે પ્રકારનો છે - એક સામાન્યનો બોધક છે અને બીજો વિશેષનો. જે સામાન્યનો પ્રતિપાદક મૈગમ છે, તેનો સંગ્રહમાં અને જે વિશેષનો પ્રતિપાદક છે, તેનો વ્યવહારમાં સમાવેશ થઈ જાય છે. નેગમનય ગૌણ-મુખ્ય ભાવે ગુણ અને ગુણીના ભેદ અને અભેદનું નિરૂપણ કરે છે. ગુણોનો આશ્રય દ્રવ્ય છે, તેનું પ્રધાન અને અપ્રધાન ભાવે નિરૂપણ ગુણો વગર નથી થઈ શકતું. તેથી તે પણ દ્રવ્યાર્દિકનો ભેદ છે.
ઋજુસૂત્રનય વર્તમાનકાળમાં રહેવાવાળી વસ્તુનું નિરૂપણ કરે છે.