Book Title: Jain Darshanna mahattvana siddhanto
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 342
________________ જેનદર્શનમાં નિક્ષેપયોજન” ૩ ૨૫ અર્થ - જે જીવ શબ્દના અર્થને જાણે છે, પરંતુ જીવના વિષયમાં કોઈ કોળે ઉપયોગથી શૂન્ય છે, તે પુરૂષ તે કાળમાં દ્રવ્ય જીવ છે, એમ પણ કેટલાક લોકો કહે છે. કહેવાનો સાર એ છે કે, જે લોકો નિક્ષેપાઓની વ્યાપકતાને સિદ્ધ કરવા માંગે છે, એમાંથી અમુક લોકો શાસ્ત્રની પરિભાષાનો આશ્રય લઈને જીવના વિષયમાં દ્રવ્ય નિક્ષેપનું નિરૂપણ કરે છે. “અનુપયોગો દ્રવ્યમ'' આ પ્રાચીન પરિભાષા મુજબ ઉપયોગના અભાવને દ્રવ્ય કહે છે. તેથી જીવ શબ્દના અર્થનું જ્ઞાન થવા છતાં પણ જ્યારે જીવના વિષયમાં ઉપયોગ નથી, ત્યારે પુરૂષ દ્રવ્યજીવ કહી શકાય છે. આ વિષયમાં શ્રી મહોપાધ્યાયજી આ ઉત્તરને વધારે યુક્ત નથી સમજતા. નિક્ષેપના પ્રકરણમાં મુખ્ય રૂપે દ્રવ્ય તે થાય છે, જે ભાવનું કારણ થાય. પણ સ્વયં ભાવરૂપ ન હોય. દ્રવ્યનું આ મુખ્ય સ્વરૂપ જીવમાં નથી થઈ શકતું. અન્યમતઃ अपरे तु वदन्ति - अहमेव मनुष्यजीवो (द्रव्यजीवो)ऽभिधातव्य: उत्तरं देवजीवमप्रादुर्भूतमाश्रित्य अहं हि तस्योत्पित्सोर्देवजीवस्य कारणं भवामि यतचाहमेव तेन देवजीवभावेन भविष्यामि, अतोहमधुना द्रव्यजीव इति। एतत्कथितं तैर्भवतिपूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सो: कारणमिति। अस्मिंश्च पक्षे सिद्ध एव भावजीवो भवति नान्य इति एतदपि नानवद्यमिति तत्त्वार्थटीकाकृतः। અર્થ - અન્ય લોકો કહે છે કે – જે હજી ઉત્પન્ન નથી થયો, એ પ્રકારનો ઉત્તરકાળમાં થવાવાળા દેવ જીવની અપેક્ષાએ, “હું મનુષ્ય જીવ જ દ્રવ્ય જીવ છું.” આ રીતે કહેવું જોઈએ. કારણ કે, તે ઉત્પન્ન થવાવાળા દેવ જીવનું શું કારણ છું. હું જ તે દેવ જીવના સ્વરૂપમાં હોઈશ, તેથી હું અત્યારે દ્રવ્ય જીવ છું. તેમના કહેવાનો અભિપ્રાય આ રીતનો છે. પૂર્વ

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346