________________
૩૧૬
જેનનના મહત્ત્વના સિદ્ધાંતો દ્રવ્યનો પણ અંતર્ભાવ માનવો જોઈએ. દ્રવ્ય ઈન્દ્રમાં પણ ઈન્દ્ર પદનો પ્રયોગ થાય છે. જો તમે ભાવની સાથે સંબંધનો ભેદ હોવાથી નામ અને દ્રવ્યનો ભેદ સ્વીકારો તો નામ અને સ્થાપનામાં પણ ભેદ માનવો પડશે. દ્રવ્ય પરિણામી કારણ છે, દ્રવ્ય ભાવરૂપમાં પરિણત થાય છે. નામનું પરિણામ ભાવરૂપમાં નથી થતું, ઈન્દ્ર નામ સ્વર્ગાધિપતિ ઈન્દ્રના રૂપમાં થઈ જતું નથી. ઈન્દ્ર નામ કેવળ સંકેતના બળે ગોપાલના બાળકનું પ્રતિપાદન કરે છે. આ કારણે નામ અને દ્રવ્યનો ભેદ હોય તો નામ અને સ્થાપનાનો પણ ભેદ અપરિહાર્ય થઈ જાય છે. સ્થાપનાની સાથે નામનો સંબંધ કેવળ સંકેતના કારણે નથી. એશ્વર્યરૂપ અર્થની સાથે સંબંધ થવાથી ઈન્દ્ર પદનો સંકેત ભાવ ઈન્દ્રમાં જે રીતે થાય છે, તે રીતે ઈન્દ્રની પ્રતિમારૂપ સ્થાપનામાં નથી થતો. પ્રતિમા સ્વર્ગ પર શાસન નથી કરતી. સ્થાપનામાં ઈન્દ્ર પદનો પ્રયોગ મુખ્ય રૂપથી નથી. સાદગ્ધના કારણે સ્થાપનામાં ઈન્દ્ર પદનો પ્રયોગ થાય છે. સાદશ્યરૂપ સંબંધ પણ સદ્ભાવ સ્થાપનામાં થાય છે. અસદ્દભાવ સ્થાપનામાં તો સાદશ્ય પણ પ્રયોજક નથી થતું. ત્યાં કેવળ અભિપ્રાય પ્રયોજક થાય છે. નામ નિક્ષેપમાં અભિપ્રાય પ્રયોજક નથી હતો, તેથી નામ દ્વારા સ્થાપનાનો અન્તર્ભાવ યુક્ત નથી. નામ આદિ ચારેયના ભિન્ન સ્વરૂપની સાથે સંબંધ સંગ્રહ અને વ્યવહારમાં સ્વીકાર કરવો જોઈએ.
તેનાથી અતિરિક્ત તે વાદી સંગ્રહ અને વ્યવહારથી ભિન્ન દ્રવ્યાર્થિકમાં સ્થાપનાનો સ્વીકાર માને છે. સંગ્રહ અને વ્યવહારથી ભિન્ન નિગમનાય દ્રવ્યાર્થિક છે, આ વિષયમાં મતોનો ભેદ નથી. હવે આ વાદીને નગમમાં સ્થાપનાનો સ્વીકાર માનવો પડશે. નગમના ત્રણ ભેદ કરવામાં આવે છે. એક સંગ્રહિક છે, બીજો અસંગ્રહિક છે, ત્રીજો પરિપૂર્ણ નિગમ છે.