________________
૩૦૦
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
વાચક પદોથી થાય છે. તેથી સમસ્ત વસ્તુઓને નામાત્મક સમજવી જોઈએ. ઘટ વસ્તુ છે, તેથી તેનાથી અલગ ન રહેવાવાળો ઘટનામ પણ વસ્તુ છે. જ્યારે નામ-સ્થાપના અને દ્રવ્ય ભિન્ન-ભિન્ન વસ્તુઓમાં હોય છે, ત્યારે તેનું સ્વરૂ૫ ભાવનું સાધન થાય છે, આ અપેક્ષાએ નામ આદિનું વસ્તુરૂપમાં પ્રતિપાદન આ રીતે કર્યું છે. હવે “આકાર' ની વસ્તુરૂપતામાં યુક્તિ જણાવે છે.
साकारं च सर्वं मति-शब्द-घटादीनामाकारवत्त्वात्, नीलाकारसंस्थानविशेषादीनामाकाराणामनुभवसिद्धत्वात्।
અર્થ - સમસ્ત પદાર્થ આકારથી યુક્ત છે. બુદ્ધિ-શબ્દ અને ઘટ આદિ અર્થ આકારવાળા છે. નીલ આદિ અને આકૃતિ વિશેષ આદિ આકાર અનુભવથી સિદ્ધ છે.
કહેવાનો આશય એ છે કે, બુદ્ધિ જ્યારે વિષયને પ્રકાશિત કરે છે, ત્યારે વિષયનો જે આકાર થાય છે, તે આકારમાં સ્વયં પણ થઈ જાય છે. સૂર્ય આદિનો પ્રકાશ જ્યારે વૃક્ષ આદિને પ્રકાશિત કરે છે, ત્યારે વૃક્ષના આકારમાં થઈ જાય છે. બુદ્ધિ પણ સૂર્ય આદિના પ્રકાશની સમાન વૃક્ષ આદિની પ્રકાશક છે. તે પણ વૃક્ષ આદિના આકારને ધારણ કરે છે. જ્ઞાતાને જે રીતે બાહ્ય વૃક્ષ આદિમાં આકાર પ્રતીત થાય છે, તે જ રીતે જ્ઞાનમાં પણ વૃક્ષ આદિનો આકાર પ્રતીત થાય છે. આ જ્ઞાન વૃક્ષનું છે અને મેઘ આદિનું નથી, આ વ્યવસ્થા પણ આકાર વિના થઈ શકતી નથી. જો વૃક્ષના જ્ઞાનમાં વૃક્ષનો આકાર પ્રતીત ન થાય, તો આ જ્ઞાન વૃક્ષનું છે, મેઘ આદિનું નથી, આ પ્રકારની વ્યવસ્થા થઈ શકતી નથી. આકાર વિષયની વ્યવસ્થાનો નિયામક છે. બાહ્ય ઘટ આદિ વસ્તુનો આકાર પ્રત્યક્ષથી સિદ્ધ છે. શબ્દ પુગલનો પરિણામ છે, તેથી તે પણ આકારથી યુક્ત છે. આકારથી યુક્ત વર્ણ ક્રમથી રહે છે, ત્યારે તેનો