________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૧૧
સૂત્રમાં ઋજુસૂત્ર અનુસાર આવશ્યકના વિષયમાં ઉપયોગ રહિત પુરૂષને દ્રવ્ય આવશ્યક કહે છે. અનુયોગદ્વાર સૂત્ર પ્રમાણે જુસૂત્ર નયના મતે દ્રવ્ય આવશ્યક એક છે, તે અનેક દ્રવ્ય આવશ્યકોને નથી માનતો. જે લોકો ઋજુસૂત્ર પ્રમાણે દ્રવ્ય નિક્ષેપનો સ્વીકાર નથી કરતા, તેમનો અનુયોગ દ્વારના આ સૂત્રની સાથે વિરોધ છે.
કાર્યરૂપ ભાવને જુસૂત્ર સ્વીકાર કરે છે, આ વિષયમાં બધાનો મત એક છે. કાર્ય ઘટમાં પણ જે વર્તમાન પર્યાય છે, તે ઉત્તર ક્ષણના પર્યાયોને ઉત્પન્ન કરવામાં કારણ છે, કારણ હોવાથી ભાવ ઘટ પણ દ્રવ્ય ઘટ છે. જુસૂત્ર વર્તમાનકાળ સાથે સંબધ્ધભાવનું પ્રતિપાદન મુખ્યરૂપે કરે છે. જે ભાવ ઘટ વર્તમાન છે, તેમાં ઉત્તર ક્ષણના ઘટને ઉત્પન્ન કરવાની યોગ્યતા છે. આ યોગ્યતા કારણતા રૂપ છે અને તેથી દ્રવ્યરૂપ છે. ભાવનું કાર્ય સ્વરૂપ જ વર્તમાનકાળમાં નથી, પરંતુ યોગ્યતા રૂપ કારણતા પણ વર્તમાનકાળમાં છે. તેથી ઋજુસૂત્રનય મુજબ દ્રવ્યનો નિક્ષેપ ઉચિત છે. ઋજુસૂત્ર અને દ્રવ્યનિક્ષેપના પરસ્પર સંબંધનું પ્રતિપાદન કરવાવાળાઓનો આ અભિપ્રાય છે. હવે ઋજુસૂત્ર નયને સ્થાપના નિક્ષેપ પણ માન્ય છે, આ વાતને યુક્તિપૂર્વક જણાવે છે -
कथं चायं पिण्डावस्थायां सुवर्णादिद्रव्यमनाकारं भविष्यत्कुण्डलादि - पर्यायलक्षणभावहेतुत्वेनाभ्युपगच्छन् विशिष्टेन्द्राधभिलापहेतुभूतां साकारामिन्द्रादिस्थापनां नेच्छेत् ?, न हि दृष्टेऽनुपपन्नं नामेति।
અર્થ :- આ ઋજુસૂત્રનય પિંડઅવસ્થામાં આકારથી રહિત સુવર્ણ આદિ દ્રવ્યને ભાવી કુંડળ આદિ પર્યાયરૂપ ભાવનું કારણ હોવાથી સ્વીકાર કરે છે. તો ઈન્દ્ર પદના ઉચ્ચારણમાં કારણ અને આકારથી યુક્ત ઈન્દ્ર આદિની સ્થાપના કેમ નહીં માને? જે અનુભવથી યુક્ત છે, તે અયુક્ત નથી થતું.