________________
૩૦૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
इत्याचार्यसिद्धसेनमतानुसारेणाभिहितं। जिनभद्रगणिक्षमाश्रमण पूज्यपादैः'नामाइतियं दव्वट्ठियस्य भावो अ पज्जवणयस्स। संगहववहारा पढमगस्स सेसो उ इयरस्स ।।७५।।' इत्यादिना विशेषावश्यके
અર્થ :- હવે નામ આદિ નિક્ષેપાઓની નયોની સાથે યોજના કરવામાં આવે છે. દ્રવ્યાસ્તિક નય, ચાર નિક્ષેપાઓમાંથી નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ આ ત્રણેયનો સ્વીકાર કરે છે. પર્યાયાસ્તિક નય કેવળ ભાવનો સ્વીકાર કરે છે. પ્રથમ દ્રવ્યાસ્તિકના બે ભેદ છે. સંગ્રહ અને વ્યવહાર, સામાન્યગ્રાહી મૈગમનો ક્રમથી સંગ્રહનયમાં અને વિશેષ ગ્રાહી નેગમનો વ્યવહારનયમાં સમાવેશ થાય છે. ઋજુસૂત્ર આદિ ચાર દ્વિતીય પર્યાયાસ્તિકના ભેદ છે, આ વસ્તુ પૂ. આચાર્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીના મત પ્રમાણે છે. પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકમાં કહી છે, તે વિશેષાવશ્યકની ગાથા આ પ્રકારે છે – “દ્રવ્યાર્થિક નયને નામ આદિ ત્રણ અભિમત છે અને પર્યાયાર્થિકને કેવળ ભાવ અભિમત છે. સંગ્રહ અને વ્યવહાર દ્રવ્યાર્થિકના ભેદ છે અને શેષ પર્યાયાર્થિકના ભેદ છે.”
કહેવાનો આશય એ છે કે, સ્વયં સ્થિર રહીને અતીત, અનાગત અને વર્તમાન પર્યાયોમાં જે જાય છે – તે દ્રવ્ય છે. દ્રવતિ તિ દ્રવ્યમ્ આ વ્યુત્પત્તિમુજબ પર્યાયોમાં અનુગત અને સ્થિર દ્રવ્યની પ્રતીતિ થાય છે, તે દ્રવ્યને જે પ્રધાનરૂપે સ્વીકારે છે, તે નય દ્રવ્યાસ્તિકનય. સંગ્રહ અને વ્યવહાર નય દ્રવ્યાસ્તિકના મતનો આશ્રય કરે છે. સંગ્રહ સામાન્ય ઘર્મ દ્વારા બધાંનો સંગ્રહ કરે છે. સંગ્રહ નય મુજબ બધાં જ પદાર્થ સત્ સ્વરૂપ છે. સત્ રૂપે સમસ્ત ચેતન અને અચેતન અર્થોની પ્રતીતિ થાય છે. આ પદાર્થોમાં પરસ્પર જે ભેદ છે, તે અન્યની અપેક્ષાએ પ્રતીત થાય છે, તેથી તે મુખ્ય નથી. સત્ સ્વરૂપની પ્રતીતિમાં