________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૦૩
તેની પર્યાયોને ઉત્પન્ન કરવાની શક્તિ પ્રત્યક્ષ નથી, તેનું પર્યાયોથી અનુમાન થાય છે. જ્યારે પર્યાય સમાન આકારના હોય છે, ત્યારે તેનું અનેક દશાઓમાં પ્રત્યક્ષ કઠિન થઈ જાય છે. જ્યારે અર્થ અન્ય અર્થના રૂપમાં પરિણત થતું નથી. પરંતુ પરિણામને પ્રાપ્ત કરાવે છે, ત્યારે પર્યાયોના આધારનો ભેદ કેટલીક દશાઓમાં પ્રત્યક્ષ નથી થતો. આજકાલ યત્રો દ્વારા પૈસા વગેરે જે ઉત્પન્ન થાય છે, તેનો આકાર અત્યંત સમાન હોય છે. જો તેને ભિન્ન સ્થાનમાં રાખેલા ન જોવામાં આવે તો આ પૈસા ભિન્ન છે અને બીજા ભિન્ન છે તે પ્રતીત નહીં થાય. એક જ સ્થાને એક પૈસાને હટાવીને તેના સ્થાને બીજા પૈસા રાખી દેવામાં આવે તો કેવળ જોવાથી પહેલા અને બીજા પૈસાનો ભેદ સ્પષ્ટ જોવામાં આવતો નથી. જ્યાં સુધી સ્થાન પર એક દ્રવ્યમાં સમાન આકારના પર્યાય નિરંતર ઉત્પન્ન થતા રહે છે, ભિન્ન આકારના અર્થના રૂપમાં પરિણામ થતું નથી ત્યારે ભ્રમ થઈ જાય છે. એક દ્રવ્ય સ્થિર રૂપ પ્રતીત થવા લાગે છે, પર્યાયોના ઉત્પત્તિ અને નાશ દેખાતાં નથી.
જ્યારે દીપ પ્રકાશ કરે છે, ત્યારે તેની વાલા પ્રતિક્ષણ ઉત્પન્ન થતી અને નષ્ટ થતી રહે છે. તે જ અનુગત રૂપમાં સ્થિર રહે છે. જોવાવાળાને “તેજ' દ્રવ્ય કલાકો સુધી એક સ્થિર પ્રતીત થાય છે. પ્રત્યેક ક્ષણમાં ઉત્પન્ન થવાવાળી વાલાઓમાં ભેદ સ્પષ્ટરૂપે દેખાતો નથી. આ જવાલા પહેલી ક્ષણની છે, આ બીજી ક્ષણની છે, આ રૂપે જ્વાલાઓનો ભેદ જોવામાં નથી આવતો. અહીંયાં અનુમાન દ્વારા જ્વાલાઓનો ભેદ પ્રતીત થાય છે. જ્યાં સુધી તેલ રહે છે, ત્યાં સુધી દીપ જલતો રહે છે. નિરંતર તેલના ન્યૂન થતાં રહેવાથી અનુમાન થાય છે. પ્રથમ ક્ષણના તેલથી પ્રથમ વાલા ઉત્પન્ન થઈ હતી, બીજી ક્ષણોના તેલથી અન્ય જ્વાલાઓ ઉત્પન્ન થાય છે.