________________
૨૯૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
આદિ દ્વારા વિશેષનું જ્ઞાન અંતે થઈ જાય છે. કહેવાનો સારાંશ એ છે કે, કેવળ પર્યાય જ કાર્યને સિદ્ધ નથી કરતો. નામ આદિથી પણ કાર્ય સિદ્ધ થાય છે. ઘટ પર્યાય પાણી લાવવાનું સાધન છે અને ઘટનું નામ અન્યને ઘટના વિષયમાં જ્ઞાન કરાવવાનું સાધન છે. નામ વગર ઘટના વિષયમાં લાવવાનો, લઈ જવાનો કે રાખવા આદિનો વ્યવહાર થઈ શકતો નથી. વ્યવહાર શબ્દને આધીન છે, શબ્દરૂપ ન હોવાને કારણે ભાવ ઘટ વાક્ય દ્વારા વ્યવહારનું સાધન નથી થઈ શકતો. સ્થાપના પણ આકારનો અનુભવ કરાવે છે. આકારનો અનુભવ કરાવવો પણ એક કાર્ય છે. આ કારણે સ્થાપના પણ ભાવ છે. કારણ દ્રવ્યને જોઈને તેનાથી ઉત્પન્ન થવાવાળાં કાર્યોનું જ્ઞાન થાય છે. ભાવી કાર્યના વિષયમાં જ્ઞાન ઉત્પન્ન કરવું એ પણ એક કાર્ય છે. બધા જ ભાવ એક પ્રકારના કાર્યને ઉત્પન્ન કરતાં નથી. ભાવ ઘટની જેમ નામ ઘટ આદિ પણ પોતપોતાનાં કાર્યોને ઉત્પન્ન કરવાવાળા છે તેથી તે પણ વસ્તુરૂપ છે. સામાન્ય રૂપે કોઈપણ શબ્દને સાંભળીને નામ આદિ ચારેયનું જ્ઞાન થાય છે.
ક્યા અવસરે કોને લેવાના છે, તે નિર્ણય પ્રકરણ આદિ દ્વારા થાય છે. ભાવ જે રીતે વસ્તુનો પર્યાય છે, નામ આદિ પણ એ રીતે વસ્તુના પર્યાય છે.
હવે નામાદિ ત્રણની ઉપયોગિતા જણાવતાં કહે છે કે –
भावाङ्गत्वेनैव वा नामादीनामुपयोगः, जिननामजिनस्थापनापरिनिर्वतमुनिदेहदर्शनाद्भावोल्लासानुभवात्। केवलं नामादित्रयं भावोल्लासेऽनैकान्तिकमनात्यन्तिकं च कारणमिति एकान्तिकात्यन्तिकस्य भावस्याभ्यर्हितत्वमनुमन्यन्ते प्रवचनवृद्धाः। एतच्च भिन्नवस्तुगतनामाद्यपेक्षयोक्तम्। (નૈનતમ)