________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૩૦ ૧
આકાર વિશેષ નામથી કહેવામાં આવે છે. પહેલા શું પાછળ આ પછી
ત્યાર પછી અ નું ઉચ્ચારણ જ્યારે ક્રમ સાથે થાય છે, ત્યારે “ઘટ” પદનો એક આકાર પ્રગટ થાય છે. પટ આદિ શબ્દોનો આકાર ઘટ પદના આકારથી ભિન્ન છે. વાચ્ય અર્થોની જેમ વાચક શબ્દોનો પણ આકાર છે. અર્થોનો આકાર બાહ્ય ચક્ષુ આદિ ઈન્દ્રિયોનો વિષય છે અને પદોનો આકાર શ્રોત્રનો વિષય છે, એટલો ભેદ છે. વસ્તુ અને આકારમાં અત્યંત ભેદ નથી. તેથી વૃક્ષ આદિની જેમ આકાર પણ વસ્તુરૂપ છે.
હવે સર્વ પદાર્થ દ્રવ્યાત્મક છે, આ વાતને સ્પષ્ટ કરે છે
द्रव्यात्मकं च सर्वं उत्फणविफणकुंडलिताकारसमन्वितसर्पवत् विकाररहितस्याविर्भावतिरोभावमात्रपरिणामस्य द्रव्यस्यैव सर्वत्र सर्वदानुभवात्।
અર્થ :- બધા પદાર્થ દ્રવ્યાત્મક છે. ઉંચી ફણાવાળા અને ફણાથી રહિત અને કુંડલી આકારથી યુક્ત સર્ષની જેમ વિકારથી રહિત આવિર્ભાવ અને તિરોભાવરૂપ કેવળ પરિણામથી યુક્ત દ્રવ્યનો જ સમસ્ત દેશ અને કાળમાં અનુભવ થાય છે.
કહેવાનો આશય એ છે કે, અર્થોમાં વિકાર પ્રતિક્ષણ ઉત્પન્ન થતા રહે છે. કેટલાક વિકારોનો આકાર ખૂબ ભિન્ન હોય છે. જ્યાં આકાર ખૂબ વધારે ભિન્ન હોય છે, ત્યાં વિકાર સ્પષ્ટ રૂપે પ્રતીત થાય છે. માટીનો પિંડ જ્યારે ઘટ બની જાય છે, ત્યારે પિંડનો જે આકાર છે, તેનાથી ઘટના આકારનો ભેદ જોતાં જ પ્રતીત થઈ જાય છે. દૂધ જ્યારે દહીંના રૂપમાં પરિણત થાય છે, ત્યારે દૂધ અને દહીંના આકારમાં કંઈક ભેદ થાય છે, પણ એટલો નહીં, જેટલો માટીના પિંડ અને ઘટનો થાય છે. દૂધની ગોળાઈ જેટલી હોય છે, તેટલી દહીંની પણ થાય છે. દૂધની જેમ દહીં પણ વર્ણમાં શ્વેત હોય છે. પરંતુ દૂધ દ્રવ રહે છે અને દહીં જામીને ઘન થઈ જાય છે, એટલો ભેદ પ્રગટ થાય છે. આ પ્રકારના