________________
૩૨૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો.
मनुष्यादेर्देवत्वादिविशिष्टजीवं प्रत्येव हेतुत्वादिति।
અર્થ :- આ રીતે માનવાથી કેવલ સામાન્ય જીવની અપેક્ષાએ દ્રા જીવનો વ્યવહાર નહીં થઈ શકે. મનુષ્ય આદિ દેવભાવથી વિશિષ્ટ જીવ પ્રતિ જ કારણ છે.
શ્રી મહોપાધ્યાયજી સ્વયે ઉક્ત મતમાં દોષનું પ્રતિપાદન આ રીતે કહે છે, - જે મનુષ્ય દેવજીવનું કારણ છે તેને દ્રવ્ય દેવ કહી શકાય છે, પરંતુ દ્રવ્યજીવ કહી શકાતો નથી. ઘટનું કારણ હોવાથી મૃત્યિંડને દ્રવ્ય ઘટ કહે છે, દ્રવ્ય પૃથ્વી નથી કહેતા. જે મનુષ્ય જીવ છે, તે સ્વયં અજીવ થઈને જીવનું કારણ નથી, તેથી સામાન્ય જીવની અપેક્ષાએ દ્રવ્ય જીવ કહી શકાતો નથી. મનુષ્ય અને દેવમાં કાર્યકારણભાવ હોવાથી સામાન્ય જીવની અપેક્ષાએ કોઈ અર્થમાં કાર્ય-કારણભાવ સિદ્ધ નથી થતો. આથી સામાન્ય જીવની અપેક્ષાએ જીવના વિષયમાં દ્રવ્ય નિક્ષેપ થઈ શકતો નથી.
આ કારણે જે નિક્ષેપમાં અવ્યાપકતા છે, તેને માનવી જોઈએ. આવા તો શું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ એ પ્રકારના અર્થ છે કે, જેમાં દ્રવ્ય નિક્ષેપ થઈ શકતો નથી, જો કોઈએ પ્રકારનો અર્થ હોય, કે જે સ્વયં ધર્માસ્તિકાયના રૂપમાં ન હોય અને ધર્માસ્તિકાયનું કારણ હોય, તો તે દ્રવ્ય ધર્માસ્તિકાય કહી શકાય છે. પરંતુ આ પ્રકારનો કોઈ અર્થ નથી. તેથી ધર્માસ્તિકાયમાં દ્રવ્યનિક્ષેપ થઈ શકતો નથી. અધર્માસ્તિકાય અનેઆકાશાસ્તિકામાં પણ એ રીતે દ્રવ્ય નિક્ષેપ થઈ શકતો નથી. કેટલાક અર્થોમાં કોઈ નિક્ષેપ ન હોવાં છતાં પણ પ્રાયઃ બધા અર્થોમાં ચારેય નિક્ષેપ થઈ શકે છે, તેથી તેને વ્યાપક કહેવાય છે. | (આ “નિક્ષેપ યોજન” ચેપ્ટર (પ્રકરણ) જૈનતર્કભાષાની પં. શ્રી ઈશ્વરચંદ્ર શર્મા કૃત હિન્દી વિવેચનાને સામે રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.)