________________
૩૨૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પૂર્વ કાળનો જીવ ઉત્પન્ન થવાવાળા પર પર કાળના જીવનો કારણ છે. આ પક્ષમાં સિદ્ધ જ ભાવ જીવ થઈ શકે છે. અન્ય નહીં, આ કારણે આ મત પણ દોષ રહિત નથી એમ તત્ત્વાર્થની ટીકાના કર્તા કહે છે.
કહેવાનો આશય એ છે કે, જે લોકો કારણને દ્રવ્ય માનીને જીવના વિષયમાં દ્રવ્યનિક્ષેપનું પ્રતિપાદન કરે છે, તેના મતનું નિરૂપણ અને તેમાં દોષનું પ્રતિપાદન શ્રી મહોપાધ્યાયજીએ તત્ત્વાર્થના ટીકાકાર અનુસારે કર્યું છે.
જે અત્યારે મનુષ્ય છે. પરંતુ કાલાંતરે દેવ રૂપે સ્વર્ગમાં ઉત્પન્ન થશે, તે દેવ જીવનું કારણ છે. મૃતિંડ જે રીતે ઘટ રૂપમાં પરિણત થાય છે, તે રીતે મનુષ્યનો જીવ હવે દેવ જીવનું કારણ છે. આ રીતિથી કેટલાક લોકો ઉત્પત્તિ અને વિનાશથી રહિત જીવના પણ ઉત્પાદક જીવનું પ્રતિપાદન કરે છે. કાર્યની અપેક્ષા કારણ પૂર્વ કાળમાં હોય છે. દેવ જીવ ઉત્તરકાળનો છે, મનુષ્ય જીવ પૂર્વકાળનો છે, તેથી તે બંને જીવોમાં કાર્ય-કારણ ભાવ થઈ શકે છે, આ કેટલાક લોકોનો દ્રવ્ય જીવના વિષયમાં મત છે. તત્ત્વાર્થના ટીકાકાર કહે છે કે, જો આ મતને માનીને દ્રવ્ય જીવનું ઉપપાદન કરવામાં આવે તો મનુષ્ય વગેરે બધા જ જીવ દ્રવ્યજીવ થઈ જશે. કોઈ ભાવજીવ નહીં રહે. કાર્ય દશામાં અર્થ ભાવ છે અને કારણ દશામાં દ્રવ્ય છે. એક જ કાળમાં એક જ અર્થ કારણરૂપ અને કાર્યરૂપ નથી થઈ શકતો. આ મતને માની લેવાથી એક સિદ્ધ જ ભાવજીવ થઈ શકશે. સિદ્ધ થઈ જવાથી જીવ અન્ય ભવમાં ઉત્પન્ન નથી થતો, તેથી તે ભાવરૂપમાં જ રહેશે. જેટલા પણ સંસારી જીવ છે, તે બધાં આ મત પ્રમાણે દ્રવ્ય થઈ જશે. કોઈપણ ભાવ જીવ નહીં થઈ શકે. વાસ્તવમાં સંસારના બધાં જ જીવ ભાવજીવ છે તેથી આ રીતિથી દ્રવ્ય જીવનું સ્વરૂપ ઉચિત નથી.