________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૮૫
કારણ નથી. ભક્તિ સાથે વિધિથી વિરુદ્ધ કરવામાં આવતી તે જિનપૂજા આદિ ક્રિયા પરંપરાએ મોક્ષનું સાધન હોવાના કારણે દ્રવ્ય થઈ જાય છે. આચાર્ય કહે છે કે, ભક્તિરૂપ ગુણ વિરુદ્ધ વિધિના દોષને અનુબંધથી રહિત કરી દે છે.
કહેવાનો આશય એ છે કે, કર્મથી ક્રિયાથી ફળને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવાની વિધિનું જ્ઞાન અને એકાગ્ર ચિત્ત આવશ્યક કારણ છે. જે વિધિને નથી જાણતો તે પ્રતિકૂળ રીતિથી પણ કાર્ય કરવા લાગે છે. આ દશામાં જે ફળ પ્રાપ્ત કરવા ચાહે છે, તે ફળની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહીં અનિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જાય છે. આયુર્વેદના શાસ્ત્રોમાં તીવ્ર રોગોના નાશને માટે પારાની ભસ્મનો પ્રયોગ ખૂબ ઉત્તમ કહેવાયો છે. ચિકિત્સાના ગ્રંથ કહે છે કે, પારો સ્વયં મરી જાય છે. પરંતુ રોગીને જીવિત કરી દે છે. જે મનુષ્ય પારાની ભસ્મને ઉચિત રીતે નથી બનાવતો, તેના પારાનો પરિપાક ઉચિત પરિણામમાં નથી થતો. પૂર્ણરૂપમાં અપક્વ પારાની ભસ્મ જો રોગી ખાઈ લે, તો રોગનો નાશ તો દૂર રહ્યો, પ્રાણોનું સંકટ થઈ જશે. અજ્ઞાનના કારણે પ્રતિકૂળ ક્રિયા થાય છે, તે પણ અનિષ્ટ, દુઃખ ફળ આપે છે. તેથી તેમને પ્રધાનરૂપે ક્રિયા કહેવાને યોગ્ય નથી. અયોગ્ય ક્રિયા અપ્રધાન ક્રિયા છે. અપ્રધાનનું પારિભાષિક નામ દ્રવ્ય છે. આ પ્રકારની ક્રિયા દ્રવ્ય ક્રિયા કહેવાય છે.
વિધિના જ્ઞાનની જેમ ફળ પ્રાપ્ત કરવા માટે કાર્ય કરવામાં ચિત્તની એકાગ્રતા પણ આવશ્યક છે. ક્રિયા કરવામાં ધ્યાન ન દેતાં અન્ય વિષયમાં ધ્યાન દેવાથી પણ અનિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જાય છે અથવા જે ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, તે ન મળતાં ન્યૂન કોટિનું ફળ મળે છે. એક મનુષ્ય ચાલીને કોઈ નિયત સ્થાને નિયત સમયે પહોચવા માંગે છે. જો ચાલતાં-ચાલતાં કોઈ અન્ય વિષયમાં ધ્યાન