________________
૨૯o
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
કહેવાય છે. જે હજુ યુવરાજ છે, કેટલાંક સમય પછી રાજા બનવાવાળો છે, તેને પહેલેથી રાજા કહેવા લાગે છે. જો નામનું સ્વરૂપ, સ્થાપના અને દ્રવ્યનું વિરોધી હોત તો સ્થાપના અને દ્રવ્યની સાથે નામનો સંબંધ ન થાત. ભાવેન્દ્રમાં પણ યદ્યપિ નામનો સંબંધ વિદ્યમાન છે. પરંતુ ભાવેન્દ્રનો જે વર્તમાન પર્યાય છે, તે નામ, સ્થાપના અને દ્રવ્યમાં નથી. સ્વર્ગ પર શાસન ભાવેન્દ્રનું અસાધારણ સ્વરૂપ છે. તે નામ, સ્થાપના અને દ્રવ્ય ઈન્દ્રોમાં જોવા નથી મળતું. તેથી ભાવેન્દ્રનો નામેન્દ્ર આદિથી ભેદ છે. જે પર્યાયના કારણે દ્રવ્ય ભાવ થાય છે, તે પર્યાય નામ, સ્થાપના અને દ્રવ્યમાં નથી, તેથી ભાવ અને નામ આદિમાં ભેદ છે. નામનું સ્વરૂપ જે રીતે નામમાં છે, તે રીતે સ્થાપના અને દ્રવ્યમાં પણ છે. તેથી તેમાં ભેદ નથી થઈ શકતો.
ભાવ સ્વરૂપ અર્થથી રહિત હોવું એ સ્થાપનાનું અસાધારણ સ્વરૂપ છે. એ પણ નામ આદિ ત્રણેયમાં છે. અન્ય કોઈ એ પ્રકારનો ધર્મ નથી કે, જે સ્થાપનામાં હોય, પણ નામ અને દ્રવ્યમાં ન હોય.
દ્રવ્ય પણ જ્યાં નામ, સ્થાપના અને દ્રવ્ય છે, ત્યાં વિદ્યમાન રહે છે. દ્રવ્ય હોય તો તેનું નામ ધરી શકાય છે. સ્થાપના પણ દ્રવ્યની થાય છે. જે દ્રવ્ય છે તે દ્રવ્ય છે જ, ત્યાં દ્રવ્ય હોવામાં કોઈ સંદેહ નથી થઈ શકતો. મૃત્ પિંડને ઘટ દ્રવ્ય કહેવાય છે તે દ્રવ્ય રૂપે વિદ્યમાન છે. જે દ્રવ્ય છે તેમાં દ્રવ્યને અવિદ્યમાન કહી શકાતું નથી. આ પ્રકારનું કોઈ સ્વરૂપ આ ત્રણેયમાં નથી, જે આમાંથી એકમાં હોય અને અન્યમાં ન હોય. હવે પૂર્વોક્ત શંકાનું સમાધાન કરે છે. સમાધાન - .न, अनेन रूपेण विरुद्धधर्माध्यासाभावेऽपि रूपान्तरेण विरुद्धधर्माध्यासात्तद्भेदोपपत्तेः। तथाहि - नामद्रव्याभ्यां स्थापना तावदाकाराभिप्रायबुद्धिक्रिया,