________________
૨૮૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અસમર્થ થઈ જાય છે. આચાર્યો-ભગવંતોના આ અભિપ્રાય અનુસાર વિધિ રહિત અને ભક્તિ સહિત પૂજા પણ દ્રવ્ય પૂજા છે. ભાવનિક્ષેપનું સ્વરૂપ :
विवक्षितक्रियानुभूतिविशिष्टं स्वतत्त्वं यन्निक्षिप्यते स भावनिःक्षेपः, यथा इन्दनक्रियापरिणतो भावेन्द्र इति। (जैनतर्कभाषा)
અર્થ - વક્તા જે ક્રિયાની વિવક્ષા કરે છે, તેની અનુભૂતિથી યુક્ત જે સ્વતત્ત્વ નિક્ષિપ્ત કરવામાં આવે છે, એ ભાવ નિક્ષેપ છે. જેમ ઈન્દના આદિ ક્રિયામાં પરિણત થવાવાળો ભાવેન્દ્ર છે.
જે ભવનને પ્રાપ્ત થાય છે તે “ભાવ” છે. કોઈ પર્યાયના રૂપમાં પરિણત થવું “ભવન” છે. જે પર્યાય અનુભવમાં આવી રહ્યા છે, તેનાથી યુક્ત વસ્તુનું સ્વરૂપ જ્યારે પ્રતિપાદિત કરવામાં આવે છે, ત્યારે “ભાવનિક્ષેપ” થાય છે. જે ઈન્દન કરે છે, તે ઈન્દ્ર છે. આ વ્યુત્પત્તિ મુજબ જે જીવ સ્વર્ગ લોકમાં શાસન કરે છે, તે ભાવેન્દ્ર છે. વસ્તુનું જે અસાધારણ વરૂપ છે, તે તેનું “સ્વતત્ત્વ છે. અસાધારણ સ્વરૂપથી પરિણામ પ્રાપ્ત અર્થ “ભાવ” છે. મૃત્ પિંડ ઘટના આકારમાં પરિણામ પામે તો તેને ઘટ કહેવામાં આવે છે. મધ્યમાં ગોળ હોય, ગ્રીવાનો ભાગ સંકુચિત અને ગોળ હોય અને ઉપરની તરફ હોય તો ઘટના રૂપમાં પરિણામ હોવાના કારણે ઘટ વ્યવહાર થાય છે. આ પ્રકારના આકારમાં પરિણત મૃત્ પિંડરૂપ અર્થ ભાવઘટ છે. અર્થનો વર્તમાનકાળમાં જે પર્યાય છે તે ભાવ છે. તે આ પ્રકારે ફલિત થાય છે. નામાદિ નિક્ષેપાઓનો પરસ્પર ભેદ :
शंका : ननु भाववर्जितानां नामादीनां कः प्रतिविशेषस्त्रिष्वपि वृत्त्यविशेषात् १, तथाहि-नाम तावन्नामवति पदार्थे स्थापनायां द्रव्ये चाविशेषेण वर्तते