________________
જૈનદર્શનમાં નિપયોજન"
૨૯૩
द्रव्यमपि भावपरिणामिकारणत्वान्नामस्थापनाभ्यां भिद्यते, यथा ह्यनुपयुक्तो वक्ता द्रव्यम्, उपयुक्तत्वकाले उपयोगलक्षणस्य भावस्य कारणं भवति, यथा वा साधुजीवो द्रव्येन्द्रः सद्भावेन्द्ररूपायाः परिणतेः, न तथा नामस्थापनेन्द्राविति। नामापि स्थापनाद्रव्याभ्यामुक्तवैधादेव भिद्यते इति। (जैनतर्कभाषा)
અર્થ - ભાવનું પરિણામી કારણ હોવાથી દ્રવ્ય, નામ અને સ્થાપનાથી ભિન્ન છે. જેમ ઉપયોગ રહિત વક્તા દ્રવ્ય છે, જ્યારે તે ઉપયોગવાળો થાય છે, ત્યારે ઉપયોગ સ્વરૂપ ભાવનું કારણ થાય છે, અથવા જે રીતે ભાવેન્દ્ર રૂપ પરિણામનું કારણ હોવાથી સાધુનો જીવ દ્રવ્યેન્દ્ર થાય છે. નામ-ઈન્દ્ર અને સ્થાપના ઈન્દ્ર, આ રીતે ભાવ-ઈન્દ્રના પરિણામી કારણ નથી બનતા. જે વિલક્ષણ ધર્મ પહેલાં કહ્યો છે, તેના કારણે જ સ્થાપના અને દ્રવ્યથી નામ પણ ભિન્ન છે.
કહેવાનો આશય એ છે કે, વર્તમાન કાળમાં જે પર્યાય છે, તેની સાથે સંબધ્ધ પરિણામી કારણ “ભાવ” કહેવાય છે. ભાવ રૂપમાં પરિણત થવાથી પરિણામી કારણને કાર્યભાવનું દ્રવ્ય કહેવાય છે. માટીનો પિંડ ભાવ ઘટના રૂપમાં પરિણત થાય છે, તેથી તેને દ્રવ્ય ઘટ કહે છે. નામ ઘટ અથવા સ્થાપના ઘટના પરિણામ ભાવ ઘટના રૂપમાં નથી થઈ શકતો. આ કારણે દ્રવ્ય, નામ અને સ્થાપનાથી ભિન્ન છે. આ જ રીતે સાધુજીવનું કોઈ કાળે અર્થાત આગામી ભવમાં ભાવેન્દ્રના રૂપમાં પરિણામ હોઈ શકે છે, પરંતુ નામ-ઈન્દ્ર અને સ્થાપના ઈન્દ્રનું ભાવઈન્દ્રના રૂપમાં પરિણામ થતું નથી. આ જ અભિપ્રાય મુજબ વક્તા પુરૂષને દ્રવ્ય કહેવાય છે. વક્તાનો ઉપયોગ કોઈ વિષયમાં ક્યારેક હોય છે અને ક્યારેક નથી હોતો. ઉપયોગ આત્માનો ધર્મ છે. જ્યારે કોઈ એક વિષયમાં ઉપયોગ નથી રહેતો, ત્યારે અપેક્ષાએ આત્માને ઉપયોગ રહિત કહેવાય છે. કેટલાક કાળ પછી આત્મા વિશેષ વિષયના ઉપયોગ