________________
૩૧૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
માનવાવાળા નામનિક્ષેપ દ્વારા સ્થાપનાનો સંગ્રહ કરી લે છે. તેમનો અભિપ્રાય આ રીતનો છે - ભિન્ન અર્થોને સાધારણ ધર્મ દ્વારા સંગ્રહ એક કરી દે છે. નામ નિક્ષેપનું સ્વરૂપ એ રીતનું છે કે જેના દ્વારા સ્થાપના પણ નામનિક્ષેપની અંદર ચાલી જાય છે. એક નામ વર્ણરૂપ છે અને બીજું નામ ઈન્દ્ર પદના સંકેતના વિષયરૂપ છે. જે રીતે સ્વર્ગના અધિપતિ ભાવઈન્દ્રથી ભિન્ન હોવાં છતાં પણ સંકેતના કારણે ઈન્દ્રપદ ગોપાલના બાળકનું પણ બોધક થઈ જાય છે, આ રીતે સંકેતના કારણે સ્થાપના ઈન્દ્રનું પણ બોધક થઈ જાય છે. ઈન્દ્ર નામથી પ્રતીત હોવાના કારણે સ્થાપના પણ નામમાં સમાવિષ્ટ છે. યદ્યપિ ઈન્દ્ર દ્વારા ભાવઈન્દ્રનું પણ જ્ઞાન થાય છે. પરંતુ આ કારણે ભાવ અને નામનું ઐક્ય નથી થઈ શકતું. ભાવઈન્દ્રનો બોધ ઈન્દ્ર પદ મુખ્ય વૃત્તિથી કરાવે છે. સ્વર્ગનો અધિપતિ એશ્વર્યથી યુક્ત છે, તેથી તેમાં ઈન્દ્રપદનો સંકેત અર્થ પ્રમાણે છે, પરંતુ ગોપાલના બાળકમાં ઈન્દ્ર પદનો સંકેત અર્થ પ્રમાણે નથી. ગોપાલનો બાળક સ્વર્ગ પર શાસન નથી કરતો, તેથી તે વસ્તુતઃ ઈન્દ્ર નથી. માતા-પિતા દ્વારા સંકેત કરી દેવાના કારણે તે ઈન્દ્ર કહેવાય છે, તેથી નામ દ્વારા ભાવનો સંગ્રહ થઈ શકતો નથી. અર્થ વગર કેવળ સંકેતથી ઈન્દ્ર પદ જે રીતે ગોપાલના બાળકનો બોધ કરાવે છે, તે રીતે સ્વર્ગ પર શાસનરૂપ અર્થ વગર ઈન્દ્ર પ્રતિમાનો બોધ પણ ઈન્દ્ર પદ કરાવે છે. તેથી નામમાં સ્થાપનાનો સમાવેશ થઈ શકે છે.
વ્યવહાર નયના મતે સ્થાપના નિક્ષેપ નથી, આ મતને માનવાવાળા પણ લોકમાં પ્રચલિત વ્યવહારનો આશ્રય પ્રધાનરૂપે લે છે. લોકો મુખ્યરૂપે સંકેત દ્વારા ગોપાલના બાળક આદિને, વર્ગના અધિપતિ ભાવ ઈન્દ્રને અને જે જીવ અન્ય ભવમાં ઈન્દ્ર પદને પ્રાપ્ત કરશે તેને ઈન્દ્ર કહે છે, તેથી વ્યવહાર નય પ્રમાણે, નામ, દ્રવ્ય અને ભાવ આ ત્રણ નિક્ષેપ છે, સ્થાપના નથી.