________________
૨૯૨
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
સ્થાપના અને દ્રવ્યની સાથે સંબંધ હોય છે. પરંતુ આ સંબંધના કારણે નામ આદિ એક નથી થઈ જતા. તેના સ્વરૂપ અને તેના કાર્ય ભિન્ન છે. જ્યાં ઈન્દ્રની સ્થાપના થાય છે, તે કાષ્ઠમાં કે પથ્થરમાં સહાસ નેત્ર અને હાથ અદિનો આકાર જોવા મળે છે. જે સ્થાપના કરે છે, તેનો અભિપ્રાય સત્ય ઈન્દ્રમાં હોય છે. સ્થાપનાને જોઈને ઈન્દ્રનું જ્ઞાન થાય છે. ઈન્દ્ર સમજીને લોકો પ્રતિમાને પ્રણામ કરે છે. ભક્તિ કરવાવાળાઓને તેના દ્વારા ધન, પુત્ર આદિનો લાભ પણ થાય છે, આ બધું જે કેવળ નામથી ઈન્દ્ર છે, તેના દ્વારા નથી થતું. તે જ રીતે જે ક્યારેક ઈન્દ્ર રહી ચૂક્યો છે અથવા કોઈ આગામી કાળમાં ઈન્દ્ર બનશે, તેના દ્વારા પણ આ ફળ નથી પ્રાપ્ત થતા. ઈન્દ્રનો આકાર પણ દ્રવ્ય ઈન્દ્રમાં નથી હોતો, તેથી તેને જોઈને ઈન્દ્રની બુદ્ધિ ઉત્પન્ન નથી થતી. તેથી નામ અને દ્રવ્યથી સ્થાપનાનો ભેદ છે.
કેવળ સંબંધના કારણે અથવા સમાન કાર્યના કારણે વિલક્ષણ અર્થ ભેદથી રહિત થઈ શકતા નથી. જ્યારે અશ્વ પર પુરૂષ બેઠો હોય છે, ત્યારે બંનેનો સંયોગ થાય છે. પરંતુ એટલાથી બંનેનો ભેદ દૂર નથી થઈ જતો. રથમાં ઘોડા જોડાઈને મનુષ્યને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે. ક્યારેક ક્યારેક મનુષ્ય પણ રથમાં જોડાઈને કોઈ કોઈ મનુષ્યને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે. પરંતુ આના લીધે ઘોડા અને મનુષ્યનો ભેદ દૂર નથી થઈ જતો. નામ-સ્થાપના અને દ્રવ્યની જાતિઓ ભિન્ન છે. તેનો ભેદ કેવળ સંબંધ થવાથી દૂર નથી થઈ શકતો. જે નામથી ઈન્દ્ર છે અને જે દ્રવ્ય ઈન્દ્ર છે, તે બંને ઈન્દ્રના વિષયમાં જ્ઞાન ઉત્પન્ન કરે છે. પણ આ સમાનતામાં પણ ભેદ છે. દ્રવ્ય ઈન્દ્રને જોઈને બુદ્ધિ થાય છે કે આ ક્યારેક ઈન્દ્ર બનશે. પરંતુ નામ ઈન્દ્રને જોઈને આ પ્રકારની બુદ્ધિ થતી નથી. આ વાતને અધિક સ્પષ્ટ કરતાં કહ્યું છે કે –