Book Title: Jain Darshanna mahattvana siddhanto
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 341
________________ ૩ ૨૪ - જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો (ન્યાસ પ્રતિપાદક) ભાષ્યની જે પ્રકારની વ્યાખ્યા કરી છે, તેની સાથે પૂર્ણ સંમતિ થઈ જાય છે. - “જીવના વિષયમાં દ્રવ્યજીવને અસ્વીકૃત કરવામાં નામાદિ ચાર નિક્ષેપાઓની વ્યાપકતાનો ભંગ થઈ જશે” આવી શંકાનું સમાધાન આપતાં હવે કહે છે કે – न चैवं नामादिचतुष्टयस्य व्यापिता भङ्गः यतः प्रायः सर्वपदार्थेष्वन्येषु तत् सम्भवति। यद्यत्रैकस्मिन्न सम्भवति नैतावता भवत्यव्यापितेति वृद्धाः। અર્થ - આ પ્રકારે થવાથી નામ આદિ ચાર નિક્ષેપોની વ્યાપકતાનો ભંગ થઈ જાય છે, એવું ન માની લેવું જોઈએ. કારણ કે, પ્રાયઃ અન્ય સમસ્ત પદાર્થોમાં તે હોઈ શકે છે. જો અહીંયાં એકમાં નથી હોતા તો એટલાથી એમની વ્યાપકતા દૂર નથી થતી, એમ વૃદ્ધ લોકોનું કહેવું છે. ' વિશેષાર્થ - અનુયોગ દ્વારા સૂત્રમાં કહ્યું છે કે, જે પણ અર્થ હોય તેમાં ચારેય નિક્ષેપાઓનો સંબંધ કરવો જોઈએ. “વાસ્થય ગં ગાણિજ્ઞા निक्खेवे णिरवसेसं। जत्थ वि य न जाणिज्जा चउक्कयं णिक्खिवं તસ્થા” (અનુયોગ દ્વાર સૂત્ર.૧) આ વચનથી નિક્ષેપ વસ્તુ માત્ર વ્યાપક પ્રતીત થાય છે. જો જીવમાં દ્રવ્યનો નિક્ષેપ ન થઈ શકે, તો વ્યાપકતાનો ભંગ થઈ જાય છે, તેના ઉત્તરમાં કહે છે કે, અધિક પદાર્થોની સાથે સંબંધ થવાથી અહીંયાં વ્યાપકતા કહેવામાં આવી છે. કેટલાક અર્થોમાં જો કોઈ નિક્ષેપનો સંબંધ ન હોય તો એટલાથી વ્યાપકતાનો ભંગ નથી, થઈ જતો. તત્ત્વાર્થ સૂત્રના ભાષ્યની ટીકામાં આ વસ્તુનું પ્રતિપાદન છે. (તત્ત્વાર્થાધિગમ સૂત્ર, સ્વોપલ્લભાષ્યટીકાલંકૃત, પ્રથમ અધ્યાય, સૂત્ર-૨) હવે જીવના દ્રવ્યનિક્ષેપની માન્યતાનો અન્ય મત પ્રસ્તુત કરે છે. जीवशब्दार्थज्ञस्तत्रानुपयुक्तो द्रव्यजीव इत्यप्याहुः।

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346