________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
આકારોમાં એકવાર વિકાર ઉત્પન્ન થઈ જવાથી પછી વિકારથી રહિત દશાનો આકાર સ્પષ્ટ દેખાતો નથી. દહીં બની જવાથી પછી દૂધનો આકાર નથી બનતો.
૩૦૨
બીજ અને અંકુરમાં કારણ અને કાર્યના આકારોમાં જે ભેદ છે, તે દૂધ દહીં આદિની અપેક્ષાએ પણ અત્યંત અધિક છે. વટ વૃક્ષના બીજનો આકાર અત્યંત નાનો છે, તેને એક કીડી પણ ઉઠાવીને અહીંયાંથી ત્યાં દૂર સુધી લઈ જઈ શકે છે, જ્યારે તે વૃક્ષ મોટું થઈને શાખા-પ્રશાખાઓ સાથે ફેલાઈ જાય છે ત્યારે તેને હાથી પણ ઉખેડી શકતો નથી. શાખાઓના લાંબા અને ઉંચા આકારની સાથે બીજના અત્યંત લઘુ આકારનો ભેદ બહુ સ્પષ્ટ છે. આ પ્રકારે સમસ્ત વિકારોમાં આકારનો ભેદ રહે છે. પરંતુ એક અનુગત આકાર હંમેશા રહે છે અને તે અનુગત રૂપ દ્રવ્યનું છે. જ્યારે દ્રવ્ય ક્યારેક વિકારમાં ભિન્ન આકારને ધારણ કરીને ફરીથી મૂળ આકારમાં દેખાય છે, ત્યારે દ્રવ્યનું અનુગત સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. સાપ જ્યારે ફેણ ઉંચી રાખીને ઊભો થાય છે તેનાથી ફેણ રહિત દશાનો આકાર ભિન્ન હોય છે, જ્યારે તે જ સર્પ કુંડળની જેમ ગોળ થઈ જાય છે, ત્યારે જે આકાર છે તે ફેણની નીચે અને ઉપર હોવાની દશાથી ભિન્ન હોય છે. આ સમસ્ત દશાઓમાં સર્પનો અનુગત આકાર સ્પષ્ટ પ્રતીત થાય છે. એક જ સર્પ ક્યારેક ફેણ ઉંચી કરે છે અને ક્યારેક નીચી, તે જ સર્પ ક્યારેય ગોળ થઈ જાય છે, તો ક્યારેક લાંબો, એક જ સર્પના ભિન્ન ભિન્ન આકાર મૂળ રૂપની સાથે વારંવાર દેખાય છે અને તેથી અનુગત અને જે અનુગત નથી, એવી રીતના બંને રૂપ પ્રત્યક્ષ થાય છે. અનુગત રૂપ દ્રવ્ય છે.
અનુગામી અર્થમાં ભિન્ન આકારના પર્યાયોને પ્રગટ કરવાની જે શક્તિ છે, તે પણ દ્રવ્ય કહેવાય છે. કારણભૂત દ્રવ્ય પ્રત્યક્ષ છે અને