________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન'
૨૯૯
ભાવ સ્વરૂપ ઘટ જે રીતે વસ્તુરૂપ છે તે જ રીતે ભાવી ક્ષણોમાં થવાવાળા પર્યાયોની ઉત્પાદ શક્તિ ઘટથી ભિન્ન-અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ છે. આ શક્તિ વર્તમાન ઘટમાં પ્રતીત થઈ રહી છે, તેથી વસ્તુ છે. આકાર પણ ઘટમાં પ્રતીત થઈ રહ્યો છે, તેનો પણ ઘટ સાથે અભેદ છે. આથી તે પણ વસ્તુરૂપ છે. વર્ણાત્મક ઘટ પદ પણ ઘટ અર્થની સાથે પ્રતીત થાય છે, એથી તે પણ વસ્તુ છે. ઘટ અર્થ જે પ્રકારે ઘટ કહેવાય છે, તે રીતે ઘટ પદ પણ ઘટ કહેવાય છે, ઘટ લઈ આવી શકાય છે, લઈ જઈ શકાય છે, ઘટ પદ બોલી શકાય છે, લાવવા અને લઈ જવાની જેમ બોલાવવું પણ વ્યવહાર છે. ભાવ ઘટની જેમ ઘટ પદ પણ વ્યવહારનો વિષય છે. તેથી વસ્તુ છે. હવે “નામ” ની વસ્તુરૂપતાને સ્પષ્ટ કરતાં યુક્તિપૂર્વક જણાવે છે કે,
यदि च घटनाम घटधर्मो न भवेत्तदा ततस्तत्संप्रत्ययो न स्यात् तस्य स्वापृथग्भूतसम्बन्धनिमित्तकत्वादिति सर्वं नामात्मकमेष्टव्यम्। (जैनतर्कभाषा)
અર્થ - જો ઘટનામ ઘટનો ધર્મ ન હોય તો ઘટનામથી ઘટની પ્રતીતિ ન થવી જોઈએ. ઘટ પદથી ઘટરૂપ અર્થના જ્ઞાનનો નિમિત્ત સંબંધ છે અને તે સંબંધ “સ્વ” થી અર્થાત્ “ઘટ'' રૂપ વાચ્ય અર્થ અને ઘટ પદ રૂપ વાચકથી પૃથક નથી. તેથી સમસ્ત વસ્તુ નાનાત્મક માનવી જોઈએ.
કહેવાનો સાર એ છે કે, વસ્તુનું નામ વસ્તુના જ્ઞાનમાં નિમિત્ત કારણ છે. ઘટના રૂપ આદિ ગુણ ઘટના જ્ઞાનમાં કારણ છે. ઘટના રૂપ આદિ પટના ધર્મ નથી, તેથી તેના દ્વારા પટનું જ્ઞાન નથી થતું. ઘટના જ્ઞાનમાં કારણ હોવાથી ઘટનામ પણ રૂ૫ આદિની જેમ ઘટનો ધર્મ છે. ધર્મ અને ધર્મીમાં અભેદ પણ હોય છે. તેથી ઘટ અને ઘટનામનો અભેદ પણ માનવો જોઈએ. સમસ્ત વસ્તુઓનું જ્ઞાન તેના