________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૧ ૫
અન્ય મતનું ખંડન :
तन्नानवद्यं यतः संग्रहिकोऽसंग्रहिकोऽनर्पितभेदः परिपूर्णो वा नैगमस्तावत् स्थापनामिच्छतीत्यवश्यमभ्युपेयम्, सङ्ग्रह-व्यवहारयोरन्यत्र द्रव्याथिके स्थापनाभ्युपगमावर्जनात्।
અર્થ :- આ કથન નિર્દોષ નથી, કારણ કે, સંગ્રહિક, અસંગ્રહિક અથવા ભેદની વિવક્ષા ન કરવાવાળો પરિપૂર્ણ નગમ સ્થાપનાને માને છે – આ અવશ્ય માનવું પડશે. સંગ્રહ અને વ્યવહારથી ભિન્ન દ્રવ્યાર્થિકમાં સ્થાપનાનો ત્યાગ નથી. તેનાથી આ તત્ત્વ સિદ્ધ થાય છે.
કહેવાનો આશય એ છે કે, સંગ્રહ અને વ્યવહારમાં સ્થાપનાના ત્યાગનું પ્રતિપાદન કરવાવાળા વાદી જે હેતુઓને કહે છે, તે હેતુ સંગ્રહ અને વ્યવહારનો વિરોધ પ્રગટ નથી કરતા. તે હેતુ નામમાં સ્થાપનાનો સમાવેશ કરે છે અને આ કારણે વાદી સ્થાપનાના ત્યાગનો સ્વીકાર કરે છે. વિચાર કરીને જોવામાં આવે તો અન્તર્ભાવ માનવાથી સ્થાપનાનો સ્વીકાર આવશ્યક થઈ જાય છે. સંગ્રહ અને વ્યવહાર જ્યારે નામનો સ્વીકાર કરે છે, તો નામના અંતર્ગત સ્થાપનાનો સ્વીકાર કરે છે, તે માનવું પડશે. નામથી સ્થાપનાનું સ્વરૂપ ભિન્ન હોય અને તેનો સંગ્રહ અને વ્યવહારની સાથે સંબંધ ન થઈ શકતો હોય, ત્યારે સ્થાપનાનો ત્યાગ કહી શકાય છે.
જે હેતુથી નામમાં સ્થાપનાનો અંતર્ભાવ કહ્યો છે, તે યુક્ત નથી. ઈન્દ્ર પદ કેવળ સંકેતના બળે એશ્વર્યહીન ગોપાલ બાળક રૂપ નામ ઈન્દ્રનો વાચક છે પરંતુ ઈન્દ્રની પ્રતિમામાં આ પદનો પ્રયોગ સંકેતને કારણે નથી થતો. ઈન્દ્ર પદનો પ્રયોગ ગોપાલ બાળકને માટે જે રીતે થાય છે, તે રીતે આ પ્રતિમાને માટે પણ થાય છે, એટલાથી જો નામ અને સ્થાપનાનો અભેદ માનવામાં આવે તો નામ દ્વારા