________________
જૈનદર્શનમાં નિક્ષેપયોજન”
૩ ૨ ૩
સંબંધ છે, તે કોઈ કાળે દૂર નથી થતો, પરંતુ તેની કલ્પના કરી શકાય છે. વસ્તુનું જ સ્વરૂપ છે, તેની વિરુદ્ધ અર્થ સત્ય રૂપમાં થઈ શકતો નથી. પરંતુ કલ્પના દ્વારા ન્યૂન અને અધિક પરિણામમાં તે વિરુદ્ધ કરી શકાય છે. એક મનુષ્ય જ્યાં સુધી મનુષ્ય છે, ત્યાં સુધી તેના શરીર પર સિંહનું માથું નથી, પરંતુ સિંહના માથાવાળાં મનુષ્યની કલ્પના થઈ શકે છે. આ જ રીતે મનુષ્યના શરીરમાં પાંખ નથી હોતી પણ કલ્પના દ્વારા તેમાં પાંખ લગાવી શકાય છે. આ જ રીતે દ્રવ્ય યદ્યપિ કોઈ કાળમાં ગુણ અને પર્યાયોથી રહિત નથી હોતું, તો પણ દ્રવ્યના આ રીતના સ્વરૂપની કલ્પના કરી શકાય છે, જેમાં ગુણ અને પર્યાય ન હોય. આ પ્રકારનો ગુણ અને પર્યાયથી રહિત જીવ પાછળના કાળમાં ગુણ અને પર્યાયથી યુક્ત થઈ શકે છે, આ રીતના કલ્પિત જીવને ગુણ અને પર્યાયથી વિશિષ્ટ જીવનું કારણ હોવાથી દ્રવ્ય જીવ કહી શકાય છે. કેટલાક લોકો આ રીતે જીવના વિષયમાં પણ દ્રવ્ય નિક્ષેપનું પ્રતિપાદન કરે છે.
પરંતુ તે યુક્ત નથી. જે વસ્તુ વિદ્યમાન છે, તેની વિરૂદ્ધ કલ્પના જ થઈ શકે છે, પરંતુ કલ્પના પ્રમાણે અર્થનું પરિણામ નથી થતું. મનુષ્યના શરીરમાં કલ્પનાથી સિંહનું માથું લગાવી દેવાથી વાસ્તવમાં માથાનો સંબંધ નથી થતો અને ન તો મનુષ્યના શરીર પર પાંખો થઈ જાય છે. આ જ રીતે અનાદિ પારિણામિક ચેતન્યથી યુક્ત જીવ કોઈપણ સમયે ગુણ અને પર્યાયોથી રહિત થઈ શકતો નથી. તેથી આ પ્રકારનો કલ્પિત જીવ, ભાવ જીવની અપેક્ષાએ દ્રવ્ય જીવ થઈ શકતો નથી. તેથી જીવના વિષયમાં દ્રવ્ય નિક્ષેપ નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, અહીંયાં તર્કભાષાના મુદ્રિત પાઠમાં આટલો (પૂર્વોક્ત) ફેરફાર કરવામાં આવે તો શ્રી મહોપાધ્યાયજીએ તત્ત્વાર્થસૂત્રના