________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૨૭
'હવે શ્રી મહોપાધ્યાયજી પોતાની માન્યતાને જણાવતાં કહે છે કે,
इदं पुनरिहावधेयं-इत्थं संसारिजीवे द्रव्यत्वेऽपि भावत्वाविरोधः, एकवस्तुगतानां नामादीनां भावाविनाभूतत्वप्रतिपादनात्। तदाह भाष्यकार:"अहवावत्थूभिहाणं नामं ठवणा य जो तयागारो कारणया से दव्वं, વેળાવä તળે માવો ફા” (૬૦) રૂતિ
અર્થ :- અહીંયાં આ ધ્યાન દેવા યોગ્ય છે કે, આ રીતે સંસારી જીવના દ્રવ્ય હોવા છતાં પણ ભાવત્વનો વિરોધ નહીં થાય. એક વસ્તુમાં રહેવાવાળા નામ આદિનો ભાવની સાથે અવિનાભાવ છે, આ વસ્તુનું પ્રતિપાદન શાસ્ત્રમાં છે. ભાષ્યકાર કહે છે કે, અથવા વસ્તુનું અભિધાન નામ છે, તેનો આકાર સ્થાપના છે, ભાવપર્યાય પ્રતિ કારણતા દ્રવ્ય છે અને કાર્ય દશામાં તે વસ્તુ ભાવ છે.
સારાંશ એ છે કે, તત્ત્વાર્થના ટીકાકાર કહે છે કે, જો મનુષ્ય જીવને દેવ જીવનું કારણ હોવાથી દ્રવ્ય જીવ કહેવામાં આવે તો તે દ્રવ્ય જીવ જ રહેશે. તે ભાવ જીવ નહીં થઈ શકે. આ રીતે સંસારી જીવમાં ભાવનો નિક્ષેપ વ્યાપક નહીં રહે, જે સિદ્ધ જીવ ભાવજીવ થશે તે દ્રવ્યજીવ નહીં થઈ શકે, આ રીતે નિક્ષેપ અવ્યાપક રહેશે. શ્રી મહોપાધ્યાયજી કહે છે કે - ટીકાકારશ્રીએ દ્રવ્ય જીવનું પ્રતિપાદન કરવાવાળા આ મતમાં જે રીતથી નિક્ષેપની વ્યાપક્તાનું નિરૂપણ કર્યું છે, તે ઉચિત નથી. જે સંસારી જીવ અન્ય ભવના જીવનું કારણ હોવાથી દ્રવ્ય છે, તે ભાવ પણ હોઈ શકે છે. એક અર્થ કારણ હોવાથી દ્રવ્ય અને કાર્ય દશામાં હોવાથી ભાવ કહેવામાં આવે તો તેમાં કોઈ બાધક નથી. જે સંસારી જીવ છે તે અનાદિ પારિણામિક જીવભાવથી યુક્ત છે. તેથી ભાવ જીવ છે, દેવ જીવનું કારણ છે તેથી દ્રવ્ય પણ છે. વિશેષાવશ્યકના ભાષ્યકાર એક અર્થમાં દ્રવ્ય અને ભાવનું પ્રતિપાદન કરે છે.
केवलमविशिष्टजीवापेक्षया द्रव्यजीवत्वव्यवहार एव न स्यात्,